________________
૧૧૦ ].
દેવદર્શન માત્માનું નરેન્દ્રો દેવેન્દ્રો મેગીન્દ્રો તથા અનુત્તર વિમાનવાસી દે પણ નિરન્તર ધ્યાન કરે છે. અરિહંતનું અર્ચન પૂજન તથા ધ્યાન કરવાથી રાગાદિ આંતર રિપુઓ-શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે તથા ભવસમુદ્રમાં ડૂબતા પ્રાણુઓના કર્મરૂપી પાશ કપાઈ જાય છે.
સમુદ્ર જેટલું ભાજન–પાત્ર હોય, નીલગિરિ એટલે મષીપંજ-શાહીને ઢગલે હોય, પૃથ્વી જેટલું પડ-કાગળ હોય, સુરતરૂની શાખા જેટલી કલમ હોય અને સાક્ષાત્ સરસ્વતી દેવી લખનાર હોય તો પણ શ્રી વીતરાગ પરમાત્માના ગુણેની સંખ્યાને પાર પામી શકાય તેમ નથી. તેથી અનંતકાળે પણ તે સર્વોચ્ચ પુરૂષના ગુણોની સંખ્યા લખી શકાય તેમ નથી.