________________
૧૭૦]
દેવદર્શન જે ભવ્યાત્મા પુષ્પ વડે શ્રી જિનને પૂજે છે, તે સ્મિત વદનવાળી દેવાંગનાઓના લોચને વડે પૂજાય છે. જે એક જ વાર શ્રી જિનને ભાવપૂર્વક નમે છે, તે ત્રણે જગત વડે નિરંતર નમન કરાય છે. જે ગુણબહુમાનના ભાવથી શ્રી જિનની આ લોકમાં સ્તુતિ કરે છે, તે પરલોકમાં ઈન્દ્રોના સમુદાય વડે સ્તુતિ કરાય છે. જે શ્રી જિનેશ્વરદેવનું મનથી ધ્યાન કરે છે, તે સમસ્ત કર્મને અંત કરનારે બની યોગિપુરૂષે વડે પણ ધ્યાન કરાય છે.”
ઉપરોક્ત કથનમાં જેઓને અતિશયોક્તિ લાગતી હોય અગર શ્રદ્ધા ન બેસતી હોય તેઓએ વિચારવું જોઈએ કે શ્રી જિનેશ્વરદેવ અનંતગુણના પુંજ છે. સર્વ ગુણોના પ્રર્ષને પામેલા છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, માર્દવ, આર્જવ, સતિષ, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્ય, દાન, શીલ, તપ, ભાવ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, ધેય, ધૈર્ય,ગાશ્મીર્ય, દાક્ષિણ્ય, સૌજન્ય અને ઔદાર્ય આદિ સ્વરેપકારક જેટલા ગુણે આ જગતમાં સંભવિત છે, તે સર્વ ગુણેનું પાલન શ્રી જિનેશ્વરદેવેએ સ્વયં કર્યું છે, અન્ય પાસે કરાવ્યું છે, અને તે ગુણોનું નિરંતર પાલન થતું રહે તેવા પ્રકારનું તીર્થ જગતમાં સ્થાપીને અન્ત અવ્યાબાધ પદને વરેલા છે. એમનાથી અધિક ગુણવાન આ જગતમાં બીજા કેઈ છે નહિ. એવા અનંતગુણી શ્રી જિનેશ્વરદેવના પૂજનને અધ્યવસાય પણ અનંત ફળને આપનારે છે, તે પછી તે પૂજનની પ્રવૃત્તિ અને પ્રાપ્ત સામગ્રીને પૂજન માટે સદુપયેગ, તેથી પણ અનંત લાભને આપનારે થાય, તેમાં આશ્ચર્ય જ શું?