Book Title: Bhavantno Upay Samayikyoga
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 222
________________ સામાયિક પોષક છે. ઘણા પ્રકારે સામાયિક સમજાયા પછી આજ તો સ્વસ્ફુરણાઓની સરવણી ફૂટ્યા કરે છે. અનેકવિધ અંતઃચેતનાની પ્રસન્નતા પ્રગટતી રહે છે. એ સામાયિક-ધર્મ-યોગનો મહિમા કથનથી ૫૨ છે. સામાયિક એટલે સાવદ્ય પાપવ્યાપરનો સાધકને માટે મર્યાદિત ત્યાગ. આ અભિગમ જીવનમાં રસાતો ગયો. એનું પુણ્ય આવતા જનમમાં શું હશે તે કેવળી ગમ્ય છે. પણ આ જન્મમાં એવા પાપવ્યાપારથી ઘણી મુક્તિ મળી છે. એવી કોઈ જરૂરિયાત, બાહ્ય પ્રવૃત્તિ, કોઈ અપેક્ષાઓ, જનઉત્કર્ષને કારણે પણ બાહ્ય આડંબરો બધું જ જાણે વિરમી ગયું છે. બસ એક જ લગની સામાયિક યોગમાં રહેવું. પછી શ્રુત હો, વિધિથી હો, કે સમ્યક્ત્વથી હો. મુક્તિ દ્વારને ટકોરો એ સામાયિક યોગની ફળશ્રુતિ છે. સત્સંગી – સ્નેહીઓ પૂછે છે. આવું જીવન મંગલ કેવી રીતે પ્રગટ થાય ? દેવગુરુ અનુગ્રહ, નવકારમંત્ર, ભક્તિ, સામાયિકનું અને શાસ્ત્ર અધ્યયન, અધ્યાપન વિગેરેનું આ સાક્ષાત પરિણામ છે. આ કંઈ કોઈ એક જીવનો મહિમા નથી પણ સામાયિક યોગનો મહિમા છે. પૂ. આચાર્યશ્રીએ પ્રારંભમાં આ વિજ્ઞાન દર્શાવ્યું છે. સામાયિકની શું વિશેષતા છે તે તો વાચકવર્ગ દરેક વિષયના વિવેચનથી જોઈ લેશે તો સમજાશે કે તે અન્વયે ઉપયોગનું અંતરંગ શુદ્ધતા પ્રત્યે સમભાવ સહિત ઝૂકવું તે સામાયિક યોગ છે. મન તો એ કહે છે કે સામાયિકમાં શું નથી ? અભ્યુદય = દુન્વયી આબાદી, નિઃશ્રેયસ = પરમાર્થિક વિકાસ, પેય ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિ. આખરે ભવભ્રમણથી મુક્તિ. તમે કયા સોપાન પર છો. તમારા હૃદયના તાર ક્યાં જોડાયેલા છે, તેના પર સામાયિકની ફલશ્રુતિ છે. ૫રમાર્થ ભૂમિકામાં સામાયિકનું અનુષ્ઠાન, યોગ બને છે. અરે ! આ સામાયિક જ્યારે કેવળ ક્રિયારૂપ હતું ત્યારે તેણે શુભભાવની/ અભ્યાસની ભૂમિકા આપી. જ્યારે તેમાં નિષ્ઠા કેળવાઈ તે અનુષ્ઠાન બન્યું ત્યારે તેણે પરહિતની ભાવના આપી. એ સામાયિક જ્યારે જીવનનું અંગ બન્યું. ત્યારે તેણે યત્કિંચિત સ્વરૂપનું શુદ્ધ દર્શન-શ્રદ્ધા આપ્યાં. સંવેગ અને નિર્વેદની શક્તિ પ્રદાન કરી, અને સામાયિકની પરિણામરૂપ ભૂમિકા બંધાઈ ત્યારે વિશ્વના ચૈતન્ય સામાયિકયોગ * ૨૦૭ Jain Education International For Private & Personal Use Only = www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232