________________
૧૪૬]
દેવદર્શન ગ્રહણ કરવાને માટે બીજું “મનવંતા એ પદ મૂક્યું છે–બહુ વચનને પ્રગ અદ્વૈતવાદને વ્યવચ્છેદ કરવા
માટે તથા અહત એક નથી પણ ઘણું છે એમ - જણાવી સર્વ અહતેને એક સાથે નમસ્કાર જણાવવા • માટે છે.
માતા–ભગવતેને–
"भगोऽर्कज्ञानमाहात्म्ययशोवैराग्यमुक्तिषु । रूपवीर्यप्रयत्नेच्छाश्रीधर्मैश्वर्ययोनिषु ॥ १॥"
એ લોકથી “ભગ' શબ્દના ૧૪ અર્થ થાય છે. તેમાં પહેલો અર્ક અને છેલ્લે એનિ” અર્થ છેડી બાર પ્રકારના અર્થ જેમને છે તે ભગવાન કહેવાય છે.
[ ૧૪૫ મા પાનાથી આગળની નેધ.]
જેહને ભાવ અશુદ્ધ છે તેહના એક કાચે સવિ કાચા. ૧ ઉ૫. શ્રી યશોવિજયજી મ.
જે વસ્તુનો ભાવ નિક્ષેપે શુદ્ધ છે તેને ચારે નિક્ષેપો સાચાગતમસ્વામી આદિની જેમ આરાધ્ય છે.ગતમાદિ મહામુનિઓનો ભાવ નિક્ષેપે આરાધ્ય છે તેમ તેમનાં નામાદિક પણ પરમ આરાધ્ય અને મંગલભૂત છે, તથા જે વસ્તુને ભાવ નિક્ષેપ અશુદ્ધ છે, તેના નામાદિક પણ અંગારમદકાચાર્યની જેમ અશુદ્ધ-પરમ પાપરૂપ હોય છે, અંગારમકાચાર્ય પાપી અને અભવ્ય છે તેથી તેનાં નામાદિ પણ આરાધ્ય નથી. પાપી જીવની અજીવ સ્થાપના આરાધ્ય નથી એટલું જ નહિ પણ એની આરાધના પાપ અને અમંગલ માટે થાય છે, જ્યારે પુણ્યવંત છવની અજીવસ્થાપના પણ પરમારાષ્ય, મહમાંગલિક અને પરમકલ્યાણને હેતુ થાય છે.