________________
દેવદર્શન
૧૬૨ ] નહિ કરવી. સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, દાન અને સજજનેના ગુણેનું ઉત્કીર્તન એટલી વસ્તુઓમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ પુનરૂક્તિને દેષ તરીકે ગણવેલ નથી. કિન્તુ ગુણ રૂપ માનેલી છે. અહીં સ્તુતિનો વિષય છે તેથી દષની આશંકા અયુક્ત છે.
આ નવ સભ્યદાઓથી યુક્ત પાઠને પ્રણિપાતદંડક કહે છે. કારણ કે એ પાઠ કહ્યા પછી તુરત જ પ્રણિપાત કરવાને હોય છે. અથવા તેને શકસ્તવ પણ કહે છે. કારણ કે શ્રી જિનેશ્વરના જન્માદિ કલ્યાણકોને વિષે તીર્થની પ્રવૃત્તિ પહેલાં પણ આ સ્તવવડે શક-સાધમેન્દ્ર પોતાના વિમાનમાં રહીને ભગવાનની અતિ ભાવથી સ્તુતિ કરે છે. આ સ્તુતિ ભાવ અરિહંતને ઉદ્દેશીને છે, તે પણ ભાવ અરિહંતનું અધ્યારેપણ કરીને સ્થાપના અરિહંતની સન્મુખ કહેવામાં કોઈ પણ જાતને દોષ નથી.
પ્રણિપાતદંડક કહી રહ્યા બાદ અતીત, અનાગત અને વર્તમાન, એમ ત્રણે કાળના જિનેશ્વરેને વન્દન કરવા માટે નીચેની ગાથા પણ કહેવામાં આવે છે.
“ને મા સિદ્ધા, જે ૩ વિáતિ संपइ य वट्टमाणा, सव्वे तिविहेण वंदामि ॥१॥ - જે અતીત કાલમાં સિદ્ધ થઈ ગયા, જે અનાગત કાળમાં સિદ્ધ થશે અને જે સાંપ્રતકાળમાં વર્તે છે, તે સર્વેને ત્રિવિધેત્રણે પ્રકારે, (મનથી ધ્યાન કરવા વડે, વચનથી સ્તુતિ કરવા વડે અને કાયાથી વન્દન કરવા વડે) હું વન્દન કરું છું.
- * આ ગાથાને શ્રી દેવવન્દન ભાષ્યમાં દ્રવ્ય જિનની સ્તુતિ તરીકે પણ જણાવી છે.