________________
શ્રીજિનપૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ
[[ ૧૭૩. કારને હૃદયમાં ધારણ કરી કૃતજ્ઞતા ગુણનું પાલન કરી, ધર્મ પ્રાપ્તિને લાયક બને છે.
૩ વિનય–“વિનીતે અપની વિટ્ટી વા - કt ચેન વિનય' આઠ પ્રકારના કર્મ જેનાથી દૂર થાય, નાશ પામે, તે શ્રી જેનસિદ્ધાન્તાનુસાર વિનય કહેવાય છે. તે વિનય સર્વ ગુણોનું મૂળ છે. વિનય રહિત આત્માને ધર્મ કે તપ પણ નિષ્ફળ માન્ય છે. વિનયથી જ્ઞાન પ્રાપ્ત. થાય છે જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચારિત્રથી મોક્ષ અને મેક્ષથી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. એ વિનય શાસ્ત્રોમાં પાંચ પ્રકારને કહો છે. જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને, ઉપચારવિનય. ઉપચારવિનય બે પ્રકારનો છે. પ્રતિરૂપ ઉપચાર અને અનાશાતના રૂપ ઉપચાર. પ્રતિરૂપ ઉપચારના ત્રણ પ્રકાર છે. કાયિક, વાચિક અને માનસિક. અનાશાતના ઉપચારના ચાર પ્રકાર છે. અનાશાતના (હીલનાને ત્યાગ), ભક્તિ (બાહા પ્રતિપત્તિ રૂ૫), બહુમાન (આન્તરિક ભાવપ્રતિબન્ધ રૂ૫) અને પ્રશંસા (સભૂત ગુણોના કીર્તન રૂ૫)–શ્રી જિનેશ્વરદેવની પૂજામાં એ પાંચ પ્રકારને વિનય સચવાય છે અને એના ફળરૂપે અપૂર્વ જ્ઞાન, અપૂર્વ દર્શન, અપૂર્વ ચારિત્ર અને અપૂર્વ તપ આદિ ગુણેની પ્રાપ્તિ થાય છે.