________________
પૂર્ણ ચૈતન્યસ્વરૂપ જોવાની, અનુભવવાની સિદ્ધિ છે.
સામાન્ય માનવી આત્માની આ અખિલાઈને આંબી શકતો નથી. કારણ કે તે ફક્ત બાહ્ય અવસ્થા - પર્યાયને જાણે છે. પોતે પોતાની જાતને જ્ઞાની માને છે ત્યારે તે અન્યને અજ્ઞાની માને છે. પોતે કંઈ ત્યાગમાર્ગે વળ્યો તો અન્યને મોહાંધ માને છે. પરંતુ શમરસના સ્વાદવાળો યોગી તો સર્વત્ર આત્માના ચૈતન્યસ્વરૂપનો ચાહક છે. તેથી અભેદ સ્વરૂપને જાણી શકે છે.
સમતારસના યોગીના અસંખ્યાત આત્મ પ્રદેશો “શમથી ભરપૂર છે. કહેવાય છે કે એ સમતા રસમાં નિમગ્ન યોગીને મોક્ષના સુખની પણ અભિલાષા નથી. તેઓ સ્વયં મોક્ષસ્વરૂપ થયા છે.
જે આત્મા આવા ઉપશમરસના સુખને આસ્વાદે છે, તેને આ ગતના જડ પદાર્થોની આસક્તિ સ્વયં દૂર રહે છે. રાગાદિનું વિષ આત્માના અમૃત દ્વારા નષ્ટ થઈને રહે છે. આવા આત્મિક સુખની પ્રાપ્તિ માટે ભ્રામક સુખ, વિષ સમા વિષયોને ત્યજવા જ પડે. સંસારભાવ સચવાય અને મોક્ષ થવા કહેવું સંભવ નથી જ નથી. માટે દઢ મનોબળ વડે ભૌતિક પદાર્થોના પ્રલોભનોથી, વિષયોથી ઇન્દ્રિયોને સંયમમાં રાખવા પ્રયત્ન કરવો જોઈએ. તે માટે સાસ્ત્ર અને સંત-જ્ઞાની મહાત્માઓનો પરિચય આવશ્યક છે.
કર્યગ્રસ્ત, દુઃખત્રસ્ત અને સંસારમાં વ્યસ્ત જીવો કેવા ભયાક્રાંત છે? તેનો ચિતાર નજરમાં રાખી, જગતના સ્વરૂપનો વિચાર કરવો, પ્રારંભમાં સુખના ભ્રમવાળાં પરિણામે દુઃખદાયક એવા વિષયો, કામનાઓ અને વૃત્તિથી સર્યું. પુરુષાર્થને ફોરવો. આત્મા સામર્થ્યવાન છે. સંતપુરુષોનો સાથ છે, તેમના બહુમાન વડે તમારા આત્માને ઓળખો.
મુનિરાજો દેહને ગૌણ કરી સદા આત્માનું રક્ષણ કરે છે. તેમની પાસે શમ, સમતાનું મહાબળવાન સૈન્ય છે. જ્ઞાન ધ્યાન અને વૈરાગ્ય જેવાં બળવાન સેનાનીઓ છે. આવા યોગી, મુનિને, ઇન્દ્રિયો કે તેના વિષયો શું કરી શકે? સમતાનું આ પ્રભુત્વ મુક્તિદાતા છે. સામાયિકનું/સમભાવનું,સમતાનું સામર્થ્ય શાશ્વત સુખના સોપાન સિદ્ધ કરનાર છે.
સામાયિકયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org