________________
દેવદર્શન
૧૧૪] અહિંસક છે, હું હિંસક છું. પ્રભુ વચન રહિત છે, હું મૃષાવાદી છું. પ્રભુ અપ્રમાદી છે, હું પ્રમાદી છું. પ્રભુ આશા વિનાના છે, હું આશાવાળો છું. પ્રભુ સર્વ જીવોને સુખ દેનાર છે, હું ઘણું જીવોને દુખ દેનારો છું. પ્રભુ અવંચક છે, હું વંચક છું. પ્રભુ આશ્રવથી રહિત છે, હું આશ્રવથી દબાએલે છું. પ્રભુ નિષ્પાપ છે, હું સપાપ છું. પ્રભુ કર્મ રહિત છે, હું કર્મ સહિત છું. પ્રભુ સર્વના વિશ્વાસપાત્ર છે, હું અવિશ્વાસપાત્ર છું. પ્રભુ પરમાત્મપદને પ્રાપ્ત થયેલા છે, હું બહિરાત્મપણે વર્તવાવાળે છું. એ રીતે પ્રભુ અનેક ગુણએ કરી ભરપૂર છે, હું સર્વ પ્રકારના દુશેણેથી પરિપૂર્ણ છું. એજ કારણે હું આ સંસારરૂપ અટવીમાં અનંતકાળ થયાં ભટક્યા કરું છું. આજે પૂર્ણ ભાગ્યોદયે મને ભગવાનની મૂર્તિનાં દર્શન થયાં અને તેના આલંબનથી મને પ્રભુના ગુણોનું અને મારા અવગુણોનું સ્મરણ થયું. પ્રભુના ગુણે અને મારા અવગુણે સમજવામાં આવ્યા. હવે હું મારા દુગુણેને છોડવાનો પ્રયત્ન કરું અને જે માર્ગ પ્રભુએ દર્શાવ્યો છે તે માર્ગે ચાલું. સુખ અને કલ્યાણને માટે જેવી રીતે વર્તવાનું તેઓએ ફરમાવ્યું છે તેવી રીતે વર્તન કરૂં.
એ રીતે ભાવના કરવાથી તથા વિચારવાથી જીવનમાં ઘણું અશુભ અને કિલષ્ટ કર્મો નાશ પામે છે. બધિ (સમ્યક્ત્વ) જ્ઞપ્તિ (જ્ઞાન) અને વિરતિ (ચારિત્ર) પ્રાપ્ત થાય છે. પરમ્પરાએ મોક્ષનાં અનંત સુખના અધિકારી થવાય છે.