________________
૧૨૨ ].
દેવદર્શન સ્નાન અને અર્ચનવડે છદ્મસ્થ અવસ્થા ભાવવી, પરિકરમાં રચેલા પ્રાતિહાર્યો વડે કેવલી અવસ્થા ભાવવી તથા પર્યકાસન અને કાર્યોત્સર્ગઆસનવડે શ્રી જિનેશ્વરેની અરૂપી સિદ્ધત્વઅવસ્થા ભાવવી. ૨
પિંડ–તીર્થકર દેવનો તીર્થંકર પદવી પામ્યા પહેલા દેહ, તેમાં રહેલી અવસ્થા ત્રણ પ્રકારની છે. ૧ જન્માવસ્થા, ૨ રાજ્યવસ્થા ૩ અને શ્રમણાવસ્થા. એ ત્રણે અવસ્થામાં ભગવાન છદ્મસ્થ-અસર્વજ્ઞ હોય છે.
પદ–તીર્થંકર પદવી, તે પ્રભુ જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારેજ પ્રગટ થાય છે. તેથી અહીં પદસ્થ અવસ્થા એટલે નિર્વાણસમયપર્યતનું કેવલીપણું–
રૂપરહિત અવસ્થા–આ અવસ્થા પ્રભુ જ્યારે નિર્વાણ પામી સિદ્ધ થાય છે ત્યારે હોય છે. રૂ૫ એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, તેનાથી રહિતપણું...કેવળ આત્મસ્વભાવમાં અવસ્થાન.
જમાવસ્થા–પ્રભુની પ્રતિમા જે પરિકરમાં સ્થાપેલી હોય છે, તે પરિકરમાં પ્રભુના મસ્તક ઉપર હાથી ઉપર બેઠેલા અને હાથમાં કળશે લઈને જાણે પ્રભુને અભિષેક કરતા હોય તેવા દેને આકાર હોય છે. તે આકારેને ધ્યાનમાં લઈ જન્મ અવસ્થા ભાવવી. તથા સ્નાત્રાદિ-જળાભિષેક સમયે પણ જન્માવસ્થા ભાવવી.
રાજ્યાવસ્થા–એજ પરિકરમાં માલધારી-હાથમાં પુષ્પની માલા ધારણ કરેલા દેવ હોય છે તેને ધ્યાનમાં લઈ રાજ્યવસ્થા ભાવવી. પુષ્પમાલા તે રાજભૂષણ છે. ઉપલક્ષ