________________
શકસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ
[ ૧૪૫ 'अरिहननात् रजोहननात् रहस्याऽभावात् वा अर्हन्तः।' એ રીતે પણ “અત” શબ્દની વ્યુત્પત્તિ થાય છે. મહાદિ કર્મબન્ધના હેતુઓ છે, માટે દુશ્મનભૂત છે, તેને હણનારા ઘાતિકર્મો આત્માના જ્ઞાનાદિ ગુણને આવૃત કરનાર છે માટે જ તુલ્ય છે, તેને દૂર કરનારા તથા અપ્રતિહત કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણથી સમસ્ત જગતને સાક્ષાત્ જાણું અને જોઈ રહ્યા છે, માટે રહસ્ય વિનાના અર્થાત્ જેમને કોઈ પણ વસ્તુ ગુપ્ત નથી તેવા. અથવા “
સ ખ્યઃ ” “રહે એટલે એકાન્તસ્થાન અને “અન્ત” એટલે ગિરિગુફાદિને મધ્ય ભાગ. સર્વવેદી હવાથી જેમને પ્રચ્છન્ન નથી, અથવા “ કચ્છખ્યા, સત્ય ' ક્ષીણ રાગી હોવાથી કે પણ પદાર્થ પ્રત્યે આસક્તિ નહિ પામનારા અથવા રાગદ્વેષના હેતુભૂત પદાર્થને સંપર્ક થવા છતાં વિતરાગતાદિ સ્વ-સ્વભાવને નહિ તજનારા, અથવા
અરિહૃતા” અરિ એટલે સર્વ જીવેને શત્રુભૂત એવા આઠ પ્રકારનાં કર્મો, તેને હણનારા અથવા “હૂંતા ' કર્મરૂપી બીજ ક્ષય થવાથી સંસારમાં ફરી નહિ ઉત્પન્ન થનારા-તેમને નમસ્કાર થાઓ. તે અહત નામાદિ અનેક પ્રકારના હોય છે. તેમાં ભાવ અહંતનું
* શક્રસ્તવમાં ભાવજિનેશ્વવરેને નમસ્કાર છે. તેથી નામાદિજિને નમસ્કરણીય નથી, એમ નહિ. શ્રી જૈનશાસનને સિદ્ધાંત છે કેશુદ્ધભાવ જેહને છે તેહના ચાર નિક્ષેપો સાચા
[ વધુ નોંધ ૧૪૬ મા પાનામાં 1