Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
[૨૬] ) શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સાંભળવા પડે તેનો. ૧૩ વધનો – માર ખાવો પડે. ૧૪ જાચવાનો – માગવાનો. ૧૫ અલાભનો – કોઈ વસ્તુની ઈચ્છા થતાં તે વસ્તુ ન મળે. ૧૬ રોગનો – રોગ, રોગનાં કારણથી થવાવાળો. ૧૭ તૃણસ્પર્શનો – તણખલાં વગેરેના સ્પર્શથી દુઃખ થાય છે. ૧૮ મેલનો – મેલને દૂર કરવાની ઈચ્છાથી ન્હાવાનો. ૧૯ સત્કાર પુરસ્કારનો – આદર સત્કાર મળવાનો. ૨૦ પ્રજ્ઞાનો – અન્ય કોઈ પ્રશ્ન પૂછે. અને જ્ઞાનની અસ્પષ્ટતાના કારણે સમાધાન આપી ન શકવાથી હીણપતતા લાગે છે. ૨૧ અજ્ઞાનનો – જ્ઞાન ન ચડે તેને. ૨૨ દંસણનો - સમકિત સૂક્ષ્મ વિચાર સાંભળીને ધર્મને વિષે અસણી કરવાનો.
દશ પ્રકારનો યતિધર્મ આરાધવો :- ૧ ખંતિ – ક્ષમા (ક્રોધનો અભાવ). ૨ મુત્તિ – નિર્લોભતા, લઘુતા, હળવાપણું, અલ્પઉપધિ. ૩ અવે – સરળતા, કપટ રહિતપણું. ૪ મદવે – માનનો ત્યાગ. ૫ લાઘવે – લઘુતા. ૬ સચ્ચે – સત્ય ભાષણ કરવું. ૭ સંજમે – સત્તર ભેદે સંયમ પાળવો. ૮ તવે – ઈચ્છા નિરોધ, બાર પ્રકારે તપ કરવો. ૯ ચિયાએ અથવા અકિંચણે – સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂચ્છ રહિત થવું. ૧૦ બંભર્ચરવાસે – મૈથુનનો ત્યાગ, એ દશ.
બાર ભાવના ભાવવી તે કહે છે. ૧ અનિત્યભાવના – સંસારના સર્વ પદાર્થને અનિત્ય, અસ્થિર જાણવા. ૨ અશરણભાવના –- કોઈ કોઈને શરણ નથી, એક ધર્મનું જ શરણ છે. ૩ સંસારભાવના – સંસારમાં ઘણો કાળ થયો છતાં જીવ રઝળે છે – મા તે સ્ત્રી થાય, સ્ત્રી તે મા થાય, પિતા તે પુત્ર થાય, પુત્ર તે પિતા થાય ઈત્યાદિ ભાવનો અનુભવ કરવો. ૪ એકત્વભાવના – આ જીવ એકલો આવ્યો, એકલો જશે અને એકલો સુખદુઃખ ભોગવે છે પણ તેનું કોઈ સાથી નથી એવી ભાવના. ૫ અન્યત્વભાવના – જીવ કાયાથી જુદો છે અને કર્મ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org