Book Title: Bhavna Shatak
Author(s): 
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 12
________________ થર્મશ્રદ્ધાળુ પુરૂષનું અવસાન સંવત ૧૯૮૯ના મહા સુદી ૭ ને શનિવારે રાત્રીના નવ વાગ્યે થયું. મહાત્માઓનાં મરણ સમયે પણ કુદરત અનેક પ્રસંગે મોકલી આપે છે અને તેમના જીવનપ્રભાવની અનેક છાપ પાડે છે. ઘટના એમ બની કે, તેમની સામાન્ય માંદગી જાણી, તેમના સૌથી નાના પુત્ર નગીનદાસનાં લગ્ન લેવાયાં હતાં. જમવાની અનેક વાનીઓ તૈયાર થતી હતી, હર્ષનાં ગીત ગવાતાં હતાં, બીજી ધામધૂમમાં સૌ સંસારને આનંદ લૂટતાં હતાં; કેઈના સ્વપ્નમાંયે નહિ કે પૂર્ણ શુદ્ધિ છતાં માત્ર અધ કલાકની બેચેનીમાં, તેઓ પિતાનો દેહ મૂકશે. હર્ષમાં ખેદ થયો. સૌને એમના કથનનો ચમત્કાર યાદ આવ્યો અને તે એ કે, તેમણે પિતાની આ માંદગીમાં કહી આપેલું કે, કદાચ મારૂં મૃત્યુ થાય, તો પણ તેથી નહિ ગભરાતાં આ શુભ પ્રસંગ જે રીતે ગોઠવાયો છે તે રીતે જ પાર ઉતારજો. બન્યું પણ એમ જ. સંસ્કારી અને યશસ્વી પુરૂષોનાં જીવનને ઉકેલ કઈ વીરલા જ કરી શકે ચોથા આરાનાં શ્રાવકોને સંસર્ગ કે સ્મૃતિ આ કાળે દુસ્તર છે છતાં તેમનાં ગુણે અને ક્રિયાનાં વર્ણન શાસ્ત્રમાં આળેખાએલાં છે તે ઉપરથી જાણી શકાય છે. ભાઈ કપુરચંદનું જીવન જે રીતે વ્યતીત થયું – દુઃખમાં ધીરજ, સુખમાં શાન્તિ, મરણકાળમાં સમાધિ અને સાવધાની, ધર્મકાર્યમાં પ્રીતિ, દેહનું દમન, દાનમાં ગુપ્તતા, જન સમાજમાં પ્રતિષ્ઠા, વગેરે ગુણે જોતાં વીરના મહાન શ્રાવકનાં સગુણોની – સદ્ભાવનાની કાંઈક ઝાંખી થાય છે કે આવા પુરૂષો આ કાળે પણ પાકે છે. આપણે તેમની ધર્મપરાયણતા અને સર્વ સમયની સાવધાનીનું અનુકરણ કરી, આપણે પરમાર્થ સાધીયે એ જ ધ્યેય, એ જ લક્ષ્ય છે. એ જ પ્રભુ પ્રાર્થના.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 428