________________
-
શ્રીજિનપૂજાસંબંધી-શંકા-સમાધાન
[૧૫ બતાવ્યા છે. તેમાં શ્રીજિનપૂજા મુખ્ય છે. શ્રીજિનપૂજા એ સમ્યક્ત્વને નિર્મળ કરનાર છે. સમ્યક્ત્વની શુદ્ધિ ભાવને વધારે છે અને ભાવની વૃદ્ધિપૂર્વક થતાં ધર્માનુષ્ઠાન, એ જ પરિપૂર્ણ ફળદાયી નિવડે છે. શ્રી જિનપૂજા એ દ્રવ્યસ્તવ રૂપ છે તેમ સમ્યકત્વની કરણું હેવાથી ભાવ ધર્મ રૂપ પણ છે. દ્રવ્યસ્તવ રૂપ હોવાથી શ્રીજિનપૂજા એ જેમ દાનાદિથી ગૌણ છે, તેમ સમ્યક્ત્વની કરણીરૂપ ભાવધર્મ રૂપ હોવાથી શ્રીજિનપૂજા એ દાનાદિથી મુખ્ય પણ છે. શ્રીજિનમતમાં સઘળી પ્રરૂપણું ગૌણ મુખ્ય ભાવે હોય છે. એને નહિ સમજનાર એક વસ્તુનું એકાંતે સ્થાપન કરવા જતાં અન્ય વસ્તુને
નિષેધ કરી બેસે છે અને તેથી માર્ગને લેપ થાય છે. પ્રશ્ન દાન શીલ અને તપ વિનાની શ્રીજિનપૂજા વધે
કે શ્રીજિનપૂજા વિનાના દાન, શીલ અને તપ વધે ? સમાધાન શ્રીજિનપૂજાથી નિરપેક્ષપણે થતા દાન, શીલ
કે તપ એટલા માટે નિરર્થક છે કે તેમાં પોતે આચરેલા સ્વ૫ દાન, શીલ અને તપની આરાધના છે અને શ્રી જિનેશ્વરેએ આચરેલા અન૫–ઘણા દાન શીલ અને તપની વિરાધના છે. કર્મવશાત્ શક્તિ અને સામર્થ્યના અભાવે દાન, શીલ અને તપનું સેવન ન પણ થઈ શકતું હોય તે પણ શ્રીજિનપૂજામાં રક્ત રહેનાર આત્મા શ્રીજિનેશ્વરદેએ આચરેલા અનલ૫-ઘણું ધર્મને આરાધક બને છે અને એ દ્વારા કાલકમે પોતાના આત્માને ઉંચે ચઢાવનારે થાય છે. મુખ્ય માર્ગ એ