________________
દેવાધિદેવના-અતિશયો
| [ ૫૯ છે. ૨ વાસુદેવનું બળ ૧ ચક્રવત્તીમાં હોય છે. ૧૦ લાખ ચક્રવત્તિનું બળ ૧ નાગેન્દ્રમાં હોય છે. ૧ ક્રોડ નાગેન્દ્રનું બળ ૧ ઈન્દ્રમાં હોય છે અને અનંત ઈન્દ્રનું બળ શ્રી જિનેવરની ૧ ટચલી આંગળીમાં હોય છે. - અહીં કોઈ શંકા કરે કે વૈક્રિય શરીરને ધારણ કરનારા દે તથા તેમના ઈન્દ્રો કરતાં પણ અધિક બળ રસરૂધિરાદિ સાત ધાતુઓથી બનેલા શ્રીજિનેવાના
દારિક શરીરમાં શી રીતે સંભવી શકે? તેનો જવાબ એ છે કે-ઇન્દ્રો કરતાં પણ અનંતબલી શ્રીજિનેશ્વર દેવે બલવાન શરીરને ધારણ કરનારા છે. એ માટે જ એ શરીરનું નામ દારિક પડેલું છે. કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રન્થની ટીકામાં કહ્યું છે કે
[૫૮ મા પાનાથી આગળની નોંધ.] બત્રીસ હજાર રાજાઓ પોતાના સર્વબલથી સમન્વિત થઈને કૂવાના કિનારે રહેલા અને સાંકળથી બંધાયેલા ચક્રવર્તીને ખેંચે તે ચક્રવર્તી ન ખેંચાય પણ ડાબા હાથ વડે તે સાંકલને પકડી ચક્રવતી ખેંચે તે બધા ય ભેય ભેગા થઈ જાય અથવા નાશ પામે. ૭૩-૭૪ "जं केसवस्स उ बलं, तं दुगुणं होइ चक्कवट्टिस्स ।
तत्तो वला बलवगा, अपरिमियबला जिणवरिंदा ॥ ७५ ॥"
વાસુદેવને જે બલ હોય છે તેના કરતાં બમણું બલ ચક્રવર્તીને હોય છે, સામાન્ય મનુષ્યો કરતાં બળદેવ બળવાન હોય છે અને શ્રી જિનવરેન્દ્રો તે અપરિમિત બલવાળા હેય છે. કારણ કે-તેમને સમસ્તવીર્યનરાયને ક્ષય થયેલ હોય છે. ૭૫