________________ કન્ય, પુણિયાજીના શુદ્ધ સામાયિકની સિદ્ધિને ભગવાન શ્રી મહાવીરના શ્રીમુખે પ્રસન્ન ચંદ્ર રાજર્ષિની કથા સાંભળી. શ્રેણિક રાજા પ્રશ્ન પૂછી બેઠા. પ્રભુ ! મૃત્યુ પછી હું કંઈ ગતિમાં જઈશ ? ભગવાને અત્યંત કરુણાભરી દૃષ્ટિથી શ્રેણિકની સામે જોયું. શ્રેણિકની દૃષ્ટિ ખોલવા ભગવાનને કડવું સત્ય કહેવું પડ્યું. હે શ્રેણિક ! શિકારના. હિંસક પરિણામે તારી ગતિનું નિર્માણ નરકગતિનું થયું છે. શ્રેણિકને માથે આભ તૂટી પડ્યું. નરકના દુઃખ શું સહેવાશે ? | કેરબદ્ધ થઈને શ્રેણિક પૂછે છે.. પ્રભુ આપનો ભક્ત નરકગામી ? હે શ્રેણિક ! કરેલા કર્મ ભોગવવા જ પડે છે. ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર જિનેન્દ્ર કોઈ તેમાં અપવાદ નથી.” છતાં પ્રભુ ઉપાય બતાવો. શ્રેણિકના સમાધાન માટે શાશ્વત સામાયિકના. સ્વામી પ્રભુએ પ્રયોગ બતાવ્યો. રાજગૃહીમાં. ઝૂંપડીમાં વસતા. પુણિયાજીના એક સામાયિકનું ફળ જો મળી શકે તો પર્યાપ્ત છે. રાજા શ્રેણિક પુણિયાજીની પાસે મગધ સામ્રાજ્યના ખજાનાની બદલીમાં એક જ સામાયિકનું ફળ માંગે છે. પણ જડ પદાર્થ સાથે શુદ્ધ ચેતનની શક્તિનું મૂલ્યાંકન સંભવ નથી. મુખપૃષ્ઠ ઉપર આ. હકીકતનું, રહસ્ય સમજી શકાશે. Jain Education International For priv Use Caly www.jainelibrary.org