________________
૯૮ ]
દેવદર્શન ચારિત્રધર્મશ્રીજિનપૂજા એ લોકિક અદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ અર્થે કરવાની નથી હોતી. કિન્તુ જ્ઞાન દર્શન ચારિત્રરૂપી રત્નત્રયી તથા તેની આરાધનાના ફળરૂપ મુક્તિની પ્રાપ્તિ અર્થે હોય છે. તેથી શ્રીજિનપૂજા કરનારે આત્મા રત્નત્રયીને ઉપાસક બને છે. તેના પ્રતાપે આ જન્મમાં અગર જન્માંતરમાં તેને સર્વવિરતિ ધર્મની અવશ્ય પ્રાપ્તિ થાય છે.
રત્નત્રયી–શ્રીજિનેશ્વરદેવ એ પરમ સર્વવિરતિધર ઉત્કૃષ્ટ સાધુપુરૂષ છે, તેમની સેવા કરવાથી સર્વવિરતિને આવરણ કરનારું ચારિત્રમેહનીયકર્મ નાશ પામે છે. તેથી જીવ વહેલો યા મોડે સર્વવિરતિને પામે છે. શ્રીજિનેશ્વરદેવ, એ ક્ષાયિક સમ્યકત્વને પામેલા છે. તેથી તેમની પૂજા કરનારને સમ્યક્ત્વનું આવારક દર્શનમેહનીય કર્મ નાશ પામે છે. શ્રી જિનેશ્વર દેવ, એ ક્ષાયિક જ્ઞાન-કેવળજ્ઞાનને વરેલા છે, તેથી તેમની પૂજા કરનાર આત્માના પણ કેવળજ્ઞાનાવરણીય કર્મો નાશ પામે છે. એ રીતે શ્રીજિનેશ્વરદેવની દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારે પૂજા કરનારને દાનાદિક ધર્મો, વ્રતાદિક ધર્મો અને જ્ઞાનાદિક ગુણેની આંશિક સાધના નિરંતર થાય છે.
શ્રી જિનપૂજથી આઠે કર્મનો ક્ષય. જ્ઞાનાવરણીયકર્મ ચૈત્યવંદન, સ્તુતિ અને તેત્રાદિવડે
શ્રીજિનગુણનું જ્ઞાન થવાથી જ્ઞાનાવરણીય કર્મનાશ પામે છે. દર્શનાવરણીયકર્મ શ્રીજિનમૂર્તિનાં દર્શનાદિ કરવાથી
નેનું સાફલ્ય થવા સાથે દર્શનાવરણીય કર્મ નાશ પામે છે.