________________
શ્રીજિન-પૂજન-વિધિ
[ ૯૭ વખતે શ્રી જિનેશ્વરદેવના પચે કલ્યાણકે, જન્માવસ્થા, છદ્મસ્થાવસ્થા અને કેવળી અવસ્થા વિગેરેની પણ ભાવના કરવાની હોય છે, તેથી ભાવધર્મ પણ અવશ્ય સધાય છે.
અહિંસાધર્મ–શ્રીજિનપૂજા વખતે શ્રીજિનપૂજાના વ્યાપાર સિવાયની સર્વકિયાને ત્યાગ થાય છે, તેથી સંસારનાં કાર્યો સંબંધી થતી સર્વ હિંસાને તેટલા વખત માટે ત્યાગ થતો હોવાથી અહિંસાધર્મ પણ સધાય છે.
સત્યધર્મ–શ્રીજિનપૂજનના કાળમાં અસત્ય બોલવાનું હતું નથી માટે સત્યધર્મ પણ સધાય છે.
અસ્તેયધર્મ–શ્રીજિનપૂજન વખતે ચોરી કરવાની હોતી નથી અને શ્રીજિનપૂજન માટે પણ ચેરી આદિ કરવાને નિષેધ છે, તેથી અસ્તેય ધર્મની આરાધના થાય છે. - બ્રહ્મચર્યધર્મ–શ્રીજિનપૂજનના કાળમાં મન વચન કાયાથી શુદ્ધ શીલનું પાલન થાય છે અને સ્વસ્ત્રી સંબંધી પણ વિકાર હેત નથી, તેથી બ્રહ્મચર્યધર્મ પણ સધાય છે.
અપરિગ્રહધર્મ–શ્રીજિનપૂજન માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ “નિસહિ” કહીને પ્રવેશ કરવાને હોય છે, તેથી તેટલા વખત માટે સંસારના આરંભ પરિગ્રહનાં સર્વ કાર્યોનો નિષેધ થવાથી અપરિગ્રહધર્મ પણ સધાય છે.
સમ્યકત્વધર્મ–શ્રીજિનપૂજા એ સુદેવની ઉપાસના રૂપ હોવાથી સમ્યકત્વની કરણ છે. કુદેવની ઉપાસના એ મિથ્યાત્વ છે અને શ્રીજિનપૂજાથી કુદેવની ઉપાસના રૂપ મિથ્યાત્વને ત્યાગ થાય છે, તેથી સમ્યક્ત્વધર્મ પણ સધાય છે.