________________
શ્રીજિનપૂજનના અભાવે ત્રણ પ્રગટ દોષ
[ ૧૭૫ પરલેક એમ ઉભયલકમાં અહિતકર કર્મને આચરનારા અધમતમ છે. આ લોકને હિતકર પણ પરલોકમાં અહિતકર કમેને કરનારા અધમ છે. ઉભય લેકમાં ફલદાયક કર્મને કરનારા વિમધ્યમ છે. આ લોકના ગે પણ પરલોકને સુધારનાર મધ્યમ છે. કેવળ મેક્ષને માટે જ ઉદ્યમ કરનાર ઉત્તમ છે અને જેઓ કૃતકૃત્ય થઈ ગયા છતાં અન્ય ઉપર ઉપકાર કરે છે, તેઓ ઉત્તમોત્તમ અને પૂજ્યતમ છે. અન્યલકને પૂજનીય દેવેન્દ્રો, નરેન્દ્રો અને યોગીન્દ્રો પણ તેમને પૂજે છે. તેમની પૂજા પ્રત્યે અનાદર ધારણ કરનાર આત્મા મહામહના ઉદયથી ગ્રસ્ત છે, એટલું જ નહિ કિન્તુ પિતાની જાતને દુર્ગતિના ગહન ગતોમાં ધકેલી દેનાર બને છે. - ૨ કૃતજ્ઞતા–શ્રી જિનપૂજનને નહિ આચરનારો આત્મા કૃતન બને છે અને શ્રી જિનેશ્વરદેવોએ કરેલા અનંત ઉપકારને હણનારો થાય છે. શાસ્ત્રોમાં મદિરાપાની, માંસજી, હિંસક, ચોર, વ્રતભંજક, વેશ્યાગામી, પારદારોલંપટ, ભગિનીલેગી આદિ પાપીઓની પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ થાય છે એમ કહ્યું છે. કિન્તુ કૃતળીકરેલા ગુણને ઘાત કરનાર, નહિ માનનાર અને અવગણના કરનાર પાપી આત્માની શુદ્ધિ માની નથી, અર્થાત પ્રાયશ્ચિતને માટે પણ એને નાલાયક ગણે છે. કૃતની આત્માના કર્મને છૂટકારો કોઈ પણ રીતે થતું નથી. બીજા સર્વ પાપીઓને ઉદ્ધાર અને નિસ્વાર થઈ શકે છે. કિન્તુ કૃતનતાના પાપને આચરનારને નિસ્તાર કે ઉદ્ધાર થઈ શકતો નથી. એ માટે સ્મૃતિઓમાં પણ કહ્યું છે કે “ત્રીને , ચૌરે મને તથા निष्कृतिविहिता सद्भिः, कृतघ्ने नास्ति निष्कृतिः ॥१॥"