Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પૂર્વ પ્રદેશમાં ભક્તિનો પ્રવાહ વહેતો કર્યો.
આ જ સમયે ઉત્તરમાં કબીર, નાનકદેવ આદિ સંતોએ બાહ્યાચારનો વિરોધ કરી આંતરિક સાધના પર વધુ ભાર મૂકતી નિર્ગુણભક્તિનો મહિમા કર્યો. ઉત્તરકાળમાં થયેલા તુલસીદાસ, સુરદાસ જેવા સંતોએ રામ અને કૃષ્ણની ભક્તિથી પ્રેરિત થઈ અપૂર્વ પદરચનાઓ સજી, જે જનસામાન્યમાં વ્યાપક બની. પુષ્ટિમાર્ગના , અષ્ટછાપના કવિઓની રચનાઓ પણ પ્રસિદ્ધિ પામી. મહારાષ્ટ્રમાં નામદેવ, એકનાથ, જ્ઞાનેશ્વર આદિ સંતોએ પરમાત્મભક્તિનો મહિમા ફેલાવ્યો. જ્ઞાતિ-જાતિ, ઉચ્ચ-નીચત્વ આદિના ભેદભાવ દૂર કરી પરમાત્મભક્તિનો માર્ગ સહુ માટે ખુલ્લો કર્યો. આમ સમગ્ર ભારતવર્ષમાં વ્યાપક ભક્તિ આંદોલનનો પ્રભાવ ગુજરાતમાં ઝીલનાર સર્વપ્રથમ સમર્થ કવિ તરીકેનું ગૌરવવંતું સ્થાન નરસિંહ મહેતાને પ્રાપ્ત થાય છે.
નરસિંહ મહેતાએ પોતાના જીવનકાળમાં કૃષ્ણભક્તિને કેન્દ્રસ્થાને રાખી અનેક પદો રચ્યાં. તત્કાલીન સમાજવ્યવસ્થા, ભારત અને ગુજરાતની રાજકીય પરિસ્થિતિ આદિ અનેક કારણોસર નરસિંહ મહેતા પછીના કાળમાં સમગ્ર ગુજરાતમાં ભક્તિરસથી સભર પદસાહિત્ય વધુ અને વધુ રચાવા માંડ્યું. રામભક્તિમય ભાલણ, કૃષ્ણભક્તિમાં દિવાની મીરાંબાઈ, વાત્સલ્યરસનાં અપૂર્વ પદ સર્જનાર વિશ્વનાથ જાની, “ગરબા” રચનાર વલ્લભ મેવાડો, મુસ્લિમ કૃષ્ણભક્ત રાજે, જ્ઞાનમાર્ગી કવિ અખો, ગરબી રચનાર માધુર્યમય દયારામ, “કાફી', “ચાબખા” રચનાર ધીરો અને ભોજો વગેરે કવિઓ પદ-કવિતાના નોંધપાત્ર સ્તંભો ગણી શકાય. જૈન દેવાલયોમાં ચૈત્યવંદન સમયે ગવાતાં સ્તવનો પણ વસ્તુતઃ પદ જ છે.
પદ: સાહિત્યપ્રકાર પદને સાહિત્યપ્રકાર તરીકે તપાસતાં તેનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ ગણાવી શકાય?
પદનું ઉત્પત્તિસ્થાન ઊર્મિ છે. પદને અર્વાચીન કાવ્યસંજ્ઞા આપવી હોય તો એને ઊર્મિકાવ્ય કહી શકાય, પરંતુ પદની ગેયતા એ એનું વિશેષ તત્ત્વ છે. પદને મુક્તક સાથે સરખાવીએ તો, મુક્તકમાં લાગણી પાસાદાર, સચોટરૂપ ધારણ કરે છે, જ્યારે પદમાં પ્રવાહી, સંવેદનશીલ અભિવ્યક્તિ થાય છે. સંસ્કૃતમાં મૂળભૂત રીતે ‘પદ એટલે શ્લોકનું એક ચરણ. મધ્યકાળમાં આ "પદ' શબ્દનો અર્થવિસ્તાર થતાં "પદ એટલે ટૂંકું, ઊર્મિસભર કાવ્ય એમ નિશ્ચિત થયું.
પદનો પ્રારંભ ધ્રુવપંક્તિ કે અંતરાથી થાય છે. દરેક કડીને અંતે પ્રાયઃ બોલવાની આવે તે ટેકની પંક્તિ કહેવાય છે. આખી પંક્તને બદલે થોડા શબ્દોનું જ પુનરુચ્ચારણ થાય, ત્યારે એ શબ્દો “ધ્રુવપદ કહેવાય છે. જૈનસાહિત્યમાં ટેકની પંક્તિને “આંકણી' તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વાર આ ટેકની પંક્તિમાં જ કાવ્યનો મુખ્ય વિચાર સ્પષ્ટ થતો હોય છે. દા.ત. -
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં એમ કહ્યા બાદ આ ઉક્તિના સમર્થનમાં હરિશ્ચંદ્ર, રામ, નળ વગેરેનાં દગંતો અપાયાં છે.
ટેકની પંક્તિ કે ધ્રુવપદ એ ગેયતાનો મુખ્ય આધાર હોવાથી તે ભાવદષ્ટિએ ચોટદાર અને ગેયતત્ત્વથી ૧.નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ સં. ઈચ્છારામ દેસાઈ પૃ. ૪૯૫ ૨. નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ સં. ઈચ્છારામ દેસાઈ પૃ. ૪૮૫
ચોવીશી: ઉદભવ અને સ્વરૂપ ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org