Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ચોવીશી: ઉદ્દભવ અને સ્વરૂપ
વિદ્વાનોના મતાનુસાર શ્રી હેમચંદ્રાચાર્ય (ઈ.સ. ૧૧૦૬ - ૧૧૭૩)ના સિદ્ધહૈમ વ્યાકરણમાં ગુજરાતી ભાષાના નવઅંકુરો પલ્લવિત થતા જોઈ શકાય છે. ઈ. સ. ૧૧૬૯ (સં. ૧૨૨૫)માં વજસેનસૂરિ દ્વારા રચાયેલા “ભરતેશ્વર – બાહુબલિ ઘોરમાં ગુજરાતી ભાષાનાં કેટલાંક લક્ષણો દૃષ્ટિગોચર થાય છે. આ સમયમાં અનેક વિદ્વાન જૈન સાધુઓએ રાસા-ફાગુ-પ્રબંધચરિત્ર જેવા પ્રકારો દ્વારા સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. ગુજરાતી સાહિત્યના પ્રારંભકાળનું આ સાહિત્ય જૈન જ્ઞાનભંડારોની ઉત્તમ વ્યવસ્થાને કારણે સચવાઈને રહ્યું. તે જ સમયનું લોકજીવનનો પ્રભાવ લઈ આવતા અસાઈત ઠાકુર જેવા ભવાઈસર્જકોનું તેમ જ શ્રીધર, પદ્મનાભ અને અબ્દુર રહેમાન જેવા જૈનેતર સર્જકોનું સાહિત્ય ઉપલબ્ધ થયું છે, પરંતુ વિપુલ પ્રમાણમાં તો જૈનસાહિત્ય જ ઉપલબ્ધ છે.
ઈ. સ. ૧૪૧૪થી ઈ. સ. ૧૪૮૦ (વિ.સં. ૧૪૭૦થી સં. ૧૫૩૬)ના સમય દરમિયાન થયેલા મનાતા નરસિંહ મહેતાથી ગુજરાતી ભાષાનો એક બીજો સમૃદ્ધ કાળખંડ શરૂ થાય છે. આ કાળખંડમાં ગુજરાતી ભાષા અપભ્રંશની અસર છોડી વધુ શુદ્ધ ગુજરાતીરૂપ ધારણ કરવા માંડે છે તેમજ સમગ્ર ભારતવર્ષની ચેતનામાં તે સમયે વ્યાપ્ત થયેલા ભક્તિ આંદોલનને ઝીલે છે. આ કારણે જ નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય (ઈ.સ. ૧૪૫થી ૧૮૫૦) ઉત્તર મધ્યકાળ “ભક્તિયુગ” એવા બીજા નામથી ઓળખાય છે.
- ભક્તિ – પ્રારંભ અને વ્યાપ ભક્તિ એ મધ્યકાલીન સાહિત્યમાં અત્યંત પ્રચલિત સંજ્ઞા છે. ભક્તિની વ્યાખ્યા કરતાં ભક્તિસૂત્રકાર નારદે કહ્યું છે કે –
“परमप्रेमरूपा भक्ति ।' ભક્તિ એ પરમ પ્રેમરૂપ હોય છે. તો ભક્તિસૂત્રકાર શાંડિલ્ય કહે છે –
- “પરનુરવિર તિ પવિતા ' ઈશ્વરમાં પરમ અનુરક્તિ, ઈશ્વરમાં જ મન લાગેલું રહે, મન સદા પરમાત્માના રૂપ-નામ-ગુણ આદિના સ્મરણમાં ડૂબ્ધ રહે તે ભક્તિ.
ચોવીશી: ઉદભવ અને સ્વરૂપ : ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org