________________
દેવદર્શન ઉપયોગ કરનાર પિતાના દ્રવ્ય વડે રત્નપાત્રની ભક્તિ કરે છે, તેથી તેને દાનધર્મની સર્વોત્તમ આરાધના થાય છે.
શીલધર્મ-પાંચે ઈન્દ્રિયને વશમાં રાખવી તે શીલધર્મ છે. શ્રીજિનપૂજામાં જેટલે કાળ જાય છે, તેટલે કાળ પાંચે ઈન્દ્રિય સંવરભાવને પ્રાપ્ત કરે છે.
તપશ્ચર્મ–શ્રીજિનેશ્વરદેવના પૂજનકાળમાં ચારે પ્રકારના આહારને ત્યાગ થાય છે, તેથી બાહ્ય તપ થાય છે અને શ્રીજિનેશ્વરદેવની પૂજાથી વિનય, વૈયાવચ્ચ, ધ્યાન આદિ થાય છે, તેથી અત્યંતર તપ પણ સધાય છે.
ભાવધર્મ-શુભ ભાવ વિના સંસારનાં કાર્યોને છોડી શ્રીજિનપૂજામાં સમય ગાળી શકાતો નથી. માટે શ્રી જિનપૂજામાં પ્રવરનારને શુભ ભાવ અવશ્ય હેાય છે. શ્રીજિનપૂજા
- શ્રી જિનેશ્વરદેવને દાનની ક્યાં જરૂર છે? એમ ન કહેવું. કારણકે શ્રી જિનેશ્વરદેવને દાનની જરૂર નથી માટે જ તેઓ સર્વોત્તમ પાત્ર છે. જેઓ દાનગ્રહણ નથી કરતા, તેઓને દાન આપવાનું શું ફળ? એમ પણ ન કહેવું. કારણકે ગ્રહણક્રિયા અનેક પ્રકારની હોય છે. તેમાં અનિષેધક પણ ગ્રહણ કરનાર જ ગણાય છે. અન્યથા જેઓ પોતાની પૂજાના અભિલાષી નથી, તેઓ બધા દાન સન્માનાદિને પાત્ર નથી, એમ માનવું પડે અને અભિલાષી છે તેટલા જ દાનને પાત્ર ગણાય. પરંતુ જગતમાં તેમ કઈ માનતું નથી. ઉલટું જે પિતાના સન્માનાદિની અભિલાષા રાખે છે, તેઓ અપાત્ર ગણાય છે અને મનથી પણ અભિલાષા રાખતા નથી તેઓ જ સર્વોત્તમ ભક્તિને પાત્ર ગણાય છે. શ્રી જિનેશ્વરદેવો પણ પિતાની પૂજાને સર્વથા ઈચ્છતા નથી, માટે જ સર્વોત્તમ ભક્તિને પાત્ર છે.