________________
શ્રીવીતરાગ પરમાત્માને દર્શન વખતે સ્તવના.
[ ૧ર૩
ણથી બીજાં આભૂષણે પણ સમજવા. પુષ્પપૂજા તથા અલંકાર પૂજા વખતે પણ રાજ્ય અવસ્થા ભાવવાની છે.
શ્રમણાવસ્થા–પ્રભુપ્રતિમાનું મસ્તક અને દાઢીમૂછને ભાગ કેશરહિત હોય છે, તેને ધ્યાનમાં લઈને શ્રમણાવસ્થા ભાવવી. પ્રભુ જ્યારે દીક્ષા લે છે ત્યારે પંચમુષ્ટિ લેચ કરે છે ત્યારબાદ ભવપર્યન્ત લેચ કરતી વખત જેવા રહ્યા હોય તેવાજ અલ્પકેશાદિ અવસ્થિત રહે છે. પરંતુ વૃદ્ધિ પામતા નથી. એ અવસ્થિતપણું એજ અહીં પ્રભુના શ્રમણપણાનું સૂચક છે.
કેવલી અવસ્થા–એજ પરિકર ઉપર કળશધારી દેવની બે બાજુએ કરેલા પત્રને આકાર હોય છે, તે અશોકવૃક્ષ, માલાધર દેવે વડે પુષ્પવૃષ્ટિ, વિષ્ણુ અને વાંસળી વગાડતા દેના આકાર વડે દિવ્યધ્વનિ, મસ્તકના પાછળના ભાગમાં રહેલે તેજ રાશિને સૂચવનારો કિરણવાળે કાન્તિમાન્ આકાર તે ભામડલ, ત્રણ છત્રની ઉપર ભેરી વગાડતા દેવને આકાર તે ૬ દુભિ, બે ચામર વીંજતા દેવનો આકાર તે ચામર, તથા સિંહાસન અને છત્ર, એમ આઠ પ્રાતિહાર્ય અવશ્ય સાથે રહેવાવાળા હોય છે, તેને ધ્યાનમાં લઈને પ્રભુની કેવલી અવસ્થા–તીર્થંકર પદવીની અવસ્થા ભાવવી.
રૂપાતીત અવસ્થા–સઘળા તીર્થકરે પર્યકાસન તથા કાયેત્સર્ગાસન, એ બે આસનેએ રહીને મેક્ષે ગયા છે તેથી પ્રભુની મૂત્તિઓ પણ એ બે આસનોવાળી જ હોય છે, તેને ધ્યાનમાં લઈને પ્રભુની સિદ્ધત્વ અવસ્થા એટલે રૂપાતીત અવસ્થા ભાવવી.
*