________________
ધ્રુવપૂજનની અગત્યતા.
66
चारिसंजीवनीचार, न्याय एष सतां मतः । नाऽन्यथाऽत्रेष्टसिद्धिः स्याद्विशेषेणादिकर्मणाम् ॥ ४ ॥
[ ૧૩
ܙ
સમસ્ત દેવતાને નમસ્કાર કરવા સંબંધી શાસ્ત્રકારાના આ ઉપદેશ ‘ ચારિ—સંજીવની ચાર ` ન્યાયથી સત્પુરૂષાએ
૧–સ્વસ્તિમતી નામની એક નગરી હતી. એ નગરીમાં, એક બ્રાહ્મણપુત્રી તેમજ તેણીના ઉપર અમર્યાદિત ગણાય તેવા પ્રેમભાવ ધરાવનારી એક સખી–એમ એ કુમારિકાઓ પણ વસતી હતી. યેાગ્યવયે તે બન્નેનું લગ્ન થયું અને તે બન્નેનું શ્વશુરસ્થાન ભિન્ન ભિન્ન ગામામાં હાવાથી તેમને વિયેાગ થયા. લગ્નને કેટલાક સમય વ્યતીત થઈ ગયા બાદ, બ્રાહ્મણપુત્રી વિચારવા લાગી કે– મારી સખીને કેમ હશે ? ' આ વિચારથી, તે સખીને મળવાની બ્રાહ્મણપુત્રીની ઉત્કંઠા ધણી જ વધી પડી. એ ઉલ્ટું-ઠાથી બ્રાહ્મણપુત્રી પાતાની સખીને ઘેર પહોંચી. બ્રાહ્મણપુત્રીએ ત્યાં જઈને જોયું તો તેણીની સખી વિષાદ રૂપ સમુદ્રમાં ડૂબી ગઈ હતી. અને એથી તેણીનું મુખ અત્યન્ત નિસ્તેજ ખની ગયું હતું! બ્રાહ્મણુપુત્રીએ તેણીને આવા વિષાદનું કારણ પૂછતાં, તેણીએ કહ્યું કે ‘મને બીજાં તે। કાંઈ દુ:ખ નથી, પણ મારે। પતિ મને આધીન નથી એજ મોટું દુ:ખ છે. મારા પતિ મને આધીન નથી, માટે હું તો પાપના મન્દિર જેવી છું ! ' બ્રાહ્મણપુત્રી કહે છે કે ‘તું વિષાદ ન કર, કારણુ કે—–વિષની જેમ વિષાદ પણ ભયંકર છે. આ તે એક સામાન્ય વાત છે, આવી નજીવી વાતમાં તે ચિન્તા કરવાની હોતી હશે? મારી પાસે વનસ્પતિની એક જડીબુટ્ટી છે, તે હું તને આપું છું. તે ખવડાવવાથી તારા પતિ બળદ બની જશે અને સદાને માટે તે તારે આધીન જ બન્યા રહેશે.' બ્રાહ્મણપુત્રીની આ વાત પેલીને બરાબર રૂચી તે નહિ, [ વધુ નોંધ ૧૪ મા પાનામાં. ]