________________
૧૫૦ ]
દેવરાન
નિવારણ કરવાના આશય વડે ગંભીર, પરીષહે! સહુન કરવા માટે ધીર, સંયમમાં સ્થિર, ઉપસર્ગાથી નિર્ભય, ઈન્દ્રિય વર્ગથી નિશ્ચિન્ત અને ધ્યાનમાં નિષ્પકમ્પ હાય છે. પુપ્લિવકુંકરીયાનં પુરૂષોને વિષે શ્રેષ્ઠ કમળ જેવા. જેમ કમલ
કાદવમાં પેદા થાય છે, જલથી વધે છે અને તે બંનેને છેડી ઉપર રહે છે. તથા તે કમલ સ્વભાવથી સુંદર, ભુવનલક્ષ્મીનું નિવાસ સ્થાન તથા ચક્ષુ આદિને આનંદ આપનાર હાય છે: તથા વિશિષ્ટ કેાટિના તિર્યંચ, મનુષ્ય અને દેવાવડ સેવાય છે અને સુખના હેતુ થાય છે, તેમ ભગવાન પણ કર્મપંકમાં ઉત્પન્ન થાય છે, દ્વિવ્યલાગજલથી વધે છે અને તે બન્નેને છેડીને નિરાળા રહે છે. અતિશયાના યાગથી અતિ સુંદર હાય છે. ગુણુસ’પદાના નિવાસસ્થાન છે. પરમાનન્દના હેતુ છે. કૈવલ્યાદ્દિગુણવર્ડ વિશિષ્ટ પ્રકારના તિર્યંચ, મનુષ્ય અને દેવાવડે સેવાય છે તથા મેાક્ષ સુખના કારણ થાય છે. પુલિવાય ત્હીન=પુરૂષોને વિષે શ્રેષ્ઠ ગન્ધ હસ્તીસમાન: ગન્ધહસ્તીની ગન્ધથી તેસ્થાનમાં વિચરનારા બીજા ક્ષુદ્ર હાથીઓ જેમ ભાગી જાય છે, તેમ અચિન્ત્ય પુણ્યપ્રભાવવાળા ભગવાનના વિહારના પવનની ગન્ધથીજ પરચક્ર, દુભિક્ષ અને મારી વિગેરે સર્વ ક્ષુદ્ર ઉપદ્રવરૂપી ગો હાથીઓ ભાગી જાય છે.
હવે પાંચ પદેાવડે સ્તાતબ્ધ સમ્પન્નાની સામાન્ય ઉપયોગ સપદા કહે છે: