Book Title: Bhavna Shatak
Author(s): 
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 11
________________ “આપ બધા જાણે છે કે, જન્મ પછી મરણ તો આવે છે. અનંતીવાર આ જીવ અનેક જાતિમાં જન્મ્યો ને પાછો થ. મનુષ્ય જન્મમાં આયુષ્ય જ્યારે પૂરું કરેલ ત્યારે તેને માટે સગાં નેહીઓએ વિયેગ માટે થોડાં ઝાઝાં વિલાપ કર્યો પણ બીજા ભવમાં તે જ સંબંધીઓનો સંગ થતાં એક બીજાને એક બીજાએ ઓળખ્યા નહિ અને પા૫ બુદ્ધિ વૈરબુદ્ધિથી એક બીજાએ એક બીજાની વાત કરી. ” વિલાપ કરે એ કેવળ મહદશા જ છે. મનુષ્ય સિવાયના ભમાં આ જીવે જ્યારે જ્યારે આયુષ્ય પૂરાં કર્યો ત્યારે કઈ ન મળે રોનાર કે ન મળે વિલાપ કરનાર કે ન મળે રોગ વખતે સારવાર કરનાર. આ ભવ અનંતા કર્યો તો વિલાપ કોને માટે કરવાં? રેનારને પણ એક દિવસ તો જવું છે; તો ખાલી મોહદશામાં પડી વિલાપ કરી નવાં માઠાં કરમ બાંધી પિતાના આત્માને શા માટે ભારે કરવો ? રિવાજ મુજબ ઉત્તરક્રિયા સુધી બરાંઓ ભેગાં થાય તો કાઉસગ્ન કરી ઉઠી જવું પણ આગલા પાછલાં ગુણદોષ સંભારી રવું નહિ. સેગ બીલકુલ ઘરનાં માણસોએ પાળ જ નહિ. જેને ખાસ લાગણી હોય તેણે પિતાથી બની શકે તેટલી લીલોત્રા, કંદમૂળ જાવજીવ અગર બને તેટલો વખત પાળી શકાય તે પ્રમાણે પચ્ચખાણ કરવાં, કોઈને ફરજરૂપે નથી. સિવાય કાંઈ કરવું નહિ. તમે મને ધારતા હે તેવો હું નથી, ન હતો. મેં ખાંડાંની ધારે મારું ચલાવ્યું નથી. હું કોણ? અનંત શક્તિને ધારણહાર પણ કમેં કરી ઘેરાએલો એક પામર, ભવાટવીમાં રખડતો મુસાફર. કપુરચંદ પાનાચંદ મહેતા ભવાટવીમાં રખડતો ગાફલ મુસાફર.” સં. ૧૯૮૮ ના ચઈતર સુદ ૧૪ તા. ૧૯-૪-૩૨. ઉપર લખેલા તેમના જીવન સંદેશ ઉપરથી તેમનું જીવન ધર્મશ્રદ્ધાથી કેવું રંગાએલું હતું તે સ્પષ્ટ જણાઈ આવે છે. આવા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 428