________________
શ્રીજિન-પૂજન-વિધિ
[૯૫ આરાધના કરી જેઓએ શ્રીજિન–નામકર્મની નિકાચના કરી છે અને ત્રણ લેકને વિષે તિલક સમાન તીર્થંકર પદવીને છેલ્લા ભવમાં પ્રાપ્ત કરી છે, તેને યાદ લાવવા માટે પ્રભુનું ભાસ્થળ પૂજવા યોગ્ય છે.
કઠપૂજા–મેઘસમાન ગંભીર ધ્વનિવડે સમવસરણમાં બેસીને જે પ્રભુએ નિરંતર બબ્બે પ્રહર સુધી ધર્મોપદેશ આપીને અનેક જીવોને ઉદ્ધાર કર્યો છે, તે પ્રભુને કંઠ ભવ્ય આત્માઓને પૂજવા ગ્ય છે.
હૃદયપૂજા–પ્રભુનું હૃદય અપરાધી ઉપર પણ સદા ક્ષમાગુણને ધારણ કરતું હતું તથા અનુકૂલ અને પ્રતિકૂલ ઉપસર્ગો વખતે સમભાવે રહેતું હતું, એ કારણે હૃદયની પૂજન કરવા ગ્ય છે. - નાભિપૂજા–શરીર રચનાનું મૂલ જેમ નાભિ છે, તેમ પ્રવચન–દ્વાદશાંગીના મૂલ પ્રણેતા પ્રભુ છે. પ્રભુના પાંચે કલ્યાણકે લોકની નાભિ સમાન તીછલોકમાં થયા છે તથા ચકની નાભિને વિષે જેમ આરા ખીચખીચ ભરેલા હોય છે તેમ પ્રભુને વિષે પણ અનંતા ગુણે પરિપૂર્ણ રીતે ભરેલા છે, એ કારણે પ્રભુની નાભિ પૂજવા ગ્ય છે. શ્રીજિનપૂજામાં દાનાદિ અને ગ્રતાદિ ધર્મોની
આરાધના. દાનધર્મ–શ્રી જિનેશ્વરદેવ એ રત્નપાત્ર છે. શ્રીજિન પૂજન માટે અક્ષત, ળ, અને નૈવેદ્ય આદિ ઉત્તમ દ્રવ્યુંને