________________
શ્રીવીતરાગ પરમાત્માના દર્શન વખતે સ્તવના
" किं पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी, किं वाऽऽनन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी । तत्त्वज्ञानमयी सुदर्शनमयी निस्तन्द्रचन्द्रप्रभा, सारस्फारमयी पुनातु सततं मूर्त्तिस्त्वदीया सताम् ॥ १२॥
[ ૧૧૯
હે પ્રભુ! આપની મૂર્તિ શું અમૃતમય છે? અથવા કૃપારસમય છે? અથવા કર્પૂરમય છે? અથવા શું આનંદમય છે ? અથવા મહેાદયમય છે ? અથવા શુભ ધ્યાનની લીલામય છે ? અથવા તત્ત્વજ્ઞાનમય છે? અથવા સુદર્શનમય છે? અથવા ઉજ્જવળ ચંદ્રની પ્રભાના શ્રેષ્ઠ ઉદ્યોતમય છે ? આવા પ્રકારની આપની મૂત્તિ સજ્જનાને સદા પવિત્ર કરો. ૧૨
66
धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यहं, धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगद्वत्सलः । धन्यं कर्णयुगं वचोऽमृतरसः पीतो मुदा येन ते, धन्यं हृत् सततं च येन विशदस्त्वन्नाममन्त्रो धृतः ॥१३॥ '
..
તે દૃષ્ટિને ધન્ય છે કે જે નિર્મળ દષ્ટિએ હંમેશાં આપનાં દર્શન કીધાં, તે રસના જીહ્વાને ધન્ય છે કે જેણે જગતવત્સલ એવા આપની સ્તુતિ કીધી, તે કાનને ધન્ય છે કે જેણે આપના વચનરૂપી અમૃતના રસ આનંદથી પીધેા, તથા તે હૃદયને ધન્ય છે કે જેણે સતત્ આપના નામરૂપી નિર્મળ મત્રને ધારણ કર્યો. ૧૩