________________
દેવાધિદેવના-અતિશય
[પક આહાર-જન તથા નિહાર-મૂત્રપુરીષનો ત્યાગ, એ બને ક્રિયા અદશ્ય-ચર્મચક્ષુને અગોચર હોય છે. અર્થાત કેવળ અને અવધિ આદિ અતીન્દ્રિય ચક્ષુવાળા જ જોઈ શકે છે. આ ચારે અતિશય તીર્થકરેને જન્મથી સાથેજ હોય છે. હવે કર્મક્ષયજનિત અતિશને કહે છે. માત્ર યોજન પ્રમાણ ક્ષેત્રવાળી સમવસરણ ભૂમિમાં મનુષ્ય, દેવતા અને તિર્યાની કોડ કોડ સંખ્યામાં અવસ્થિતિ હોય છે. ૨ "वाणी नृतिर्यक्सुरलोकभाषा-संवादिनी योजनगामिनी च । भामण्डलं चारु च मौलिपृष्ठे, विडम्बिताहर्पतिमण्डलश्रि ॥॥" - વાણું–અર્ધમાગધીભાષા મનુષ્ય તિર્યંચ અને દેવતાઓને પોતપોતાની ભાષામાં પરિણમી જાય છે તથા એક જનપ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી જાય છે તથા મસ્તકના પાછલા ભાગમાં સૂર્યના બિમ્બની શોભાને પણ તિરસ્કાર કરનારું મનહર તેજનું મંડળ-ભામંડળ હોય છે. ૩ " साग्रे च गव्यूतिशतद्वये रुजा, वैरेतयो मार्यतिवृष्टयवृष्टयः। दुर्भिक्षमन्यस्वकचक्रतो भयं, स्यानैत एकादश कर्मघातजाः ॥४॥"
બસે ગાઉથી અધિક (એ કેશને એક ગાઉ એવા બસે ગાઉ એટલે ચારસો કેશ અને પચીસ જન અધિક) એટલે સવાસો જનપર્યત રેગ-જવરાદિ, વૈર-પરસ્પર " વિધ, ઈતિ-ધાન્યાદિને ઉપદ્રવ કરનાર પુષ્કળ ઉંદરાદિની ઉત્પત્તિ, મારિ-મરકી, અતિવૃષ્ટિ-નિરંતર વરસાદ, અવૃષ્ટિસર્વથા વૃષ્ટિને અભાવ, દુર્ભિક્ષ-ભિક્ષાને અભાવ તથા સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રને ભય થતાં નથી. એમ અગિઆર અતિશયો ચાર ઘાતિ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. ૪