________________
૧૬૬ ]
દેવદર્શન રતાપ શ્રદ્ધા વડે મારી ઈચ્છાવડે કિન્તુ કેઈન બલાત્કારાદિથી નહિ.'
મહાપ-મેધાવડે સમજપૂર્વક કિન્તુ જડપણે નહિ.
ધીર=ધૃતિવડે: મનની સ્થિરતાવડે કિન્તુ રાગાદિથી આકુલ થઈને નહિ.
૧–શ્રદ્ધા-મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષપદમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષા રૂપે એક પ્રકારની પ્રસન્નતા. આ શ્રદ્ધા છવાદિ તાત્વિક પદાર્થને અનુસરનારી, ભ્રાંતિને નાશ કરનારી તથા કર્મ ફળ, કર્મ સંબંધ અને કર્મના અસ્તિત્વની સમ્યક્ પ્રતીતિ કરાવનારી છે. શાસ્ત્રમાં એને “ઉદકપ્રસાદકમણિની ઉપમા આપવામાં આવી છે. સરેવરમાં નાખેલ ઉદકપ્રસાદકમણિ” જેમ કાદિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે તેમ શ્રદ્ધામણિ પણ ચિત્તરૂપી સરોવરમાં રહેલ સંશય-વિપર્યયાદિ કાલુષ્યને દૂર કરી ભગવાન અરિહંતપ્રણતમાર્ગ ઉપર સમ્યગુ ભાવ ઉત્પન્ન કરે છે.
૨-મેધાજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતા ગ્રન્થગ્રહણ ૫ટુપરિણામ-એક પ્રકારને સદ્દગ્રન્થમાં પ્રવૃત્તિ કરાવનારે પરિણામ. પાપબુતની અવજ્ઞા કરાવનાર તથા ગુરૂવિનયાદિ વિધિમાં જોડનારે ચિત્તનો ધર્મ. શાસ્ત્રમાં એને “આતુર-ઔષધાપ્તિ-ઉપાદેયતા’ની ઉપમા આપવામાં આવી છે. જેમ કેાઈ બુદ્ધિમાન રોગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેના વિશિષ્ટ ફલને અનુભવ થાય, ત્યારે અન્ય સર્વ વસ્તુને દૂર કરી તેના ઉપરજ તેને મહાન ઉપાદેય ભાવ અને ગ્રહણ કરવાને આદર રહે છે, તેમ મેધાવી પુરૂષોને પિતાની મેધાના સામર્થ્યથી સગ્રન્થને વિષેજ અત્યંત ઉપાદેયભાવ અને ગ્રહણદર રહે છે. પણ બીજા ઉપર રહેતું નથી. કારણ કે સગ્રન્થને તેઓ ભાવૌષધરૂપ માને છે.
૩–વૃતિ–મેહનીય કર્મના ક્ષેપમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિઃ અવધ્ય કલ્યાણના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દષ્ટાંત વડે
વધુ નેધ ૧૬૭ મા પાનામાં ]