________________
દેવદર્શન - “તત્ર કવાર નામ ધામ, પાચં ચાSચ તીર્થ - गणधरशरीराऽपेक्षया, ततोऽन्यस्यानुत्तरसुरशरीरस्याऽपि अनજdશુપનાવું ?
ઉદાર એટલે પ્રધાન. એ પ્રધાનતા શ્રી તીર્થકર અને ગણધર ભગવંતેના શરીરની અપેક્ષાઓ છે. તેમના શરીરથી અનુત્તરદેવતાઓનું શરીર પણ અનંતગુણહીન હોય છે.”
દેવે કરતાં મનુષ્યનું બળ અધિક ન જ હોય એ નિયમ નથી પણ નિયમ એ છે કે દેને જેવું જન્મથી આણુ, મહત, એકાનેક, દશ્યાશ્યાદિ વિવિધ ક્રિયાઓ કરી શકનારૂં વૈક્રિય શરીર મળે છે તેવું મનુષ્યને મળી શકતું નથી. પરન્તુ તપ વિગેરેની સાધનાથી મનુષ્યનું શરીર એથી પણ અધિક શક્તિઓને ધારણ કરનારું બને છે. જે લબ્ધિ અને સિદ્ધિઓને મનુષ્યો મેળવી શકે છે તે દેવતાઓને મળવી અસંભવિત હોય છે. વૈકિય શરીરથી પણ અધિક સામર્થ્યવાળું, અત્યન્ત શુભ, સ્વચ્છ સ્ફટિકની શિલા જેવા અતિ ઉજજવળ પુદગલના સમૂહથી બનેલું, અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થકરાદિની પાસે જઈ પ્રશ્ન પૂછી અંતર્મુહૂર્તમાં પાછું ફરનારું એવું ચૌદ પૂર્વધરેએ આહારક લબ્ધિથી બનાવેલું આહારક શરીર પણ બનાવવાની તાકાત દેવતાઓમાં હોતી નથી કિન્તુ મનુષ્યમાં જ હોય છે. એ જ રીતે પરમાવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, આહારક લબ્ધિ, ઉપશમણિ, ક્ષપક એણિ, પુલાકલબ્ધિ, ક્ષીરાશ્રય, મધ્વાશ્રવ, સપિરાશ્રવ, વિગેરે લબ્ધિઓ, કેકબુદ્ધિ, બીજબુદ્ધિ, પદાનુસારિલબ્ધિ, અક્ષણમહાસ, અક્ષણમહાલય, આમષધિ, વિડૌષધિ, લેબ્સૌષધિ,