________________
૧૪૮ ]
દેવદર્શન વસ્તુના ત્યાગપૂર્વક ભગવાન પ્રવ્રજ્યા અંગીકાર કરે છે ત્યારે તેથી પણ અધિક વૈરાગ્ય હોય છે અને જ્યારે ઘાતિકર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે ત્યારે ભગવાનના આત્મામાં અપૂર્વ ઉદાસીનતા પ્રગટે છે. મુક્તિ–સર્વ ફ્લેશથી રહિત એવી મુક્તિ ભગવાનને
નિકટમાંજ હોય છે. રૂપ–સર્વ દેવેના રૂપથી પણ ચઢી જાય તેવું રૂપ
ભગવાનને જન્મથી જ હોય છે. વી –મેરૂને દંડરૂપ તથા પૃથ્વીને છત્રરૂપ કરવાનું સામર્થ્ય ભગવાનને જન્મથી હોય છે. તત્કાલ ઉત્પન્ન થયેલા શ્રી મહાવીર પ્રભુએ ઈન્દ્રની શંકા દૂર કરવા, માટે ડાબા પગના અંગૂઠાવડે મેરૂ પર્વતને કંપાયમાન કર્યો હતે. પ્રયત્ન–ભગવાનને પ્રયત્ન પરમ વીર્યથી ઉત્પન્ન થયેલ એક રાત્રિકીઆદિ મહાપ્રતિમાના કારણભૂત અને
સમુદઘાત તથા શેલેશી અવસ્થાઓ વડે વ્યંગ્ય હોય છે. ઈચ્છા–ત્રીજા ભવે, દેવભવે અને તીર્થકરના ભવમાં દુખ
મગ્ન જગતને ઉદ્ધાર કરવાની તીવ્ર ઈચ્છા હોય છે. શ્રી–ઘાતિકર્મના ઉચછેદથી પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાનની - સંપત્તિ તથા અતિશયોની પરમપ્રકૃષ્ટ સંપત્તિ ભગવા
નને હાય છે. ધર્મ–અનાશ્રવ રૂપ, મહાયેગાત્મક, પરમ નિર્જરાના * ફલવાલો અને અતિ કલ્યાણકર ધર્મ હોય છે.