Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ભક્તિમાર્ગમાં તન-મન-ધન સર્વસ્વ પરમાત્માના ચરણમાં સમર્પિત કરવાનો મહિમા છે. ભક્ત રાતદિવસ પરમાત્માના ગુણસ્મરણ, કીર્તન આદિમાં પ્રવૃત્ત રહે છે. ભક્તિના નવ પ્રકારો ગણાવવામાં આવ્યા છે.
श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् । अर्चनम् वंदनम् दास्यम् सख्यम् आत्मनिवेदनम् ।
(શ્રીમદ્ ભાગવત) ઈશ્વરના ગુણોનું શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, ચરણોની સેવા કરવી, પૂજા-અર્ચના કરવી, વંદન-નમસ્કાર કરવા, ઈશ્વરની દાસ્યભાવે સેવા કરવી, સખ્યભાવ કેળવવો અને આત્માનું નિવેદન કરવું.
આ નવ પ્રકાર ઉપરાંત સાત્વિક, રાજસિક અને તામસિક એમ ત્રણ પ્રકાર ભક્તના ઉદ્દેશ અનુસાર પણ ગણવામાં આવે છે, પરંતુ આ સર્વ પ્રકારો કરતાં પ્રેમલક્ષણા ભક્તિ – પરમાત્માને પ્રિયતમરૂપે સ્વીકારી પોતાનું સર્વસ્વ સમર્પિત કરવાની ભક્તિને ઉત્તમોત્તમ પ્રકારની ભક્તિ ગણવામાં આવી છે.
અખાજીએ બ્રહ્મતત્ત્વ જોડેની એકાત્મક અનુભૂતિરૂપ જ્ઞાનદશાને સર્વશ્રેષ્ઠ ભક્તિ તરીકે ઓળખાવી છે. ઇસ્લામ, ખ્રિસ્તી આદિ ધર્મોમાં પણ ભક્તિનો સ્વીકાર કરાયો છે. ઇસ્લામથી પ્રેરિત સૂફીમાર્ગમાં પરમાત્માને પ્રિયતમાભાશૂક)રૂપે અને સાધકને પ્રિયતમ(આશક રૂપે સ્વીકારાય છે. પરમાત્મા માટેની તીવ્ર તડપ એ આ માર્ગની મુખ્ય સાધના છે. કેટલાક વિદ્વાનોએ ભક્તિના ભારતવર્ષવ્યાપી પ્રસાર પાછળ ઇસ્લામના એકેશ્વરવાદને પ્રેરકબળ તરીકે જોયું છે, પરંતુ અત્યંત પ્રાચીન એવા વેદમાં પણ સૂર્ય, ઉષા, વરુણ આદિની સ્તુતિ કરતાં, ભક્તિ કરતાં કાવ્યો ઉપલબ્ધ થાય છે. - ઈ.સ. ૮૧પથી ૮૫૦માં શ્રીમદ્ ભાગવત ગ્રંથ રચાતાં કૃષ્ણભક્તિનો સંપ્રદાય અતિ બળવત્તર બને છે. ભારતમાં તે સમયે બૌદ્ધ ધર્મનો પ્રભાવ ખૂબ ફેલાયો હતો. તે સમયે દક્ષિણમાં જન્મેલા શંકરાચાર્યે વેદાંતનો પ્રભાવ વધારવાનું બીડું ઝડપ્યું. ભારતની ચારે દિશાઓમાં મઠો સ્થાપી હિંદુ ધર્મનું પુનરુત્થાન કર્યું. શુદ્ધ વેદાંતી એવા શંકરાચાર્યું પણ “ભજ ગોવિંદમ્' જેવાં સ્તોત્રોમાં ભક્તિનો મહિમા સ્વીકાર્યો છે. શંકરાચાર્ય પછીના સમયમાં ભારત પર વ્યાપક વિદેશી આક્રમણો થયાં. આ આક્રમણની સામે સંતો દ્વારા જનસામાન્યને વધુ સ્પર્શે એવો ભક્તિમાર્ગ વધુ પ્રચલિત થયો.
ભક્તિયુગના પ્રારંભમાં દક્ષિણમાં – ઈશુના સાતમાથી નવમા સૈકા દરમિયાન થયેલા આળવાર અને નયનમાર સંતોનું પ્રદાન નોંધપાત્ર છે. આ સંતોએ યજ્ઞ-યાગ અને વર્ણાશ્રમવાળા હિંદુ ધર્મના મુખ્ય માર્ગથી ઉપેક્ષિત રહેલાં સ્ત્રી-શૂદ્રો આદિ લોકો માટે ધર્મનો માર્ગ ખુલ્લો મૂક્યો. દક્ષિણમાં થયેલા આ સંતોને કારણે જ કહેવાયું છે કે, “ભક્તિ દક્ષિણ ઊપજી.'
ઉત્તરકાળમાં મMાચાર્ય, નિમ્બાર્કચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય આદિ આચાર્યો થયા, જેમણે આળવાર સંતોનો પ્રભાવ ગ્રહણ કર્યો હતો. તેમણે સમગ્ર ભારતવર્ષમાં પરિભ્રમણ કરી ભક્તિનો નાદ વધુ બુલંદ બનાવ્યો. બંગાળમાં જયદેવે લલિત કોમલ કાંત પદાવલી વડે કૃષ્ણભક્તિમય ગીતગોવિંદની રચના કરી. વિદ્યાપતિ, ચંડીદાસ અને ઉત્તરકાળમાં ચૈતન્ય મહાપ્રભુ જેવા કવિઓએ સમગ્ર બંગાળ-ઓરિસા આદિ
૪ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org