________________
૧૪૪] .
દેવદર્શન અદ્દેતા--હતેને-અતિશયવાળી પૂજાને યોગ્ય હોય તે
અહત છે. અહંતની પૂજા ત્રણે કાળ જગતમાં થયા કરે છે. [૧૪૩ મા પાનાથી આગળની નેંધ ] નથી. એ જાતિની અભિલાષા એજ ભાવ નમસ્કાર-બીજા શબ્દમાં ભાવ ધર્મનું બીજ છે. વિધિપૂર્વક વાવેલું બીજ જેમ અંકુરાદિને ઉત્પન્ન કરી ફલ પ્રાપ્તિ કરાવે છે, તેમ ધર્મ બીજનું વપન પણ અનુક્રમે ધર્મચિન્તાદિ અંકુરા ઉત્પન્ન કરીને લસિદ્ધિને પ્રાપ્ત કરાવે છે. નમ
સ્કાર વડે ધર્મને નાયક અને ધર્મના સાધક એવા પુરૂષના સદ્દવર્તનાદિની પ્રશંસા થાય છે અને એનું જ નામ ધર્મબીજનું વપન છે. એ રીતે ધર્મબીજનું વિધિપૂર્વક વપન થવાથી–એમાંથી ધર્મચિન્તાદિ અંકુરા, ધર્મશ્રવણ રૂપી સત્કાંડ, ધર્માનુષ્ઠાન રૂપ નાલ, દેવ માનવની સંપદારૂપી પુષ્પ અને સિદ્ધિ ગતિ રૂપી ફલની પ્રાપ્તિ થાય છે. ભાવ નમસ્કારના પણ જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટાદિ અનેક ભેદે છે. તેથી ભાવનમસ્કારવાલાને પણ ઉત્કૃષ્ટ ભાવનમસ્કારની પ્રાર્થના અને અભિલાષા હોય છે, તેથી તેમને પણ "નમસ્કાર થાઓ એ વચન સુસંગત છે, અથવા “નમસ્કાર થાઓ” એ પ્રાર્થનાવચન “ઇચ્છાગ રૂપ છે. લેકર માર્ગમાં ગમનકરવાવાળાને સૌથી પ્રથમ સાધન “ઈચ્છાગ છે. “ઈચ્છાગથી શાસ્ત્રયોગ અને શાસ્ત્રોગથી સામર્થગની અનુક્રમે પ્રાપ્તિ થાય છે. ફેલસિદ્ધિને સાક્ષાત્ હેતુ સામર્થગ છે. પરંતુ એ સામર્થયેગની પ્રાપ્તિ ઈચ્છાગ અને શાસ્ત્રગ વિના થતી નથી. નમોલ્યુ નં અસ્પંતા ' એ પદે વડે ઈચ્છાગનું અભિધાન થાય છે. “નમો HિTI નિયમાળ' એ પદો વડે શાસ્ત્રોગનું અને
'इक्कोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स। संसारसागराओ તા નર સ નારિ વા | ૧ | ”
એ વચન વડે સામર્થ્ય વેગનું પ્રતિપાદન થાય છે. [લલિતવિસ્તરો