Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી નવ તત્ત્વ
li ૨૭ જુદી જુદી કાયા ધારણ કરે છે. તેમજ ધન તથા સ્વજન આદિ પણ અન્ય છે એવી ભાવના. ૬ અશુચિભાવના – રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજા, વીર્ય, પરૂ તથા આંતરડાં પ્રમુખે કરી આ શરીર બનેલું છે અને જેના નવ દ્વાર સદા વહેતાં રહે છે. એ શરીર કોઈ કાળે પણ પવિત્ર થવાનું નથી એવી ભાવના ભાવવી. ૭ આશ્રવભાવના – પાચ આશ્રવે કરી પાપ બંધાય છે અને તેથી જીવ દુઃખ ભોગવે છે તેનો વિચાર.૮ સંવરભાવના – વ્રત પચ્ચક્ખાણોથી આશ્રવ રોકવો અને સંવર આદરવો. ૯ નિર્જરાભાવના – બાર પ્રકારના તપ કરી કર્મને ખપાવવું અર્થાત્ પૂર્વનાં સંચેલ કર્મને તોડવું તે. ૧૦ લોકભાવના – લોકનું સ્વરૂપ ચિંતવવું જેમકે આ જીવે સર્વ લોક સ્પર્શી મૂક્યો છે. ૧૧ બોધિભાવના - યથાપ્રવૃત્તિ કરણને યોગે કરી, અકામનિર્જરા વડે, પુણ્યના પ્રયોગે મનુષ્યભવ, આર્યદેશ, નિરોગીપણું તથા ધર્મશ્રવણ આદિ પ્રાપ્ત થાય પણ સમ્યકત્વ પ્રાપ્ત થવું દુર્લભ છે તેવી ભાવના કરવી તે. ૧૨ ધર્મભાવના – દુસ્તર સંસાર સમુદ્રમાંથી પ્રવાહણ સમાન તે શ્રી જિનપ્રણીત દશવિધ ક્ષમાદિક શુદ્ધ ધર્મ તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર એ રત્નત્રયાત્મક ધર્મ પામવો તે દુર્લભ છે તેમજ તે ધર્મના સાધક અરિહંત આદિ દેવો પામવા તે પણ દુર્લભ છે એવી ભાવના કરવી. - પાંચ પ્રકારના ચારિત્ર – ૧. સામાયિક, ર છેદો પસ્થાપનીય, ૩ પરિહાર વિશુદ્ધ, ૪ સૂક્ષ્મસંપાય, પ યથાખ્યાત ચારિત્ર.
૧ સામાયિક ચારિત્ર – સમ અને આયિક એ બે શબ્દ મળી એક સામાયિક શબ્દ થાય છે. સમ એટલે રાગદ્વેષ રહિતપણાને માટે, આય એટલે ગમન પ્રાપ્ત થાય છે જ્યાં તે સમ કહિએ. તે જ્યાં ઉત્પન્ન થાય છે તેને સામાયિક કહેવાય છે. વળી સમ તે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેનો આયિક તે લાભ જ્યાં થાય છે, એટલે જેને કરી જ્ઞાન, દર્શન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org