________________
દેવદરન અન્ય દેવે કરતાં ગુણ અને આચારની અધિકતાનું જ્ઞાન થયા બાદ “અહંન” આદિ વિશિષ્ટ દેવની પૂજા કરવી જોઈએ. અને પોતાના દેવથી વ્યતિરિક્ત (હીન ગુણ કે આચારવાળા) દેવે પ્રત્યે પણ મત્સરભાવ ધારણ કરવો જોઈએ નહિ.
આ રીતે ધર્મના આદ્યસોપાન તરીકે દેવપૂજનનું સમર્થન શાસ્ત્રોમાં કરેલું છે. દેવપૂજનથી કર્મ મલને હાસ થાય છે, કર્મબન્ધની અનાદિકાલીન ગ્યતા ક્ષીણ થતી જાય છે, ઈન્દ્રિયે અને કષા ઉપર કાબુ આવે છે, સદાચાર અને તપના માર્ગે આગળ વધવાનું બળ પ્રાપ્ત થાય છે, અવગુણ પ્રત્યે દ્વેષ તથા ગુણ અને ગુણ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે, ભવ રાગ અને મુક્તિને દ્વેષ શમી જાય છે, અંત:કરણની શુદ્ધિ થાય છે, દુરાગ્રહની નિવૃત્તિ થાય છે, સિદ્ધિને આસન્નભાવ થાય છે, અન્તરમાં પ્રમોદપ્રગટે છે, માનસિક સુખની વૃદ્ધિ થાય છે, સતત્વની આરાધના થવાથી ચિત્ત પ્રસન્ન થાય છે, જીવવીર્યની વૃદ્ધિ થાય છે, અનુત્તર સ્મૃતિ તથા ધારાવાહી શુભભાવની પ્રાપ્તિ થાય છે, ચિત્ત સમાધિવાળું બને છે અને અપૂર્વ સમતારસને આવિર્ભાવ થવાથી અનુક્રમે પરમાનન્દપદ-મેક્ષની સંપત્તિઓના ભોક્તા થવાય છે.