________________
ચૈત્યવન્દન કરવાની વિધિ
[ ૧૩૫
પ્રકાશ '
શ્રીયેાગવિશિકા : આદિ ગ્રન્થામાં શ્રીહરિભદ્રસૂરીશ્વરાદિ મહર્ષિઓએ ફરમાવ્યા છે. પ્રણિધાનાદિ
[ ૧૩૩–૧૩૪ મા પાનાથી આગળની નોંધ ]
શુદ્ધાશયવાળાની અશુદ્ધક્રિયા પણ શુદ્ધ ક્રિયાનું કારણ બને છે. રસાનુવેધ–વેધકરસના પ્રભાવે તામ્ર-તાંષુ પણ સુવર્ણપણાને પામે છે.
પરન્તુ જેએ વિધિ ઉપર બહુમાન ધારણ કર્યા વિના અવિધિએ ક્રિયાને સેવે છે તેએના કરતાં તે વિધિનું સ્થાપન કરવામાં રસિક— વિધિયુક્ત અનુષ્ઠાન કરવાના અભિલાષી ક્રિયા ન કરતા હોય તેપણુ સારા છે. આથી એમ નહિ માની લેવું કે ગુણસ્થાનકની પરિણતિ આવ્યા વિના કરેલાં અનુષ્તાન નિષ્ફળ છે. શાસ્ત્રામાં વિકલ–ગુણ સ્થાનકની પરિણતિ રક્તિનું અનુષ્ઠાન પણ યતનાની અપેક્ષાએ નિર્જરાનું કારણ કહેલ છે. કહ્યું છે કે—
'जा जा हविज्ज जयणा, सा सा से णिज्जरा होइ ।'
જે
‘જેટલી જેટલી યતના તેટલી તેટલી તેની નિર્જરા થાય છે.’ યત્કિંચિત્ વિધિવાળું અનુષ્ઠાન પણ ઈચ્છાયાગ રૂપ હોવાથી ખાલાદ જીવાને અનુગ્રહ કરનાર થાય છે, શુદ્ધવિધિનું અભિમાન ધારણ કરીને વર્તમાનકાળે જેટલી વિધિ શકય છે તેટલી વિધિથી પણ અનુષ્ઠાન કરવાનું છોડી દે છે, તેઓ શુદ્ધ ા કરી શકતા નથી અને જેટલું શકય છે તેને પણ અશુદ્ધ માનીને ત્યાગ કરે છે, તેઓ' बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति । '
બીજ માત્રને પણ ઉચ્છેદ કરનારા બની મહાદોષના ભાગી થાય છે એમ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે. અપૂર્ણ વિધિથી અનુષ્ઠાન કરનારાએ નિરૂપણ તે શુદ્ધ વિધિનુંજ કરવું જોઈએ અન્યથા ઉન્માર્ગની પુષ્ટિ અને તીર્થના અકાલે ઉચ્છેદ આદિ મહાદોષના ભાગી થવાય છે. વિકલાનુષ્ઠાનવાળા ઇચ્છાયાગીને શાસ્રાક્ત શુવિધિનું નિરૂપણ એજ કલ્યાણ પ્રાપ્તિનું મુખ્ય સાધન છે એ પણ ન ભૂલવું જોઇએ.