________________
ચિત્યવર્જન કરવાની વિધિ
[૧૩ ચૈત્યવન્દનને વિષે એકાન્ત પ્રયત્નવાળા બનવું જોઈએ. તે વખતે અન્ય સર્વકર્તવ્યને ત્યાગ કરવો જોઈએ. ચૈત્યવન્દ નાના ભાવને દીર્ઘકાળ સુધી ધારણ કરીને યથાયોગ્ય શ્રી જિનેશ્વરદેવની પૂજોપચાર–સુંદર સામગ્રીઓ વડે પૂજા કરવી જોઈએ. ત્યારબાદ શ્રી જિનેક્તવિધિ વડે ભૂમિની પ્રતિલેખન અને પ્રમાર્જના કરવી જોઈએ. વિધિપૂર્વક ભૂમિને પૂંજી પ્રમાજીને તેના ઉપર બે જાનુ અને કરતલ સ્થાપના કરવા જોઈએ. પ્રવર્ધમાન અતિતીવ્રતર સવેગ અને વૈરાગ્યના શુભ પરિણામવાળા થવું જોઈએ. ભક્તિના અતિશયથી રોમાંચિત શરીરવાળા અને હર્ષાશ્રુથી પરિપૂર્ણ લેનવાળા બનીને આયુષ્યની અનિત્યતા તથા ભગવત્પાદવન્દનની દુલૅભતાને વિચાર કરે જોઈએ. આ ભવ સમુદ્ર મિથ્યાત્વરૂપી જલથી અને કુગ્રહ-કદાગ્રહ રૂપી જલજંતુઓના સમૂહથી ભરેલો છે. તેમાં સકલ કલ્યાણના અદ્વિતીય કારણભૂત, ચિન્તામણિ અને કલ્પવૃક્ષની ઉપમાઓ પણ જેનાથી ઉતરતી છે એવું ભગવાનના ચરણેનું વન્દન અતિ દુર્લભ છે–મહામુશીબતે મળેલું છે. આનાથી ચઢીયાતું બીજું કઈ કર્તવ્ય નથી. એની પ્રાપ્તિ થવાથી આત્માને કૃતાર્થ માનતે તથા ચક્ષુ અને મનને ભુવનગુરૂએક શ્રીજિનેશ્વરદેવની સન્મુખ સ્થિર કરતો તથા અતિચારના ભયથી, સમ્યગૂ અખલિતાદિ ગુણસંપદાઓથી ચુક્ત અર્થસ્મરણપૂર્વક પ્રણિપાત દંડક ત્યવન્દનસૂત્ર અપનામ શકસ્તવને કહે–તેને ર૭ (૨૬૪ લઘુ ૩૩ ગુરૂ) વણે (અક્ષર) છે, તેત્રીસ આલાપક છે અને આલાપક દ્રિકાદિપ્રમાણ વિશ્રામભૂમિ રૂપ નવ સભ્યદાઓ છે.