________________
પ્રકરણ–વીસમું. શ્રીજિનદન વખતની વિચારણા.
શ્રી જિનમૂત્તિની મુખાકૃતિ જોઇ વિચારવું જોઇએ કેઅહા ! આ સુખ કેવું સુંદર છે ? કે જેના વડે કાઈના પણ અવર્ણવાદ એલાયા નથી. જેમાંથી ી હિંસક, કઠાર કે મૃષાવચન નીકળ્યું નથી. તેમાં રહેલી છટ્ઠાથી કદી રસનાના વિષયાનું રાગદ્વેષથી સેવન કરાયું નથી. કિન્તુ આ મુખદ્વારા ધર્મદેશના આપીને અનેક ભવ્ય જીવાને આપે આ સંસાર સમુદ્રથી પાર ઉતારેલા છે, માટે આપનાં આ મુખને સહસ્રશઃ ધન્યવાદ છે.
હે ભગવન્ ! આપની આ નાસિકા દ્વારા સુરભિ કે દુરભિ ગંધ રૂપ ઘ્રાણેન્દ્રિયના વિષયાના રાગ અગર દ્વેષથી સહિતપણે કદી પણ ઉપભાગ કરાયેલેા નથી માટે આપની આ નાસિકાને પણ હજારા વાર ધન્ય છે.
હે ભગવન્ ! આપની આ ચક્ષુદ્નારા પાંચ વણું રૂપ વિષયાના ક્ષણવારને માટે પણુ રાગ અગર દ્વેષથી સહિતપણે કદી પણ ઉપભેાગ થયેલેા નથી : કાઈ સ્ત્રીની તરફ મેાહની દ્રષ્ટિથી કે કાઈ દુશ્મનની તરફ દ્વેષની દૃષ્ટિથી જોવાયેલ નથી. માત્ર વસ્તુ સ્વભાવને વિચાર કરી આપની ચક્ષુએ સદા સમભાવે રહેલ છે. એવાં આપનાં નેત્રાને કાટિશ: ધન્યવાદ છે.