________________
૧૪૦ ]
દેવદર્શન હિંસાશીલ પ્રાણી પણ હિંસા કરી શકતો નથી, અસત્યપ્રિય પ્રાણુ પણ અસત્ય બોલી શકતા નથી. ઈત્યાદિ. - અથવા સ્થાનાદિ પ્રત્યેક વેગ અનુષ્ઠાનના ભેદે ચાર ચાર પ્રકારનો છે.
પ્રીતિઅનુષ્ઠાન-જેમાં પ્રયત્નને અતિશય હોય, પરમ પ્રીતિ હોય અને શેષક્રિયાનો ત્યાગ હેય, તે પ્રીતિ અનુષ્ઠાન છે.
ભક્તિઅનુષ્ઠાન–જેમાં પ્રયત્નને અતિશય હાય, પરમ ભક્તિ હોય અને શેષ ક્રિયાને ત્યાગ હેાય તે ભક્તિ અનુષ્ઠાન છે. પત્ની અને માતાનું કૃત્ય સમાન હોય છે. પરતુ પત્ની પ્રત્યે પ્રીત હોય છે અને માતા પ્રત્યે ભક્તિ હોય છે. એટલે પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વચ્ચે તફાવત છે.
વચનાનુષ્ઠાન–શાસ્ત્રના વચન મુજબ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે.
અસંગાનુષ્ઠાન––દઢતર સંસ્કારથી શાસ્ત્રના વચનની અપેક્ષા વિના ચંદનબંધસમાન સ્વભાવથી જ શુદ્ધ અનુષ્ઠાન થવું તે અસંગ અનુષ્ઠાન છે. તે જિનકલ્પિકાદિ મહામુનિઓને હોય છે. ચકનું ભ્રમણ જેમ પ્રારંભમાં દંડના વ્યાપારથી હોય છે પણ પછી પોતાની મેળે જ સંસ્કારના ગે ફર્યા કરે છે. તેમ વચનાનુષ્ઠાન એ વચનના વ્યાપારથી હોય છે અને અસંગ અનુષ્ઠાન વચનના વ્યાપારથી જનિત સંસ્કાર વિશેષથી હોય છે.
બીજી રીતે પણ અનુષ્ઠાનનાં પાંચ પ્રકાર બતાવ્યા છે -
વિષાનુષ્ઠાન...વિષ સ્થાવર અને જંગમ એમ બે પ્રકારનું છે. સેમલાદિ એ સ્થાવર વિષ છે અને સર્પાદિ એ જંગમ વિષ છે.