________________
દેવદર્શન એ લેકમાં એટલું જ કહેવામાં આવ્યું છે કે કેવલ અતિશ કે વિભૂતિઓની વાત ઉપરથી જ અમે દેવાધિદેવ શ્રી જિનેશ્વર મહાન છે, એમ સિદ્ધ કરવા માંગતા નથી કારણ કે તે વિભૂતિઓ તે માયાવીઓમાં પણ સુલભ છે. દેવાધિદેવ શ્રીજિનેશ્વરની મહત્તા વિભૂતિઓ ઉપરાંત તેમના અવિસંવાદિ, પૂર્વાપરઅવિરૂદ્ધ અને સફલપ્રવૃત્તિજનક વચનથી સિદ્ધ થાય છે, જે બીજામાં નથી. લક્ષણ એવું બાંધવું જોઈએ કે અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવદોષથી રહિત હાય. દેવાધિદેવની મહત્તાના લક્ષણ તરીકે ચામરાદિ વિભૂતિઓને લેવાથી એ લક્ષણ અતિવ્યાપ્ત બની જાય છે અને અવિસંવાદિ વચનને અંગીકાર કરવાથી લક્ષણ શુદ્ધ બને છે. એટલુંજ એ કનું તાત્પર્ય છે. ચામરાદિ વિભૂતિઓ એ કાંઈ દેવાધિદેવનું લક્ષણ નથી પણ ઉપલક્ષણ જરૂર છે એ વાતને જણાવતાં શાસ્ત્રકાર અન્યત્ર ફરમાવે છે કે – " पुण्योदयभवैर्भावैर्मतं क्षायिकसंगतैः । महत्त्वं महनीयस्य, बाह्यमाभ्यन्तरं तथा ॥ १ ॥ बहिरभ्युदयादी भवत्यन्तर्गतो गुणः । મને પટાવૃતા િતિતિ ૨ ”
ક્ષાયિક ગુણેની સાથે શ્રી તીર્થકર નામકર્મ આદિ પુણ્યના ઉદયથી થયેલા ભાવે પણ મળેલા હોય છે તેથી પૂજ્ય શ્રીજિનેશ્વરદેવેની મહત્તા બાહ્ય તથા અભ્યતર ઉભય રીતે મનાયેલી છે. અન્તર્ગત ગુણ બાહ્ય અભ્યયને પણ જણાવનારે હોય છે. વાસથી ઢંકાયેલ મણિની જોતિ વની અહાર પણ શું પ્રગટ નથી થતી? અવશ્ય થાય છે. (૧૨)