________________
પ્રકરણ–અઠ્ઠાવીસમું.
દેવદર્શન સબંધો શકા—સમાધાન.
શંકા——દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે.
સમાધાન—દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે, એમ કહેવું ખાટું છે. દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે અને શુભભાવથી જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષય થાય છે. શંકા—દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે, એવા એકાન્ત નથી. કેટલાકને અશુભભાવ પણ ઉત્પન્ન થાય છે. સમાધાન—અશુભભાવ ઉત્પન્ન થવાનું કારણ તેમની અજ્ઞાનતા છે. જેઓ સમ્યગજ્ઞાનપૂર્વક દેવનું સ્વરૂપ સમજી ઉપયાગ અને વિધિપૂર્વક દેવદર્શન કરે છે, તેઓને અવશ્ય શુભભાવ ઉત્પન્ન થાય છે. શકા—આજકાલ વિધિપૂર્વક કેાઇ દર્શન કરતું નથી. જેએ દર્શન
કરે છે, તેઆમાંના ઘણાખરા તે દેવનું સ્વરૂપ સમજતા નથી અને જે થાડું ઘણું સમજે છે, તેઓ પણ ઉપયોગ વિના—રૂઢિ માત્રથી જેમ તેમ ક્રિયા કરી આવે છે. સમાધાન—વિધિપૂર્વક નહિ કરનારા વિધિપૂર્વક કરે, દેવનું
સ્વરૂપ નહિ સમજનારા દેવનું સ્વરૂપ સમજે તથા રૂઢિ માત્રથી કરનારા પણુ સમજ પૂર્વક કરતા થાય, એ માટે ઉપદેશ અને લખાણ દ્વારા સભ્યજ્ઞાનને પ્રચાર કરવાની આવશ્યકતા છે. એ વાત સાચી છે કે સમ્ય
૧૨