________________
-
-
-
-
"૧૭૨]
દેવદર્શન ગુરૂ પણ ઉપકાર કરવા અસમર્થ હતા–એ કારણે શ્રી જિનેશ્વરદે તે ગુરૂના પણ ગુરૂ છે, ત્રણે જગતમાં અજ્ઞાનરૂપી અંધકારને ટાળનારા છે, આંધળાને આંખ આપનાર ઉપકારી કરતાં પણ તેઓ મેટા ઉપકારી છે, ત્રણ જગતને મૃતરૂપી ચક્ષુનું દાન કરીને તેઓએ અનુપમ ઉપકાર કરે છે. મરતાને જીવન આપનાર કરતાં પણ તેઓ અનંત ગુણ ઉપકારી છે. કારણ કે મરતાને જીવાડ્યા પછી પણ તેનું ફરીવાર મરવાનું અટકતું નથી. શ્રી જિનેશ્વરદેવેએ જગતના જીવને કદી પણ મરવું ન પડે તે માર્ગ પ્રકા છે. એ માર્ગનું આસેવન કરીને અનંતાનંત આત્માઓ જન્મ, જરા અને મરણની અનંત આપત્તિઓને તરી ગયા છે, તરી રહ્યા છે અને તરી જનારા છે. તેથી એમના સમાન બીજા કેઈ ઉપકારી નથી. ત્રિજગશરણ, ત્રિભુવનબાંધવ, અકારણુવત્સલ, અસંકલ્પિતકલ્પવૃક્ષ, અચિત્યચિન્તારત્ન, કૃપાસિંધુ, સર્વેજગણિતચિન્તક, આન્તરિકધનદાતાર, મુક્તિપથપ્રદર્શક, ઘરસંસારકુપસમુદ્ધરણ, ભવાટવીસાર્થવાહ, ભદધિનિર્ધામક, મહાગોપ અને મહામહણદિ અનંત ઉપમાઓથી અલંકૃત શ્રી જિનેશ્વરદેવનો ઉપકાર અચિન્ય છે. એ ઉપકારીના ઉપકાર -તળે પ્રાણું માત્ર દબાયેલ છે. જ્ઞાન રૂપી ધન આપીને જગતના અનાદિકાળની ભાવદરિદ્રતાને તેમણે ટાળી છે. અનંત કાળથી ભૂલાઈ ગયેલી જીવની અકૃત્રિમ-અખૂટ-આંતરિક લક્ષ્મી તેમણે દેખાડી છે અને ભવ્ય જીને તેનું ભાન કરાવ્યું છે. તેમણે બતાવેલા માર્ગના આરાધનથી જીવને આ દુઃખમય સંસારમાં પણ સુખને અનુભવ થાય છે. એવા અનુપમ ઉપકારીની પૂજા કરનાર આત્મા ઉપકારીના ઉપ