________________
શુદ્ધ દેવનું લક્ષણ.
[ ૨૫ વખતે માતાના ઉદરને ફાડનાર તથા માંસ ભક્ષણના ઉપદેશને આપનાર શૈોદ્ધોદનિ-બુદ્ધમાં દયા છે, એમ કેણ કહે?
જ્ઞાન એ પ્રકૃતિને ધર્મ છે એવું અર્થહીન કથન કરનાર તેમજ આત્માને નિબુદ્ધિક અને નિષ્ક્રિય માનનાર એવા કપિલમાં પણ દેવત્વ ઘટતું નથી.
આર્યા, વિનાયક, સ્કન્દ અને સમીરણ વિગેરે સર્વે, દેથી ભરેલા છે તેથી તેઓનેય દેવ કેમ કહેવાય?
પશુની વિષ્ટાને ખાનારી અને પોતાના પુત્ર સાથે પણ ગમન કરનારી–ગ ભોગવનારી તથા શીંગડા વિગેરે વડે જંતુઓને હણનારી ગાય વન્દનીય કેવી રીતે બને? દૂધ આપે છે માટે વન્દનીય છે તે ભેંસ વન્દનીય કેમ નહિ? દૂધ આપવાનું સામર્થ્ય બન્નેમાં સમાન જ છે. ગાય એ સર્વ દેવતા, ઋષિ અને દેવેનું નિવાસ સ્થાન છે તે પછી તે વેચાય છે, દોહવાય છે અને હણાય છે શાથી? અથવા જેઓએ મૂશલ ઉખલ (નારણપારે) ચૂલો, ઉંબરે, પીપળો, પાણી, લીમડો આકો અને એથી પણ કનિષ્ઠ વસ્તુઓને દેવ કહેલ છે તેઓએ દેવ તરીકે આ જગતમાં કયી વસ્તુને છેડી છે?