________________
૧૦૮ ]
દેવદર્શન
જે મન વીતરાગનું ધ્યાન કરે છે તે જ સાચું મન છે. ખીજું મન ભવમાં ભટકાવનાર છે. જે નયન વીતરાગને નીરખે છે, તે જ સાચાં નેત્ર છે. બીજાં નેત્ર મુખ રૂપી ઘરનાં જાળીયાં છે. જે જીભ વીતરાગના ગુણ ગાવામાં રસિક છે, તે જ સાચી જીભ છે, બીજી જીભ માંસનો ટુકડાāાચા છે. જે કાન વીતરાગના ગુણ્ણાના શ્રવણુ કરે છે, તે જ સાચા કાન છે, ખીજા કાન માત્ર શરીરના છિદ્રો છે.×
શ્રી વીતરાગ દેવા ચારે નિક્ષેપાએથી ત્રણે જગતને ત્રણે કાળ પવિત્ર કરતાં જયવંત વર્તે છે. તેઓના આઠ પ્રાતિ હાર્યાં, ચાત્રીસ અતિશયા અને વાણીના પાંત્રીસ ગુણા જગતના જીવાને મેાક્ષમાર્ગે પામવામાં સહાયક નિવડે છે. અનાર્ય દેશને પાટવી આર્દ્રકુમાર અને યજ્ઞ કરાવનાર શય્યંભવભટ્ટ શ્રી જિનપ્રતિમાના દર્શનથી તત્ત્વજ્ઞાન પામ્યા હતા.
[ ૧૦૭ મા પાનાથી આગળની નોંધ. ]
છે, આન્તર શત્રુઓને હણનારા છતાં સમતાવાન છે, રાગરહિત છતાં મુક્તિ રૂપ સ્ત્રીને ભાગવનાર છે, રાગાદિત્યેનિ ય છતાં સવ પ્રાણીએ પ્રત્યે દયાળુ છે, ખેાલાવ્યા વિના સહાય કરનારા છે, કારણ વિના વાત્સલ્ય રાખનારા છે, પ્રાર્થના કર્યા વિના પરનુ કાર્ય કરનારા છે, સંબંધ વિના બાંધવ છે, સ્નેહ વિના સ્નિગ્ધ મનવાળા છે, માંજ્યા વિના ઉજજવળ છે, ધાયા વિના નિમ`ળ છે, ક્રોધ વિના વીરતવાળા છે, નિઃસંગ છતાં જતેશન્લાકના નાથ છે અને મધ્યસ્થ છતાં જગરક્ષક છે.
× વીતરાગનું બિંબ જોતાં જેનું દિલ હરખે છે, તે તેની ભવ્યતાની નિશાની છે. વીતરાસના ચરણની રજ એ પુણ્યગણુની રૢ હૈ. અતે વીતરાગની ભક્તિ એ મુક્તિનું લેહચૂંબક છે.