Book Title: Bhavantno Upay Samayikyoga
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
Catalog link: https://jainqq.org/explore/001973/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભવાંતનો ઉપ(A ૬ . સામાઅિહO મગધસામ્રાજ્યનો ખજાનો છે R હાઈક પુણિયાજીનું સામાયિક સુનંદાબહેન વોહોરા Page #2 -------------------------------------------------------------------------- ________________ ભવાંતનો ઉપાય : સામાયિક યોગ લેખિકા : સુનંદાબહેન વહોરા - - - - માંગલિક શુભાષિત “સર્વ પ્રાણીઓ પોતાના આત્મા સમાન છે. અને પોતાનો આત્મા પરમાત્માની તુલ્ય છે. એ સત્યનું દર્શન પ્રગટ થતાં સર્વ પ્રાણીઓમાં સુષુપ્ત રહેલ પરમાત્મ તત્ત્વનું દર્શન થાય છે. આ યથર્થ દર્શન એ વાસ્તવિક સમતા જન્માવે છે. આવી તાત્વિક સમતા એ સામાયિકની ક્રિયાનો પ્રાણ છે.” સ્વ. અધ્યાત્મયોગી પૂ. પન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય. પ્રકાશક : ગુણાનુરાગી મિત્રો, અમેરિકા, મોમ્બાસા નાઈરોબી, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ Chવા ર » પ્રકાશક : ગુણાનુરાગી મિત્રો, પ્રથમ આવૃત્તિ : પ્રત, ૨૨૦૦ - લેખિકાસુનંદાબહેન વોહોરા -: પ્રકાશન વર્ષ : વિ. સં. ૨૦૫૫ વી. સં. ૨૫૨૫ સને ૧૯૯૯ | પ્રાપ્તિસ્થાન : | | દક્ષાબહેન નિરંજન મહેતા ૩૯, માણેકબાગ સોસાયટી, કંચનદીપ ટાવરની સામે, સુરેન્દ્ર મંગળદાસ રોડ-૩૮૦ ૦૧૫ ફોન : ૬૪૦૭૯૧૦ સાંજે ૬થી ૮ 0 Kalpna Shah 992, Mc nair Drive Lansdale P A 19446 U.S.A, Tel. 215-362-5598 : સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી એલિસબ્રીજ, અમદાવાદ ૩૮૦ ૦૦૭ ફોન ૬૫૮૮૮૨૧ - સમય પથી ૭ T જેન પ્રકાશન ૩૦e/૪, ખત્રીની ખડકી દોશીવાડાની પોળ, કાળુપુર, અમદાવાદ ૩૮૦૦૦૧ ફોન પ૩પ૬૮૮૬ સમય : ૧૧થી ૫ : : મુદ્રક : લેસર ટાઇપસેટિંગ શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : પ૩પ૯૮૬ ૬ ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ ફોન : ૩૮૭પ૪૦, Page #4 -------------------------------------------------------------------------- ________________ સદાયે તુજને સેવું દેવ..... તિથ્યયરામે પસીમંતુ #S અધ્યાત્મયોગી પરમપૂજ્ય ગુરુદેવ શ્રી વિજ્યકલાપૂર્ણસૂરિમ.સા. કોટિશઃ વંદન સદાયે પ્રગટતી સહજ પ્રસન્નતા Page #5 -------------------------------------------------------------------------- ________________ સગરને વિનંતિ રાગ-દેશ-મારી નાડ તમારે હાથ) સદ્ગુરુ મુક્ત થવાનો, અપૂર્વ માર્ગ બતાવજો રે. બતાવી ગુપ્ત રહસ્યો, નહિ જાણેલ જણાવજો રે. મોહે કરી' બહુ કાળ ગુમાવ્યો, અથડામણનો પાર ન આવ્યો, લાયકાત ગુરુ નાલાયકમાં, લાવજો રે, તિમિર તમામ સ્થળે છવરાયું, હિત-અહિત જરા ન જણાયું. અંધકારમાં પ્રકાશને, પ્રગટાવજો રે. અલગ રહે અકળામણ મારી, નિર્બળતા રહે સદા ન્યારી, દયા કરી ગુરુ એવી ચાંપ દબાવજો રે અંજન નેત્રે અજબ લગાવો, સત્ય રહસ્ય મને સમજાવો, શંકા ફરી ઊપજે નહિ એમ શમાવજો રે. જન્મ-મરણ જાયે ગુરુ મારાં, નીકળીને દોષો રહે ન્યારા, સંતશિષ્ય ને એવું સ્વરૂપ સમજાવજો રે. દર્દીના છે અનેક દોષો, જડતા સામું કદી નવ જોશો, વિશાળ દૃષ્ટિ કરીને, અમી વરસાવો રે. ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિઘ્નો આવી નડે છે, આ અગવડની સરસ દવા સમજાવજો રે સદ્ગુરુ સદ્ગુરુ ૧ સદ્ગુરુ સદ્ગુરુ ૩ સદ્ગુરુ ૪ સદ્દગુરુ સદ્ગુરુ ૬ સદ્ગુરુ Page #6 -------------------------------------------------------------------------- ________________ પર શુભાશિષ અધ્યાત્મયોગી, પરમપૂજ્ય ગુરૂદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરી.મ.સા. જ્ઞાન દ્વારા આત્માના પૂર્ણાનંદમય સ્વરૂપને જાણી, શ્રદ્ધાથી તેને નિશાળ બનાવવાથી તેમાં જ તન્મયતા સિદ્ધ થાય ત્યારે અન્ય સર્વ સંકલ્પ-વિકલ્પો શમી જાય છે અને પરમ શાંતરસનો અનુભવ થાય છે. આત્માની આવી અવસ્થાને શમ અને સમાધિ કહે છે. શમ સમતાયોગરૂપ છે. આત્માના સહજ શુદ્ધ સ્વભાવમાં રમણતા કરાવી પરમ આનંદની અનુભૂતિ કરાવનાર છે. અધ્યાત્મ, ભાવના અને ધ્યાન આ ત્રણે યોગોનો જીવનમાં સતત અભ્યાસ કરવાથી આત્મામાં સમતાનો ઉઘાડ થાય છે. માટે જ જ્ઞાની પુરુષોએ “સમ્યક જ્ઞાન અને સમ્યફ ધ્યાનની પરિપક્વ અવસ્થાને “શમ' કહ્યો છે. આ અવસ્થામાં ચિત્ત વિકલ્પ રહિત બનીને આત્માના શુદ્ધ સ્વભાવમાં લીન બને છે, તેના પરિણામે અવિદ્યાજન્ય ઇષ્ટ-અનિષ્ટની કલ્પનાનો સર્વથા નાશ થવાથી સર્વત્ર સમભાવ રહે છે. જૈનાગમોમાં સમતાભાવ રૂપ સામાયિકના ત્રણ પ્રકાર બતાવ્યા છે (૧) સામ-સામાયિક (૨) સમ સામાયિક અને (૩) સમ્યફ સામાયિક. (૧) સામ-સામાયિકમાં આત્માના પરિણામ મધુર હોય છે. મૈત્રી અને ભક્તિના ભાવથી ઓતપ્રોત બનતાં આત્માના પરિણામોમાં એક પ્રકારનું માધુર્ય મધુરરસ પ્રગટે છે. જે સાકર અને દ્રાક્ષ કરતાં કોટિ ગણું અધિક હોય છે, તેવી પ્રતીતિ તેવા સાધકને થાય છે. (૨) સમ-સામાયિક તુલ્ય પરિણામ સ્વરૂપ છે. શત્રુ કે મિત્ર હોય, માન કે અપમાનનો પ્રસંગ હોય, સુખ કે દુઃખની પરિસ્થિતિ હોય, છતાં જેનું મન બન્ને સ્થિતિમાં સમભાવયુક્ત હોય. હર્ષશોક કે રાગ-દ્વેષથી પર હોય તે “સમ” છે. (૩) સમ્યફ સામાયિકમાં આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણે ગુણોનું પરસ્પર સંમિલન થાય છે. દૂધમાં સાકર ભળી જાય, એકમેક થઈ જાય, તેવી રીતે આત્મામાં રત્નત્રયી એકમેક થઈ જાય. એ જ સમ્યક અર્થાત્ “સમ્મ સામાયિક છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રથમના બે સામાયિકનો જીવનમાં અવિરત અભ્યાસ કરતાં જ્યારે આત્મ સ્વભાવમાં તન્મયતા થતાં નિર્વિકલ્પ, ચિત્માત્ર સમાધિ સિદ્ધ થાય છે, ત્યારે ત્રીજું “સમ' સામાયિક પ્રગટે છે. આ ભૂમિકામાં સમતાનો અસ્તુલિત પ્રવાહ વહે છે, ચંદનની સુવાસની જેમ સમતા સહજપણે આત્મસાત બને છે. પ્રશાંતવાહિતા અને સહજ સમાધિ વગેરે નામોથી પણ આ ભૂમિકાને ઓળખાવવામાં આવે છે. સામાયિકનો પ્રાથમિક અભ્યાસ જીવનમાં સાવદ્યયોગ અર્થાત્ પાપપ્રવૃત્તિના ત્યાગ માટે જિનાજ્ઞા મુજબ પ્રયત્ન કરવાથી થાય છે. સમતાના અર્થી આત્માએ બાહ્ય અનુષ્ઠનોની આરાધના સાથે જીવો પ્રત્યે દ્રવ્ય અને ભાવ કરુણાનો તથા શુભ ધ્યાનનો સતત અભ્યાસ કરવો જોઈએ. . સર્વ યોગોમાં શુભ ધ્યાનની પ્રધાનતા છે. ધ્યાન એટલે અન્તર્મુહૂર્ત સુધી ચિત્તની એકજ વિષયમાં સ્થિરતા. ધર્મધ્યાન અને શુક્લધ્યાન બન્ને પ્રશસ્ત ધ્યાન છે. પિંડસ્થ, પદસ્થ આદિ ધ્યાનોનો ધર્મધ્યાનમાં સમાવેશ થઈ જાય છે. ધ્યાન અને સમતા એકબીજાના પૂરક છે. ધ્યાનથી સમતા પુષ્ટ બને છે અને સમતાથી ધ્યાન પુષ્ટ બને છે. સર્વયોગોમાં સમતા શ્રેષ્ઠયોગ છે. બીજા સર્વ યોગોની સફળતા સમતા વડે જ છે. નિરંતર સમતાને લાવવા અને જીવવાનો નિરંતર પ્રયત્ન અને સતત સાવધાની એ જ સાધક જીવનનું લક્ષણ છે. સુશ્રાવિકા સુનંદાબેન તત્ત્વજ્ઞાનના રસિયા છે. તેમના તત્ત્વજ્ઞાનના ક્લાસમાં સેંકડો બહેનો જોડાય છે. અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ હોંશે હોંશે કરે છે. સામાયિક અંગેનું તેમનું આ પુસ્તકે સામાયિકના વિષયમાં અનેક માહિતી પૂરી પાડી છે અને જીવનને સમતામય બનાવવાનો સુંદર બોધપાઠ આપે છે. સહુ વાચકોના જીવનમાં સામાયિક અંગેની જિજ્ઞાસા, શ્રદ્ધા અને વર્તના વધે અને તેમાં સફળતા મેળવે એ જ એક શુભેચ્છા. વિજયકલાપૂર્ણસૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ શિવમસ્તુ સર્વજગત પૂ. ગુરુજનોની પ્રેરણા, અનેકવિધ શાસ્ત્રોનો સારો, પવિત્રાત્મા પૂર્વજોનો રહસ્યબોધ, સત્સંગીમિત્રોનો સાથ, આમ ઘણા સહયોગ દ્વારા સામાયિક યોગ’ ગ્રંથની રચના થઈ. ખેતરમાં મબલક પાક ઊતર્યા પછી ખેડૂત તૃપ્ત નજરથી પાકનો ઢગલો જોતો હતો, ત્યાં તેને કંઈ અવાજ આવ્યો, બળદ-હળ પૂછતા હતા આમાં અમારો ભાગ છે ? હા. ક્ષણવાર પછી બીજ બોલ્યું આમાં અમારો ભાગ છે ? હા. વળી પાણી-પ્રકાશે પૂછ્યું, આમાં અમારો ભાગ છે ? હા. અંતે ખાતર-ખેતરે પૂછ્યું આમાં અમારો ભાગ છે ? હા. સર્વેને હા કહ્યા પછી ખેડૂતે વિચાર કર્યો કે મેં શું શું કર્યું ? માત્ર ખેતી કરવાનો વિકલ્પ અને શ્રદ્ધાપૂર્વક યત્કિંચિત પુરુષાર્થ. છતાં એમાં સફળતા પેલા સૌના સહયોગથી મળી. આ લેખનમાં આવું જ કંઈ છે. પીસ્તાલીસ જેવા વિષયોમાં પૂર્વ ગ્રંથકારોએ, મહાત્માઓએ જેજે રહસ્યો બતાવ્યાં છે તેનો ક્યાં તો વિસ્તાર છે. ક્યાં તો સંક્ષેપ છે. તેમ કરવામાં પેલા ખેડૂતની જેમ ભાવના અને યત્કિંચિત પુરુષાર્થ છે. તેને શુભાશિષની મહોરથી સુશોભિત કરનાર છે; પૂ. આચાર્ય ગુરુદેવ શ્રી વિજ્યકલાપૂર્ણસૂરિ મહારાજ સાહેબ સામાયિક યોગ નામકરણ શા માટે ? પ્રથમ તો વિષય સ્ફુર્યો મહિમાવંત સામાયિક, પરંતુ થોડા લેખ લખ્યા અને વિચારે આકાર લીધો કે સામાયિક એક અનુષ્ઠાન' વળી લેખન આગળ ચાલ્યું અને નામકરણ થયું સામાયિક એક અનુશીલન, સામાયિકધર્મ વગેરે, અને અંતે શુભ નામ તે ભવાંતનો ઉપાય સામાયિકયોગ. જેમ જેમ સામાયિકના વિષયોનું ભાવનામાં આકલન થયું તેમ તેમ તેનાં વિશદ રહસ્યોથી ચિત્ત ગુંજી ઊઠ્યું કે આતો સામાયિકનો સાર કરે ભવપાર’ છે. સામાયિક શબ્દ જ ચિત્તની સમાધિનું અંગ છે. નવકાર જો ચૌદ પૂર્વનો સાર છે, તો સામાયિકયોગ પીસ્તાલીસ આગમોનો સાર છે. સાધનાનો પ્રારંભ Page #9 -------------------------------------------------------------------------- ________________ સામાયિકથી અને અનંતકાળ સુધી સાથી પણ સામાયિક, શાશ્વત સામાયિક તે સાધનાની સિદ્ધ છે. સામાયિક વડે સધાયેલા સમ સામ અને સમ્મ પરિણામ એ મોક્ષમાર્ગને અનુસરતો યોગ છે. જે પરિણામ મોક્ષભાવને અનુસરે તે યોગ કહેવાય, તે યોગ ભવથી મુક્ત કરવા સમર્થ છે. આમ સામાયિકોગ' નામ સાર્થક છે. પૂ. મહા મહોપાધ્યાયજી ચિત જ્ઞાનસારનો શમાષ્ટક અને શામ્યસતકમાં જેમ કોઈ મહત્ત્વની વિગત કે શબ્દ ચમકી ઊઠે તેમ આ ગ્રંથ અવતરણ ચિહ્નમાં રચાયો છે, તેમ માનું છું. છતાં કોઈ ત્રુટિ લાગે તો સૌ ઉદાર ચિત્તે સુધારી લેશો અને ક્ષમા આપશો. આમાં આપણું શું? અરે દેવગુરુજનોનો અનુગ્રહ એ સબળ સંપત્તિ, વળી આપણું તો સદ્ભાગ્ય કે આવો ઉત્તમ સ્વાધ્યાયના તપનો અપૂર્વ અવસર મળ્યો. તમે સૌ પણ આ અવસરના ભાગી થશોને ? પ્રસ્તુત ગ્રંથ સાવૅત વાંચીને, સામાયિકની આરાધના કરીને, પરિવારમાં કચવીને, મિત્રોને ઉત્તેજન-સહકાર આપીને, ઊઠતાં, બેસતાં, જાગતાં, હરતાં, ફરતાં એક વર્ષ રઢ લગાવો, “સામાયિક સામાયિક સામાયિક અને તેના વિવિધ વિષયોમાંથી યથાશક્તિ કંઈક ગ્રહણ કરીને શુભારંભ કરો, આગળ સફળતા તમને શોધી લેશે. આવો આપણે સામાયિકની આરાધના કરીએ. જે સાધકોને સામાયિકનો અભ્યાસ છે તે સૌ વિશેષ આરાધના માટે વિષયને હૃદયપૂર્વક વાંચજો. જેમને શરૂઆત કરવી છે તેમને માટે પાછળ પરિશિષ્ટમાં વિધિ, સૂત્રો તથા સૂચનો આપ્યા છે તેથી સરળ રીતે આરાધના થઈ શકે. તાત્ત્વિક દૃષ્ટિ વડે આરાધના કરવાથી આધક ધ્યેયની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. છતાં તમારે કોઈ અનુભવની વાત મેળવવી હોય તો પરિશિષ્ટ ૫ માં સૌને ઉપયોગી થાય તેવી વાતો લખાઈ છે તે પણ વાંચી જજો. તો ભાવના દઢ થશે કે બીજમાંથી અંકુર, અંકુરમાંથી વટવૃક્ષ થવું સંભવ છે, તેમ જીવન વિકાસ આવા ધર્મબીજથી થવો સંભવ છે. ઇતિશિવમ્ સુનંદાબહેન Page #10 -------------------------------------------------------------------------- ________________ ઋણમુક્તિ પ્રસ્તુત ગ્રંથમાં નીચેના મહાપુરુષોની પ્રેરણા મળી છે કેટલાક ગ્રંથોનો આધાર લીધો છે તે સૌની પ્રત્યક્ષ-પરોક્ષ પ્રેરણા માટે અત્યંત ઋણ છું. સ્વ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી રચિત જ્ઞાનસારગ્રંથ. સ્વ. આચાર્ય શ્રી ઉમાસ્વાતિ રચિત પ્રશમતિ ગ્રંથ, આ બંને ગ્રંથના વિવેચનકાર છે વિદ્યમાન પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્ત મ.સા. સ્વ. પૂ. પન્યાસજી ભદ્રંકરગણિ રચિત આત્મોત્થાનનો પાયો. શ્રી અધ્યાયયોગી પરમ પૂજ્ય વિજ્યકલાપૂર્ણ સૂી મ.સા. રચિત. સર્વજ્ઞ કથિત સામાયિક વિજ્ઞાન પંચ પ્રતિક્રમણ સૂત્ર. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. પંચ પ્રતિક્રમણ સૂત્ર. પ્રબોધ ટીકા. અન્ય ગ્રંથોમાંથી રચિત સામાયિક ધર્મમાંથી કથાઓ. પૂ. આચાર્ય શ્રી વિજ્યકલાપૂર્ણ સૂરી મ. સા. પાસે વાચના વગેરેનો સમય ગોઠવી આપવા તથા શુભાશિષ મેળવી આપવા માટે તેમના અંતેવાસી સૌમ્ય શિષ્યરત્ન પૂ. શ્રી કલ્પતરુવિય મ.સા.ની ઋણિ છે. [9 Page #11 -------------------------------------------------------------------------- ________________ પOO - અભિવાદન - પ્રસ્તુત ગ્રંથના અર્થ સહયોગમાં સૌનાં હાર્દિક સુકૃત્યની ભાવના માટે અભિવાદન કરું છું. ૧. અમેરિકા નિવાસી સત્સંગી પરિવાર નક્સ ૧OOO 2. Shree Ramesh, Kanji Malde Pwani oil products Ltd Mombasa Kenya 3. Shree Somachand. D. Shah Karman whole salers Nairobi ૨OO ૪. શ્રી જ્યોતિબળાબહેન કલ્યાણભાઈ શાહ, અમદાવાદ ૧૫૦ ૫. શ્રી સંઘવી પરિવાર ૬. શ્રી ચંદ્રિકાબહેન મહેન્દ્રભાઈ પુનાતર અમદાવાદ ૭. સ્વ. શ્રી મનોરમાબહેન દલાલના સ્મરણાર્થે ૧00 પ0 ઉપર સવિશેષ આભાર છે પ્રસ્તુત ગ્રંથના મુખપૃષ્ઠનું અવતરણ શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ટ્રસ્ટ સમવસરણ મંદિર પાલીતાણા તરફથી પ્રકાશિત જૈનશાસનની કીર્તિગાથામાંથી કરેલું છે. તે માટે ટ્રસ્ટની આભારી છું. વિશ્વવિખ્યાત સાહિત્યરત્ન ડો. શ્રી કુમારપાળ દેસાઈએ ખાસ ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અનિલભાઈ ગાંધીની સંમતિ મેળવી આપી છે. તે માટે તેમનો હાર્દિક આભાર માનું છું. આ સામાયિકયોગના પુસ્તકને અનુરૂપ મુખપૃષ્ઠના ચિત્ર સહિતના દૃષ્ટાંતથી પુસ્તક પ્રથમ નજરે જ લોકભોગ્ય અને આકર્ષક બનશે તે માટે પુનઃ તે ટ્રસ્ટના સૌ સહયોગીઓનો હાર્દિક આભાર માનું છું. Page #12 -------------------------------------------------------------------------- ________________ એનુક્રમ ૧. શ્રી જ્ઞાનસારગ્રંથના શમાષ્ટકની વાચનાની સ્મૃતિનોંધ....... ૨. સામાયિકનું માહા... . . . . ૩. સામાયિક : જિનશાસનનો અર્ક .............. ૪. સામાયિક માત્ર ક્રિયા નથી સાધના છે ...... ૫. સામાયિક : વિશ્વવ્યાપી કલ્યાણનું દ્યોતક..... ૬. સામાયિક : શૂન્યથી પૂર્ણનું સર્જન .......... ૭. સમતારહિત : કણનું સુખ અને મણનું દુખ ? .... ૮. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સામાયિક ......... ૯. સામાયિકની ઇમારતના પાયા છે : સમય સમજ ૧૦. સામાયિક ક્યારે કરવું ?..... ૧૧. સમભાવ રહિત દેહના નેહથી શું બન્યું ? ...... ૧૨. સામાયિક : અહં વિલય – મનોનિગ્રહ.......... ૧૩. સામાયિક : અખંડ આત્માની અખિલાઈનું અવતરણ ૧૪. સામાયિક : સાધના માર્ગની સંપત્તિ....... ૧૫. સામાયિક : સર્વજ્ઞનું વચન પ્રમાણ... ૧૬. સામાયિક : અંધકારથી અજવાળા તરફ ......... ૧૭. સામાયિક : નિશવરણ જ્ઞાનનો અભિગમ ૧૮. સામાયિક : ધર્મ અને કર્મના ભેદનું જ્ઞાન. ૧૯, સામાયિક : વ્રતનો મર્મ.... ૨૦. સામાયિક : મનુષ્ય જીવનની ઉત્ક્રાંતિનું શ્રેષ્ઠ સાધન.. ૨૧. સામાયિક : આત્મપરિચય. ૨૨. સામાયિક : આજ્ઞાપાલકનું ઔચિત્ય ................. ૨૩. સામાયિકના પરિણામ = ઉપશમ આણો ઉપશમ આણો ..... ૨૪. અનંતની અંધકારભરી ભીડથી મુક્તિ માટેની અંતિમયાત્રા.... ૨૫. સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન અને અનુષ્ઠાન ........... ૨૬. સામાયિકમાં પંચાવયવ અનુષ્ઠાન ........... ૨૭. સામાયિકના અભ્યાસ દ્વારા શુક્લ પાક્ષિક જીવન ........ • • • • • ૫૧ . ૫૩ પપ • • • • • • • • • • , , , બ e 'ભાઈ ભાભગમ . . . . . . . . • • • •. . . . Page #13 -------------------------------------------------------------------------- ________________ • • ૧૧ ૪ • • • • • • • , , , , , , ૧૧૭ ૨૮. સામાયિકનું શિખર, પરમસમાધિ ... ૨૯. ઉપાસકનું અંતરનિરીક્ષણ ......... ૩૦. સામાયિકનું તાત્ત્વિક સ્વરૂપ.. ૩૧. સામાયિકના સાધકની મનોદશા : ......... ૩૨. સામાયિકથી સિદ્ધાવસ્થા સુધીની યાત્રા ..... ૩૩. સામાયિક – યોગી મહાત્માનું .... ૩૪. સામાયિકમાં શું કરશો ? વિધિસહિત પ્રયોગ ......... ૩૫. સામાયિક વડે વિબનાશ : ........ ૩૬. સામાયિક તથા સર્વ અનુષ્ઠાન કે ક્રિયાનું માંગલિક સૂત્ર નવકરામંત્ર. .......................... ૩૭. સામાયિક વિધિની સ્થાપના પચિદિય સૂત્ર............. ૧૨૩ ૩૮. ખમાસમણ સૂત્ર : વિનય મૂલો ધમ્યો . . . . . . . . . . . . . .. ૧૨૪ ૩૯. ઇરિયાવહી સૂત્ર : શિવમસ્તુ સર્વ જગત : લઘુ પ્રતિક્રમણ) ૧૨૫ ૪૦. વિશેષ ભાવશુદ્ધિ માટે તસ્સ ઉત્તરી સૂત્ર . . . . . . . . . . . ૧૨૬ ૪૧. કાયોત્સર્ગસૂત્રથી દેહભાવના મમત્વના મોચનની પ્રતિજ્ઞા.... ૧૨૭ ૪૨. કાયોત્સર્ગની વિશેષતા .......... . . . ૧૩૦ ૪૩. લોગસ્સ સૂત્રથી કાયોત્સર્ગમાં સ્થિરતા માટે તીર્થકરનું ધ્યાન-સ્તુતિ................................. ૧૩૩ ૪૪. કરેમિભંતે સૂત્રથી સર્વ પાપવ્યાપારથી મુક્ત થવાની પ્રતિજ્ઞા . ૧૩૫ ૪૫. બહુસો સામાઇયં કુક્કા ........ . . . . . . . . . ....... ૧૪૨ સારાંશ, ચૈતન્યશક્તિનો સક્રિય પ્રબળ પ્રવાહ........ પરિશિષ્ટ : ૧ સામાયિક લેવા પારવાની વિધિ. પરિશિષ્ટ : ૨ સામાયિક સૂત્રો અર્થસહિત ........ પરિશિષ્ટ : ૩ સામાયિકના આઠ દૃષ્યત........... પરિશિષ્ટ : ૪ સામાયિકના સૂત્રો ગુજરાતી પદ્યમાં ...... પરિશિષ્ટ : ૫ સામાયિકથી અનુભવેલું કંઈક ........... મુહપત્તિ પડિલેહણ ક્રિયા સચિત્ર ............... ૨૧૧-૨૧૬ ૧પ૩ ••• . . . . ૧૫૫ ૧૯O RO ૨૦૪ ૧૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ करेमिभंते सामाइयं, सावज्जं जोगं पच्चक्खामि હે ભગવંત હું સામાઈક કરવા ચાહું છું. અર્થાત સર્વ સાવદ્ય પાપ વ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા કરું છું. समता सर्वभूतेषु संयम: शुभभावना । आतरौद्रपरित्यागस्तद्धि. सामायिकं व्रतम् । સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ, સંયમ, શુભ ભાવના અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનનો ત્યાગ એ જ સામાયિક વ્રત છે. जस्स सामाणिओ अप्पा, संजमे नियमे तवे । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥ સર્વજ્ઞ ભગવંતે કહ્યું છે કે જેનો આત્મા સંયમ, નિયમ (વ્રત) અને તપમાં સારી રીતે આવેલો છે, તેને સામાયિક હોય છે. અર્થાત્ કે આત્માને સંયમ, નિયમ અને તપમાં લાવવો તેનું નામ સામાયિક છે. तस्माज्जगाद् भगवान सामायिकमेव निरुपमोपायम् । शारीरमानसा ने कदुः ख नाशस्य मोक्षस्य ॥ ભગવાને શારીરિક અને માનસિક અનેક દુઃખોના નાશરૂપ મોક્ષના પરમ ઉપાય તરીકે સામાયિકને જ કહેલું છે.' जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य । तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥ સર્વજ્ઞ ભગવંતે કહ્યું કે જે ત્રસ અને સ્થાવર એવા સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિવાળો છે, તેને સામાયિક હોય છે.' તાત્પર્ય કે સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ કેળવવો, મિત્રભાવ રાખવો એ સામાયિક છે. ૧૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુનંદાબહેન વોહોરા લિખિત સાહિત્ય (હાલ આટલાં પુસ્તકો ઉપલબ્ધ છે.) ૧. શ્રી કલ્પસૂત્ર કથાસાર સચિત્ર પાંચમી આવૃત્તિ ૨. શ્રી અંતરનાદ ૩૦૦ સ્તવનો-પદો ચોથી આવૃત્તિ ૩. મુક્તિબીજ - સમ્યગુદર્શનની વિસ્તૃત માહિતી. ૪. વૈકાળિક આત્મ વિજ્ઞાન પનાભાઈ ગાંધી) ૫. તત્ત્વ મીમાંસા - (તત્ત્વાર્થાધિગમસૂત્ર) ૬. અધ્યાત્મ સાર ૭. આતમ ઝંખે છૂટકારો ૮. પુદ્ગલનો પરિહાર ૯. મંગલમય યોગ ૧૦ સત્વેષ મૈત્રી (નાની પુસ્તિકા) ૧૧ ઋણ મુક્તિ (નાની પુસ્તિકા) ૧૨. નવતત્ત્વનો સરળ પરિચય – પાંચમી આવૃત્તિ ૧૩. શ્રુત સાગરના બિંદુ ૧૪. મૌનધારી મહાવીર બીજી આવૃત્તિ ૧૫. પૂ. પન્યાસજીનો ગ્રંથ આત્મોત્થાનનો પાયો, પ્રાપ્તિસ્થાન : સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી, એલીસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૭. ટે. ૬૫૮૮૮૨૧ સમય સાંજે પ થી ૭ - સ્થાનિક ગ્રાહકે પુસ્તકો રૂબરૂ આવીને લઈ જવા. બહારગામ ટપાલખર્ચ અલગ થશે. १२ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદ્ગુરુભ્યો નમઃ ૧. શ્રી જ્ઞાનસારગ્રંથના શમાષ્ટકની વાચનાની સ્મૃતિનોંધ પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરીજીના સાન્નિધ્યમાં વાચનાનું આ સંભારણું છે હૈદ્રાબાદ તા. ૧૬-૧-૯૯ થી તા. ૧૯-૧-૯૯ શ્રી જ્ઞાનસાર ગ્રંથના શમાષ્ટકના પ્રથમ શ્લોક આધારિત વાચનાની નોંધને અત્રે ઉધ્ધત કરવામાં આવી છે. વિકલ્પ વિષયોત્તીર્ણ: સ્વભાવાલમ્બનઃ સા | જ્ઞાનસ્ય પરિપાકો : સ શમઃ પરિકીર્તિત- ૧. શમાઇક-જ્ઞાનસાર અર્થ : વિકલ્પના વિષયથી નિવૃત્ત થયેલ, નિરંતર આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન જેને છે એવો જે જ્ઞાનનો પરિણામ તે સમભાવ કહેવાય. કંઈક છું, કંઈ દાનાદિ કરું છું, વગેરે વિકલ્પ રહિત અત્યંત શુદ્ધ પરિણામ તે આત્માનું અવલંબન છે. જ્ઞાનસ્વરૂપ એવી આત્માની આ દશાને સમભાવ કહે છે. જ્ઞાનનું પરિપક્વ થવું તે સમભાવ છે. સર્વજ્ઞનું વચન ન જાણે તે અજ્ઞાન અથવા તે સિવાયનું સઘળું વ્યવહાર જ્ઞાન, જેનાથી વ્યવહાર નભે પણ મોહ નષ્ટ ન થાય. જ્ઞાનથી મોહ નષ્ટ થાય, જીવ સંસારનાં દુઃખોથી મુક્ત થાય, માન સરોવરનો હંસ ગંદા પાણીમાં મુખ ન નાંખે તે તો મોતીનો ચારો ચરે તેમ, સાધક-જ્ઞાની સંસારના વ્યવહારિક પ્રયોજનને અગ્રિમતા ન આપે. તે તો જ્ઞાનીઓએ આપેલો બોધ ગ્રહણ કરે. કરેમિભંતેનું સૂત્ર કે નવકારનું એક પદ પણ આત્મજ્ઞાન કરાવે જે મોક્ષનું સાધન છે. આત્મજ્ઞાન જેવું ઉત્તમ સાધન બીજું કોઈ નથી. આત્મજ્ઞાન વિભાવ રહિત સ્વભાવની શુદ્ધિ કરાવે. દોષો નષ્ટ થાય, ગુણોની વૃદ્ધિ થાય, ચારિત્ર શુદ્ધિ થાય, વિરતિધર્મમાં આવે. આ પ્રકારે જ્ઞાનનું ફળ વિતિ છે, વૈરાગ્ય છે. આવું આત્મજ્ઞાન ગુરુગમ વડે મળે તે માટે ગુરુનું બહુમાન તે, અવંધ્યા કારણ છે. ગુરુના બહુમાન રહિત શાસ્ત્રનું જ્ઞાન જીવનું પતન કરાવે. આજન્મે કે અન્ય જન્મે ગુરુ તીર્થંકરનો યોગ કરી આપે છે. માટે ગુરુગમ સર્વોચ્ચ સાધન છે. ગુરુ પ્રત્યે બહુમાન વડે તેમનું વચન સાધકને પ્રેરક બને છે. તે શુભભાવના ભવાંતનો ઉપાય : સામાયિક્લોગ * ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ કે શુભોદયનું કારણ બને છે. પુણ્યનો અનુબંધ કરાવી પુણ્યમાં વૃદ્ધિ કરે છે. તે પુણ્યની વદ્ધિ મોક્ષમાર્ગે પહોંચાડવાનું સાધન બને છે. રોગીને ધનવંતરી વૈદ્ય મળે, તેના રોગનું નિવારણ કરે તેમ ગુરુનું બહુમાન જીવના ભવરોગનું નિવારણ કિરાવનારું ઉત્તમ તત્ત્વ છે. ગુરુનું બહુમાને ન હોય તો તેમનાં વચન માન્ય થતાં નથી પણ જીવ વિકલ્પ કરી અંતરાય બાંધે છે. કુંભાર લાકડી વડે ચાકડો ફેરવે, ઘડો આકાર પામે. એ જ લાકડી વડે ઘડો ફોડી શકાય. તેમ ગુરુના વચન વડે જીવ ઘડાય પણ જો વચન માન્ય ન કરે તો જીવન વ્યર્થ જાય. ગુરુના વચન આત્મભાવને પમાડવા માટે છે. કોઈ યોગ કે અનુષ્ઠાન, પરમાત્મા કે ગુરુની ભક્તિ વડે મુક્તિના ભાવને ભાવિત કરે છે. આવા બહુમાનનું સૂત્ર જ નવકારથી શરૂ થાય છે. “નમો અરિહંતાણં” આ સૂત્ર અહંકારને ગાળીને જીવને નમ્ર બનાવે છે. ધર્મનું મૂળ વિનય છે. કોઈ પણ શ્રેષ્ઠ તત્ત્વનો આદર તે સાધકની પાત્રતા છે. ગુરુ ગૌતમ સ્વામી વિનયના ગુણ વડે ભક્તિની ટોચે પહોંચ્યા જે ભક્તિ તેમને મુક્તિદાતા બની. આવા મહાન મહાત્માઓએ જે ગુણ વડે સિદ્ધિ પ્રાપ્ત કરી એ જ ગુણ વડે અન્ય જીવો પણ સાધ્યને સિદ્ધ કરી શકે. સામાયિકની સાધનાનું ફળ કેવળજ્ઞાન છે. શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ ત્રણે ચક્રવર્તી હતા, અપાર ઐશ્વર્યના સ્વામી હતા. હજાર સુંદરીઓના પતિ હતા. છ ખંડની પૃથ્વીના અધિપતિ હતા. છતાં સર્વ સંગ પરિત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે પ્રથમ (આજીવન) સામાયિક લીધું. કરેમિ ભંતે સૂત્રથી સ્વયં સર્વવિરતિને ગ્રહણ કરી, તે સમયે જ મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું. તેમાં સામાયિક - ચારિત્રનો મહિમા છે. જેની ફળ શ્રુતિ કેવળજ્ઞાન છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ગણધરોને પ્રથમ સર્વવિરતિ સામાયિક આપ્યું, ત્યારે પછી ત્રિપદી આપી. પરમાત્માના વચનથી ગણધરો અપ્રમત્ત દશાને પ્રાપ્ત થયા. આપણા જીવનમાં ગણધરોના, પછી પરંપરાએ મળતા ગુરુવચનમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. ગુરુ દોષોને છોડાવી આત્મગુણો પ્રત્યે લઈ જાય છે. ભૌતિક ગતમાં આત્માના ગુણોના જેવું કશું જ ઉત્તમ કે પૂર્ણ નથી. પરંતુ જીવ ને મોહે અંધ કર્યો છે. મોહની આંખે જોવાથી જીવ બંધાય છે. મોહ શમે જીવને ભવાંતનો ઉપાય : Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગની સ્થિરતા આવે ત્યારે સામાયિકના પરિણામ યથાર્થ બને. સામાયિક ઉપયોગની સ્થિરતા માટે છે. જીવનું સ્વરૂપ કેવળજ્ઞાન – શુદ્ધજ્ઞાનમય છે. જો સત્તામાં કેવળજ્ઞાન ન હોય તો તેને ઢંકાવાપણું નથી રહેતું કે પછી પ્રગટ થવાપણું નથી. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન છે. ત્રણ અજ્ઞાન પોતે જ અજ્ઞાન છે તેને આવરણ ન હોય. મોહે આ પાંચ જ્ઞાનને આવરિત કર્યા છે. આપણે જોઈએ છીએ તે ઘી છેક ઘાસમાં તિરોહિત છે. એ ઘાસ ગાયના ઉદરમાં જઈ કેટલોક ભાગ દૂધરૂપે પરિણમે છે, ત્યાર પછી ક્રમે કરીને ઘી બને છે. ઘાસમાં જો દૂધ છે તો તેની પ્રક્રિયા વડે દૂધ થાય છે. તેમ જીવનું સત્તામાં પડેલું કેવળજ્ઞાન યોગ્ય સાધન વડે પ્રગટ થાય છે. ગુરુગમથી મળેલા સામાયિકવડે તેની ટોચે પહોંચાય છે. સામાયિક એ સમતા છે, સમાધિ અવસ્થાનું દ્યોતક છે. યોગના આઠ અંગમાં આઠમું અંગ છે. સાત અંગ એ દશામાં જવાનાં પગથિયાં છે. ચિન્મય સમાધિ એ આત્માની જ અવસ્થા છે. તે અધ્યાત્મભાવના, ધ્યાન કે સમતા વગર સંભવે નહિ. વળી ધ્યાન કે સમતા અધ્યાત્મભાવના વડે પરિપકવ થાય. – પદાર્થનું યથાર્થ જ્ઞાન ન હોવાથી જીવને પદાર્થમાં રાગાદિભાવ થાય છે. પર પદાર્થમાં કંઈ સુખ નથી એવી શ્રદ્ધા અધ્યાત્મભાવના વડે ટકે છે. સામાયિકના ત્રણ ભેદ સમ્યકત્વ, ચુત, ચારિત્ર ૧. સમ્યકત્વ સામાયિક - જિનવર કથિત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તથા સદેવ, સતગુરુ, સધર્મ પ્રત્યે અચલ શ્રદ્ધા. શુદ્ધાત્માના લક્ષે પ્રવર્તન તે સમ્યકત્વ સામાયિક છે. આ સમ્યકત્વ પૂર્વના બળવાન આરાધક જીવને સ્વાભાવિકપણે કંઈ પણ નિમિત્ત વગર પ્રગટ થાય છે. તે સાધકાત્માએ પૂર્વે દઢપણે સર્વજ્ઞની કે ગુરુવચનની યથાર્થ શ્રદ્ધા કરીને સંસ્કાર દઢ કર્યો હોય છે. તે સિવાય જીવોને સદ્ગુરુના યોગે, શાસ્ત્ર શ્રવણ વગેરે નિમિત્તથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. નિશ્ચયથી સમ્યગૂશ્રદ્ધામાં ઉપયોગની એકાગ્રતા તે સમ્યકત્વ સામાયિક છે. ૨. શ્રુત સામાયિક :- ગીતાર્થ ગુરુજનોના અત્યંત બહુમાનથી તેમની નિશ્રામાં શાસ્ત્ર અધ્યયનથી, શાસ્ત્રના સૂત્ર અને અર્થ તથા તદુના સેવનથી શ્રુત સામાયિકની પ્રાપ્તિ થાય છે. શ્રુતજ્ઞાનમાં ઉપયોગની એકાગ્રતા તે મૃત સામાયિકયોગ * ૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ સામાયિક છે. ૩. ચારિત્ર સામાયિક :- વિરતિ રૂપ સામાયિક, બે પ્રકારે છે. ૧. સર્વવિરતિ, ૨. દેશવિરતિ ૧. સર્વવિરતિઃ ચારિત્ર સામાયિક મુનિજનોને હોય છે. સર્વસંગ પરિત્યાગી મુનિને સર્વ સાવધપાપ વ્યાપારનો ત્યાગ હોય છે. તે મહાવ્રતી છે. ચારિત્ર આત્માનો વિશુદ્ધ પરિણામ છે. સર્વવિરતિ પરિણામમાં ઉપયોગની એકાગ્રતા સર્વ વિરતિ સામાયિક છે. ૨. દેશવિરતિ : વ્રતધારી શ્રાવકને હોય છે. સાવદ્ય પાપવ્યાપારનો અંશતઃ ત્યાગ હોય છે. તે અણુવતી હોય છે. દેશ વિરતિ પરિણામમાં ઉપયોગની એકાગ્રતા તે દેશ વિરતિ સામાયિક છે. અર્થાત્ સમતાના પરિણામયુક્ત ઉપયોગ હોય તો તે સામાયિક છે. ઉપયોગ સમતા યુક્ત હોય તો તે વિશુદ્ધ ઉપયોગ કહેવાય છે. શુદ્ધ ઉપયોગમય આત્મા જ સામાયિક સ્વરૂપ છે. આથી એમ જણાય છે કે આવા મહિમામય સામાયિકની પ્રાપ્તિ કે સામાયિકધર્મ દુર્લભ છે. આ ચારે પ્રકારના સામાયિકનું પરમભાગ્ય માનવને મળ્યું છે. આવો ખજાનો ગુમાવી દેવો તે નવું અજ્ઞાન છે. અનંત પુદ્ગલ પરાવર્તનકાલ સુધી જન્મમરણની પરિક્કમાં થયા પછી મહાભાગ્યે ચરમપુદ્ગલ પરાવર્તન કાલમાં જીવ આવે છે અપુનબંધક અવસ્થામાં પહોંચે છે. કષાયોની અત્યંત મંદતા થાય છે. ત્યારે વળી ચરમયથાપ્રવૃત્તકરણ પછી વૈરાગ્યના તીવ્ર પરિણામ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી સાધક ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ કે શ્રુત સામાયિકની પ્રાપ્તિ કરે છે. આવું મૂલ્ય ચૂકવ્યા વગર અચિંત્ય એવું સ્વરૂપમય તત્ત્વ પ્રાપ્ત થતું નથી. શ્રુત તથા સમ્યકત્વ પ્રાપ્તિનો ઉપાય : સર્વજ્ઞ પરમાત્મા તથા સદ્ગુરુ પ્રત્યે અત્યંત બહુમાન, તત્ત્વબોધ શ્રવણની, તીવ્ર જિજ્ઞાસા, ધર્મારાધનામાં દઢ નિષ્ઠા, શત્રુ પ્રત્યે પણ સમભાવ, વિષય વાસના પ્રત્યે વૈરાગ્ય. આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવી શ્રદ્ધા સહિત તેની પ્રાપ્તિની તીવ્ર અભિલાષા દુઃખી જીવો પ્રત્યે કરુણા. ભવભ્રમણ પ્રત્યે ખેદ દેહ અને આત્માની ભિન્નતાની સજગતા. તેના ભેદજ્ઞાન વગર દર્શનમોહ નષ્ટ નથી થતો. સમ્યક્ત્વ ૪ ભવાંતનો ઉપાય: Page #20 -------------------------------------------------------------------------- ________________ સામાયિકનું પાદચિન્હ ભેદજ્ઞાન છે. આવા ગુણોયુક્ત સાધક સમ્યકત્વ સામાયિકની પ્રાપ્તિ કરે છે. શ્રુત સામાયિક તથા સમ્યક્ત્વ સામાયિક બંને જુગલબંધી જેવા છે. અન્યોન્ય સહાયક છે. આમ સામાયિકના પરિણામની શુદ્ધિ થતાં તે આત્માર્થી દેશવિરતિ સામાયિકની પાત્રતામાં આવે છે. સર્વવિરતિ સામાયિકનો અર્થ : સર્વ વિરતિ સામાયિકનો અર્થ સર્વસંગ પરિત્યાગી છે. તેની સમસ્ત ક્રિયાભાવના મોક્ષમાર્ગને અનુસરે છે. સમ્યગુ દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધિ થતી રહે છે. જિનેશ્વર પ્રણિત તત્ત્વોની અખંડ શ્રદ્ધાનો ધારક હોય છે. ગુરુની આજ્ઞાને આધીન વર્તે છે. અંતે એકાંત સાધનાનો ક્રમ સાધે છે. અંતે નિર્વિકાર સમાધિને પામે છે. નિઃસ્પૃહભાવે ધર્મકાર્યોમાં પ્રયત્નશીલ હોય છે. તેનાં તે સર્વ કાર્યો સામાયિક ચારિત્રને અનુરૂપ કે પૂરક હોય છે. સર્વ જીવની રક્ષાયુક્ત સર્વ વિરતિ સામાયિક છે. ઉપયોગ શૂન્ય સામાયિક અર્થહિન છે. ઉપયોગપૂર્વક સામાયિક ભાવ સામાયિક હોવાથી તે આત્મજ્ઞાનને પ્રગટ કરનારું છે. આત્મામાં પ્રવેશ કરાવે તે સામાયિક છે. દેશવિતિ સામાયિકનો અર્થ : પોતાની ભૂમિકા અનુસાર શાસ્ત્રોક્તવિધિયુક્ત આરાધન કરે છે. ગુરુનું બહુમાન પૂર્વક વંદન ધર્મશ્રવણ આરાધન કરે છે. નવકાર મંત્ર, જિનેશ્વર ભક્તિ, વિધિ સહિત પૂજા. દાનાદિ ધર્મ પાળે છે. આવશ્યક ક્રિયાઓ નિયમિત કરે છે. વ્રતાદિનું પાલન કરે છે. આરંભ સમારંભ કે પરિગ્રહનો સંક્ષેપ કરે છે, સાંસારિક પ્રસંગો કે વ્યવહારોને છોડતો જાય છે. ન્યાયનીતિપૂર્વક જીવન જીવે છે. મૈત્રી કે અનિત્યાદિ ભાવનાઓનું ભાવન કરે છે. આ પ્રમાણેના આચરો વડે દેશવિરતિ સામાયિકની શુદ્ધિ કરીને સર્વ વિરતિ સામાયિકની ભૂમિકામાં પહોંચે છે. સામાયિક પદનું રહસ્ય : સામ, સમ, સન્મ ત્રણે પ્રકાર આત્માના પરિણામ છે. ત્રણે શબ્દો અન્યોન્ય પૂરક છે. (૧) સામ : મધુર પરિણામ. મૈત્રીભાવથી ભરપૂર હોવાથી તેમાં મધુરતા સામાયિયોગ Page #21 -------------------------------------------------------------------------- ________________ હોય છે. સર્વત્ર સમાન વ્યવહાર, ભક્તિરસનું માધુર્ય હોય છે. ભક્તિરસના માધુર્ય જીવના પરિણામમાં સાકરની જેમ મધુરતા ટકાવે છે, તેથી શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ ટકે છે. તે શાંતિ અને નમ્રતાનો અધ્યવસાય છે. સર્વાત્માને સ્વાત્મ સમાન જાણે છે. પોતાના દુ:ખ નિવારણની સાથે અન્યના દુઃખનું નિવારણ કરે છે. અન્યના અપરાધને ક્ષમા આપે છે. સમ ઃ તૂલ્ય પરિણામ; સમાન વ્યવહાર. સ્થિરપરિણામ સ્વરૂપ છે. રાગદ્વેષ રહિત અવસ્થા, શત્રુમિત્ર પ્રત્યે સમાન વ્યવહાર, માન-અપમાન, કનક હો કે પાષણ હો, વંદક હો કે નિંદક હો દરેક પ્રત્યે સમાન-તૂલ્ય ભાવ. મધ્યસ્થભાવ. માન અપમાન સમ ગણે, સમ ગણે કનક પાષણ રે, વંદુક નિંક સમગણે, ઇસો હોય તું જાણ રે, શાંતિનાથજિન સ્તવન આનંદઘનજી. ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોના સંયોગમાં અજ્ઞાનવશ મોહવશ, રાગદ્વેષના પરિણામ થાય છે. શ્રુત કે સમ્યજ્ઞાનના અભ્યાસ વડે વિવેક જાગૃત થતાં ૫૨ પદાર્થોમાં થતી ઇષ્ટાનિષ્ટની કલ્પના દૂર થાય છે, તેથી ચિત્ત સમવૃત્તિ ધારણ કરે છે. ઘોડા જેવાં પ્રાણીને અલંકાર પહેરાવો કે કાઢો તેને તેમાં હર્ષ વિષાદ નથી, તેમ મુનિને ઇષ્ટ મળશે કે અનિષ્ટ મળો સમવૃત્તિ છે. શાસ્ત્રાનુસાર અભ્યાસને કારણે સર્વજ્ઞ ૫રમાત્માની આજ્ઞાપાલનરૂપ પરમભક્તિ પ્રગટ થાય છે, જેથી યોગોની પ્રવૃત્તિમાં સૌમ્યતા આવે છે. સમરસભાવ પેદા થાય છે. આ સામાયિકના પ્રાયે મુનિ અધિકારી છે, તે મૈત્રી આદિ ભાવનાથી ભૂષિત હોય છે. મુનિ પોતાની આત્મસત્તાને સમસ્ત જીવોથી અભિન્ન જાણે છે, તેથી ક્યારે પણ સંક્લેશ પરિણામ થતા નથી. સંસારમાં, જે કંઈ વિવિધતા કે વિચિત્રતા છે તે કર્મયુક્ત છે, પ્રત્યેક જીવ કર્મવશ શુભાશુભ ભાવ કે વર્તન કરે છે. આવા કર્માધીન જીવો પ્રતિ મુનિ મધ્યસ્થ છે. શાસ્ત્રના અધ્યયન દ્વારા, આત્મચિંતન, કે કર્મવિપાકના ચિંતન દ્વારા, અનિત્યાદિભાવના દ્વારા સમભાવ પેદા થવાનો સંભવ છે. સદ્ગુરુના બહુમાનપૂર્વક વિધિયુક્ત શાસ્ત્ર અધ્યયનથી ગૂઢ જ્ઞાન દ્વારા ચિત્ત સમભાવમાં આવે છે. સમ્મ સામાયિક : દૂધમાં સાકર ભળી ગયા પછી તેને છૂટી બતાવી શકાતી ભવાંતનો ઉપાય ઃ ૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ નથી તેમ સમ્મ પરિણામની ધારામાં રત્નત્રયનું એકીકરણ થાય છે. સામ અને સમ પરિણામરૂપ સામાયિકના અભ્યાસ-પરિણામથી સ્વભાવતન્મયતા થાય છે. તે ચિન્મય સમાધિ છે. સમતારૂપ પરિણામની ધારાનું સાતત્ય છે. આવી મુનિ અવસ્થામાં આત્માના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. તે મુનિ આત્મસ્વભાવમાં રમણતા, સ્થિરતા અને આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. પરભાવમાં જવું તે યોગીને દુઃખદાયક છે. વાસ્તવમાં આ ભૂમિકા યોગની સાતમી કે આઠમી દૃષ્ટિમાં હોય છે. તેઓ અંતરંગ સુખના ભોક્તા છે. બાહ્ય સુખ સામગ્રીમાં ઉદાસીન છે. કોઈ પદાર્થના કર્તા નથી પણ સાક્ષી છે. સ્વસ્વરૂપ પરિણામના કર્તા હોવાથી ભોક્તા છે. સર્વનું આત્મિક સુખ સમાન છે. જેમ મીઠાઈનો સ્વાદ સર્વને સમાનપણે આવે છે. તેમ સમહ્ત્વનું સુખ સમાન છે. પ્રયોગ : શ્રાવકે દર્શન, પૂજન, આવશ્યકાદિ ક્રિયાઓ વગેરે કરવા. દાનાદિ સદાચાર યુક્ત વ્યવહાર કરવો પ૨માત્માના ગુણોનું ચિંતન કરવું. નિત્ય ધ્યાન ચિંતન કરવું. શત્રુ મિત્ર પ્રત્યે સમભાવ રાખવાનું નિરંતર ચિંતન કરવું, સુવર્ણ માટી સમાન છે, તે પૃથ્વી તત્ત્વ છે તેમાં મોહ કરવા જેવો નથી તેમ ચિંતવવું. દોષોની નિરંતર ક્ષમાપના કરવી. વ્રત ધારણ કરવા. ૫૨૫દાર્થથી ભેદજ્ઞાન કરવું. સાધકની ભાવનાનો વિસ્તાર થતો જાય તેમ ચિંતન સૂક્ષ્મ બનતું જાય. આ વિશ્વમાં કોઈ પદાર્થ મારો નથી. આ દેહ પણ મારો નથી. દેહ પડોશી છે. પડોશીનું દુ:ખ જણાય પણ તન્મય ન થવાય. તેમ દેહના દર્દ ઉપયોગમાં જણાય પણ તન્મય ન થાય. આવું ચિંતન સમભાવ પેદા કરે. આમ ભાવના કરતો સાધક સર્વવિરતિના પરિણામનું ચિંતન કરે છે. અને ભવિતવ્યતાના યોગે યોગીપણું પામે છે. જ્ઞાનનો પરિપાક : આત્મપરિણતિરૂપ જ્ઞાનનો પરિપાક, આત્માના શુદ્ધ અનંતગુણમય સ્વરૂપનું પરિણમન તે સમતાયોગ છે. મહામુનિઓની એ અવસ્થા છે. સમતાયોગની આવી ઉચ્ચ દશા અધ્યાત્મયોગ, ભાવનાયોગ અને ધ્યાનયોગ વડે સાધ્ય બને છે. અધ્યાત્મયોગ : ચિત્તવૃત્તિઓના શમનવાળો, નિર્મળવૃત્તિવાળો નિરંતર અધ્યાત્મયોગને સાધે છે. સામાયિયોગ Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાવનાયોગ : મૈત્રી, પ્રમોદ કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ વડે સમવૃત્તિવાળો હોય છે. તત્ત્વચિંતન યુક્ત હોય છે. ધ્યાનયોગ : પ્રશસ્ત વિષયમાં સ્થિર દીપકની જેમ નિશ્ચલ ઉપયોગવાળો. આવો સમતાયોગી કોઈ શુભાશુભ વિષયમાં ઈષ્ટ અનિષ્ટ ભાવ કરી વિચલિત થતો નથી. કર્મથી ઉત્પન્ન થયેલા વિવિધ ભેદનો વિકલ્પ નથી તેવો એ યોગી જગતના જીવોને આત્મવત્ જાણે છે. સ્વરૂપમાં તે અભેદપણે રહે છે તેમ ચૈતન્યમાત્રમાં અભેદભાવે જુએ છે. કારણ કે તે વિશ્વનું અવલોકન ચર્મચક્ષુ વડે કરતો નથી. શુદ્ધ આત્મસ્વરૂપે વિશ્વ દર્શન કરે છે. આમ દ્રવ્યથી આત્મસ્વરૂપે અને પર્યાયથી સંસારકાલીન અવસ્થાઓની ભિન્નતાને જાણીને પોતે શમરસમાં નિમગ્ન છે. સમદર્શી યોગી માનવમાં ઉચ્ચતા કે નીચતાને જોતા નથી તેમ પશુ આદિમાં પણ ભેદ જોતા નથી. સર્વત્ર ચૈતન્યનો વિલાસ નિહાળી અવિચળ રહે છે. સમાધિદશાને પ્રાપ્ત કરનાર, આરાધન કરનારને બાહ્ય આચારાદિ હોય છે, પરંતુ જે સમાધિયોગમાં નિશ્ચલ થયો છે તે સમભાવ વડે સ્વરૂપ રમણતામાં લીન છે. સમાધિયોગને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા ને બાહ્ય પ્રવૃત્તિ, વિધિ, આચાર ઉદયબળ હોય છે, પરંતુ તે સર્વે સમાધિયોગ પ્રત્યે લઈ જનાર હોય છે. જેથી અશુભ સંકલ્પોથી રક્ષા થઈ શુભસંકલ્પ દ્વારા આરાધનામાં દઢ રહે છે. અનુક્રમે સમાધિયોગને સાધતો અંતરંગ ક્રિયાવાળો યોગી શમ-સમતાયોગ દ્વારા જ વિશુદ્ધ થાય છે. ત્યાર પછી અસંગ-અનુષ્ઠાનની ભૂમિકાને પ્રાપ્ત કરે છે. જે જિનકલ્પી મુનિઓને હોય છે. મૈત્રી આદિ ભાવના દ્વારા ધર્મધ્યાનની અવિરત ધારા ચાલે છે. ત્યારે પરહિતચિંતા જીવરક્ષાવાળા યોગીમાં પ્રેમ-કરુણાનો સ્રોત વહે છે. નિઃસ્પૃહ યોગી વૈરાગ્યની ભાવનાથી નિરંતર આત્મધ્યાનમાં નિશ્ચલ હોય છે. તેમાંથી જે સમરસ પેદા થાય છે તે સમસ્ત વિકારોનો નાશ કરે છે. ગ્રંથકાર જણાવે છે કે જ્ઞાન, ધ્યાન, તપ શીલાદિ દ્વારા જે મોક્ષરૂપ પરિણામ પ્રાપ્ત થતો નથી તે શમરસનો સ્વામી પ્રાપ્ત કરે છે. એ શમરસ શું છે? અહો ! આત્માની રાગદ્વેષ રહિત પરમશાંત અવસ્થા, જે અવસ્થામાં વિશ્વને તત્ત્વપણે ૮ ગીર ભવાંતનો ઉપાયઃ Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ ચૈતન્યસ્વરૂપ જોવાની, અનુભવવાની સિદ્ધિ છે. સામાન્ય માનવી આત્માની આ અખિલાઈને આંબી શકતો નથી. કારણ કે તે ફક્ત બાહ્ય અવસ્થા - પર્યાયને જાણે છે. પોતે પોતાની જાતને જ્ઞાની માને છે ત્યારે તે અન્યને અજ્ઞાની માને છે. પોતે કંઈ ત્યાગમાર્ગે વળ્યો તો અન્યને મોહાંધ માને છે. પરંતુ શમરસના સ્વાદવાળો યોગી તો સર્વત્ર આત્માના ચૈતન્યસ્વરૂપનો ચાહક છે. તેથી અભેદ સ્વરૂપને જાણી શકે છે. સમતારસના યોગીના અસંખ્યાત આત્મ પ્રદેશો “શમથી ભરપૂર છે. કહેવાય છે કે એ સમતા રસમાં નિમગ્ન યોગીને મોક્ષના સુખની પણ અભિલાષા નથી. તેઓ સ્વયં મોક્ષસ્વરૂપ થયા છે. જે આત્મા આવા ઉપશમરસના સુખને આસ્વાદે છે, તેને આ ગતના જડ પદાર્થોની આસક્તિ સ્વયં દૂર રહે છે. રાગાદિનું વિષ આત્માના અમૃત દ્વારા નષ્ટ થઈને રહે છે. આવા આત્મિક સુખની પ્રાપ્તિ માટે ભ્રામક સુખ, વિષ સમા વિષયોને ત્યજવા જ પડે. સંસારભાવ સચવાય અને મોક્ષ થવા કહેવું સંભવ નથી જ નથી. માટે દઢ મનોબળ વડે ભૌતિક પદાર્થોના પ્રલોભનોથી, વિષયોથી ઇન્દ્રિયોને સંયમમાં રાખવા પ્રયત્ન કરવો જોઈએ. તે માટે સાસ્ત્ર અને સંત-જ્ઞાની મહાત્માઓનો પરિચય આવશ્યક છે. કર્યગ્રસ્ત, દુઃખત્રસ્ત અને સંસારમાં વ્યસ્ત જીવો કેવા ભયાક્રાંત છે? તેનો ચિતાર નજરમાં રાખી, જગતના સ્વરૂપનો વિચાર કરવો, પ્રારંભમાં સુખના ભ્રમવાળાં પરિણામે દુઃખદાયક એવા વિષયો, કામનાઓ અને વૃત્તિથી સર્યું. પુરુષાર્થને ફોરવો. આત્મા સામર્થ્યવાન છે. સંતપુરુષોનો સાથ છે, તેમના બહુમાન વડે તમારા આત્માને ઓળખો. મુનિરાજો દેહને ગૌણ કરી સદા આત્માનું રક્ષણ કરે છે. તેમની પાસે શમ, સમતાનું મહાબળવાન સૈન્ય છે. જ્ઞાન ધ્યાન અને વૈરાગ્ય જેવાં બળવાન સેનાનીઓ છે. આવા યોગી, મુનિને, ઇન્દ્રિયો કે તેના વિષયો શું કરી શકે? સમતાનું આ પ્રભુત્વ મુક્તિદાતા છે. સામાયિકનું/સમભાવનું,સમતાનું સામર્થ્ય શાશ્વત સુખના સોપાન સિદ્ધ કરનાર છે. સામાયિકયોગ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨સામયિકનું માહાભ્ય “સામાયિક તે હિ જ આત્મા શ્રી ભગવતી સૂત્ર સામાયિકનો અર્થ. સમ-આય-ઈક = સામાયિક. સામાયિક શબ્દ, સમાય-કે સામાય પદને ઈક પ્રત્યય લાગવાથી સામાયિક થાય છે. સમાય એટલે સમનો લાભ – સમની પ્રાપ્તિ. સમ સ્વયં એવો મહિમાવાન શબ્દ છે કે તેને આત્મસ્વરૂપ માનવામાં આવે છે. આત્માનો દરેક પ્રદેશ અજવાળતો સિદ્ધ કરતો આ ગુણ છે. એટલે તેમાં ઘણા ગૂઢાર્થ રહેલા છે. સામાયિકના ત્રણ પર્યાયવાચી શબ્દો છે. સામ, સમ, સમ્મ. ૦ સામ = એટલે સમસ્થિતિ, વિષમતાનો અભાવ, સ્વરૂપમગ્નતા, અનાદિકાળથી આત્મા કમવરણ વડે વિષમ છે, તેને દૂર કરી સમત્વમાં આવવું. મધુર પરિણામ. ૦ સમ = સમભાવ, મિત્રતા, નિર્દોષ બંધુત્વ, સર્વાત્મમાં સમદષ્ટિ રાખવી. રાગદ્વેષ રહિત અવસ્થા, મધ્યસ્થતા, વીતરાગતા, આસક્તિના કારણે ઈષ્ટ કે અનિષ્ટ, પ્રિય કે અપ્રિયથી મનને શાંત કરવું. તુલ્યભાવ. ૦ સમ્મ = સમ્યગૂ દર્શન-જ્ઞાન-ચારિત્રનો સમન્વય સમ્યગૂ શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક ચારિત્રને શુદ્ધ કરવું. ત્રણેનું ઐક્ય. આ પ્રકારના સમનો લાભ તે સામાયિક, આવો સમતાનો લાભ જેમાંથી મળે જેના વડે મળે તે સામાયિક સામ પરિણામ : મધુર પરિણામ-મૈત્રીભાવના સમ પરિણામ : તુલા પરિણામ - સુખદુ:ખમાં તુલ્ય પરિણામ સમ્મ પરિણામ : ખીરખંડયુક્ત મિશ્ર પરિણામ = ગુણોનું ઐક્ય સમતા સર્વ ભૂતેષ સંયમ શુભ ભાવના : આર્ત રૌદ્ર પરિત્યાગ રૂદ્ધિ, સામાયિકંવતમ્. સર્વ જીવો પ્રત્યે સમભાવ રાખવો, પાંચે ઈન્દ્રિયોના વિષયોનો સંયમ કરવો. મૈત્રી આદિ સમભાવના સેવવી. આર્ત રૌદ્ર ધ્યાનનો ત્યાગ કરી ધર્મધ્યાન ૧૦ ભવાંતનો ઉપાય : Page #26 -------------------------------------------------------------------------- ________________ શુક્લધ્યાન ધ્યાવવું. જેથી સમભાવ વૃદ્ધિ પામે. આ સામાયિક વ્રતનાં લક્ષણો છે. આ લક્ષણો દ્વારા આત્મશક્તિ પ્રગટ થાય છે. શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવે છે. સમ્યગ્ દર્શનાદિનો લાભ થાય છે. નિર્જરાનો અમૂલ્ય લાભ થાય છે. રાગદ્વેષથી મધ્યસ્થભાવ થાય છે. સામાયિક સમભાવની સાધના = આયાખલુ સામાઈયંઃ (આચારાંગ સૂત્ર) તત્ત્વજ્ઞાનીઓએ આત્મા એ જ સામાયિક છે એમ કહ્યું છે. સામાયિકના આઠ રહસ્યો ૧. સર્તન. ૨. શાસ્ત્રાનુસારી. શુદ્ધ જીવન ગાળવાનો પુરુષાર્થ. ૩. વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા. ૪. સર્વ જીવો પ્રત્યે બંધુતાની કે મિત્રતાની ભાવના. ૫. રાગ અને દ્વેષને જીતવાનો પ્રયત્ન. ૬. સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની સ્પર્શના. ૭. શાંતિની આરાધના. ૮. અહિંસાની ઉપાસના. ઉપરના આઠ પ્રકારનું રહસ્ય વિસ્તારથી જુદું લાગે છે. તાત્ત્વિક દૃષ્ટિએ સમભાવની સાધનામાં સઘળો સમાવેશ થઈ જાય છે. આ આઠે પ્રકારને વિસ્તારથી સમજવા જરૂરી છે. ૧. સતૅન સત્ને પ્રગટ કરનારો માનવનો વ્યવહાર : તે વ્યક્તિ સાથે, કુટુંબ સાથે, વડીલો સાથે, સમાજ સાથે અનેક ક્ષેત્રોમાં જરૂરી છે. ત્યાર પછી પરમાર્થ ક્ષેત્રે વીતરાગદેવની, ધર્મગરની આજ્ઞારૂપ વર્તનની ભૂમિકા આવે છે. જે વડે જીવ સત્ન સ્વયં પ્રાપ્ત કરે છે. જેમાં દંભ, આડંબર કે માત્ર દેખાવ નથી તેવું સવર્તન સત્પુરુષોના યોગબળ વગર ટકતું નથી. જે સવર્તનમાં નિઃસ્પૃહતા, પ્રેમ, નિખાલસતા અને સહિષ્ણુતા જેવા ગુણો છે. તે દેવગુરુના અનુગ્રહ વડે સપ્રમાણ ટકે છે. વ્યવહારદૃષ્ટિએ ગૃહસ્થદશામાં પત્ની, ભગિની, માતા-પિતા, સંતાન કે કુટુંબના સર્વ આશ્રિતોની સાથે યોગ્ય રીતે વર્તવું તે સર્તન છે. પત્ની પ્રત્યે સામાયિકયોગ * ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ હોય. સંતાનો પ્રત્યે વાત્સલ્ય હોય. વડીલો પ્રત્યે આદર હોય, ગુરુજનો પ્રત્યે સેવાભાવ હોય, પરમાત્મા પ્રત્યે ભક્તિ હોય. ધર્મ પ્રત્યે અનુરાગ હોય ત્યારે સદ્વર્તન સર્વાગ બને છે. પુણ્યબળ ઓછું હોય કે મનોબળ ઓછું હોય તો સદ્વર્તન ટકતું નથી. ધર્મભાવના યુક્ત સદ્વર્તન બધી જ પરિસ્થિતિમાં ટકે છે. પરમાર્થદષ્ટિએ આત્મતત્ત્વની રૂચિ, આત્મપરિણામરૂપ બોધ અને તે જ પ્રમાણેનો આચાર તે સદ્વર્તન છે. એ વડે જીવ શિવ થાય છે. પરપદાર્થ પ્રત્યે તુચ્છતા આવે, દૃષ્ટિ સ્વતરફ વળે, ત્યારે આત્મતત્ત્વની રુચિ થાય છે. તીવ્ર જિજ્ઞાસા થવી કે મારે આત્મતત્ત્વની પ્રાપ્તિ કરવી છે. ૨ શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન : શાસ્ત્રાનુસારી અર્થાત્ જિનાજ્ઞાયુક્ત શુદ્ધજીવન. આહારાદિમાં ૨શુદ્ધિ જેમાં અભક્ષ્ય આહાર, વ્યસન, મહાવિગઈ, કંદમૂળ, રાત્રિભોજન ત્યાગ, અયોગ્ય સ્થાનોનો સંપર્ક વર્ય. સાસરિક ભાવના આચતા વૃત્તિ, પ્રવૃત્તિનો સંક્ષેપ. નિવૃત્ત જીવન, કષાયાદિની મંદતા, આવશ્યક ક્રિયાનો આદર, નિર્લેપ જીવન, ભેદજ્ઞાન સહિત કર્મનિર્જરા જેવા અંગોના સેવનથી શુદ્ધ જીવન શક્ય બને છે. જીવનમાં જે જે કાર્યો કરવાનાં હોય તે કરે પણ કર્તવ્ય બજાવવાના ભાવથી કરે. દરેક કાર્યે જાગૃત રહે કે ક્યાંય અનુચિત થતું નથી ને ? ધાર્મિક અનુષ્ઠાનોમાં સઉલ્લાસ પ્રવૃત્ત રહે. ૩. વિષમતાનો અભાવ ઉત્પન્ન કરનારી ક્રિયા : સામાયિક એ ગહન અને મહાન સિદ્ધાંત અનુષ્ઠાન અને શિક્ષાવ્રત છે. તેનું શાબ્દિક પ્રયોજન પણ સમભાવ છે. આત્મા સાથે વણાયેલો, સ્થપાયેલો અને ઐક્ય ધરાવતો એ ગુણ છે. તેથી સંસારી જીવમાં થતી અનેક પ્રકારની વિષમતા, વ્યાકુળતા કે ચંચળતાને સામાયિક સમાવે છે. વિષમતા એટલે રાગ-દ્વેષ, હર્ષ-શોક, રતિ-અરતિ, શોક-ભય, માનઅપમાન જેવા કંથી જીવમાં જે વ્યાકુળતા પેદા થાય છે, તે સામાયિકની વિધિ, ક્રિયા, ભાવ કે શ્રદ્ધા શમાવે છે. વિષમતાનો અભાવ એટલે સમતાનો સદ્ભાવ સર્વ પ્રાણીઓ વિષે સમતા, ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે સમતા, પરપદાર્થોની માંગ પ્રત્યે સમતા, ચિત્તવૃત્તિઓના વિકારો પ્રત્યે સમતા કેવળ સમતા... સમતા... ૪. સર્વ જીવો પ્રત્યે બંધુતા કે મિત્રતાની ભાવના : સમાન્ય રીતે જ્યારે જીવો એકલી ક્રિયા કે ફક્ત સિદ્ધાંતને પકડે છે ત્યારે તે તે વિધાનો સાંકડાં ૧૨ - , ભવાંતનો ઉપાય : Page #28 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. વાસ્તવમાં વિધાનોની વિશાળતા સમગ્ર સૃષ્ટિ સાથે સંકળાયેલી છે. સામાયિકની ક્રિયામાંથી જ્યારે નિષ્ઠા જન્મે છે, ત્યારે જિનાજ્ઞા જીવમાં પરિણમે છે. તેથી સામાયિક કરનારના ભાવ વિશ્વના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવયુક્ત કે બંધુત્વયુક્ત હોય છે. સમભાવી આત્માને કોઈ શત્રુ હોતો નથી. શત્રુને ઉપકારી માની શત્રુતાને છેદી નાંખે છે. મિત્રતા અને બંધુતા એ સમગ્ર જીવરાશિ પ્રત્યેના ચૈતન્યની એકતા છે. જીવન એવું નિખાલસ હોય છે કે ક્યાંક વૈરવિરોધ થતો નથી. તેનું સામાયિક વૈરાગ્યથી વાસિત હોય છે. ૫. રાગ દ્વેષને જીતવાનો પ્રયત્ન : સામાયિક એ આત્મિકભાવની ક્રિયા છે. રાગ અને દ્વેષ વિષમભાવ છે. સંયોગિક સંબંધના ભાવ છે. પરંતુ અજ્ઞાનવશ ગ્રહણ થયા છે. તેની વર્તમાન દશાનું ભાન સાધકને છે. તેથી તેના સામાયિકનું સર્વ પ્રયોજન રાગ-દ્વેષને દૂર કરી સમભાવમાં રહેવાનું છે અને નિર્જરાને પ્રગટ કરવાનું છે. ૬. સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રની સ્પર્શના : સમભાવરૂપી સામાયિક આત્મશક્તિનો લાભ આપનારું અંગ છે. સામાયિકવિધિ ભાવથી ન થાય તો તે આત્મશક્તિના અંગનો હ્રાસ કરે છે. વિધિવત્ કરેલું સામાયિક સમતાભાવનું સહાયક છે. તેથી જીવમાં રહેલું જ્ઞાન સમ્યગું બને છે, અને આચાર પણ સમ્યગૂ બને છે. સમ્યગૂજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ પૂર્ણ મોક્ષમાર્ગનાં સાધન છે. ૭. શાંતિની આરાધના : વિભાવદશા રહિત આત્મશાંતિની આરાધનાનું પ્રેરકબળ સામાયિક છે. સ્વભાવ રહિત સર્વ અવસ્થા વિભાવ જનિત છે, વિભાવ એ કર્મબંધનું કારણ છે. કર્મબંધ અશાંતિનું કારણ છે. આવી દુષ્ટ પરંપરાને તોડવા સામાયિક વડે થતો સમભાવ તરણોપાય છે. શાંતિચાહકે સામાયિક અવશ્ય કરવું. ૮. અહિંસાની ઉપાસના : અહિંસા સર્વ જીવ પ્રત્યેનું વાત્સલ્યદર્શી તત્ત્વ છે. અહિંસારહિત માનવ પશુતામાં આવશે. બાહ્ય અહિંસા જીવમાત્ર પ્રત્યે દયા, કરુણા, અનુકંપા, વાત્સલ્યના ભાવનું સદાચરણ છે. ભાવ અહિંસા – અંતરંગ અહિંસા, રાગદ્વેષ રહિત આત્માની નિજી સંપત્તિ છે. શુદ્ધ અવસ્થા છે. એ અહિંસાની ઉપાસના સમભાવથી થાય છે. સર્વ જીવો સુખી થાઓ. કોઈ દુઃખ ન પામો એવી ભાવના નિરંતર કરવી. સંયમ અને તપ અહિંસાની ઉપાસનાનાં જ અંગો છે. અહિંસા સંયમ અને તપ ત્રણે મળીને ઉપાસના બને છે. સામાયિકયોગ * ૧૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩ ) સામાયિક : જિનશાસનનો અર્ક જિનશાસન = જિનાજ્ઞાનુસાર પ્રવર્તન. જિન : રાગદ્વેષને જીતે તે જિન”. રાગ કે, દ્વેષના બળવાન નિમિત્ત છતાં જેઓ ત્યાં પણ મધ્યસ્થ રહ્યા છે તે જિન, તેમની આણ તે શાસન. જિનની આજ્ઞા માન્ય કરે તે જૈન, અથવા આવા જિનવરને જે પૂજે, માને, સત્કારે તે જૈન. આમ જિન-જૈન, રાગ-દ્વેષ રહિત સમતામાં રહેનાર તે જૈન, અર્થાત્ આ શબ્દ સમતારૂપ છે. તેથી તે સામાયિકનો જ દ્યોતક છે. સામાયિક ધર્મ જિન શાસનનો અર્ક છે. સામાયિક આત્મા છે. સ્વરૂપમાં છે. મોક્ષ પ્રાપ્તિ માટેની સર્વ ઉપાસના રાગાદિ રહિત શુદ્ધ અને સમતાયુક્ત અવસ્થામાં સમાય છે. સર્વોત્તમ સમતા એ ઉપાસનાનું હાર્દ છે, તેને વાસી ચંદન કલ્પની ઉપમા આપી છે. મહાત્મા-મુનિઓ કોઈ વાંસલાથી શરીરને છેદે કે કોઈ ચંદનનો શીતળ લેપ કરે, બંને પ્રત્યે સમાનભાવ રાખે, તે વાસી ચંદન કલ્પની ઉપમા પામે છે. અપકારી પ્રત્યે પણ ઉપકાર, સમભાવ, કરુણા એ મહામુનિઓનું હૃદય છે. આવી પરમ સમતાનો સાધક સિદ્ધ દશાને પામે છે. માટે દરેક ભૂમિકાને યોગ્ય જે કંઈ ક્રિયા, આરાધના કે ઉપાસના થાય તે સર્વ સમતા-પરમ સમતાયુક્ત હોવી જોઈએ તે સમતાયુક્ત ઉપાસના કર્મક્ષયનું કારણ બને છે. વિષમતા વિવળતા, વ્યાકુળતા સહિતની ક્રિયા ઉપાસના કે તપાદિ કર્મક્ષયનું કારણ બનતી નથી. દુઃખ ખરાબ છે, અપ્રિય છે, ક્યારે ટળે? એવા અફસોસ કે આકુળતાથી દુઃખ ટળતું નથી. પૂર્વકર્મનો ઉદય છે. જાણીને, પુનઃ આવું દુઃખ ન પડે તેમ વિચારીને વર્તમાનમાં દુ:ખના કારણરૂપ કષાયોના અને વિષયોના ભાવોને મંદ કરી ક્ષીણ કરી સમતામાં આવવું જોઈએ. તેને માટે કોધના પ્રતિપક્ષ ક્ષમા કે મૈત્રીભાવને વિકસાવવો. માનના પ્રતિપક્ષ વિનય અને પ્રમોદને કેળવવા માયાના પ્રતિપક્ષ સરળતા કે કરુણાને કેળવવા અને લોભના પ્રતિપક્ષ સંતોષ કે મધ્યસ્થભાવને કેળવવા. આમ થવાથી સહજ સમતાનો ભાવ ટકશે કષાયો ક્ષણ થશે, પાપો નષ્ટ થશે. સૌની સાથે આત્મીયતા રાખવી તેને માટે વ્યવહાર ધર્મમાં હું સર્વનો અને ૧૪ જ ભવાંતનો ઉપાય : Page #30 -------------------------------------------------------------------------- ________________ સર્વ મારા છે. અને અશુભમાં જ્યારે કંઈ સાથ ન મળે ત્યારે એમ ચિતવવું હું એકલો આવ્યો છું. એકલો જવાનો છું. મારાં કરેલાં કર્મ હું જ ભોગવવાનો છું. આમ દ્રિપાંખી વિચારણાથી સમતા ટકે છે. નહિ તો વ્યાકુળતા થશે કે સૌ સુખમાં જ સગાં છે. દુઃખમાં કોઈ ભાગ પડાવતું નથી. આખો સંસાર સૌના પુણ્ય-પાપને અનુસરે છે. વાસ્તવમાં જિનશાસનમાં જીવ એકાંતે એકલો કે પરાયો નથી. અન્યોન્ય સંયોગોને આધીન સંબંધ થાય છે. સ્વાર્થને કારણે પરને એકાંતે પરાયા માનવાથી માનવ માનવતા રહિત બને છે. સ્નેહ અને લાગણીના દુકાળમાં જીવતો હોય છે. પરિણામે એવા જીવનમાં ધર્મ સંસ્કારનું બીજ પડતું નથી. પરને સ્વતુલ્ય માનવાથી ધર્મ સંસ્કારનું બીજ પડે છે. સર્વ જીવે પ્રત્યે આત્મદષ્ટિ રાખ્યા વિના આત્મા કદી ચિત્તશાંતિ કે સમાધિભાવ પામી શકતો નથી. આવા સમાધિભાવ માટે વૈરાગ્ય, વિશ્વમૈત્રી અને સમ્યજ્ઞાનાદિની આવશ્યકતા છે. જ્યાં સુધી ચિત્તમાં રાગાદિભાવ છે ત્યાં સુધી જીવ સમતામાં આવી શકતો નથી. વૈરાગ્યભાવ સમતાનો પર્યાયવાચી શબ્દ છે. જે વિશ્વમાં તારી નિરંતર યાત્રા થઈ રહી છે, તે વિશ્વના સર્વ જીવો પ્રત્યે મૈત્રી રાખવી તે માનવીનું કર્તવ્ય છે. આવી સર્વિચારણા સમ્યગૃજ્ઞાન વગર સંભવ નથી. મનુષ્યભવ ઉત્કૃષ્ટ છે તો ત્યાં કાર્ય પણ ઉત્કૃષ્ટ થવું જોઈએ. અને તે કાર્ય એટલે રાગાદિને દૂર કરવાનો બળવાન પુરુષાર્થ જોઈએ. સાધકને નિરંતર સ્મૃતિ ટકવી જોઈએ કે રાગાદિ દૂર કરવા જેવા છે. તેના વડે મનમંદિર દૂષિત થાય છે. મલિન ગૃહ, વસ્ત્ર, પાત્ર આદિ આપણને નાપસંદ છે, તેથી તેનો સંગ્રહ કરતા નથી તેમ રાગાદિ મારું અહિત કરનારા છે તેનો સંગ્રહ ન કરાય. રાગાદિ ઘણા પુરાણા છે, કેવળ વિચાર કરવાથી તે જતા નથી. વીતરાગ પરમાત્માની પૂજા, પ્રાર્થના કે ભક્તિ વડે તેને નાથી શકાય તેવા છે. વીતરાગ પરમાત્માની સ્નેહ અને સ્મૃતિ જો તીવ્ર બને, બનાવીએ તો રાગાદિ દૂર થાય. રાગાદિ જ દુઃખના કારણ છે, તે દૂર કરવા જોઈએ તેવી સમ્યગૂ શ્રદ્ધા સમ્યગૂજ્ઞાનને પરિણમાવે છે. અને તે જ્ઞાન વીતરાગતા પ્રત્યે ઝૂકે છે. રાગાદિ દૂર કરવાનો આ જ ઉપાય છે. આત્મરુચિ કે આત્મનિષ્ઠાથી વીતરાગની ભક્તિમાં ટકી શકશે. સામાયિકલોગ - ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ આત્મનિષ્ઠા સ્વયં રાગાદિ રહિત ભાવ છે. આત્મનિષ્ઠા પ્રકાશમય છે. બહારના વિશ્વમાં જેમ અંધકાર અને અજવાળાનો ક્રમ છે, તેવું જીવનમાં છે. અજ્ઞાન તે અંધકાર છે. જ્ઞાન તે પ્રકાશ છે. રાગ-દ્વેષના અભાવરૂપ આત્માના મધ્યસ્થ પરિણામરૂપ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ગુણોનો લાભ તે સ્વયં સામાયિક છે. જેમ જેમ સમપરિણામ વૃદ્ધિ પામે છે, તેમ તેમ જ્ઞાનાદિ ગુણો વૃદ્ધિ પામે છે. આત્મશક્તિને પ્રગટ કરનાર, રાગદ્વેષથી મધ્યસ્થ રાખનાર નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, સમ્યગુશ્રદ્ધાનો સ્પર્શ કરાવનાર, સર્વ જીવરાશિ પ્રત્યે સમત્વની પ્રતિષ્ઠા કરાવનાર, દુર્ગતિને નિવારનાર, મુક્તિ સુધીની યાત્રાનો સાથી બે ઘડીનું શુદ્ધ સામાયિક છે. સમતા એ જનનીનો એવો ખોળો છે જ્યાં કેવળ વાત્સલ્ય અને રક્ષણ છે. બે ઘડીના સામાયિકથી માંડી યથાખ્યાત ચારિત્ર સુધી પહોંચાડી, પરમ વીતરાગતા પ્રગટ કરનાર. અંતે કેવળજ્ઞાન પ્રગટ કરી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ થવાના મૂળમાં સામાયિક છે. સામાયિકનું અનુષ્ઠાન સીમાબદ્ધ નથી. તેથી જ અસીમ એવા ચૈતન્યની સ્પર્શનાનું સાધન મનાયું છે. એ ઉપરાંત સામાયિક જ આત્મા કહેવાય છે. ગમે તે મિથ્યા માન્યતાનું સેવન કે આગ્રહ અનુચિત ક્રિયા થવી તે સામાયિકના વિધાનથી બહાર છે. સામાયિકની વિધિ કરવાનું માહાભ્ય તેનાં સૂત્રો સૂચવે છે. સૂત્રોમાં સમગ્ર વિશ્વ પ્રત્યેનો અભાવ અને આત્મ સ્વભાવને પ્રગટ કરનારા અર્થો ભર્યા છે. આ બે ઘડીનું શુદ્ધ સામાયિક જીવના અનાદિકાળના થયેલા પરિભ્રમણનો છેદ કરે છે, ભાવિ ભવભ્રમણ ટળે છે. જેના દર્શનની કેટલીક વિશિષ્ટતામાં આ એક વિશિષ્ટતા છે. જેમાં આવાં વિધાનોનું સર્જન છે. માટે ગીતાર્થજનો કહે છે તું જો સમભાવ વડે સ્વરૂપમાં સંતુષ્ટ છું તો સમગ્ર સૃષ્ટિ તારા પ્રત્યે સંતુષ્ટ છે. માટે જનસમૂહને તુષ્ટ કરવાનું જવા દે અને તારી જાતને સમતામાં સ્થિર કર. કારણ કે ગતને રૂડું દેખાડવા તું પૂરી જિંદગી ખર્ચે તો પણ અસારમાં ઊભેલો જનસમૂહ ખુશ થવાનો નથી. માટે આ એક ભવ હવે તું સ્વયે તારામાં જ સંતુષ્ટ થા. જેથી તારું શુદ્ધ સ્વરૂપ જ વિશ્વ વ્યાપક થઈ વિશ્વકલ્યાણનું નિમિત્ત બનશે. ૧૬ ૮ ભવાંતનો ઉપાય : Page #32 -------------------------------------------------------------------------- ________________ યદિ સ્તં સામ્ય સંતુષ્ટો વિશ્વ તુષ્ટ તદા તવઃ તલ્લોકસ્યાનું નૃત્યા, કિં સ્વમેવૈક સમં કુરુ.' સામાયિક એટલે સમભાવ પિરણામ, આવા અચિંત્ય મહિમાવાન શુદ્ધ પરિણામની પ્રાપ્તિ માટે સર્વ સાવધ-હિંસાત્મક પાપવ્યાપારનો ત્યાગ કરી, વળી નિર્દોષ – નિરવધે સુકૃત્ય-યોગોનું સેવન કરવું જરૂરી છે. સમભાવનો આચાર મૈત્રી આદિ ભાવનાને ધા૨ણ કે સેવન કરીને થાય છે. સાધકમાં જ્યારે વેર જેવા ભાવ કે સંસ્કાર નષ્ટ થાય છે ત્યારે મૈત્રી આદિ ભાવો સક્રિયપણે ધારણ થાય છે. એટલે સામાયિક કેવળ બે ઘડીની વિધિ માત્ર નથી પરંતુ નિર્દોષ અને નિષ્પાપ જીવનની પ્રતિજ્ઞા છે. જે જિનાજ્ઞાનું અનુસરણ છે. પ્રજ્ઞાવંત સાધકો તેવા નિરવધ જીવનના સ્વામી છે. મન, વચન અને કાયા નિરંતર ક્રિયાશીલ હોય છે. તે ક્રિયા જો સ્વરૂપ લક્ષવાળી હોય તો ગુણકારી ગણાય છે. પરંતુ જો સ્વરૂપથી વિમુખ અને વિષય વિકાર, વિભાવની સન્મુખ હોય તો બાધક છે, અહિતકારી છે. તેથી ગુણકારી ક્રિયા આદરવા યોગ્ય છે. અને અગુણકારી ક્રિયા ત્યજવા યોગ્ય છે. અજ્ઞાનવશ જીવનો સ્વભાવ અન્યના સંબંધમાં આકર્ષિત થાય છે. તેથી તે વિભાવદશામાં પ્રવૃત્ત થાય છે, એવા અવળા પરિણામી જીવસ્વભાવને સ્વભાવ સન્મુખ કરવા આત્મલક્ષયુક્ત તે યોગોની સક્રિયા આવશ્યક છે. અજ્ઞાન અને મોહનું યુગલ જીવને મૂંઝવે છે અજ્ઞાન અને મોહને જાણે તે જ્ઞાની છે. અજ્ઞાન અને મોહને મૂળમાંથી કાઢવાનો પ્રયાસ કરે તે સાધક યોગી છે. અજ્ઞાન અને મોહનો સંપૂર્ણપણે નાશ કરે તે અનુભવી છે. સર્વશ છે. સંસાર, સંસારરૂપી ઉન્માર્ગ અને સાંસારિક સંબંધો કે સાધનો વડે જીવનો વૈભાવિક ભાવ પરિવર્તન પામતો નથી. તે માટે મુક્તિ, મુક્તિરૂપી સન્માર્ગ અને મુક્તિમાર્ગના મહાત્માઓનો પિરચય જરૂરી છે. તેઓના સમાગમમાં તત્ત્વરુચિ, તાત્ત્વિક અભ્યાસની આવશ્યકતા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના સ્વગુણનો પુરુષાર્થ દઢપણે કરવો જરૂરી છે. સામાયિકયોગ * ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪. સામાયિક માત્ર ક્રિયા નથી સાધના છે. જેઓ વ્યવહારની સપાટીથી ઊંચે વિરાજે છે. તેઓ દરેક વસ્તુની તુલના તત્ત્વથી કરે છે. ગીતાર્થજનોએ સામાયિકને આત્મા કહ્યો છે. “આયા ખલુ સામાઈયે” અર્થાત્ આત્મસ્વરૂપમાં રહેવું તે સામાયિક છે. તેમાં જ તલ્લીન થવું તે નિશ્ચયથી સામાયિક છે. સામાયિકની વિધિ, ક્રિયાઓ, સ્વરૂપ પ્રત્યે લઈ જનારા તમામ નિમિત્તો વ્યવહાર સામાયિક છે. સાધુનું પૂરું જીવન જ સામાયિક છે. શ્રાવકધર્મમાં તે બાર વ્રત પૈકી નવમું વ્રત છે. અને શિક્ષાવ્રતમાં પ્રથમ છે. આ સામાયિક માત્ર ક્રિયા નથી પરંતુ ઉચ્ચ કોટિની સાધના છે. સમતારૂપ સાધના તે યૌગિક ક્રિયા છે. કારણ કે સમતાયુક્ત પરિણામની શુદ્ધિ તે મોક્ષમાર્ગમાં જોડનારી પરિણતિ છે. * સામાયિક મોક્ષમાર્ગમાં જોડનાર ધર્મમય પરિણતિ છે. સામાયિક એવું ઉચ્ચ કોટિનું અનુષ્ઠાન છે કે તે સમ્યગ્રજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગૂ ચારિત્રનું કારણ છે. * સામાયિક કુશલ અનુષ્ઠાન છે. * સામાયિકનું સમત્વ ચિત્તના સંકલેશ પરિણામોનો વિરોધ કરનારું ઉત્તમ સાધન છે. સામાયિકના સાધકને સામાયિકમાં અનશન સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, જેવા તપ અંતર્ગત હોય છે. એ સામાયિકના ચાર પ્રકાર છે. * શ્રુત સામાયિક * સમ્યકત્વ સામાયિક દેશવિરતિ સામાયિક * સર્વવિરતિ સામાયિક આ ચાર સામાયિકની વિશાળતા છે, સાધક શક્તિ, સમય, પરિણામ પ્રમાણે સામાયિકમાં રહી શકે છે. આ સામાયિક જો સાધ્ય થાય તો તે દેહમાં શ્વાસના જેવું સ્થાન લે છે. દેહ અંતસમયે શ્વાસથી જીવતો જણાય છે તેમ યોગી સાધક સમતા વડે આત્મસ્વરૂપમય જણાય છે. આત્માને નિર્મળ પરિણતિમાં ૧૮ જ ભવાંતનો ઉપાય : Page #34 -------------------------------------------------------------------------- ________________ જોડવાનો અભ્યાસ તે સામાયિક યોગ છે. સર્વજીવમાં સમાનભાવના કેળવવાનો અભ્યાસ છે. સામાયિક ચારિત્રધર્મનું સૂચક છે. દેવાધિદેવ અરિહંત પરમાત્મામાં સંપૂર્ણ ચારિત્ર નિહિત છે. ગુરુતત્ત્વમાં સર્વવિરતિ ચારિત્ર, શ્રાવકમાં દેશવિરતિ ચારિત્ર છે. ધર્મ તો સ્વયમેવ સામાયિક સ્વરૂપ છે. શ્રુત સામાયિક : અમુક સમય સુધી શાસ્ત્રપાઠ ભણવાનો નિયમ શાસ્ત્રવાચન કે શાસ્ત્રબોધ પણ તેમાં સમાય છે. શાસ્ત્ર પ્રત્યક્ષ સદ્દગુરુ ન હોય ત્યારે સાધકને બોધરૂપ આધાર છે. લાભ-અલાભ, માન-અપમાન, રાગદ્વેષ જેવા ઢંઢોમાં સમભાવમાં રહેવું તે શ્રુત સામાયિક છે, શ્રુતજ્ઞાન દ્વારા ક્રિયામાં અપ્રમતતા તે સામાયિક છે. સમ્યક્ત્વ સામાયિક : આત્માના શ્રદ્ધા ગુણની શુદ્ધિ છે. ચૈતન્યમાત્ર પ્રત્યે સમાનભાવ, રાગદ્વેષ રહિત શુદ્ધિ, જિનવચનની અપૂર્વ શ્રદ્ધા, વિકલ્પ રહિત ભક્તિ અને આજ્ઞાપાલન જેવા પ્રકારો સમ્યક્ત્વ સામાયિકમાં જાય છે. દેશવિરતિ સામાયિક : અર્થાત્ શ્રાવકાચારમાં આવતું નવમું વ્રત અથવા ગૃહસ્થજીવનમાં જે બે ઘડી - ૪૮ મિનિટનું સાવદ્યપાપના ત્યાગરૂપ નિયમ પચ્ચખાણ તે સામાયિક છે. આ સામાયિકમાં શ્રાવક સાધુની જેમ સમય ગાળે છે. અર્થાત્ હિંસાદિ પાપવ્યાપારોને સ્થૂલપણે ત્યજે છે. આવો અભ્યાસ વારંવાર થવાથી જીવમાં સર્વવિરતિના ભાવની દઢતા આવે છે. સર્વવિરતિ સામાયિક : સંસારનો ત્યાગ કરીને જે અણગાર બન્યા છે તેમને જીવનપર્યત આ સામાયિક હોય છે. તેમાં નિરવ યોગોનું પાલન પ્રતિજ્ઞારૂપ છે. જીવમાત્ર પ્રત્યે સમભાવ, સર્વજીવની રક્ષારૂપ ઉપયોગ તે સર્વવિરતિનું સામાયિક છે. શુદ્ધ આંતરપરિણતિ પ્રત્યે સતતું જાગૃતિ તે મુનિનું સામાયિક છે. ગૃહસ્થ રોજે શક્ય તેટલીવાર બે ઘડીનું શુદ્ધ સામાયિક કરે તો તેની ચિત્તવૃત્તિઓ શાંત થાય છે; સ્વાધ્યાયાદિનો લાભ મળે છે. મધ્યસ્થભાવના કેળવાય છે. આવા ઉત્કૃષ્ટ અમૃત ક્રિયાના પ્રયોજક શ્રી તીર્થકર દેવો છે, તેને સૂત્રબદ્ધ કરનાર શ્રી ગણધર ભગવંતો છે. આ જીવન તેનું પાલન કરનાર અને વિધિવત્ નિર્માણ કરનાર મુનિશ્વરો છે. સમયની મર્યાદામાં પાલન કરનાર ગૃહસ્થ છે. સામાયિક્યોગ * ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ સુશ્રાવક, સુશ્રાવિકાઓ છે. જેમ ગ્રીષ્મઋતુમાં મુસાફરને માર્ગમાં વૃક્ષની છાયા શીતળતા આપે છે, તેમ સંસારથી સંતપ્ત ગૃહસ્થને બે ઘડીનું શુભભાવકપૂર્વકનું સામાયિક સમતા આપે છે. આત્માનો આંતરિક પ્રકાશ પ્રગટ થતાં અજ્ઞાનમય અંધકાર દૂર થાય છે. અધ્યાત્મમાર્ગમાં આરૂઢ થવા સન્મિત્ર છે. સમાધિ દશાનું બળવાન કારણ છે માટે “બહુ સો સામાયિઇ કુજ્જા'' સામાયિકની ત્રીજી પ્રતિમામાં સૂચવ્યું છે કે પ્રમાદ વર્જીને સવાર-સાંજ ઉભયકાળ સામાયિક અવશ્ય કરવું. સામાયિકની વિશદતા અને વિવિધતા સામાયિકનો ફક્ત સામ શબ્દ જ અનેક ઉત્તમ પરિણામને પ્રગટ કરે છે. મૈત્રી આદિભાવોથી ભરપૂર એનું સામર્થ્ય છે. શ્રી આચારંગ સૂત્રમાં તેનું માહાત્મ્ય બતાવ્યું છે કે “સમસ્ત જીવરાશિને આત્મવત્ માનીને તેની રક્ષા કરવી જોઈએ. કોઈને પણ દુ:ખ થાય નહિ તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. કારણ કે સર્વ જીવોની રક્ષા દ્વારા સંયમની સુરક્ષા થાય છે, અને સંયમની રક્ષા વડે સ્વાત્માની રક્ષા થાય છે. તેથી સમસ્ત જીવો પ્રતિ મૈત્રી ભાવ વડે તેમની હિંસાનો ત્યાગ કરવો. તે સર્વેને પૂર્ણ પણે અભય કરવા, તેમાં આત્માને પણ અભયની પ્રાપ્તિ થાય છે.” જોકે સમસ્ત જીવો પ્રત્યે સમતાના પરિણામ છદ્મસ્થ-ગૃહસ્થને માટે સંભવ નથી. તો પણ શક્ય તેટલી હિંસા ત્યાગ અને અહિંસાનું સેવન કરવું જોઈએ. આ સામાયિક વિશાળતા અને વિવિધતાથી ભરપૂર છે. અર્થાત સામાયિકમાં શું નથી ? ધર્મનાં સર્વ અવલંબનો, આરાધના, અનુષ્ઠાનો તેમાં સમાય છે. * સામાયિક રત્નત્રયરૂપ છે. * શ્રુત સામાયિક : સમ્યાન સ્વરૂપ છે. * સમ્યક્ત્વ સામાયિક : સમ્યગ્દર્શન સ્વરૂપ છે. * સર્વવિરતિ સામાયિક : સભ્યચારિત્ર્ય સ્વરૂપ છે. સામાયિક અપેક્ષાએ તત્ત્વત્રય છે. ૨૦ દેવતત્ત્વ: અરિહંત પરમાત્મા સંપૂર્ણ શુદ્ધ ચારિત્રયુક્ત છે. ગુરુતત્ત્વઃ ગુરુજનો સર્વવિરતિ ચારિત્રયુક્ત છે. ભવાંતનો ઉપાય ઃ Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મતત્ત્વઃ ધર્મ સમતારૂપ સ્વભાવથી સ્વયં સામાયિક સ્વરૂપ છે. આ તત્ત્વત્રય છે. * સામાયિક પંચ પરમેષ્ઠીનું દ્યોતક છે. તત્ત્વત્રયીથી જોતાં દેવતત્ત્વમાં અરિહંત અને સિદ્ધ છે. ગુરુતત્ત્વમાં જોતાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ નિહિત છે. ધર્મ તત્ત્વથી જોતાં ધર્મ મંગલ સ્વરૂપ અને જ્ઞાનાદિ ચા૨ પ્રકારે છે. * સામાયિકમાં છ આવશ્યક : સામાઇયું : સામાયિક કરેમિભંતે : પ્રભુસ્તૃતિ - ચઉવિસથ્થો. તસભંતે : ગુરુવંદન પડિક્કમામિ-પ્રતિક્રમણ અપ્પાણં વોસિરામિ - કાયોત્સર્ગ સાવજ્જે જોગં પચ્ચખ્ખામિ : પચ્ચખ્ખાણ. સામાયિકમાં આરાધનત્રય : કરેમિ સામાઈયં = સુકૃતની અનુમોદના. પડિક્કમામિ, નિંદામિ, રિહામી = દુષ્કૃત્યની નિંદા ભંતે = દેવગુરુની શરણાગતિ. * સામાયિકમાં પાંચ મહાવ્રત સમણો ઇવ સાવઓ હવઇ જન્મ્યા. સામાયિક કરતી વખતે શ્રાવક સાધુ જેવો છે, અર્થાત પંચમહાવ્રતધારીની જેમ સાવદ્યપાપનો ત્યાગી અને નિરવધયોગોના સેવનવાળો છે. * સામાયિકમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિની સાધના થાય છે. શ્રાવક સામાયિકમાં હોય ત્યારે યત્નાપૂર્વક સર્વ વિધિ કરે છે, મન વચન કાયાના યોગો પાપવ્યાપારથી નિવૃત્તિ હોવાથી ગુપ્તિનો ધારક છે . * સામાયિકમાં જિનાજ્ઞા આશ્રવનો ત્યાગ અને સંવરનો સ્વીકાર એ જિનાજ્ઞા છે. * મૈત્રી આદિ ભાવનામાં સામાયિક મૈત્રી, પ્રમોદ, કરુણા, મધ્યસ્થ ભાવના જેના ચિત્તમાં ધા૨ણ થઈ છે તે સામાયિકયોગ * ૨૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની જીવ માત્ર પ્રત્યે સમતાયુક્ત હોય છે, તેવું સમભાવનું સામાયિક છે. * અહિંસા આદિમાં સામાયિક. દ્રવ્ય અને ભાવથી અહિંસાનું પૂર્ણતયા પાલન કરનારનું ચિત્ત નિર્મળ હોય છે. નિર્મળતા આત્મજ્ઞાનને પ્રગટ કરે છે. આત્મજ્ઞાન સમભાવરૂપ હોવાથી તે સામાયિકરૂપ છે. અનિત્યાદિ ભાવનામાં સામાયિક અનિત્યાદિ ભાવનાના સેવનથી આત્મામાં વૈરાગ્ય ભાવના દૃઢ થાય છે. વૈરાગ્યવાન જીવમાત્ર માટે અભયદાતા છે. સર્વ જીવો પ્રત્યે સામ્યભાવયુક્ત છે, તેથી તે ભાવના સામાયિકના પરિણામને સહાયક છે. - ક્ષમાદિ દસ ધર્મમાં સામાયિક ક્ષમાદિ દસ ધમાં યતિધર્મો છે. મુનિના પ્રાણ છે. મુનિ દેહ જતો કરે પણ અન્ય જીવને હાનિ ન કરે, એવો સમભાવ તે સામાયિક છે. | મુનિઓના બાવીસ પરિષહજય સ્વયં સમતાભાવનું જ લક્ષ્યાંક છે. જે સમતાભાવને સ્વાભાવિક બનાવે છે તેથી તે સામાયિક છે. માનવ બુદ્ધિમાન છતાં સંઘર્ષ કેમ ટાળી શકતો નથી ! માનવ જડ વસ્તુની સાથે અનુકૂળ થઈને વ્યવહાર કરે છે. ગરમ વસ્તુ સાધનથી ઉપાડે છે. ગરમ ધરતી પર જૂતા પહેરીને ચાલે છે. પરંતુ વ્યક્તિ સાથેના વ્યવહારમાં તે એમ કહે છે કે પુત્ર, મિત્ર, બંધુ સર્વે મને અનુકૂળ થઈને રહે. અરે ભાઈ ! વસ્તુના વ્યવહારમાં આવો કુશળ તું, વ્યક્તિના વ્યવહારમાં ભૂલ ખાઈ જાય છે. અનુકૂળ થતો નથી તેથી સંઘર્ષ થાય છે. અને આવી અનુકૂળતા કે પ્રતિકૂળતા દરેકની મનઃ સ્થિતિ ઉપર આધારિત છે. મિત્ર વગેરેએ આપણી વાતનો સ્વીકાર કર્યો તો તેઓ અનુકૂળ અને ન કર્યો તો પ્રતિકૂળ. જેમ વસ્તુઓના ઉપયોગમાં વસ્તુને અનુકૂળ વ્યવહાર કરે છે, તેમ વ્યક્તિ સાથે વ્યક્તિને અનુકૂળ વ્યવહાર થાય તો સંઘર્ષ ન રહે. કારેલાનું શાક ખાતાં કડવાશનો સ્વીકાર કરીએ છીએ એટલે ત્યારે | આપણે અકળાતા નથી. કે ગળપણની અપેક્ષા રાખતા નથી. તો પછી ક્રોધી, માની માયાવી કે લોભીને બદલી નાંખવાનો ક્રમ શા માટે ઇચ્છીએ છીએ ? ૨૨ : ભવાંતનો ઉપાય : Page #38 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) સામાયિક : વિશ્વવ્યાપી કલ્યાણનું દ્યોતક સામાયિક શ્રાવકાચારના બાર વ્રતમાં નવમું અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત છે. - શિક્ષા એટલે અભ્યાસ. - આત્માની નિર્મળતાનો અભ્યાસ. - પાપવૃત્તિઓના શમનનો અભ્યાસ. * સમસ્ત જીવો પ્રત્યે સમભાવ કેળવવાનો અભ્યાસ. - સાધુતા પ્રત્યે જવાનો અભ્યાસ. - સાધક એ રીતે સાધુ થાય છે. સર્વાગી સમતાને આચરીને સાધુ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે. શ્રાવક શક્ય તેટલી વાર બે ઘડીનું શુદ્ધ સામાયિક કરી આવો અભ્યાસ કરે તો તે સ્વયં શાંતવૃત્તિ અને શુદ્ધ દૃષ્ટિને પામે છે. વળી સામાયિક ધર્મની આરાધનાથી અભય અદ્વેષ અને અખેદ જેવા ગુણો પ્રગટ થાય છે. સર્વ જીવો પ્રત્યે સમભાવને કારણે અભય ગુણ વિકાસ પામે છે. જે અન્ય જીવને સુખ આપે છે તેને કોના તરફથી ભય હોય ? એ જ સમભાવ સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત બનાવે છે, અને એ સમભાવ ચિત્તની પ્રસન્નતા જાળવતો હોવાથી દરેક ક્રિયામાં જીવનો ઉત્સાહ ટકે છે, પરંતુ થાક કે ખેદ વર્તાતો નથી. મહર્ષિઓએ સામાયિકને આત્મા કહ્યો છે. અને આત્મા સ્વયં ભય દ્વેષ તથા ખેદ રહિત છે. તે દોષો પરાશ્રયી છે. આત્માના ગુણો સ્વાશ્રયી છે, તેથી અભય, અદ્વેષ અને અખેદ એ સામાયિકનાં પરિણામો છે. આત્મજ્ઞાની સદા નિર્ભય છે; અજ્ઞાનીને સ્વરૂપના અજ્ઞાનથી, સંશયથી, વિપર્યયથી મૃત્યુની ભ્રાંતિ છે. તેથી ભયભીત છે. સ્વરૂપના લક્ષ્યથી સર્વજીવ પ્રત્યે સામ્યભાવ હોવાથી જીવને અદ્વેષ છે. વળી આત્મા આત્મપરિણામે ટકે છે ત્યારે તે સમાધિને પામે છે તેથી અખેદ છે. આત્મામાં સમષ્ટિ પ્રત્યે વિશાળ દૃષ્ટિનું પ્રગટીકરણ સામાયિકના ભાવથી પ્રગટે છે. સ્વાર્થનાં સગપણ ટળે છે. સર્વત્ર આત્મીયતાનો અનુભવ થાય છે. સ્વહિત કે સ્વસંરક્ષણની સંકુચિત વૃત્તિ નહિ પણ સર્વહિતાય અને સર્વના સામાયિકયોગ * ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણનો ભાવ સામાયિકના પ્રયોગથી કેળવાય છે. વિશ્વના જીવો સાથે સંકેલશ પરિણામ હોય હિતની ઉપેક્ષા હોય તો જીવ સામાયિક વડે સમભાવને સાધી શકતો નથી. ગમે તેટલા જાપ કરે તો પણ કઠણ કમને, ઘાતી કર્મના પહાડોને તોડી શકતો નથી. અપૂર્વ વિર્ષોલ્લાસ કે નિર્મળ અધ્યવસાય વડે કઠણ કર્મો નાશ પામે છે. તેવા અધ્યવસાય વિશાળ ભાવના વગર સંભવ નથી. આવું તાત્ત્વિક સામાયિકરૂપી સાધન એક માનવભવમાં પ્રાપ્ત છે, તેથી માનવભવ દુર્લભ મનાયો છે. એ દુર્લભતાને ટકાવવી અને ક્ષુદ્રતામાં ન જવા દેવાની પૂરેપૂરી જાગૃતિ રાખવી. તે દુર્લભ એવા માનવભવની સાર્થકતા છે. - આ સામાયિક ધર્મ બે ઘડીથી શરૂ થાય છે અને જીવનભરનું બને છે, તેમાં કેવળ સામાયિકની સર્વ અવસ્થાઓને જીવંત રાખવી તે સાર્થકતા છે. તે અવસ્થાઓ છે, સમત્વ, મધ્યસ્થતા, પરહિતચિંતા, સર્વ સંરક્ષણભાવ, સમભાવ, આત્મતુલ્ય મનોવૃત્તિ, પરમ સમતા, ઉદાસીનતા, નિર્વિકલ્પતા, સંકલેશ રહિત સમાધિભાવ વગેરે. તાત્ત્વિક સમતા એ સામાયિકનો પ્રાણ છે. સર્વાત્મમાં સમદષ્ટિ, સ્વાત્મા પરમાત્મ સ્વરૂપ છે તે શ્રદ્ધા, આવું યથાર્થ દર્શન જ સુષુપ્ત ચેતનને જાગૃત કરે છે, તેમાંથી તાત્ત્વિક સમતા જન્મે છે. જીવમાત્રમાં મોક્ષના કારણભૂત જ્ઞાનદર્શનાદિ ઢંકાઈને રહેલા છે, તેવી ભાવના વડે જીવમાં તે ગુણો પરિપક્વ થાય છે. અને આત્મજ્ઞાન પ્રગટ થવામાં સહાયક થાય છે. જીવો પ્રત્યે મૈત્રીભાવ અને પુદ્ગલ પ્રત્યે મધ્યસ્થ ભાવ રાગાદિને શમાવે છે. વિષયાભિલાષ નબળા પડે છે. કષાયો ઘટે છે, પ્રમાદ શમે છે. યોગો શુભમાં પ્રવર્તે છે. આમ સમત્વ પેદા થાય છે. માનવજન્મ ધારણ કરીને પોતાના સુખ માટે ઘણાનું ઋણ લીધું છે. તે ચૂકવવા માટે સર્વ જીવોના હિતની ચિંતા છે. અન્યને દીધેલા દુઃખનું પ્રાયશ્ચિત્ત છે આ ભાવમાં દઢતા સેવવી તે સમ્યક્ત્વ છે, એ સામાયિકનું અંગ છે. સામાયિક ધર્મમાં આવી વિશાળતા છે, જેમાં વિશ્વવ્યાપી સદ્ભાવ થવાનું સામર્થ્ય છે. "પ્રતિપદ્યા શુભ શમન, નિશ્રેયસ્સાધક શ્રમણ લિંગમ, કૃત સામાયિક કર્મા પ્રતાનિ વિધિવત સમારોપ્યા” ૨૪ જ ભવાંતનો ઉપાય : Page #40 -------------------------------------------------------------------------- ________________ જન્મ જરા અને મરણથી પીડાતા જગતને અશરણ અને નિઃસાર જોઈને એ મેધાવી પુરુષે વિશાળ રાજ્ય સુખનો ત્યાગ કરીને શાંતિને માટે પ્રવજ્યા ગ્રહણ કરી. તે વખતે તેમણે અશુભને શમાવનારો કલ્યાણમાર્ગનો સાધક એવો શ્રમણનો વેષ ધારણ કર્યો, તથા સામાયિક કર્મનો સ્વીકાર કરીને વ્રતોને વિધિ પુરઃસર સ્વીકાર્યા. તાત્પર્ય કે પ્રભુ શ્રી મહાવીરે સંસારનો ત્યાગ કરીને આત્મકલ્યાણ સાધવા માટે જે ક્રિયાનો આશ્રય લીધો હતો, તે સામાયિકની ક્રિયા હતી, અને તેની સિદ્ધિ વડે જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. નિરવધ યોગોનું સેવન એટલે પાંચ મહાવ્રત વડે સંવર આરાધના છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તો સંવરની આ ક્રિયાઓ વિચાર, વાણી અને વર્તનને સુધારનારી છે. મનુષ્યમાં રહેલી અધમવૃત્તિઓને નષ્ટ કરનારી છે. સમતા દુઃખોને દૂર કરે છે. અંતમાં મોક્ષના સુખ પહેલા જ પ્રશમરસનું સુખ પ્રાપ્ત કરાવે છે. સંવરનું યથાર્થ આરાધન તે સામાયિક આત્મકલ્યાણનું કારણ છે. સામાયિકમાં રમણતા કેવી હોય ? હું સામાયિક કરું છું? હા, હું સમભાવમાં રહું છું. હું સામાયિક કરું છું ? હા, હું મૈત્રીભાવમાં છું. હું સામાયિકમાં છું ? હા, સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગી છું. હું સામાયિકમાં છું ? હા, મારી ચિત્તવૃત્તિઓ શાંત છે. હું સામાયિકમાં છું ? હા, સર્વ ભાવ પ્રત્યે ઉદાસીન છું. હું સામાયિકમાં છું ! પ્રમાદ રહિત છું. હું સામાયિકમાં છું ? વિશ્વના પ્રાણીમાત્ર સુખી હો. હું સામાયિકમાં છું ? હું સ્વરૂપમાં રમણ કરું છું. હું સામાયિકમાં છું ? રાગદ્વેષ પ્રત્યે મધ્યસ્થ છું. હું સામાયિકમાં છું? સમા મારો ધર્મ છે. સામાયિકયોગ * ૨૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ સામાયિક = શૂન્યથી પૂર્ણનું સર્જન વાસ્તવમાં જીવ એકલો નથી. પરંતુ પોતાનામાં રહેલું અહંમ તેને એકલતાની વ્યથા ઊભી કરે છે. સૂના પડેલા એવા જીવનમાં તું પરમાત્માને પ્રવેશ કરાવી દે, તો તારી એકલતાની પીડા શમી જશે. ધર્મસત્તાના સર્વોપર અરિહંત પરમાત્મા છે. તેમને તારા જીવનના સખા બનાવી દે. કુટુંબના વડીલ બનાવી દે. તેમની સલાહ પ્રમાણે ચાલવાનો નિર્ધાર કરી લે. શુભભાવનાથી હૃદયને ભરીને તું તેમની પાસે માંગ. તેમનું અસ્તિત્વ તારી જૂઠી માંગને નકારી કાઢશે અને સત્ને બંધાવશે. છતાં તને કંઈ ઓછું પડે તો ક્યાંય રોદણાં ન રોતો, સર્વેસર્વા અરિહંત પાસે રડવાથી રડવાનું બંધ થશે. અને જો તને એમ કરતાં આનંદ આવે તો નાચી ઊઠજે. પ્રભુને શુદ્ધ હૃદય આપવાનું કાર્ય સામાયિકના સાધકથી બને છે. જો સામાયિક ન થાય તો તે પ્રમાદ છે. જે ભવ દુ:ખનું કારણ છે. અજ્ઞાન છે તો પણ જપો અરિહંતને જપો. મન ભરીને જપો. અને શૂનકા૨થી મુક્ત થાય. અહંમના ભારને ત્યજીને હળવા બનો તો જીવન રસમય મુધર બનશે. અહંમથી જીવન ખીલતું નથી પણ શૂનકાર વ્યાપે છે. મનુષ્ય પોતાની જ અસત્ કલ્પનાઓથી પીડા પામે છે. જીવનમાં ગૂંચ પાડે છે, ગાંઠો બાંધે છે. તેથી જીવનમાં પ્રેમ કે નિર્દોષતા ટકતા નથી. કાં તો કોઈની સાથે ગૂંચ પડે છે, ક્યાં ગાંઠ બંધાય છે. કેમ જાણે જીવન એને માટે મળ્યું હોય ? ગાંઠવાળો દોરો સોયમાં પરોવાતો નથી, તો પછી ગાંઠવાળું મન પ્રભુમાં કેમ પરોવાશે ? ચિત્તની સ્વસ્થતા વગર આ ગૂંચ કેમ ઊકલશે, ગાંઠ કેમ છૂટશે ? શરીરમાં ક્યાંય ગાંઠ દેખાય ત્યારે કેવો ગભરાય ? શસ્ત્ર વડે કપાવવા તૈયાર થાય ને ? ભાઈ મનની ગાંઠ શરીરની ગાંઠ કરતાં ખતરનાક છે. તેને બોધના શસ્ત્ર દ્વારા કપાવી નાંખ. સામી વ્યક્તિના દોષને લક્ષમાં લઈને ગાંઠ ન બાંધીશ. તેના નાના સરખા ગુણને જોઈને પુત્રવત્ ભાવ કજે તો ગાંઠ નહિ બંધાય. અન્યના દોષને કાઢવાની પીડા અને શ્રમ ત્યજીને તું તારા હ્રદયને પ્રેમથી ભરી દે, અને તેને જ કાર્ય કરવા દે, પછી તને સફળતા જ મળશે. ૨૬ ભવાંતનો ઉપાય ઃ Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રવાસે જવા ઘરની બહાર નીકળવું પડે છે. પ્રેમ-મૈત્રીની યાત્રામાં પરમાંથી અંદરમાં જવાનું છે. આત્મા વગરનું શરીર શબ કહેવાય ગંધાવા માંડે, એ જ પ્રમાણે ગુણ વગરનું જીવન પણ શબવ-પશુવત્ કહેવાય, વાસનાઓથી ગંધાય. પરંતુ સંસારીપણામાં દેહનો અધ્યાસ જીવને શરીરના ધર્મથી સભાન રાખે છે, જો જીવન આત્માને આધારે હોય તો આત્માનું અહિત થાય ત્યાં જીવ તરત જ સાવધાન થાય. જો જીવનમાં ગુણની કિમત નથી તો તને ગુણવાનોની કિંમત ક્યાંથી થશે? પછી તું અરિહંત અને સિદ્ધના ગુણ સુધી ક્યાંથી પહોંચશે? કાંટાળો માર્ગ છોડીને ભાઈ સરળ માર્ગ ગ્રહણ કર, તે ગુણગ્રાહકતાથી સંભવ છે. રાગી પર રાગ કેટલો જલદી થાય છે. કોઈને સૂચવવું પડતું નથી. વીતરાગી પર રાગ કરવાનું કેમ વિચારવું પડે છે? ઉત્તમ મનુષ્ય દેહ, સુખેથી ખાવા-પીવાનું પુણ્ય, પુણ્યયોગે ધર્મનો યોગ, આવું સુખ મળવા પાછળ અન્યનું લેણું આપણે માથે પડ્યું છે. બીજાનું આપણી પાસે જમા પડ્યું છે. આ જનમના આવા શુભયોગમાં નહિ ચૂકવીએ તો ક્યારે ચૂકવીશું ? દેવાદાર થઈને જવું તે સજ્જનતા છે શું ? વળી જતાં શું લઈ જવાનો? તારા જ પુણ્ય પાપના સંસ્કારોને ? * તું મરણથી બચવા ગમે તેવા જોષ જોવડાવે. કે રોગ મુક્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે. * ધન પ્રાપ્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે. - સંતાન તૃપ્તિ માટે ગમે તેવા જોષ જોવડાવે. પણ તે તો સર્વ તારા પૂર્વસંચિત કર્મ પર આધારિત છે. એટલે એટલું વિચારી રાખજે કે જન્મ જોષ જોયા વગર જ લેવો પડે છે. આવા નિરાધાર – અશરણ જીવનનો શૂનકાર ધર્મ વડે જ પૂરાય છે. ધર્મ જ રક્ષણ આપે છે. ભૂતકાળમાં બહારના હુમલાથી બચવા રાજાઓ કિલ્લાઓ ચણતા હતા. હવે બૉમ્બ પડવા માંડ્યા, એટલે ભોંયરા બનાવવા માંડ્યા પણ કાળનો બોમ્બ પડશે ત્યારે શું બનાવશો? કોનું શરણ લેશો? ત્યારે મૂંઝાવું તેના કરતાં વેળાસર ચેતી જવું અને ધર્મનું શરણ ગ્રહણ કરવું. ઘણી સાધનસામગ્રી છતાં, ચારે બાજુ ઘણા લોકોનો પરિચય છતાં જીવ કેમ મૂંઝાય છે ! એનું હૃદય રિક્ત કેમ છે ! તેને ભરવામાં શું ખૂટે છે ? કાચી સામાયિકયોગ * ૨૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ માટીના કોડિયામાં તેલ, દિવેટ'પુરાય અને જ્યોતની આંચ મળતાં પ્રકાશી ઊઠે છે. ભાઈ તારા આત્મામાં જ્ઞાન ક્રિયાનો યોગ છે તેમાં સદ્ગુરુના બોધરૂપી જ્યોતની આંચ આપે જીવનનો શૂનકાર ટળી જશે. તું સમષ્ટિને ચાહતો થઈ જઈશ. આવા શૂનકારને દૂર કરવાનું બળ સામાયિકવ્રતમાં પણ રહેલું છે. સામાયિક એટલે ઉપયોગની શુદ્ધિ. સાવદ્યયોગોનો પરિહાર. નિરવદ્યયોગનું સેવન. યોગ : મન, વચન, કાયા, જે પૌદ્ગલિક સાધનો છે. દેહમાં રહેલા આત્માને જ્યારે પુગલના સંયોગથી વિશેષ ફુરણા થાય છે, ત્યારે આ ત્રણે સાધનો યોગ કહેવાય છે. તેના દ્વારા જે પ્રવૃત્તિઓ થાય તેમાં પરિણામની શુભ કે અશુભ ધારા પ્રમાણે તે યોગો શુભ કે અશુભ ગણાય છે. એ યોગો જ્યારે સાંસારિક ભાવથી પ્રવર્તે ત્યારે સાવદ્ય ક્રિયા યુક્ત હોય છે. એ યોગો જ્યારે આત્મલક્ષ્યના હેતુમાં સહાયક થાય છે ત્યારે શુભયોગ ક્રિયાયુક્ત હોય છે તેથી શુભાશુભ આશ્રવ થાય છે. ઉપયોગ : આ યોગ સાથે આત્માનો ઉપયોગ જોડાય છે. વાસ્તવમાં જ્ઞાનસ્વરૂપ ઉપયોગ ક્રિયાદિને જાણે છે. પરંતુ મોહનીય કર્મયુક્ત ઉપયોગ તે તે યોગમાં જોડાય છે. ત્યારે તે ઉપયોગ શુભ કે અશુભપણે પ્રવર્તે છે. સામાયિક - સમભાવપણે પ્રવર્તતો ઉપયોગ ચારિત્રશુદ્ધિનું નિર્માણ કરતો યથાવાત ચારિત્રરૂપે પરિણમે છે ત્યારે પૂર્ણજ્ઞાનને પ્રગટ કરે છે, ત્યારે યોગોનું અસ્તિત્વ હોવા છતાં કષાયયુક્ત પરિણામ - ઉપયોગ ન હોવાથી ઈર્યાપથ આશ્રવ જ્ઞાનીને બંધન કરતા નથી. - – આમ યોગ શુભાશુભ આશ્રવનું કારણ છે. કાયા વાડ મન યોગ સ આશ્રવ:” – તત્ત્વાર્થાધિગમ સામાયિકની ફળશ્રુતિ યોગોનો વિરામ અને ઉપયોગની જાગૃતિ – શુદ્ધિ છે. પૂર્ણતાની યાત્રાનું મુખ્ય સાધન શુદ્ધોપયોગ છે. ભૂમિકા પ્રમાણે શુભભાવયુક્ત ભક્તિ સત્સંગ આદિ હોય છે. સમ્યગ્દષ્ટિ આત્મા જાણે છે કે અશુભરાગથી છૂટવા શુભરાગનું પ્રયોજન છે. તેનાથી સન્માર્ગે જવાની સ્કૂરણા થાય છે. પરંતુ મોક્ષમાર્ગનાં સાધનો તો સમ્યગ્દર્શન અને સમ્યગુ જ્ઞાન છે. સાથે ચારિત્રની પૂર્ણ શુદ્ધિ થતાં પૂર્ણ – કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મિથ્યાષ્ટિ ૨૮ ને ભવાંતનો ઉપાય : Page #44 -------------------------------------------------------------------------- ________________ અશુભરાગમાં સુખ માને છે. શુભરાગમાં ધર્મ માની ત્યાં જ અટકે છે. અગારી – વતી શ્રાવક માટે દાનાદિ, વ્રતાદિ, આવશ્યક ક્રિયાદિ, અશુભરાગથી દૂર રહેવાનો વ્યવહાર ધર્મ છે, અણગારી - સાધુજનો માટે સમિતિ-ગુપ્તિ, જ્ઞાનાચારાદિ, મહાવ્રતાદિ, અશુભરાગથી દૂર રહેવાનો વ્યવહારધર્મ છે. એ બંને શુભરાગ છે. અગારી કે અણગારી ભૂમિકા પ્રમાણે જેટલો અંતર્મુખ થઈ, આત્મલક્ષમાં રહી, શુદ્ધોપયોગમાં ટકે તેટલો ધર્મ છે, મોક્ષમાર્ગની આરાધના છે. શૂન્યથી પૂર્ણની યાત્રા છે. દર્દીને તાવ આવે ત્યારે તાવ દૂર કરવાની દવા કરતાં સવિશેષ તાવ દરમિયાન જે પીડા વેઠવી પડે છે તેને દૂર કરવા દેવાની જરૂર છે. તે પ્રમાણે જે ઉપયોગમાં સ્વરૂપના આનંદનું વદન હોવા છતાં દુઃખનું વેદન કરે છે. તે દુઃખને - વેદનને દૂર કરવા અને સ્વરૂપ આનંદને મેળવવા ધર્મની આવશ્યકતા છે. શુભરાગમાં અટકવું તે ધર્મની આરાધના નથી. શુભભાવનાનું અવલંબન લેવું તે ધર્મની દિશા તરફ જવા માટે છે. આખરે નિરાલંબન સ્થિતિને સાધ્ય કરવા શુદ્ધોપયોગની મુખ્યતા છે. આ સમ્યગૃષ્ટિ આત્માની શ્રદ્ધા છે. આ શ્રદ્ધાના આધાર પર તે ચારિત્રમોહનીયનો ક્ષય કરતો આત્મવિકાસમાં આગળ વધે છે. તે શૂન્યથી પૂર્ણતાને પામે છે. જો જીવ સન્માર્ગે છે તો યોગ એ દૈહિક છતાં પણ વરદાન છે. ઉપયોગ આત્મિક વરદાન છે. જો બંને સાવધ પ્રવૃત્તિમાં છે તો શ્રાપ છે. માટે દેવ ગુરુની કૃપા વડે બંને વરદાનની યથાર્થતાને સમજવી અને સન્માર્ગે જવા અથાગ પરિશ્રમ કરવો. જો તું યોગી બને તો જીવનને ઉપયોગી જરૂર બનાવજે. સનાતન સ્કુરિત એવા જ્ઞાનાદિ ઉપયોગથી જીવનને ભરી દે, તે શૂન્યથી પૂર્ણની યાત્રા છે. ___ . પરહિતની વૃત્તિ અને પ્રવૃત્તિમાં સ્વહિતનું સંવેદન થવું. એ સાધના શુદ્ધ રીતે થઈ રહી છે, એનું પ્રમાણ છે. મારા પ્રયત્ન સિવાય મને કોઈ સુખી કરી શકે નહિ, એવા એકાંતવાદમાં જીવરાશિની હિતચિંતા કરનારા | મહાન આત્માઓની અવગણના થાય છે, તેમ જ મહાન આત્માઓનું અસ્તિત્વ જ નથી, અને છે તો તેઓ પોતા સિવાય અન્યનું કંઈ શુભ ! કરી શકતા નથી. એવી મિથ્યા માન્યતાનું પોષણ થાય છે.” સામાયિકયોગ જ ૨૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ સમતારહિત : કણનું સુખ અને મણનું દુઃખ ? જો જીવનમાં સમભાવ નથી તો વિષમતાનું દુ:ખ જ છે. મરુભૂમિમાં ગ્રીષ્મઋતુમાં તાપથી તપ્ત કોણ નહિ હોય ? તેમ સંસારમાં સમભાવ રહિત વિષયજ્વરના દાહમાં કોણ તપ્ત નહિ હોય ? સાંસારિક એક કણના સુખ માટે મણનું દુઃખ શા માટે ઉત્પન્ન કરવું ? તે સમજવું જરૂરી છે. બીજી રીતે વિચારીએ તો સમભાવની એક શુદ્ધ પળ અનંત કર્મોનો ના કરી સુખનો માર્ગ ખોલી દે છે. પરંતુ મતિજ્ઞાનનો ઉપયોગ અજ્ઞાનરૂપે પ્રવર્તીને પુદ્ગલમાં ૨સ અને સ્થિતિનું નિર્માણ કરે છે ત્યારે એ પુદ્દગલ – કાર્રણ વર્ગણા આત્મપ્રદેશને આવરે છે. આત્મશક્તિરૂપ આત્મા જ સ્વયં વાઘ મટી બકરી બની જાય છે. એ કર્મબંધને અટકાવવા સામાયિકધર્મ છે. કર્મબંધનું કારણ મમત્વ છે, તે સમત્વ ભાવથી નષ્ટ થાય છે. સમત્વભાવ સામાયિકની નીપજ છે. એ ભાવની પ્રાપ્તિ માટે દ્રવ્ય સામાયિક બતાવ્યું છે. વિધિ સહિત કરેલું દ્રવ્ય સમાયિક સમત્વ ભાવમાં લઈ જાય છે. વળી સામાયિક ચારિત્રગુણની અવસ્થા છે દ્રવ્યથી ચારિત્ર નિયમ અને પ્રતિજ્ઞારૂપ છે. ભાવથી આત્મસ્વરૂપમાં નિરંતર રમણતારૂપ છે. સવિશેષ ભાવ સામાયિકનો મર્મ આત્મસ્વરૂપમાં નિર્વિકલ્પપણે ઉદાસીનપણે લીન થઈ રહેવું તે છે. આવું સામાયિક સકળ કર્મનો ક્ષય કરવાને સમર્થ છે. દ્રવ્ય સામાયિક બાહ્ય પ્રવૃત્તિરૂપ છે. ભાવસામાયિકમાં પ્રવૃત્તિથી નિવૃત્તિ છે. ગુપ્તિ છે. મન, વચન, કાયાના યોગોનું પ્રવર્તન આત્મલક્ષી હોય છે. તેથી આત્મગુણોનો વિકાસ થાય છે. ભાવ સામાયિકનું આવું રહસ્ય છે. તે સહજ શાંતિ અને સમતાને પ્રગટ કરનારું છે. સમતા જ સમતા. યોગીઓ માટે મોક્ષના સુખ કરતાં પણ પ્રશમરસની નિમગ્નતાનું સુખ પ્રત્યક્ષ છે. કણથી મણ જેવું નહિ પણ અધધધ.... સંસારી માટે કણનું સુખ અને મણનું દુઃખ છે. * સર્વ પ્રાણીઓને વિષે સમતા. * સર્વ કષાયોથી મુક્તિરૂપી સમતા. ૩૦ ભવાંતનો ઉપાય : Page #46 -------------------------------------------------------------------------- ________________ * ઇન્દ્રિયોના વિષયોની વિષમતા રહિત સમતા, * ૫૨ પદાર્થો પ્રત્યેથી ઇચ્છા રહિત સમતા. * સર્વ ચિત્તવૃત્તિઓના શમનથી સમતા. * સર્વ સંજ્ઞાથી સ્વાતંત્ર્યરૂપી સમતા. ક્યાંય દુઃખનો અંશ ન મળે. એવી આ સમતા યોગીઓને આત્મસાત્ છે. પોતાને પીડા આપનારને પણ પીડા ન કરે તેવો પ્રશાંત યોગી હોય છે. એવા યોગીઓનું અવલંબન ભવપાર કરવાનો પ્રબળ સહારો છે. મહાત્માઓ કલ્યાણકારી પરોપકાર કરતા જ રહે છે. એમનાથી તે થઈ જાય છે, તેથી પરોપકાર કર્યા પછી તે ગાજતા નથી. ગાજ્યા વગર વરસે તેવા પ્રશાંત છે. તેમનાં વચન મર્માળા હોય છે. જો જીવ રાગાદિનું કૌવચ પહેરીને તેમની પાસે ન જાય તો તે તેમના વચનથી જરૂર વીંધાય છે અને સત્પંથને પકડી લે છે. આ જ સુખી થવાનો ઉપાય છે. અસંતોષની અંતરદાહ અગન જાળ બળતી હશે તો વિપુલ સંપત્તિ પણ તને સુખ નહિ આપે. જો અન્યના સુખમાં તું સુખી તો તને સુખ શોધતું આવશે. અગર દુ:ખ જ તારો મિત્ર રહેશે. કેવળ પાપ છે, ત્યાં દુઃખ છે એમ ન માનતો, પણ પ્રેમ નથી ત્યાં દુ:ખ છે. જીવનમાં યૌવન અને સૌંદર્યનો એક સમય આવે છે, તેમ સંયમ અને શીલનો સમય પણ આવે છે. હવે જો તેનો સંસ્કાર દૃઢ થયો હોય, જીવનના પ્રારંભના પવિત્ર દિવસથી વિકસતો તે સંસ્કાર અંત સમયે પૂર્ણતા આપે છે. માનવજીવન પામીને તને માનસરોવરના હંસરૂપે મોતીનો ચારો ચરવાનું આમંત્રણ છે. બીજી બાજુ ઉન્માર્ગ ભર્યો ભૂંડની જેમ કાદવમાં રહેવાનો યોગ પણ સંભવ છે પસંદગી તારે હાથ છે. માનવજીવનમાં અંતરયાત્રા કર્યા વગર આંતિરક શક્તિ જાગૃત થતી નથી. સંકલ્પબળ વડે જીવનમાં સફળતા મળે છે. સદ્ગુરુના સહયોગથી થતી અંતરયાત્રા તારા કઠોર હૃદયને પણ પીગળાવશે. બરફની કઠોરતા જરા માત્ર ગરમીના સ્પર્શથી પીગળે છે ના ? લોઢું પાણીના કોમળ સ્પર્શથી કટાઈને પીગળે છે ના ? પછી ભાઈ તું સદ્ગુરુના સહારાથી કેમ નહિ પીગળે ? પ્રભુ મહાવીરના કોમળ શબ્દ સ્પર્શથી ઇન્દ્રભૂતિ ગૌતમની બરફ જેવી સામાયિકયોગ * ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ કઠોરતા ઓગળી ગઈ. પોતે કરુણાના સાગ૨રૂપે પ્રગટ થયા. આમ ક્ષણનું સુખ શાશ્વત બને છે. શરીરના મધ્યસ્થાનમાં હૃદય છે, એ હૃદયમાં જો સમતા છે તો માનવી દુ:ખના ઝંઝાવાતો, કે સંઘર્ષોના જ્વાળામુખીનો ભોગ બનતો નથી. શરીરના મધ્યસ્થાનમાં જેમ હૃદય છે, તેમ સંસારના મધ્યસ્થાનમાં પુણ્ય છે, જો પુણ્ય હાજર છે તો તને કોઈ પીડા નથી પણ પુણ્ય વરસાદ જેવું છે ક્યારે કંઈ દિશા પકડે તે કહેવાય નહિ. સંસારમાં જીવને કોઈ દગો દે ક્યારે ? વ્યાપારમાં ખૂબ નુકસાન થાય ક્યારે ? વૃદ્ધાવસ્થામાં યુવાન પુત્રનું મરણ થાય ક્યારે ? યુવાન પતિ કે પત્નીને અસાધ્ય રોગ થાય ક્યારે ? અરે તું જ પોતે રોગથી ઘેરાઈ જાય ક્યારે ? તારું પુણ્ય ખૂટે ત્યારે, પુણ્ય દગો દે ત્યારે. પછી તું તેને ઈશ્વર રૂઝ્યો કહે. પ્રારબ્ધ વણસ્યું કહે, કુદરતનો કોપ કહે, તે સર્વેનું પરિણામ સ્વીકાર્યા વગર અબજપતિ કે અજબપતિ (યોગીઓ) સંન્યાસી કે સંસારી, કોઈનો પણ છૂટકો નથી. એવા કપરા સંયોગોમાં ટકી જવાનું બળ જ્ઞાનીના વચનમાં જેને શ્રદ્ધા છે, જેની પાસે તત્ત્વનો બોધ છે, તે સમતાને સહારે ટકી જાય છે. આ સમતા કલ્પનાથી આવતી નથી. પણ સત્પુરુષોના પરિચયથી તેમના પાવન પ્રસંગોની પ્રેરણાથી પામી શકાય છે. દીવાલ પર લાગેલી ખીલી જેમ થેલીનો ભાર ઝીલી શકે છે તેમ સમતા કર્મનો ભાર સહી લે છે. જિનાગમ પણ સૂચવે છે કે ગુણ શ્રેણિએ આરૂઢ થતાં કે ઉચ્ચ ભૂમિકામાં સ્થિર થવા મહાત્માઓ શ્રુતજ્ઞાનનું આલંબન લે છે. વળી એ સાધનામાં કોઈ ભૂમિકાએ દશા મંદ પડે તો ઉપયોગ ચલિત થાય છે. જ્યારે સામાન્ય સાધક અસત્સંગમાં છે, વિપરીત નિમિત્તોને આધીન છે, તેને વિષમતા થવાની છે. * રોગ, શોક, સંતાપ જેવા નિમિત્તોમાં વિષમતા આવશે તો પણ, * ધન માલ લૂંટાઈ જતાં વિષમ સંયોગો આવે તો પણ, * સંસારમાં દુઃખદાયક પ્રસંગો આવે તો પણ * અરે પુણ્યયોગનો પથારો પથચઈ જાય તો પણ, * ચારે બાજુ આફતનાં વાદળો ઘેરાય તો પણ, ૩૨ સ ભવાંતનો ઉપાય : Page #48 -------------------------------------------------------------------------- ________________ હે સાધક ! તું સત્સમાગમમાં રહેજે સદાચાર સેવજે. સશાસ્ત્રના બોધનું અવલંબન લેજે. સત્ પુરુષના ચરિત્રોને સ્મરણમાં લેજે. તેમાં દઢતાથી ટકી રહેજે. તો સામાયિકથી માંડીને શાશ્વત પદથી પહોંચવું કઠિન નથી. પ્રારંભમાં વિષમતાથી છૂટી સમતામાં આવવું કઠણ છે તો પણ પુરુષના અનુગ્રહે, દેવગુરુ કૃપાએ, કઠણ હોવા છતાં, દુર્લભ હોવા છતાં સુલભ થશે. આત્મબોધ એવી મૂડી છે, કે તે તેને સાચવી લેશે, દુન્યવી ધન સાચવવા તારે કેટલી વ્યવસ્થા કરવી પડે છે ! કેટલો ભય સેવવો પડે છે. પણ આત્મધન સમતાથી રક્ષિત છે, તે ઉપર કહ્યા તેવા ઝંઝાવાતોથી પણ તારું રક્ષણ કરશે. માટે એકવાર સામાયિક ધર્મને ગ્રહણ કર. તે સાધક ધન્ય છે, તે જ યથાર્થ જ્ઞાની છે, જેણે સધર્મ પરિણામ પામ્યો છે કે મોહ જનિત અસનો કે તેના અંશનો ત્રિકાળ અભાવ સ્વીકારી, તેનું અંશ માત્ર ચિંતન કરતો નથી. પરંતુ નિરંતર પોતે સચિત્ આનંદ સ્વરૂપ છે તેને જુએ છે અને જાણે છે. આમ મનુષ્ય પોતાના મિથ્યા ભાવોનું વિસ્મરણ કરી યથાર્થ સ્વરૂપમાં સર્વકાળ માટે જાગૃત રહે છે, ત્યારે તેનાં સર્વ દુઃખોનો અભાવ થાય છે. શુદ્ધ હૃદયકમળમાં સર્વ સુખનો વાસ છે. મનશુદ્ધિ કર્યા વગર મોક્ષ મેળવવા તપ કરે તે વ્યર્થ છે. કદાચ કાયાથી આરંભ થતો હોય પણ જો મનશુદ્ધિ હશે તો જીવ મોક્ષનો અધિકારી થશે. મનશુદ્ધિ પછી વચનશુદ્ધિ થાય છે, ત્યાર પછી કાયશુદ્ધિ સરળ છે. મનને એકાગ્ર થવું તે શુદ્ધિ છે. મનને આત્મભાવમાં રોપવા માટે તેની ભૂમિ શુદ્ધ હોવી જરૂરી છે. આત્મપરિણતિમાં મગ્નતા આવે ત્યારે આત્મિક ગુણોનો ભંડાર ખૂલે છે ત્યારે ભય, ખેદ, મોહ, સંશય જેવા મનોવિકારોથી મન મુક્ત થશે. સમતાની ભૂમિકા દઢ થશે. પછી સુખ જ સુખ છે. સામાયિકયોગ ૩૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮. દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવથી સામાયિક : દ્રવ્ય = સામાયિક બાહ્યવિધિથી લેવાનું છે. તે સમયે સર્વે સાંસારિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો જરૂરી છે. સામાયિકમાં જરૂરી ઉપકરણો રાખવાં, તે પણ શોભાયમાન કરીને તેના વિકલ્પમાં ન પડવું. બાહ્ય પદાર્થોનો ત્યાગ અને સર્વ જીવોનો મૈત્રીભાવ તે દ્રવ્ય સામાયિક છે. ક્ષેત્ર = સામાયિક માટે પવિત્ર અને એકાંત સ્થાન પસંદ કરવું. છેવટે ઘરમાં પણ શાંતિ મળે તેવા સ્થાને કરવું. બાહ્ય વસ્તુની લેવડદેવડ કરવી નહિ. જે ક્ષેત્રમાં જે સ્થાને જે આસને સામાયિક લીધું હોય તે સ્થાને જ વિધિ પૂરી કરવી. કાળથી = સામાયિકમાં રહેવાનો સમય ૪૮ મિનિટ પૂરો હોવો જોઈએ. ગમે તે સમયે સામાયિક થઈ શકે. ઠંડી કે ગરમી સમતાથી આકુળતાનો ભાવ ન કરવો. પરંતુ બને તેટલી સામાયિક કરવા. ભાવથી : સમભાવમાં રહેવું. અશુભ ધ્યાનનો ત્યાગ કરવો. ખાસ મૈત્રી આદિ ભાવનામાં મનને રોકવું. આર્ત રૌદ્રધ્યાન ન કરવું. સમ્યગૂજ્ઞાની અજ્ઞાન અને મોહને જાણી ભેદજ્ઞાનથી વર્તે છે. દેશવિરતિ કે સર્વવિરતિધર અજ્ઞાન અને મોહને નષ્ટ કરવાનો મહાપુરુષાર્થ કરે છે. કેવળજ્ઞાની પરમાત્માએ અજ્ઞાન અને મોહને સંપૂર્ણપણે નાશ કર્યો છે. તે ભાવ સામાયિક છે. “મોહનીય કર્મનો ઉદય આત્મસ્વરૂપનો અસ્ત આત્મસ્વરૂપનો ઉદય મોહનીયકર્મનો અસ્ત.” પરને ગમે તેટલું જાણે પણ સ્વને ન જાણે તો તે જ્ઞાની નથી. પર પદાર્થ જાણવામાં ગૂંચાયેલો શેય-જ્ઞાની થશે, પણ તેની મુક્તિ નથી. આત્મજ્ઞાની સ્વને સંપૂર્ણ જાણે છે. એટલે પર પદાર્થ તેના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય પણ તેમાં એકતા ન હોવાથી, તે જ્ઞાની મુક્ત થાય છે. જ્ઞાન અને આનંદ અભેદ છે. જ્ઞાનાનંદ પૂર્ણ તત્ત્વ છે. શેયાનંદ પુણ્ય તત્ત્વ છે. જ્ઞાન દ્વારા જણાવેલા શેયમાં એકત્વ થવું તે યાનંદ છે, તે ક્ષણિક છે. પૂર્ણજ્ઞાનાનંદ સ્વરૂપના સ્વામી વીતરાગ પરમાત્મા છે. કોઈને હરાવ્યા વગર વિજેતા છે. કારણ કે તેમની જીત આંતરિક છે. ભગવાનનું સામર્થ્ય જ એવું છે કે હરાવવા આવેલાને જીતી લે અને તેમને પણ જીતાડી દે, જ * ભવાંતનો ઉપાય : Page #50 -------------------------------------------------------------------------- ________________ આત્મા પોતે જ આવો ઐશ્વર્યમય હોવા છતાં આશ્ચર્ય એ છે કે પોતે જ પોતાને ભૂલી ગયો છે. પાણી વચ્ચે મીન પ્યાસી ? પાની બિચ મીન પિયાસી, મોહિ સૂનસૂન આવૈ હાંસી, ઘરમેં વસ્તુ નજર નહિ આવત, બન બન ફિરત ઉદાસી, આતમજ્ઞાન બિના જગ જૂઠા, ક્યાં મથુરા ક્યાં કાશી ? કયાં સમેતશિખર ક્યાં શત્રુંજય ?” જ્ઞાનસ્વરૂપ એવા આત્માના મૂળમાં જ્ઞાન છે, તેના ફળમાં પણ જ્ઞાન છે. એ જ્ઞાનનું કાર્ય દુ:ખનાશ છે. આનંદની પ્રાપ્તિ છે. એ આત્મા સ્વસંવેદ્ય છે. આત્મ જ્ઞાન અને સુખ સ્વરૂપ છે. આત્માને આપણે ખારો કે કડવો નહિ કહી શકીએ. કે લાલ-લીલો કહી નહિ શકીએ. તે પ્રમાણે પુદ્ગલને આપણે જ્ઞાન કે આનંદ સ્વરૂપ કહી નહિ શકીએ. દરેક દ્રવ્યનું આવું સ્વતંત્ર સ્વરૂપ છે. પણ આત્મા વેદકગુણવાળો હોવાથી, જ્ઞાનાદિના વેદનથી તે સ્વસંવેદ્ય છે. તો પછી આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપે કેમ રહેતો નથી? હે સુજ્ઞ ! અજ્ઞાનાવસ્થામાં પણ જાણવાનું કાર્ય તો જ્ઞાન જ કરે છે. પણ વિપરીત જાણે છે. જાણીને પરમાં ભાવ કરે છે. જીવમાત્રનું જ્ઞાન અભ્યાધિક ખુલ્લું જ છે, પરંતુ વેદનમાં શુધ્ધતા જોઈએ તે મોહનીયકર્મથી આવરાઈ ગઈ છે તેથી શુદ્ધાત્માનું વેદન થતું નથી. જ્ઞાન, દશ્ય જનિત છે, સુખ વેદનરૂપે છે. શુદ્ધ ધ્યાનને અગ્નિ સમું કહ્યું છે, જે કર્મ મળનો નાશ કરે છે. નિર્વાણ પછી ધ્યાન દશા સમાપ્ત થાય છે. પરંતુ જ્ઞાનને તો સ્વરૂપ કહ્યું છે. જ્ઞાન દશામાં કે અજ્ઞાન દશામાં જ્ઞાન તો આત્મા સાથે જ રહે છે. પૂર્ણજ્ઞાન પ્રગટ થતાં જેમ એક પરમાણુ પણ અજ્ઞાત નથી રહેતું તેમ વીતરાગતા પ્રગટ થતાં તે શુદ્ધ પ્રેમ તત્ત્વરૂપે વિકસે છે, ત્યારે જીવસૃષ્ટિનો એક પણ જીવ એ પ્રેમતત્ત્વમાંથી બાદ રહેતો નથી. જેને સામાયિક આત્મસ્વરૂપે લાધ્યું છે તેને જ્ઞાન અને પ્રેમ અભેદપણે હોય છે. સામાયિક દ્રવ્ય અને ભાવથી વિચારીએ તો બાહ્ય વિધિ આદિ સહિત દ્રવ્ય સામાયિક છે. શ્રુત સામાયિક દ્રવ્ય સામાયિક છે. ભાવશુદ્ધિ, સમતારૂપ અધ્યવસાય, આત્મા સાથે ઉપયોગનું ઐક્ય, તે ભાવ સામાયિક છે. તે ભલે ભૂમિકા પ્રમાણે હોય. પરંતુ ભાવ સામાયિક સાધ્ય છે. એનો અર્થ એવો ન કરવો સામાયિકયોગ - ૩પ Page #51 -------------------------------------------------------------------------- ________________ કે ભાવ શુદ્ધ થશે પછી સામાયિક કરીશું. સામાયિક સાત્ત્વિક જીવનનું અંગ છે. કાચ એ કાચ છે. હીરો પણ કાચ છે. બંને પૃથ્વીતત્ત્વ છે. કટ ગ્લાસ જેવો કાચ કાચ જ કહેવાય છે. હીરો કદાચ જરા દોષયુક્ત હોય તો પણ કાચ કરતાં તેની કિંમત વધુ રહેવાની. સામાયિક દોષ રહિત હોવું જ જોઈએ પરંતુ સાવદ્યપાપની પ્રવૃત્તિ કરતાં, ભલે થોડા પ્રમાદ સહિત તે ક્રિયા થાય તો પણ સાવદ્યપાપની નિવૃત્તિ હિતકારી છે. વળી પ્રમાદ મુક્ત થવા પ્રયત્ન કરવો જરૂરી છે. માટે સામાયિક કરવું જરૂરી છે. કારણ કે તે મુક્તિનું સોપાન છે. મુક્તિમાર્ગના ચાર અંગ સમ્યગૂ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન સમ્યગૂ દર્શન-શ્રદ્ધાની શુદ્ધિ માટે જિનભક્તિ પૂજન, વંદન, નમન છે. સમ્યગૂજ્ઞાન માટે સાસ્ત્રનું અધ્યયન, શ્રવણ છે. સમ્યગુ ચારિત્ર માટે વ્રત, નિયમ, સંયમ, અહિંસા આદિ છે. સમ્યગૃધ્યાન માટે અનશનથી માંડીને કાયોત્સર્ગ સુધીના સઘળા તપ છે. આ ચારે અંગની અખંડ સાધના કર્મક્ષય કરે છે. ત્યારે જીવ અનંત ચતુષ્ટયને પામે છે. સમ્યગુ શ્રદ્ધા રહિત જ્ઞાન સમ્યગું બનતું નથી. જ્ઞાન વગર ચારિત્રનું નિર્માણ થતું નથી. ચારિત્રહીન સમ્યગું ધ્યાન પામતો નથી. આ ચારે અંગમાંથી કોઈ એકની અવગણના એ વિરાધના છે. આ ચારેના સુમેળથી ચારેની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપદને પ્રગટ કરે છે. સામાયિક દ્વારા શ્રેષ્ઠ દશ્ય અને શ્રવણનું પ્રાગટ્ય વિશ્વ વિષયોના વિકારમાં આક્રાંત થઈ વિશ્રાંતિ પામતું નથી. સુખ સામગ્રી મેળવીને, કે ભોગવીને પછી દુઃખી શા માટે? કારણ કે બાહ્ય વસ્તુથી વાસ્તવમાં આત્મવેદનમાં સુખ કે તૃપ્તિ ઉપજતી નથી. વળી પુરાણા કાળથી સંસ્કારમાં વિકૃતિની ભેળસેળ થઈ છે. આથી જેમ સૂર્યના તાપથી ઉત્પન્ન થતાં વાદળાં સૂર્યને ઢાંકે છે, વળી એ જ તાપ વડે વાદળાં વરસી જાય છે. અને સૂર્ય આડે આવતાં વાદળાં હટી જવાથી સૂર્ય પ્રકાશિત થાય છે. તેમ આત્માના સુખની આડે અજ્ઞાનનો અંધકાર પથરાઈ ગયો છે તે આત્મશક્તિ વડે જ દૂર થઈ શકે તે શક્તિ એટલે ચિત્તસમાધિ ૩૬ જ ભવાંતનો ઉપાય : Page #52 -------------------------------------------------------------------------- ________________ ચિત્તસમાધિ એ સહજ અવસ્થા છે. પણ જીવ તેનાથી દૂર જઈ પડ્યો છે, વિસ્મૃત થયો છે, દુન્યવી પદાર્થોમાં જેની રુચિ છે, તેની પ્રીતિ છે, પ્રીતિ છે ત્યાં સ્મૃતિ છે. જીવને કંઈ કહેવું પડતું નથી, કે ઈન્દ્રિયોને શું ગમે છે ? જાણે કે તે સહજ હોય તેમ ઇન્દ્રિયોને વિષયો મળી જાય છે. પાંચ ઇન્દ્રિયોમાં ચહ્યું અને શ્રવણ વિશેષ કાર્યકારી છે. તે બેની પ્રાપ્તિ સંજ્ઞીપણામાં હોય છે. કથંચિત આ બંને ઇન્દ્રિયો બોધ-સમજ પેદા કરી શકે છે. ચક્ષુ એટલે દયનો સંબંધ, શ્રાવ્ય એટલે શ્રવણનો સંબંધ. આ દેશય અને શ્રાવ્યનો વિષય બહાર છે તો જીવ બંધાય છે. દશ્યમય વિશ્વ ચક્ષુ વડે દેખાય છે, પછી તે બંધ હોય. ખુલ્લી હોય કે સ્વપ્નમાં હોય તે દયને જુએ છે. જગતના તમામ પદાર્થો નામ-રૂપથી ખ્યાતિ પામે છે. વસ્તુ કે વ્યક્તિને નામ હોય છે, તે શબ્દ વડે સંબોધાય છે. આ દશ્ય અને શ્રાવ્ય, રૂપ અને શબ્દમાં પ્રાણીમાત્ર પ્રભાવિત છે. અને તેમાં રાગદ્વેષ કરી બંધાય છે. આ બંધનથી છૂટકારો થવા કાંટાથી કાંટો નીકળે તેમ વિશ્વમાં દુન્યવી દશ્યની સામે અલૌકિક - લોકોત્તર રૂપનું નિર્માણ થતું આવ્યું છે. દુન્યવી શબ્દની સામે દિવ્યનાદનું નિર્માણ થતું આવ્યું છે. જિન પ્રતિમા અને જિનવાણી સર્વોચ્ચ દશ્ય અને શ્રાવ્ય તત્ત્વો છે. અનાદિકાળથી આજ સુધી દેહ સંબંધી રૂપ અને શબ્દથી આત્મા સ્વયં બંધાતો આવ્યો છે, એ બંધનથી મુક્તિ પણ વિશ્વમાં સાધ્ય છે. આથી પ્રારંભમાં દુન્યવી દૃશ્ય અને શ્રવણની સામે પારમેશ્વરી/અલૌકિક દૃશ્ય અને શ્રવણ પ્રગટ થતાં આવ્યાં છે. તેના ધારક તીર્થંકર પરમાત્મા છે, જેમના દેહના દર્શનમાં પણ એવી અલૌકિકતા છે કે જીવ મુગ્ધ થઈ દુન્યવી રૂપ/દ્રશ્યનું વિસ્મરણ કરી શકે છે. વળી તે રૂપને નિહાળીને તે પોતામાં રહેલા અરૂપી એવા આત્માના સ્વરૂપની પ્રાપ્તિનો જિજ્ઞાસુ બને છે. તીર્થકરની દિવ્યવાણી/આપ્ત વચનનું શ્રવણ તેને બાહ્ય શબ્દાકારથી પાછો વાળે છે, અને અંતરના નાદને સાંભળતો કરે છે. આમ વસ્તુનાં બે પાસાં છે. દુન્યવી દશ્ય અને શબ્દથી જીવ રાગાદ વડે બંધાય છે, અલૌકિક દૃશ્ય અને શ્રવણ પ્રથમ શુભરાગ પેદા કરે છે, પછી અદશ્યને દશ્ય બનાવે છે, અને અંતરનાદ વડે શબ્દાતીત અવસ્થાને પ્રાપ્ત કરી મુક્ત થાય છે. સામાયિક્યોગ ગઃ ૩૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ જેમ રોગ છે તો તેનો ઉપાય શોધાય છે, તેમ આત્મને બંધન છે તો મુક્તિના સાધનનું પણ નિર્માણ થયેલું છે. તીર્થકરના દયથી-રૂપથી આત્મા જાગૃત થાય છે. તીર્થકરના સ્મરણ વડે ચિત્તને સમાધિમાં લાવે છે. અર્થાત્ તીર્થકર નામકર્મના પુણ્યાતિશયો વિશ્વમાં સમવસરણાદિ અલૌકિક દૃશ્ય સર્જ છે, જે વિશ્વમાં સર્વ પ્રાણી માટે આકર્ષણ પેદા કરે છે. અને તેમની દિવ્યદેશનાના શ્રવણથી જીવો શાંતિ, પરમ સમાધિ પામે છે. આવી અલૌકિકતાનું હાર્દ એ છે તે પરમપુરુષોએ સમસ્ત વિશ્વના જીવ પ્રત્યે કેવળ કલ્યાણ કામના કરી હતી. આત્માના એકએક પ્રદેશને તે ભાવનાથી ભરપૂર કર્યો હતો. તેથી કલ્યાણકારી, સહજ અને સર્વોચ્ચ પુણ્યના સ્વામી થઈ વિશ્વના જીવોને દુન્યવી દશ્ય અને શ્રાવ્યથી બચાવી શ્રેષ્ઠતાનાં દર્શન કરાવ્યાં. એવા પુણ્યાતિયોના મૂળમાં સામાયિક છે. આવા મહિમાવાન તત્ત્વોની ઉપાસના કર્તવ્ય છે. - બધુંય વ્યર્થ ---- સત્સંગ વિના જીવન વ્યર્થ દયાદષ્ટિ રહિત આંખ વ્યર્થ દાન પરોપકાર વગર દ્રવ્ય વ્યર્થ સંતોષ રહિત સંપત્તિ વ્યર્થ સેવાકાર્ય વિનાના હાથપગ વ્યર્થ સન્માર્ગે ગયા વિના બુદ્ધિ વ્યર્થ સ્વાધ્યાય રહિત અહોરાત્ર વ્યર્થ. કથા શ્રવણ રહિત કાન વ્યર્થ. જ્ઞાન રહિત સાધના વ્યર્થ. – – – – – – – – – – – – ભવાંતનો ઉપાય : ૩૮ જ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૯. સામાયિકની ઇમારતના પાયા છે : સમય અને સમજ સમયનું મૂલ્ય સમજવું હોય કે માનવજન્મની પળેપળ કીમતી છે તો સમયને સુધારી લેવો. સમયની બરબાદી તે જીવનની આબાદીની નાલેશી છે. સમજ છે તો સમયનું મૂલ્ય છે. સમજ નથી તો જીવનનું અવમૂલ્યન છે. વિષમષ્ટિવાળા માટે જીવનમાં રસકસ નથી. સમ દૃષ્ટિવાળા માટે જીવન પૂરેપૂરું રસમય છે. જીવનના સંયોગોરૂપી જીવનયુદ્ધમાં આંતરિકબળથી જે જીતે છે તે યોગી છે, તેમનું જીવન અમૃતરસથી ભરેલું છે. સમજણભર્યો વ્યવહાર, ધર્મ કે પુરુષાર્થથી જીવન ઉપવન બને છે. પરંતુ અજ્ઞાનભર્યો પુરુષાર્થ મળેલા ઉપવન સમા જીવનને વેરાન બનાવે છે. સમજણનો અભાવ મંગલમય જીવનને જંગલમય બનાવે છે. માટે સૌ પ્રથમ મળેલા આ જીવનમાં સન્માર્ગની દિશા પકડી પછી તે દિશામાં યોગ્ય રીતે પગલાં માંડવાં. જ્યાં કંઈ પણ ક્ષતિ લાગે ત્યાં આગવો આગ્રહ ત્યજી સનું અવલંબન લઈ જીવનનાવ ચલાવવી, સંસ્કારવશ દોષ પ્રગટ થશે; પણ ત્યારે દોષને તટસ્થપણે જોવા, પ્રભુનામનો પક્ષ લેવો. માણસમાં પાપ કરવાની શક્તિ છે, તેના કરતાં પ્રભુના નામમાં પાપના પક્ષાલનની વિશેષ શક્તિ છે. આ પંચમકાળ છતાં માનવને ભવપાર કરવાનાં સાધનો મળે તેવો અનુગ્રહ છે. યુગાવતારી પુરુષોનું યોગબળ સહાયક તત્ત્વ છે, તેઓ યુગના પ્રવાહને યોગ્ય વળાંક આપી પંથની કેડીને કંડારતા રહે છે. સાધકો એ કેડીએ ચાલીને પોતાનું શ્રેય કરી લે છે. તારામાં જો સાત્વિકતા છે શક્તિ છે, તો તું પણ પરહિતની ભાવનાને સેવજે. તેમ કરવા તત્પર રહેજે. એ યુગાવતારી પુરુષોની કેડીએ ચાલવાનો પ્રયાસ કરજે. હે સુજ્ઞ! તને મળેલા તન, મન, વચન અને ધનનો સદ્વ્યય કરજે. સમતામાં ટકવા માટે તે જરૂરી છે. તનથી સેવાકાર્ય કરજે, મનથી સર્વના સુખમાં સદ્ભાવ કેળવજે, વચનનું સૌંદર્ય સાચવજે, વદન કદાચ સૌંદર્યવાન નહિ હોય તો પણ તારા વચન અને વર્તનની સુંદરતાથી તું સૌને અને પ્રભુને પ્રિય બનીશ. જો તારી પામે ધન છે તો તેનો ઉપયોગ કરી કૃપણતાના શ્રાપથી બચી સામાયિકયોગ * ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ જજે. ગૃહસ્થજીવનમાં સમતાના ઈમારતના આ સર્વ પાયાનાં સાધનો છે. તું એવો દાવો જતો કરી દે કે હું બુદ્ધિમાન છું, મને સુખ ભોગવવાનો જન્મસિદ્ધ હક્ક. વાસ્તવમાં માનવનો જન્મસિદ્ધ હક્ક સર્વને સુખ પહોંચાડવાનો છે. તેવી સમજ કેળવી લે તો તારામાં સામાયિક જન્મ લેશે. ભાઈ ! તું જાણે છે કે દરિયાનું ખારું પાણી સૂર્યના કિરણથી તપીને વાદળાં બની વરસે છે. * જમીનમાં બી-કણરૂપે દટાય છે, પછી મણરૂપે બહાર આવે છે. * મેંદી રંગ આપે છે પણ તે પહેલાં પથ્થર પર પીસાય છે. * શેરડીનો મીઠો રસ સંચામાં પીલાયા પછી મળે છે. અને તું કહે છે, મને બધા સુખ આપવા તત્પર રહે અને હું કંઈ ન કરું, આ કેવળ તારી અણસમજ છે. સમજદાર માનવ કહે છે, બસ મારામાંથી પ્રેમ, કરુણા કોમળતા વરસો, વરસો. તેમાં જ તારા જીવનની પ્રસન્નતા ભરી છે. તારું હૈયું પ્રેમથી પરિપૂર્ણ છે. અહીં સમતાનું સામ્રાજ્ય ભોગવવાનું છે. સમતાના ક્ષણનું સુખ શાશ્વતું છે. તારા હૈયામાં પ્રેમ છે તો ભલે ને હૈયુ નાનું હોય છતાં તે એવું વિશાળ થઈ શકે છે કે એક વ્યક્તિથી માંડીને સમષ્ટિ એમાં સમાય છે. પછી તારી દૃષ્ટિ જ વિશાળ બને છે. દરેક પળે દરેક ક્ષેત્રે તું સૌમાં પ્રભુ જુએ છે. પ્રભુ સૌમાં છે તેમ જુએ છે. સર્વત્ર પ્રભુ છે તેમ જુએ છે, પછી ક્યાં રોષ, ક્યાં તોષ કરીશ? ક્યાં દોષ કરીશ? કોને દોષ આપીશ? બસ સમતા જ સમતા. પાપ અને પ્રેમ એક સ્થાને નથી રહેતાં કદાચ પ્રારંભમાં પ્રેમમાં કંઈ મિત્રતા હશે તો પણ મૂલ્ય પ્રેમનું જ થશે. ધર્મ એક સાહસ છે તો પ્રેમ પણ સાહસ છે. રાગની ભયંકર શૃંખલાને તોડવી ફોડવી અને પવિત્ર પ્રેમતત્ત્વમાં પ્રવેશ કરવો તે સાહસ નહિ તો બીજું શું? એ માર્ગે જતાં અહંકાર બુદ્ધિમાં ભળીને તને ભોળવશે. પણ એકવાર તારું ભાવભીનું હૈયું પ્રેમમય બન્યું પછી તને અન્યભાવ અને અન્યભવ ગમશે નહિ. આવી સમજ એ જીવનની ધન્ય પળ છે. કર્મોની વિચિત્રતાથી જગતમાં શારીરિક, માનસિક, પારિવારિક, અનંત પ્રકારનાં દુઃખોથી જીવો ગ્રસિત હોવાથી વ્યાકુલ હોય છે. તેઓ દુઃખથી છૂટવા ઇચ્છે છે છતાં દુઃખની મિત્રતા તેમને છોડતી નથી છતાં તેઓ તેનો ઉપાય 0 2 3 ભવાંતનો ઉપાય: Page #56 -------------------------------------------------------------------------- ________________ સંસારના અભિગમથી શોધે છે, કે જ્યાં દુઃખ મુક્તિનો ઉપાય નથી. કોઈ વિરલ જીવો જ દુ:ખ ટાળવાનો યથાર્થ ઉપાય શોધે છે. કારણ કે દુઃખથી મુક્ત થવાનું યથાર્થ કારણ ન મળે તો ઉપાય પણ યથાર્થ ન જ મળે. - અજ્ઞ આવો જાણતા જ નથી કે શરીરની વ્યાધિ માત્ર ઔષધથી મટતી નથી મનનું દુઃખ બાહ્ય સાધનથી મટતું નથી. પરિવાર વધવા કે ઘટવાથી પારિવારિક દુઃખ જતું નથી. માટે સુજ્ઞ જીવોએ જાણ્યું કે આવા દુઃખથી મુક્ત થવાનો ઉપાય બીજો જ છે. દુઃખનું મૂળ અજ્ઞાન છે, અજ્ઞાન ટળે જ્ઞાન પ્રગટે ત્યારે જીવને આત્મસ્વરૂપનો પરિચય થાય તેથી તે જ્ઞાન વડે જ્ઞાનની પરિપકવતા વડે સમતાને સાધ્ય કરે છે. સમતા સુખનો મૂળ ઉપાય હોવાથી યોગીઓ શમરસમાં નિમગ્ન થઈ આત્માનંદને પ્રાપ્ત કરે છે. પ્રશાન્તાત્મસ્વરૂપની ખૂમારી સાશ્ચર્ય ઉપજાવનારી છે. પરમપુરુષદશા વર્ણનમાં કહે છે કે જેને કંચન કાદવ લાગે છે, રાજગાદીનાં પદ હિણાં છે. રાગ-સ્નેહ તો ભાવમરણ સમાન છે. માન મોટાઈ તો માટીની ગાર જેવી છે. સિદ્ધિ જેવા જોગને વિષ સમાન માને છે. ઐશ્ચર્ય અશાતા–અસુખ સમાન લાગ છે. પૂજ્યતા, માન સત્કાર અનર્થકારી લાગે છે. કાયા તો રાખનો ઢગલો જાણે છે. ભોગવિલાસ તો ઝાળ જેવો લાગે છે. ગૃહવાસ તો તીક્ષ્ણ હથિયારના ભોંકાવા જેવો લાગે છે, આરંભનાં કાર્યો તો મૃત્યુ સમાન જાણે છે. કીર્તિ આદિ તો મેલ જેવાં ભાસે છે. પુણ્યના યોગ વિષ્ટા જેવા નિરર્થક લાગે છે. પરમદશાનું વર્ણન આવું છે. જો કે પ્રશાંતાત્મા યોગીને કંઈ વિકલ્પ નથી પરંતુ તેમની ખુમારી આ પ્રકારે હોય છે. કારણ કે તેઓ અસંગ થયા છે મૌન થયા છે અને નિર્વિકલ્ય થયા છે. આથી સર્વ જીવ પ્રત્યે સર્વ ભાવ પ્રત્યે સમરસીભાવ રાખવો, આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અજન્મા, અમરણા અને અસંગરૂપ છે. આવી પ્રતીતિમાં સમ્યગુદર્શન થાય છે. તે સમ્યગુદર્શનાદિ શુદ્ધ ચારિત્ર વડે જીવકર્મનો ક્ષય કરી શાશ્વત સુખને પામે છે. સંસારસુખની સ્પૃહાથી જે સંવેગ અને નિર્વેદ પામે છે તે જ્ઞાનીને સમાધિ પ્રાપ્ત થાય છે. જેમ આકાશને વિષે પર પદાર્થોને પ્રવેશ નથી તે પદાર્થોના પરિણમનથી તે રહિત છે, તેમ સમાધિયુક્ત જ્ઞાની પુરુષો સર્વ પ્રકારે અન્ય ભાવ સામાયિકક્યોગ આ ૪૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ - પ્રતિભાવથી રહિત રહે છે. પરંતુ સંસારમાં પ્રવૃત્તિ વ્યવહાર એવો છે જીવને સમભાવથી ચલિત કરે છે. જેની પાસે સત્પુરુષોનું બળ છે, તે કઠિનતામાં ટકી શકે. સ્વરૂપ નિષ્ઠા થવામાં અનેક અંતરાયો છે. છતાં પણ સાધકે સ્વરૂપનિષ્ઠા માટે ભૂમિકા પ્રમાણે સદાચાર, સત્સમાગમ સલ્લાસ્ત્રાદિનું સેવન કરવું જોઈએ. તે માટે જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યમય થવા પ્રયત્ન કરવો જોઈએ. તો સમય અને સમજ કાર્યકારી બને છે. સામાયિક માટે શ્રેષ્ઠ સ્થળ ઉપાશ્રય છે. પૂર્વકાળમાં શ્રેષ્ઠિઓ, રાજા, મહારાજાઓ, પોતાના વૈભવ પ્રમાણે દહેરાસરે અને ઉપાશ્રયે જતાં, જેથી તેમની પદ્ધતિથી અન્ય જીવોની ધર્મભાવના જાગૃત થતી. ઉપાશ્રયમાં સહેજે વાતાવરણની શુદ્ધિ થતી. દહેરાસરમાં પૂજા ભક્તિ થાય. ઉપાશ્રયમાં સદ્દગુરૂબોધનું શ્રવણ થાય. સામાયિક ઘરમાં શાંત અને શુદ્ધ સ્થાને સામાયિક થઈ શકે છતાં પણ ઉપાશ્રયમાં વિશેષ લાભ છે. વળી જ્યાં સત્સંગ સ્વાધ્યાય થતાં હોય ત્યાં શુભ ભાવનું વાયુમંડળ પણ જીવને શુભ ભાવની ધારામાં પ્રેરક બને છે. અશુભ વૃત્તિઓ સહેજે શમે છે. ગુરુ નિશ્રાનો લાભ મળે. - ઘરમાં જીવને અન્ય અવાજ કે પ્રવૃત્તિઓ ચંચળ કરે છે. જ્યારે તીર્થ જેવા કે અન્ય પવિત્ર સ્થાનમાં સાધક શાંત ચિત્તે સાધના કરી શકે છે. ઘરમાં કંઈ નિમિત્ત મળતાં ચિત્ત ચલાયમાન થાય છે. પ્રવૃત્તિમાં વૃત્તિ જોડાય છે તેથી સાવદ્ય યોગોથી નિવૃત્તિમાં બાધા પહોંચે છે. ઇંદ્રિયો કોઈ વિષયમાં પ્રવૃત્ત થઈ જવા સંભવ છે. પવિત્ર સ્થાનમાં બધું સંયમ પ્રેરક હોય તેથી સહેજે શુભ ભાવની ધારા ટકે છે. આર્તધ્યાન – અશુભ ધ્યાનથી દૂર રહેવાય છે. આમ ઘર અને ઉપાશ્રય કે પવિત્ર સ્થાનનું અંતર સમજીને પ્રમાદ ત્યજી તે રીતે સામાયિક જાગૃતિપૂર્વક કરવું. બત્રીસ દોષ ઉપરાંત અન્ય તિખોને પણ દૂર કરવાનાં છે. ભવાંતનો ઉપાય : Page #58 -------------------------------------------------------------------------- ________________ 2. સામાયિક ક્યારે કરવું ? ભાઈ ! તું સામાયિક કરવાનો કયો સમય પૂછે છે? સામાયિક એ તો તારો આત્મા છે. સુખ માટે કયો સમય નક્કી કરવાનો હોય? આપણું મન શરીર સુખમાં સહજ પ્રવૃત્ત થાય છે. આગ જુએ અને પગ ઊપડે, દોડે, મુખ પર માંખ બેસે હાથ ઊચકાઈ જાય. નાની પણ રજકણ આંખમાં પ્રવેશ કરવા જાય આંખ બંધ થાય. અને એ મન આ કષાય, વિષય, દોષો અને આત્મ અહિત સામે હાથ પગ કે આંખ કશાનો ઉપયોગ કરતું નથી? હા, કષાયાદિની ક્ષીણતા માટે હાથ પગની જરૂર નથી; કેવળ સમજની, બોધની, સમ્યબુદ્ધિની જરૂર છે. જે સામાયિક દ્વારા સરળતાથી સાધ્ય છે. માટે સામાયિક અવશય કરવું. તું કહેશે વખત આવે બધું થશે. પણ ભાઈ તારી સિલકમાં શ્વાસ આયુ કેટલો છે કે તું આવો વિશ્વાસ કરીને બેઠો છું તે શું યુવાનોને કાળને ઝપાટે ઝડપાયેલા જોયા નથી? હજી થાય છે, યુવાન છું, પણ ભાઈ તને ખબર છે ને કે શેરડી બેત્રણ વાર પીલાય પછી રસકસ રહે ખરો? તું બાળપણમાં રમકડાં રમ્યો, યુવાનીમાં સ્ત્રી આદિમાં ભમ્યો. પ્રૌઢતામાં ધનાદિમાં જામ્યો, આમ બેત્રણ વાર પીલાયા પછી સાંઠ પછી તારામાં ધર્મ કરવાનો રસ કસ કેટલો રહેશે ? વળી આ દેહ (આયુ) તને સિત્તેર એંસી સુધી પહોંચાડતા તારા કેટલાય ગાભા કાઢી નાંખશે? સર્પને દૂધ પાવ તોયે તેના મુખમાંથી ઝેર જ નીકળે, અમૃત ના જ નીકળે; કારણ કે ત્યાં અમૃતની સરવાણી નથી. તેમ ભાઈ સંસારના કષાયાદિમાંથી તને ધર્મ કે ધર્મનું સુખ ક્યાંથી સાંપડશે? કષાયાદિના પહાડ અને વિષયોના વિષમય ઝાડ તારા અમૃત સમા આત્માને કઈ દશાએ લઈ જશે ? ચેતી જા. અને વિચાર કે તેં શું મેળવ્યું ? યમરાજ બાળ નચિકેતાની મૃત્યુજીતની આત્મજ્ઞાનની દઢ જિજ્ઞાસાથી પ્રસન્ન થયા અને બાળકને કહ્યું કે તું ધરતી પર જા તને ચક્રવર્તીપદ, પુત્ર, પરિવાર, ઐશ્ચર્યનું વરદાન આપું. ' બાળ નચિકેતા પૂછે છે તે સર્વે અંતવાળા છે? અંતવાળા પદ પદાર્થો લઈને હું શું કરું ? મારે અનંતની અખિલાઈને આંબવી છે, જે આત્મજ્ઞાનથી સામાયિક યોગ ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત છે તેમ તમે કહો છો, તો પછી મારે કંઈ પણ અનિત્ય શા માટે ગ્રહણ કરવું ! ચક્રવર્તીના સુખ પણ મર્યાદાવાળા છે ને ? માટે મારે તો મૃત્યુ જીતાય તેવું આત્મજ્ઞાન જોઈએ. માટે શક્તિ છે તો સાધના કરી લો તે પછી જો અશક્તિ આવે તો સમતા સહજ બનશે. જીવનમાં શક્તિની જરૂર છે તેના કરતાં આત્મશાંતિની વધુ જરૂર છે. માટે શક્તિ પર વિશ્વાસ રાખવા કરતાં શાંતિની ઉપાસના કરો. રાવણ-દુર્યોધનમાં શક્તિ કાં ઓછી હતી ? પણ સમવૃત્તિ-સંતોષના અભાવે રણમાં રગદોળાઈ ગયા. શક્તિ બાહ્ય નિમિત્તોનું કારણ બને છે, શાંતિ અંતરંગ અવસ્થા છે, શક્તિ વધારવા બહાર દોડવું પડે છે, શાંતિ માટે અંત૨માં છુપાઈ જવાનું છે. આવો બોધ જેને પરિણમે છે. તે પ્રાજ્ઞ છે. પ્રજ્ઞાનું અવરત૨ણ સમતામાં થાય છે. તે સામાયિક દ્વારા પ્રાપ્ત થાય છે. આયુ પૂર્ણ થતાં દેહ અગ્નિસંસ્કાર પામશે ત્યારે તને કંઈ તેમાં દેખવા, દાઝવાપણું નથી. પણ અત્યારે તું જો કષાયાદિથી સળગેલો છું તું આત્માથી અળગેલો રહેવાનો છે. જે આત્મામાં આગ નથી માંગ નથી. બસ છે તો સમતા, પ્રશાંતવાહિતા, જે સામાયિક ધર્મથી સાધ્ય છે. પ્રાથમિક ભૂમિકાના સાધકને સૌ પ્રથમ માનસિક ક્રિયા, ધ્યાન કે ચિંતન જેવું સાધન ઉપયોગી ન થાય કારણ કે સામાન્ય રીતે જીવોનું મન ખૂબ ચંચળ હોય છે તેમાં કાયિક કે વાચિક ક્રિયાનો સંયમ ન હોય તો માનસિક ક્રિયા હિતાવહ થતી નથી, અને એળે જાય છે. કારણ કે ત્રણે યોગની મહદ્અંશે અશુદ્ધ પ્રવૃત્તિનો દીર્ઘકાળનો અભ્યાસ છે. તે કોઈ પ્રબળ ધર્મઅનુષ્ઠાન રહિતપણે વર્તવાથી છૂટે નહિ. કારણ કે પ્રત્યેક ગતિમાં ધર્મબુદ્ધિને અભાવે શ૨ી૨ મળ્યું હિંસાદિમાં પ્રવર્તન કર્યું. વાણી મળી વ્યક્ત થવા જેવી ત્યારે તેમાં માયા, દંભ અને અસત્યને ભેળવી વાણીને ક્લુષિત કરી. મન મળ્યું તો અનેક પ્રકારનું નિરર્થક દુર્ધ્યાન કર્યું. જેમ જેમ ઇન્દ્રિયોની વૃદ્ધિ થઈ તેમ તેમ પાપોની પ્રવૃત્તિ વધી. કોઈ પુણ્યયોગે સમૃદ્ધિ મળી ત્યારે મોહથી ઘેરાઈ ગયો. આમ અનંત ભવો થતાં ધર્મબુદ્ધિ જાગી નહિ! સર્વજ્ઞ વીતરાગને ઓળખ્યા નહિ. નિથ ગુરુજનોનો સમાગમ કર્યો નહિ. દયારૂપ ધર્મને આચર્યો નહિ તેથી દુન્યવી દુઃખો પામ્યો, તેને સહન કર્યાં. પણ તપાદિમાં કષ્ટ માની આરાધન ન કર્યું. ઘણી મહેનત કરી ધાદિ મેળવ્યા, પરંતુ ભોગબુદ્ધિને કારણે ભવાંતનો ઉપાય ઃ ૪૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ દાનાદિ કરી ન શક્યો. શારીરિક વાસનાઓનો ભોગ બન્યો અને રોગને નોતર્યા પણ સંયમમાર્ગે ન વળ્યો. મનુષ્યને એમ કહેવામાં આવે કે તું પશુ થાય તો ત્યાં ધર્મ-કર્મ નહિ. તપ તિતિક્ષા નહિ, સંયમ-નિયમ નહિ સ્વતંત્ર જીવન. જે ઇન્દ્રિયને જે સુખ મળે તે ભોગવવાનું કંઈ વિચાર નહિ કરવાનો. તો પણ મનુષ્ય પશુ થવા કેમ તૈયાર નથી? તેને પશુની પરતંત્રતા ખબર છે બુદ્ધિ હિનતા ખબર છે, છતાં તે મનુષ્યપણાનો સદ્દઉપયોગ કરતો નથી. સદાચાર પામતો નથી એટલે મનુષ્ય છતાં જીવન તો પશુ જેવું કરી નાંખે છે. આ ત્રણે યોગો સામાયિકમાં દુઃખમુક્તિના નિમિત્ત બને છે. માટે કાલ કરે સો આજ કર. આજ કર સો અબઘડી કર. બકરું કરું કરતાં હજી નથી કરતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો, વાતો કરતાં વેળા શુભ જાયે વહીરે. રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં રે” સામાયિક શ્રાવક-સાધક-ગૃહસ્થ માટે અવશ્ય કરવા યોગ્ય કરણી છે, વ્રત છે, તપ છે, સંયમ છે, સામાયિકમાં શું નથી ? માટે “બહૂ સો સામાઈયે કુક્કા” પૂછવા જેવું નથી, અને છોડવા જેવું નથી. આદરવા જેવું ઉત્તમ કાર્ય, શ્રેષ્ઠ કાર્ય, કર્મ મુક્તિનું સાધન સામાયિક છે. - ધન ક્યારે કમાવું ? અરે ! આ કાળમાં તો બાળક ગર્ભમાં આવે ત્યારથી ધનની વ્યવસ્થા કરવી પડે છે. એમ સામાયિક તો જન્મોજન્મના સંસ્કાર માંગે છે, એટલે સામાયિકને આત્મા કહ્યો છે. તેનું વિસ્મરણ થયું છે. માટે યથાશક્તિ આ અનુષ્ઠાન કર્યા જ કરવું. હે ચેતન ! વિચાર હવા ક્યારે લેવી? ધન પ્રાપ્તિ ક્યારે કરવી ? જો એની રાત-દિવસ જરૂર છે. તારા સૂતેલા આત્માને જાગૃત થવા સામાયિકની જરૂર છે. બે ઘડી બેસીને કર, શાસ્ત્ર અધ્યયનથી વ્યુત સામાયિક, હરતાં-ફરતાં ઉઠતા-બેસતા સમતામાં રહેવા પ્રયત્ન કર. સંયોગાધીન અશુભના યોગમાં સમતા રાખ. આમ વિવિધ પ્રકારે સામાયિકનું આયોજન કર્યા જ કરવું આખરે એ સામાયિક સમ્યક્તનું પ્રદાન કરી શાશ્વતપણે પ્રગટ કરી અનંતકાળનું સુખ પામશે. તારે જેવું અને જેટલું સુખ જોઈએ તેટલા સામાયિક કરવા. સામાયિક યોગ ૮ ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૧. સમભાવ રહિત દેહના નેહથી શું બન્યું? સંસારી જીવ શુક વસ્તુઓનું મૂલ્ય આંકે છે પણ આત્માનું સામર્થ્ય તેની સમજમાં આવ્યું નથી, એટલે દેહાદિ જડ એવી વસ્તુમાં રાગ કરી આત્માનું અવમૂલ્યન કરે છે. આત્મા દ્રવ્યથી અચિંત્ય અને પરમશુદ્ધ, ક્ષેત્રથી પોતાના જ અસંખ્યાત પ્રદેશની મર્યાદામાં રહેનારો, કાળથી જન્મ મરણરહિત અવિનાશી, ભાવથી નિર્વિકલ્પ ગુણોથી ભરપૂર. છતાં તે શાથી અસામર્થ્યવાન કે અલ્પ સામર્થ્યવાળો થયો છે? તેનું અનંત સામાÁબળ કયાં દટાઈ ગયું ? તે સામર્થ્ય પ્રગટ થવા માટે સામાયિક બળવાન સાધન છે. સંસાર એ અનેક વિષયોના વિષથી આક્રાંત થયેલું વન છે. તેમાં પ્રલોભનો અનેક છે. જેમ વન ચંદનવૃક્ષોથી ભરેલું છે, તેની સુવાસથી પ્રેરાઈને સર્પો વૃક્ષની આસપાસ વીંટળાઈ વળે છે, ત્યારે ચંદનની સુવાસમાં વિષ ભળે છે. પરંતુ એ જ વનમાં મોર પણ રહે છે. સર્પ અને મોરને પેઢીઓ જૂના વાઘ બકરી જેવા સગપણ હોય છે. મોરનો ટહુકારો સાંભળે અને સર્પ બધા અદશ્ય થઈ જાય. આ પ્રમાણે વિષયોના વિષ સામે આત્માસંયમનો ટહુકાર વીતરાગની ભક્તિનો રણકાર, વૈરાગ્યનો પડકાર સાંભળે તો વિષ ઊતરી જાય છે. આત્માનું આવું સામર્થ્ય દેહના નેહમાં અટકી ગયું છે. દેહની શોભા આત્મા વડે કે આત્માની શોભા દેહ વડે ? ભાઈ આત્માની શોભા આત્મા વડે જ છે. છતાં આત્મા શરીરમાં હોય તો શરીરની શક્તિ પણ પ્રગટ થાય છે. તારા પગ માંડ આઠથી દશ કે બાર ઇંચના પણ જો પૃથ્વીની પ્રદક્ષિણા કરવી હોય તો તે કરી શકે. તો પૃથ્વી મોટી કે તારું ચાલકબળ મોટું ? ઊંચામાં ઊંચો પર્વત ચઢ્યા પછી તારામાં હજી ઊંચે ચઢવાની તાકાત છે, તો એ પર્વત ઊંચો કે તારો આત્મા ઊંચો? મોહનીયકર્મની સ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમની છે, તેનો પાર કેમ આવે? અરે ! એ તો કર્મની પ્રકૃતિ છે ભલેને સિત્તેર કોડાકોડી હોય તો પણ અંતવાળી છે. આત્માનો અંત નથી, તેથી તે કર્મોનો ક્ષય આત્મજ્ઞાન વડે થઈ શકે છે. આત્માના આવા સામર્થ્યનું દર્શન વિવેકચક્ષુ - દિવ્યચક્ષુ વડે થઈ શકે છે. જ્ઞાન અને ક્રિયાની યથાર્થતા કે સુમેળ તે વિવેક ચહ્યું છે. દેહનો નેહ એ વિવેક ચક્ષુ વડે છૂટે છે. ૬ જ ભવાંતનો ઉપાય : Page #62 -------------------------------------------------------------------------- ________________ જડ અને ચૈતન્યના, હિતાહિતનો, સત્યાસત્યનો નિશ્ચય કરવો તે સમ્યગૂજ્ઞાન છે. પરમાત્મા કથિત તત્ત્વની યથાર્થતા તે સભ્યશ્રદ્ધા છે. તે તત્ત્વોનો અનુભવ કરવો તે ચારિત્ર છે. તે ચારિત્ર સામાયિકથી શરૂ થાય છે, જીવનભરનું સામાયિક આદરનાર સાધુ-સાધ્વી છે. સમયની મર્યાદામાં સામાયિક કરનાર શ્રાવક-શ્રાવિકા છે. પુણિયા શ્રાવકે સમયની મર્યાદામાં રહી સામાયિક કર્યા તે પણ ભવતારક બન્યા. દેવોને પણ પ્રભાવિત કરનારા ઠર્યા. ભગવાન મહાવીરે આ જીવન સામાયિક ધર્મ પાળ્યો તે પણ સિદ્ધિગતિને પામ્યા. ત્રણે લોકને પૂજનીય બન્યા. આજીવન સામાયિકના સાહજિકતાવાળા મહાવીર ભગવાને શ્રેણિકને નરકાયુથી રક્ષણ મેળવવા પુણિયાજી પાસે ફક્ત એક સામાયિકનું ફળ લેવા સૂચવ્યું હતું. આથી સમજાશે કે સામાયિકના બે ઘડીના શુદ્ધ સમભાવી પરિણામનું શું માહાસ્ય છે કે સામાચ્યું છે ? એ સામાયિક જીવનનાં બીજાં ઘણાં મૂલ્યો સહિત છે. અનાસક્તિ, સ્વૈચ્છિક ગરીબી, પ્રામાણિકતા, મૈત્રી આદિ ભાવનાઓ, અતિ નમ્રતા, ધર્મશ્રદ્ધા, આવાં ઘણાં આત્મિક મૂલ્યો સહિતના સામાયિકનું સામાÁ અલૌકિક છે લોકોત્તર છે. દેહદૃષ્ટિના શમન પછી અંતરાત્મ દૃષ્ટિ વિકસે છે, જો કે ત્યારે સૂક્ષ્મ સંસ્કાર પ્રત્યે જાગૃત રહેવું પડે છે. કર્મ કરતાં આત્મા બળવાન છે. અનંતકાળના પરિભ્રમણમાં અનેક પ્રકારનાં દુઃખો ભોગવ્યા છતાં આત્મા એવા જ સામાર્થ્યવાળો આજે અડિખમ છે. સર્વથા કર્મનો નાશ કરવા સમર્થ છે. સર્પનો એક ફૂફાડો ટોળે વળેલાને વિખેરી નાંખે છે, તેમ જ્ઞાનીઓ એક શ્વાસપ્રશ્વાસમાં અનંત કર્મોને ખપાવી દે છે. પરંતુ એ આત્મા પ્રત્યે દૃષ્ટિ જવી જોઈએ. દેહદૃષ્ટિથી હું પરમાત્માનો સેવક છું. ચૈતન્ય દૃષ્ટિથી હું આત્મા છું. આત્મદષ્ટિએ હું પરમાત્મ સ્વરૂપ છું.” માટે દેહને ભોગનું નહિ પણ યોગનું સાધન બનાવવું. સ્નેહનું નહિ પણ વૈરાગ્યનું સાધન બનાવવું. અગર ચારગતિના પરિભ્રમણની તૈયારી રાખવી. દેહનો નેહ કોઈને પણ સુખદાયી બન્યો નથી કારણકે તે જન્મ. જરા. મૃત્યુ અને રોગ વડે પૂરો થાય છે. સામાયિકયોગ * ૪૭. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સામાયિક : અહં વિલય – મનોનિગ્રહ આરંભ અને પરિગ્રહનો નિકટનો મિત્ર મોહ છે. મૂચ્છ છે. જેમ જેમ મોહ ઘટે, મમત્વ ઘટે તેમ તેમ તે પદાર્થોમાં રહેલો પોતાનો અહંભાવ મંદપરિણામ પામે. દીર્ઘકાળથી પરિચયવાળો તે અહંભાવ એકાએક નિવૃત્ત થતો નથી અને અહંના વિલય વિના આરંભ પરિગ્રહના સાધનોની કે પુદ્ગલની પરવશતા છૂટતી નથી. સામાયિક એ સાધનામાર્ગ છે. તેમાં અહવિલય અને મનોનિગ્રહ અત્યંત જરૂરી છે. દૃઢપ્રહારી જેવા મહા અપરાધીએ પણ દરેક દરવાજે ઊભા રહી તાડન પિડન સહી અહવિલય કે મનોનિગ્રહ કરી ખૂની મટી મુનિ બન્યો. મોહથી ગ્રસ્ત મરુદેવા માતા, પુત્ર વિરહથી આંસુ વહાવી આંખે અંધાપો આદર્યો. તેમણે પુત્ર ઋષભનું ભગવજન્ય ઐશ્ચર્ય સાંભળી મનોનિગ્રહ કર્યો, અને યોગની સ્થિરતા કરી અંતર્મુહૂર્તમાં કૈવલ્યની પ્રાપ્તિ કરી. અહંના પાયા ઉપર પુદ્ગલની ઇમારત ઊભી છે. અહંના વિલય થવાથી ઇમારતના પાયા હચમચી જાય છે. તમે તટસ્થપણે આંતર નિરિક્ષણ કરશો તો તમારા મન પર આ અહંના પડઘા તમને સંભળાશે. પળે પળે “હું હું. સામાયિકના અનુષ્ઠાનની સૌથી પ્રથમ શરત છે સાવદ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ એટલે પુદ્ગલ પ્રત્યેથી મુક્તિ, પરિગ્રહથી વિરમવું. જેના પરિણામે તેમાં પ્રવર્તતો અહં વિલય પામે છે. જો કે અનાદિકાળનો આ અહં એકાએક વિલય પામતો નથી. તે માટે તનથી, મનથી ગુરુને અર્પણ થવું, આધીન થવું. ગુરુના પારતંત્રમાં સ્વરૂપનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે. કરેમિ ભંતે સામાઇયં / તસ્મ ભંતે પડિક્કમામિ ગુરુની નિશ્રા શીળી છાયા છે. કદાચ શિક્ષા આપવામાં ગુરુ કઠોરતા વાપરે તો પણ પેલી શ્રદ્ધા ત્યાં ચંદનનું કામ કરશે. તેને ગુરુનાં વચનો મંત્રરૂપ લાગશે, ગુરુનો ચરણ સ્પર્શ પૂજા સમાન લાગશે. અને ગુરુની સ્મૃતિ એનું ધ્યાન હશે. એવા ભાવે ગુરુની સેવા વડે પૂર્વ સુધીના જ્ઞાનની ક્ષિતિજો ખૂલી જાય છે. ધૂણી ધૂણીને ગોખવાની જરૂરત નહિ. અને જરા પ્રમાદ થયો, ખામી થઈ, તસ્મ ભંતે પડિક્કમામિ' કરી જ લેવું. ૪૮ ભવાંતનો ઉપાય : Page #64 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ આપેલી આજ્ઞા, મંત્ર, શિક્ષા, બોધ સર્વે વિષય કાયોના દાવાનળ સામે શીતળ જળની વષ છે. તમને અંતરમાં વિષય કષાયો પડે, તમે ગુરુના સ્મરણ કે મંત્રમાં મનને યોજી દો, તમે સુરક્ષિત થશો. જ્યાં સુધી તમે પરિપક્વ ન થાય ત્યાં સુધી તમારે કર્યા જ કરવું. ગુરુ શરણે ગુરુ સેવા શરણે ગુરુ આજ્ઞા શરણે. તમારે આત્માને દેહભાવથી મુક્ત કરવો છે, તો તમારે અહવિલયની જેમ મનોનિગ્રહ કરવો પડશે. મનના બે દોષ છે. જો તે પરિચિત વસ્તુ જુએ કે સાંભળે તો કહેશે આ કથા, આ સિદ્ધાંત તો મેં સાંભળ્યો છે. હવે જો કોઈ નવી તાત્ત્વિક વાત આવશે તો કહેશે કે આમાં આપણું કામ નહિ. ચીલે ચીલે ચાલ્યા જાઉં, નિશદિન એને ફાવે. ભાષાથી અદકુ ભાળે તો પાછાં પગલાં માંડે.” ભક્તિમાર્ગે જતો કઠણ હૃદય દ્રવતું નથી. જ્ઞાન માર્ગે જતાં મગજ ખૂંપતું નથી. ક્રિયા માર્ગે જતાં કાયાને રૂચતું નથી. વિષય વાસના બૂરી છે જાણવા છતાં મન, કાયા, વળી વળીને ત્યાં દોડે છે, પુરાણો અભ્યાસ છે ને ? ભાઈ ! આ તારી કહાની છે, તે પીડામાંથી મુક્ત થવા જ ગુરુજનોની જરૂર છે. તે તને મનોવિગ્રહનો ઉપાય બતાવશે, જેનાથી રાગદ્વેષ દૂર થશે. મનની સપાટિથી મનને તમે સંયમમાં લઈ જવા માંગશો, તેને પસંદ નહિ પડે. મનથી ઉપરની એક અવસ્થા જાગૃત ચેતનાની છે, તે સ્તરેથી તમે મનને આજ્ઞા આપો. મનોસંયમ સરતાથી સાધ્ય થશે. જેમ એક શિષ્ય બીજા શિષ્યને કહેશે તો તે કહ્યું માને કે ન માને, પરંતુ જો ગુરુ આજ્ઞા હશે તો તે જરૂર આધીન થઈને વર્તશે. આપણે વ્રત પચ્ચખાણ બધું જ લગભગ મનની સપાટિ પર રહીને કરીએ છીએ, સામાયિક આદિ પણ એ સપાટિથી કરીએ છીએ એટલે તે તે ક્રિયાઓ ભાવપ્રધાન કે ગુણસાધક બનતી નથી. તેમાં મનના દોષો, એમાં પ્રમાદ, અશુદ્ધિ, વિકલ્પો વડે છિદ્રો પડે છે. એ મન જ્યારે ચેતનાના પ્રદેશોમાં વિલય પામે ત્યારે તે દોષો પણ વિલય પામે છે, એટલે જે કંઈ આરાધન થાય છે તે ચેતનાના સ્તરે થવાથી આત્મવિકાસ ઝડપી બને છે. આ ચેતના એટલે જ્ઞાન તે તમને સ્વરૂપ પ્રત્યે દોરશે. મન પૌગલિક સંસ્કારવાળું છે, તે તમને શરીરના સુખ પ્રત્યે દોરશે. શરીરના ગુણધર્મો સામાયિકયોગ ૮ ૪૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ સમજાવો કે રસનાને સ્વાદ જોઈએ. આંખને દશ્ય જોઈએ. એ એનો ગુણધર્મ છે. જીભ ને આંખ કશું કહેતા નથી. આ સર્વે મનની રમત છે. જ્ઞાન-ચેતના કહે છે, શરીરને ધર્મો નથી, એ પડન અને સડનવાળું છે. તમે સંયમમાં આવી જાવ ત્રણે યોગ ચેતનાને અનુસરશે, એ ગુપ્તિ છે. પૌદ્ગલિકદષ્ટિ પુદ્ગલમાં રમણતા કરાવે છે, ત્યાં રમણ કરવા જેવું કંઈ છે નહિ. પણ જીવ એનો પરિચયી હોવાથી એને ચેતના પ્રત્યે જવાનું અપરિચિત લાગે છે. ચેતના સ્વરૂપ પ્રત્યે દષ્ટિ કરે તો સ્વરૂપ રમણતા થાય. સામાયિકની સમતા ધર્મસ્વરૂપ રમણતાનો પરિચય કરાવે છે. વાસ્તવમાં પરપદાર્થમાં રમણતા હોય નહિ, એ તો સંયોગ સંબંધ છે ત્યાં મમત્વ હોય. તાદાભ્ય સંબંધ સ્વાભાવિક સંબંધમાં જ હોય. જ્યાં નિર્મળભાવ હોય. સ્વભાવમાં જવાનું, સ્થિતિ થવાનું, રમણતાનું સાધન અંતર્મુખતા છે, પૌગલિક રમણતા બહિર્મુખતા છે. સાધક ઊઠે, બેસે, હરે, ફરે, આહાર લે, બધે જ અંતર્મુખતા હોય. એક શિષ્ય ગોચરી લઈને આવ્યો. ગુરુજી પાસે મૂકી. ગુરુજીએ તેના સામું જોયું. તેના મુખ પર લોહી નીકળતું હતું. બેટા ! તારા મુખ પર કંઈ વાગ્યું છે ? શિષ્યને ખબર નથી. તે શૂન્યમનસ્ક ન હતો. પણ ગુરુના ગુણોના ચિંતનમાં, આજ્ઞાની મસ્તીમાં, સ્વાધ્યાયના ચિંતનમાં હતો. તેના મુખ પર કંઈ બન્યું તેમાં ઉપયોગ ન ગયો. તે અંતર્મુખ હતો. સામાયિકની પ્રક્રિયા, કાળ નિર્ગમનમાં તમે જે કંઈ કરો અંતર્મુખ થવા માટે છે. બહાર જવું હોય તો ઘણાં સાધન અને સમય જોઈએ. તમારે અંતરમાં જવું છે શું જોઈએ? સામાયિક કર્યા પછી સ્વાધ્યાય કર્યા પછી આનંદની સરવાણી ફૂટતી નથી ? તો સામાયિક શરીરે કર્યું. સ્વાધ્યાય હોઠે કર્યો. તમે ક્યાં હતા? અંતર્મુખ થવા માટે ચિંતનની ભૂમિકા છે. ચિંતન પણ છૂટી જ્યારે કેવળ ભાવાત્મક ભૂમિકા આવે છે ત્યારે અંતર્મુખતા આવે છે. પછી દેહ પર કે દેહને નામે જે બને છે તે તમને આકુળતા કે આકર્ષણ પેદા નહિ કરે. પD : ભવાંતનો ઉપાય : Page #66 -------------------------------------------------------------------------- ________________ (૧૩. સામાયિક : અખંડ આત્માની અખિલાઈનું અવતરણ સમતા એ જ આત્મા છે, અર્થાત્ એમાં સમતાનું સાતત્ય છે. હરેક અવસ્થામાં ઉપયોગ સમતાયુક્ત છે. એ સમતા સ્વાભાવિક છે. પરંતુ અજ્ઞાનવશ જીવમાં વિષમતા પેદા થતા સમતા ખંડિત થઈ જાય છે. જેમ એક કાચની બરણી આખી છે, તે તૂટી જતાં તેનો ઉપરનો ભાગ, વચ્ચેનો ભાગ અને તળિયાના ભાગના આકારો ભિન્ન ભિન્ન જણાય છે. તેમ જીવની સ્વભાવરૂપ સમતા જ્યારે અજ્ઞાનના ઉદય વશ ખંડિત થાય છે ત્યારે રાગદ્વેષ, તેમાંથી ક્રોધાદિ કષાયો તેમાંથી હાસ્ય, ભય, શોકાદિના કષાયો નીપજે છે. આમ એક અખંડ તત્ત્વ ખંડિત થાય છે. છતાં સમતા એ આત્માની અવસ્થા છે. આત્મા ત્રિકાળી ધ્રુવ છે. એટલે તે સમતાની અવસ્થા ખંડિત થવા છતાં આત્મા સ્વસ્વરૂપે ત્રિકાળી અખંડ દ્રવ્ય છે. આ પ્રમાણે વીતરાગતા જેવા ગુણો માટે સમજવું અને તેને ઉપાદેય કરવા. જેમ સમતા અને આત્મા અભિન્ન છે, તેમ જ્ઞાન અને આનંદ પણ અભિન્ન છે. સમતા વિષમતાથી તિરોહિત થાય છે, તેમ જ્ઞાન અને આનંદ મોહથી તિરોહિત થાય છે. જ્ઞાન અને આનંદ આત્માના જ છે, આત્મામાં જ છે, પણ જીવની દશા કસ્તુરી મૃગ જેવી થઈ છે, જિમ તે ભૂલો મૃગ દદિશ ફરે, લેવા મૃગમદ ગંધ, એમ જગ ઢૂંઢે બાહિર ધર્મને, મિથ્યા દૃષ્ટિ ૨ે અંધ.'' - મહામહોપાધ્યાયજી જ્ઞાનસ્વરૂપ આત્મા પોતાના જ્ઞાનવર્ડ આનંદનું વેદન કરવાને બદલે જ્ઞેય૫૨૫દાર્થોને જોવા જાણવામાં આનંદ શોધે છે. આત્મસાધક અંધકારને આવકારતો નથી, તે પ્રકાશપુંજનો ચાહક છે. જીવનની શુદ્ધિ રહિત આત્મવિકાસ શક્ય નથી. આત્મવિકાસ કે અધ્યાત્મનો પંથ અખિલાઈના સ્પર્શની સાધના છે. તેને ક્ષુદ્રતામાં અંકિત ન કરવો. જીવન શુદ્ધિ વડે અખિલાઈને આંબવા દેઢ સંયમ અને પુરુષાર્થ જરૂરી છે. સામાયિક ધર્મ કર્મનિત ખંડિત અવસ્થાથી મુક્ત કરે છે. કર્રજનિત અવસ્થામાં પુણ્યયોગે થતી પૌદ્દગલિક પદાર્થોની પ્રાપ્તિ અંતે અપ્રાપ્તિરૂપ છે. કર્મસત્તાથી મુક્ત આત્મા પ્રાપ્તની પ્રાપ્તિ કરે તે તેની સામાયિકોગ * ૫૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ અખિલાઈ છે. પ્રાપ્તની પ્રાપ્તિ કર્મજનિત નથી સ્વગુણ વિકાસને આધારે છે. તે પ્રાપ્તિની ભલે સાદિ હોય પણ તે અનંત છે. સાદિ અનંત છે. આત્માની ત્રિકાળી ધ્રુવ અવસ્થાને લક્ષમાં રાખે તો તેને દેહાદ કેવા અનિત્ય અને અપૂર્ણ છે તેનો ખ્યાલ આવે. સાચા પુરુષાર્થની દિશા પકડાય. ભલે સાધનામાં ક્રમિક વિકાસ હોય. નિત્યાનિત્યના ભેદવાળો હોય. પર્યાયાવસ્થા માત્ર ખોટી નથી. અવસ્થાનું બદલાતું ન હોત તો મિથ્યાદૃષ્ટિ પલટાઈને સમ્યગ્ દૃષ્ટિ કેવી રીતે થાય ! આવરણ દૂર થઈને નિરાવ૨ણ કેવી રીતે થવાય ? જે જે સ્થાને જે પ્રયોજન છે તેમાં સમજ બોધની જરૂર છે. ધર્મમાં સદાયે ભાવ-ભાવનાનું પ્રધાનત્વ છે. સંસારમાં સદાયે દ્રવ્યનું પ્રધાનત્વ છે. આત્મા સ્વયં ભાવ સ્વરૂપ છે. સંસારી અવસ્થામાં આત્મા દ્રવ્ય સ્વરૂપે જણાય છે. સંસારી અવસ્થામાં આત્મા દ્રવ્ય સ્વરૂપે જણાય છે. આત્મસ્વભાવનું પ્રધાનત્વ સાધનાને દૃઢ કરે છે. પરમાત્મસ્વરૂપ સ્વભાવની અખિલાઈ પ્રગટ કરે છે તેથી તે સર્વોચ્ચ અવલંબન મનાય છે. આત્મા ૫૨૫દાર્થને જાણે એ જ્ઞાન લક્ષણરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપમય રહે. સ્વરૂપને અનુભવે તો સ્વભાવ રૂપ છે. જ્ઞાન દર્શનને ટકાવી રાખે છે, દર્શન જ્ઞાનને સમ્યગ્ રાખે છે. એ દર્શન - દૃષ્ટિ મુક્તિદાતા છે. “સંયોગમાં વિયોગનું વિયોગનું દર્શન” “ઉત્પાદમાં વ્યયનું દર્શન” “સર્જનમાં વિસર્જનનું દર્શન” પર આમ જ્ઞાતાદૃષ્ટાભાવે રહી સંતો સિધ્ધાવસ્થાને પામે છે. બુંદ સમાના સમુદ્રમેં, જાનત હૈ સબ કોય, સમુદ્ર સમાના બુંદમેં, જાને વિરલા કોય.” * અન્યના દોષના કડવા ઘૂંટડા ગળી જનાર પોતે અમૃતને પામે છે, અને અન્યના દિલમાં અમૃત પેદા કરી શકે છે. અન્ય માટેની ફરિયાદ ટળી જશે સાથે દોષ દર્શન ટળી જશે. દોષ રહિત વ્યક્તિને ચાહું તેમ વિચારે તો જિંદગી પૂરી થઈ જાય. પણ મને અન્યના દોષો જ ન દેખાય તો ધાર્મિકતાનો વિકાસ થાય. ભવાંતનો ઉપાય ઃ Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧૪) સામાયિક : સાધના માર્ગની સંપત્તિ સામાયિક દ્વારા અંતર્મુખ થયેલો સાધક આત્મ પરિચયી થાય છે, તે દ્વારા તે આત્મદર્શન પામે છે. બહિર્મુખ જીવને અધ્યાત્મભાવના અંતર્મુખ બનાવી સ્વસ્વરૂપમાં ભેળવી દે છે. જગતના પદાર્થો મેળવવામાં, જગતને રૂડું દેખાડવામાં માનવ નિજભાવને ભૂલી ગયો છે. એટલે જિનપદનો તેનો અધિકાર તિરોહિત થયો છે. અધ્યાત્મ કોઈ મનની કલ્પનાની સહેલ કે કોઈ લટાર નથી, પરંતુ પોતાના જ અખંડ સ્વરૂપને આંબવાની સાધના છે. અધ્યાત્મક્ષેત્રે પાપગ્રસ્ત કે ભયત્રસ્ત મનથી કામ થતું નથી. નિરવદ્ય, નિષ્પાપ જીવન અધ્યાત્મ - પરમાર્થના પંથ માટે અનિવાર્ય છે. પાપના ભારથી લદાયેલું મન, વિષમતાથી આકુળ મન, અશરણતાથી મૃત:પ્રાય મન, સામર્થ્યવાન, અવિનાશી, અમૃતના કુંભ જેવા, અચલ આત્માને કયાંથી આંબી શકે ? - આત્મવિકાસનો પંથી અસહુને પનારે પડતો નથી તેની યાત્રા સત્ પ્રત્યે છે. તે એની સંપત્તિ છે. એક રાજાએ આવેશમાં આવી મુખ્યમંત્રીને કહ્યું કે એ સંતને ફાંસીએ લટકાવો. મંત્રી કહે, મહારાજ એ સંત છે તે ફાંસીએ હસતાં હસતાં ચઢી જશે, એ આત્માના અમરત્વને જાણે છે. આત્મા એને માટે મોટો મહારાજ છે. વળી એ જાણે છે કે તે સ્વયં સમાર્ગનો પંથી છે, અને નહિ અનુસરે. રાજા! તો પછી તેને દુઃખ આપવા શું સજા કરવી? મંત્રી : તેને પાપ કરવાની ફરજ પાડો, તે સ્વયં દેહ ત્યજી દેશે. એમનું પ્રેમ તત્ત્વ વિશદ અને અનોખું હોય છે, તેમનો પ્રાણ સમભાવ છે. જંતુ ખાતર પણ દેહ ત્યજી દેશે. પાપ નહિ આચરે. સંતનો આવો પરિચય પામીને રાજા દ્રવી ગયો. સંતની ક્ષમા માંગી. નિરવદ્ય જીવન, નિષ્પાપ જીવન નિર્ભયતા બક્ષે છે. ધર્મની યથાર્થ વિધિ જીવને ધાર્મિક બનાવે. ભક્તિ જીવને ભક્ત બનાવે, નીતિપાલન સજ્જન બનાવે, પરંતુ અધ્યાત્મ આત્માને સ્વયં પરમાત્મા બનાવે. સામાયિક યોગ * પ૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ભૌતિક પદાર્થ કે વિજ્ઞાનમાં આ વિચારનો વિકાસ સંભવ નથી. માટે આત્માને જાણવાનો પરિશ્રમ કરવો જોઈએ. સાંસારિક સુખની ગૌણતા કરવી જોઈએ. સર્વસ્વ પામવા માટે સંસારનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. સંસારમાં જીવે અનેક પ્રકારના મૃગજળ રચ્યા છે. તે ભ્રમણાથી તેને મુક્ત થવું જોઈએ. મૃગજળ કેટલા છે જાણો છો ? દેહસુખ, ધન, ધાન્ય ગૃહ, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, પરિવાર, સગા, સ્વજન, કુળ, જાતિ સમાજ, યશ, કીર્તિ. આવા ઘણાં મૃગજળની પાછળ આપણે દોડીએ છીએ. પણ જો હવે સમજાયું હોય કે એ નરી ભ્રમણા છે, તો સર્વ બાધક કારણોનો ત્યાગ કરવો અને અધ્યાત્મના પંથે પ્રયાણ કરવું. એ પંથે જતાં અંતરમાં તીવ્ર વૈરાગ્ય, જિજ્ઞાસા, બહાર સત્તમાગમ, સદ્ગુરુનો યોગ. ત્યાર પછી આ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થશે. અધ્યાત્મપદની આરાધના માટે વેદાંતમાં પણ ષટ સાધન સંપત્તિ” બતાવી છે. ૧. શમ : વિષય સમૂહમાં જતાં મનને વારંવાર દોષ દૃષ્ટિ જાણીને તેમાંથી નિવૃત્ત થયું. પોતાના ચિત્તને આત્માના લક્ષ્યમાં સ્થિર કરી સમત્વમાં રાખવું. ૨. દમ ઃ કર્મેન્દ્રિયો – દ્રવ્યેન્દ્રિયો, અને જ્ઞાનેન્દ્રિયો – ભારેન્દ્રિયોનો સંયમ રાખવો. ૩. ઉપતિ : અંતરવૃત્તિઓ બાહ્ય વિષયોમાં એકત્વન કરે તેવી સ્થિતિ. ૪ તિતિક્ષા : પ્રતિકાર રહિત, ચિંતા કે સંતાપ કર્યા વગર બધાં કષ્ટોને સમતાથી સહન કરવાની શક્તિ. પ. શ્રદ્ધા : શાસ્ત્રવચન - પ્રભુવચન, ગુરુવચનમાં અતૂટ શ્રદ્ધા. ૬. સમાધાન : સમાધિ, બુદ્ધિને સર્વ પ્રકારે બ્રહ્મમાં જ સ્થિર કરવી. સાધનામાર્ગમાં સંપત્તિની જરૂ૨ છે, તે સંપત્તિ લોકોત્તર છે. સામાયિક એ આત્મા છે, તો આત્મા જ સ્વયં અનંત ગુણોનો ખજાનો છે. એ જ સંપત્તિ છે. રત્નત્રય વડે એ સંપત્તિ પ્રગટે છે. જમીનમાં દાટેલા ચરૂ જેવી છે. સંશોધનથી તે પ્રગટ થાય છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સંયમ, તપ, સત્ય, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, આવા અનેક પ્રકારો વડે આ સંપત્તિ આત્મામાં સ્થાન ધરાવે છે. ૫૪ ભવાંતનો ઉપાય : Page #70 -------------------------------------------------------------------------- ________________ (૧૫) સામાયિક સર્વજ્ઞનું વચન પ્રમાણ જીવ ક્યાં તો ઉન્માર્ગે છે, ક્યાં તો સન્માર્ગે છે. સંસારનો રાહ ઉન્માર્ગ છે. સર્વજ્ઞનો માર્ગ સન્માર્ગ છે. સઘળી પરિસ્થિતિમાં સમતા ધારણ કરવી તે સંતોનો માર્ગ છે. તેનું અનુસરણ તે સાધના છે. સૂર્ય ઊગે તે પૂર્વ દિશા જ હોય, તેમ સર્વજ્ઞના વચન તે સત્ શાસ્ત્ર. સંત-સદ્ગુરુ સમજાવે તે સન્માર્ગ, આ શ્રદ્ધાથી આત્માના જ્ઞાન દર્શન વિકાસ પામે છે. “તરૂવર, સરવર, સંતજન ચોથા વરસે મેહ, પર ઉપકારને કારણે, ચારે ધરીયો દેહ.” તરૂવર – વૃક્ષો ફળ આપે છે પોતે આરોગતા નથી. સરવર-તૃષા છિપાવે છે, પોતે જળપાન કરતું નથી. સંતજન પોતે કષ્ટ સહન કરે પણ જંતુ માત્રની રક્ષા કરે. મેઘરાજ કશા જ ભેદ વગર વરસે. જાણે કે પર ઉપકાર એ જ એમનો પ્રાણ હોય ! તેમ સંતો પણ નિઃસ્પૃહ ભાવે બોધની વર્ષા કરતા હોય છે. સંતવાણી આચાર સહિત હોવાથી સ્વના જ્ઞાનનો ક્ષયોપશમ થઈ વૈરાગ્યને દઢ કરે છે, અને સન્માર્ગે જવા ઉપકારી છે, જો એ વાણી આચાર રહિત હોય તો કદાચ જ્ઞાનાવરણીય કર્મનો આંશિક ક્ષયોપશમ થાય પરંતુ મોહનીય કર્મનો ક્ષયોપશમ ન થાય. માટે શુદ્ધાચાર એ સંતોનું જીવન છે. એવા સંતોનું અવલંબન – આજ્ઞા વડે સન્માર્ગ સાધ્ય બને છે. સંતના પક્ષે શુદ્ધાચાર છે. તો શિષ્યના પક્ષે વિનય અને વિવેક છે. ભલે શિષ્યમાં કંઈ જ્ઞાન ન હોય પરંતુ દેવગુરુની આજ્ઞા – આદેશમાં તેને રુચિ છે, શ્રદ્ધા છે. સમર્પણ છે. તેને સન્માર્ગ સાધ્ય છે. સર્વજ્ઞ પરમાત્માનો બોધ છે કે તું અનાદિકાળથી દેહમાં રહ્યો પણ જડ નથી બન્યો, જવરૂપે જ રહ્યો છું. ભલે તું કર્માધીન રહ્યો પણ જીવસ્વરૂપે જ છું. માટે તું જીવને વળગી રહે તો શિવ થઈશ. રાવણ સીતાનું હરણ કરીને લઈ ગયો, તેણે સીતાને અનેક પ્રલોભનો આપ્યાં, પરંતુ સીતા રાવણની ન થઈ. રાવણ રૂપવાન હતો. લંકાનગરી સુર્વણની હતી. અંતઃપુર સુખ સામગ્રીથી ભરેલું હતું છતાં સીતાએ રામને જ સર્વસ્વ સામાયિકયોગ - ૫૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ માન્યા. રાવણનો ત્રાસ સહન કર્યો. રામ પણ અતિ કષ્ટ સીતાને શોધીને જીવ સટોસટ યુદ્ધ કર્યું, સીતાને રાવણના સકંજામાંથી મુક્ત કરી. તેમ જીવ દેહના ઇન્દ્રિય જનિત સુખોના પ્રલોભનોમાં ન પડે, સંયમનું થોડું કષ્ટ સહન કરે તો સ્વભાવરૂપ ધર્મરાજા તેને સંસારના દારૂણ દુઃખમાંથી છોડાવે. માટે તારે સર્વના વચનને પ્રમાણ માનવું કે તું દેહ નથી પણ આત્મા છું. જગતમાં જીવો પોતાના નામ અને રૂપનો ગર્વ સેવે છે, તેમના ગર્વને ગાળવા અરિહંત તીર્થંકરના બાર પુણ્યાતિશયો યુક્ત નામનો મહિમા જાણે, તેમના રૂપને જુએ કે સાંભળે તો તેને સમજાય કે તેનું નામ આ જગતમાં જાણવાવાળા કેટલા? અને જાણીને પણ શું લાભ ? ક્ષણિક રાગ કરે કે દ્વેષ ! આવી ક્ષુદ્રતાવાળા નામનો ગર્વ શું? વળી તારું રૂપ ૫ વર્ષે ૧૫ વર્ષે ૨૫ વર્ષે ૫૦ વર્ષે અને ૭૦/૮૦ એ તો કેવું બદલાઈ જાય ! તને જ આશ્ચર્ય થાય કે ક્યાં યુવાનીનું રૂપ અને ક્યાં આ બુઢાપો? પ્રભુનું રૂપ કેવું! તને ખબર છે ? “ઈન્દ્ર ચન્દ્ર રવિ ગિરિ તણા ગુણ લઈ ઘડીયું અંગ લાલ.” આવા ઉત્તમ પદાર્થોથી પણ ઉત્તમ, ચંદ્રથી શીતળ, સૂર્યથી પણ પ્રકાશિત, સાગરથી પણ ગંભીર કહે ભાઈ ! હવે તારા રૂપ અને ગુણનો ગર્વ કરવા જેવો છે? પુણ્યના શુભયોગમાં મળેલી સામગ્રીમાં ગળાબૂડ થયેલા જીવોએ પ્રભુના આઠ પ્રાતિહાર્યોની રચના જાણવા જેવી છે. ક્યાં તારી ક્ષુદ્ર સામગ્રી અને ક્યાં આઠ પ્રાતિહાર્યો? પુણ્યમાં રાચનારા કરોડપતિને પોતાનું સુખ સારું લાગે છે, વસ્તુ સસ્તી લાગે છે. રોડપતિને પોતાનું દુઃખ સારું લાગે છે. વસ્તુ બધી મોંઘી લાગે છે. એક કરોડપતિ એના સુખમાં મસ્ત છે. તેને પેલો રોડપતિ આવીને કહે કે “સાહેબ હમણાં તો અનાજ બહુ મોંઘુ છે. કરોડપતિ એને કહે છે કે અનાજ મોંઘુ છે તો લીલાસૂકા મેવા અને ફળ ખાજે. અમે સાંજે અનાજ ખાતા નથી. ફળ ખાઈએ છીએ. પચતું નથી) આમ શ્રીમંતાઈના ગર્વમાં એ જવાબ આપે પ૬ ભવાંતનો ઉપાય : Page #72 -------------------------------------------------------------------------- ________________ છે, પણ એને ખબર નથી કે આ પણ જવાનું છે. અથવા માટે જવાનું છે. એ જતાં શોક મળવાનો છે. પ્રભુના અષ્ટપતિહાર્યો પ્રભુના પુણ્યાતિશયો છે, પ્રભુએ ઉત્કૃષ્ટ સંયમ આરાધ્યો, અન્ય જીવોને આત્મવત્ જાણ્યા, પાળ્યા અને તેનો બદલો મળ્યો, ત્યારે નિઃસ્પૃહ રહ્યા. એ પુણ્યાતિશયોનો લાભ જગતજીવો પાસે ધરી દીધો. આવી ઉદારતા સંયમ-સામાયિકનો પરિપાક છે. સામાયિકની સમતા જીવમાં આવું ઐશ્ચર્ય પેદા કરે છે. પરમાત્માએ પ્રથમ અનુકંપા-કરુણા અપેક્ષાએ મૂક જીવો પ્રત્યે કરી, પછી આભાસી સુખમાં ભ્રમિત થયેલા જીવો પછી ભલે તે ચક્રવર્તી હોય કે સમ્રાટ હોય તેમને ઢંઢોળ્યા. “બુઝો બુઝો સંસાર દુઃખથી ભરેલો છે. શોકથી ગ્રસ્ત છે. આમ સુખિયા/દુ:ખિયા સૌ જીવોના દુઃખને દૂર કરવા પ્રભુનું ઐશ્વર્ય પ્રગટ થયું. સર્વજ્ઞના આ વચનો સન્માર્ગ છે. શોકગ્રસ્ત જીવોને શોકમુક્ત કરવા જાણે વિશાળ અશોકવૃક્ષની છાયા પ્રસરી ગઈ. તેની છાયાનું જેમણે સેવન કર્યું. તે શોકમુક્ત થયા. પેલો શ્રીમંત પોતાની શ્રીમંતાઈમાં ખોવાઈ ગયો છે તેને તો ભાન પણ નથી કે અનાજ મોંઘું હોય તો ફળ પણ મોંઘા હોય! એવો દાંધ માનવ અન્યને છત્રી કે છત્ર શું આપવાનો છે? પરમાત્માના પુણ્યબળે ત્રણે લોકમાં દુઃખના તાપથી બચવા ત્રણ છત્ર ધરી દીધા. જેણે એ છત્રની છાયા સ્વીકારી તે સુખી થયા. સાચી દિશા - સન્માર્ગ પામ્યા. હે ! સર્વજ્ઞ ! આપના જ્ઞાનપ્રકાશના સમગ્ર આભામંડલ પાસે સૂર્યનું તેજ જ પણ ઝાંખું લાગે. એવા પ્રખર પ્રકાશને આ પામર કેમ કરીને સહી શકે ? આપે નિષ્કામ કરુણાશીલ થઈને તે તેજ પુંજને સંહરીને વર્તુળાકારે ભામંડલમાં મંડિત કર્યું. જેથી ભવ્યાત્મા સમગ્ર રૂપને, નિહાળીને ધન્ય થઈ ગયા અને સ્વરૂપદર્શનના માર્ગે વળ્યા. આપના નામ-રૂપનો આ મહિમા જાણી દેવેન્દ્ર-માનવો પણ નાચી ઊઠ્યા. તેમણે વાજિંત્રોના સૂર રેલાવ્યા. દેવદુંદુભિના નાદ છેડડ્યા. જગતના જીવોને સંદેશો મળ્યો. જાગો, નાચો, આ પ્રભુના સમવસરણમાં પધારો. જીવને સામાયિકયોગ * ૫૭. Page #73 -------------------------------------------------------------------------- ________________ ચારગતિમાંથી ઉગારો. અવસર પામી આળસ ન કરો. દેવદુંદુભિના નાદમાં ઘેલા બનેલા દેવોએ અત્યંત સુવાસ સભર સુરપુષ્પોની વૃષ્ટિ કરી. ભક્તિનો ચમત્કાર સર્જી દીધો. સૌના હૈયાને સુવાસિત કરી દીધા. સ્વર્ગથી પણ અધિક એવું સુરમ્ય વાતાવરણ, જાણે સાક્ષાત્ સિદ્ધશીલાનું પ્રવેશ દ્વાર, હોય તેવું નિર્માણ કર્યું. એ વાતાવરણમાં દેવદેવીઓ ચામર લઈને નાચવા લાગ્યા. તેમની પાસે સંયમની શક્યતા નથી તેથી ભક્તિના રસમાં રસમય થઈ પ્રભુને સમર્પિત થયા. આ સર્વ પ્રકારોથી ગુંજતું સમવસરણ જેમાં ચતુર્વિધ સંઘ વિરાજમાન છે. ત્યાં પ્રભુ સમચતુઃસ્ત્ર સંસ્થાનયુક્ત આસનસ્થ થઈ, બારે પર્ષદામાં, ચારે દિશામાં અમીદ્રષ્ટિ વરસાવી. ચોમુખ વડે દેશના આપી. | દિવ્યધ્વનિ દ્વારા પ્રભુએ બોધનો ધોધ વરસાવી દીધો. “રૂડી ને રઢિયાળી વીર તારી દેશનારે” પ્રભુના એકએક વચન સન્માર્ગે લઈ જનાર છે. રોહણક ચોરના દૃષ્ટાંતથી સમજી શકાશે. જેમ કોઈ એક મજૂર માથે ભાર ઉપાડીને દસ કિ.મી. ચાલ્યો, પછી કોઈ વ્યક્તિને આગળનો માર્ગ પૂછે છે. પેલી વ્યક્તિએ જાણ્યું કે આ મજૂરને જવાનું છે ગાંધીનગર અને એ આવ્યો છે સાણંદ. તેના મુખમાંથી અનુકંપાથી અરર.. શબ્દ નીકળે છે કે અરે બિચારો ભાર ઊંચકીને ખોટી દિશામાં આવ્યો છે. તેમ કરુણાસાગર પરમાત્મા જાણે છે કે જગતના જીવો ખોટો કર્મનો ભાર ઊંચકીને ખોટી દિશામાં અવળો પુરુષાર્થ કરે છે. એટલે કરુણા વડે કહે છે. હે મહાનુભાવો! જાગો. આ સંસાર દુઃખથી ભરેલો છે. તમે સન્માર્ગે ચાલ્યા આવો, અહીં સુખ છે. 7 | – – – – – – – – – – – શરીરને અસુખ ન પહોંચે તે માટે ) મન કુળશ છે. પણ આત્માને સુખ મળે | એવું મન ક્યારે થશે ? તે સામાયિક જેવા | સમભાવયુક્ત વતથી શક્ય છે. – – – – – – – – – – – ભવાંતનો ઉપાય : પ૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સામાયિક = અંધકારથી અજવાળા તરફ ? સુપ્રભાત ? બહુ પુણ્યરાશિથી મળેલો સંસ્કારીગોત્ર સહિત આ માનવદેહ સ્વયં સુપ્રભાતનો અવસર છે. કાળના વ્યવહારથી રાત્રિનો અંધકાર દૂર થવો અને સૂર્યના તેજ કિરણોનું પ્રગટવું પ્રભાત છે. આમ રાતદિનના આવાગમનનો ક્રમ નિરંતર ચાલ્યા કરે છે. વાસ્તવમાં માનવે વિચારવાનું છે કે અજ્ઞાનરૂપી અંધકારરાત્રિ દૂર થવાનો આ અવસર છે. મોહનિદ્રામાંથી જાગૃત થવાનો આ અવસર છે. તું તારી વીતેલી જિંદગી પર એક નજર તો નાંખી જો, તું પચાસ સાંઠ વર્ષનો થયો હોય તો તેના દસકાના ભાગ પાડ અને જો, દરેક દસકો વ્યર્થ ગયો છે કે સાર્થક થયો છે. જો એ દસકાઓના ગાળામાં કોઈ આત્મલક્ષ કે તે અંગેનાં સાધનોનું સેવન થયું નથી તો વ્યર્થ છે. તારા ઉપર પ્રભુની કૃપા ઊતરી હોય અને તું આત્મારાધનામાં પ્રવૃત્ત હોય તો તે તારે માટે સુપ્રભાત છે. પ્રસ્તુત ગ્રંથ સામાયિકના મહિમાનો છે. તેથી આપણે તેના આધારે જીવનમાં પ્રભાતના અજવાળાની જેમ આત્મપ્રકાશ પ્રાપ્ત કરવાનો છે. સુપ્રભાત એટલે સમ્ય પ્રકાશ જેના વડે અધ્યાત્મની યાત્રા સહજ થાય. સામાયિક જેવા અનુષ્ઠાનમાં અજ્ઞાન-મોહનિદ્રા દૂર કરવાનો ધર્મ સમાયેલો છે. જીવનકાળમાં કે આજના દિવસમાં તારા મન, વચન કે કાયાના યોગ વડે કંઈ પણ અપકૃત્ય થયું હોય તો તું પાછો વળ અને પ્રાયશ્ચિત્ત પડિક્કમામિ) કરીને તે અપકૃત્યને ટાળી દે. સર્વ જીવ પ્રત્યે સમદષ્ટિવાળો થા, તો પગલે પગલે શ્વાસે શ્વાસે પુણ્ય છે. દષ્ટિમાં સમભાવ છે તો તું મરણકાળે ધર્મના શરણવાળો દુઃખથી મુક્ત થઈશ. જો તારામાં સમભાવ નથી તો “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે. એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” તને આરાધનાનો અવકાશ ન હોય. એવો કોઈ કઠણ ઉદય હોય તો પણ ઘડી આધી ઘડી આત્મહિત માટે મેળવજે. સમય પાણીની જેમ વહ્યો જાય છે, તેમ માની દેવગુરુ જેવા પવિત્ર તત્ત્વનું અનુસંધાન કરજે, તારું પુણ્ય જાગી ઊઠો. સામાયિકયોગ * ૫૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ આજ કરીશ કાલ કરીશ, એમ પ્રમાદ ન સેવતો કારણ કે સંસારના માયા પ્રપંચનો પાર નથી. તારી જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી, તૃષ્ણા અનંત છે, માટે હવે સંક્ષેપ કર તો જિંદગી સુખરૂપ થશે. જે દિવસે પ્રભાતે તારામાં પરોપકારવૃત્તિના પરહિત ચિતાના ભાવ જાગે તે દિવસ તારે માટે મંગળ પ્રભાત છે, પવિત્ર છે, તારું જીવન ધન્ય છે, તેમ માનજે. સમભાવમાં ટકી જીવન ક્લેશરહિત, પવિત્રતામાં, ઉદારતામાં, સંપ અને સંતોષમાં વિતાવજે. જેથી સંસારયાત્રા નિર્વિધ્ધ સમાપ્ત થાય. હરપળે કાળ તો આયુષ્યને પ્રસે છે. તેમાં ક્ષણ પણ અન્ય પ્રત્યે દુર્ભાવ કે સ્વ પ્રત્યે પ્રમાદ કરવા જેવો નથી. “તરવાર બહાદુર ટેકધારી, પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી, તે કેશરી સમ દેખિયા. એવા ભલા ભડવીર, તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ, નવકાળ મૂકે કોઈને.” અનાદિકાલિન કાળમાં દિવસરાત્રિનું ચક્ર ચાલ્યા કરે છે. કેલેન્ડરનાં પાનાં રોજ ફેરવાતાં જાય છે, જીવ જન્મ મરણના ફેરા ફર્યા કરે છે. આ ધરતી પર કેવાય અધિરાજ અને સમર્થ પુરુષો આવ્યા, વિદાય થયા જગતમાં કયા ખૂણે ઉત્પન્ન થયા તેનો તાગ કોણ કાઢી શકે? આમ કાળના અવિરત પ્રવાહમાં માનવદેહને ધારણ કરી, તેને યોગ્ય અવસર જાણી, આત્મસ્વરૂપને ભજી લેજે. આત્મદશા અચળ, સુખદ અને શાશ્વત છે તેવી દઢ શ્રદ્ધા રાખજો. એકાંતમાં બેસીને આત્મભાવના દઢ કરજે. “જેમની મહા કરુણાના અવલંબને ભવ્ય જીવો આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમનામાં સર્વથા અકર્તુત્વનો આરોપ તે અવળી મતિ છે. દેવ, ગુરુ અને શાસ્ત્રવચનોના નિઃસીમ ઉપકારોમાં ઔપચારિકતાનો આરોપ | તે એકાંત નિશ્ચયવાદનો કદાગ્રહ છે. તે કદાગ્રહ સ્વકર્તુત્વાભિમાનના ( મિથ્યા ગર્વમાં ફસાવનારો હોવાથી સર્વથા ત્યાજ્ય છે.” ૬૦ ભવાંતનો ઉપાય: Page #76 -------------------------------------------------------------------------- ________________ ૧૭. સામાયિક : નિરાવરણ જ્ઞાનનો અભિગમ વર્તમાન આપણું જ્ઞાન મોહથી આવરાયું છે. તેથી આંશિક જ્ઞાનનો ક્ષયોપશમ છતાં આપણી જીવનરેખા અજ્ઞાનથી અંકિત થયેલી મનાય છે. કા૨ણ કે જ્ઞાન અંશે પ્રગટ છતાં વીતરાગતાનો અંશ નથી, ૫૨૫દાર્થોમાં આપણા રાગાદિભાવ આત્મગુણરૂપ વીતરાગતાને રૂંધે છે. માટે જીવે વૈરાગ્ય ગુણને કેળવીને જ્ઞાનના આવરણને ટાળવાનું છે. તે અભિગમ સામાયિક ધર્મથી મળે છે. સામાયિક એટલે સમભાવ જેમાં વૈરાગ્ય ગુણ નિહિત છે. વીતરાગતા અને સમભાવ એક સિક્કાની બે બાજુ જેવા છે. તે સામાયિકમાં અંશે પ્રગટ થઈ યથાખ્યાતચારિત્ર સુધી પહોંચી નિરાવરણ/કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. જીવ સાથે ભળી ગયેલી કર્મ પ્રકૃતિમાં મોહનીયની પ્રબળતા છે. જો કે જ્યારે પ્રકૃતિઓ દબાય છે કે ઉપશમ થાય છે, ત્યારે પ્રથમ મોહનીયકર્મ પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય છે. તેમ તેમ જ્ઞાન નિર્મળ થતું જાય છે. કારણ કે જ્ઞાનનો ક્ષયોપશમ તો જીવ માત્રને હોય છે. જ્ઞાનાવરણીયકર્મનો સંપૂર્ણ ઉદય હોય તો જીવ જડ જેવો થઈ જાય. પૂર્ણ અંધકાર વ્યાપી જાય. માટે મોહનીયકર્મનો ક્ષયોપશમ થવો તે એક સાધના છે, અને મોહનીયનો સંપૂર્ણ ક્ષય થવો તે સાધ્યની સિદ્ધિ છે. મોહનીયનો સંપૂર્ણ ક્ષય થતાં સર્વથા આવરણ દૂર થઈ આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. સમ્યજ્ઞાનથી કેવળજ્ઞાન સુધીની યાત્રાના મૂળમાં સર્વાત્મમાં સમષ્ટિરૂપ સામાયિક રહ્યું છે. આત્મજ્ઞાનનો ઉદય એટલે મોહનીયનો અસ્ત મોહનીયનો ઉદય એટલે આત્મજ્ઞાનનો અસ્ત. સામાયિક દ્વારા જીવ જ્યારે સાવધ પાપવ્યાપારથી નિવર્તે છે, નિરવદ્ય યોગોનો સેવન કરે છે, ત્યારે આંતરશુદ્ધિની ભૂમિકા રચાય છે. એ આંતરશુદ્ધિ એટલે જ્ઞાન અને આનંદ જે આત્મામાં રહેલા છે તેની જ રમણતા છે. તે વિકસીને સચ્ચિદાનંદરૂપે પ્રગટ થાય છે. સંસારી જીવો પાસે આ આત્મશુદ્ધિ નથી તેથી સુખ કે આનંદ ૫૨૫દાર્થમાં ભોગવવા માટે આકુળ થાય છે, તલસે છે. વળી એ પ૨પદાર્થોમાં આત્મવત્ ભાવ કરે છે. તે પદાર્થોનું સેવન કરીને, સાવદ્ય પાપ વ્યાપર કરીને બંધાય સામાયિકોગ * ૬૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ છે, અને સુખદુઃખ ભોગવે છે. - વ્યવહારમાં પારકી વસ્તુ લેનાર સુદ્રવૃત્તિવાળો કહેવાય છે. તેમ પરમાર્થમાર્ગમાં પણ પરપદાર્થોમાંથી પરભાવમાં જવું તે પારકી વસ્તુ લેવા બરાબર છે, તે અજ્ઞાનતા છે. તે જ મોહની અવસ્થા છે. મોહજનિત અવસ્થાથી નિવર્તવા માટે નિંદામિ ગરિહામિ જેવા ઉપાયો દર્શાવ્યા છે. જ્યાં સુધી આત્મા એહિ જ સામાયિક ભાવની શ્રદ્ધામાં આવતો નથી ત્યાં સુધી તેને પર વસ્તુનું સાચું સ્વરૂપ શું છે, તેમાંથી શું મળે છે? તેનો વિચાર થતો નથી. સ્વ શું છે, આત્માનું સાચું સ્વરૂપ શું છે, તેનું ભાન નથી થતું. જીવની આવી મૂઢદશાનું નિવર્તન આત્મસ્વરૂપના લક્ષે ટળે છે. તે માટે મોહનીયના નાશનો ઉપાય કરવાનો છે. તે સિવાયનો શ્રમ પુણ્ય સુધી લઈ જશે. પરંતુ મોહક્ષયનો શ્રમ મોક્ષનગરે પહોંચાડે છે. સામાયિકની ફળશ્રુતિ મૈત્રી આદિ ભાવનાઓ વડે વૈરાગ્ય - વીતરાગતા છે. તે મોહરૂપી અંધકાર દૂર કરવાનો ઉપાય છે. શાસ્ત્રની સ્મૃતિ તે જ્ઞાન નહિ અભ્યાસ છે. જેટલી વીતરાગતા તેટલું જ્ઞાન નિરાવરણ. મતિશ્રુત જ્ઞાનના ઉપયોગ વડે શાસ્ત્રજ્ઞાન દ્વારા તે કેવળજ્ઞાનને જાણે છે, આત્માના સુખ કે આનંદનો અનુભવ કેવળજ્ઞાન કરી શકે, કારણ કે તે નિવારણ જ્ઞાન છે. જ્ઞાન સ્વયં આત્માનું અસ્તિત્વ પ્રસિદ્ધ કરે છે, પરંતુ વિભાવજનિત જ્ઞાન તે અસ્તિત્વની શ્રદ્ધાને પ્રસિદ્ધિ આપતું નથી. મોહને આપણે જાણવા છતાં ત્યાં અટકી જઈએ છીએ. મોહનો અનુભવ ઉપયોગમાં થાય છે. તેની ચેષ્ટા શરીર દ્વારા થાય છે. સામાયિક દ્વારા આત્માનો સ્વીકાર કરીને પર પદાર્થમાં સુખ બુદ્ધિનો ત્યાગ કરી આત્માના આનંદને અનુભવવાનો છે. પરંપદાર્થના મોહમાં આત્મા રાંક બને છે. પરાધીન બને છે. પણ જ્યાં આત્માનું સ્વરૂપ સ્વીકાર્યું કે તું રંક મટી રાજા બને છે. આ નિરાવરણ જ્ઞાનનો અભિગમ છે. ૬૨ ૮ ભવાંતનો ઉપાય : Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૮. સામાયિક : ધર્મ અને કર્મના ભેદનું જ્ઞાન ધર્મ સ્વભાવ છે, કર્મથી ક્રિયા છે, જો જીવ ધર્મમાં છે તો તેનું કર્મ બહારમાં બંધનરૂપ નથી પણ જીવ જો ધર્મમાં નથી તો તેની સર્વ કિયા બંધનરૂપ જીવ કાં તો સન્માર્ગે હોય છે. કાં તો ઉન્માર્ગે છે. જીવ કાં તો ધર્મથી રક્ષિત છે, કાં તો કર્મથી ગ્રસિત છે. ધર્મ માર્ગે જીવ સ્વાધીન સુખ પ્રાપ્ત કરે છે. કર્મમાર્ગે જીવ દુઃખ પ્રાપ્ત કરે છે. ઇન્દ્રિયોનાં સુખોની પ્રાપ્તિ થાય તો પણ તે પરાધીન છે. સામાયિકનો અભિગમ જીવને સાવદ્ય પ્રવૃત્તિથી/વૃત્તિથી અર્થાત્ કર્મથી દૂર કરે છે, અને પ્રત્યાખ્યાન વડે ધર્મમાં પ્રવેશ કરાવે છે. એ ધર્મ ઈરિયાવહી સૂત્રમાં જીવ માત્રના રક્ષણથી/હિતથી/દયાથી પ્રારંભ થાય છે. તેની પૂર્ણતા લોગસ્સ સૂત્રમાં “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ'માં પ્રસિદ્ધ કરી છે. સ્વભાવધર્મમાં જતાં પહેલાંની ભૂમિકા દયારૂપ ધર્મ છે. જે સાધકમાં કોમળતા, કરુણા, સંતોષ સત્ય, શીળ, સજ્જનતા, જેવા ગુણો છે તે સ્વ-પર દયાનો ઉપાસક છે. સર્વજીવહિતચિંતાથી ધર્મ અનુષ્ઠાનનો પ્રારંભ થાય છે. એટલે દયાને ધર્મનું મૂળ કહ્યું છે. જો જીવ પરહિતચિંતારૂપ ધર્મને સ્વીકારતો નથી તો તેના ભાગ્યે કર્મની વિચિત્રતા લખાયેલી છે. ક્યારેક રજ માત્ર સુખ અને પાછળ દુઃખનો ઢગલો. આજે એવામીઠાઈ અને ક્યારે સૂકા રોટલાના પણ ફાંફાં. યશ અપયશની રમત ચાલ્યા કરે. દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરે અને દુઃખ સાથી બનીને રહે છે. સામાયિક જેવા અનુષ્ઠાનમાં અભ્યાસ કે બોધ વડે સમજાય છે કે મને આ માનવદેહ મળ્યો છે. તે પૂર્વેનું પણ હાલમાં વર્તતું રહસ્ય શું છે ! જો પૂર્વના પુણ્યથી આ દેહ મળ્યો છે તો આ જન્મમાં મેં શું કર્યું છે કે મને હવે પછીના જન્મમાં આવો દુર્લભ દેહ અને ધર્મમાર્ગ મળે ! જો આ જન્મમાં એવું કંઈ કર્યું નથી તો આ જન્મ પણ ધર્મ વગર દુઃખ અને પછીના જન્મની વાત તો જ્ઞાની જાણે. સામાયિક યોગ Page #79 -------------------------------------------------------------------------- ________________ સામાયિક તને ધર્મપ્રાપ્તિનો અવકાશ આપે છે. તે સમયમાં કરેલા સત્યશાસ્ત્રનો અભ્યાસ તને જાગૃત કરે છે. અહો ! પૂર્વે થયેલા મહામાનવોએ મળેલા માનવ જન્મને કેવો સાર્થક કર્યો? સુખોનો ત્યાગ કરી સંયમ માર્ગે ચાલી નીકળ્યા. અને શાશ્વત સુખને પામ્યા. સામાયિક ધર્મના પ્રવેશ માટે સાધકને પ્રથમ અવલંબન સલ્લેવ, સગુરુ (નિર્ગથગુરુ) અને સતધર્મ છે. તે તત્ત્વત્રયના અવલંબને સામાયિક ધર્મનું તને પ્રદાન થાય છે. સર્વથા સર્વ કર્મનો ક્ષય કરી જેઓ પરમપદને પામ્યા છે. તે વીતરાગ સર્વજ્ઞદેવે નિરૂપણ કરેલા ધર્મનાં સાધનોમાં સામાયિક વ્રત સાધકને મળ્યું છે. તેમના માર્ગે ચાલનાર પંચમહાવ્રતધારી મહા સંયમી નિગ્રંથ ગુરુની નિશ્રામાં સામાયિક વ્રતની ફળશ્રુતિ પ્રાપ્ત થાય છે. દયારૂપ ધર્મ એ તો વીતરાગની પરમ કરુણાના સ્ત્રોતની પ્રસિદ્ધિ છે. આ ત્રણે અવલંબન સામાયિક ધર્મને પુષ્ટ કરનારા છે. સામાયિકના સમભાવમાં દયાધર્મની મુખ્યતા છે. ઉત્તમ ગૃહસ્થ, સામાયિક આદિ વ્રતને નિયમથી સેવે છે. સામાયિક કયાં સુધી કરવાનું? તું યથાખ્યાત ચારિત્રને પામે ત્યાં સુધી સામાયિક વિકસિતપણે તારી સાથે રહેશે. માટે અપ્રમત્તભાવે તેની સાધના કરવી. આ જન્મમાં ભલે તું ગૃહસ્થ ધર્મમાં સમયની અવધિથી સામાયિક કરતો હોય તો પણ તે વડે તારા ગુણોનો ખજાનો ભરાશે, તે સમય આવે ખૂલશે. જ્યારે તારો જન્મ જ ધર્મયુક્ત કુળમાં થયો છે, તો પછી દયા ધર્મની મુખ્યતા રાખવી. એમ વિચારીને તારું મન દયાથી ભરપૂર હશે. ઉદારતાથી ભાવિત હશે. તારાં વચન મિતભાષી અને સત્ય હશે. તારી કાયા સુદઢ અને સંયમી હશે તો તે જીવન સાર્થક છે. સામાયિકભાવને પુષ્ટ કરનારા જિનભક્તિ, આવશ્યક ક્રિયાઓ, તીર્થયાત્રા, દાનાદિ ધર્મો વગેરે અંગભૂત સહાયક તત્ત્વો છે, એનો સાધક સદા સમભાવના પરિણામવાળો હોવાથી પ્રસન્ન હોય છે. દુર્ગતિનો નિવારક બને છે. કથંચિત ઇન્દ્રિયનાં સુખો, ધન ધાન્યની પ્રાપ્તિ એ શુભ કર્મની મહત્તા ભલે હો, તેનો ઉપયોગ કરજે, પણ ખરી મહત્તા જન્મોજન્મના સાથી તરીકે ૬૪ * ભવાંતનો ઉપાય: Page #80 -------------------------------------------------------------------------- ________________ ધર્મસત્તાની છે. તે દયા, શાંતિ, ક્ષમા અને સમતામાં રહેલી છે. ધર્મસત્તાની મહત્તાના મૂળમાં આત્મપરિણામની શુદ્ધતા છે. સહજ સ્વરૂપનું ભાન થવું તે ધર્મ છે. સંસારના અનેક પ્રકારના સંગ પ્રસંગથી જીવને પોતાના સહજ શુદ્ધ સ્વરૂપનું વિસ્મરણ થયું છે. જેમ જેમ સંગ પ્રસંગનો ત્યાગ કરશે તેમ તેમ કર્મસત્તા શિથિલ થશે. કર્મવશ પ્રવર્તતી વિચિત્રતા જાણીને જીવે પ્રથમ અને મુખ્ય નિર્ણય આત્મહિત અને કલ્યાણનો કરવો. અને ત્રણેયોગનું પ્રવર્તન ઉદયાધીન થતું હોય તો પણ તે યોગોને નિવદ્ય પ્રત્યે દોરવા. અસપણે થતી યોગોની પ્રવૃત્તિને પ્રથમ સંકેલવી. તે માટે પ્રમાદ અને ઇન્દ્રિયવશતા ત્યજવી. સ્વચ્છંદાદિનો ત્યાગ કરવો. આમ કરવામાં જીવની નબળાઈ હોય તો સદ્ગુરુ આજ્ઞાએ કે સત્સંગમાં પ્રવર્તવું. સત્સંગમાં બાધક થતા પ૨પદાર્થના પરિચયનો સંક્ષેપ કરવો. કોઈ મહાપુણ્યે સત્સમાગમ મળી જાય તો બધા જ વિકલ્પો ત્યજી, દૈહિક બુદ્ધિ ત્યજી એ યોગને આરાધી લેવો. એ સત્સમાગમથી જે બોધ પ્રાપ્ત થયો હોય તેને બહુ મૂલ્યવાન જાણી અંત૨માં તેનો વાસ કરવો. આમ ધર્મારાધના વડે સમિકત પ્રાપ્ત થાય છે. જો બોધવચનને આદરપૂર્વક આચરે નહિ તો કર્મજન્ય પરાધીન દશાનો યોગ થાય. તેમાં જીવનું કલ્યાણ ન થાય. કર્માધીન જીવ ઉદયમાં આવતા સંસ્કારને વશ થાય છે. તેથી નિમિત્તે કરી હર્ષ કે શોક કરે છે. નિમિત્ત કરી રાગદ્વેષ કરે છે. નિમિત્તે કરી કષાયને આધીન થાય છે. તે માટે તે જીવે તે પ્રકારના સંગનો ત્યાગ કરવો. સત્સંગ જેવા નિમિત્તોમાં રહી ક્ષણે ક્ષણે કે પ્રસંગે સ્વાત્મા પ્રત્યે ઉપયોગને વાળી લેવો. જોકે અનાદિથી જીવને વિપર્યાસ બુદ્ધિ હોવાથી શીઘ્રતાએ ધર્મભાવરૂપ વૈરાગ્ય કે ઉપશમાદિ ભાવો થવા કઠિન છે. છતાં પણ સત્સંગના યોગે તે ભાવોની વૃદ્ધિ ક૨વી. સત્સમાગમ ન હોય ત્યારે સત્શાસ્ત્રનો આધાર લેવો પવિત્ર ક્ષેત્રમાં ઉપાસના કરવી. તે સિવાય આ દુસ્તર સંસારમાં ધર્મપ્રાપ્તિની પ્રથમ ભૂમિકામાં કઠિનતા લાગવાની. છતાં સમજણ પછી સરળતા સંભવ છે. પૂર્વના આરાધક જીવોને કે જેમની અંતર્મુખ સૃષ્ટિ છે તેઓને પણ પૂર્ણતા પામતા સુધી સતત સાવધાન રહેવાનો વીતરાગનો બોધ છે. કારણ કે અનાદિનો સામાયિયોગ * ૬૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ પરપરિચયી આત્મા નિમિત્ત મળતા ચૂકી જાય છે, અને સેવેલો દીર્ઘકાળનો વૈરાગ્ય પણ વ્યર્થ જાય છે તેવાં દૃષ્ટાંતો છે. માટે ધર્મની આ ભૂમિકાએ કે જ્યાં હજી કેવળ ભાવના-રુચિનું જ બળ છે, આત્મ શક્તિએ હજી બળ નથી ત્યાં સુધી આરંભપરિગ્રહનો અભ્યાધિક ત્યાગ કરી ઉત્તમ દ્રવ્ય-ક્ષેત્રનો પરિચય રાખવો. તું ગમે તે ભૂમિકામાં હોય તો પણ કર્મના પ્રતિબંધ માટે અને ધર્મની વૃદ્ધિ માટે આત્મ હેતુભૂત સંગ વિના અન્ય સંગનો તું સંક્ષેપ કરજે. અને ક્રમે કરી સર્વસંગ પરિત્યાગની ભાવના કેળવજે. તે સિવાય આ પરમાર્થ માર્ગને પામવો કઠિન છે, સ્વભાવધર્મ પામવો દુર્લભ છે. મનને અશુભ કે સાવધ પાપ વ્યાપારમાં જતાં અવશ્ય રોકવું જોઈએ. તે માટે શ્રુતજ્ઞાનની આરાધના ચાલુ રહેવી જોઈએ. બે કલાકથી માંડીને જેટલો સમય વધે તેટલો વધારવો. ગાથા, સૂત્રો, વાંચન વિગેરે શ્રુતજ્ઞાનની આરાધના છે. અભ્યાસ વડે જ્ઞાનને સૂક્ષ્મતરે લઈ જવાનું છે. પછી દ્રવ્ય. ગુણ, પર્યાય, તેના ઉત્પાદ વ્યવ્ય અને ધ્રૌવતાનો અભ્યાસ કરવો. જ્ઞાન વડે ઉંડાણમાં જાવ અને ત્યાં જે તત્ત્વ છે તેના દર્શન કરો. તે ધર્મનું લક્ષણ છે. પર્યાયના પરિવર્તનથી બોધ પામો પરમાણુના પુંજ એવા આ દેહમાં અનેક પરમાણુંઓનો ભેદ સંધાત વિખરાવું – મળવું થાય છે. * યુવાનીની પર્યાય બદલાઈ વૃદ્ધાવસ્થા આવે છે. * તાજા ફૂલની ફૂલદાની બીજે દિવસે કરમાય છે. * ઘડો લાવ્યા ફૂટી ગયો ઠીકરા થયા. ઘડાની અવસ્થા બદલાઈ. આમ જગતમાં પરિવર્તનની પરંપરા ચાલે છે. તમારા વશમાં નથી તમે જ્ઞાન વડે જ્ઞાતા રહો. પર્યાય પણ ઉપકારી છે, અજ્ઞાની મટી જ્ઞાનીપણે અવસ્થા બદલાય છે. મિથ્યાત્વ મટી સમ્યક્ત પ્રાપ્ત થાય છે. તમે પર્યાયને પરવશ છો તે કર્મના ધક્કાથી તમને બદલશે તમે પર્યાયને જાણો છો તેને આત્મા પ્રત્યે લાવો. તેમાં જ્ઞાનનો મહિમા છે. ૬૬ * ભવાંતનો ઉપાય : Page #82 -------------------------------------------------------------------------- ________________ (૧૯) સામાયિક વ્રતનો મર્મ : સામાયિક ચારિત્રનું અંગ છે, તેની પ્રસિદ્ધિ શ્રાવકના નવમા વ્રતથી પ્રારંભ થઈ. ગુણસ્થાનક પ્રમાણે વિકાસ પામી, પૂર્ણ શુદ્ધિને પ્રાપ્ત કરે છે. પ્રથમ ભૂમિકામાં વ્રતપણે આચારમાં આવે છે. અંતમાં વીતરાગતામાં પરિણમી કેવળજ્ઞાનને પ્રગટ કરે છે. એ જ એ વ્રતનો મર્મ છે. વતનો અર્થ છે પુદ્ગલના પરિચયનો સંક્ષેપ કરવો. પાપાદિ પ્રવૃત્તિઓથી અટકવું. પછી તે સમિતિ કે ગુપ્તિ દ્વારા, પરિષહ કે ક્ષમાદિ ધર્મ દ્વારા, ચારિત્ર કે બાર અનપેક્ષા દ્વારા હો, પણ અટકો, આશ્રવનો નિરોધ અને સંવરની આરાધના એ આ વ્રતનો મર્મ છે. અહીં મુનિધર્મની મુનિના સામાયિકની વિશેષતા છે. જ્યારે શ્રાવક માટે પરિમાણ, (મર્યાદા) વિરમણ પાછા વળવું, સંક્ષેપ કરવાની પદ્ધતિ છે. શ્રાવક કે મુનિ કોઈ પણ વ્રત વગર ન હોય. મનાદિ યોગોનો સ્વૈરવિહાર ન હોય. પરંતુ યથાર્થ સંયમ હોય. આંતરિક દોષોની ક્ષીણતા હોય. બહારમાં સુઘડતા વધતી જાય. ક્રિયાદિ વધતાં જાય અને આંતરિક અવસ્થા એની એ જ રહે તો વ્રતી અને અર્વાતીમાં શું અંતર રહે? વતી વાસ્તવમાં પાંચમા ગુણસ્થાનકે છે. એટલે તે ગૃહસ્થ છતાં સાધુ જીવનના ધ્યેયવાળો છે. આંતરિક રીતે અનાસક્ત થતો જાય છે. બહારમાં પદાર્થોનું કે પ્રસંગોનું પરિમાણ (સંક્ષેપ) કરતો જાય છે. જેથી મનોયોગ, શુભધ્યાનમાં ટકી શકે, વચનયોગ હિત અને મિત છતાં મર્યાદિત હોય. કાયયોગની નિરર્થક પ્રવૃત્તિ વર્યું હોય. આમ ગૃહસ્થ-વ્રતી થયો એટલે તેનું બધું જ અલ્પ, અલ્પભાષી, અલ્પ આરંભી, અલ્પ પરિચયી, પરપદાર્થોમાં અલ્પ આવકારી. એનું સામાયિક કેવું હોય ! સર્વજ્ઞ વીતરાગ ભગવાન મહાવીર જેમનું સામાયિક પૂર્ણ હતું. છતાં શ્રેણિકને પુણિયા શ્રાવકના સામાયિકનું ફળ કેવું ઉચ્ચકોટિનું છે તે સમજાવ્યું. તેના કારણમાં કંઈ એકલું સામાયિક વ્રત જ નહોતું, પરંતુ બીજા વ્રતોનું પણ બળ તેની સાથે હતું, બધું જ અલ્પ હતું તેથી સામાયિકમાં તેમની યોગઉપયોગની સ્થિરતાનું બળ હતું. સામાયિકયોગ Page #83 -------------------------------------------------------------------------- ________________ વ્રતીમાં આંશિક શુદ્ધિ થતી જાય છે. અને તેના લક્ષમાં શુદ્ધસ્વરૂપ રહ્યું છે. એટલે પેલી આંશિક શુદ્ધિમાં તેને પેલી અશુદ્ધતા જોઈ શકે છે અને ચારિત્ર શુદ્ધિ દ્વારા એ અશુદ્ધિને દૂર કરે છે. આંશિક જ્ઞાન અને દર્શનની શુદ્ધિનું માહાત્મ્ય એવું છે કે તેને આગળનો માર્ગ બતાવે છે. “એક ડગલું બસ થાય” વ્રતીના હૃદયમાં વ્રતનો મર્મ બરાબર જડાઈ ગયો છે, એટલે તે ૫રદોષદર્શનને ટાળે છે. તે પ્રત્યે સાવધાન છે. પેલી શુદ્ધિ અંશે તેને વિભાવદશાનું ભાન કરાવે છે. તેથી વ્રતીની વિભાવદશા ઘટતી જાય છે, અને સ્વભાવદશા ખૂલતી જાય છે. આંશિક શુદ્ધિ દર્પણ બની જાય છે. આ વાસ્તવિક સામાયિકના વ્રતનો મર્મ છે. ચોથા ગુણ સ્થાનકથી સાધકની આવી દશાનો પ્રારંભ થાય છે. શાસ્ત્રાનુસાર દેશવિરતિપદે વ્રતનો પ્રારંભ થાય છે. તે પહેલા વ્રત એટલે વૃત્તિ સંક્ષેપ, અનાસક્તિ, પરિગ્રહને સંકોચવો તે તો સાધકને ધર્મની રુચિ સાથે જ શરૂ થાય છે. ગુણસ્થાનક આવે પછી વ્રત કરીશું તેમ નથી પણ ગુણસ્થાનકની પિરપાટને પહોંચવા માટે પાત્રતા માટે તે અભ્યાસ જરૂરી છે. જેટલા પાપ વૃત્તિ - અને પ્રવૃત્તિથી દૂર થાવ તેટલો લાભ છે. વળી વ્રતી નિ:શલ્ય છે. નિઃશસ્યો વ્રતી” તત્ત્વાર્થાધિગમમાં આચાર્યશ્રી કહે છે કે વ્રતી શલ્યદોષ રહિત હોય. તે દોષ ત્રણ પ્રકારના છે. દોષ ઘણો ઊંડો ગાઢ તે શલ્ય. ૧. માયાશલ્ય, ૨. નિદાનશલ્ય, ૩. મિથ્યાત્વ શલ્ય. તમને ખબર છે હમણાં શારીરિક ચિકિત્સા કરાવવા માટે લોકો જાગૃત થયા છે. કંઈ રોગ નથી પણ વર્ષમાં એક વાર શરીરની ચિકિત્સા કરાવવી. (હેલ્થ ચેક અપ) અને કંઈ રોગનું ચિહ્ન ન હોય તો જીવને નિરાંત થાય. ધન ખર્યું પણ કંઈ હતું નહિ, ભાઈ એ જ સારું છે ને ? પણ તમે આ જીવની આત્માની કંઈ ચિકિત્સા કરાવી ? ભલે તમે કહો કે આમ તો અમારામાં કંઈ દોષ નથી. છતાં જેમ શરીરની ચિકિત્સા કરાવો છો, તેમ આત્માની વર્ષે એકવાર કરાવી તો જુઓ ? કોની પાસે જાણો છો ? સદ્ગુરુ - સંતો પાસે. * સંતો તમારા હિતનું હશે તેનો આચાર બતાવશે. * અહિતનું હશે તેનો ત્યાગ કરાવાનો ઉપદેશ આપશે. * દોષ જોશે તો તે નીકળે તે માટે ઠપકો આપશે. જો તમને આવા સંત-જ્ઞાની મળી જાય તો ચરણ પકડી લેજો અને તમે ભવાંતનો ઉપાય ઃ · ૬૮ * Page #84 -------------------------------------------------------------------------- ________________ સંત થઈ જાવ ત્યાં સુધી તેની આજ્ઞામાં રહેજો. કા૨ણ આ શલ્ય છૂપા શત્રુ જેવા છે. વળી કંઈક મીઠાશ આપે છે. એટલે જીવ તેની મોહિનીમાં ફસાય છે. વ્રતી કદાચ બહાર વ્રત પાળતો હોય પણ જો તેના અંતરમાં દોષ હશે તો ઘણા સમયના આદરેલા વ્રત પણ વ્યર્થ જવા સંભવ છે માટે નિઃશલ્યો વતી. માયાશલ્ય : ચિત્તમાં કપટ અને બાહ્યાડંબરમાં નિર્દોષતાનો દેખાવ તે માયાશલ્ય. માયાશલ્ય રહિત, ચિત્તની સરળતા, મનની મીઠાશ, વાણીમાં મધુરતા, શરીરની ચેષ્ટા સૌમ્ય, અને મન નિષ્કપટ, એમ માયારહિત વ્રતી હોય છે. વ્રતીની ચર્યા નિર્દોષ હોવાથી એને કંઈ કરવામાં અને કહેવામાં ભેદ નથી. વિચાર અને આચારનો ભેદ નથી. વાણી અને વર્તનનો ભેદ નથી. એની કિતાબ ખુલ્લી છે, તેને કંઈ છુપાઈને કરવાનું નથી. એ વ્રતી અનંત સંસારના સંક્ષેપની રીત જાણે છે. તેથી માયાના દોષથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. તે તેના વ્રતનો મર્મ છે. નિદાનશલ્યથી મુક્ત વ્રતી : નિદાનશલ્ય એટલે ધર્મઅનુષ્ઠાન તપાદિના બદલામાં દુન્યવી સુખની લાલસા-માંગણી. વ્રતી બાહ્ય વ્રત તપાદિનો આરાધક છે. સાથે સાથે અંતરમાં ધન-વૈભવ કે અન્ય પ્રકારના સુખની આકાંક્ષાઓથી મુક્ત છે. પુણ્યયોગે એવો સંયોગ થાય તો પણ તેમાં એકતા થતી નથી. અને વ્રતાદિના બદલામાં કંઈ પણ પૌદગલિક પદાર્થ મેળવવા ઇચ્છતો પણ નથી. દોષ, આસક્તિ કે બાહ્ય રિદ્ધિસિદ્ધિ મેળવવાના નિદાનથી મુક્ત છે. મિથ્યાત્વ શલ્ય રહિત વ્રતી : અઢાર પાપસ્થાનકમાં ૧૭ પાપસ્થાનકોનું મૂળ ૧૮મા પાપસ્થાનકમાં જણાવ્યું છે તે મિથ્યાત્વ જાય તો પેલાં ૧૭ પાપ પલાયન થાય છે. મિથ્યાત્વ શલ્યઃ મિથ્યાત્વઃ વિપર્યાયબુદ્ધિ. વિપરીત વર્તન કે શ્રદ્ધાનું જ્યાં સુખ નથી ત્યાં સુખનો ભાવ કરી તેમાં પ્રવૃત્ત થયું. પ્રભુના દર્શાવેલા માર્ગથી વિપરીત ચાલવું. આત્મા-પરમાત્મા પ્રત્યે અનાદર થવો. જગતના જીવો સાથે અસમાનભાવ રહેવો. એકાંત આગ્રહ કદાગ્રહને જ સાચું માનવું. આમ જીવ મિથ્યાભાવરૂપી દોષમાં ફસાયેલો છે. છતાં તેમાં દોષ માનતો નથી તે મિથ્યાત્વ શલ્ય છે. તેવી સર્વભાવોથી મુક્ત સામાયિક વ્રતનો આરાધક નિઃશસ્યો વ્રતી છે. અને એ જ આ વ્રતનો મર્મ છે. સામાયિકનો આરાધક મિથ્યાત્વભાવથી સામાયિકયોગ * ૬૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ મુક્ત છે. સત્નો આરાધક છે. વ્રત પંચમગુણસ્થાનકનું અધિષ્ઠાન છે. બારવ્રત પૈકી સામાયિક એક વ્રત છે. વ્રતીનું જીવન આરંભ, સમારંભ કે પરિગ્રહથી સંક્ષિપ્ત બને છે. સંસારના પ્રકારો, પ્રસંગો, વ્યવહાર, વ્યાપાર ગૌણ બને છે, અલ્પ બને છે. ન છૂટકે તેવા પ્રકારોમાં પ્રવર્તે છે. અવ્રતની હાનિ તે જાણે છે. સર્વવિરતિનું માહાસ્ય સ્વીકારે છે. બંનેની મધ્યમાં છતાં, અહિત ત્યાજ્ય બને છે. હિત તરફનું પ્રયાણ દઢ બને છે. વ્રતનો મર્મ અહીં ચરિતાર્થ થાય છે. ચારિત્ર મુક્તિસુખનાં પાદ ચિહ્નથી તેનો ઉપયોગ નજરાય છે. પરિભ્રમણની નિવૃત્ત કેમ થાય તેને માટે એ ઝૂરે છે. માટે વ્રત એ જીવનું એક મહાન પરિબળ છે. કોઈ પણ જાતની અપેક્ષા આકાંક્ષા રહિત છે. તે શલ્ય-દોષરહિત નિર્મળ ચારિત્રનું નિર્માણ કરે છે. હે ચેતન ! તારે આ જન્મમાં કેવું ભગીરથ કાર્ય કરવાનું છે? અનાદિનો વિપર્યય ત્યજી સન્માર્ગે ચઢવાનું છે. જેની પાસે સન્માર્ગ છે ત્યાં અર્પણ થવું પડશે. તારી પાસે આપવા જેવું શું છે ? કૂડો- | કચરો છે. તારે સાધના માર્ગમાં આગળ વધવું છે. ભલે કૂડો-કચરો છે. પણ દિલ સાફ છે. સમર્પિત છે. તો તારો કૂડો-કચરો પણ સત્પુરુષના સંપર્કથી સફાઈ પામશે. આશ્ચર્ય છે કે કૂડો-કચરો આપતાં પણ તારે કેટલું શોષવું પડે છે ? અરે તારા વ્યવહારમાં તને કોઈ લોઢાને બદલે સોનું આપે તો ! દેવામાં કુપણ પણ લેવામાં હાથ લાંબો કરેને ? તું વિચાર તારું અહંથી ભરેલું, વિષાદયુક્ત વિષમતાથી ખદબદતું મને તારા સ્વજનો પણ લેવા તૈયાર નહિ થાય. મહાત્માઓની કરુણા છે કે તારા કથીર જેવા મનને કુંદન કરી તને સન્માર્ગે મૂકી દે છે. છતાં કેમ અચકાય છે ? હજી સત્સંગ, સદ્દગુરુનું મૂલ્ય સમજાયું નથી ? સ્વરૂપની પ્રાપ્તિની ઝંખના જાગી નથી ? તો પણ તું સદ્દગુરુનો સાથ ન છોડતો. જાગ્યો છું. તો મોડો નથી. ઝૂકી જા, ખોવાઈ જા સંતવાણીમાં. ભવાંતનો ઉપાય: Page #86 -------------------------------------------------------------------------- ________________ (૨૦) સામાયિક : મનુષ્ય જીવનની - ઉત્ક્રાંતિનું શ્રેષ્ઠ સાધન આ ઉત્ક્રાંતિનો અભિગમ આંતરિક છે. બહાર નથી. બહાર ઘણી પદ્ધતિથી ક્રાંતિ થઈ પણ તે શાંતિ-સુખ રહિત છે. એટલે માનવ પાસે સાધન સામગ્રી વધી અને શાંતિ ખોવાઈ ગઈ. સામાયિક એવું સાધન છે કે જ્યાં ઉત્ક્રાંતિ પછી શાંતિ છે. ભલે એ બહારમાં પ્રદર્શિત ન થતી હોય. વિરલ જીવો જ એના ચાહક હોય. મનુષ્યપણું પામીને ધર્મ પ્રાપ્તિના યોગ-સંયોગ ત્યજીને જેટલો સમય આયુષ્યનો તેટલો સમય પરિવારાદિની ઉપાધિનો હોય તો આ મનુષ્યપણું મળ્યાનો કંઈ હેતુ નથી. નિરર્થકતામાં એક ભવનો ઉમેરો થશે. જીવનને સફળતા માટે જે જે યોગ મળ્યા છે તેનો સદ્ઉપયોગ કરીને વિશેષ નિવૃત્તિ મેળવી મિથ્યા પરિચય ત્યજી દેવા. “આ જીવનો જેટલો સમય સામાયિક અને પૌષધમાં પસાર થાય છે તેટલો જ સમય સફળ થયો માનવો. તે સિવાયનો સમય સંસાર-ફળની વૃદ્ધિ કરનારો માનવો.” આપણે દેહ નથી, દેહમાં રહેનારા દેહી છે. અબજો વર્ષો અનેક યુગ (આરા) વ્યતીત થયા પછી આવો ઉત્તમ માનવ દેહ દીર્ઘકાળની ઉત્ક્રાંતિ પછી મળ્યો છે. તેને ઇન્દ્રિયોના વિષયોને હવાલે કેવી રીતે મુકાય? કષાયોના ઘરે ગીરો કેવી રીતે મુકાય ? મિથ્યા માન્યતાના ભ્રમમાં ભ્રમિત કેમ થવાય? આ મનુષ્યદેહનો એક સમય પણ પૂર્ણતાની પ્રાપ્તિ જેટલો મૂલ્યવાન છે, પરંતુ જો તે નિરર્થક ગયો તો તેનું ફૂટી બદામ જેટલું પણ મૂલ્ય નથી. હે સુજ્ઞજનો તેનો સદ્દઉપયોગ કરી લો. “અવતાર માનવીનો ફરીને નહિ મળે અવસર ચૂકી ગયા પછી ફરીને નહિ મળે.” કહેવાય છે કે ભૌતિક વિજ્ઞાન ઘણું વિકાસ પામ્યું છે. ભલે, પણ હજાર વર્ષ થયા નવું હાડકું કે નવું લોહી શોધાયું નથી. માણસના શરીરની રચના એની એ જ છે. ત્યાર પછી મનની વાત લઈએ. લાખ વરસ પહેલાંનો માનવ સામાયિકયોગ ak ૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ કામ, ક્રોધ, લોભ, માયા, ઈષ કે સ્વાર્થવાળો હોય ! આજે વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિકયુગમાં પણ માનવી એ કામાદિ પ્રકૃતિવાળો! કંઈ પણ યોગ્ય બદલાવ વગરનો? એ જ જર્જરીત મન ? તો પછી ઉત્ક્રાંતિ કોને કહેવી ? મન - ચિત્તનું બદલવું તે ઉત્ક્રાંતિ છે, જેમાં શાંતિનું પ્રદાન છે. તે સાધના વગર શક્ય નથી. સાધના એટલે સામાયિક, ધ્યાન, તપ કે જે વડે તમે બદલાવ છો. તમે સામાયિકમાં ભગવાનને વચન આપો છો કે હું પાપવ્યાપાર નહિ કરું, એમ બદલાવ છો. કંઈ ભૂલ થશે તો નિંદામિ, ગરિહામિ, અખાણ વોસિરામિ, કરીને બદલાઈશ. આ મલિન ચિત્તથી મુક્ત થઈશ. જીવો પ્રત્યે સમભાવ કેળવીશ. સર્વ જીવોની વિરાધનાથી સાવધાન રહીશ. શલ્ય રહિત-માયા વગેરે રહિત થવા પ્રયત્ન કરીશ. કાઉસગ્ગ ધ્યાન વડે ચિત્તને પૂર્ણપણે બદલવા પ્રયત્ન કરીશ. આ ઉત્ક્રાંતિકાળ છે. પણ અંતરંગ અવસ્થા હોવાથી પૌદ્ગલિક ભૂમિકાવાળો જીવ ત્યાં સુધી પહોંચી શકતો નથી. માનવદેહની વિશિષ્ટતા એ છે કે તેની પાસે અદ્ભુત વિચારશક્તિ છે. અલબત્ત વિકસતા વિજ્ઞાન સાથે મનુષ્યનું વિચારબળ વિકસ્યું, પણ આંતરિક શુદ્ધિની ઉત્ક્રાંતિમાં તે આગળ વધ્યો? એ જ લોભ, સ્પર્ધા, ઈર્ષા જેવા દુષ્ટ ભાવો પોષાતા જ રહ્યા? આંતરિક ઉત્ક્રાંતિ સમભાવ દ્વારા શક્ય છે. જ્યાં આવેશો, સ્વાર્થ કે ઈર્ષા જેવાં તત્ત્વો વિલીન થાય છે. તે માનવજીવનની શાંતિ સહિતની ઉત્ક્રાંતિ છે. કર * ભવાંતનો ઉપાયઃ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૧. સામાયિક : આત્મપરિચય સર્વજ્ઞ પરમાત્માએ જે બોધ આપ્યો તે સર્વે આત્મ હિતાર્થે આપ્યો છે. તે વિષે દર્શાવેલા વિધિ વિધાનો બહિર્મુખતા ટાળી અંતર્મુખ થવા માટે છે. તે કારણે પરભાવ/પરવસ્તુના ત્યાગી થવું, અને આત્મપરિચય કરવો. પૌગલિક પદાર્થોનો પરિચય પરમાર્થમાર્ગથી વિરુદ્ધ છે. પૌગલિક પદાર્થોની મોટાઈ તેટલી આત્મપરિચયની ઓછાઈ છે. આત્મપરિચય જેટલો ગહન છે, તેટલો સુખદ છે, તેથી બહુ મૂલ્યવાન પણ છે. મૂલ્યવાન વસ્તુનો પરિચય કરવા પૌદ્ગલિક તુચ્છ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. આત્મપરિચયનો રસિયો જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીન થાય છે. યોગ્યતા પ્રમાણે ભક્તિમાં મગ્ન રહે છે. આત્મપરિચયી સંતોનો સમાગમ કરે છે. તેમના બોધેલાં વચનોનું અનુપ્રેક્ષણ કરે છે. જેણે સની પ્રાપ્તિ થઈ તેવા સપુરુષ જ આત્મપરિચયનો ઉપાય બતાવી શકે. સુલભબોધી - સત્પાત્ર જીવ તેવા પુરુષના સમાગમમાં તેની આજ્ઞાએ વર્તે છે. તે આત્મપરિચય પામે છે. જ્ઞાનીની આજ્ઞા જીવને સ્વાધીન સુખ પ્રત્યે લઈ જાય છે. એવું આરાધન કરનાર એકનિષ્ઠ થઈ તન, મન અને ધનથી આજ્ઞાને આધીન રહે છે. સાંસારિક પદાર્થોની આસક્તિ ત્યજી, જ્ઞાનીની ભક્તિમાં તત્પર રહે છે. તે આત્મપરિચય પામવાનો અધિકારી છે. આત્મપરિચય એટલે આત્માના શુદ્ધ સ્વરૂપનો પરિચય પદાર્થના સંયોગ અને તેની અવસ્થાથી ભિન્ન કેવળ જ્ઞાતા સ્વરૂપે રહેવું. ૨ સંગ અને અમૂર્ત એવો આત્મપરિચય સત્સંગના યોગે સમજાય છે. તેમાં દઢ થવા લોકસંજ્ઞા, વ્યવહાર, કે પરિચયની મંદતા કરવી. એકાંતે નિવૃત્તિ સ્થાને સર્વસંગથી વિરામ પામી શુદ્ધ સ્વરૂપની ભાવના કરવી. ભાવનાની શુદ્ધિ દ્વારા આત્મપરિચય થાય છે. તપ, જપ, સ્વાધ્યાય, પૂજા, ભક્તિ સર્વ અનુષ્ઠાનથી પ્રથમ ચિત્તશુદ્ધિ થાય છે, થવી જોઈએ ત્યાર પછી અંતર્મુખતા થાય છે. ત્યારે આત્મપરિચય, આત્મગુણોનો પરિચય થાય છે. આત્મલક્ષ્ય કરેલાં સઘળાં સાધન જીવને હેય ઉપાદેયનો વિવેક આપે છે. એટલે સાધક સંસારગત પદાર્થોનું મમત્વ અલ્પ સામાયિયોગ Page #89 -------------------------------------------------------------------------- ________________ કરે છે, અને સત્સંગનો પરિચય વિશેષ રાખે છે, જે આત્મ પરિચયનો ઉપાય છે. દેહમમત્વ અને દેહાભિમાન જીવનો પુરાણો દીર્ઘકાળનો સંસ્કાર છે. તે એકાએક ક્ષીણ થતો નથી. સત્સંગ અને સત્સમાગમના યોગે તેમાં મંદપણું આવે છે. પોતાપણાનો અહંકાર ઘટે છે, ત્યારે અંતરવૃત્તિ પ્રત્યે લક્ષ જાય છે. પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય પ્રાપ્ત થાય છે ત્યારે આત્મભાવમાં રહેવું વિકટ થાય છે. એમ જાણીને સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્તિ થવા તે પ્રયત્નશીલ છે. દેહનું અવિનાશીપણું જાણવા છતાં, તેનું અનિત્યપણું લક્ષ્યમાં આવતું નથી. વળી નિત્ય એવા આત્મા પ્રત્યે પણ લક્ષ્ય જતું નથી. દેહભાવનો સંસ્કાર દઢ થયેલો છે, તેથી પુનઃ પુનઃ નિત્ય એવા આત્માનો મહિમા જાણી તે પ્રત્યે વૃત્તિને વાળવી. જેથી આત્મગુણનું આરાધન આત્મપરિચયમાં પરિણમે. આત્મપરિચય એટલે ઉદય કર્મના સાક્ષી રહેવું પણ ભોક્તા ના થવું. જેમ જેમ અંતરવૃત્તિની વિશેષતા થાય છે તેમ તેમ હું શુદ્ધ આત્મસ્વરૂપ છું તેવું દર્શન દઢ થાય છે. આત્મપરિચયની લગની લાગે છે. તેમ તેમ એકાંત દુરાગ્રહ ઘટતા જાય છે, સંત પંથનો આગ્રહ ઘટતો જાય છે. પરભાવ પરકથામાં નિરસતા આવે છે. સ્વદોષ દર્શનની સ્પષ્ટતા થાય છે. ચિત્તની વક્રતા દૂર થાય છે. પાંચ વિષયની વૃત્તિ સમજાય છે. ભૌતિક પદાર્થોની અનિત્યતા સમજાય છે. વૈરાગ્યભાવ પુષ્ટ થાય છે. સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે ભક્તિ વૃદ્ધિ પામે છે. તેમના બોધ વચનમાં અપૂર્વ શ્રદ્ધા દઢ થાય છે. આત્મવિચાર વડે આત્મપરિચય વૃદ્ધિ પામે છે. આત્મવિચાર વડે આત્મજ્ઞાન બળવાન થાય છે. ત્યારે પરપરિચયથી સ્વાત્મબુદ્ધિ ક્ષીણ થાય છે. દુઃખ ગમે તેટલું આવે તો પણ તે પોતાના પાપ કરતાં ઓછું ) છે, તેમ માનો. સુખ ભલે થોડું હોય તોપણ તે પોતાના સુકૃત્યના ! પ્રમાણમાં ઘણું છે એમ માનો, તો આર્તધ્યાનથી બચી જવાશે અને ધર્મધ્યાનમાં પ્રવેશ મળશે. - - - - - - - - - - - - - ભવાંતનો ઉપાય : Page #90 -------------------------------------------------------------------------- ________________ (૨૨, સામાયિક : આજ્ઞાપાલકનું ઔચિત્ય : સામાયિક લીધું કે ઉચ્ચર્યું ક્યારે કહેવાય? કરેમિભંતે સામાઈય, હે ભગવન ! હું સામાયિક કરું છું, આપે દર્શાવેલા બોધ પ્રમાણે સાવદ્ય પ્રવૃત્તિઓનો સામાયિકના સમય સુધી ત્યાગ કરું છું. આ આજ્ઞાપાલનનું ઔચિત્ય છે. અર્થાત્ સ્વ-પર હિતાર્થે જીવવું તે ઔચિત્ય છે. આજ્ઞાપાલક મુખ્યત્વે સિદ્ધાંતથી જિનાજ્ઞાનો ધારક છે. અને પ્રત્યક્ષ ગુરૂઆશાનો ધારક છે. આણાએ ધમો આણાએ તવો આજ્ઞા એ ધર્મ અને આજ્ઞાએ જ તપ.” આજ્ઞાનો અર્થ પરમપવિત્ર પુરુષોના પગલે ચાલવું. તેમણે જીવનનો જે રાહ બતાવ્યો તેમાં શ્રદ્ધાપૂર્વક, વિકલ્પરહિત ચાલવું. સમર્પિત થઈને રહેવું. આ નિશ્ચિત સાધના છે. શિષ્ય વિચારે કે ગુરુ જે દશામાં છે, તેનાથી હું ઘણી નીચી ભૂમિકાએ છું. છતાં મને કેટલું આપી રહ્યા છે ? અગર તો હું આ વિકટ માર્ગે ચાલવાનું સાહસ ક્યાંથી કરું ? આટલા જન્મોમાં કે આ જન્મમાં મેં મારી તાકાત પર શું મેળવ્યું ? પાંચ ડગલાં ચાલ્યો અહંકારે ત્રણ ડગલાં પાછો વાળ્યો, છતાં સદ્દગુરુના યોગે ચાલતો જ રહ્યો. આજ્ઞાપાલનને શરીર કરતાં ભાવ સાથે વિશેષ સંબંધ છે. તમારી ઇચ્છાઓ કે આકાંક્ષા ત્યાં ગૌણ બને છે. કેવળ આજ્ઞાપાલનનો ઉત્સાહ એવો છે કે ગુરુની આજ્ઞા મળે કે શિષ્ય નાચતો-કૂદતો થઈ જાય. કોઈ શિષ્યને આજ્ઞા મળી કે આશ્રમમાં રસોડું સંભાળવું. તે કંઈક શાસ્ત્રાભ્યાસી હતો, છતાં તેને વિકલ્પ ન ઊઠ્યો કે રસોડામાં શું સાધના કરવાની ? ઘરે શું ખોટા હતા ? ગુરૂઆજ્ઞાનું બહુમાન હોય, કેવું કામ સોંપ્યું તેનો વિકલ્પ નહિ. પાંચ વર્ષ પૂરા પ્રેમથી રસોડું સંભાળ્યું. ગુરુ આજ્ઞાનું માહાસ્ય ધારણ કર્યું. ભવિષ્યમાં તે ઉત્તરાધિકારી તરીકે નિમાયો. આણા એ ધમો – કર્તવ્યમાં છે. એ આશ્રમમાં તદ્દન અણપઢ હતો. અન્ય આશ્રમવાસીઓનું કામ કરે. રોજે ગુરુના દર્શનમાં પોતાને ધન્ય માને. શાસ્ત્રવાચના વખતે એક છેડે બેસી રહે. પાંચ વર્ષે એક દિવસ ગુરુ કહે બેટાઆ ટોપલામાં પાણી ભરી લાવ. સામાયિકયોગ * ૭૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ (તમે શું કરો ? ગુરુજીની ભૂલ થતી હશે ટોપલામાં પાણી ન રહે. ઘડો લઈને જાવને ?” પેલો તો નાચતો-કૂદતો તળાવે પહોંચ્યો. ગુરુજીએ મને આ કામને પાત્ર માન્યો. આ ઉલ્લાસમાં જ્ઞાનવરણ ક્ષીણ થતું ગયું. તળાવે ત્રણ કલાક પાણી ભરવામાં ગાળ્યા. પાણી ટોપલામાં રહે નહિ. પણ એક ભાવ ગુરુઆજ્ઞા છે. ટોપલામાં પાણી ભરાશે. ગુરુ પ્રત્યેના ઉપકારક ભાવમાં જ્ઞાનાવરણ ક્ષીણ થતું ગયું. ત્રણ કલાકે ગુરુ તળાવકિનારે આવ્યા બૂમ પાડી. તે દોડતો અને રોતો આવ્યો. “હું પાત્ર નથી.” પાણી ટોપલામાં ભરાતું નથી. અને ગુરુ એ તેના માથે વાત્સલ્યપૂર્ણ હાથ મૂક્યો. “ઉઠ બેટા.” તારી સાધના પૂરી થઈ. આશ્રમમાં ગયો અને ગુરુએ કલમ-તાડપત્રી આપ્યાં. તે શિષ્ય શાસ્ત્ર લખવામાં, જ્ઞાન પચાવવામાં નિપૂણ થયો. આણાએ તપ. વિકલ્પરહિત પરિશ્રમ. આજ્ઞાકારકને ધડ પરથી શીશ કપાય તેમ અહંકારનો નાશ કરવાનું તપ હોય છે. વિનીત શિષ્ય જ આજ્ઞાપાલનમાં રહી શકે છે. તેના બદલામાં તેને નિપદની પ્રાપ્તિ થાય છે. સેવે સદ્ ગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” – શ્રી આત્મસિદ્ધિાસ્ત્ર એક તત્ત્વચિંતકની પાછળ કોઈ તેમની નિંદા કરતું. કોઈ ) વ્યક્તિએ તેમને વાત કરી કે તમારી ગેરહાજરીમાં તે વ્યક્તિ તમારી નિંદા કરે છે. તત્ત્વચિંતકે કહ્યું કે મારી ગેરહાજરીમાં મને કોઈ મારી નાંખે, તો મને કંઈ વાંધો ખર્ચ ? “ના” આપણી ગેરહાજરીમાં કોઈ આપણી 1. નિંદા કરે, તે વળી ત્રીજા મુખે સાંભળીએ, આપણે શા માટે આકુળ થઈએ ? આમાં દેહાભિમાન કેટલું ઘટ્યું છે. તે સમજાય. અંતર્મુખતાની આ પાત્રતા છે. દેહ કે મનના ધોરણે જે કંઈ બને છે તે બને છે. ત્યાં રોકાવાની જરૂર નથી. તમે જ્ઞાનચેતનાના સ્તરે ટકો ત્યાં તમને નિચકુળતાનું સુખ મળશે. ૭૬ * ભવાંતનો ઉપાય: Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨૩) સામાયિકના પરિણામ = ઉપશમ આણો ' ઉપશમ આણો આચારાંગસૂત્રમાં ગ્રંથકાર દર્શાવે છે કે સામાયિક એટલે આત્મા. અર્થાત્ સામાયિક આત્માનો અંગભૂત ગુણ છે, તો પછી એવું શું બન્યું કે આત્મા અનાત્મપણે જીવતો આવ્યો? પૂર્વે અનંતવાર દુર્લભ એવો માનવજન્મ મળવા છતાં કંઈ પણ સાર્થકપણું કાં ન થયું ? અથવા પરિભ્રમણ કાં ન ટળ્યું ? બીજું કંઈ કારણ નથી, આત્મા જ આત્માને ભૂલી ગયો, ક્યાં ગયો? સ્વરૂપમાં રહેવાને બદલે દેહમાં અને વિષયોમાં તદાકાર બની ગયો. પરિણામે પરિભ્રમણ, દુઃખ, જન્મ-મરણ, શોક, સંતાપ અને કલેશ પામ્યો. - હવે જીવને આ પ્રશાંતભાવનું સ્થાન એવો સામાયિક પરિણામ પ્રાપ્ત થાય તો તેને પછી કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ડાયાબિટીસના દર્દીએ દેહના નેહ ખાતર મીઠાઈ-પકવાન આદિનો ત્યાગ કરવો પડે તેમ ભવરોગના દર્દીએ ઇન્દ્રિયોના લોભામણા પ્રલોભનો પકવાન્ન)નો ત્યાગ કરવો પડે, તું દેહને રક્ષણ આપવા કંઈ પણ કરે તો તેમાંથી શાશ્વતપણું પ્રગટ થવાનું નથી. તો હવે એક આત્મપરિચયી થા, તેનો નેહ કર. તેની જ રક્ષા કર. તું સ્વયં રક્ષિત થવાનો છું. - સમતા સ્વરૂપ આત્મામાં એકવાર ડૂબકી માર પછી જો તને સુખ ના મળે તો કોઈ સત્પુરુષ પાસે જજે. અરે ! પણ તને ત્યાં સુખ મળવાનું જ છે પછી શંકા શાને? હા. તારે તેને માટે વિષયો સાથેના પુરાણા સંબંધો ત્યજવા પડે. તારા જ સમતા અમૃતસાગરમાં જ તલ્લીન થઈ જા. પછી પેલા પૌગલિક પદાર્થોનો કોઈ રસ કે લાલસા પેદા નહિ થાય. છતાં કદાચ તારો ઉદય હશે અને તે પદાર્થોનો તને સંયોગ થશે તો પણ તે તેનો સાક્ષી બની રહેશે. અને તેમાંથી તારી સુખબુદ્ધિ છૂટી જશે. સામાયિક પરિણામ દ્વારા તારામાં જ્ઞાનાદિ ગુણોનું ઉત્તમ સર્જન થયું પછી દર્શન મોહ જેવાં કારણોનું વિસર્જન થયું સમજજે. જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ તને સ્વાભાવિક સુખની પ્રાપ્તિ પ્રદાન કરશે. મોહજનિત સુખાભાસથી તું મુક્ત થઈશ. ઉપશમભાવનો સ્વામી થઈશ. સમતાનો પર્યાયવાચી શબ્દ શમ-પ્રશમ છે. આત્મા શમરસથી છલકાઈ સામાયિયોગ Page #93 -------------------------------------------------------------------------- ________________ જાય છે ત્યારે અહો તેનું સામર્થ્ય જુઓ. આવશ્યકસૂત્રમાં તેનું માહભ્ય બતાવ્યું છે. “જગત્ સ્વભાવ જેને સુપરિચિત છે, જે નિઃસંગ છે. નિર્ભય છે, ઍહારહિત છે, અને વૈરાગ્ય ભાવનાથી ભૂષિત છે, આવો આત્મા ધર્મધ્યાનના અભ્યાસ વડે કરુણારસ કે પ્રશમરસથી ભરપૂર હોય છે.” જ્ઞાનસારમાં કહ્યું છે કે સ્વયંભૂરમણ સમુદ્રની સ્પર્ધા કરનાર અને વૃદ્ધિ પામતો સમતારસ જે મુનિને સાધ્ય થયો છે તેની તુલના કરવા માટે આ જગતમાં કોઈ પદાર્થ નથી. જેઓનું ચિત્ત રાતદિવસ શમના સુભાષિત વડે સિંચાયેલું છે તેને રાગાદિ વિષનું ઝેર સ્પર્શતું નથી.” “ઉપશમ આણો ઉપશમ આણો, ઉપશમ તપમાંહી રાણો રે. વિણ ઉપશમ જિનધર્મ ન સોહે, જિમ જગ નરવર કાણો રે.” આવા ઉપશાંત રસ વડે આત્માનુભવની પરમ તૃપ્તિ પ્રાપ્ત થાય છે. આની પાત્રતા માટે ત્રણ ઉપાયો છે. ૧. ગુરુ ચરણનું શરણ, સેવન. ૨. જિનવચનનું શ્રવણ, શ્રધ્ધાન. ૩. સમ્યકત્વનું ગ્રહણ, આચરણ. સામાયિકમાં ભગવંતોએ આત્મા જોયો, જાણ્યો અને અનુભવીને, ગ્રહીને પ્રગટ કર્યો, ભવ્યાત્માઓને એ જ પ્રણાલિ આપી. હે જીવો ! તમે રાગાદિભાવ રહિત, પાપાચાર રહિત, નિર્દોષ એવા સામાયિક ધર્મને ગ્રહણ કરો તમારો આત્મા સમભાવરૂપે પ્રગટ થશે. તે સમભાવ જીવને શિવરૂપે પ્રગટ કરશે. જીવ શિવ થાય એટલે દેહાતીતદશાને પ્રાપ્ત કરે. અને સંપૂર્ણ રીતે દેહત્યાગ કરીને શાશ્વત સુખને પામે છે. તને તેમાં આશ્ચર્ય લાગે છે તો સાંભળ. જીવ બંગલા વગર જીવી શકે છે ? “હા”. જીવ ગાડી, વાડી કે લાડી વગર જીવી શકે છે. હા, તો પછી વિશ્વાસ રાખ અથવા તેનો અર્થ જ એ કે જીવ દેહ વગર જીવી શકે છે. દેહનો નેહ તને ભ્રાંતિ ઊભી કરે છે. તેથી તારે પ્રથમ તો સર્વશના વચન પર વિશ્વાસ રાખવો જોઈએ. ૮ જ ભવાંતનો ઉપાય : Page #94 -------------------------------------------------------------------------- ________________ વળી દેહથી આત્મા લક્ષણે ભિન્ન જ છે. તેને તેની પ્રતીતિ થાય છે તો પણ તું સ્વીકારતો નથી. જ્યારે દેહમાંથી આત્મા જતો રહે છે, ત્યારે દેહ અહીં શબ થઈને પડ્યું રહે છે. સાથે જતું નથી, તે જ બતાવે છે દેહ/જીવ ભિન્ન જ છે. તને એક જેવા લાગે છે તે તારું અજ્ઞાન છે અને તેથી તું દેહની સર્વ ક્રિયાને આત્મવત્ માને છે, તેથી દેહનો નેહ છૂટતો નથી. આત્માને આત્મારૂપે માનવો, સમતા સ્વરૂપ માનવો એ જીવનનું સત્ત્વ છે. તિજોરીમાં નાણાં છતાં તું ભિખારી ? કારણ કે તે વિષે તારું અજ્ઞાન છે. તું સ્વયં પૂર્ણસ્વરૂપ આત્મા છતાં અપૂર્ણ, હિન અને દીન? જેનું જીવન હિનસત્ત્વ હોય તેનું મરણ તો દયનીય જ હોય. જીવન દરમ્યાન સેવેલા જ્ઞાન અને સમતા મરણ વખતે સમાધિ ટકાવે, જે સમાધિ સદ્ગતિ અપાવે અને પરંપરાએ પંચમગતિનું કારણ બને. જીવન દરમ્યાન વિષમતા સેવીને તું સમાધિમરણ ઈચ્છે છે ? અરે ! તને બસો રૂપિયામાં વીસ હજારનો હાર ક્યાંથી મળશે? તને ખબર છે કે શરીરનો રંગ બદલાતો નથી. પફ પાઉડર થોડીવાર તારા મુખને ઊજળું બનાવે પણ વ્યર્થ. એવી વ્યર્થ મહેનત શા માટે કરે છે ? મનનો રંગ બદલી શકાય છે તે હું વિચારતો નથી. જે નિત્ય નથી તેને નિત્ય રાખવા તું પ્રયત્ન કરે છે. જે બદલાતું નથી તે બદલવા પ્રયત્ન કરે છે. જેમાં કેવળ નિષ્ફળતા મળે છે. તો હવે એક દાવ લગાવ જે નિત્ય છે તેને અનિત્યના પિંજરથી મુક્ત કરવા પુરુષાર્થ કર. જે બદલાય છે તેવા મનને આત્મભાવે સત્સંગના રંગે રંગી લે. ઉપશમ ભાવે મઢી લે. છત્રીની ફેકટરીઓ વરસાદને રોકી ન શકે. ફક્ત એક છત્રી વરસાદથી તારા શરીરને ભિંજાતું બચાવે. તેમ તું ગમે તેવા દેહ ધારણ કર તે તને જન્મ, મરણ કે રોગાદિથી બચાવી નહિ શકે. પરંતુ તે દેહને તું ધર્મનું સાધન બનાવે તો દેહ વગર પણ તું સંપૂર્ણ સુખ પામી શકે. અનંતકાળમાં અનંતવાર દેહાર્થે આત્માને ગાળ્યો છે, આ એક ભવ જો આત્માર્થે દેહને ગાળવામાં આવે તો ભાવિના અનંત જન્મમરણનો અંત આવવાની સંભાવના છે. ભૌતિક સુખ એ મનનું આકર્ષણ છે તે ઘણું મળે તો પણ ઓછું લાગે. મનને દુઃખનો અણગમો છે. તે ઓછું હોય તો વધુ લાગે. આવા કાલ્પનિક વંદ્વથી મુક્ત થવા ઉપશમ જ સાધના છે. જે સામાયિકના યોગથી સંભવ છે. સામાયિકયોગ * ૭૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ અનંતની અંધકારભરી ભીડથી મુક્તિ માટેની અંતિમ યાત્રા જેમાં સામાયિકની સિદ્ધિ છે. પ્રાણી માત્ર આલોકની યાત્રા કરી ચૂક્યો છે. જીવ કંઈ ઉત્પન્ન થતો નથી. અનાદિ અનંત તેનું સ્વરૂપ છે. તેનું જીવત્વ પારિણામિક ભાવે છે તેથી તે ક્યારે પણ જડત્વ પામ્યો નથી. પામશે નહિ. જીવ ઉત્પન્ન નથી થયો પણ તેની યાત્રાનો પ્રારંભ સાપેક્ષપણે વિચારીએ તો તે ઘટના આશ્ચર્યજનક છે. વળી આપણી મર્યાદિત બુદ્ધિ, કેવળજ્ઞાનીએ જ્ઞાનમાં પ્રકાશ્યું તેનું માપ કેવી રીતે કાઢી શકે ! એટલે આપણે આપણા જીવના કે સૌના જીવના સ્વરૂપને હું કેવળીગમ્ય જાણી શ્રદ્ધાગમ્ય બનાવવું, એ શ્રદ્ધાને શ્રુતગમ્ય બનાવવાથી સ્વરૂપની સાચી સમજ પેદા થાય છે. સર્વજ્ઞ પ૨માત્માએ પ્રકાશ્યું છે કે જીવ સોયના અગ્રભાગ જેટલી જગામાં અત્યંત સૂક્ષ્મ શરીર ધરીને અનંત જીવો સાથે દીર્ઘ કાળ રહ્યો છે. ત્યાંથી ખસ્યો ત્યારે પણ અનંત જીવો સાથે રહ્યો પણ તે અનંત જીવોનું શરી૨ (સાધારણ વનસ્પતિ - કંદમૂળ) ચરમચક્ષુ ગ્રાહ્ય હતું. એ અનંતની સંખ્યામાંથી વળી અસંખ્યાતા શરીરો મળીને એક સાથે રહ્યો. પૃથ્વી આદિમાં) ઘણા કાળે અથડાતો કૂટાતો સંખ્યાતા શરીરો સાથે રહ્યો, (વૃક્ષાદિમાં) જ્યારે જંતુ જેવા સ્થાને આવ્યો ત્યારે શરીરની રચના તો કુંથું-કીડી જેવી નાની પણ એક સાથે ઘણા શરીરધારીઓના રહેવાને બદલે એક સ્વતંત્ર જગા રોકતો હરતોફરતો થયો. પછી તો ઇન્દ્રિયોનો અને શરીરનો વિકાસ કરતો કરતો હાથી ઘોડા સસલા જેવાં શરી૨ પામ્યો. હવે ભીડમાંથી છૂટી સ્વતંત્ર શરીરવાળો, પણ સમૂહ જીવન જીવનારો બન્યો. વિકાસના ક્રમથી ઉત્ક્રાંતિ પામ્યો અને મનુષ્ય થયો. ઇન્દ્રિયોનો વિકાસ, બુદ્ધિ પ્રતિભામાં પણ વિકસ્યો. પરિવારમાં બંધાઈને રહ્યો. પરંતુ મૂળ સ્વરૂપ સિદ્ધત્વ હોવાથી કોઈ મહાપુણ્યશાળી મહાત્માઓ પારિવારિક સંબંધોથી મુક્ત થઈ ભીડ છોડી એકાંતને ઇચ્છવા લાગ્યા. અસંગ થવા લાગ્યા. અને તેમણે પોતાના અનુભવથી પ્રસિદ્ધ કર્યું કે જીવ એકલો આવ્યો છે, અને એકલો જવાનો ૮૦ ભવાંતનો ઉપાય ઃ Page #96 -------------------------------------------------------------------------- ________________ છે. કર્મના ભારે પુનઃ પુનઃ જન્મ મરણ કરે છે. તેમણે કર્મનો ભાર જ ઉતારી નાખ્યો. એટલે જન્મમરણનો દોર કપાઈ ગયો. જોકે અનંત શરીરની ભીડમાં છતાં જીવ શરીરથી અને પોતાના અસ્તિત્વથી સ્વતંત્ર હતો. પરંતુ કર્મથી પરતંત્ર હોવાથી તેનું વાસ્તવિક એકાકી સ્વતંત્રપણું પ્રગટ થતું ન હતું. એ સ્વતંત્રતા સિદ્ધ અને સાધ્ય કરવા એ મહાત્માઓએ સંસારના નિમિત્તોને, પરિચયોને ગૌણ કર્યા. અને ચક્રવર્તી જેવા પદ ત્યજીને સંયમ માર્ગે વળ્યા. એ સંયમભાવની શુદ્ધિ અને વૃદ્ધિ કરનારા તત્ત્વોમાં/સાધનોમાં સામાયિકની મુખ્યતા રહી છે. શ્રાવકાદિ કે સાધુગણો સામાયિકના પરિણામ વડે અન્ય સાધનોની શુદ્ધિ કરે છે. સામાયિકના પરિણામનું ક ખૂબ વિત્તિર્ણ છે. જેનાથી સંસારભાવ, રાગાદિ ભાવ જીર્ણ અને શીર્ણ થાય છે. સામાયિક સાધન છે અને સાધ્ય છે. વિધિ તરીકે સાધન છે અને પરિણામપણે સાધ્ય છે. અનંતની ભીડમાંથી છૂટી એકાંતવાસ સમતાના પરિણામ વડે સેવ્ય બને છે. જીવમાત્ર સાથે મૈત્રી, કરુણા, વાત્સલ્ય, સમાનતા આવે ત્યારે એકાંતવાસ પણ સુખદ બને છે. પૂરા વિશ્વ સાથે પ્રસન્નતાના ભાવનું ઝરણું વહેતું રહે છે. રાગદ્વેષનો અભાવ થતાં સામાયિકના અભ્યાસ વડે જ્યારે સ્વાભાવિક ધર્મ પરિણમે છે, ત્યારે સમ્યગુજ્ઞાન, દર્શન અને ચારિત્રગુણોથી આત્મ વાસિત બને છે. વળી સાવ પાપ વ્યાપારનો ત્યાગ થાય છે. અને નિરવદ્ય યોગોનો લાભ થાય છે, જેના વડે રત્નત્રય પુષ્ટ અને શુદ્ધ થતું જાય છે. એ ત્રણે ગુણો મોક્ષ ફળદાતા છે. રાગાદિ વિષમભાવોથી વિરમી સ્વરૂપમાં રમણતા કરવી તે સમતા છે. આ સમતા યોગીઓનો સામાયિક ધર્મ છે. શ્રાવક માટે વ્રત છે. સર્વાત્મમાં સમદષ્ટિ, સર્વ પ્રાણીઓમાં આત્મ સમાનભાવ, સ્વાત્મા પરમાત્મ સ્વરૂપ છે એવો વિશ્વાસ એ સત્યનું દર્શન છે. યથાર્થ શ્રદ્ધાન છે, તાત્વિક સમતા છે. સામાયિકની યથાર્થ વિધિ છે. સ્વાર્થ જાનત દુર્ભાવ દૂર થઈ આત્મામાં વિશ્વવ્યાપી વિશાળતા જન્મે છે. આવું અચિંત્ય સામાર્થ છે જેનામાં છે તે આત્મા સમતાનો સ્વામી છે. તે સામાયિક ધર્મ છે. આવા તાત્ત્વિક સામાયિકની પરિણતિના કારણે માનવજન્મ દેવોને પણ દુર્લભ મનાયો છે. તે જન્મ વિષમતાને પનારે ન પડે તેવી સાવધાની રાખવાની છે. તે સામાયિક બે સામાયિકયોગ ૮ ૮૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ઘડીથી માંડીને જીવનભરનું હોય તેમાં ખાસ આત્મા વડે જીવવાનું છે. અર્થાત્ આત્મસ્થપણે જીવવાનું છે. જીવ માત્રમાં સમ્યગૂજ્ઞાનાદિ રહેલા છે. તેથી તેમનું બહુમાન રહેવું તે સામાયિક ધર્મનું અંગ છે. તેથી કોઈ પણ જીવ દુભાય ત્યારે સાધકને વીજળી જેવો આંચકો લાગે, તેની વેદના જલદ બને ત્યારે તે સમતાની પરિણતિની નિશાની છે તેમ માનવું. સર્વ જીવોમાં સમાનભાવની એ પ્રતીતિ છે. માટે ઉત્તમ ક્ષમા મુનિઓનો ધર્મ મનાયો છે. સામાયિક ધર્મ માત્ર જાણવાનો વિષય નથી, પણ આચરણનો અને અંતર અવલોકનનો વિષય છે. જીવમાં જીવત્વ જોવાથી સમતા આવે છે. સંસારી જીવોમાં કર્મકૃત વિચિત્રતા છે તેવું ભાન સમતા લાવે છે. જીવમાં ગુણો જોવાથી પણ સમતા આવે છે. સમગ્ર જીવરાશિનું જીવત સમાન છે. વળી કર્મકૃત વૈષમ્ય સમાન છે. જીવોમાં આત્મિક ગુણો સમાન છે, પછી જીવે અન્યોન્ય અસમાનતા શા માટે આચરવી? આવું ચિંતન નિરંતર કરવાથી જીવમાં સામાયિક ધર્મ પરિણામ પામે છે. જીવનો પારિણામિક ભાવ જીવનું સહજપણું પ્રગટ કરે છે. જીવનો ઔદયિક ભાવ કર્મની પરાધીનતા સૂચવે છે. જીવનો ક્ષાયિકભાવ સ્વભાવ પ્રગટ કરે છે. ત્રણે ભાવોનું ચિંતન કરી મનને નિર્મળ બનાવવું જોઈએ. ઉપયોગને આત્મામાં સ્થિર કરવાની ક્રિયા એ સંવર સામાયિક છે. ભય, દ્વેષ કે ખેદનો અભાવ તે કર્મની નિર્જરારૂપ સામાયિક છે. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર ગુણોનો આધાર સામાયિક પરિણામ છે. આત્મામાં વિશાળતા, ગંભીરતા અને ઉદારતા આવે ત્યારે આત્માના અધ્યવસાય સ્વાભાવિક રૂપ બને છે. સર્વ જીવોમાં ઐક્ય દૃષ્ટિ વિશાળતા લાવે છે. - આત્મદ્રવ્ય ત્રૈકાલિક ધ્રુવપણે છે તેવી વિચારણા ગંભીરતા લાવે છે. એક સર્વ ગુણાત્મક ચૈતન્યની વિચારણા ઉચ્ચતા લાવે છે. * આ સર્વેનું મૂળ સામાયિકધર્મ છે. વ્યવહારમાં પણ જેની અનિવાર્યતા છે ત્યાં સહકાર કેળવવો પડે છે. ઉપર ચઢવા કે ઊતરવા નિસરણીની આવશયકતા સ્વીકારવી પડે છે. તે પ્રમાણે જીવનના સંબંધોમાં સમતાયુક્ત વ્યવહારની આવશયકતા છે. અણગમાના અંશ ૮૨ ? ભવાંતનો ઉપાય: Page #98 -------------------------------------------------------------------------- ________________ વગરનો પરિસ્થિતિનો સ્વીકાર તે સમતા છે. તેના અભ્યાસ માટે અવલંબનની આવશ્યકતા છે. જો જીવનનું લક્ષ્ય શાંતરસ કે સામાયિક હશે તો દુ:ખને પચાવવું સહજ બનશે; અને તેમાંથી નવી શક્તિનું નિર્માણ થશે. પુનઃ પુનઃ તેમ કરવાથી પૂર્ણ પ્રકાશનો અધિકાર જામશે. મનુષ્યનું જીવન એટલે પરમાત્મા બનવાની કાચી સામગ્રી, એને સામાયિક જેવા ધર્મ દ્વારા વ્યવસ્થિત કરવાની છે. જે જે જ્યાં યોગ્ય છે તે કરવાનું છે. સ્વભાવમાં સ્થાપિત થવાનું છે. સામાયિક ધર્મ એટલે સાત્ત્વિક - તાત્ત્વિક અને યથાર્થપણે જીવન જીવવાનો, મુક્ત થવાનો અભ્યાસ. સામાયિક ધર્મ વડે સર્વત્ર આત્મતુલ્ય ભાવનાથી હૃદય ભરપૂર થાય ત્યારે ચિત્તની પ્રસન્નતાનું સુખ અવર્ણનીય છે. સંસાર છતાં જાણે કંઈ લેવાદેવા નહિ. મુક્તિ, મુક્તિ, મુક્તિ. નિકૃષ્ટ ભૂમિકાએ નિગોદમાં એક જ ક્ષેત્રમાં સૂક્ષ્મ શરીર ધારીને ભીડાઈને રહ્યો હતો. ઉત્કૃષ્ટ ભૂમિકાએ એક જ અવગાહનમાં અનંત સિધ્ધના જીવો અશરીરપણે હોય છે. એક અવસ્થા અત્યંત અંધકારમય અને બીજી અવસ્થા અત્યંત સ્વયં-પ્રકાશમય. એકની અવસ્થા અત્યંત દુઃખદાયક છે. સિદ્ધની અવસ્થા અનંત અત્યંત સુખદાયક છે. બંને અવસ્થાની વચમાં જે કાળ-ગાળો ગયો તેની કલ્પના અકથ્ય છે. કેવળીગમ્ય છે. મહા ઉત્ક્રાંતિ છે. જીવને આવાં રહસ્યો સમજાય, તેનો બોધ પરિણામ પામે તો આ સંસારમાં ઘડી એક રહેવું તેને માટે મુશ્કેલ બને ખરું ! માટે જ્ઞાનીઓ કહે છે હે ભવ્યાત્માઓ! તમે મૈત્રી આદિ ભાવનાઓનું નિત્ય ભાવન કરો તો સમભાવ તમારા ચિત્તનું પરિણામનું રસાયણ બનશે. અનિત્યાદિ ભાવના વડે, વૈરાગ્ય વડે, વાસિત કરો. જેથી ચિત્તની સમતુલા જળવાશે, સમાધિભાવ સાધ્ય બનશે. ભક્તિ વડે જીવને મધુર પરિણામમાં સ્થાયી કરો. જીવન આનંદપ્રદ બનશે. સત્સંગ વડે જીવને સંસારના મોહથી અસંગ બનવું સરળ બનશે. આવા સર્વ ઉપાયોનું મૂળ સમભાવ છે. જે સામાયિક જેવા પરિણામથી સરળ અને સુગમ છે. અનાદિકાળથી ભીડમાં રહીને તે શું મેળવ્યું? કદાચ તને ભૂતકાળની ભૂતાવળનું ભાન (જ્ઞાન) ભલે ન હોય પણ વર્તમાન નો વિચાર કર કે તે શું મેળવ્યું છે ! સામાયિકયોગ ૮૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નવ ગ્રહો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો. એનો વિચાર નહિ અહોહો, એક પળ તમને હવો.” ઘણા કષ્ટો સહ્યા પછી મળેલા આ નરદેહનો ઉપયોગ એક માત્ર આત્મરક્ષણનો છે. રે આત્મ તારો આત્મ તારો, શીધ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો. આ વચનને હૃદયે લખો.” હે ભવ્યાત્મા તને ખબર છે કે નદીને કિનારાની મર્યાદા હોય છે. સરોવરને પાળની મર્યાદા હોય છે. ગાડીને બ્રેકની મર્યાદા હોય છે. ખેતરને વાડની મર્યાદા છે. તારા જીવનને મર્યાદા છે? આ મર્યાદા એટલે જ સામાયિક, સામાયિકના વિરતિ આદિ ભેદોનો ક્રમશઃ વિકાસ છે. તને ખબર છે દેવલોકમાં સુખ છે. ત્યાં સમ્યગૃષ્ટિ આત્માઓ છે. તેમની પાસે ભક્તિની ભાવના છે. પરિગ્રહના પાપવ્યાપાર નથી તો પછી તેમનો મોક્ષ કેમ નહિ ? અરે જો દુઃખ ભોગવીને કર્મ ખપતા હોય તો નારકીનો કે પશુનો મોક્ષ થાય. પણ એ સ્થાનોમાં સામાયિક - વિરતિ ધર્મ નથી. પાપ વ્યાપારને અટકાવે, પ્રવેશેલાને નષ્ટ કરે તેવું સામર્થ્ય સામાયિક - ચારિત્ર ધર્મમાં છે. તે દેવલોકના સુખમય સ્થાનોમાં નથી કે નારકના દુઃખમય સ્થાનોમાં નથી કે પ્રાકૃતિક જીવનવાળા તિર્યંચલોકમાં પણ નથી. અહો ! એક માનવ દેહમાં રહેલા શુદ્ધાત્માનો આ પરમધર્મ છે. માટે તો માનવ દેહ સ્વભાવે સપ્તધાતુવાળો છતાં શુભદેહ મનાયો છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો, તોયે અરે ભળ ચક્રનો આવે નહિ એકે ટળ્યો ?” સોયના અગ્રભાગ જેટલી જગામાં રહ્યો. અતિ ભીડ ભોગવી. તું માનવના શુભદેહ સુધી પહોંચ્યો ત્યાં તને એકાંતની સાધના અને યાત્રા મળ્યા જે કેવળ આત્મિક સુખ પ્રત્યે લઈ જનારા છે. પૂર્ણ શ્રદ્ધાથી એ એકાંતને સાધ્ય કરી સંસારની યાત્રા પૂર્ણ કરી દે. પછી ભલે તું અનંત સિદ્ધાત્માઓ સાથે હોય ત્યાં સુખ પણ અનંત. ભવાંતનો ઉપાય: Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૫. સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન અને અનુષ્ઠાન : સામાયિક ધર્મના પવિત્ર પ્રવાહના સ્રોતનું મૂળ શ્રી તીર્થંકર પરમાત્મા છે. જેમણે તપ, ત્યાગ, સંયમ જ્ઞાન અને અંતરંગ શુદ્ધિ વડે સામાયિક ધર્મનો સાક્ષાત્કાર કર્યો. અને સર્વપ્રથમ ઉપદેશ પણ સામાયિક ધર્મનો આપ્યો. જે આગમ ગ્રંથોમાં યથાર્થરૂપે વિદ્યમાન છે. જેના અધ્યયન-ચિંતન દ્વારા સાધક આત્મિક આનંદનો અંશ પ્રાપ્ત કરી શકે છે. સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન છે. આવશ્યકનું મૂળ છે. પાપવ્યાપારથી મુક્ત કરતું જિનશાસનનું અંગ છે. સામાયિક દ્વારા પેદા થતો સમભાવ આધિ, વ્યાધિ, ઉપાધિનું શમન કરનાર ઔષધ છે. જેનદર્શનના ચાહક કે વાહક દરેક ફિરકા સંપ્રદાયને સામાયિક ધર્મ સર્વગ્રાહી છે. ભલે તેના વિધિવિધાનમાં અંતર હોય પણ તેનું મૂળ તત્ત્વ સર્વને માન્ય છે. એનો અર્થ જ એ છે કે સામાયિક શ્રેષ્ઠ અધિષ્ઠાન અને અનુષ્ઠાન છે. શ્રુતજ્ઞાનનો સાર સામાયિક છે. (ચારિત્ર છે) જીવના મોહરૂપી અંધકારને દૂર કરી મોક્ષમાર્ગનાં દર્શન કરાવે છે. સામાયિક દ્વારા સાધકની સાધના (મોક્ષ) લવતી થાય છે. યથાખ્યાતરૂપી ચારિત્ર સામાયિક દ્વારા પ્રશમ રસમાં લીન મહામુનિ સ્વયં જ્ઞાતા દ્રષ્ટા થાય છે. સામાયિક મંત્રસ્વરૂપ છે, અર્થાત રાગાદિ પાપવ્યાપારયુક્ત વિભાવના વિષનો નાશ કરે છે. સર્વજ્ઞ તીર્થકરે ઉપદેશેલો સામાયિક ધર્મ સ્વયં જિનાજ્ઞા છે. કારણ કે સામાયિક ધર્મ વડે આશ્રવનો નિરોધ થાય છે. સંપૂર્ણ સંવર અને નિર્જરા દ્વારા ક્રમશ: જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે. દુષ્કૃત્ય ગહ, સુકૃત અનુમોદના અરિહંતાદિનું શરણ ત્રણે કર્તવ્યો સામાયિકમાં સમાય છે. નિંદામિ ગરિહામિ અખાણ વોસિરામિ = દુષ્કૃત્ય ગહ ભંતે : અરિહંતાદિના શરણનો સ્વીકાર. સામાયિક યોગ ત્ર ૮૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ કરેમિ સામાઈયંઃ સુકૃતનું સેવન – અનુમોદન. જ્ઞાનક્રિયાભ્યાં મુક્તિઃ શ્રુત સામાયિક જ્ઞાનસ્વરૂપ ચૌદપૂર્વનું બીજ અને સાર છે. અને ચારિત્ર સામાયિક ક્રિયા સ્વરૂપ છે. સામાયિક સમતાભાવનું અનુષ્ઠાન છે, સમતાભાવ વગર અન્ય અનુષ્ઠાનો નિરર્થક થાય છે. સામાયિક બહુમૂલ્ય અધિષ્ઠાન છે. સમભાવ સ્વરૂપ સામાયિક આકાશની જેમ સર્વ ગુણોનો આધાર છે. સમસ્ત કાલમાં અને ક્ષેત્રોમાં સામાયિક સૂત્ર દ્વારા પ્રત્યેક તીર્થંકર પરમાત્મા દીક્ષિત થાય છે, અને અન્યને દીક્ષિત કરે છે. રત્નત્રયીમાં સમસ્ત ગુણોનો સમાવેશ થાય છે. તેથી રત્નત્રયીરૂપ સામાયિકમાં સર્વ ધર્મ અનુષ્ઠાન સર્વ યોગ અને સર્વ ગુણો સમાવિષ્ટ થાય છે. સામાયિક ધર્મનો અધિકારી કોણ : સાવદ્ય પાપક્રિયાઓનો ત્યાગ અને નિરવદ્યધર્મમાં ઉપયોગવંત આત્મા સામાયિક સ્વરૂપ કહેવાય છે. સંસારી અવસ્થામાં જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મોથી ગ્રસિત છે, અજ્ઞાનવશ રાગ દ્વેષના દોષવાળો છે, તેવો જીવ પણ જો સાવદ્ય પાપવ્યાપાર ત્યજી અહિંસાદિ ધર્મોનું સેવન કરી સ્વભાવમાં રમણ કરે તો તે દર્શનાદિ ગુણો વડે ક્રમશઃ મુક્તિ પ્રાપ્ત કરે છે. એવી વ્યક્તિને સામાયિક પરિણામ હોય છે. સામાયિક ધર્મ બહુમુલ્ય છે. તેનો અધિકારી આત્મા સંયમ, તપ, નિયમ, ત્યાગ, તીતિક્ષામાં સદા નિમગ્ન હોય છે. સર્વાત્મમાં સમષ્ટિવાળો હોય છે. રાગાદિ સર્વ વિભાવ પર નિયંત્રણવાળો છે. મન, વચન, કાયાના યોગ ૫૨ ઉપયોગના ક્વચથી રક્ષા કરે છે. તેથી કર્મોના પ્રવાહનો સંવ૨ થાય છે. પૂર્વકૃત કર્મોનો ક્ષય થાય છે. ક્રમશઃ પરમ પદને પામે છે. સામાયિક અધિષ્ઠાન યુક્ત આત્મા વૈરાગ્ય વાસિત હોય છે. હરેક પરિસ્થિતિમાં નિરંતર સમતાયુક્ત હોય છે. આવા સમતાભાવના સતત અભ્યાસ દ્વારા મુનિ સચ્ચિદાનંદની મોજ માણે છે. તેને મોક્ષ તો હથેળીમાં હોય છે. તેથી તેની અભિલાષાથી પણ તે મુક્ત છે. નિશ્ચયનયથી સામાયિક સ્વયં શુદ્ધાત્મા છે, તેમાં કંઈ આગળપાછળ વિકલ્પ નથી. કેવળ શુદ્ધાત્મામાં રમણતા તે તેની અવસ્થા છે. એકાંત વાસી મુનિઓની વિશિષ્ટ ભૂમિકા છે. નિશ્ચયસૃષ્ટિ ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ (પરિણામ)ને એક માને છે. સામાયિક પરિણામવાળો જીવ સામાયિક પ્રાપ્ત કરે ભાંતનો ઉપાય ઃ ૮૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ છે. વ્યવહારદષ્ટિ વ્યવહારનયઃ તપ, સંયમ, ચારિત્રાદિ ક્રિયાના પ્રારંભને અને દીર્ઘકાલ પછી સામાયિકની સમાપ્તિને માને છે. સામાયિક રહિત જીવ ક્રમશ: સામાયિક પ્રાપ્ત કરે છે. જેમ મિથ્થામતિ જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. હે મહાનુભાવ! આવું અનુપમેય અનુષ્ઠાન આત્મ સુખવૃદ્ધિદાયક સામાયિક અત્યંત દુર્લભ છે. આવા સામાયિકનો સવિશેષ અધિકારી માનવ છે. માનવજન્મની દુર્લભતા પાંચ ઇન્દ્રિયોને કારણે નથી. તે તો તિર્યંચ પંચેન્દ્રિયને પ્રાપ્ત છે. પરંતુ સર્વ વિરતિ આદિ સામાયિક પરિણામ માનવ જન્મમાં જ થાય છે. તેથી તેને મંગળ કહીને દુર્લભ કહ્યો છે. એવો દુર્લભ જન્મ મળ્યા પછી જો તે સામાયિક ધર્મને પ્રાપ્ત ન કરે અને સંસારના ભ્રામક સુખભોગમાં પડી જાય તો આવું અમૂલ્ય જીવનધન નષ્ટ થઈ જાય છે. તૃષાતુર માનવને જળની પ્રિયતા છે. ક્ષુધાતુર માનવને ધાન્યની પ્રિયતા છે. ધર્મ જિજ્ઞાસુને તત્ત્વ રુચિ પ્રિય હોય છે. તે જિજ્ઞાસુના હૃદયમાં ધર્મભાવના વૃદ્ધિ પામે છે. તેથી તે જીવનને પવિત્ર બનાવે છે. સામાયિક જેવા ધર્મની પ્રાપ્તિને તે સદ્ભાગ્ય માને છે. તે વીતરાગ પ્રતિમાના દર્શન વડે કૃતાર્થ થાય છે તેથી તેનો મોહ શાંત થાય છે. પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન તેને સ્વાત્માના શુદ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરે છે. ત્યારે તે પુણ્યાત્મા સ્વકાળે મિથ્યાત્વની ગ્રંથિને ભેદીને, તોડીને સમ્યકત્વના ગુણને પ્રાપ્ત કરે છે. તે પછી ક્રમશઃ મુક્તિ સુધી પહોંચે છે. ધર્મશ્રવણ: સામાયિક ધર્મમાં પ્રવેશ માટે ધર્મશ્રવણ ઉત્તમ આલંબન છે. સંસારનું અને મુક્તિનું વાસ્તવિક સ્વરૂપ સમજમાં આવે છે. તેના બોધસ્વરૂપે તે વિભાવદશાથી આશ્રવને રોકીને સંવરભાવ વડે સામાયિક ધર્મને પામે છે. ક્રમશ: આત્મસ્વરૂપને પામીને કૃતાર્થ થાય છે. પૂર્વ આરાધના : કોઈ જીવ પૂર્વનો આરાધક હોય પછી ભલે તે અન્યદર્શની હોય પરંતુ તેને એ સંસ્કારના બળે ભાવશુદ્ધિ થતાં સમ્યત્વ પ્રગટ થાય છે, અને તે સંયમની શ્રેણી પર આરૂઢ થાય છે. કર્મના ઉપશમાદિ : દેવગુરુના અનુગ્રહ કોઈ ભવ્યાત્માને કોઈ શુદ્ધ અવલંબન દ્વારા અનંતાનુબંધી કષાય તથા મિથ્યાત્વ મોહનીયની પ્રકૃતિનો ક્ષય ઉપશમાદિ થતાં સમ્યકત્વ – સામાયિક ધર્મની પ્રાપ્તિ થાય છે. સામાયિકયોગ * ૮૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ (૨૬) સામાયિકમાં પંચાવયવ અનુષ્ઠાન ધર્મ અનુષ્ઠાનના અનેક ભેદોમાં પાંચવયવ – પાંચ પ્રકાર અનુષ્ઠાન દર્શાવ્યા છે. જે મોક્ષની સિદ્ધિને અર્થે છે. ૧. પ્રણિધાન : સાધ્ય - ઉદ્દેશ ૨. પ્રવૃત્તિ : સાધન વિધિ - ક્રિયા ૩ વિઘ્નય : બાહ્ય - અંતર દોષોનો પરિહાર ૪. સિદ્ધિ : કેવળજ્ઞાનાદિ - પૂર્ણતા ૫ વિનિમય : પોતાને પૂર્ણતા પ્રાપ્ત થયા પછી એ સાધનો વડે અન્યને માર્ગદર્શન કરવું. વિસ્તારથી વિચારતા આ પાંચ અનુષ્ઠાનમાં શુદ્ધ સામાયિકનું નિરૂપણ કર્યું છે. ૧ પ્રણિધાન સાધ્ય : મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે છતાં જો તેની પાસે કોઈ ઉચ્ચ ધ્યેય સાધ્ય કે સાધના નથી તો તેના નામકરણમાંથી મનુષ્ય નીકળી જશે અને કેવળ પ્રાણી શબ્દ રહેશે. જે કેવળ દેહ અને દેહના સુખની આજુબાજુ ફરીને જીવનને વ્યર્થ બનાવશે. મનુષ્ય જીવનનું ધ્યેય મુક્તિ હોય. જૈનદર્શનના વીતરાગી સર્વજ્ઞ દેવોએ સામાયિક ચારિત્રવડે પૂર્ણ આત્મવિકાસને સાધ્ય કર્યો, અનંત ગુણોને પ્રગટ કર્યાં. ત્યાર પછી તીર્થની સ્થાપના કરી પાત્ર જીવોને સામાયિક ધર્મ આપ્યો કે જે વડે તે જીવો પણ પૂર્ણતાની સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ધ્યેય કે સાધ્યમાં જેવી પ્રીતિ તેટલો પુરુષાર્થ પ્રગટે છે, ત્યારે સાધ્ય સિદ્ધ થાય છે. ૨. પ્રવૃત્તિ સાધન : મુક્તિ માર્ગ ખૂબ વિશાળ છે તેની પ્રાપ્તિના અનેક સાધનો પૈકી મુખ્ય સાધન શુદ્ધ ઉપયોગ છે. તેનું સામાયિકની સાધના વડે કે સાધન વડે પ્રાગટ્ય થાય છે. આથી સર્વ વીતરાગી સર્વજ્ઞ પરમાત્માઓ/ મહાત્માઓ સર્વ વિરતિ-સામાયિક ચારિત્ર ગ્રહણ કરી તર્યા છે, અને તરશે. તેઓનો સર્વ પ્રથમ ઉદ્દગાર છે કે : કમિ સામાઈયં (હું સમભાવમાં રહીશ) સર્વાં મે અકરણિજ્યું પાવકમાં: - હું કોઈ પણ પ્રકારનું પાપ નહિ કરીશ. અર્થાત્ સર્વ પાપથી મુક્ત થઈ આત્મસ્વભાવમાં/શુદ્ધભાવમાં રહીશ. ભવાંતનો ઉપાય ઃ ૮૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૩. વિબજય : સામાયિક ગ્રહણ કર્યા પછી સામાયિકવંતનું ઉત્તરદાયિત્વ ઘણું મોટું છે, તે શું છે ? પાપ વ્યાપરનો ત્યાગ કરવાનો નિયમ કેવળ આસન પર બેસી જેવું એટલો નથી, પણ દસ મનના, દસ વચનના, બાર કાયાના, આવા બત્રીસ દોષો અર્થાત સર્વ પ્રકારના દોષોનો ત્યાગ કરવાનો છે. સંસ્કાર અને કર્મના ઉદયથી દોષો થાય ત્યારે પરાક્રમ વડે તેનો પરિહાર કરવાનો છે. જેમ જેમ દોષોનો જય થાય છે તેમ તેમ આત્મવિકાસ ઝડપી થાય છે. શ્રાવકશ્રાવિકાને સામાયિકનો સમય મર્યાદિત છે, સાધુ-સાધ્વીને આ જીવન સામાયિક ચારિત્ર છે. ૪. સિદ્ધિ : બે ઘડીના શુદ્ધ સામાયિકથી સાધક અનુક્રમે શુદ્ધિના શિખરે પહોંચી શાશ્વત સામાયિકની પ્રાપ્તિ કરે છે. અર્થાત સંસારથી મુક્ત થાય છે. ૫. વિનિમય : જ્ઞાનીજનોની કરુણા - ઉદારતા એ છે કે તેઓ જેવું સુખ પામ્યા તેવું જગતના સર્વ જીવો પામો. ધનીમાં અને જ્ઞાનીમાં આવું આસમાનજમીન જેવું અંતર છે. ધની ધનપ્રાપ્ત, પછી પણ સાંકડો થતો જાય છે. જ્ઞાની પૂર્ણતાની પ્રાપ્તિ પછી ઉદાર થઈ જાય છે કે સવી જીવ કરું શાસન રસી’ ‘આત્મ સમ કરોમિ. મન, વચન, કાયાના યોગની શુભ પ્રવૃત્તિ: જેના સંસારનો અંત નજીક | તું છે તેવો હળ કર્મી ભવ્યાત્મા મન વચન તથા કાયાના યોગની અશુભ પ્રવૃત્તિથી | T નિવૃત્ત થઈ અને શુભ પ્રવૃત્તિ કરે છે ત્યારે અશુભ કર્મોનો અનુબંધ શિથિલ થઈ જાય છે. વળી પુનઃ પુનઃ ધર્મ અનુષ્ઠાનના બળ વડે કર્મોનો પણ યોપશમ ! ' થાય છે, ત્યારે આત્મશક્તિના બળ વડે તે સમ્યકત્વ - સામાયિક ધની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે દાનાદિ ક્રિયાઓ, તપશ્ચચરણ, દુઃખના સમયે વૈરાગ્ય જેવા | ભાવથી, અન્યના ગુણાદિની અનુમોદનાથી, અનેક પ્રકારના ધર્મ અનુષ્ઠાન વડે! સાધક તત્ત્વદષ્ટિને પ્રાપ્ત કરીને સામાયિક ધર્મ પ્રાપ્ત કરે છે. સામાઈય સામગિ, દેવા વિચિતતિ હિય ય મજ્જામિ, જઈ હોઈ મુહમ્પંગ, તા અહ દેવરણ સુલતું. દેવતાઓ ચાહના કરે છે કે અમને સામાયિકની સામગ્રી એક મુહૂર્ત ! માત્ર જો મળે તો અમારું દેવપણું સુલભ – સાર્થક થાય. સામાયિક્યોગ ત્ર ૮૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨૭, સામાયિકના અભ્યાસ દ્વારા શુક્લ પાક્ષિક જીવન જ્ઞાનસારમાં ગ્રંથકાર કહે છે કે જગતમાં સુખી જીવ સૌને જાણે છે, તેમ સચિત્ત - આનંદ સ્વરૂપ આત્મા વિશ્વના તમામ જીવોને સત્-ચિત્ આનંદ સ્વરૂપ માને છે. તેથી તેઓ કોઈ જીવને ઊંચ કે નીચ, શત્રુ કે મિત્ર માની રાગાદિભાવ કરતા નથી. તેમને તેવા ભાવ થતાં નથી તે જ તેમના આત્મિક સુખનો આવિર્ભાવ છે. સ્વની ચેતનસૃષ્ટિમાં ચગાદિનો વિલય થતાં દષ્યને સૃષ્ટિના ચૈતન્યમાં પૂર્ણતાનાં દર્શન થાય છે તે આખરે સ્વયં સમદર્શિત્વને પામે છે. આ પૂર્ણતાના દર્શન કરવાનો શુભારંભ ગુણદર્શનથી થાય છે. જીવમાત્રના આત્મપ્રદેશે અનંત ગુણરાશિનું દર્શન સર્વજ્ઞ પરમાત્માએ કર્યું, ભવ્યાત્માઓને તે પ્રત્યે નિર્દેશ આપ્યો, તો શું આપણે તે અનંતગુણ પૈકી એક ગુણનું દર્શન ન કરી શકીએ ? હા, તે માટે જીવે સ્વયં ગુણદષ્ટિને કેળવવી જોઈએ. આ ગુણદૃષ્ટિ જ તારા રાગાદિભાવને નષ્ટ કરવા સમર્થ બનશે. પછી તારા ક્લેશ, સંતાપ પણ દૂર થશે. તે સાધક સમત્વ પામીને સ્વરૂપમાં સમાઈ જાય છે. આત્માના ગુણરૂપી સમૃદ્ધિમાં નિજનું સ્વામિત્વ છે. અને પુણ્યથી મળેલી બાહ્ય સામગ્રી-સમૃદ્ધિ તે ઉધાર નાણાં જેવી છે. સમ્યગુજ્ઞાન - દર્શન - ચારિત્ર શીલ, ક્ષમાદિ, ભક્તિ જેવા ગુણો તારા પોતાની સ્વાભાવિક સમૃદ્ધિ છે. જો તે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ન થયો તો પતન છે. પ્રાપ્તિ કરીને જતન ન કર્યું તો ગુણોનું વમન છે. આખરે તારે રડવું પડશે કે – “ભમતાં મહાભવસાગરે પામ્યો પસાથે આપના, દર્શન શાન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં, તે પણ ગયા પ્રમાદના વશથી કહું છું ખરું. કોની કને કિરતાર આ પોકાર હું જઈને કરું ?” આવો રડવાનો વારો આવે તે પહેલા જ ચેતી જા કે હું સ્વયં ગુણનો સાગર, ગુણોના ઐશ્વર્યનો સ્વામી, સ્વાભાવિક સુખનો સ્વામી, મારે બાહ્ય પદાર્થોની ભીખ કેવી! આવા દૃઢ વિશ્વાસથી સાધક સોપાન માંડે છે ત્યારે ભવાંતનો ઉપાયઃ Page #106 -------------------------------------------------------------------------- ________________ તે સ્વરૂપના શિખરે પહોંચે છે. જ્ઞાનની પરિપકવતામાંથી જ્યારે સમત્વ પેદા થાય છે, ત્યારે ચક્રવર્તી જેવા અનહદ ઐશ્વર્યના અધિપતિને તૃષ્ણા સતાવતી નથી, પણ તૃષ્ણાનો નાશ થાય છે. ઘાણીમાં પિલાતા પ્રશમાત્મા મુનિરાજોને દુઃખના ઢગલા પણ ચલાયમાન કરતા નથી. જેની પાસે સામાયિક જેવો ધર્મ નથી. સમત્વ જેવું સામર્થ્ય નથી તેવો રાંક, પામર, પ્રાણી તૃષ્ણાથી ઘેરાઈ જાય છે, અને નિમિષમાત્રમાં તો તેનું સામર્થ્ય હણાઈ જાય છે. ધનની ઈચ્છાવાળો ધનવાનની પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ જોઈ પોતાને એવી સમૃદ્ધિ મળે તેવી ઈચ્છા રાખે છે. ગુણગ્રાહક સાધક ગુણવાન જુએ અને ગુણ ગ્રહણ કરી લે છે. આવી ગુણ ગ્રહણ શક્તિ જ દોષાને નષ્ટ કરે છે. તેને માટે બીજા ઉપાયોની જરૂર નહિ પડે. ગુણવાનના ગુણોના સ્મરણનો આનંદ તમારામાં ગુણ પ્રગટાવ્યા વગર નહિ રહે અને જ્યાં ગુણો પ્રગટ્યા કે જેમ દિવડા પ્રગટવાથી મળતો પ્રકાશ પદાર્થનું દર્શન કરાવે છે તેમ તમારા ગુણોનો દિપક તમારા સ્વરૂપનું દર્શન કરાવશે. એને દર્શન કહો, આનંદ કહો, અનુભૂતિ કહો, શુક્લ પાક્ષિકને અહીંથી પરમાર્થનો પાવક પંથ પ્રારંભ થાય છે. કરૂણાશીલ સત્પુરુષોએ કેવો સરળ માર્ગ સમજાવી દીધો? પણ જીવોની કઠિણાઈ એ છે, પૌદ્ગલિક પદાર્થોનું પ્રલોભન ત્યજી શકતો નથી. પરભાવ, પરવૃત્તિને શમાવી શકતો નથી. એથી આકુળ થઈ સુખના પ્રયત્ન છતાં દુઃખ પામે છે. કારણ કે જે વસ્તુ સ્વયં સુખજનક નથી તે સુખનો જન્મ કેવી રીતે આપે ? માટે આત્માનું સુખ આત્માની સમશ્રેણિમાં છે. તેવો અટલ વિશ્વાસ કરી, ગુણ ગ્રહણતામાં લાગી જા. જેમ કણમાંથી મણ પેદા થાય છે તેમ ગુણમાંથી પૂર્ણાનંદ પ્રગટ થાય છે. પરમાત્માએ દર્શાવેલા સામાયિક જેવા ધર્મનો આરાધક થઈ તું શુકલપાક્ષિક થા. આગમનો આવિષ્કાર છે કે શુક્લપાક્ષિક જીવનો સંસાર સંક્ષેપ થાય છે. તે સમ્યકત્વરૂપ સામાયિક ધર્મ પામવાનો અભિલાષી છે. ધન ધાન્યાદિક પદાર્થો મેળવીને, તેની રક્ષા માટે તારે કેવા ક્લેશ, ભય અને ચિંતા સેવવાં પડે છે? તે મેળવવા કેવો તનતોડ પરિશ્રમ કરવો પડે છે? છેવટે ખાલી હાથે વિદાય? પરંતુ સમતા જેવા ગુણોને પ્રાપ્ત કરીને તે સર્વ સામાયિયોગ * ૯૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ક્લેશોથી દુઃખથી મુક્ત, કંઠથી મુક્ત, સ્વમાં લીનતા કરવાની છે. પ્રારંભમાં અનાભ્યાસને કારણે તને તારા જ વિચારોનો સાથ ન મળે તો પણ મૂંઝાતો નહિ. તું પ્રભુના પંથમાં વિશ્વાસ મૂકી દે પછી તને સઘળી સાનુકૂળતાઓ મળી આવશે. તારું જ પુણ્ય તારું માર્ગદર્શક બનશે. જે પુણ્ય તને પૌદ્ગલિક સુખોમાં પરાધીનતા પ્રત્યે લઈ જતું તે પરિવર્તન પામશે. અને આશ્ચર્યજનક સમત્વ તારામાં પ્રગટ થશે. જે તારી પૂર્ણતાનો પાયો બનશે. પૂર્ણતાના અખૂટ ખજાનાને ખોલવાની ચાવી સામાયિકમાં છે. ' ભગવાન મહાવીર જ્યારે કેવળજ્ઞાન પામ્યા, તીર્થની સ્થાપના સમયે ગણધરોને સર્વવિરતિ આપી સામાયિકનું પ્રદાન કર્યું. ત્યારે જેઓ ઉચ્ચભૂમિકાએ હતા તેમણે આજીવન સામાયિક ગ્રહણ કર્યું (સાધુ-સાધ્વી) જે ગૃહસ્થ જીવનમાં રહ્યા તેમણે મર્યાદિત સમય માટે સામાયિકનો નિયમ લીધો તે શ્રાવક શ્રાવિકા ગણાયાં. આમ ભગવાને દાન દીધેલા સામાયિક ધર્મને જે સર્વથા કે દેશથી આશરે તે પ્રભુના શાસનના વારસદાર કહેવાયા. જે આ સામાયિક ધર્મને આચરે નહિ તે પ્રભુના શાસનના વારસદારો નથી. આ કળિકાળમાં મોક્ષના દ્વાર સુધી લઈ જનારું સાધન સામાયિક છે. એ દ્વાર ખૂલે કે અંદર પ્રવેશ કરી લેવો સરળ છે, મોહનો ઉપશમ થતાં દ્વારની નજીક પહોંચાય છે, મોહનો ક્ષય થતાં મોક્ષભૂમિમાં પહોંચાય છે, વચ્ચેના ગાળામાં દ્વાર પાસે ટકવા માટે સામાયિક ધર્મ છે. આ દેહમાં રહેલા આત્મામાં જો સામાયિક ધર્મ પ્રગટે તો આ દેહ જ મહાવિદેહની પ્રતીતિ કરાવે અને તે પ્રતીતિ સમ્યગ્રત્વ પ્રગટ કરે છે. જે આ કાળમાં મુક્તિનું બીજ છે. શુક્લ પાક્ષિક એનો અધિકારી છે. – – – –– – – –– –– 17 “હું કોઈ પણ વસ્તુને ચાહું તેના ) | કરતાં આત્માને ચૈતન્ય માત્રને વધુ ચાહું, | ! એવું મારું મન બનાવો. એ પ્રાર્થના સર્વ ( શ્રેષ્ઠ છે.” I || ૯૨ ભવાંતનો ઉપાયઃ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૨૮) સામાયિકનું શિખર, પરમસમાધિ : વ્રતરૂપ સામાયિકમાં પ્રવેશ કરનાર સાધકનું લક્ષ્ય પરમસમાધિ છે. તે વર્તમાનમાં તળેટીમાં ઊભો છે. સંયમના પાલનથી સોપાન ચઢતો ચઢતો તે શિખરે પહોંચે છે, જ્યાં એ પરમ સમાધિમાં લીન થઈ શાશ્વત સુખને પામે છે. અર્થાત્ પરમાત્માસ્વરૂપને પામે છે. ત્યાં હવે દ્રવ્યકર્મ કે ભાવકર્મની કોઈ ઉપાધિ નથી. પરમ વીતરાગતભાવ અને નિરાવરણ જ્ઞાનનો તે સ્વામી છે. ગ્રંથકાર સમાધિનું લક્ષણ જણાવે છે. જેમણે સમસ્ત ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કર્યો છે. સ્વરૂપાત્માની આરાધનામાં જે નિરંતર રત છે. આત્મભાવ તે તેમનું તપ છે. બાહ્યાડંબર રહિત સ્વતત્ત્વમાં જેની નિશ્ચળ સ્થિતિ છે તે દશા સમાધિ કહેવાય છે. સમતા રહિત સ્થળાંતર કરેલો વનવાસ, પરિષહોનો જય, મૌનવ્રત એકાંતવાસ ઈત્યાદિ મોક્ષના હેતુભૂત થતા નથી. માટે સદ્દગુરુની નિશ્રામાં તેમના વચનબોધ દ્વારા સમતારસનો અનુભવ કરી સમાધિમાં લીન થવું તે મોક્ષનો સાક્ષાત હેતુ છે. મુનિનું સામાયિક એટલે શિખરે પહોંચવાનો અથાગ પુરુષાર્થ. મુનિ સર્વસંગ પરિત્યાગી છે. તે ભવભ્રમણના હેતુરૂપ સાવદ્ય પાપવ્યાપારથી મુક્ત છે, પંચસમિતિ અને ત્રણ ગુપ્તિથી અંતરંગ શુદ્ધિ યુક્ત છે. વળી પાંચે ઈન્દ્રિયોના વિષયથી, ચારે કષાયથી પ્રવિમુક્ત છે. મુનિનું આ સામાયિક વ્રત સ્થાયી છે. અવધિથી મર્યાદિત નથી. સહજ વૈરાગ્યભાવથી ભૂષિત, મોહજિત મુનિને સમરસીભાવને કારણે સમસ્ત જીવરાશિ પ્રત્યે ભેદરહિત સમાનભાવ હોય છે. છકાય જીવની રક્ષાનું સહજ પાલન હોય છે. તેવા ભાવથી પૂર્ણ સામાયિક મુનિનું વ્રત છે. વાસ્તવમાં સમસ્ત પાપવ્યાપારના પરિહારથી સામાયિકની પ્રાપ્તિ થાય છે. યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું આવું સામાયિક કેવળજ્ઞાનીને હોય છે. જ્યાં સુધી આંશિક પણ પાપકાય છે ત્યાં સુધી સંપૂર્ણ સામાયિક પ્રગટ થતું નથી. સામાયિક હેય શેય ઉપાદેયના જ્ઞાન સહિત હોય છે. જેણે સમસ્ત ઇન્દ્રિયોના વિષયોને અને કષાય જાનત પરિણામોનો પરિહાર સામાયિક્યોગ ૯૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ કર્યો છે, તેઓ બાહ્ય પ્રપંચથી દૂર રહે છે. તેઓ પાપમૂલક ક્રિયાની નિવૃત્તિરૂપ બાહ્ય સંયમ સાથે સવિશેષ અભ્યતર સંયમના આરાધક છે. જે ભૂમિકાએ જે ગુણસ્થાને જે ક્રિયા હોય છે તેના પરિમિત કાલમાં વર્તતા હોય છે. છતાં નિશ્ચયથી નિજસ્વરૂપમાં જ સ્થિતિરૂપ ચિન્મય સમાધિમાં હોય છે. વ્યવહારથી પંચાચારનું પાલન કરે છે. પરિગ્રહના પ્રપંચથી સર્વથા મુક્ત રહે છે. સદ્દગુરુ કૃપા વડે પ્રાપ્ત નિજસ્વરૂપના બોધમાં રક્ત, સંયમ નિયમમાં પોતાનો જ આત્મા લક્ષયુક્ત હોય છે. એવા મુનિ પદ્રવ્યના સંયોગાદિથી મુક્ત સમ્યગ્દષ્ટિ વીતરાગ ચારિત્રવંતનું સામાયિકવ્રત સ્થાયી છે. સ્વભાવ પરિણામરૂપ મુનિની દશા વિધિ-નિષેધના વિકલ્પથી મુક્ત આત્મતત્ત્વના આલંબનને કારણે સમરસરૂપ છે. આત્મજ્ઞાન દ્વારા પાપસમૂહરૂપી અંધકારનો નાશ કરી જેઓ આત્માનંદની નિકટ છે. તે મુનિને રાગાદિ જેવા દુષ્ટભાવોનું કે આર્તરૌદ્રધ્યાનનું વર્જન છે, તે પ્રકારો તેમને ચલાયમાન કરી શકતા નથી. એ પ્રકારે તેમનું સામાયિક સ્થાયી છે. સમરસી ભાવપૂર્વકના મુનિના સામાયિકથી શુભાશુભ આશ્રવનું વર્જન થાય છે. કષાયથી વિરક્ત થયેલા તે મુનિ નોકષાયથી વિરામ પામે છે. તેવા મુનિનું મોહભાવ વિરક્ત સામાયિક શાશ્વત હોય છે. તે મુનિ સર્વથા જ્ઞાન સ્વરૂપને ભજતા, કેવળજ્ઞાન - નિરાવરણજ્ઞાનના અભિલાષી સદા આત્માનું ધ્યાન ધરે છે. એવી સમાધિ જેનું લક્ષણ છે તે શાશ્વત સામાયિક વ્રત છે. તે સામાયિક સ્થાયી છે. તે પરમસમાધિ છે. “ન વત્ર દુઃખ ન સુખ ન ચિન્તા, ન રાગ દ્વેષો નચ કાચિદિચ્છા, રસ સ, શાંત કથિતો મુનીન્ટ સર્વેષ ભાવેષ સમપ્રમાણ.” ભવાંતનો ઉપાયઃ Page #110 -------------------------------------------------------------------------- ________________ (૨૯) ઉપાસકનું અંતરનિરીક્ષણ સામાયિકનો આરાધક લોકસંજ્ઞાથી દૂર રહે છે. લોકને રૂડું દેખાડવાનો પ્રયત્ન છોડી દે છે. અને આત્માનું રૂડું થાય તેમ વર્તે છે. રાગદ્વેષ રહિત થવાય તેવા સર્વજ્ઞના બોધને અનુસરે છે. તે વિચારે છે કે અનાદિકાળમાં જીવે મનુષ્યદેહ તો ધારણ કર્યો હતો, પરંતુ વૈરાગ્ય, વિનય અને સદ્દગુરુ આજ્ઞાના અભાવે ધર્મ ન પામ્યો. હવે આ જન્મમાં સવળો પુરુષાર્થ કરી સર્વજ્ઞના માર્ગે ચાલવું છે. આ જન્મમાં સત્પુરુષના ઉપદેશ વગર અને પોતાની સત્પાત્રતા કેળવ્યા વગર જ્ઞાનપ્રાપ્તિ થવી સંભવ નથી. અંતરદૃષ્ટિ કરીને વિચારે છે ત્યારે તેને સમજાય છે કે સર્વજ્ઞની ભક્તિ સંગુરુની ઉપાસના, સત્સંગ, સધર્મ અને સમ્યગ્દષ્ટિપણું જીવે પ્રાપ્ત કર્યું નથી. ભાવે કરી આરધ્યું નથી તેથી પરિભ્રમણ અને પરિભ્રમણના કારણો ચાલુ છે. જે ધર્મ આત્મસ્વભાવરૂપ છે. આત્માની સમશ્રેણિમાં છે. જે બાહ્ય સંશોધનથી પ્રાપ્ત નથી. દરેક મહામાનવોએ એ ગુપ્ત – સ્વભાવધર્મને અંતર સંશોધનથી પ્રાપ્ત કર્યો છે તે મને બાહ્ય સંશોધનથી મળવાનો નથી. સગુરુ અનુગ્રહ તે અંતર સંશોધનનો ઉપાય મેળવે છે. સંસાર અવસ્થામાં ઉદય આવેલા કર્મો ભોગવ્યા વગર છૂટકો નથી, પણ નવા ન બંધાય તેમાં જાગૃત છે. તેથી શુભ કે અશુભ કર્મના ઉદય સમયે હર્ષ શોક કરતો નથી. હું આ પૃથ્વી આદિ પદાર્થોમાંથી શું લાવ્યો હતો અને શું લઈ જવાનો છું. એમ વિચારી સમભાવમાં રહેવા પ્રયત્નશીલ રહે છે. તે વિચારે છે કે હું જેનાથી પ્રભાવિત થાઉં છું તે કર્મપ્રકૃતિ જડ છે. પદ્રવ્ય છે. મારો તેની સાથે જેટલો તાદાભ્ય સંબંધ છે તેટલી મારે અબોધતા છે. એ જડ પ્રકૃતિએ મારા અજ્ઞાનને કારણે પોતાની સત્તા જમાવી છે, પરંતુ અહો સપુરુષાએ તો એ કર્મપ્રકૃતિને પોતાનું સ્વરૂપ માન્યું નથી અને ચેતન સત્તાને સ્વીકારી, તે પ્રકૃતિ સાથેનો તાદાસ્ય થયેલો સંબંધ તોડી અબંધદશાને પામ્યા. આમ મારો આત્મા પણ ઉદય કર્મને સમતાથી અને પ્રમાદરહિતપણે ભોગવીને ખચિત ચેતન શુદ્ધિ પામશે. તે માટે મારે વિનયભાવે સત્પુરુષના માર્ગને અનુસરવું હિતાવહ છે. સામાયિક્યોગ . Page #111 -------------------------------------------------------------------------- ________________ તે વિચારે છે કે જ્યાં સુધી હું નિવણને ન પામું ત્યાં સુધી મારે નિઃસ્પૃહભાવે જગતમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબંધ થવા પ્રયત્ન કરવો. અને જીવમાત્ર સાથે મૈત્રી, ગુણવાન પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી પ્રત્યે કરુણા અને અપરાધી પ્રત્યે ક્ષમા, માધ્યસ્થભાવ રાખવો. આ ભાવનાઓથી ભાવિત થઈ ધર્મધ્યાનથી ભૂષિત થાઉં. સામાયિકમાં તે સત્પુરુષોના જીવનની મહાનતા પ્રત્યે જોડાય છે, અહો ગજસુકુમાર, મેતાર્ય, વર્ધમાન સ્વામી વગેરે કેવા મનોજવી હતા, હર્ષ-શોક, શુભઅશુભ, માન-અપમાન. સર્વ પરિસ્થિતિ તેમને સમાન હતી. તેમનું લક્ષ કેવળ આત્મ સમતાર્થે હતું. સર્વ જીવો પ્રત્યે સમભાવ હતો. દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવથી અપ્રતિબધ્ધપણે વિચરતા હતા. ઉપસર્ગમાં તેમણે અપવર્ગનું નિમિત્ત જોયું. દેહાદિની અનંત કલ્પનાઓ પળમાત્રમાં તેમણે શમાવી દીધી. ધન્ય તે મુનિ, મહાત્માઓ. મારો તે દિવસ ધન્ય હશે કે હું તેમના માર્ગે વિચરવા સમર્થ થઈશ. વળી ભાવના કરે છે કે સુલસા, સીતા, સુભદ્રા, ચંદના વગેરે સતીઓ સુદર્શન આનંદ અને પુણિયા જેવા શ્રાવકો, જેમણે સર્વજ્ઞ કથિત ધર્મને પરમ શ્રધ્ધાથી આદર્યો. અશુભયોગોમાં સમાધિભર્યા ચિત્તની મુખ્યતા રાખી. પરદોષ વર્ય અને સ્વદોષનો સ્વીકાર કરી પ્રભુના માર્ગને આરાધી ધન્ય બની ગયા. હે પ્રભુ આવા સત્પુરુષોના પંથે પ્રયાણ કરવાનું મારું ભાગ્ય ક્યારે જાગશે ? આ કાળમાં જીવને - આયુષ્યની અલ્પતા છે. હું ઉદય-ઉપાધિથી ઘેરાયેલો છું. સર્વસંગ પરિત્યાગ કરવાનું બળ પ્રવર્તતું નથી. દેશત્યાગમાં પણ વિકલ્પ ઊઠે છે. પ્રભુ હવે સમય પણ કેટલો છે? આ સંસારની મોહિની કેમ કરીને છૂટશે? હવે આ દશામાં રહેવું નથી. આત્મસાધકને હવે ખટકુ થઈ છે. તે વિચારે છે હું શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપઆત્મા અનંતકાળ થવા છતાં પરિભ્રમણ કેમ પામું છું? એનો વિચાર રાત્રિદિન ચિત્તમાં ર્યા કરે છે. શું કરવાથી આ ભવભ્રમણ ટળે તેને માટે તે સદગુરુના બોધનું સ્મરણ કરી અંતર્મુખ થવા પ્રયત્ન કરે છે. ઘણા પ્રયાસે જીતી શકાય એવા આ માયાવી સુખોના પ્રલોભનોથી ભરપૂર જગત અને સારવર્જિત સંસારમાં આ દુર્લભ એવું મનુષ્યપણું મળ્યું છે, માટે ૯૬ શ્રી ભવાંતનો ઉપાયઃ Page #112 -------------------------------------------------------------------------- ________________ મારે આ જન્મમાં સ્વરૂપ પ્રાપ્તિ કરવી એ જ કર્તવ્ય છે. ઉત્તમ પુરુષોએ એ સર્વ ભ્રમોથી મુક્ત થઈ કર્મ પ્રકૃતિના સંયોગમાં દ્રુપ ન થતાં એક મોક્ષનો જ પુરુષાર્થ કર્યો છે. તેઓ આત્માનો પરિચય કરવા અંતર્મુખ થયા હતા. જેમ જેમ આત્મપરિચય વધે છે તેમ તેમ તે વિચારે છે કે પરિવારની પળોજણથી ભવ નિસ્તાર થવાનો નથી, તેથી તો સંસારકાળ વૃદ્ધિ પામવાનો છે. જો આ સંસારમાં રહીને મુક્તિ સાધ્ય થતી હોત તો મહાત્માઓ એકાંત સેવન, સંસાર ત્યાગ શા માટે કરે ! સંસાર વિષયોનું ઘર છે. કષાયોનું કારાગૃહ છે. રાગ, દ્વેષ અને મોહને રહેવાનું વન છે, તેમાં ક્યાંથી શુદ્ધિ થાય ? કાદવમાં ખરડીને કાયા પાછો ધોવા બેસું. માયામાં ડૂબકી મારીને પાછો રોવા બેસું. ખબર નથી કે એક દિવસ તો ભવસાગર ડૂબવાનો !. સદ્ગુરુના બોધ દ્વારા સાધક બરાબર સમજે છે, કે આ માયાવી સંસારમાં ડૂબી જવાય તેવું છે. હું સામાયિક ધર્મનો ઉપાસક સાવદ્ય પ્રવૃત્તિથી મુક્ત થવા પ્રથમ તો વિરમણ વ્રતમાં આવું. વૃત્તિ-પ્રવૃત્તિથી સંક્ષેપ કરું, અલ્પ બધું જ અલ્પ, બાહ્ય પરિચય અલ્પ, સાંસારિક સંયોગોનો પરિચય અલ્પ, આરંભ પરિગ્રહ અલ્પ. આમ તે હળુકર્મી થાય છે. કર્મ પ્રકૃતિની સ્થિતિને ક્ષણ કરે છે. શુદ્ધિના માર્ગને આવકારે છે. આત્મપરિચયનો જિજ્ઞાસુ ચિંતવે છે કે મારું સુખ તો મારા સ્વરૂપમાં છે. બાહ્ય સાધનોમાંથી તે પ્રાપ્ત થવાનું નથી. માટે બાહ્ય પદાર્થોનો અપરિચયી થાઉં. જો કે આત્મસ્થિરતા-સમશ્રેણીમાં રહેવું દુર્લભ છે. મનમાં ઊંડે રહેલા સંસ્કારો વચમાં અંતરાયરૂપ થશે. પરંતુ તેને સદ્ગુરુના યોગે અને બોધે એ મનના અંતરાયો દૂર કરવાનો ઉપાય મળી જશે. માટે સાવધાન થઈને આગળ વધે છે. સદ્ગુરુના વચનનું શ્રવણ કરી તે ચિતવે છે કે આ જીવે પોતાના જ અજ્ઞાન વડે કેવું પરિભ્રમણ કર્યું? રાગાદિભાવોના વિકલ્પોમાં ફસાયો? અને તે કારણે ક્રોધાદિ કષાયોથી ઘેરાયો ત્યારે જીવને વિચાર પણ ના થયો કે આને કારણે મને કેવું દુઃખ પડશે? સ્ત્રી, પુત્ર, મિત્ર આદિ પ્રત્યે રાગની તીવ્રતાથી મેં માન્યું હતું કે આ પદાર્થો વગર, આહારાદિના અમુક પદાર્થો વગર મને ચાલે જ નહિ. પરંતુ એ સૌ જેમ સામાયિકયોગ Page #113 -------------------------------------------------------------------------- ________________ મને ત્યજી દેશે તેમ હું આવુ પૂરું થતાં વિદાય થઈશ ત્યારે એ સૌને ત્યજવા પડશે. કર્મની આવી પરાધીન દશા જાણીને સાધક પ૨પદાર્થોથી ભિન્ન પોતાના સ્વરૂપમાં સુખ માને છે. જેવી રાગની તીવ્રતા તેવી દ્વેષની તીવ્રતાથી જીવો વિચારે છે કે હવે આ પદાર્થની સામે પણ ન જોવું. છતાં કર્મવશ તે જ પદાર્થોને સેવે છે. આવું વિચારી સામાયિકનો ઉપાસક વૈરાગ્ય પામે છે. તે પુનઃ પુનઃ ચિંતવે છે કે હવે આ રાગ-દ્વેષ કરવા જેવા નથી. આવી વિષમ પરિસ્થિતિમાં રહેવું નથી. હવે એક આત્માર્થ જ સેવવો છે. તે માટે સંત્સંગ અને સંયમનું સેવન માટે ઉચિત છે. તેમ કરતાં કંઈ વિઘ્ન કે અંતરાય આવે તો સમતાભાવે મારે આત્મર્થ સાધવો છે. એકાંતે સત્પુરુષોના જીવનનાં રહસ્યોના મર્મ સમજે છે. તેમના ગુણોનું ચિંતન કરે છે. સમાગમે તેમના સંયમાદિની અનુમોદના કરે છે. 1 વર્ષાનું પાણી છીપમાં પડે મોતી બને. માનવના જીવનમાં પ્રભુનાં વચન પડે, પરિણામ પામે તો તે અમૃત બને. પરંતુ સંસારી જીવ અનેક ઇચ્છાઓથી સંતપ્ત છે. અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ કેવી રીતે થાય ? જ્યાં જીવ મનને આધીન આત્મા પણ મનને આધીન. શીર અને મનની દોસ્તી છે, એટલે શરીરને અસુખ પડે તેમ મન થવા ન દે. અગ્નિ સાથે શરીર કામ કરે પણ દાઝે નહિ તે મનની કુશળતા છે. વિષયના વિષનું પોષણ એ મન દ્વારા થાય. કષાયની કાલિમાં એ મન દ્વારા થાય એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા હોવા છતાં ચોપડે લાખ અને ાથમાં રાખ જેવી માનવજીવનની દશા છે. ૯૮ * અરે ચપ્પુ કાતર જેવા શસ્ત્રના યોગ્ય ઉપયોગની કુશળતા મન પાસે છે, તેથી તો એ શસ્ત્રોનો ઉપયગો કર્યા છતાં આપણને રોજ ઘા પડતા નથી. તો પછી આ મન દ્વારા જીવને ક્રોધાદિથી બચાવી શકાય કે નહિ ? દુર્ગતિમાં પડતો બચાવી શકાય કે નહિ ? ભવાંતનો ઉપાય : T I । Page #114 -------------------------------------------------------------------------- ________________ સામાયિકનું તાત્ત્વિક સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્માના શાસનનું દર્શન અનેકાંત શૈલીથી નિરૂપણ થયું છે. તેમાં અનંત ભાવ અને ભેદ રહેલા છે. અનેકનયોથી નિરૂપણ કર્યું છે. તેમાં મુખ્ય બે નય છે. ૧. નિશ્ચય નય, ૨. વ્યવહાર નય નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવા નો. નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય.” શ્રી.આસિ.શા. આ બંને નય રથનાં બે ચક્ર જેવાં છે. બંને ચક્ર વડે રથ ચાલે. બંને ચક્ર સાથે રહે આગળ પાછળ ના ચાલે. જો કે આ નય દૃષ્ટિનું કથન છે, તેમાં અન્યોન્ય ગૌણતા મુખ્યતા રહે. જ્યારે સાધકને સ્વપુરુષાર્થના સ્વરૂપનું લક્ષ કરવાનું છે ત્યારે નિશ્ચયદષ્ટિ-તત્ત્વદૃષ્ટિ જરૂરી છે. પરંતુ લક્ષને આંબવા વ્યવહારદૃષ્ટિ ત્યાં હોય જ અથવા અવશ્યની છે. નિશ્ચય નય કહેશે આત્મા પરમાત્મસ્વરૂપ છે. આત્મા જ આત્માનો ગુરુ છે. જીવને કર્મબંધ નથી અને મોક્ષ નથી. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ કે મોક્ષ સ્વરૂપ છે. આમ નિશ્ચયદષ્ટિ સ્વરૂપમાં કંઈ ભેળવતી નથી. પરંતુ જ્યાં સુધી શુદ્ધાત્મા પ્રગટ જ થયો નથી ત્યાં સાધક રહી સાધન કરવાથી મોક્ષ સ્વરૂપ આત્મા પ્રગટ થાય છે. તે વ્યવહારનય છે. “આત્માની શુદ્ધ અવસ્થાના સ્વરૂપનું સાચું ભાન તે જ્ઞાન છે. તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલો જીવ, અશુદ્ધ અવસ્થાના દુઃખને જાણતો હોય, અને શુદ્ધ અવસ્થાના સુખને જાણતો હોય તો તે અશુદ્ધ અવસ્થા ટાળી શકે નહિ.”. નિશ્ચયદષ્ટિમાં જ્ઞાનની પ્રધાનતા છે. વ્યવહાર દૃષ્ટિમાં ક્રિયાની મુખ્યતા છે. બંને મળીને માર્ગ મળે છે. ભૂમિકા પ્રમાણે ક્રિયા બદલાય છે, ગૌણ થાય છે. સૂક્ષ્મ બનતી જાય છે. બાહ્ય ક્રિયાનો વિચ્છેદ નથી. વળી ચૌદમાં ગુણસ્થાનકે યોગ નિરોધની સૂક્ષ્મ ક્રિયા સુધીની પ્રણાલિ દર્શાવી છે. શ્રેણિમાં ભલે બુદ્ધિવા ક્રિયા નથી. બાહ્ય ક્રિયા નથી. પણ અંતરંગ ચિંતન વગેરે ક્રિયા છે. નિશ્ચયનયમાં કિંઈ ભળતું નથી. તે લક્ષમાં રાખીને ભૂમિકા પ્રમાણે ક્રિયા થવી પણ સ્વાભાવિક છે. સામાયિયોગ * ૯૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ જીવમાત્રને યોગ ઉપયોગનું જોડલું મળે છે. સંસારીને કેવળજ્ઞાન સુધી મનાદિ યોગ છે. ત્યાં કષાય રહિત ઉપયોગ છે. એટલે યોગ ક્રિયાં આશ્રયી આશ્રવ છે, બંધ નથી. સંસારી જીવના યોગ સક્રિય છે. શુભાશુભ તેની વર્તના છે. એટલે સામાયિક જેવા અનુષ્ઠાનમાં સાવદ્યયોગથી નિવૃત્તિ એ વ્યવહારધર્મ આપ્યો. અને નિરવદ્યયોગમાં નિશ્ચય ધર્મ આપ્યો, કે જ્યાં શુદ્ધઉપયોગનું લક્ષ્ય છે. નિશ્ચયનયનું લક્ષ્ય કરવા, બોધ પામવા પણ વ્યવહાર ધર્મનો સહયોગ હોય છે. જ્ઞાન – ધ્યાનની આરાધના સ્વાધ્યાદિના મૂળમાં તો ક્રિયા જ છે. પછી ધ્યાનાદિ અવસ્થા આવે છે. યોગ નિરોધ ચૌદમા ગુણ સ્થાનકે હોવાથી પરમાર્થ ક્રિયાનું અવલંબન તે તે ભૂમિકા અનુસાર હોય છે. નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવસમુદ્રનો પાર.' મ. મ. યશો. “આ નિશ્ચયદૃષ્ટિ મુમુક્ષુની પરાશ્રયી વૃત્તિનું એક બાજુ મૂલ્યોચ્છેદન કરે છે. ત્યારે બીજી બાજુ વ્યવહારસૃષ્ટિ બીજાઓ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર અને સમબુદ્ધિ બનાવે છે.” જો બીજાના વ્યક્તિત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે તો શુભાશુભ વિકલ્પોની માયાજાળ પ્રસરે છે તે અશુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ નયનું અધ્યાત્મ દર્શન એ જ સર્વત્ર વ્યાપ્ત વિષમતામૂલક વિષ પ્રવાહનું અમોઘ ઔષધ છે.’’ દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયનો પ્રકાશ ધા૨ણ કરીને પોતાના સ્વત્વને, વ્યક્તિત્વને પૂર્ણતાના બોધથી ભાવિત કરીને જે વ્યવહાર કરવામાં આવે તે શુદ્ધ વ્યવહાર છે. વ્યવહા૨ નયને ન સ્વીકારવાથી તીર્થનો ઉચ્છેદ થાય છે, તે માટેનું બીજ છે પરસ્પરોપગ્રહો જીવાનામ' છે. નિશ્ચયનય ન સ્વીકારવાથી તત્ત્વનો લોપ થાય છે. તેનું બીજ છે. “ઉપયોગો લક્ષણ'' વ્યવહારને છોડવાથી તીર્થ જાય છે. નિશ્ચયને છોડવાથી તત્ત્વ જાય છે. વ્યવહા૨ તે માર્ગ, નિશ્ચય તે લક્ષ.” 900 * ગ્રંથ-આત્મોત્થાનનો પાયો પૂ. પંન્યાસજી ભવાંતનો ઉપાય ઃ Page #116 -------------------------------------------------------------------------- ________________ સામાયિક, વિધિ જેટલું કે નવમા વ્રત જેટલું મર્યાદિત નથી. સામ-સમ સમ્મ જેવા ભેદથી તે આત્મ પરિણામ છે. નિશ્ચયથી આત્મા અને સામાયિક અભિન્ન છે. તેની સાધના ભેદભેદ છે. સમ્મ પરિણામમાં તો સંસાર અને મોક્ષનો પણ વિકલ્પ નથી. સમ્યગ્દર્શનાદિનો પણ વિકલ્પ નથી. ત્રણેથી સમાપ્તિ છે. આમ નિશ્ચયદષ્ટિથી સામાયિક એ આત્મ પરિણામ છે. પરંતુ સમ્મરૂપે, આત્મક્ય ન સધાય ત્યાં સુધી વ્યવહારનયની અપેક્ષાએ સામાયિકના અનેક ભેદ દર્શાવ્યા છે તે સર્વે નિશ્ચયધર્મને અનુસરીને છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ગુરૂઆશાએ વર્તી જે સામાયિક કરે છે, તે શુદ્ધ વ્યવહારની અપેક્ષાએ આદરણિય છે. જેમ જેમ જીવ ગુણસ્થાનકમાં આગળ વધતો જાય, તેમ સમતા, સમભાવ, મધ્યસ્થભાવ, તૂલ્યભાવ, જેવી ભૂમિકા આવે, ઉપયોગ સ્થિરતા પામે, જગતના પદાર્થો પ્રત્યે તીવ્ર ઉદાસીનતા આવે સામાયિક સ્વરૂપ પરિણામ બને ત્યારે નિશ્ચયધર્મ પરિણામ પામે, તે અનુભવગમ્ય હોય છે. જે સર્વશના વચનાનુસારી આરાધન નથી કરતો તે સન્માર્ગને પાત્ર બનતો નથી. કારણ કે શાસ્ત્રકથન છે. કે સામાયિક દ્વાદશાંગીનું સંક્ષિપ્ત રૂપ છે. છ આવશ્યકનું મૂળ છે. સમતા પરિણામરૂપ સામાયિક અતિન્દ્રિય છે તેથી અનુભવગમ્ય છે. જે નિજાનંદનું રહસ્ય છે. આવા સામાયિકનું આરાધન અવશ્ય કરવું. સ્વરૂપની રમણતારૂપ સામાયિક વિશિષ્ટ પ્રકારના મુનિઓનું છે. સચ્ચિદાનંદ - સ્વરૂપની એકતામાં લીન મુનિ મોક્ષસુખના રસાસ્વાદનું પાન કરે છે. સમતામાં મગ્ન મુનિને હવે મોક્ષની અભિલાષા પણ રહેતી નથી. આત્મસ્વભાવરૂપ રમણતા તે ભાવ ચારિત્ર છે. જે તીર્થકર ભગવાનમાં પ્રત્યક્ષ હોય છે. એથી તીર્થકર સર્વ પ્રથમ “કરેમિભંતે સૂત્ર” દ્વારા સામાયિક ધર્મ આપે છે. આથી જિનાજ્ઞા એ સાધક માટે આરાધના છે. સર્વવિરતિ મોક્ષમાર્ગનું પ્રધાન અંગ છે. પ્રથમ સામાયિકની ફલશ્રુતિ ઉપયોગની વિશુદ્ધિ છે. ઉપયોગ વિશુદ્ધતર થતો જાય છે. આમ ઉપયોગ અને સામાયિક અન્યોન્ય સહાયક છે. સમતાથી ઉપયોગ વિશુદ્ધ પામે છે, અને વિશુધ્ધ ઉપયોગ વડે સામાયિક શુદ્ધ બને છે. ત્યાર પછી બાનાવસ્થામાં આરાધક આરૂઢ થાય છે. સામાયિકયોગ * ૧૦૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત પ્રકારની આંતરિક વિકલ્પો-વૃત્તિઓ શાંત થઈ જાય ત્યારે સમત્વભાવ પેદા થાય છે, તે અવસ્થામાં આત્માનુભૂતિ સંભવ છે. બાહ્ય પદાર્થોની જેમ તે ચક્ષુગોચર નથી. સદ્દગુરુ પ્રત્યેનું બહુમાન, તેમની નિશ્રામાં શાસ્ત્ર અધ્યયન ભવમુક્તિનો સાચો ઉપાય જાણીને તેનું એકાંતે સેવન કરનાર આત્માનુભૂતિની ભૂમિકા પ્રાપ્ત કરે છે. વળી જ્યારે શાસ્ત્રોક્ત વચનોના સંસ્કારનો સાક્ષાત થાય છે. ત્યારે સાધક પોતાના સામર્થ્ય વડે આત્માનુભૂતિ કરી શકે છે. વ્યવહારનવે પ્રથમ શુભ ધ્યાનનો સતત અભ્યાસ છે. ઉદાસીન વૃત્તિ થવાથી આત્મજ્ઞાન થાય છે, જે અનુભવ જ્ઞાન છે. પરિણામે આત્મરમણતા નિશ્ચય દ્રષ્ટિ છે. - - -- ----- ----- - - --- | ભૌતિક સુખના કેન્દ્રમાં કદાચ જડ પદાર્થો છે. પરંતુ નિર્દોષ આનંદનું કેન્દ્ર તો કેવળ શૈતન્ય છે. એ આનંદ માટે કિંમત ચૂકવવી ! પડે છે. પ્રથમ સૌના સુખમાં, સૌને સુખ આપવામાં પોતાના સુખને જતું કરવું પડે છે. સુખ મેળવવા ત્યાગ કેળવવો પડે છે. નિરાંતે ઊંઘતો માણસ પણ સુખી છે, પરંતુ તેને દુ:ખ રહિત સુખ નથી. જાગે કે ચારે બાજુથી ; વ્યાધિ વીંટળાઈ જાય. જાગતો માણસ નિર્દોષ પ્રેમને કારણે સુખી છે. અને સુખમાં દુઃખનો અભાવ નથી, પણ તે સુખ આત્માના સ્વભાવરૂપ છે. ભાઈ ભાવ તેવું ભાવિ. ભાવિ ઉજ્વળ કરવું હોય તો ભાવને ઉજ્વળ કરજે એક મણ લાકડું બાળીએ તો ચખનો ઢગલો થાય. એક મણ કપૂર બાળીએ રાખ જરા પણ ન હોય. તેમ જ્ઞાન રહિત તપ-જપાદિ પુણ્યનો ઢગલો કરે પણ કર્મનો ક્ષય ન થાય. જ્ઞાન સહિત નાની સરખી ક્રિયા પણ અમૃતક્રિયા બને. કર્મનો ક્ષય કરે. જીવ કર્મને છુપાવી શકતો નથી. શુભકર્મ સમૃદ્ધિ આદિથી પ્રગટ થાય છે. અશુભ કર્મ દુઃખ વગેરેથી પ્રગટ થાય છે. પણ જીવ ચાહે તો કર્મનો નાશ કરી શકે છે. કારણ કે કર્મ સ્વરૂપને આવરણ કરી શકે છે. પણ નાશ કરી શકતું નથી. નિશ્ચયથી આત્મા નિષ્કલક છે. — — — — - - - - - - - - - - - - - - - - - - - ૧૦૨ ૨ ભવાંતનો ઉપાય: Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩૧. સામાયિકના સાધકની મનોદશા: સામાયિકનો સાધક સમતા ગુણથી ભરપૂર હોય એથી તેને જગતની જીવરાશિ આત્મવત જણાય. શુભાશુભ યોગમાં હર્ષવિષાદ ન કરે, આત્મામાં તે સંતુષ્ટ હોય. પરગુણ પ્રશંસક અને સ્વગુણ આચ્છાદક હોય. કષાયજનિત પ્રકૃતિને શમાવવાવાળો, વિષયથી સંયમિત, માત્ર ભવંતની ભાવનાવાળો, મુક્તિનો આરાધક, ઉદય જનિત ઉપાધિમાં, ભવભ્રમણમાં ઉદ્વેગવાળો, શુદ્ધ આત્મસ્વરૂપમાં શ્રદ્ધાવાળો, સર્વજ્ઞદેવગુરુનાં બોધવચનોની અનન્ય શ્રદ્ધાવાળો હોય છે. - પૂર્વ પ્રારબ્ધના પ્રયોજનથી ગૃહસ્થપણાના ઉદયમાં પણ આરંભ પરિગ્રહ પ્રત્યે ઉદાસીન રહી સમપરિણામે પ્રવર્તે છે. સંસારના કાર્યની પ્રવૃત્તિના ઉદયનું વેદન હોવા છતાં તેમાં લાભ-અલાભમાં આકુળતા નથી. સાક્ષીરૂપે રહેવો પ્રયત્નશીલ છે. સાધકની મનોદશાનું વિશેષ વલણ અંતરંગ પ્રત્યે છે. તેથી ઉદય કર્મમાં તે તારવી લે છે કે આ અન્ય ભાવ છે. પદાર્થને જ્ઞાનસ્વરૂપે જાણનારો આત્મભાવ છે. આવું સ્વભાન હોવાથી સાધક પર પ્રસંગમાં ઉદાસીન રહે છે. તે વિચારે છે કે દુઃખનું કારણ અને દુઃખનું લક એવા અસાર અને ક્લેશનું કારણ એવા આરંભ પરિગ્રહથી મુક્ત ક્યારે થઈશ? છતાં ગૃહસ્થદશામાં હોવાથી હવે મારે આવશ્યક કાર્યમાં પ્રવૃત્ત થવું. તે પણ પાપભીરૂ થઈ તેવા પ્રસંગોમાં પ્રવર્તવું. તે તે પ્રસંગોમાં ક્ષણે ક્ષણે જાગૃત રહેવું. આમ ઉદયપ્રાપ્ત સ્થિતિથી જે પ્રકારે દૂર રહેવાય તેમ પ્રવર્તે છે. બાહ્ય પ્રસંગો અને પરિચયથી જાગૃતપણે દૂર રહે છે. અનિત્યાદિ પદાર્થોમાં આત્મબુદ્ધિ થતી નથી અને અશરણ એવા સંસારમાં પ્રીતિ થતી નથી. એ પ્રસંગોમાં, કાર્યોમાં અને વ્યવહારમાં રાગપૂર્વકનો ભાવ થતો નથી. અનિત્યમાં નિત્યબુદ્ધિ અને અશરણમાં શરણબુદ્ધિ થતી નથી. મહાપુરુષો પણ જે રાગાદિભાવથી નિવૃત્ત થયા તેમાં હિતબુદ્ધિ કરી વર્તવું તે પ્રમાદ છે. બંધનું કારણ છે. તે જાણે છે કે દેહબુદ્ધિમાં રહેલી સુખની કલ્પના નિરર્થક છે. કારણ કે ક્યારે પણ અવિનાશી દેહની પ્રાપ્તિ થતી નથી અને જે વિનાશી છે તે સુખદાયક ન હોય. એટલે સામાયિયોગ ૧૦૩. Page #119 -------------------------------------------------------------------------- ________________ દેહનો સંયોગ સંબંધ પૂરો થતાં છૂટવાનો જ છે. માટે તેમાં અહં કે મમત્વ કરવા જેવું નથી. તે યથાશક્તિ પંચવિષયાદિથી નિવૃત્ત થવા સતત જાગૃત છે. ક્લેશ કષાયોને દુઃખરૂપ જાણી સત્સંગના બળે તેની અલ્પતા હોય છે. પરિગ્રહાદિનો પરિચય અલ્પ હોય છે. આમ વૈરાગ્ય ગુણનો વિકાસ થતો જાય છે. તેમ તેમ આંતરિકદશામાં દઢતા આવે છે. તે જગતનું સ્વરૂપ જાણે છે કે જીવોને સૌથી વિશેષ દેહનો નેહ છે. એવો દેહ પણ મરણ, રોગ, વૃદ્ધત્વના દુઃખથી ઘેરાયેલો છે. તેનાથી સુખ કેવી રીતે મળે? તો પછી ધન ધાન્યાદિ સ્ત્રી પુત્રાદિ તો તેનાથી પણ દૂર છે, તેમાં સુખ નથી. આમ આત્મસુખના નિર્ણયવાળો તે ચક્રવર્તીના સુખને પણ તુચ્છ માને છે. વીરરાગે કહેલા આત્મસ્વરૂપની, આત્મિક સુખની શ્રદ્ધા દઢ છે, પરંતુ ચારિત્ર અવસ્થામાં નબળાઈ છે, તે જાણે છે છતાં મનોદશામાં એ ભાવનાનું બળ છે, કે ક્યારે આ સંસારથી મુક્ત થાઉં? આથી સાંસારિક કર્તવ્ય બજાવ્યા છતાં તેની અંતરદશા સાક્ષીભાવની છે. શરીરમાં કોઈ રોગ થયો. તો તે જાણે છે કે આ શરીરનો વિકાર છે, અશાતાના કર્મનો ઉદય છે. વેદના ઉપયોગમાં જણાય છે. હજી આત્મબળમાં ન્યુનતા છે. ચારિત્રની નબળાઈ હોવાથી ઔષધનો વિકલ્પ ઊઠે છે. છતાં એ સર્વ અવસ્થામાં સાક્ષી છે. ઔષધ કરું અને શરીર મને સુખ આપે તેવી ભ્રમણા નથી. સુખ તો આત્મામાં જ છે. આમ સાધક રોગને જાણે છે. પણ તેમાં રાગદ્વેષ કરતો નથી. જેમ કોઈએ તપ કર્યું હોય ત્યારે સુધાવેદનીય હોય છે. તેને જાણે છે પણ સુધામય થતો નથી. તપશ્ચર્યાના આદરથી તે સુધાના સાક્ષી રહે છે. સાધકની મનોદશા આત્મભાવમાં સ્થિર રહેવાના પ્રયત્નમાં હોય છે. જે કાંઈ થાય છે તે થાય છે. પરમાત્માના ગુણોનું આદરપૂર્વક સ્મરણ કરી પોતામાં રહેલા એ ગુણોની ખોજ કરે છે. પ્રથમની દશામાં વિચારે છે કે પ્રભુની આજ્ઞાને પાત્ર ક્યારે થાઉં? આખરની ભાવના એ છે કે પ્રભુ જેવો ક્યારે થાઉં? આવી ઉચ્ચભાવના વડે અંતરંગના દોષોને નિવારતો જાય છે. હવે એ પ્રગટ કે અપ્રગટ નાના એવા દોષ પ્રત્યે, પણ સજાગ છે. દોષનો જાણે અજાણે પક્ષપાત કરતો નથી. સ્વપ્રશંસાનો અહં તો ગુરુ અનુગ્રહથી શાંત , ૧૪ જ ભવાંતનો ઉપાય : Page #120 -------------------------------------------------------------------------- ________________ થતો જાય છે. બાહ્ય પ્રવૃત્તિમાં રસપૂર્વક રાચતો નથી. સ્વજન આદિ સંબંધોમાં નિઃસ્પૃહ સ્નેહ વડે વ્યવહાર નિભાવે છે. સામાયિક આદિ અનુષ્ઠાનો દોષરહિત જાગૃતપણે કરે છે, નિત્ય નિત્ય ઉત્તમ ભાવનાઓ વડે ચારિત્રશુદ્ધિને સાધે છે. તે રોજ આ રીતનો વિચાર કરે છે કે આ સંસારમાં શ્રમણ ભગવંતો ધન્ય છે કે જે આજીવન સુવિશુદ્ધ સામાયિક કરે છે. હું પણ તેમની જેમ ક્યારે શ્રમણ થઈ જીવન પર્યત સાધુપણે વિચરીશ? આ સંસાર કયા કારણથી પરિચય કરવા યોગ્ય છે ! પૂર્વકાળથી આજ સુધીમાં સંસારથી હું શું પામ્યો! શ્રીપાળકુમાર સાધક હતા. તેમની મનોદશાનો તમે ક્યારેય અભ્યાસ કર્યો? રાસ સાંભળ્યો. ઓહો હો હો.. નવ રાજ્ય, નવ રાણીઓ અને ઘણું બધું નવલાખ ને નવ કરોડ, પણ શ્રીપાળ માટે એ સાધક હતું કે બાધક ? આવી સમૃદ્ધિ સાંભળતા તમારું મન ભરાઈ જાય, ઓહો આવી સમૃદ્ધિ ? શ્રીપાળે કેવળ શ્રી સિદ્ધચક્રપૂજન કર્યું કે ભણાવ્યું ન હતું. પણ પચાવ્યું હતું કે સુખમાં સમભાવ દુઃખમાં વિશેષ સમભાવ. ધવલે દરિયામાં પધરાવી દીધા, ધક્કો લાગતાંની સાથે હૃદય અને ચક્ષુમાં શ્રી સિદ્ધચક્કજી ધારણ થયા. એટલે જલતરણી વિદ્યાઓ કાર્યશીલ થઈ ગઈ. જહાજમાં બેઠેલી બે રૂપવતીઓ પ્રત્યે ન રાગ, અને દરિયામાં ધકેલી દેનાર ધવલ પ્રત્યે ન દ્વેષ આવી માધ્યસ્થ ભાવનાના બળે પુણ્ય બચાવી લીધા. વળી ધવળ સામે આવ્યો ત્યારે સમતાની પણ ચરમસીમા જ ને ! તેને જોઈને એક રૂંવાડામાં પણ વિષમ ભાવ, ભૂતકાળના પ્રસંગની સ્મૃતિ કે સત્તાનો કોઈ મદ, ન હતો, પણ અપકારી પર ઉપકાર, હાર્દિક બહુમાન, આ . પ્રસંગો મળે છતાં સમતા જ સમતા. સાધકની મનોદશા સ્વપ્નમાં પણ અકારીનો ઉપકાર જ ઇચ્છે. આ સાધકનું લક્ષ મહાત્માઓના ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાન પ્રત્યે છે. એ ઘણા સામાયિક કર્યા પછી મળેલું મૂલ્યવાન ભેટહ્યું છે. લક્ષ ચૂકયા વગર પ્રારબ્ધ કર્મને ન્યાય આપે છે. સદા જાગૃત અને પ્રસન્નચિત્ત છે. આત્મસ્વરૂપનો જેને નિર્ણય છે તે સદ્ગુરુની આજ્ઞાનો ધારક છે. ભૂમિકા અનુસાર સાધનાયોગ છે. સૌના સુખમાં રાજી છે. તેનું શું અહિત હોય? સામાયિકયોગ, ગઃ ૧૦૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ સર સામાયિકથી સિદ્ધાવસ્થા સુધીની યાત્રા (અપૂર્વ અવસર પદના આધારે શ્રીમદ્ રાજચંદ્ર) સામાયિકનો મહિમા અપરંપાર છે, ભલે તે બીજ કથંચિત નાનું (ગૃહસ્થનાં વતની અપેક્ષાએ) છે. પણ વટવૃક્ષની જેમ અનંત ગુણોને વિકસિત કરી વિસ્તરે છે. તેના મુખ્ય પાંચ પ્રકાર છે. સામાયિકના ચારિત્રની અપેક્ષાએ પાંચ ભેદ ઉત્તરોઉત્તર વિકાસ પામી યથાખ્યાત ચારિત્રમાં આત્માની પૂર્ણાવસ્થાને પ્રગટ કરે છે. સામાયિક દ્વારા સમ્યક્ત્વ પ્રગટ થઈ તે ચારિત્રની શુદ્ધિ દ્વારા પૂર્ણતા પામે છે. ૧. સામાયિક શ્રાવકનું - મુનિનું ૨. પરિહાર વિશુદ્ધિ (મુનિનું) ૩ છેદોપસ્થાપનીય મુનિનું) ૪. સૂક્ષ્મ સંપરાય (મુનિનું) ૫. યથાખ્યાત ચારિત્ર મુનિનું. જે કેવળજ્ઞાનને પ્રગટ કરી આયુષ્યપૂર્ણ થતાં સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે. સામાયિકના બીજમાં એ પૂર્ણ અવસ્થા તિરોહિત છે. એટલે સામાયિકને -સમતાને આત્મા કહ્યો છે. અન્ય પ્રકારે ચારિત્રની વિશુદ્ધિ કહી છે. સંસારમાં વસતો ગૃહસ્થ ખૂબ મર્યાદામાં આ ઉપાસના કરે છે, છતાં જેમ સાકરના નાના કણમાં પણ ગળપણ જ હોય છે. તેમ આ મર્યાદિત સમયની સાધનામાં વિકાસ પામી શકે તેવું શુદ્ધિનું બીજ પડ્યું છે. બીજથી પૂનમ ભણીના વિકાસની જેમ સામાયિકથી સિદ્ધાવસ્થા સુધીનો વિકાસ છે. સિદ્ધપણું ભેદ રહિત અભેદ અવસ્થા છે. સિદ્ધ ભગવંતો અનંત છે. અનંત હોવા છતાં જ્ઞાનાદિ સર્વ ગુણોથી એક જ અવસ્થાવાળા છે. આથી એક સિદ્ધપણાને માનતા કે નમતા અનંત સિદ્ધ ભગવંતો પ્રત્યેની શ્રદ્ધા અને ભાવનો લાભ પ્રાપ્ત થાય છે. તેઓ સિદ્ધ તરીકે જન્મ્યા નથી પરંતુ સિદ્ધિ પામ્યા છે, તેથી માતા, પિતા કે નગરી જેવા પણ ભેદ નથી. એવા સિદ્ધ ભગવંતો સમગ્ર જીવરાશિમાં રહેલા સિદ્ધપદની ખ્યાતિ કરે છે. એ સિદ્ધપદને પહોંચવાનું બીજાધાન સામાયિક છે. - સાધકમાં સામાયિક આત્મપરિણામે પ્રગટે છે ત્યારે જીવની ભૂમિકા પ્રમાણે શુદ્ધિ થાય છે. સિદ્ધસ્વરૂપની આત્મામાં શ્રદ્ધા થઈ છે, પરંતુ હજી ચારિત્રની ઊણપ છે. તેથી પરિણામની ગુણસ્થાનક પ્રમાણે શુદ્ધિ અને વૃદ્ધિ થતી જાય છે. ૧૬ જ ભવાંતનો ઉપાય: Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભમાં તેની ભાવના ઝબકારા મારે છે કે મારા જીવનમાં એવો સુયોગ - સુઅવસર કયારે આવશે, કે હું બાહ્ય અને અંતર બંને પ્રકારે રાગાદિભાવથી મુક્ત થઈશ. સર્વ પ્રકારના સંયોગ સંબંધોને મૂળમાંથી ત્યજીને મહાજનો, મહાત્માઓ જે સન્માર્ગે વિચાર્યા તે માર્ગે મારું જીવન ક્યારે સાર્થક થશે ? (મિથ્યાત્વ)દર્શન મોહનો પ્રભાવ દૂર થવાથી સમક્તિથી ભિજાયેલો સાધક હવે વિભાવથી વિરમવા માંગે છે. અશુભ ભાવને છોડતો ભૂમિકા પ્રમાણે શુભ ભાવનો યોગ છતાં તે સર્વભાવ પ્રત્યે ઉદાસીન છે. કારણ કે મોક્ષમાર્ગ શુદ્ધ ભાવ – શુદ્ધોપયોગથી પ્રગટ થાય છે, તેવું શ્રદ્ધાબળ છે. વળી દેહના કંઈ પણ સુખની અપેક્ષા રહિત તેને સંયમના લક્ષે પ્રયોજે છે. તેમાં કંઈ પણ બાંધછોડ કરીને દેહના અહંમ કે મમત્વને પોષતો નથી. સમ્યકત્વનું શ્રદ્ધાબળ તેને દેહ અને આત્માના નિતાંત ભિત્રપણાથી સજાગ રાખે છે. ભેદ જ્ઞાન વડે દેહભાવને આત્માથી અલગ પાડી આત્મ ભાવે વર્તે છે. તેથી ચારિત્રમોહના ઉદયમાં જે કષાયાદિ ભાવો હતા તે પણ ક્ષીણ થાય છે. અને પાત્રતા પ્રમાણે તે શુદ્ધ સ્વરૂપનાં લક્ષમાં ટકે છે. આમ સામાયિક – આત્મા સ્વભાવના લક્ષે સિદ્ધાવસ્થાની કેડી કંડારતો અંતરંગ અવસ્થામાં આગળ વધે છે. સામાયિકમાં લીધેલા પચ્ચખાણ હવે પરિણામ આપે છે. ત્રિવિધ યોગ વડે જે સાવદ્યયોગની ચંચળતા હતી તે શમી જવાથી ઉપયોગ સ્થિરતા પામ્યો છે. નિરવદ્યયોગના બળે દેહ હવે મુક્તિનું સાધન બન્યું છે. તેથી પરિષહો કે ઉપસર્ગમાં પણ ઉપયોગ આત્મ સ્વરૂપને ભજે છે. સર્વ વિભાવ પરિણામથી ઉદાસીન એવો આત્મા પોતાની સહજ શુધ્ધ અવસ્થામાં ટકી અંતે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. જોકે પૂર્વે જીવે અજ્ઞાનદશાને જ આરાધી છે. તેથી આવી ગહન દશા એકાએક પ્રાપ્ત થાય નહિ. તેથી ભૂમિકા પ્રમાણે જ્ઞાની પુરુષોના – તીર્થકરાદિનાં બોધવચનો ગ્રહણ કરી પ્રથમ તેમાં મનને જોડે છે. તેમાં અપૂર્વ આદરથી આરાધન કરે છે. તેમાં આવતા અંતરાયોને જ્ઞાની પુરુષની / જિનેશ્વરની ભક્તિ વડે દૂર કરે છે. ત્રિવિધ યોગનો નિરોધ ચૌદમા ગુણસ્થાનકે છે, તે પ્રથમની દરેક ભૂમિકાએ યોગનું પ્રવર્તન સંયમિત રહે છે. એટલે યોગવાળો છતાં તે યોગી સામાયિક્યોગ, જ ૧૦૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ છે. હજી યાત્રા ચાલુ છે. આલંબનની ભૂમિકામાં છે, છતાં અંતરંગ શ્રદ્ધામાં સ્વરૂપના લક્ષનું ભાન છે, તે જિનાજ્ઞા, જિનેશ્વરે પ્રણિત કરેલા ક્રમને આધીન થઈ વર્તે છે. જેમ જેમ તે આજ્ઞામાં - વચનોમાં - માર્ગમાં પરિણત થતો જાય છે. તેમ તેમ અજ્ઞાન ) વિભાવ ત્યજીને પોતાના જ સ્વરૂપમાં એકરૂપ થઈ જાય છે. ત્યાં જિનપદ નિજપદની એકતાનો પ્રારંભ છે. જેમ જ્ઞાની પુરુષની ભક્તિમાં, જિનાજ્ઞામાં અવરોધ કરનારા પાંચ વિષય, ચાર કષાય, પ્રમાદ અને સ્વછંદ જેવા દોષો છે. તેમ આ મહાપ્રયાણને પંથે પણ આ દોષો જીવને મૂંઝવે છે. તેથી સાધકે તે તે સ્થાનોથી દૂર રહેવું. તેમાં થતાં અહં અને મમત્વનો ત્યાગ કરવો. પૌદ્ગલિક પદાર્થોમાં કોઈ વિશેષતા નથી તેમ જાણી તેનો પરિચય ઘટાડવો. જડ-ચેતન પદાર્થોનું અલ્પત્વ કરવું. તેવાં ક્ષેત્રોને વર્ષ કરવા. સમયોચિત આરાધના કરવી અને ભાવવિશુદ્ધિ કરવી. જેથી જીવને ક્યાંય મોહનું રૂપાંતર થઈ મૂંઝાવાનું ન રહે. સામાયિક એ સમતાનો આવિષ્કાર છે. તેથી તે હરેક પળે યોગ્ય રીતે સહજપણે જીવને દૃષ્ટિ આપે છે. ક્રોધની સામે ક્ષમા, વિરોધી તત્ત્વો કે ઉપસર્ગ સમયે પણ એ જ સમતા, અનેક પ્રકારમાં પ્રસંગોમાં આ યાત્રી જાગૃત છે. સ્વરૂપ બહારની પરિસ્થિતિમાં બેકાબૂ બનતો નથી પણ સ્વરૂપ લક્ષે જિનાજ્ઞા દ્વારા મળેલી શીખને કાર્યાન્વિત રાખે છે. એ સમતાનો આવિષ્કાર મુનિને સહજપણે સિદ્ધાવસ્થાની ભાવનાથી રક્ષિત રાખે છે. શત્રુ - મિત્રના ભેદ રહિત, માન-અપમાનના કંદ રહિત, જીવન ટકો કે મૃત્યુની પળ હો, જંગલ હો, સ્મશાન હો, મુનિનો એક જ રણકાર છે. સમતા.... સમતા... ઉત્કૃષ્ટ તપ આરાધન હો કે રસવતી આહાર સામગ્રી હો, અલાભ પરિષહ હો કે દેવલોકનાં સુખ હો! - એ સબ પુદ્ગલની બાજી અવધુ સદા મગનમેં રહના” - આમ સામાયિકથી શુદ્ધ ચારિત્રનું નિર્માણ થતું જાય છે. અને મોહરાજાના સૈન્યને પીછે હઠ કરાવી, સાધકમાં પૂર્ણ વીતરાગતા પ્રગટી જવાથી પૂર્ણજ્ઞાન -કેવળજ્ઞાન પ્રગટે છે. સિદ્ધાવસ્થાની તદ્દન સમીપતા થાય છે. ચાર ઘાતી કર્મોનો નાશ થવાથી સિદ્ધાવસ્થાના સુખનો પ્રારંભ થઈ ચૂક્યો છે, અને જ્યાં આયુષ્ય પૂર્ણ થયું કે સર્વથા સર્વ કર્મથી મુક્ત થઈ, યોગનો ૧૦૮ ભવાંતનો ઉપાય: Page #124 -------------------------------------------------------------------------- ________________ સંપૂર્ણ નિરોધ થઈ, એક સમય માત્રમાં જીવ સિદ્ધાવસ્થાને વરે છે. સિદ્ધાવસ્થા એટલે કર્મ કલંક રહિત પૂર્ણ સ્વરૂપ દેહરહિત કેવળ શુદ્ધ ચૈતન્ય, સ્વરૂપ રમણતામાં અનંતકાળ પર્વત સમાધિ સુખમાં રહે છે. જે પદ કે સુખનું વર્ણન સ્વયં સર્વજ્ઞ પણ પૂર્ણપણે કહી શક્યા નથી. ચારે ગતિમાં સામાયિકથી આવી અનુપમ સિદ્ધિ કેવળ મનુષ્યદેહમાં રહેલી ચેતનામાં જ સંભવ છે. મનુષ્યદેહ પામીને જો આ સિદ્ધિ પ્રાપ્ત ન કરી તો દુઃખદ સ્થિતિથી છુટકારો થશે નહિ. માટે શાશ્વત સુખ સુધી પહોંચાડનાર દોષ રહિત શુદ્ધ સામાયિકની આરાધના કરીને જન્મને કૃતાર્થ કરીએ. એવા અવસરને પામીયે. - -- - - - -– – – – – – – – – – – – – રાગ શું છે ? પર પદાર્થ સાથે ઈષ્ટ બુદ્ધિથી જોડાવું તેનું નામરાગ. રાગ રાગ જેવો બગાડ છે. કર્મનું આવરણ એ અશુદ્ધિ છે. મીઠાઈને બોક્સમાં પેક રાખવી તે આવરણ છે. અને અંદર બગડી જવી તે વિકાર છે. મોહનીય કર્મની પ્રકૃતિ તે આવરણ છે, ચગના પરિણામ થવા તે બગાડ છે, વિાર છે. જીવોને વસ્ત્રનો, પવનો, ગૃહનો કચરો કેમ કાઢવો તે આવડે છે. તે બધું કેમ વ્યવસ્થિત રાખવું તે આવડે છે. પણ આત્માને કેમ રાખવો, કેમ રક્ષવો તે આવડતું નથી. જીભનાં બે કાર્ય છે, બોલવું અને આરોગવું. જ્યારે જીભ રસપદાર્થમાં સ્વાદ લે છે ત્યારે બોલી શકાતું નથી. તેમ ઉપયોગ આત્મભાવમાં તરબોળ થાય છે, ત્યારે વિકલ્પ ઊઠતા નથી. મોહ સહિત જ્ઞાન જેમ અજ્ઞાન છે તેમ અહંમ સહિતનું જ્ઞાન શેયાકાર હોવાથી બહારમાં ભટકે છે, અહંશૂન્ય જ્ઞાન | આનંદમાં ડૂબે છે. પ્રેમનો વિકર ચગદ્વેષ છે. આનંદનો વિકાર સુખ-દુઃખ છે. જ્ઞાનનો વિકાર અજ્ઞાન છે. વીતરાગતાની વિકૃતિ મોહ છે. મોહનો નાશ વૈરાગ્યથી છે. સામાયિક વૈરાગ્યનું બીજ છે. - - - - - - - - - - - ---- ---- - સામાયિક્યોગ ક ૧૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ નથી પરમતત્તની પ્રાપ્તિ કહે છે કે ભાઈ ન ૩૩. સામાયિક–યોગી મહાત્માનું : યોગી સમત્વબુદ્ધિવાળો છે, ભોગી ચંચળવૃત્તિવાળો છે. યોગી સંસારના કોઈ પ્રયોજનમાં હોવા છતાં નિર્લેપ રહી શકે છે. વિકારજનિત સ્થિતિમાં તે નિર્વિકારી રહી શકે છે, વાસનાનો જય એ યોગીના આત્મજ્ઞાનની ફળશ્રુતિ છે. સમાધિસ્થ યોગી તેમના લક્ષણોથી માનનીય છે. મોહરૂપી પ્રજ્વલિત આગમાં પણ તે શીતળ હોય છે. વિષયોના વિષથી મુક્ત અમૃતનું આસ્વાદન કરે છે. સના ભાનવડે સમત્વમાં રહે છે, જ્ઞાન વડે આનંદમય રહે છે. તેઓ નિરંતર સ્વાત્મ મહિનામાં મસ્ત રહે છે. તે તેમનું સામાયિક છે. જ્ઞાનીઓ તેથી જ કહે છે કે ભાઈ! યુવાની યોગ માટે છે, ભોગ માટે નથી. પરમતત્ત્વની પ્રાપ્તિનો પુરુષાર્થ એ યુવાનીનું કર્તવ્ય છે. પરપદાર્થોની પ્રાપ્તિ માટે યુવાનીના સામર્થ્યનો દુરુપયોગ એ અપરાધ છે. ભોગ રહિત જીવવું તે જ્ઞાનપ્રકાશ છે. વાસ્તવિક જીવન છે. રત્નચિંતામણિ તુલ્ય યુવાની પરંપદાર્થની પ્રાપ્તિની મૂચ્છમાં વેડફાઈ જાય છે. જીવનની અણમોલ પળો સ્વભાવના અભાવથી ભરવી તે બુદ્ધિમાનનું કાર્ય નથી. એ માનવ આત્મનિષ્ઠ થઈ શકે નહિ. સમ્યગૂજ્ઞાન દર્શનાદિ અવસ્થાઓ કષાય કે સંકલેશ પરિણામોનો નાશ કરનાર છે. અને નિરૂપમ સુખના હેતુરૂપ છે, તેથી તેને રત્નચિંતામણીતુલ્ય માની છે. કારણ કે સમભાવનો પરિણામ અચિંત્ય પ્રભાવશાળી છે. જીવને પાપમૂલક સાવદ્ય પાપોથી નિવૃત્ત કરે છે, અને નિરવદ્ય અહિંસાદિ યોગોનું સેવન થાય છે. સાવદ્ય પાપવ્યાપારથી મુક્ત થવાની પ્રતિજ્ઞા મૈત્રીભાવની દ્યોતક છે. નિર્વદ્ય યોગોનું સેવન સમત્વભાવનો હેતુ છે. જેમાં અહિંસા ધર્મનું પાલન છે. યોગીનું એ જીવન છે, સામાયિક છે. આવા ઉત્તમ સામાયિકની પ્રતિજ્ઞાના પ્રરૂપક શ્રી સર્વજ્ઞ તીર્થંકર છે, અને તેને સૂત્રમાં અવતરણ કરનાર ગણધરો છે. જનસમૂહમાં ખ્યાતિ અપાવનાર શ્રી મુનિશ્વર છે. જેઓ સ્વયે સામાયિક વ્રતથી આજીવન પ્રતિજ્ઞાબદ્ધ છે. નિરવદ્ય યોગોના પાલન કરનાર યોગી છે. એ યોગીઓને મોક્ષસુખ પણ ત્યાર પછી છે, પ્રથમ તેઓ સમતા – પ્રશમરસના સુખમાં નિમગ્ર થાય છે. સમતા – ૧૧૦ : ભવાંતનો ઉપાય: Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રશમરસની અનુભૂતિ એ તેમનો ઉત્સવ છે. જે એવા પ્રશમરસથી આત્માના ઉપયોગને ભરી શકતા નથી, તે વિષમતાયુક્ત બાહ્ય પ્રવૃત્તિમાં સમય ગુમાવે છે. જે આવા સમતારસ-પ્રશમરસનો અનુભવ નથી લેતા તેમને મોક્ષ દૂર છે. “દૂરે મોક્ષસુખં પ્રત્યક્ષ પ્રશમસુખમ.” યોગી જ્યારે પ્રશમરસમાં સ્નાન કરે છે ત્યારે તેમને મોક્ષનું સુખ પરોક્ષ જણાય છે, પરંતુ પ્રશમરસનું સુખ પ્રત્યક્ષ લાગે છે. પ્રશમરસમાં ડૂબેલા યોગીને બધી પ્રતિકૂળતાઓ પણ ઉપકારક બને છે. કારણ કે યોગી પરપદાર્થના પરિણામમાં મૂંઝાતો નથી, ઉદયને આધીન થતો નથી, ઉદયને જાણે છે, એટલે કર્મ નિર્ભર છે, તેથી તેવી પરિસ્થિતિ તેમને ઉપકારક છે. - સાધક પણ પોતાને જેના વડે દુઃખ લાગે છે તેવી પ્રતિકૂળ કે વિરોધી પ્રવૃત્તિ અન્ય પ્રત્યે આચરતો નથી. જેને આવા ધર્મમાં રુચિ છે તેમણે પરહિતચિંતા, મૈત્રીભાવ, અહિંસા ત્રણે મળીને સમતાને અગ્રીમ સ્થાન આપવું પડશે. જે સામાયિકના માહાસ્યથી, બોધથી કે પરિણામથી આવશે. “નિરવર્મિદ શેય એકાંતેનૈવ તત્ત્વતઃ કુશલાશયરૂપતાતુ સર્વયોગ વિશુદ્ધિતા" કુશલ આશયરૂપ હોવાથી અને સર્વયોગની વિશુદ્ધિ હોવાથી આ સામાયિકનો પરિણામ તાત્ત્વિક અને એકાંતે નિરવદ્ય છે. સામાયિકના અનુષ્ઠાન સમયે સ્થાવર જીવોની રક્ષા થાય છે. શરીરની હલન ચલનની ચેષ્ટાઓમાં સાવધ રહેવું પડે છે. અને મનમાં સમભાવ રાખવો પડે છે. અર્થાત ઘણું ઉપયોગપૂર્વકનું જીવન જીવવાનું બને છે. તેમાં અહિંસાદિ ધર્મનું પાલન થઈ જાય છે. અને આત્મ પ્રત્યેની શુદ્ધ દષ્ટિ કેળવાય છે. યોગીની એ મસ્તી છે. એટલે યોગીનું સમત્વ એ સત્ત્વ છે. સામાયિક્યોગ છે જ ૧૧૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૩૪.' સામાયિકમાં શું કરશો? વિધિ સહિત પ્રયોગ સામાયિક એટલે શાસ્ત્રોક્ત વિધિથી કરવાનું અનુષ્ઠાન છે. સમય ૪૮ મિનિટ પૂરી. એકાંત સ્થળે કે પવિત્ર સ્થાનમાં કરવું. જીવનની એકએક પળ અમૂલ્ય છે. જો તું પ્રમાદમાં છું, તો કર્મરાજ તારી પળેપળનો હિસાબ રાખી તારી સાથે ચૂકવણી કરશે. જો તું સામાયિક જેવા ધર્મમાં છું તો પળે પળની શુદ્ધિનો ત્યાં હિસાબ છે, મુક્તિનું નિર્માણ છે. સૌ પ્રથમ વિધિયુક્ત ઉપકરણ સહિત સામાયિકમાં પ્રવેશ કરવો. એકાંત, શાંત, શુદ્ધસ્થળ પસંદ કરવું. જ્યાં પ્રાયે જીવજંતુ કે અન્ય ઉપદ્રવ ન હોય તેવું સ્થાન જોવું. સમૂહમાં કે એકાંતમાં પણ શાંતચિત્તે આરાધન કરવું. પ્રથમ કાયાને સ્થિર આસને રાખવી. મૌન ધારણ કરવું કે ધર્મવાર્તા - સત્સંગ કરવા. ધર્મધ્યાન કે શુભ ધ્યાનમાં પ્રવેશ કરવો. પૂરી વિધિમાં આત્મલક્ષ્યની ઊંડી ભાવના કરવી. કેવળ ક્રિયા કરવાનો સંતોષ ન લેવો. દરેક ક્ષણની જાગૃતિ રાખવી. (વિધિ પાછળ બતાવવામાં આવી છે.) નવકારનું કે લોગ્રસનું (કાઉસગ્ગ) – ધ્યાન કરવું. પાંચ પ્રકારે સ્વાધ્યાય, શાસ્ત્રવાચન કરવું. સૂત્ર - શ્લોકો - પદો - સ્તવનો કંઠસ્થ કરવાં. ગુરુનિશ્રામાં સશાસ્ત્રોનો બોધ લેવો. ધર્મ કથા સાંભળવી, સંભળાવવી. અને જાપ કરવા. તત્ત્વાદિનું ચિંતન કરવું. બહુવ્યવસ્થિત ક્રમ ગોઠવી મનને દુધ્ધનમાં જતું રોકવું. ચંચળ ચિત્તને નવકાર મંત્ર કે અન્ય કાયોત્સર્ગમાં જોડવું. વળી સમભાવપેદા થાય તેવી ભાવનાઓ ભાવવી. ખૂબ ઉલ્લાસપૂર્વક દરેક ક્રમમાં મનને જોડવું. આત્મ કે પરમાત્મ ચિંતનમાં મનને જોડવું. આનંદનો અનુભવ લેવો. દોષને ટાળવાની નિરંતર જાગૃતિ રાખવી. સર્વજ્ઞનાં વચનો કે તત્ત્વની સ્મૃતિ દ્વારા થોડીવાર ચિંતન કરવું. આત્મભાવનાની દઢતા માટે શુદ્ધાત્માનું ધ્યાન કરવું” શુધ્ધચિદ્રુપોહ ઉલ્લાસપૂર્વક નિતનવીનભાવનું અનુભાવન કરવું. કંટાળીને સમય પૂરો કરવો તે સામાયિક નથી. વધુ સામાયિકનો અવકાશ હોય તો વધુ સામાયિક કરવા. પરંતુ તે માત્ર ક્રિયા બનવી ન જોઈએ. ઉત્તરોઉત્તર ઉલ્લાસ પરિણામ થવાં જોઈએ. જેમ ધનાર્થીને ધનની વૃદ્ધિ આનંદ આપે છે. ૧૧૨ ભવાંતનો ઉપાય: Page #128 -------------------------------------------------------------------------- ________________ તેમ સાધકને ધર્મની વૃદ્ધિ આનંદદાયક જ હોય. દરેક સામાયિકમાં નવકારમંત્રની મુખ્યતા રાખવી. નિયમિતક્રમ પૂરો થાય પછી શાસ્ત્રવાચનની વિશેષતા રાખવી. મનઃસ્થિતિ કે ભૂમિકા પ્રમાણે ધ્યાન – ચિંતનનો અભ્યાસ કરવો. સમતાભાવની વૃદ્ધિ માટે વારંવાર ભાવના ભાવવી. સામાયિકમાં મનને નવરું ન રાખવું, તે પોતે સંગ્રહેલા પુરાણા સંસ્કારમાં, સંસારના પ્રયોજનમાં પહોંચી જશે. માટે પુનઃ પુનઃ શુભોપયોગમાં રહેવા પ્રયાસ કરવો. કેવળ બાહ્ય ક્રિયામાં સામાયિક પૂરું ન કરવું. પરંતુ અંતઃસ્તલમાં જવા શાંતચિત્તે પ્રયત્ન કરવો. સૂત્ર અને શાસ્ત્ર અભ્યાસ ઘણો ઉપયોગી છે. તત્ત્વના અભ્યાસ અને ચિંતનથી ચિત્તના ઊંડાણમાં પહોંચી જાવ, જુઓ અંતસ્થલ કેવું સાફ થતું જાય છે. એ સ્વચ્છ ભૂમિમાં બિરાજમાન ચૈતન્યરાજાનો ઠાઠ -વૈભવ જુઓ પછી ત્યાંથી પાછા ફરવું નહિ રૂ. છતાં મન કંઈ વધુ વાર ચૈતન્ય મહારાજાના સંગમાં ટકે નહિ, છતાં ત્યાંથી પાછું ફરીને તે તુચ્છ પદાર્થોમાં ફસાઈ ન જાય. માટે પરમાત્માના ગુણ ચિંતન સ્તવનમાં પુનઃ પુનઃ જોડવું. શાસ્ત્રો જગતનું અને આત્માના સ્વરૂપનું ગહન રહસ્ય પ્રગટ કરે છે. તે જાણવું સમજવું રસપ્રદ છે. તેમાં આપણી જ સવિસ્તર કહાણી છે. માટે સામાયિકમાં સૂક્ષ્મ વિચાર વડે ઊંડા ઊતરો અને એ પ્રદેશમાં પહોંચો. જ્યાં કેવળ સુખ જ છે. આઈનસ્ટાઈન પોતાના અભ્યાસમાં ખૂબ લીન રહેતા સમય થતાં નોકર જમવાની થાળી મૂકી જતો. આઈનસ્ટાઈન બે એક કલાક પછી ઊઠ્યા તેમણે જોયું કે ઓહ મેં તો જમી લીધું છે. પાછા અભ્યાસમાં લીન થઈ ગયા. બન્યું એવું હતું કે ઘરમાં બિલાડી હતી, તે છૂપે પગલે આવીને બધું પતાવી ગઈ હતી. ભાઈ, અભ્યાસ સ્વાધ્યાય આવો હોય. ત્યારે સામાયિક સાધનાથી સિદ્ધ થાય. સામાયિકયોગ - ૧૧૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ * ર... ૩૫સામાયિક વડે વિબનાશ: ઉધ્ધ ધ્યાન શુભ વૃત્તિ ચઢે છેઅનેક વિબો આવી નડે છે. એ અગવડની સરસ દવા બતલાવજો રે...” સદ્ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બતાવજો રે... આ વિબો કયાંય બહાર નથી. અંતરમાં પડેલા સંસ્કારોનું ઊઠવું તે વિનો છે. માનસિક રોગ જેવા છે. તેના શાસ્ત્રકારોએ ચાર પ્રકાર કહ્યા છે. તે સામાયિકમાં બાધક છે. ૧. અવિધિ દોષ. ૨. અતિ કે ન્યૂન પ્રવૃત્તિ ૩. દગ્ધ દોષ. ૪. શૂન્યદોષ . ૧. અવિધિદોષ : શાસ્ત્રોક્ત વિધિ કરતા અલ્પાધિક કરવું અથવા વિધિથી વિપરીત કરવું. પૂજાની જે વિધિ જેમ કહી છે તેમ કરવી જોઈએ. પહેલાં કરવાનું પછી કરે અને પછી કરવાનું પહેલાં કરે તેથી સગવડિયા વિધિ અવિધિ છે. આમ દરેક ક્રિયા માટે સમજવું. ર. અતિ કે ધૂન પ્રવૃત્તિ : પોતાની શક્તિ કરતાં વધુ તપ, જપ કે દાન ઇત્યાદિ કરી પછી વિકલ્પો કરવા તે દોષ છે. તે પ્રમાણે શક્તિ છતાં ન કરવું તે પણ દોષ છે. ૩. દગ્ધ દોષ : કોઈ પણ અનુષ્ઠાન કરીને તેના બદલામાં આ લોક કે પરલોકના સુખની ઇચ્છા કરી, અનુષ્ઠાનની શુદ્ધતાને ગૌણ કરવી તે દગ્ધ દોષ છે. ૪. શૂન્યદોષ : સમજ કે ઉપયોગ વગર ક્રિયા કરવી. ગણત્રીના જપ કે સામાયિક ગણત્રીથી પૂરા કરવામાં ભાવ શૂન્યતા રહે, આકુળતા રહે તો તે શૂન્ય દોષ છે. ક્રિયા બરાબર થઈ કે નહિ, સૂત્ર કે તેના અર્થમાં ભાવ જોડાયો નહિ તેના ઉપયોગ વગરની ક્રિયા તે શૂન્યદોષ છે. આવાં વિઘ્નોનો જય કરીને આગળ વધાય છે. જે જે ક્રિયા થાય તે પ્રમાણે ભાવના જાગવી જોઈએ. સૂત્રો પ્રત્યે, સૂત્રોના પ્રણેતા પ્રત્યે, દેવગુરુ પ્રત્યે અત્યંત ૧૧૪ - ભવાંતનો ઉપાયઃ Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તભાવ આવે અશુભભાવ ટળે. મોક્ષમાર્ગ સ્વપુરુષાર્થનો છે. પરંતુ ભૂમિકા પ્રમાણે અવલંબન જરૂરી છે. ગૌતમ સ્વામી પ્રભુ પ્રત્યેના પ્રશસ્ત રાગ વડે ઉચ્ચ ભૂમિકાએ પહોંચ્યા પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ રાગ પણ છૂટી ગયો. રાગરહિત સમતામાં આવ્યા તે જ સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શુભરાગ કે અશુભરાગ, પુણ્ય કે પાપ બંને કર્મનિત ભાવ છે. પુણ્ય ભોમિયો છે. પાપ લૂંટારો છે, આવો ફરક છે પુણ્ય લૂંટારાથી બચાવે છે. પાપ આત્મગુણોને લૂંટે છે. પ્રશસ્ત અવલંબનમાં શુભ રાગ છે. છતાં પુણ્યમાં અનાસક્તભાવે રહો તો તે ભોમિયાનું કામ કરીને મોક્ષમંદિરના દ્વાર સુધી લઈ જાય છે. પાપ કરવાનું બંધ થતાં જ મન, વચન, કાયાના યોગો શુભ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. હિંસા ન કરવી એવો ભાવ કરવાથી અહિંસાનું પાલન થાય છે. ત્યારે જીવ સ્વાભાવિકપણે સમતામાં આવે છે, અને આત્મભાવ જાગૃત થાય છે. આત્મદષ્ટિ જ ઉચ્ચ દૃષ્ટિ છે. એ દષ્ટિ જ પૂર્ણતાની પ્રાપ્તિ કરાવી શકે. પછી ચારે ગતિની યાત્રા સમાપ્ત થાય છે. નાહ નારકી નામ, ન તિર્યંચ, નાપિ માનુષઃ ન દેવઃ પ્તિ સિધ્ધાત્મા સર્વોડયું કર્મ વિભમ: દેહદૃષ્ટિનો ત્યાગ કરી સાધકે ચિંતન કરવાનું છે કે હું નારકી, તિર્યંચ કે મનુષ્યાદિ કોઈ અવસ્થાવાળો નથી. તે સર્વે કર્યજનિત અવસ્થાઓ છે. તેમાં ભ્રમ પેદા થાય છે કે નારકાદિ છું. આત્મદ્રષ્ટિથી જોતાં સર્વે જીવો સિદ્ધ સ્વરૂપ છે. હું સિદ્ધ સ્વરૂપ છું. સાધકે સિદ્ધસ્વરૂપને લક્ષ્યમાં રાખી સાધના કરવાની છે. “સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહિ જગ કો વ્યવહાર કા કહીએ કહ્યું કહ્યો ન જાય, તું પ્રભુ અલખ અપાર.” જ્યાં કેવળ શુદ્ધ સત્તા વર્તે છે ત્યાં નારકાદિના પુરુષાદિના, ઊંચનીચ આદિના, રાયક, આદિના, જ્ઞાની-અજ્ઞાની આદિના વ્યવહાર કે અવસ્થાઓ નથી. આ સર્વે અવસ્થાઓ જગતની વ્યવસ્થા માત્ર છે. અજ્ઞાનવશ જીવ તે વ્યવસ્થાને સ્વ-અવસ્થા માની મૂંઝાયો છે. અને તેથી દુઃખ પામે છે. સ્વરૂપથી ટ્યુત થાય છે. સ્વરૂપ વિષે શું કહેવું? જે પદ / જે સ્વરૂપ કહેવા જ્ઞાનીઓ પણ ભાષા સામાયિયોગ - ૧૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ દ્વારા મર્યાદિતપણે કહી શક્યા છે. તેને માટે સામાન્ય માનવ શું કહી શકે. એ પરમાત્માનું સ્વરૂપ અચિંત્ય અને અપાર મહિમાવંત છે. એ પરમાત્મ સ્વરૂપ બહાર નથી પરંતુ તારા આ દેહદેવળમાં રહેલા ચૈતન્યમાં જ છુપાયેલું છે. તે સમાધિ ભાવથી અનુભવમાં આવે છે. સમાધિભાવ કે સામાયિક પર્યાયવાચી ભાવ છે. સામાયિક વડે અંતરના વિઘ્નો નાશ પામે છે. “આતમ અનુભવ ધ્યાન કી જો કોઈ પૂછે વાત, સો ગંગા ગુડ ખાઈ કે, કહે કૌન મુખ સ્વાદ ?” મુક્તિમાર્ગના ચાર અંગ સમ્યગુ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન સમ્યગુ દર્શન-શ્રદ્ધાની શુદ્ધિ માટે જિનભક્તિ પૂજન, વંદન, નમન છે. સમ્યજ્ઞાન માટે સલ્લાસ્ત્રનું અધ્યયન, શ્રવણ છે. સમગુ ચારિત્ર માટે વ્રત, નિયમ, સંયમ, અહિંસા આદિ છે. સમ્યગૃધ્યાન માટે અનશનથી માંડીને કાયોત્સર્ગ સઘળા તપ છે. - આ ચારે અંગની અખંડ સાધના કર્મક્ષય કરે છે. તે જીવ અનંત ચતુષ્ટયને પામે છે. સમ્યગુ શ્રદ્ધા રહિત જ્ઞાન સમ્યગ બનતું નથી. જ્ઞાન વગર ચારિત્રનું નિર્માણ થતું નથી. ચારિત્રહીન સમ્યગુ ધ્યાન પામતો નથી. આ ચારે અંગમાંથી કોઈ એકની અવગણના એ વિરાધના છે. આ ચારેના સુમેળથી ચારેની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપદને પ્રગટ કરે છે. ૧૧૬ : ભવાંતનો ઉપાય : Page #132 -------------------------------------------------------------------------- ________________ ૩૬ - સામાયિક તથા સર્વ અનુષ્ઠાન કે ક્રિયાનું માંગલિક સૂત્ર નવકાર મંત્ર છ આવશ્યકમાં પ્રથમ આવશ્યક સામાયિક છે. કારણ કે તે આત્મપરિણતિનું દ્યોતક છે. દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનું સાધન છે. તેની વિધિનો પ્રારંભ નમોથી - નવકારમંત્રથી થાય છે, તેની પૂર્ણતા ખમોથી સર્વ જીવો પ્રત્યે પૂર્ણ સમભાવથી થાય છે. સામાયિકની ભેટ - શીખ - પ્રદાન છે; નમો જીણાણું. ખમોજીવાણું નમો જીણાણું, ખમો જીવાણું. સામાયિક ધર્મમાં પ્રવેશ કરવાની વિધિ સૂત્રાત્મક છે. સૌ પ્રથમ ગુરુની આજ્ઞા વડે આ ધર્મમાં પ્રવેશ થાય છે. અથવા ગુરુ ભગવંતની સ્થાપના કરવી અત્યંતાવશ્યક છે. સ્થાપના વડે મન, વચન અને કાયા તેમને સમર્પિત કરાય છે. તેમની આજ્ઞા વડે સાવધ પાપવ્યાપારનો ત્યાગ અને નિવદ્ય યોગોનું સેવન શક્ય બને છે. નવકારમંત્રથી પ્રારંભ થતાં સામાયિકનું હાર્દ સ્વરૂપ પ્રત્યે વળવાનું છે. નવકારમંત્રમાં પાપના મૂળને છેદના૨ પંચપરમેષ્ઠિનું ધ્યાન છે. ચૌદપૂર્વીને પૂર્વના જ્ઞાનની જે શુદ્ધિ છે તે નવકારમંત્રના સ્મરણથી કે યથાવિધિ આરાધનાથી થાય છે. માટે ચૌદપૂર્વનો સાર કહ્યો છે. સત્શાસ્ત્રના રહસ્ય બોધથી જે આત્મશક્તિ જાગૃત થાય છે, તે નવકારમંત્રના યથાર્થ આરાધનથી થાય છે. અર્થાત્ આત્મા જ્ઞાન સ્વરૂપે પ્રકાશિત થાય છે. પંચપરમેષ્ઠિના ધ્યાનથી જીવ તે તે પદની પ્રાપ્તિ કરી સિદ્ધિ પદ ને પામે છે. નવકા૨ નિશ્ચયદૃષ્ટિએ સ્વરૂપમંત્ર છે. વ્યવહા૨દૃષ્ટિએ પંચપરમેષ્ઠિની આરાધના, સ્મરણ-જાપ છે. એથી નવકારનું ધ્યાન વ્યવહારમાર્ગની પણ શુદ્ધિ કરનારું છે. નવકારમંત્ર દ્વારા જેને નમવામાં આવે છે તે તે પદ પ્રત્યે બહુમાન થાય છે. તેને જે નમે છે તેને સન્માર્ગે જવાની ભાવના થાય છે. ગુણ અનુમોદન, કે ગુણનો પક્ષપાત, ગુણો પ્રત્યે શ્રદ્ધા હોય ત્યારે થાય છે. તે ગુણો પ્રત્યે ઉપાદેય સામાયિકયોગ * ૧૧૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ હોવાથી જીવ તે તે પદને પાત્ર બને છે. જગતના કોઈ પણ પદાર્થ કરતાં પંચપરમેષ્ઠિતત્ત્વ સર્વોચ્ચ સ્થાને છે. તેમના પ્રત્યે અત્યંત આદર તે ભાવ નમસ્કાર છે. પંચપરમેષ્ઠિ આદરણિય છે કારણ કે જગત જ્યાં મૂંઝાયું છે એવા પાંચ વિષયોનો, ચાર કષાયનો, અવતનો તેમણે સર્વથા ક્ષય કર્યો છે. જગતના એક તૃણની પણ જેને જરૂર નથી. એવા નિઃસ્પૃહતાવાળા તે પદને નમસ્કાર કરવા તે કર્તવ્ય છે. એવા સત્પુરુષોના ગુણોનું બહુમાન તે ધર્મબીજની વાવણી છે. જગતનો કોઈ પણ પદાર્થ, ચિંતામણી કે કલ્પવૃક્ષ આપવા સમર્થ્ય નથી તેવું સુખ, આ પંચપરમેષ્ઠિના ગુણોના ધ્યાનથી પ્રાપ્ત થાય છે. વળી તેનું સ્મરણ પુણ્યની વૃદ્ધિ કરે છે. પાપની હાનિ કરે છે. અ થી હ સુધી અર્થાત હિંસાથી માંડીને મિથ્યાત્વ સુધીના સઘળાં પાપોનો નાશ નવકારના રટણથી થાય છે. લોભ જેવા શત્રુનો મૂળમાંથી નાશ કરવાનું સામર્થ્ય પણ તેનામાં છે. તેની યથાવિધિ, શુદ્ધિ, બહુમાન, વડે ગુરુ અનુગ્રહ થાય છે. સર્વાત્મમાં સમદષ્ટિ આવે, અને વાસ્તવમાં યથાર્થ ધર્મ પ્રત્યે આદર ઉત્સાહ જાગે તે નવકારમંત્રનો મહિમા છે. નવકારમંત્રમાં સતદેવ - ગુરુ અને ધર્મનો એક સાથે સમાવેશ થાય છે. સતુદેવતત્ત્વ : શ્રી અરિહંત, સિદ્ધ ભગવંત જે મોક્ષસ્વરૂપ છે. સતગુરુતત્ત્વ : શ્રી આચાર્ય અને ઉપાધ્યાય જે વિનયના પ્રભાવક છે. સાધુ : પાપ શોધનનું બીજ છે. આરાધનના પ્રભાવક છે. નમસ્કારમંત્રમાં ધર્મરૂપ વિનયનું બીજ રહેલું છે. વિનય વડે વિદ્યા પ્રાપ્ત થાય છે. અને વિદ્યા વડે – જ્ઞાન વડે, કષાયોનું શમન, ઇન્દ્રિયોનું દમન, પાપનું વમન અને કર્મોનું શોધન થાય છે. અંતે મોહનીય કર્મોનું ઉપશમન થાય છે. નવકારમંત્રના જાપ વડે મન, વચન અને કાયાના ત્રણે યોગો સંયમમાં રહે છે, અથવા તેમનો ઝુકાવ આત્મદષ્ટિ પ્રત્યે થાય છે. ત્રણ યોગના શુભ પ્રવર્તનથી પુણ્ય વૃદ્ધિ થાય છે, પાપ દૂર થાય છે. પુણ્યયોગમાં પણ અનાસક્તભાવ વડે આત્મા સમભાવમાં આવે છે. સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરીને આત્મા કર્મમુક્ત થઈ સિદ્ધ થાય છે. નમો એટલે મનના આગ્રહ, અભિપ્રાયો, અહંભાવને નમાવવા. જેથી મન ૧૧૮ : ભવાંતનો ઉપાય : Page #134 -------------------------------------------------------------------------- ________________ આત્માના હિતનું સહાયક સાધન બને છે. આ પંચપરમેષ્ઠિમાં પાંચ ભેદ એ આત્માની વિશિષ્ટ અવસ્થાઓ છે, છતાં દરેક પોતાને સ્થાને અત્યંત ઉપકારક છે. દરેક પદની સાધનામાં એ વિશિષ્ટતા પ્રગટ થાય છે. શરીરમાં રહેલા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ પોતપોતાને સ્થાને બળવાળાં છે. કોઈની ઉપેક્ષા કરીએ તો રોગના ભોગ થવું પડે. તેમ આ પંચપરમેષ્ઠિપદમાં કોઈની ઉપેક્ષા અનંત સંસારનું કારણ બને છે. તે પદો આત્માની સાધનાના, આધ્યાત્મિક વિકાસના આધાર સ્તંભ છે. નમો અરિહંતાણં : અંતરંગ શત્રુઓને જેમણે નષ્ટ કર્યા છે, ચાર ઘાતિકનો મૂળમાંથી ઉચ્છેદ કરી સ્વ-પર પૂર્ણ પ્રકાશક કેવળજ્ઞાનને પામ્યા છે. અનંત ચતુષ્ટયધારી અરિહંત પરમાત્માને અશક્ત અને અબુધ જનો પણ પૂજીને તરી ગયા છે, તરશે અને તરી રહ્યા છે. વિશ્વ વાત્સલ્યના ભાવનું પ્રબળ પ્રદાન કરનાર અરિહંત પરમાત્મા છે. તીર્થને પ્રવર્તાવનારા, જગતના ઉધ્ધારક પરમાત્મા સમસ્ત વિશ્વને પૂજનીય છે. અરહિંતપદના પ્રગટ થવાથી આત્માએ જાણ્યું કે ઓહો! હું તો આવો સામર્થ્યવાન આત્મા છું. અરિહંતની દેશનાની સિંહગર્જના સાંભળી, તારો આત્મા પણ ગાજી ઊઠ્યો, ‘સોહં'. અને કષાયાદિ દોષોનું, અહંનું મૂળ છેદાઈ ગયું, આત્મવિશુદ્ધિનો માર્ગ મળ્યો. એવા ઉપકારક તત્ત્વનું આરાધન આત્માને અરિહંત સ્વરૂપે પ્રગટ કરે છે. અરિહંત ભગવંતે આત્મા ઓળખાવ્યો કે તું તો સિદ્ધ સ્વરૂપ છું. અરિહંત પરમાત્માને અંતરંગ મલિનતાનો આત્યંતિક વિયોગ થવાથી તેઓનો દેહ પણ પવિત્રતા પામે છે. તેથી તેમનાં અંગો પણ મળ રહિત મનાય છે. ચરણકમળ જેને સ્પર્શીને જીવો ભવનો અંત કરવા સમર્થ બને છે. કારણ કે તેમના ચરણથી કોઈ પીડા પામ્યું નથી. કરકમળ જે હંમેશાં શુભાશિષ રૂપે જ ઊંચો રહે છે. જે કરકમળ વડે ગૌતમસ્વામી સહિત હજારો જીવો સંસાર ત્યાગી ભવ તરી ગયા છે. નયનકમળ જેમાં કેવળ અમી અને કરુણા વર્ષે છે. એ અમી દૃષ્ટિ વડે જીવો અમૃત પામી ગયા. નમોસિદ્ધાણં : સિદ્ધ પરમાત્મા એટલે અનંત આવ્યાબાધ પરમ સુખના સ્વામી. દેહાતીત દશાના દ્યોતક અશરીરીપણાનું કલ્પનાતીત સર્વોચ્ચ પદ સામાયિયોગ * ૧૧૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધનું ધ્યાન કરનાર રાગદ્વેષને હણી સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. સાદિ અનંત અનંત સમાધિ સુખ, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત લબ્ધિ સહિત એ દશા છે. સિદ્ધપદમાં જેની અવિચળ શ્રદ્ધા થાય છે તેને જગત રત્ન જડેલું થઈને મળે તો પણ અતિ તુચ્છ લાગે છે. સર્વ સિદ્ધિઓ તેમના ચરણની દાસી છે. દેહ નહિ, દેહનો નેહ નહિ, એટલે સર્વ ઉપાધિ રહિત પરમ આનંદની જ્યાં ઉપસ્થિતિ છે. તે સિદ્ધ ભગવંતો સિદ્ધિપદના દાતા છે. અતિ તૃપ્તિ પામેલા સિદ્ધ ભગવંતોનું ધ્યાન આત્માના લોભ કષાયને જીતવા સમર્થ છે. “ભવિકા સિદ્ધ પદ આરાધો.” નમો આયરિયાણં : વળી આ અરિહંત અને સિદ્ધ પદ દર્શાવનારા તો ગુરુ છે. ત્રીજા પદમાં આચાર્ય ગુરુપદે છે. સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીર્ય જેવા મહાન ગુણો સહિત, પંચાચારયુક્ત જેના જીવનનો આચાર છે તે આચાર્ય છે. વિશ્વમાં જ્યાં જ્યાં સદાચાર છે ત્યાં આચાર્યનું અસ્તિત્વ વિશ્વનીય બને છે. એટલે તો ચોરી કરનારા પણ ચોરી કરી છે તેવો અનાચાર કહેવા પાછા પડે છે. સદાચાર એટલે આત્મા જેવો શુદ્ધ છે તેવો આગળ રાખીને જીવવું. એના પ્રણેતા આચાર્ય છે. માયાચારને છોડવનાર આચાર્ય ભગવંત છે. નમો ઉવજઝયાણું : ગુરુપદમાં ઉપાધ્યાયનું પદ પણ સમાય છે. જીનવર કથિત તત્ત્વનું યથાર્થદર્શન જેમની પાસે છે, તે ઉપાધ્યાય છે. જ્ઞાનના ધારક ઉપાધ્યાય માનના પ્રતિપક્ષી છે, એટલે વિનયગુણના ધારક છે. તેથી તેઓ જિનવાણીનું નિઃસ્પૃહભાવે દાન કરે છે. આમ ઉપાધ્યાય જ્ઞાનના ધારક, માનના મારક અને જ્ઞાનના દાતાર છે. ઉપાધ્યાય ભગવંત વિનયગુણના ઉપાસક હોવાથી માનને જીતવામાં તેમની ઉપાસના સહાયક બને છે. નમો લોએ સવ્વ સાહૂણં : નિથ અને નિર્મોહ સાધુજનો રત્નત્રયની આરાધનામાં અનુરક્ત છે. ક્ષમા શ્રમણ અર્થાત ઉત્તમ ક્ષમામાં નિષ્ઠાવાન છે. ક્રોધ અગ્નિ છે તો સાધુની ક્ષમા જળ છે. અરે પાણી ગરમ હોય તો પણ અગ્નિને તો બુઝવી દે. સાધુ પોતાના સંયમમાં કઠોર હોય પણ અન્ય જીવો માટે કોમળ હોય. ક્ષમાનું પ્રગટ સ્વરૂપ એટલે સાધુ માથે સગડી સળગે અને પોતે શ્રેણિ માંડે તેવા ક્ષમાના ધારક અર્થાત સાધુ ક્ષમા શ્રમણ હોવાથી તેમની ઉપાસના ક્રોધને જીતવા પ્રબળ નિમિત્ત છે. આમ પંચપરમેષ્ઠિ મહાન છે, મહાન પણ મારા છે, તેવો ભાવ જન્મ, પંચપદની સાધના સફળ થાય છે. વળી માણસને ખપ પડે છે તેનો જપ કરે ૧૨૦ જ ભવાંતનો ઉપાય : Page #136 -------------------------------------------------------------------------- ________________ છે. તને સુખનો ખપ છે તો સુખદાતા પંચપરમેષ્ઠિનો જપ કરી લે. પ્રથમ ગુરુજનોના કહેવાથી કર તો પુણ્યવંતો થઈશ પછી તારી શ્રદ્ધાથી કરીશ તો સ્વરૂપવંતો થઈશ. અચિંત્ય શક્તિના સ્વામી પંચપરમેષ્ઠિ છે. તેનો તને ખપ છે, અને જો તું જપ કરે તો તે શક્તિ પ્રવાહિત થઈ તારામાં સંક્રમણ કરશે. અને તું પણ અચિંત્ય શક્તિનો સ્વામી થઈશ. હે સુજ્ઞ! સંસાર કેટલા કાળથી ચાલે છે? થાક લાગ્યો છે? નવકાર કેટલા સમયથી ગણે છે? કેટલા ગણે છે? કેટલા કલાક ગણે છે? જેમ મૂડી વધે સુખ થશે તેવો ભાવ રહે છે તેમ જેટલા નવકાર વધશે તેટલું અલિપ્ત સુખ વધશે. મૂડીનું વધવું દુઃખ મિશ્રિત સુખ છે. નવકારના સ્મરણની મૂડી પુણ્ય મિશ્રિત સુખ છે. જે પુણ્ય તારામાં અનાસક્તિ પેદા કરે છે. અને તું સંયમના માર્ગે સંચરે છે. આ સર્વેના મૂળમાં નવકારમંત્રની સર્વોચ્ચતા છે. સામાયિક, વિધિવિધાન, કે સર્વે અનુષ્ઠાનમાં નમસ્કારમંત્રનું પ્રથમ સ્થાન કેમ ? નમસ્કારમંત્રનું સમસ્ત આગમશાસ્ત્રોમાં અગ્રિમ સ્થાન છે. કારણ કે ધર્મનું મૂલ વિનય છે તે નમોથી વિવક્ષિત છે. નમસ્કારમંત્રમાં વિશ્વનાં શ્રેષ્ઠ પાંચ પદો કે જે આધ્યાત્મિકતામાં સર્વોચ્ચ ભૂમિકામાં છે. તેને સામાયિકનો આરાધક પ્રથમ વિનયપૂર્વક નમે છે. જેના કારણે ચિત્ત વિશુદ્ધિરૂપ સામાયિકની પ્રાપ્તિ સુલભ બને છે. વળી સાધકમાં રહેલા અહંકારના સંસ્કારો નષ્ટ થઈ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થાય છે. માટે સામાયિકધર્મના અભિલાષીએ નમસ્કારમંત્રને જીવનમાં પ્રાણ સમ' ન માનવો જોઈએ. સામાયિકના સાધ્યની સિદ્ધિ માટે નમસ્કારમંત્ર શ્રેષ્ઠતમ ધન છે. નમસ્કારમંત્રની સાધનામાં પૂજનીયની પૂજા, વંદન ભક્તિ, આદર, આજ્ઞાપાલન જેવાં સાધનો સમાવિષ્ટ હોવાથી તેના ફલસ્વરૂપે સાધક સમ્યકત્વ તથા ચારિત્ર – સામાયિકની પ્રાપ્તિ કરે છે. નમસ્કારમંત્રમાં ત્રણે યોગનું ઐક્યપણું સામાયિકધર્મને પ્રગટ કરે છે. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક અનુષ્ઠાનની પ્રેરણા મળે છે. કાયિક નમસ્કાર : શીશ નમાવીને થાય છે, અથવા પંચાંગ પ્રણિપાત વડે થાય છે. વાચિક નમસ્કાર : પંચપરમેષ્ઠિના ગુણ-સ્તુતિ વડે થાય છે. સામાયિક્યોગ !' * ૧૨૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ માનસિક નમસ્કાર : ચિત્ત - મન આ પંચપરમેષ્ઠિ પદ પ્રત્યે અત્યંત આદર અને શ્રદ્ધાયુક્ત હોય છે. આથી સાધક સાવદ્ય પાપવ્યાપારને ત્યજીને નિરવદ્યયોગોનું સેવન કરે છે, આત્મપરિણતિની નિર્મળતા વૃદ્ધિ પામવાથી આત્મા-પરમાત્માનું ઐક્ય સ્થાપિત થાય છે. ત્યારે અસંગ અનુષ્ઠાન સાધ્ય થાય છે. એવા સાધક માટે કહેવાય છે કે ઈક્કોવિ નમુક્કારો પર્યાપ્ત થાય છે. (એક પણ કરેલો નમસ્કાર) વળી નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નમસ્કાર વડે અનુક્રમે જીવ પાત્રતાને પ્રગટ કરી અનંત ભવભ્રમણથી મુક્ત થાય છે. વર્તમાન જન્મમાં બોધિબીજની પ્રાપ્તિ કરાવનાર છે. જેને સંસારનો ક્ષય કરવો છે, જન્મમરણથી મુક્ત થવું છે, તે ભવ્યાત્માઓને દુર્ગાનથી મુક્તિ મળે છે. અને ધર્મધ્યાનમાં પ્રવેશ થાય છે. જે શુક્લ ધ્યાનનું બીજ છે. શુક્લધ્યાન દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરીને જીવ મુક્ત થાય છે. નમસ્કાર મંત્રનો, આવો અપૂર્વ મહિમા તેના એક એક અક્ષરમાં એક એક પદમાં રહેલો છે. આથી તેનું સ્થાન અગ્રિમ છે. ચૌદપૂર્વના જ્ઞાનની બરોબરીમાં કે સારરૂપે નમસ્કાર મંત્ર છે, આવું અદ્ભુત અનુષ્ઠાન આગમના શ્રુતજ્ઞાનના સારરૂપે સામાયિક ધર્મ સાથે ઓતપ્રોત છે. અર્થાત્ ભાવપૂર્વક, શ્રદ્ધાયુક્ત, જિનાજ્ઞા પ્રમાણિત કરેલા નમસ્કારમંત્રની ઉપાસના સામાયિકની પ્રાપ્તિ કરાવે છે. મોક્ષપ્રદાતા છે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે. સામાયિક તે હી આત્મા, ધારો શુદ્ધ અર્થ નિર્વિકલ્પ ઉપયોગમાં, સર્વ કર્મ વ્યર્થ.” નવકારમંત્ર પ્રથમ મંગલ છે. પાંચ પદમાંથી કોઈને પણ નમસ્કાર કરવાથી, નમનીયમાં જે ગુણો રહેલા છે, તે ગુણો આપણામાં પ્રગટ થાય છે. સર્વ પાપનો નાશ થતાં દુઃખો નાશ પામે છે. અને જીવ મંગળ – સુખને પામે છે. શરીરને હું માનનાર આ તત્ત્વને પામી નહિ શકે, પરંતુ શરીર પ્રમાણે વ્યાપ્ત ચૈતન્ય પરમાત્માનો સ્વીકાર કરનાર પરમાત્મ પદને પ્રાપ્ત કરે છે. ૧૨૨ : ભવાંતનો ઉપાયઃ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સામાયિક વિધિની સ્થાપના: T પંચદિય સૂત્રનો મહિમા સ્થાપનાચાર્ય : ભગવાન સ્થાપનાચાર્યની બદલીમાં સામાયિકના સાધકો સ્થાપના-ચાર્યની સ્થાપના કરે છે. આજ્ઞાના માહાસ્યને લક્ષ્યમાં રાખીને તેઓ નવકારમંત્ર પછી પંચદિવસૂત્ર' વડે ગુરુવર્યની સ્થાપના કરે છે. આ સૂત્ર એ સૂચવે છે કે સામાયિક ધર્મમાં લાવનાર ગુરુપદ કેટલું પવિત્રતમ છે. ક્યાંય મલિનતા ડોકાય નહિ તેવા પદાર્થોથી ગુરુપદ પરિપૂર્ણ બને છે. નિર્ગથ અને નિર્મોહ તેવા ગુરુજનો પંચેન્દ્રિય ગજના દર્પને સંયમમાં રાખે છે. એક એક ઇન્દ્રિયના વિષયોના વિષપાનનું વમન અને શમન તે તેમનો સંયમ છે. મનના સંયમ વડે તેઓ બ્રહ્મચર્યનું નવ વાડથી સેવન કરે છે. ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયો તેમની પાસે મૂંગામંતર થઈ ગયા છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના સર્વાગી ઉપાસક છે. પાંચ પ્રકારના શુદ્ધાચારથી રક્ષિત તેમનું આત્મત્વ છે. અને છકાય જીવની રક્ષા માટે તેઓ પાંચ સમતિને તથા ત્રણે યોગોની શુદ્ધિ માટે ગુપ્તિને આચરનાર છે. તેઓ મારા ગુરુ છે. હું આવા ગુરુનો શિષ્ય કેવી રીતે રાચી-માચીને સંસારનું સેવન કરી શકું? જો ગુરુ પદમાં આવું અચિંત્ય સામાણ્યું નથી તો મને કરવામાં સહાય નહિ થાય. માટે મને આવા ગુરુનો જ અનુગ્રહ હો. જેથી હું વાસ્તવિક ધર્મ પામી શકું. ભલે શિક્ષા અને દીક્ષાગુરુ જે સમયે જેનો યોગ મળે તેના સહયોગમાં સાધનાનો પ્રારંભ હો, પરંતુ મોક્ષમાર્ગના ગુરુ તો સ્વરૂપનિષ્ઠ, નિર્ગથ હોવા આવશ્યક છે. તેવા સદૂગુરુની શોધ કરવી અને તેમના ચરણના સમીપમાં રહેવું સમર્પણભાવે ભક્તિ કરવી. તેમની આજ્ઞાને શિરસાવદ્ય માનવી. જેથી માર્ગ સુલભતાથી પ્રાપ્ત થાય છે. સંસારયાત્રા નિર્વિને સમાપ્ત થઈ જીવ શીવત્વની પ્રાપ્તિ કરે છે. જિનેશ્વરના વિરહકાળમાં જિનપ્રતિમાનું સેવન છે. તેમ ગુરુની અનઉપસ્થિતિમાં સ્થાપના વિનયધર્મનું મૂળ છે. સામાયિક યોગ એક ૧૨૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ખમાસમણ સૂત્ર: વિનય મૂલો ધમોઃ ગુરુવર્યની સ્થાપના કરી, હવે સામાયિક કરવાની સ્વયં ઈચ્છાથીભાવનાથી આજ્ઞા માંગવાની છે. ગુરુ ક્ષમાશ્રમણ છે. ક્ષમાદિ દસ ધર્મના ધારક છે. શ્રમણ : સમભાવી, તપસ્વી, સંયમી, વૈરાગીના સામાયિકનું અનુષ્ઠાન મહાન છે. પવિત્ર છે, તેથી તેમાં પ્રવેશ કરતાં પહેલાં પવિત્ર સાધુજનોને વંદન કરવું જરૂરી છે. તે ખમાસમણ સૂત્ર વડે કરાય છે. આ વંદન વિધિનું માહાસ્ય એ છે કે ઇન્દ્રિયોના વિષયોના તપન વડે, કષાયોના ઉપશમન વડે, હિંસાદિ પાપોથી નિવૃત્તિ વડે, અર્થાત નિષ્પાપ કાયાવડે વંદન કરવાનું છે. તે વંદન પંચાંગ પ્રણિપાત છે. બે હાથ, બે જાનું અને મસ્તક ભૂમિને સ્પર્શે તે રીતે પંચાંગ પ્રણિપાત મનમાં અહોભાવ સાથે કરવાનું છે. આ વંદન પંચપરમેષ્ઠિને સમાન સૂત્રથી અને પદ્ધતિથી કરવાનું છે. ચૈત્યવંદનાદિ ઘણી ધાર્મિક વિધિમાં કરવાનું વિધાન છે. વંદન માટે અનવસર :૧. ગુરુ જ્યારે ધર્મ આરાધના – ચિંતનમાં હોય. ૨. ગુરુ અન્ય કાર્યમાં પ્રવૃત્ત હોય કે ઊભા હોય. ૩. છપસ્થ અવસ્થા હોવાથી ક્યારે પ્રમાદ નિદ્રા કે ક્રોધ જેવી વિષમતામાં ૪. ગોચરી આદિની ક્રિયા કે કુદરતી હાજતનું કારણ હોય. આવા સંજોગોમાં વંદન કરાય નહિ. તેમ વિચારવું તે વિનય છે. વંદન માટે અવસર - ૧. ગુરુ જ્યારે શાંતિથી બેઠા હોય ૨. ગુરુ જ્યારે પ્રમાદ રહિત હોય ૩. ગુરુ જ્યારે સહજપણે નિવૃત્ત હોય ૪. વંદન સ્વીકારી શકે તેવો અવકાશ હોય આવા ઉચિત સમયે વંદન કરાય ૧૨૪ બીટ ભવાંતનો ઉપાય: Page #140 -------------------------------------------------------------------------- ________________ ઇરિયાવહી સૂત્ર: શિવમસ્તુ સર્વ ગતઃ લઘુ પ્રતિક્રમણ) પરમપવિત્ર પંચપરમેષ્ઠિને નમસ્કાર કરી. ગુરુ જનોની વિનય સહિત સ્થાપના કરી. તેમને સ્વ-ઇચ્છા વડે વંદન કરી, હવે જગતની જીવરાશિની હિતચિંતવના કરી યોગને શુદ્ધ કરવાના છે. જેને ઇરિયાવહી સૂત્ર કહે છે. અહીં ગુરુની આજ્ઞા અને સ્વ-અભિલાષાનો સુમેળ છે. ગુરુ ભગવંતના અનુગ્રહ સાધક પાપથી પાછો વળવા ઇચ્છે છે. બાહ્ય પ્રકારે ગમનાગમનમાં જે કંઈ દોષ લાગ્યો હોય તે અને અંતરંગ દૃષ્ટિએ સ્વભાવથી વિચલિતપણું થયું હોય તે. એથી દૂષિત થયેલા આત્માને શુદ્ધ કરી સ્વભાવમાં લાવવા માટે પ્રતિક્રમણ – પાપથી પાછો વળવા ઈચ્છું છું. સ્વભાવમાં સ્થિત થવા સમ્યગ્દર્શનાદિની આરાધના કરવાની છે. તેનું યથાવિધિપાલન ન થાય તો તે વિરાધના છે. આરાધનામાં મનની અશુદ્ધિ કે અવિધિ થાય તે વિરાધના છે. તે ચાર પ્રકારે થાય છે. અતિક્રમ : આરાધનના ભંગ વખતે પાછો ન વળે. વ્યતિક્રમ : વિરાધના કરવામાં તત્પર થાય અતિચાર : પ્રતિજ્ઞાભંગનું કંઈક સેવન થાય. અનાચાર : પ્રતિજ્ઞાભંગનું પૂર્ણ સેવન કરે છતાં પાછો ન વળે. જગતમાં પ્રાણીમાત્રના શરીરનો નિર્વાહ અન્યના પ્રાણના ભોગે થાય છે. જંતુ હો કે માનવ હો, વળી મન, વચન અને કાયાની તમામ પ્રવૃત્તિમાં જંતુથી માંડીને કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે પ્રાણ હાનિ થાય તે વિરાધના છે. દસ પ્રકારે આ વિરાધના થાય છે, તેવું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. તે સર્વ જીવોની ક્ષમા માંગું છું. આમ પોતાના કાર્યોનું અવલોકન કરીને અસત્ કાર્યોનો પ્રશ્ચાત્તાપ કરી આ સૂત્રથી ભાવશુદ્ધિ કરવામાં આવે છે. જ્યાં સુધી હિંસા આદિ અસત્ ક્રિયા કે કાર્યોનું ભાન નથી, તેનો પ્રશ્ચાત્તાપ થાય નહિ, ત્યાં સુધી પાપથી છૂટાતું નથી. પરંતુ સદ્દગુરુ યોગે. તેમના બોધે જ્યારે જીવને ભાન થાય છે, ત્યારે તે દુકૃત્યો છૂટી જાય છે. આ ઇરિયાવહી સૂત્ર ચૈત્યવંદન જેવા દરેક અનુષ્ઠાનની પહેલા ભાવશુદ્ધિ માટે પ્રાયશ્ચિતરૂપે કરવાનું અવશ્યનું છે. સામાયિયોગ એડ ૧૨૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ 0 વિશેષ ભાવશુદ્ધિ માટે તસ્સ ઉત્તરી સૂત્ર કાયોત્સર્ગ અને સામાયિકને અન્યોન્ય આશ્રય સંબંધ છે, તે અન્યોન્યથી સિદ્ધ થાય છે. વિશેષ શુદ્ધિ માટે ચાર ક્રિયાઓ બતાવી છે. ૧. ઉત્તરીકરણ : સ્વનિંદા વડે આત્માને શુદ્ધ કરવો. ૨. પ્રાયશ્ચિત્તકરણ : પાપ નાશ કરવા માટે કાયોત્સર્ગ નામનું પ્રાયશ્ચિત્ત કરવું ચિત્તનું શોધન કરી સાવધાની કેળવવી તથા ગુરુજનો પાસે પ્રાયશ્ચિત્ત લેવું. ૩. વિશોધીકરણ : આલોચના, નિંદા કરીને જીવ હવે વિચારે છે કે ચિત્તની વિશેષ શુદ્ધિ મારે કરવી છે. સંસારના પરિભ્રમણનો પરિહાર કરવા મેં જે ચારિત્ર (આરાધના) સ્વીકાર્યું છે તેમાં દોષ ન લગાડવા. ઉપયોગપૂર્વક સર્વ ક્રિયાઓનું પાલન કરીશ. સદ્દગુરુના મુખે ધર્મનું શ્રવણ કરી પુનઃ પુનઃ આત્મસ્વરૂપનું ચિંતન કરીશ. કાયોત્સર્ગ વડે મનને એકાગ્ર કરીશ. અને સર્વ દુઃખ અને કર્મનો ક્ષય કરવા માટે પુનઃ પુનઃ કાયોત્સર્ગ - ધ્યાનમાં રહીશ. ૪. વિસલ્લીકરણ: વળી મિથ્યાત્વશલ્ય, માયાશલ્ય અને નિદાનશલ્ય જેવા દૂષણથી દૂર રહીશ. હું જે સંયમ પાળું છું તેની શ્રેષ્ઠતાની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. મારા વતમાં હું નિર્દભ રહેવા ઉદ્યમશીલ છું. વળી મારા વ્રતાદિના બદલામાં મને પૌગલિક સુખની સ્પૃહા નથી. આમ ત્રણે દોષ રહિત ચારિત્ર પાળીશ. આમ શલ્યરહિત થઈ ભાવશુદ્ધિ વડે મોક્ષની સાધના પરિપૂર્ણ થાય છે. પાપકર્મોના નાશ માટે આ ચાર વિધાન છે. જો જીવ પાપની આલોચના કે નિંદા કરતો નથી તો પ્રાયશ્ચિત્ત વગર મનનો મેલ જતો નથી. અર્થાત્ સાચું પ્રાયશ્ચિત્ત થતું નથી, પ્રાયશ્ચિત્ત વડે પવિત્ર થયેલો સાધક વિશેષ શુદ્ધિ કરી શકે છે. ત્યાર પછી આત્મપ્રદેશ પર રહેલા શલ્યના સૂક્ષ્મ સંસ્કારને શોધીને તે કાઢે છે. આમ સર્વ પ્રકારે શુદ્ધિનો ઉદ્યમ કર્યા પછી તે સાધક કાયોત્સર્ગનું યથાર્થ પાલન કરી શકે છે. અને પાપનો સમૂળ નાશ કરે છે. ૧૨૬ ગર ભવાંતનો ઉપાય: Page #142 -------------------------------------------------------------------------- ________________ ૪૧કાયોત્સર્ગ સૂત્રથી દેહભાવના મમત્વના મોચનની પ્રતિજ્ઞા અશ્વત્થ સૂત્રનો મર્મ શું છે? છૂટે દેહાધ્યાસ તો નહિ ક તું કર્મ. નહિ ભોક્તા તું તેહનો એ જ ધર્મનો મર્મ” શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર. જીવ સંસારની યાત્રામાં દેહ વગર રહ્યો નથી. એટલે દેહનો નેહ તેનો પુરાણો અને જબરદસ્ત છે. તેનું મન એવું કેળવાયું છે કે ક્યાંય શરીરને દુઃખ ન પડે તેવું સાવધાન રહે છે. છતાં શરીરના સુખ માટે કંઈ પણ કરો એ બધું ન તો શરીરને પહોંચે છે કે ન તો આત્માને પહોંચે છે. વચમાં રહેલા દલાલ મનજીભાઈ ઘડીભર સુખી કે દુઃખી થાય છે. તો પણ તેમને કંઈ લેવા દેવા નથી. શરીરને સુખ પહોંચાડવા કંઈ પણ કરો શરીર લક્ષણથી અજીવ હોવાથી તે સુખનું વેદન કરતું નથી. અને શરીરના સુખના સાધન કે પ્રયોજનથી આત્માને સુખ પહોંચતું નથી. કારણ કે એ સર્વ સાધનો જડ છે અને આત્મા ચેતન છે. માટે મહાત્માઓ શરીરના કાલ્પનિક સુખનો ત્યાગ કરી આત્મિક સુખ માટે વનઉપવનમાં રહ્યા. સંયમનાં કષ્ટ સહીને સાચા સુખની પ્રાપ્તિ કરી. તેથી તેમણે ઉપદેર્યું કે : દેહનો અધ્યાસ-મમત્વ છોડ, તું તે શરીરના સુખનો કર્તા નથી કે ભોક્તા નથી. તું તારા સ્વરૂપનો કર્તા છું. અનંત ગુણોનો ભોક્તા નથી. તું સહજાત્મસ્વરૂપમય છું. દેહનો અધ્યાસ છોડવાની એક ક્રિયા કાયોત્સર્ગ છે. કાયાનો ઉત્સર્ગ . દેહભાવનો ત્યાગ. જેમ મળમૂત્રનો ઉત્સર્ગ છે તેમ દેહભાવનો ઉત્સર્ગ કરવાનો કાયોત્સર્ગ ધ્યાનરૂપે છે. તેથી એકાગ્ર થવા પહેલાંની ભૂમિકા અને શુદ્ધતા અત્રત્ય સૂત્રમાં બતાવે છે. કાયોત્સર્ગ એ પાપમુક્તિનું મહાન અનુષ્ઠાન છે. તેથી તેમાં ઘણાં સૂક્ષ્મ આગારોનો પણ ખ્યાલ રાખવાનો છે. છતાં જે આગારો શ્વાસપ્રશ્વાસ જેવા સાહજિક છે તે બાર પ્રકાર છે. તે સામાયિયોગ : Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત અગ્નિના ફેલાવાથી, શરીરે તાડન થવાથી. રાજાના કે ચોરના ભયથી, સર્પદંશ જેવા ચાર પ્રકાર, એમ સોળ પ્રકારે કાઉસગ્ગ ખંડિત થાય છે પણ પ્રતિજ્ઞાભંગ થતો નથી. જો કે સાધુ મહાત્માઓ તો તેવા પ્રસંગે દેહનો ત્યાગ કરે છે. પણ કાયોત્સર્ગ - ધ્યાનનો ભંગ કરતા નથી. દેહને તેઓએ અન્ય માન્યો છે. તેથી તે છૂટી જવા કે રહેવાનો તેમને ભય, મોહ, કે ક્ષોભ નથી. વળી સમતાભાવમાં રહી, સમાધિ અવસ્થામાં દેહ ત્યજી દે છે. કાયોત્સર્ગ ધ્યાન સમયે તત્ત્વનું ચિંતન, ભાવનાનું અનુપ્રેક્ષણ, નવકારમંત્ર, વગેરેનું અવલંબન હોય છે. વળી લોગસ્સ સૂત્રથી ધ્યાન સમયે સવિશેષ આરાધના કહી છે. ઈરિયાવહી સૂત્રમાં પરહિતચિતાની વિશેષતા છે. અત્રત્વમાં સ્વજાગૃતિની વિશેષતા છે. કાયોત્સર્ગ ધર્મધ્યાનનું કારણ છે. ધર્મધ્યાન શુક્લધ્યાનનું કારણ છે. જીવવિરાધનાના પ્રાયશ્ચિત્ત પછી વિશેષ શુદ્ધિ થાય છે. અંતે સર્વ કર્મનો નાશ થાય છે. ભૂતકાળના પાપોનું આલોચન થતાં, વર્તમાનમાં દોષ ટળે છે તેથી ભવિષ્યના પાપકર્મોનો સંવર થાય છે. છદ્મસ્થાવસ્થાની સાધનામાં દોષ-અતિચાર લાગવાની સંભાવના છે. તે દોષોનો ગુરુવર્ય પાસે સરળતાથી સ્વીકાર કરવો જોઈએ. આદરપૂર્વક પ્રાયશ્ચિત્ત પ્રહણ કરવું. જેથી પુનઃ તે દોષો થાય નહિ, અને ચિત્તવૃત્તિઓનું શોધન થાય, ક્યાંય રહેલા શલ્ય નીકળી જાય, આ રીતે આરાધના કરવાથી ભૂતકાળમાં આત્માઓ મુક્ત થયા છે. વર્તમાનમાં થાય છે, અને ભવિષ્યમાં આ રાજમાર્ગે - સન્માર્ગે મુક્ત થશે. કાયોત્સર્ગની સાવધનતા અને સફળતા હજી આગળ કાયોત્સર્ગ સૂત્રથી બતાવશે. વળી કાયોત્સર્ગ એ ચિત્ત પક્ષાલનનું અને સ્થિરતાનું મહત્ત્વનું અંગ હોવાથી પ્રાયે બધી જ ધાર્મિક ક્રિયામાં તેનું સ્થાન છે. સામાયિક લેતા અને પારતા, પ્રતિક્રમણમાં પુનઃ પુનઃ કાયોત્સર્ગનું સ્થાન છે. ચૈત્યવંદનમાં પણ છે. તે કાયોત્સર્ગના મૂળમાં શ્વાસપ્રશ્વાસની ગણત્રી હતી. પરંતુ આજે તેની મુખ્યતા ત્રણ પ્રકારથી જળવાઈ છે. - - મુખ્યત્વે લોગસ્સ સૂત્ર, નવકારમંત્ર, અતિચારની ગાથા. વળી ઉપધાન, ચારિત્રગ્રહણ, જેવા અન્ય મહત્ત્વની ધમરાધનામાં પણ ૧૨૮ મત ભવાંતનો ઉપાય: Page #144 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ - કાઉસગ્નની વિશેષતા હોય છે. ચિત્તની શુદ્ધિ અને સ્થિરતા વડે કર્મક્ષયનું તેમાં પ્રાધાન્ય છે. કાઉસગ્ગ કેવળ ક્રિયાના અર્થમાં નથી પરંતુ ચિત્તની એકાગ્રતા માટેનું આરાધન છે. આથી સાધકો ઘણા પ્રકારે કાઉસગ્નનું આરાધન કરે છે. જે જે તપમાં જે જે પદ હોય તેના ભેદની ગણત્રી સાથે કાઉસગ્નની ગણત્રી જોડવામાં આવે છે. આમ આરાધકને આરાધનાના ક્ષેત્રે કાઉસગ્ગ એ જાણે પ્રાણ હોય તેમ જણાય છે. મુનિચર્યાના દૃષ્ટાંતોમાં પણ વારંવાર ઉલ્લેખ આવે કે મુનિ જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં હતા અને ઉપસર્ગ થયા, અગર રાજા વગેરે વંદન કરવા લાગ્યા, વન્ય પ્રાણીઓ પણ ત્યાં શાંતિથી વાસ કરતાં. આમ કાઉસગ્ગ એ મુનિના જીવન અખંડ આરાધન હોવાથી મુક્તિ દ્વાર છે. અહો! જૈનદર્શનનું પ્રભુત્વ અદ્ભુત છે. એક એક આવશ્યક અનુષ્ઠાનો પરંપરાએ કે અનંતર મોક્ષદાતા છે, આચાર્ય ભગવંતોએ એ રહસ્ય ખોલીને સાધકોને માર્ગની – સાધન દ્વારા સાધ્યની સરળતા દર્શાવી છે. પૂ. આચાર્યશ્રી વિજય કલાપૂર્ણ, મસા. “સર્વજ્ઞ કથિત પરમ સામાયિક ધર્મમાં” કાયોત્સર્ગ વિષે અનુભવયુક્ત પ્રકાશે છે કે કાયોત્સર્ગ પાંચમું આવશ્યક છે. અને છઠું આંતરિક તપ છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સમસ્ત સંઘને નિત્ય અને નિયમિત અવશ્ય કરવા યોગ્ય હોવાથી તે “આવશ્યક' કહેવાય છે. તીર્થના પ્રવર્તક તીર્થંકર પણ સર્વસંગ પરિત્યાગ કરીને કેવળજ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહીને ધ્યાન કરે છે. અને મુક્તિ પણ કાયોત્સર્ગ અવસ્થામાં પ્રાપ્ત કરે છે. અરે ! ગણધરાદિ સૌ કઠિન કર્મોનો નાશ કાયોત્સર્ગ દ્વારા કરે છે. આવું માહાસ્ય કાયોત્સર્ગનું છે. કાયોત્સર્ગ અર્થાત દેહભાવ • મમત્વથી મુક્ત થવું. ત્યાગ કરવો. દેહાધ્યાસ છૂટતા સાધક શુદ્ધધર્મની પ્રાપ્તિ કરે છે. આત્મા અને પરમાત્માનું મિલન થાય છે, આત્મા સ્વંય પરમાત્મસ્વરૂપે પ્રગટ થાય છે. કાયોત્સર્ગ સમાધિ સ્વરૂપ છે.” સામાયિક યોગ જ ૧૨૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૪૨કાયોત્સર્ગની વિશેષતા “અરિહંત ચેઈઆણે કમિ કાઉસ્સગ્યું સૂત્ર દ્વારા અરિહંત - જિન પ્રતિમાઓના વંદન, પૂજન, સત્કાર, અને સન્માન કરવા માટે મનશુદ્ધિ માટે જરૂરી આગારો સિવાય દેહભાવનો ત્યાગ કરવા માટે કાયોત્સર્ગ છે. જેમાં મન વચન અને કાયાની સ્થિરતા દ્વારા પાપનો નાશ થાય છે. કાયોત્સર્ગમાં જરૂરી ભૂમિકા. ૧. શ્રદ્ધા : ચિત્તની પ્રસન્નતારૂપ આત્મિક પરિણામ રૂચિ રૂપ આત્માભિલાષા. જીવાદિ પદાર્થોની યથાર્થ પ્રતીતિ છે. સંશય ભ્રમ વિપર્યય બુદ્ધિ તથા અનધ્યવસાય દૂર થાય છે. શ્રદ્ધા-મેધા વડે ચિત્તની નિર્મળતા પ્રગટ થાય છે. ૨. મેધા : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી આત્મગુણ પ્રગટે છે. ગ્રંથોના ગહન રહસ્યને ગ્રહણ કરવા રૂપ આત્મને સગ્રંથો પ્રત્યે પરમ ઉપાદેયભાવ થાય છે. ૩. ધૃતિ ચિત્તની એકાગ્રતા થાય છે. ગંભીર આશયસ્વરૂપ છે. સંસારનો ભય દૂર થતાં વૃત્તિ પ્રગટ થાય છે. ધૃતિ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયો પશભજનિત છે. ૪. ધારણા : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉપયોગની સ્થિરતારૂપ પરિણામ હોય છે. શુદ્ધ વિષયનું સતત સ્મરણ રહે છે. ધ્યાન આદિ ગુણોની શ્રેણિ હોય છે. ધૃતિ અને ધારણા ચિત્તની સ્થિરતા ટકાવી રાખે છે. ૫ અનુપ્રેક્ષા : જેના દ્વારા આત્માનુભૂતિ સરળ બને છે. શ્રદ્ધા દઢ થાય છે. જે કેવળજ્ઞાનનું કારણ બને છે. આ પાંચ કારણો પરમ સમાધિનું ઉપાદાન કારણ છે. અનુપ્રેક્ષા દ્વારા સમાપત્તિ સિદ્ધ થાય છે. આ પાંચે હેતુઓ ક્રમશ : પ્રગટ થાય છે. ગ્રંથકાર કહે છે કે આવા ઉત્તમ અનુષ્ઠાનના અધિકારી તે છે કે જેની જિનવચનમાં અપૂર્વ શ્રદ્ધા છે. ઉત્તરોઉત્તર તેમાં વૃદ્ધિ થતી જાય છે. કાયોત્સર્ગ જેવી ક્રિયામાં/સાધનામાં જેને આદર છે. યદ્યપિ આ કાયોત્સર્ગમાં અત્રત્યસૂત્રમાં જણાવેલા આગારો - કારણોથી દેહનું સંચાલન થાય તો કાયોત્સર્ગની પ્રતિજ્ઞા તૂટતી નથી. પરંતુ આ સાધનામાં ૧૩૦ ભવાંતનો ઉપાય: Page #146 -------------------------------------------------------------------------- ________________ કાયાના સમગ્ર સ્થૂલ વ્યાપારનો નિરોધ અવશ્ય છે. સૂક્ષ્મ સ્પંદન અને શ્વાસોચ્છ્વાસ જેવા સ્વાભાવિક સંચાલન રોકી શકાતા નથી. સ્વાસ્થ્ય હાનિ, જીવહિંસા જેવી હાનિ ન થાય તે માટે આ આગાર આપ્યા છે. ઉત્કૃષ્ટ સાધનામાં પરિષહ ઇત્યાદિને સહન કરવાના હોય છે. કાયોત્સર્ગના કાળ પ્રમાણના ઘણા ભેદ છે. તે વિશેષ શ્વાસોચ્છ્વાસ યુક્ત છે. પરંતુ કાયોત્સર્ગથી મુક્ત થવા નમો અરિહંતાણં’નો ઉચ્ચાર જરૂરી છે. પ્રતિજ્ઞા માટે તાવકાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણં વોસિરામિ' પદ છે. કાયોત્સર્ગની જેવી મહાનતા છે તેવી તેની લશ્રુતિ છે. એટલે નિર્જરા કે જેમાં ક્રમશઃ કર્મમુક્તિ છે તેમાં બાર તપમાં આખરી અત્યંતર તપ કલશરૂપ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગમાં દેહમમત્વ મોચન થવાથી પ્રાયે ઉપયોગની સ્થિરતાની વિશેષતા છે. અચલ સ્થિરતા માટેના ઉપાયો છે. (સર્વજ્ઞ કથિત સામાયિક ધર્મમાંથી નોંધ) ચિંતન ઃ ૫૨માત્માના જ્ઞાનાદિ ગુણસ્વરૂપનું ચિંતન કરવું. જીવાદિ તત્ત્વોના યથાર્યસ્વરૂપનું ચિંતન કરવું. દેવ, ગુરુ, ધર્મના સ્વરૂપનું શ્રદ્ધાપૂર્વક ચિંતન કરવું. શુદ્વાલંબનમાં ચિત્તને સ્થિર કરવું. સ્વાત્મદોષદર્શન : બીનપક્ષપાતે જેવા હોય તેવા રાગાદિ ભાવોનું નિરીક્ષણ કરી. તેને દૂર કરવા પ્રયત્ન કરવો તે માટે સદ્ગુરુનો બોધ ગ્રહણ કરી એ દોષથી પ્રતિપક્ષ એવા ગુણોનું કે ભાવનાઓનું ભાવન કરવું. આ પ્રકારના ચિંતનાદિથી આત્મોપયોગ નિર્મળ થાય છે. અને શુભભાવનાના સાતત્યથી અવંધ્ય પુણ્ય કે જેની પાછળ પાપ ફરકતું નથી, અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યનું સર્જન થાય છે, જે મોક્ષમાર્ગને અનુરૂપ સાનુકૂળતાઓ અને ભાવનાઓનું નિર્માણ કરે છે. કાયોત્સર્ગ સ્વયં તપ હોવાથી નિર્જરાનો હેતુ છે, પરંતુ મનાદિ યોગની ગુપ્તિ થવાથી સંવરનો હેતુ છે. . સંવર : બાવીસ પરિષહ પૈકી કોઈપણ પરિષહનું સમ્યગ્ પ્રકારે સહન થવું. ક્ષમાદિ ગુણો સહજ ધા૨ણ થાય છે. અનિત્યાદિ ભાવનાથી મન ભાવિત બને છે. કાયોત્સર્ગ બે ઘડીના સામાયિકથી માંડીને છેક પૂર્ણ ચારિત્ર સુધી સામાયિકયોગ * ૧૩૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ પહોંચાડવાનો સેતુ છે. અર્થાત્ જીવાદિ તત્ત્વોમાં જીવ, સંવર, નિર્જરા, મોક્ષ જે જીવનાં તત્ત્વો છે તે કાયોત્સર્ગમાં પ્રગટ થાય છે. કાયોત્સર્ગ જીવનો ગુણ હોવાથી જીવ સ્વરૂપ સંવરધર્મ પણ તેમાં સમાય છે. હવે આપણે નિર્જરા તત્ત્વને કાયોત્સર્ગમાં માણી લઈએ. ૧. અનશન : કાયોત્સર્ગમાં ચારે આહારના ત્યાગરૂપ અનશન ૨. ઉણોદરી, ૩. વૃત્તિ સંક્ષય. અને અને ૪. રસત્યાગ સહજ થાય છે. ૫. કાય ક્લેશ : કાયોત્સર્ગમાં દેહમમત્વનો ત્યાગ હોવાથી જે કંઈ કષ્ટ આવે તે સમભાવથી સહન થાય છે. ૬. સંલિનતા : કાયોત્સર્ગમાં દેહઆસનસ્થ હોવાથી અંગોપાંગનો સંકોચ સહજ છે. કાયોત્સર્ગમાં અત્યંત૨ તપનો સમાવેશ. ૧. પ્રાયશ્ચિત : કાયોત્સર્ગ દ્વારા પાપનો છેદ અને ચિત્તની નિર્મળતારૂપ પ્રાયશ્ચિત્તની પરિણિત છે. ૨. વિનય : ૩. વૈયાવચ્ચ : કાયોત્સર્ગ કરતાં પહેલાં જે અરિહંત ચેઈયાણં સૂત્ર' આવે છે તે કાયોત્સર્ગમાં વિનય, સત્કાર વૈયાવચ્ચનો હેતુ થાય છે. ૪. સ્વાધ્યાય : કાયોત્સર્ગમાં અનુપ્રેક્ષા, શાસ્ત્રોક્ત, પદાર્થોનું ચિંતન વાચનાદિથી શ્રુતજ્ઞાનની આરાધના થાય છે. ૫. ધ્યાન : ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનના સમસ્ત પ્રકારો દ્વારા ધ્યેય સિદ્ધ થાય છે તે ધ્યાનયોગ છે. ૬. કાયોત્સર્ગ : અલ્પકાલીન દેહાધ્યાસ બહિરાત્મભાવનો ત્યાગ, અથવા સંલેખના જેવા વ્રતથી સદાને માટે દેહાધ્યાસનો ત્યાગ થાય છે. આ ઉપરાંત પાંચે ઇન્દ્રિયોના દમન દ્વારા, ક્રોધાદિ કષાયોના શમન દ્વારા, હિંસાદિના ત્યાગ દ્વારા, મનાદિ યોગોના પાપવ્યાપારનો ત્યાગ, અને કાયિકી ૨૫ ક્રિયાઓના પરિહાર દ્વારા આશ્રવ નિરોધ થાય છે. અને સંવર તથા નિર્જરા તત્ત્વરૂપ પરિણતિ પ્રગટ થાય છે. ૧૩૨ GIME ભવાંતનો ઉપાય ઃ Page #148 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ સૂત્રથી કાયોત્સર્ગમાં સ્થિરતા માટે તીર્થંકરનું ધ્યાન-સ્તુતિ (ચતુર્વિંશતિ જિન સ્તવ) કાયોત્સર્ગ ભાવવિશુદ્ધિ સહિત કર્મ નિર્જરાનો ઉપાય છે. બાર પ્રકારના તપમાં અંતિમ પ્રકાર કાયોત્સર્ગ છે. અગિયાર તપની આરાધના પછી દેહભાવ છૂટવાનું સામાર્થ્ય આવે છે, એટલે તપનું પણ આખરી માહાત્મ્ય કાયોત્સર્ગ છે. અગિયાર પ્રકારના તપનું સેવન દેહ ભાવ ત્યજી, દેહભાવથી મુક્ત થઈ આત્મભમાં સ્થિર થવાનું છે. વળી મનનું વલણ દેહ પ્રત્યે છે. તે મનને જો અવલંબનમાં જોડવામાં આવે દેહાધ્યાસ છૂટવાની સંભાવના છે. મનને જોડવાનું શ્રેષ્ઠ સર્વોચ્ચ અવલંબન અરિહંત પરમાત્મા છે. આથી આ સૂત્રમાં ચોવીસ અરિહંત પરમાત્માના વંદન કીર્તન વડે મનને એકાગ્ર કરવાનું છે. જેમના જન્મ-મરણ નષ્ટ થયાં છે, જેઓ સંપૂર્ણપણે સંસારથી મુક્ત થયા છે, તેમને પ્રસન્ન કરવા માટે બહુમાનપૂર્વક વંદન કરવાનું છે. ચોવીસે તીર્થંકરો ધર્મતીર્થનું પ્રર્વતન કરનારા છે. સમસ્તવિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ કરનારા છે. તીર્થંકર ભગવંત જ્યારે સાક્ષાત વિચરે છે ત્યારે તેમની આગળ દેવકૃત ધર્મચક્ર ચાલે છે. સમગ્ર પૃથ્વીમંડળને પ્રકાશિત કરતું. સવિશેષ મિથ્યાત્વના મોહસ્વરૂપ અંધકારને તે દૂર કરે છે. વળી ધર્મચક્રનો પ્રભાવ મિથ્યા દૃષ્ટિઓના અંધકાર સામે સૂર્યસમાન અને સમ્યગ્દૃષ્ટિ આત્માઓ માટે અમૃત જેવો છે. ધર્મચક્રનો આવો પ્રભાવ શ્રી તીર્થંકરોના પુણ્યપ્રભાવનું સૂચક છે. શ્રી તીર્થંકર ભગવંતો મહામહિમાવાન અને પૂજનીય છે. * મુખ્યપણે કર્મક્ષયનું કારણ તીર્થંકરો છે. * બોધિબીજની પ્રાપ્તિના હેતુ છે. * ભવાંતરે પણ બોધિની પ્રાપ્તિ કરાવનાર છે. * સર્વ વિરતિના ઉપદેશક હોવાથી પૂજનીય છે. * અનન્ય ગુણોના સમૂહને ધારણ કરનારા છે. * ભવ્યજીવોના ૫૨મ હિતોપદેશક છે. સામાયિકયોગ * ૧૩૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ * રાગદ્વેષ અજ્ઞાન મોહ મિથ્યાત્વ આદિ દુષ્ટ તત્ત્વોથી પેદા થતાં સંતાપને શાંત કરે છે. * તેઓ સર્વજ્ઞ, સર્વદર્શી, રૈલોક્ય પ્રકાશક છે. * ત્રણે લોકમાં પૂજનીય છે. પરમ પૂજ્યોના પણ પૂજ્યતર છે. તીર્થકરોના ગુણોનો મહિમા અપરંપાર છે તે ઉપકારી તીર્થકર ભગવંતની સંયમ સહિત જે આરાધના કરે છે. તે સિદ્ધિપદને પામે છે. એવા પરમાત્માની આરાધના મળવી તે મહાપુણ્યયોગ છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા એ સઘળા તુજ દરસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો એ જ મુજ સબળ વિશ્વાસ રે.” આવા પ્રબળ વિશ્વાસથી પરમાત્માનું નામ હૃદયમાં ધારણ થાય ત્યારે પરમાત્માના સાક્ષાત દર્શન થયાનો ભાવ જન્મે છે. હૃદય તે પવિત્ર પદાર્થથી ભરાઈ જાય છે. પરમાત્મા સાથે નિર્દોષ વાર્તાલાપ થવાનો ભાવ જન્મે છે. અંતરમાં અવ્યક્ત શબ્દો ઊઠે છે. મન તન્મય થતું જાય છે, ત્યારે સર્વકલ્યાણ સિદ્ધ થતું અનુભવાય છે. ધ્યાન જ્યારે ધ્યેયમાં સ્થિરતા પામે છે ત્યારે કદાચ ધારો કે ધ્યેય દૂર હોય તો પણ અંતરમાં તે નજીકનું બને છે. આત્મસ્વરૂપમાં મનનો પ્રવેશ તે ધારણા છે. આત્મસ્વરૂપ પ્રત્યે મનનું પ્રવાહ રૂપે જવું તે ધ્યાન છે. આત્મ સ્વરૂપમાં તદાકાર થવું તે સમાધિ છે. આમ કાયોત્સર્ગ પરિપૂર્ણ બને છે. કાયોત્સર્ગમાં લોગસ્સ-સ્તવની વિશેષતા છે, કારણ કે અનંત ચોવીસી યુક્ત અનંત તીર્થંકર પરમાત્માને સાધકના વંદન-ભાવ પહોંચે છે. સાધક પોતે તીર્થકરની સ્તવના વડે પવિત્ર થાય છે. બોધિ-બીજની પ્રાપ્તિ કરીને મુક્તિ સુધીની યાત્રા કરવામાં સમર્થ થાય છે. તિથ્યયરામે પસીયંતુ : પ્રભુ તમે પ્રસન્ન થાઓ. લોગસ્સ સૂત્રમાં ચોવીસ તીર્થંકરના અનુગ્રહનો ભાવ છે. અરિહંત પરમાત્મા માના વાત્સલ્ય કરતાં અનેકગણા પરોપકારી છે. તેઓ પ્રસન્ન છે, તો સમગ્રવિશ્વ તારા પ્રત્યે પ્રસન્ન છે. એવા પ્રભુને પ્રસન્ન કરવા તું આ સંસારની જંજાળ ત્યજી દે, એક ભવ તેમને પ્રસન્ન કરવામાં ગાળ તો, તેઓ તને તેમની સમાન પદે પહોંચાડશે. ૧૩૪ : ભવાંતનો ઉપાય : Page #150 -------------------------------------------------------------------------- ________________ જ કરેમિ ભંતે સૂત્રથી સર્વ પાપવ્યાપારથી મુક્ત થવાની પ્રતિજ્ઞા કરેમિભૂત સૂત્ર એટલે પ્રતિજ્ઞાનો લેખ. સદેવ ગુરુજનોને આપેલું વચન કે હું સાવદ્યપાપ વ્યાપારથી અટકવાનો, તેનો ત્યાગ કરવાનો સ્વીકાર કરું છું સવિશેષ ગુરુભગવંતની પાસે લેવાની પ્રતિજ્ઞા છે. ભંતે, ભદંત, ભગવંત, ભવાંત પર્યાયવાચી શબ્દો છે. ચારે ગતિના ભવનો અંત કરવામાં મહાન ઉપદેશક છે. ભયનો નાશ કરનાર છે. સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગ અને નિરવદ્ય યોગોનું સેવન જેમાંથી સમત્વ પેદા થાય છે. તે સામાયિક છે. સંસારની સંપૂર્ણ પ્રવૃત્તિ આરંભયુક્ત છે. સાવદ્ય પાપ જનિત હોય છે. જીવોના પ્રાણની હાનિ કરવાવાળી હોય છે. એ કારણથી પુણ્યાત્માઓ સંસારનો ત્યાગ કરે છે. અથવા પ્રવૃત્તિનો સંક્ષેપ કરે છે. જેથી સમભાવનું સેવન થાય. આથી સાધુ-સાધ્વીજનો આ જીવનનું સામાયિક લે છે. શ્રાવક, શ્રાવિકા મર્યાદિત સમય માટે સામાયિક કરીને સાવદ્ય પાપ વ્યાપાર ન કરવાની ન કરાવવાની પ્રતિજ્ઞા લે છે. તેમાં મન વચન કાયાને શુભ યોગમાં જોડે છે. કરેલા સાવદ્ય પાપવ્યાપારથી આત્માને મુક્ત કરે છે. દોષ થાય તો નિંદે છે, ગુરુજનો પાસે પ્રાયશ્ચિત લે છે. આત્મા કે જે વિષય કષાયયુક્ત છે તેને નિંદે છે અને મુક્ત કરે છે. આત્માના ઉપચારથી અથવા અવસ્થા ભેદથી આઠ ભેદ છે. ૧. દ્રવ્યાત્મા : ત્રિકાલવર્તી ચૈતન્યસ્વરૂપ આત્મા. ૨. કષાયાત્મા : ક્રોધાદિ કષાયયુક્ત આત્મા ૩. યોગાત્મા : મન, વચન, કાયાના યોગવાળો આત્મા. ૪. ઉપયોગત્મા : ઉપયોગ જીવનું લક્ષણ છે. સંસારી સિદ્ધ બંને ઉપયોગભા છે. ૫. જ્ઞાનાત્મા : સમ્યગૂજ્ઞાન સહિત બોધયુક્ત આત્મા. ૬. દર્શનાત્મા : સામાન્ય યથાર્થ બોધવાળો આત્મા ૭. ચારિત્રાત્મા : હિંસાદિ અસક્રિયાની નિવૃત્તિરૂપ આત્મા સામાયિકયોગ ૮ ૧૩પ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૮. વીર્યાત્મા જેનો પુરુષાર્થ સન્માર્ગે પ્રગટ છે તે આત્મા અરે શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ જેવા તીર્થંકરો, જેમને ઉદયબળે ચક્રવર્તીપદ હતું. પરંતુ તે સર્વ ઐશ્વર્યનો ત્યાગ કરી જ્યારે પ્રવજ્યા ગ્રહણ કરી ત્યારે આ સૂત્ર દ્વારા જ ચારિત્ર અંગ્નિકાર કર્યું હતું. એવો આ સૂત્રનો મહિમા છે. કાયોત્સર્ગમાં જેમ દેહભાવનો ત્યાગ છે, તેનાથી વિશેષ સામાયિક સૂત્રમાં સાવધ પાપવ્યાપાર, સંસારના ભાવનો ત્યાગ છે. જેમાં મન, વાણી અને કાયા ત્રણે યોગો વડે થતાં પાપવ્યાપારનો ત્યાગ છે. અર્થાત્ આ સૂત્ર, સૂત્રાર્થનુસાર સાધકનો પ્રાણ છે. તે સામાયિકને મુનિઓ વિવિધ પ્રકારે આરાધીને સિદ્ધ અને મુક્ત થયા, તેના દૃષ્ટાંતો પાછળના ભાગમાં મૂકવામાં આવશે. સમ + આય + ઈંક : સામાયિક. પ્રથમ સમ શબ્દ જ અમૃતનો આસ્વાદ છે. જેણે આ સમને ભાવસ્વરૂપે આરાધ્યો તેમને સર્વ જીવોમાં સ્વાત્મા સમ દર્શન થયું. આત્મસ્વરૂપમાં લીનતા થવાથી વિષમતા ટળી સમત્વ થયું. તે રાગાદિભાવ રહિત વૈરાગ્ય સ્વરૂપ અવસ્થા છે. પ્રિય-અપ્રિય, લાભ-હાનિમાં સમબુદ્ધિ. આખરે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની સમાપત્તિ-ઐક્ય પરિણામ, શ્રદ્ધા અને સમજપૂર્વક ચારિત્રની શુદ્ધિ. આ ઉપરાંત અનેક ગુણોનું સંગઠ્ઠન થાય છે. તીર્થંકર ભગવંતો અને ગણધર ભગવંતોનો મહા ઉપકાર છે. જેઓએ આવું સમર્થ, પવિત્રતમ, સર્વોચ્ચ પારમેશ્વરી સાધન આપી, સંસાર સમુદ્રને તરી જવાનું દૈવી જહાજ આપ્યું. આ સૂત્ર વડે સાવધ પાપવ્યાપાર ન કરવાની પ્રતિજ્ઞા કરીને કેટલાંય વિઘ્નોથી, આત્માના અહિતથી, દુર્ગતિથી, મહાદુ:ખોથી, ભયાદિથી કરી જીવો રક્ષિત બને છે. કરેમિભંતે સૂત્ર વિનયધર્મનું દ્યોતક છે. સામાયિક કરવાની ઉત્કૃષ્ટ પ્રતિજ્ઞા લેતા પહેલાં વિનય વડે ગુરુ પાસે પોતાની અભિલાષાનું નિવેદન કરે છે. હે ભગવંત ! હું સામાયિક વ્રત કરવા ઇચ્છું છું. માનવદેહમાં ત્રણ યોગો વિદ્યમાન છે. તે ત્રણ યોગની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા શુભાશુભ આશ્રવ થાય છે. સામાયિક શુદ્ધિનું સાધન હોવાથી આ યોગો ૧૩૬ ભવાંતનો ઉપાય ઃ Page #152 -------------------------------------------------------------------------- ________________ વડે જે કંઈ વિરાધના થાય તેનાથી નિવર્તવું, અર્થાત્ સાવદ્ય - પાપજનિત પ્રવૃત્તિનો ત્યાગ અત્યંત જરૂરી છે. અને નિરવદ્ય યોગોનું સેવન કરવાનું છે. સામાયિકને ‘અનવદ્ય'ની ઉપમા આપી છે. સમસ્ત પાપવ્યાપારના ત્યાગને સંપૂર્ણ સામાયિક કહ્યું છે. તે કથંચિત તેરમે ગુણસ્થાને સંભવે છે. ચૌદમે ગુણસ્થાનકે સંપૂર્ણ હોય છે. યોગોની શુભાશુભતા : મન વચન કાયાના યોગો પૌગલિક છે. વાસ્તવમાં મનાદિ યોગો આત્માને દેહના સંયોગે મળેલા પ્રાણ છે. યોગો એટલે આત્માની વીર્ય-શક્તિનું ફુરણ છે. આ ફુરણ મન વચન કાયા ત્રણેમાં થાય છે, ત્યારે તે યોગ કહેવામાં આવે છે. મન, વચન, કાયાની પ્રવૃત્તિ તે દ્રવ્ય યોગ છે. તે સમયે આત્મવીર્યનું ફુરણ તે ભાવયોગ છે. સમ્યગુભાવ શુભભાવયોગ હોય છે. અને મિથ્યાત્વાદિ ભાવોને અશુભ ભાવયોગ કહેવાય છે, જે સાવદ્ય છે. આ યોગો નિરંતર સક્રિય હોય છે. મનને અશુભ કે સાવદ્ય પાપવ્યાપારમાં જતાં અવશ્ય રોકવું જોઈએ. તે માટે શ્રુતજ્ઞાનની આરાધના ચાલુ રહેવી જોઈએ. બે કલાકથી માંડીને જેટલો સમય વધે તેટલો વધારવો. ગાથા, સૂત્રો, વાચન વગેરે શ્રુતજ્ઞાનની આરાધના છે. અભ્યાસ વડે જ્ઞાનને સૂક્ષ્મતરે લઈ જવાનું છે. પછી દ્રવ્ય, ગુણ, પર્યાય, તેના ઉત્પાદ વ્યર્થ અને દ્રૌવતાનો અભ્યાસ કરવો. જ્ઞાન વડે ઊંડાણમાં જાવ અને ત્યાં જે તત્ત્વ છે તેનાં દર્શન કરો. પર્યાયના પરિવર્તનથી બોધ પામો. પરમાણુના પુંજ એવા આ દે માં અનેક પરમાણુઓનો ભેદ સંઘાત, વિખરાવું- મળવું થાય છે. યુવાનની પર્યા બદલાઈ વૃદ્ધાવસ્થા આવે છે. તાજા ફૂલની ફૂલદાની બીજે દિવસે કરમાય છે. ઘા લાવ્યા ફૂટી ગયો ઠીકરા થયા. ઘડાની અવસ્થા બદલાઈ. આમ જગતમાં પરિવર્તનની પરંપરા ચાલે છે. તમારા વશમાં નથી તમે જ્ઞાન વડે જ્ઞાતા રહો. પર્યાય પણ ઉપકારી છે. અજ્ઞાની મટી જ્ઞાનીપણે અવસ્થા બદલાય છે. મિથ્યાત્વ મટી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તમે પર્યાયને પરવશ છો તેને આત્મા પ્રત્યે લાવો. તેમાં સ્વાધીનતાનો મહિમા છે. મનોયોગની શુભાશુભ પ્રવૃત્તિ: મનનું સ્થાન દેહવ્યાપી છે. મન પુદ્ગલના સ્કંધોની રચના છે. જીવવીર્યની ફુરણા વડે મનોવÍણા ગ્રહણ થઈ મનરૂપે સામાયિોગ * ૧૭૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરે છે, વિચાર કરે છે તે મન છે. ચિત્ત, અંતઃકરણ, સંકલ્પ વિકલ્પનું સ્થાન, છઠ્ઠી ઇન્દ્રિય, તર્ક, કલ્પના આશા ભાવ વગેરે દર્શાવવા માટે મન શબ્દનો ઉપયોગ થાય છે. મન જો ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયોયુક્ત છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણના વિષયમાં આક્રાંત છે. આર્ત અને રૌદ્રધ્યાનમાં પ્રવૃત્ત છે. તો અશુભ યોગવાળું, અશુભ આશ્રવનું કારણ બને છે. અન્યનું અહિત ચિંતવવું વગેરે અશુભયોગ છે. સાવદ્યયોગ છે, તે સમ્યગચારિત્રને બાધક છે. તે મન ક્ષમા, નમ્રતા, સરળતા કે સંતોષના ભાવવાળું હોય, મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થભાવવાળું હોય તો શુભભાવવાળું શુભાશ્રવને ગ્રહણ કરે છે. રાગદ્વેષ, કષાય અને વિષયમાં પ્રવૃત્ત મન વિધ્વકારી છે. તેને સમ્યમ્ દર્શનાદિ ગુણો વડે જીતી શકાય છે. ધર્મધ્યાનમાં જોડવાથી રાગાદિ ભાવનો ક્ષય થતાં તે મોક્ષમાર્ગમાં સહાયક બને છે. મન ભાવોનું વાહન છે. મન વિકલ્પોનો ખજાનો છે. એટલે આંતરિક સૃષ્ટિમાંથી ભાવો નિરંતર ઊઠ્યા જ કરે છે. તેને કોઈ શુભ આલંબનમાં બાંધવામાં આવે તો પણ ભમ્યા કરે છે. મન કષાયાદિ વડે અશુભભાવમાં, મૈત્રી આદિ ભાવના વડે શુભભાવમાં, અને સમતારૂપે વિશુદ્ધ ભાવયુક્ત હોય છે. આથી સામાયિકમાં અશુભાવનો ત્યાગ કરવાનો છે. અને ક્રમે કરી શુદ્ધભાવ પ્રત્યે જવાનું છે. વચનયોગની શુભાશુભ પ્રવૃત્તિ ઃ શ્રુતજ્ઞાનનું મહત્ત્વનું સ્થાન દ્વાદશાંગી છે તેનાથી ઉસૂત્ર બોલવું તે વચનની અશુભ પ્રવૃત્તિ છે. અને તેને વફાદાર રહીને બોલવું તે વચનની શુભ પ્રવૃત્તિ છે. શ્રી ભગવતી સૂત્રમાં ભાષાના ચાર પ્રકાર કહ્યા છે. ૧. સત્ય, ૨. અસત્ય, ૩. સત્યાસત્ય, ૪. ન સત્ય ન અસત્ય. ૧. સત્ય : વચનથી સત્ય હોય અને તે હિત તથા મિત હોય તેવી વાણીનો ઉપયોગ શુભ છે. ૨. અસત્ય : શિષ્ટાચાર રહિત, કર્કશ, અપ્રિય, માયાયુક્ત અને સત્યથી રહિત હોય. તેવી વાણી ન બોલવી. ૩. સત્યઅસત્ય : સત્ય હોય પણ જેમાંથી કંઈ તાત્પર્ય ન નીકળે, ૧૮ ના ભવાંતનો ઉપાય: Page #154 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવમાં સત્ય ન હોય તે વાણી ન બોલવી.. ૪. ન સત્ય ન અસત્ય ! જેમાં સત્ય નથી અને અસત્ય પણ નથી છતાં ઉપકારક હોય તેવી વાણી વિવેકપૂર્વક બોલવી. વાસ્તવમાં સામાયિકમાં મૌન રહેવું હિતાવહ છે. સામાયિક સમિતિ અને ગુપ્તિધર્મના અંશવાળું છે. ચારેગતિમાં વિચારશક્તિ સહિત વાચા કેવળ મનુષ્યને મળી છે. એ પુષ્પ જેવી સુંદર અને સુવાસિત હોવી જોઈએ. અર્થાત્ કોમળ અને મધુર હોવી જોઈએ. જે શબ્દોમાં કષાય, અહ, માયા, દંભ કે આવેશ ભળેલો છે તે ભાષા સત્ય હોય તો પણ અસત્ય છે. જેમ કે એ તો સાવ બહેરો છે, આમ કહેવાને બદલે એને કાને તકલીફ છે, તેથી બરાબર સંભળાતું નથી. બંને વાક્ય સત્ય છે, છતાં પહેલું અસત્યના પક્ષમાં જાય છે. બીજું મધુર હોવાને કારણે સત્યના પક્ષમાં જાય છે. - વ્યવહાર સત્યથી આવકારદાયક બને છે. આ લોકમાં સત્યવચની પ્રીતિપાત્ર બને છે. પરલોકમાં વળી પુણ્યયોગ મળે છે. વળી સામાન્ય વ્યવહારમાં અસત્યની જરૂર પડતી નથી. પણ માનવને સત્ય પર વિશ્વાસ નથી હોતો તેથી અસત્યનો આશરો લઈ દુઃખનાં કારણોને નિમંત્રણ આપે છે. ધર્મ કે કર્મના કોઈ પણ ક્ષેત્રે માન મોટાઈને કારણે માનવ દંભ સેવે છે, દંભ અને અસત્ય સહોદર છે. એટલે જ્યાં દંભ છે ત્યાં અસત્ય છે. સામાયિકમાં અસત્ય વચનયોગનો પરિહાર–ત્યાગ અને મૌનને સેવવું જોઈએ. કાયયોગની શુભાશુભ પ્રવૃત્તિ : શરીરેણ સુગુપ્તના શરીરી ચિનુતે શુભ. સતતારશ્મિણા જતુ ઘાત કેના શુભપુનઃ શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્ર ચેષ્ટા રહિત શરીર વડે કાયોત્સર્ગાદિ સમયે આત્મા શુભ કર્મનો સંચય કરે છે, તથા સતત આરંભવાળા અને પરિણામે જીવ હિંસાદિ પ્રવૃત્તિવાળા શરીરથી અશુભકર્મને ભેગું કરે છે. અર્થાત્ સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ તે કાયયોગનું શુભ પ્રવર્તન છે. દેહાધ્યાસથી પ્રવૃત્તિ કરવી તે અશુભ કાયયોગ છે. માખી મચ્છરને ઉડાવવા માટે થતું હલનચલન અશુભ છે. ગુરુ વંદનાદિ પ્રવૃત્તિ શુભ છે. કાયા સ્થિર થવાથી કથંચિત મન સ્થિર થઈ શકે છે. ભાવનાઓ વડે શુદ્ધિ સામાયિયોગ ત્ર ૧૩૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ સાધી શકે છે. ગુપ્તિમાં પણ આ ત્રણેયોગનો નિગ્રહ બતાવ્યો છે. કાયગુપ્તિમાં પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કહ્યો છે. કાયાને ગોપવવી એટલે કાયાના મમત્વનો ત્યાગ કરવો. પ્રાણીમાત્રનો શરીર સાથે દીર્ઘકાળનો સંબંધ છે. શરીર વગર તે રહ્યો નથી. તેથી તે સંબંધ ગાઢ છે. દેહ સુખનું સાધન છે તેવી મિથ્યા માન્યતા થઈ છે. દેહ ધર્મનું સાધન છે તે સામાયિકની શીખ છે. તે શુભ કાયયોગ છે. વળી પ્રાણીમાત્રને મોહવશ દેહ પ્રિય છે. તે દેહમાં રહેલા પ્રાણ પ્રિય છે. તેથી કોઈના દેહને કે પ્રાણને કંઈ પણ હાનિ પહોંચે તેવી શારીરિક ચે અશુભ કાયયોગ છે. ભાઈ ! તને વિચારશક્તિ સહિત આવો દેહ મળ્યો. તેમાં ભલે કદાચ તું તારા સુખનો પ્રયત્ન કરે, પણ બીજાના સુખને તારા લક્ષમાં રાખજે. આ શરીર વડે થાય તેટલાં પરોપકારનાં કામ કરજે. પ્રભુભક્તિ કરજે. સંતોની સેવા કરજે, રંકજનો પ્રત્યે ઉદાર થજે. છેવટે કદાચ થોડું કષ્ટ પડે તો પણ તપ વડે શરીરનું મમત્વ છોડજે. આ સર્વે શુભ કાયયોગ છે. આ ભવમાં તને સંતાપ નહિ થાય અને અન્યભાવમાં પુણ્ય તારી સાથે આવશે, જે તને સુખનું અને ધર્મનું કારણ બનશે. તેથી તું સુખી, તારી સાથેના સૌ સુખી. વાસ્તવમાં કાયયોગ એટલે કાયાનું મમત્વ ત્યજી તેને પરમાર્થ માર્ગે પ્રયોજવો. અંતમાં કરેમિ ભંતે સૂત્રની મહાનતા પણ ગજબની છે. તીર્થકર ભગવંત જ્યારે સ્વેચ્છાએ પ્રવજ્યા ગ્રહણ કરે ત્યારે આ સૂત્રથી આ જીવન માટે સાવદ્ય પાપવ્યાપારનો ત્યાગ કરે છે. અને જ્યારે તેઓ કેવળજ્ઞાન પામે છે ત્યારે ગણધરોને દીક્ષાર્થી કરવા પ્રથમ સૂત્રોચ્ચાર પણ આ સૂત્રથી કરે છે. આ સૂત્ર આવી અપૂર્વ ક્રિયા માટે યોજાયેલું છે. ૧. કરેમિ ભંતે : આજ્ઞાપાલનથી વિનયનો વિકાસ છે. અને – સંકલ્પની શુદ્ધિ છે. ૨. સામાઈયું : સમસ્ત જીવ સૃષ્ટિ પ્રત્યે સમદષ્ટિનું શિક્ષણ છે. આમ આ સૂત્રના અર્થો ગંભીર છે. સમકિતથી માંડીને મુક્તિ સુધીનું રહસ્ય પ્રગટ કરનારા છે. ૧૪૦ - ભવાંતનો ઉપાયઃ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩. સાવજ્જ જોગં - પચ્ચખામિ : ત્યજવા યોગ્ય પદાર્થનું પ્રત્યાખ્યાન છે – ક્ષમાદિ ઉત્તમ ગુણોની ઉપાસના છે. કરેમિ ભંતે સૂત્રમાં છ આવશયકનો મર્મ સમાઈ જાય છે. સામાયિક સ્વયં પ્રથમ આવશ્યક છે. કરેમિ ભંતે : ભંતે કહેતા સ્તુતિરૂપે ચઉવીસત્યો આવશ્યક છે. સામાઈયું : સામાયિક આવશ્યક છે. સાવજ્જ જોગં પચ્ચખમિ : પચ્ચખાણ આવશ્યક છે. તસ્મભંતે : ગુરુવંદન આવશ્યક છે. પડિક્કમામિ : પ્રતિક્રમણ આવશ્યક છે. અખાણ વોસિરામિ : કાયોત્સર્ગ આવશ્યક છે. કરેમિભંતે સૂત્ર દ્વારા ભવ્યાત્માને ભવાંતની ભાળ મળે છે. નારકમાં દુઃખગ્રસ્ત જીવો, સ્વર્ગમાં સુખાસક્ત દેવો તિર્યંચમાં અજ્ઞાનવ્યસ્ત જીવોનું આ સદ્દભાગ્ય અતિ આંશિકપણે ક્વચિત પ્રાપ્ત થવાનો સંભવ છે. ભવ્યાત્મા મનુષ્ય જો આ સૂત્રનો મહિમા જાણે તો તો તેનો પૂર્ણ લાભ તેને પ્રાપ્ત થાય છે. દસ મનના દસ વચનના બાર કાયાના બત્રીસ દોષ રહિત જો આવા સામાયિક જેવા ધર્મને સેવતો નથી તો તે જીવનો કર્મરાજા પળે પળે હિસાબ કરે છે. જેવો ભાવ તેવું ભ્રમણ તારે ભાગ્યે લખાશે. તે પ્રમાણે પરમાર્થનો પંથ પળેપળની શુદ્ધિ માંગે છે. જો તે સભાન છું તો શુદ્ધિનો પંથ ખુલ્લો છે. માટે આ એક જન્મ બત્રીસ દોષો રહિત શુદ્ધ સામાયિકને સમર્પિત થવાની ભાવના કેળવી લે. “પ્રભુ છે. પ્રભુ મહાન છે તે વાત સાચી છે પણ પ્રભુ મારા છે. એ સમજ જ્ઞાનને જુદો જ રંગ આપે છે. ભગવાન મારા છે, અને હું એમનો છું આ મીઠાશ ભક્તિમાં આનંદ લાવે છે. ભેદ લાવવો તે ભક્તિ, અભેદ થવું તે જ્ઞાન. અભેદની ભાવનામાં જીવ અને શિવ બંને મળીને વિશુદ્ધ ! ચેતન્ય પ્રગટ થાય છે.” સામાયિયોગ ૧૪૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૪૫. બહુસો સામાઈયે કુક્કા. સામાયિક પારણ સૂત્રમ, સામાઇય વયજુતો. સામાયિકના ચારિત્રની અપેક્ષાએ પાંચ પ્રકાર છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાતચારિત્ર. ગૃહસ્થધર્મમાં બાર વ્રતમાં સામાયિક નવમું અને શિક્ષાવ્રતમાં પહેલું વ્રત છે. તે ૪૮ મિનિટના સમયથી મર્યાદિત છે. છતાં સામાયિક એ મોક્ષનું કારણ હોવાથી તેનો મહિમા અપરંપાર છે. પુણિયા શ્રાવકના બે ઘડીના શુદ્ધ સામાયિકનો મહિમા પ્રભુ મહાવીરે શ્રી મુખે શ્રેણિકને બતાવ્યો હતો. વળી સર્વે મુનિજનો, સંસારનો, સર્વસંગ પરિત્યાગ કરે છે ત્યારે આ જીવનના પ્રત્યાખ્યાન સામાયિકથી લે છે. ગૃહસ્થને આરંભાદિ હોવાથી તે વ્રતની મર્યાદામાં સામાયિક કરે છે. એટલે તેને સામાયિક પારવાનો વિધિ કરવો જરૂરી બને છે. તે વિધિ સૂચક આ સૂત્ર છે, અને એ સૂત્રનો પ્રતિધ્વનિ તો એ જ છે કે થઈ શકે તેટલી વાર પુનઃ પુનઃ સામાયિક કરવું જોઈએ. કારણ કે સામાયિક અશુભ અર્થાત્ આઠે કર્મોનો નાશ કરવાનું વ્રત છે. છતાં પારવાનો વિધિ પરમાર્થથી વિચારીએ તો પારવું એટલે પાર ઊતરવું થાય છે. સમય થતાં સામાયિક પારવાની વિધિ પણ અગત્યની છે. સામાયિકમાં વ્યતીત થયેલો કાળ ઉત્તમ છે. બાકીનો કાળ સંસારવૃદ્ધિનું કારણ છે. માટે સર્વવિરતિયુક્ત સામાયિક આ જીવન માટે સર્વોત્તમ છે, તે ન થાય તો દેશ વિરતિ કરીને પણ સંસારભાવ ક્ષીણ કરવો. છેવટે શક્ય તેટલા સામાયિક કરવા. અરે છેવટે પર્વ દિવસે સામાયિક કરીને ભાવવિશુદ્ધિ કરવાનું ચૂકવું નહિ. કારણ કે સામાયિકમાં શ્રાવક સાધુ જેવો છે. સામાયિકનો અભ્યાસ જેમ જેમ વધશે તેમ તેમ મન શાંત-સ્વસ્થ થશે. શુદ્ધ તપેલા લોઢાનું પાત્ર પ્રારંભમાં જળકણને શોષી લે છે, પરંતુ પછી પાણી ટકે છે. તેમ પ્રમાદી મન પ્રારંભમાં તો સાથ આપતું નથી પરંતુ અભ્યાસ અને અનાસક્તિના બળે શાંત અને સ્વસ્થ જરૂર થાય છે. પછી તો ગુણોનો ખજાનો હાથ લાગે છે. અને તે વડે મુક્તિનું મંગલ દ્વાર ખૂલી જાય છે. જો સામાયિકને તપ કહો તો તે કોડો જન્મના તપથી જે કર્મો ન ખપે ૧૨ ભવાંતનો ઉપાય: Page #158 -------------------------------------------------------------------------- ________________ તે બે ઘડીના શુદ્ધ સામાયિકથી ખપે છે. આવા ઉત્કૃષ્ટ સાધનને જે સેવતો નથી તે ખરેખર હિન પુછ્યવાળો છે. પુણ્યવાન આત્માર્થી પુનઃ પુનઃ સામાયિક કરી સમભાવનું સુખ પ્રાપ્ત કરે છે. ચારે ગતિમાં સામાયિકનું વ્રત માનવને તે પણ જૈને દર્શનમાં જ મળે છે. સામાયિક સ્વયં ઉત્કૃષ્ટ ક્રિયા છે. પરંતુ આત્મા હજી ઘણા શુભાશુભ સંસ્કારવાળો છે, તેથી બે ઘડી સુધી શુદ્ધભાવમાં ટકી ન શકે ત્યારે મન, વચન અને કાયાના સૂક્ષ્મ દોષો થઈ જાય છે, પણ તે દોષો પ્રત્યે અજાગૃત રહેવા જેવું નથી. તેથી તેવા દોષો પ્રત્યે જાગૃત રહેવા માટે મનના દસ, વચનના દસ અને કાયાના બા૨ એમ કુલ બત્રીસ દોષામાંથી કોઈ પણ દોષ સેવાઈ જાય તો તે પણ મિથ્યા થાઓ એવો ભાવ કરવાનો છે. કેવળ ભાવશુદ્ધિ માટેની આ ક્રિયાની ગંભીરતા બત્રીસ દોષો રહિત પ્રકારોથી સમજાય છે. ઉપકરણો લઈ બેસી જવું. સમય પૂરો કરવો. કંઈ જપ કે ક્રિયા કરી લેવાં તે પૂરતું નથી. આત્મા પૂર્ણપણે તે ક્રિયામાં જોડાયેલો રહે, આત્મ સ્વરૂપે ટકે, તે સામાયિકનું હાર્દ છે, અને તે અમૃત ક્રિયા છે. જે સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રગટ કરે છે. માટે વારંવાર સામાયિક કરવું. છ આવશ્યકમાં સામાયિક પ્રથમ આવશ્યક છે. તે જ તેની વિશિષ્ટતા બતાવે છે. વળી સામાયિકમાં મોક્ષમાર્ગ સમાય છે. માટે પુનઃ પુનઃ સામાયિક કરવું. ૧. શ્રુત સામાયિક : સમ્યાન સ્વરૂપ છે. ૨. સમ્યક્ત્વ સામાયિક : સમ્યગ્દર્શન સ્વરૂપ છે. ચારિત્ર સામાયિક સમ્યગુચારિત્ર સ્વરૂપ છે. તેમાં ૩. દેશવિરતિ સામાયિક અને ૪. સર્વવિરતિ સામાયિક, આ ચાર સામાયિકમાંથી, મનુષ્ય ચારે સામાયિકનો અધિકારી બની શકે છે. દેવને પ્રથમના બે સામાયિકની પ્રાપ્તિ હોય છે. નારકને પ્રથ ના બે સામાયિકની પ્રાપ્તિ હોય છે. તિર્યંચને પ્રથમથી ત્રણ સુધીના સામાયિકની પ્રાપ્તિ હોય છે. જન્માંતર થતાં તે તે ગતિને યોગ્ય સામાયિક ઉત્પન્ન થાય છે. સામાયિયોગ V * ૧૪૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યશક્તિનો સક્રિય પ્રબળ પ્રવાહ જગતમાં જન્મેલા જીવોને મહદ્અંશે પોતાના ચૈતન્યના સુખ, ઐશ્વર્ય, કે લક્ષ્મી જેવી શક્તિઓ પ્રગટ કરનાર સર્વોચ્ચ તત્ત્વની ખબર નથી. પૂર્વકાળમાં ધન્નાજી, શાલિભદ્ર, જંબુકુમાર વગેરે સિકંદરની જેમ કે નેપોલિયનની જેમ યુદ્ધ નીકળ્યા ન હતા, વસ્તુપાળ તેજપાળ રાજ્યાદિ મેળવવા યુદ્ધ ચઢ્યા ન હતા, જગડુશા, કેશવજી જેવા શ્રાવકો સમરાંગણમાં ઊતર્યા ન હતા, અરે મહાવીર, ગૌતમ કોઈએ સરસેનાપતિ થઈને જીત મેળવી ન હતી. છતાં એ સૌ મહામાનવોના ચરણમાં રાજ્ય, લક્ષ્મી, કીર્તિ વિદ્યા આદિ સ્વયંમેવ ઉપસ્થિત હતા. એ પદાર્થો માટે એમણે ચિંતા સેવી નથી. છતાં તે સૌ તેમની સેવા કરતા. અને જેમણે સમરાંગણમાં યુદ્ધે ચઢી જીત મેળવી તેઓ કાળને આધિન થયા. એનો અર્થ એ જ છે કે પોતાના શુદ્ધ ચૈતન્યની શક્તિ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે ભૌતિક વસ્તુઓનો સ્વેચ્છાએ ત્યાગ થાય છે. અને સ્વ-શક્તિ દ્વારા જીવ પૂર્ણ સુખ પામે છે, જેને શાશ્વતકાળ ટકાવવા કોઈ પ્રયત્ન વિશેષ કરવો પડતો નથી. ચૈતન્ય પ્રત્યેની અભિમુખતા એ દિશાનો માર્ગ આપે છે. તેથી મહામહર્ષિઓએ સમૂહના અનુષ્ઠાનો બતાવ્યા જેથી અભિમુખતા કેળવાય. કારણ કે સામાન્યતઃ જીવ માત્રમાં એ શક્તિનું બળ વૃદ્ધિ પામતું નથી. જેમ વર્ષાઋતુમાં નાના મોટા જળના પ્રવાહો મોટી સરિતામાં પરિવર્તિત થાય છે ત્યારે તેનું જોર વૃદ્ધિ પામે છે. તેમાં વિવિધ પ્રકારના સાધકોનું એક જ અનુષ્ઠાન કે સંકલ્પનું બળ શુભ વાયુમંડળ રચવામાં સમર્થ બને છે. જે વડે અલ્પ શક્તિવાળો સાધક પણ પોતાના સંકલ્પમાં દઢ રહે છે. જેમ સુતરના અલગ અલગ દોરાથી એક ખિસકોલી જેવા પ્રાણીને બાંધી શકતું નથી, પણ એ જ સૂતરનું દોરડું બને છે ત્યારે મહાકાય હાથીને પણ બાંધી શકે છે. તેમ આપણી ચૈતન્ય શક્તિ ભૌતિક કાર્યોમાં વેરવિખેર થઈ જાય છે. તે શક્તિને સમૂહના અનુષ્ઠાનમાં જોડવામાં આવે તો તેનું બળ વધી જવાથી આંતરિક મળનું શોધન થાય છે, ત્યારે ચૈતન્યમાં નિર્દોષ સુખ પ્રગટ થાય છે, તેની સાથે બહારના ૧૪ - ભવાંતનો ઉપાય: Page #160 -------------------------------------------------------------------------- ________________ પણ રાજ્ય, લક્ષ્મી, વિદ્યા જેવી સામગ્રીઓ સહજ પ્રાપ્ત થાય છે. ક્યાંક આવતી કઠિનતા તે શક્તિ દૂર કરી શકે છે. માનવદેહમાં અતિ વિલક્ષણ એવી વિચાર શક્તિ છે. આ વિચારશક્તિ જો અશુદ્ધ છે તો માનવની ચેતનાને આવરણ કરે છે, એ વિચાર શક્તિ જો શુદ્ધ છે તો ચેતનાનું સર્વજ્ઞ અને સર્વદર્શિત્વ પ્રગટ થાય છે. પરંતુ મહદ્અંશે માનવ પોતાની શુદ્ધ ચૈતન્ય શક્તિમાં વિશ્વાસ-આદર ધરાવતો નથી. પચાસ વેગનને ખેંચતા એન્જિન કરતાં પણ આ વિચારશક્તિ બળવાન છે. એ સર્વેનું ઉત્પાદક તત્ત્વ ચેતનાશક્તિ છે. પરંતુ માનવે તેને રાગ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, કામ, ક્રોધ, લોભ અને ભય જેવાં તત્ત્વોને હવાલે કરી પોતાને જ હિન સત્ત્વ જાહેર કર્યો છે. આ વિચારનો પ્રવાહ સૂક્ષ્મ અને વેગવંતો હોવાથી માનવ તેના પર પોતાનો સંયમ રાખી શકતો નથી. એ જ વિચારશક્તિનું ભાવગતમાં નિર્માણ કરીને મહામાનવોએ શ્રાપ અને વરદાન જેવી વિલક્ષણ શક્તિઓ વડે વિધ્વંસ કે સર્જન કર્યું છે. વેપાયન ઋષિએ એ શક્તિને શ્રાપરૂપે જન્મ આપી દ્વારકાને ભસ્મીભૂત કરી, મહાવીર જેવા મનીષિએ જગતને જીવો અને જીવવા દોનું વરદાન આપ્યું. જગતમાં સુખ-દુઃખનું સર્જન પણ આ વિચારબળ પર આધારિત છે. ક્યાં અન્યને દુઃખનું નિમિત્ત બની દુઃખના કારણો ઉપાર્જન કરે છે. ક્યાંતો પોતે ચૈતન્ય શક્તિ યુક્ત સુખી છે તેમ માની પોતાના જ વિચારો વડે સુખી રહે છે, અને અન્યને સુખ આપી સુખનાં કારણો ભેગાં કરે છે. “પણ શુભ વિચારમાં ટકતું નથી કે શુભ વિચાર ટકતા નથી.” જીવ માત્રમાં પૂર્વ સંસ્કારોનો સંગ્રહ છે, તેમાં મોટો ભાગ અશુદ્ધ છે. છતાં ચૈતન્ય શક્તિ બળવાન છે, તેના અંતરગુહ્યમાં રહેલી શક્તિને સામાયિક જેવા વ્રત વડે જાગૃત કરવા પ્રયત્નો કરવા પડે છે. * સર્વ જીવ પ્રત્યે સમભાવ કે મૈત્રીભાવ રાખવો. * સદ્ગણોને ધારણ કરવા તે પ્રકારનો સંપર્ક રાખવો. * કોઈનું પણ મન દુભાય તેવું આચરણ ન કરવું. * જીવમાત્રના કલ્યાણની - સુખની ભાવના કરવી. સામાયિકયોગ * ૧૪૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ * ક્રોધાદિ દોષોનું ઉપશમન કરવું. તેનાથી દૂર રહેવું. * વિષયોમાં મર્યાદા રાખવી, સંયમ ધારણ કરવો. * મનની - ચિત્તની સ્વસ્થતા રાખવી. * ૫રમાત્માનું સ્મરણ કરવું. * મહાપુરુષોના જીવનચરિત્રોનું ચિંતન કરવું. * પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા કરવી. આમ કરવાથી આપણા ચૈતન્યની નિર્મળ શક્તિનો પ્રવાહ આપણા કલ્યાણનું સર્જન કરે છે. તેનાથી વિપરીત વિચાર અશુભનું, અકલ્યાણનું નિર્માણ કરે છે. એટલે આપણે જ આપણા પગ ઉપર કુહાડો મારીએ છીએ. આપણી શુભશક્તિને કોઈ બળજબરીથી અશુભમાં લઈ જતું નથી. આત્મકલ્યાણની ભાવનાવાળાએ શુદ્ધભાવ-વિચારોનું નિરંતર સેવન કરવું જોઈએ. આત્મપ્રદેશમાં જ રહેલી - હાલ સુષુપ્ત અવસ્થાવાળી એ શક્તિને પ્રવર્તમાન ક૨વી જોઈએ. આમ અશુદ્ધ વિચારને બદલે શુદ્ધ વિચારને પ્રવાહિત કરવો તે ચમત્કાર છે, અન્ય ચમત્કારથી સર્યું. માટે શુદ્ધ ભાવને જાગૃત કરી તેને ટકાવવા પ્રયત્ન કરવો. સામાન્ય જન બાહ્ય ચમત્કારમાં અનુષ્ઠાન માને છે, અને બાહ્ય ક્રિયા કે બાહ્ય ભાવમાં અટકે છે. કલ્યાણમંદિર સ્તોત્ર અને ભક્તામર સ્તોત્ર બંને આચાર્યશ્રી રચિત પરમાત્માની સ્તુતિ છે. પરંતુ ભક્તામરનું માહાત્મ્ય વિશેષ કેમ થયું ? સ્તુતિ સાથે વિશેષ ચમત્કાર છે. પણ જીવો જાણતા નથી, એ ચમત્કાર શું હતો ? ચિત્તની નિર્મળતાના આંદોલનના પ્રભાવથી બેડીની કડી તૂટી હતી. એટલે જ્યાં સુધી આપણા ચિત્તમાં નિર્મળતા ન આવે ત્યાં સુધી આ સ્તોત્રથી કર્મની બેડી કેવી રીતે તૂટે? ન મયણા શ્રીપાળનું દૃષ્ટાંત પણ ચમત્કાર માટે નથી. પરંતુ તે પવિત્રાત્માઓએ નિર્મળ ચિત્ત વડે જે આરાધના કરી તેમાં વચમાં આવતા પુણ્યયોગમાં વિશ્રામ કરી, પુનઃ સંયમને આરાધી મુક્તિ પામ્યા તેની વિશેષતા છે. કોઢ રોગ મટવો. નવરાજ્યાદિ મળવાં તે પૌદ્ગલિક પ્રવાહો હતા. પરંતુ નવપદની આરાધના વડે ચિત્તની નિર્મળતા, સમતા, જ્ઞાનની પરિપકવતા તથા તપની ફલશ્રુતિ હતી, જો એ આરાધનાના બળે મુક્તિ પ્રગટ થઈ ન હોત તો એ તપશ્ચર્યાનું મૂલ્ય અલ્પ છે. ૧૪૬ * ભવાંતનો ઉપાય ઃ Page #162 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યની શુદ્ધ શક્તિ એ મારું સ્વરૂપ છે. આ શુદ્ધ વિચારને – ભાવને પુષ્ટ કરવો. અત્યંત આદરપૂર્વક આત્મસ્વરૂપનું સ્મરણ કરવું, જ્યાં જ્યાં મન જાય ત્યાં એ ભાવને સાથે રાખો, અશુદ્ધ વિચાર દૂર થઈ જ જશે. શુદ્ધ ભાવ સિવાયના વિજાતીય વિચારોને સાથ ન આપો. પોતાની ચૈતન્ય શક્તિમાં તન્મય થવું તે પરમાત્મભક્તિની ફલશ્રુતિ છે. પરા ભક્તિ છે. અજ્ઞ માનવોને માટલીના પાણીથી અધધધ લાગે છે. પણ એ માટલીનું પાણી જે કૂવામાંથી આવ્યું તેનો વિશ્વાસ નથી થતો. ભાઈ દુન્યવી ધન, ઐશ્વર્ય, કીર્તિ આદિ મળવામાં તારા પુણ્ય કામ કર્યું હોય તો પણ એ પુણ્યને ધારણ કરનાર તારા શુભ વિચારો હતા. એ શુભ વિચારો ચૈતન્યના આંદોલનો છે. તને પુણ્ય પર વિશ્વાસ ક્યાં છે? અરે ! ઘણીવાર તો અજ્ઞજનો અસતુ-પાપમાયા પર વિશ્વાસ રાખતા હોય છે. પણ સુખના મૂળમાં કૂવાના પાણીની જેમ ચૈતન્યની શક્તિ છે, એ શક્તિ એટલે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. એ પ્રેમ, કરુણારૂપે પ્રગટ થાય છે. કે જે સમભાવ વડે સેવાયેલા છે. દઢપ્રહારી જેવા ખૂનીમાં પણ જ્યારે સુષુપ્ત ચેતના જાગૃત થઈ ત્યારે તરફડતા વાછરડા પ્રત્યેની દયા નિમિત્ત હતી. એ સ્વજાતિયભાવ હતો. તેથી તે અધમાત્મા પણ પરમાત્માપણે પ્રગટ થયો. આમ ચૈતન્યસત્તા સામાન્યપણે ગમે તેવા કુકર્મીનો પણ ત્યાગ કરતી નથી. હા, પણ જે તેનું સેવન કરતો નથી અને કુકર્મ સેવે છે, અન્યને દુઃખ આપે છે, અન્યને હલકા ગણે છે. તે બહિરાત્મા અવશ્ય દુઃખ પામે છે. પરંતુ જ્યારે તેની ચૈતન્યશક્તિ જાગે છે ત્યારે તે જ માનવ એક જંતુને પણ સ્વભોગે રક્ષણ આપે છે. સૂર્યની જેમ નિરપેક્ષ ભાવે આચરણ કરે છે. તમે સૂર્યોદય સમયે ઊંઘો કે તેની પૂજા કરો, સૂર્ય સર્વેને સરખો પ્રકાશ આપે છે. સમભાવનું એવું રહસ્ય છે. જેમ નદીના પ્રબળ પ્રવાહમાં સાચી દિશામાં નાવ હંકારનાર શીવ્રતાએ કિનારે પહોંચે છે, પરંતુ વિરુદ્ધ દિશામાં નાવ હંકારનાર મુશ્કેલી ભોગવે છે, તેમ ચેતનાના શુદ્ધ, સમતા અને જ્ઞાનયુક્ત પ્રવાહમાં ચિત્તને જોડવાને બદલે જે અશુદ્ધ અને વિષમતામાં જોડે છે તે દુ:ખ પામે છે. ચૈતન્ય સ્વરૂપે સર્વને સમાન માનવાને બદલે જે ભેદ પાડે છે, તે કદાચ લૌકિક સામગ્રી પામે છે કે જેનો નાશ થાય છે, અને લોકોત્તર સામાની પ્રાપ્તિ ન થવાથી પ્રાપ્ત સામાયિકયોગ ક ૧૪૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ વસ્તુઓના સંયોગો પણ ગુમાવે છે. ' પ્રાણી પ્રત્યે સમભાવ રાખવાથી આપણે આપણી શુદ્ધ શક્તિને પ્રગટ કરીએ છીએ. આમ જોતાં પરહિત એ કોઈ અનેરું સ્વહિત છે. જો અન્ય પ્રત્યે દ્વેષ કરીએ તો પણ તેનું પુણ્ય હશે તો તેનું અહિત નહિ થાય, પણ તારું જ અહિત થશે. અન્યનું અહિત કરવાનો આત્મસ્વભાવ ન હોવા છતાં અજ્ઞાનવશ જીવ જ્યારે આવું આચરણ કરે છે, ત્યારે આત્મસ્વરૂપમય સુખથી દૂર ધકેલાઈ જાય છે. આથી મહામાનવો પરહિતચિંતાના મહારક્ષણહાર, તારણહારરૂપે પ્રગટ થયા. તે સૌ સામાયિકયોગના પ્રણેતા હતા. સમભાવ અને નિર્મળ પ્રેમ એક જ સિક્કાની બે બાજુ છે. રાજા હો રંક હો, બાલ હો યુવાન હો, રોગી હો, નિરોગી હો, રૂપવાન હો કે કુરૂપ હો, શત્રુ હો, મિત્ર હો. સર્વ પ્રતિ નિર્દોષ પ્રેમધારા જ વહે તે આપણી શુદ્ધ ચેતનાને પ્રગટ કરી જાણે કે આપણા જ ઉપર પ્રસન્ન થઈ સ્વને સર્વ સુખનો સ્વામી બનાવે છે. કારણ કે સર્વમાં ચૈતન્ય સમાન હોવાથી પ્રાણીમાત્રમાં પ્રગટ અપ્રગટ પ્રેમનો પ્રવાહ ફૂટ થઈ તમારી ચેતપના પ્રવાહમાં ભળે છે. તેથી વીતરાગી દેવોને ત્રિલોકના સ્વામી કહેવામાં આવે છે. એ મહા માનવ કેવા છે. ન ચગ. ન ષ લગાર, જેને સર્વ સમાન.” કારણ કે ભગવાન મહાવીરે આજીવન સામાયિક સ્વીકાર્યું હતું. આશ્વર્ય! તરતના જન્મેલા એ મળે નાના સરખા અંગૂઠાથી મેરૂપર્વતને હલાવી નાંખ્યો, તે જ મહામાનવે યુવાવયમાં અત્યંત કષ્ટકારી ઉપદ્રવ કરનાર સંગમને કેમ દૂર ધકેલી ન દીધો ? પગ તળે કેમ દબાવી ન દીધો ? તેજોલેયા વડે ભસ્મીભૂત કરી કેમ ન દીધો? બધું જ સહી લીધું. અને સહ્યા પછી પાછાં બે અશ્રુબિંદુ વડે સંગમને નવાજ્યો, “હે વત્સ ! તારું પણ કલ્યાણ હો.” શા માટે ? તું તો કહો છે “શઠમ પ્રતિ શાક્યમ્ હે સુજ્ઞ ! ભગવાને આજીવન સામયિક ઉચ્ચર્યું હતું. સમભાવને ચૈતન્યના પ્રદેશ પ્રદેશે પ્રગટાવી દીધો હતો, તેથી શત્રુ-ઉપસર્ગ કરતા પ્રત્યે પણ પૂર્ણ સમભાવ હતો. ચક્રીના વંદન પ્રત્યે પણ રાગ નહિ સમભાવ હતો. કેમ જાણે સમભાવને ચરમસીમાએ પ્રગટવાનો એ અવસર મળ્યો ! અને કવિઓએ ગીત ૧૪૮ ગુર ભવાંતનો ઉપાય : Page #164 -------------------------------------------------------------------------- ________________ ગાયાં કે “પ્રભુ સમતાભંડાર, મહાવીર તમે સમતાના ભંડાર.” ત્યાર પછી એ પાવન પરમાત્મા પૂરા વિશ્વને આદરણિય થયા. પૂરા સન્માનના અધિકારી બન્યા. દેવો અને દાનવો સૌને માટે પ્રીતિ ખાત્ર બન્યા. અજાતશત્રુ કહેવાતા માનવને શત્રુ નથી હોતા એમ નહિ. વિરોધીઓ હોવાનો સંભવ છે. પરંતુ મહા માનવોને પોતાને કોઈ પ્રત્યે શત્રુતા નથી. તે તેમનું અજાતશત્રુત્વ છે. આવા વિશુદ્ધ પ્રેમતત્ત્વને પ્રગટ કરનાર મહામનિષિઓ પ્રત્યે દુષ્ટની દુષ્ટતા દૂર થઈ જાય છે. સિંહ અને બકરી હિંન્ને પશુઓ, પણ ત્યાં પોતામાં રહેલી અત્યંત સુખ એવી પ્રેમ શક્તિના અંશને માણે છે. વાસ્તવમાં માનવ નબળા પર શૂરો થાય છે. તે સિવાય તો સંસારમાં કેટલાની ખુશામત? કેટલાની પળોજણ? કેટલાની સામે લાચારી ! અરે ઘરના પગારદારની પણ ખુશામત, પરિવારની પળોજણ, પત્ની-પતિ અન્યોન્યની લાચારી, કેટલાના કટાક્ષ સહ્યા ! ઠીક તું સંસારમાં છે તો સ્નેહથી રહે. સમભાવથી રહે, નબળા પર શૂરો ને પૂરો? સબળા આગળ શાણો એ મહાવીરનો વારસદાર નથી. ભલે તારે સ્વરક્ષણ કે પરિવારનું કાર્ય કરવું પડે. પરંતુ જેને પોતાની ચેતના શક્તિને જાગૃત કરવી છે તેનો વ્યવહાર સમ્યફ હોવો જોઈએ. ઘરમાં ઘૂસતા કૂતરાને ભલે તું આશરો ન આપે પણ ધુત્કારીને લાકડી ન મારીશ. શરીર પર મચ્છર બેસે તો ખિજાઈને મારવા પ્રયત્ન ન કરીશ. ધીમેથી ઉરાડી દેજે. સ્વજન વિપરીત ચાલે તો અપેક્ષાથી દુઃખી ન થતો, એ એમના કર્મને આધીન છે. તું સમતામાં રહેવા સ્વતંત્ર છું. તો સમર્થ પણ છું. મિત્રો પણ વિરુદ્ધ થયા, તો પણ તું શત્રુતા ન રાખતો કેમ કે તું હવે પરમાર્થ પંથનો પ્રવાસી છું ને ? રાજા સિંહાસન પર બેસે, રાજાપાઠમાં જ બેસે બકરી થઈને ન બેસે, તું પણ સમતાના ભંડારનો સ્વામી શા માટે આકુળ-બકરી થાય ? જ્યાં જ્યાં સમતા છે, સરળતા છે. શુદ્ધતા છે ત્યાં ચૈતન્ય શક્તિ કાર્યાન્વિત થાય છે. પછી તેને કોઈ મારે કે હાર પહેરાવે તું તો મોજ-મસ્તીમાં છું. કોને માર કોને હાર? પણ જો અંત:કરણમાં મલિનતા છે તો આ ચૈતન્યશક્તિ છે તો પ્રગટ પણ તે સ્વભાવને બદલે વિભાવમાં પરિણમે છે. સામાયિક યોગ ૧૪૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ જે જીવનમાં અસદાચરણ દ્વારા સંઘર્ષ પેદા કરે છે. માનવ ક્યાંય શાંતિ પ્રાપ્ત કરતો નથી. પુણ્યયોગે કદાચ બાહ્ય સંપત્તિ મળે તો પણ અન્યને પીડાકારી તારું દુરાચરણ તારા પુણ્યને અજગરની જેમ ગળી જશે, પછી તારે ભાગ્યે કેવળ દુઃખ રહેશે. તમે પરમાત્માના સ્મરણમાં જોડાયેલા છો, તેમના વચનબોધની શ્રદ્ધાવાળા છો, તમારું સદાચરણ વિશ્વસનીય છે. તમે સૌના હિતમાં રાજી છો તો પછી તમે તમારામાં પણ શ્રદ્ધા રાખો કે તમને જરૂર આત્મજ્ઞાન – આત્મસાક્ષાત્કાર થશે. તમારું ચિત્ત મલિન હશે, અન્યના દોષદર્શનમાં રોકાયેલું હશે તો તમારા અંતરમાંથી આવો પ્રતિસાદ નહિ આવે, પણ સદ્વિચાર અને સદાચાર વડે તમે ધીરજ રાખો. તમારી ભાવના સાકાર થશે. તમારું જ જે તમે ગુમાવ્યું હતું તે પાછું આવી મળશે. અંતરના ઐશ્વર્યને, સત્તાને, શુદ્ધતાને સ્વીકારો, તેનો આદર કરો, તેનાં દર્શન કરો, લાકડામાં ખીલી ઊંડી જાય પછી સ્થાન જમાવી દે છે, તેમ તમે હૃદયપ્રદેશમાં જાવ ઉંડા જાવ, વચમાં આવતા વૈભાવિક કે વિજાતિય વિચારોનું લક્ષ ન કરો, અને તમારા શુદ્ધ અંતઃકરણ પ્રત્યે ભાવના રાખો. કોઈ ભવિતવ્યતાની પળે તમારા જ વૈભવના તમે ભાગી થશો, પરમસુખની ક્ષણને અનુભવશો. શાશ્વત સામાયિકની પ્રાપ્તિ થશે. માનવદેહમાં રહેલો આત્મા અંધારા ખૂણામાં ગોંધાઈ જવા જેવો નથી. આથી આ દેહની પણ ધન્યતા કહી છે. જેમાં રહેલું પરમતત્ત્વ પૂર્ણ કલાએ પ્રગટે છે. એવી ધન્ય પળો માટે પરમાત્માનો ઉપકાર માનો અને હજી આગળનો પુરુષાર્થ કર્યા કરો. અદશ્ય છે તે દ૨ય થશે, અપ્રગટ છે તે જરૂર પ્રગટ થશે. જમીનમાં વાવેલા બીજને અંકુર થતાં, વેલો થતાં, વાર લાગે છે, અને ફળરૂપે પરિણમતાં સમય લાગે છે. ખેડૂત જેવી ધીરજ ધારણ કરીને તમે પણ તમારી સંભાવનાના બીને પાંગરવા દેજો. તે ભાવનામાં શુદ્ધતા પ્રગટ થતા સ્વયં આત્મદર્શન પ્રાપ્ત થશે. તેમાં કેવળ બાહ્ય ક્રિયા પર્યાપ્ત નથી. પરંતુ વિચારપરિણામ, ભાવને ચેતનાશક્તિ પ્રત્યે જ વાળો, આત્મસ્વરૂપ પ્રત્યે વળેલા એક એક ભાવનું બહુમૂલ્ય છે, માટે અથાગ પ્રયત્ન તે ભાવનાઓને પુષ્ટ કરજો. કોઈ મંત્ર, જાપ, વચનબોધ, સૂત્રનો ભલે આધાર લો, પણ રઢ લગાવો. ૧૫૦ ગ્રેડ ભવાંતનો ઉપાય: Page #166 -------------------------------------------------------------------------- ________________ હું સચિત્-આનંદ-સ્વરૂપ છું. સમગ્ર જીવો સત્ ચિત-આનંદ-સ્વરૂપ છે. સર્વત્ર શાંતિ અને સુખ વિસ્તરો, તમારો ચૈતન્ય પ્રદેશ અત્યંત શાંત અને સ્થિર છે. તમે તમારા ભાવને - વિચારના પ્રવાહને તે બાજુ ઝુકાવી દો, ત્યાંથી તમને જે છે શાંતિ-સુખ અને નિરાકુળતા છે તેનું દર્શન થશે, કા૨ણ કે ત્યાં ભય, ચિંતા, આકુળતા જેવું છે નહિ. પરંતુ ચિત્તમાં પડેલા માયિક સુખના ભય-ચિંતાના સંસ્કારો વગેરેનો ઉદ્દભવ થશે છતાં તમારે ત્યાં ડગી જવું નહિ, પણ તમારા આત્મસ્વરૂપમાં સ્વભાવ પ્રત્યે જવાની ભાવનામાં દૃઢ રહેવું. ભગવાન મહાવી૨ અને અન્ય મહાત્માઓએ વન-ઉપવનમાં, એકાકી રહીને આજ કાર્ય કર્યું છે, અને ચેતનાની શુદ્ધતાને/પૂર્ણજ્ઞાનને પ્રગટ કરી ત્યાં સુધી જંપીને બેઠા નથી. તેમની પાસે પરમાત્માનો અનુગ્રહ, સત્પુરુષોના વચનબોધનો તેની ભૂમિકા પ્રમાણે સબળ આધાર હોય છે. જે પૂર્ણતા પામતા આપોઆપ અદૃશ્ય થઈ જાય છે. છતાં સંસારમાં ગૃહસ્થપણે છું. તને વ્યવહાર સુખની અપેક્ષા હોય તો પણ તેની મર્યાદા રાખજે, અને સંતોષ/સદાચરણયુક્ત રહેજે. તો તારું વ્યવહાર સુખ પણ નિર્દોષ રહેશે, અને પરમાર્થ પંથે જવાનો અભિગમ મળશે. તારો માર્ગ નિષ્કંટક બનશે. તમે તમારી જ શુદ્ધ ભાવના વડે, વિચાર વડે, મંત્રોચ્ચાર વડે તમારી ચેતનાને આંદોલિત કરો, નહિ તો તે મનાદિ યોગ વડે આંદોલિત થઈ કાર્યણવર્ગણા ગ્રહણ કરશે. અને તેના પિરણામથી સુખદુઃખનું સર્જન થશે. માટે યોગના વ્યાપારને શુભમાં પરિવર્તિત કરો, સામાયિક જેવા અનુષ્ઠાન વડે ભાવના આદિને નિર્મળ કરો, તેના વડે ચેતનામાં આંદોલન થશે તો પણ તમને અશુભ વિભાવથી બચાવશે. હિમાલયનાં હિમ શિખરો પણ હવા, પ્રકાશના આંદોલનથી પીંગળી જળ પ્રવાહ બને છે. મોટા મહાસાગર નું જળ પણ આંદોલિત થઈ વરાળરૂપે થઈ જાય છે. વાદળો આંદોલિત થઈ વરસે છે. એ જ જળકણોમાંથી જબરદસ્ત વીજળી પ્રકાશે છે. આવા તો કેટલાક પ્રકારો રોજના અનુભવમાં આવે છે. અરે ! તારો પોતાનો અનુભવ છે ને કે કરુણાબ્દ શ્રવણથી અપ્રવાહ સામાયિકોગ * ૧૫૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ વહે છે. કોયલ કે કેયુરના અવાજથી તારું હૃદય પ્રસન્ન થાય છે. સિંહનાદથી મનુષ્ય કંપે છે. તો પછી હવે તું મંત્રના શબ્દમાં અને પુરુષના વચનમાં શા માટે શંકા કરે છે ? હા, તારો મંત્રજાપ અને શ્રવણ હજી તારા હૃદયને અલંકૃત કરી શક્યાં ન હોય તેમ બને, પણ તેમાં તો તારે ધીરજ/શ્રદ્ધા રાખી પુનઃ પુનઃ પ્રયત્ન જ કરવો પડશે. વળી રોજે પચીસ પચાસ મિનિટ ધર્મક્રિયા કર્યા પછી બાકીનો સમય દુરાચાર કે દુધ્ધનમાં ગાળે તો પણ મંત્રાદિ ફળવાન થતાં નથી, તેથી સમજો કે મંત્ર કે ક્રિયામાં દોષ નથી પણ તમારી મલિનતાનો દોષ છે, શંકા અને અશ્રદ્ધા કારણ છે. શુભ કે શુદ્ધ ભાવના વિચાર) એ જ તમારું વાસ્તવિક બળ છે. તેના શુદ્ધ અશુદ્ધપણા પર આ જન્મ અને અનેક જન્મોના સુખદુઃખાદિનો આધાર છે. અરે મુક્તિનો પણ આધાર તે જ છે. એકની એક જ શુદ્ધ ભાવનાથી મનને ભાવિત કરતા રહો. તાનસેન જેવા ગવૈયાએ ગીત-શબ્દોના આંદોલનથી દીવા પ્રગટાવ્યા. વાજિંત્રના વારંવારના શબ્દોના અથડાવાથી ભીંતોમાં તિરાડ પડે. શૂરાતનવાળા વાદ્યોથી સૈનિકો રણમેદાનમાં ઊતરી જાન આપી દે. આ કંઈ કલ્પના નથી. માટે શંકા રહિત થઈ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ભાવનાનો પૂટ વારંવાર હૃદયને – ચેતનાને પહોંચાડો, તેમાંથી જીવનના સુખનો ખજાનો પ્રગટ થશે. માનવને કંઈ પણ મેળવવાની અદમ્ય ઈચ્છા થાય છે ત્યારે તે જંપીને બેસતો નથી, અથાગ પ્રયત્ન વડે તે મેળવીને જંપે છે. તેમ જો તમને સાચું સુખ મેળવવાની અદમ્ય ઈચ્છા હશે તો તમે તે મેળવવા, તે જ્યાંથી મળે ત્યાં તમારી શક્તિને કામે લગાડશો. વળી આંતરિક સુખ મેળવવા તમારે કંઈ દૂર તો જવાનું નથી. તમારા શુદ્ધ અંતઃકરણમાં તમારે પ્રવેશ કરવાનો છે, તેમાં તમારે સહાય જોઈએ તો સત્પુરુષના, સત્શાસ્ત્રોના વચનનું અવલંબન લો. શુદ્ધભાવ વડે શુદ્ધ અંત:કરણમાં પહોંચી જાવ, ત્યાં કેવળ શુદ્ધ સાગર લહેરાય છે, સમતારસનો દરિયો ત્યાં ઊછળે છે. સુખ મેળવવાનો પ્રવાહ ઘણો પ્રબળ છે, એટલે જીવમાત્રમાં તે અનાદિકાળથી ચાલ્યો આવે છે, પરંતુ ચેતના તંત્ર સાથે બીજા વૈભાવિક પરિબળો હોવાથી જીવ સાચા સુખની ભાવનાને આંબી શકતો નથી. જે મહામાનવોએ એ સુખના માર્ગે ઝુકાવ્યું તેમણે તે સુખ પ્રાપ્ત કર્યું. ઉપર જ ભવાંતનો ઉપાય : Page #168 -------------------------------------------------------------------------- ________________ આવું સામાયિક જ્યારે આત્મસાત્ બને ત્યારે : સાધક સર્વાત્મામાં સમદષ્ટિવાળો બને છે. સાધકમાં વૈરાગ્યભાવ ધારણ થાય છે. ચિત્તની સરળતા – નિર્દોષતા ટકે છે. પ્રમાદ રહિત થઈ ઉપયોગથી રહે છે. મન, વચન, કાયાના યોગોનો ઉપયોગ કરે છે. આંતરનિરીક્ષણ કરી દોષોને દૂર કરે છે. સ્વપ્રશંસા કરતો નથી, પરનિંદા ત્યજે છે. આહાર વિહારનો સંયમી હોય છે. અસત્ય કે અપ્રિય વચન બોલે નહિ. સત્ય પણ વિવેકયુક્ત અને હિતમય બોલે. સંસારની વૃત્તિ પ્રવૃત્તિનો સંક્ષેપ કરે. નિવૃત્તિનું સેવન કરે છે. સર્વજ્ઞ પ્રણિત ધર્મનો ઉપાસક હોય. સર્વમાં સમતાભાવ - મૈત્રીભાવ રાખે. વડીલોનો આદર કરે, સેવા કરે, સંતસમાગમનો, સત્સંગનો ચાહક હોય. ધન, ઐશ્વર્ય, રૂપાદિનો ગર્વ કરે નહિ. વ્રત, તપ, સંયમ, નિયમનો આરાધક હોય. તત્ત્વની યથાર્થ શ્રદ્ધાવાળો હોય. જિનભક્તિ, ગુરુઉપાસનાનો ઉમંગી છે. નીતિ - ન્યાય સંપન્ન વ્યવહાર-વ્યાપાર કરે. પાપભીરૂ - ભવભીરૂ હોય. કષાય વિષયથી ઉપશાંત હોય. માયા - છળ • કપટ - પ્રપંચ આદરે નહિ. દાન, શીલ, તપ અને ભાવ ચારે ધર્મ આરાધે. સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન, સમ્યગુચારિત્રનો ઉપાસક હોય. દેહ અને આત્માનો ભિન્ન સ્વભાવ જાણે છે. એક ભવના થોડા સુખ માટે ભાવિ દુઃખના પ્રયોજનને નિવારે છે. સામાયિકયોગ ત્રઃ ૧૫૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સદ્ગુરુની આજ્ઞાએ વર્તે છે. નિરંતર તેમના બોધને ઇચ્છે છે. સ્વદોષને દૂર કરે છે, પરદોષનું આચ્છાદન કરે છે. જગતના જીવો પ્રત્યે નિર્વૈર બુદ્ધિ રાખે છે. ગુણવાનોનો આદર પ્રશંસા કરે છે. દુ:ખી જીવોનાં દુઃખ દૂર કરવા પ્રેરાય છે. વિરોધી તત્ત્વો પ્રત્યે મધ્યસ્થભાવ રાખે છે. કષાયનો ત્યાગી અને વિષયથી વિરાગી હોય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાનો પરિહાર કરે છે. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગમાં સમવૃત્તિવાળો છે. પરહિત ચિંતા - જીવોની રક્ષાની ભાવનાવાળો હોય છે. ઉપયોગને સ્વરૂપ દર્શન પ્રત્યે વાળે છે. ઉત્તમ ભાવના વડે અંતરશુદ્ધિ કરે છે. ધ્યાન દ્વારા પ્રત્યક્ષ સ્વરૂપાનુભૂતિ કરે છે. તે કર્મ અનુબંધનમાં જાગૃત છે. ઉદયમાં સમ છે. તેને આત્મા સિવાય ક્યાંયે આનંદ નથી. નિર્દોષ આનંદમાં રહેવું તે જ્ઞાનીનો નિશ્ચય છે. તેને રાગના પદાર્થનો ત્યાગ છે પણ વિશેષ અરુચિ છે. રાગના પદાર્થની અરુચિ તે વૈરાગ્યની ભાવના છે. ગુરુમાં રહેલી ગુરુતાને – જ્ઞાનને લઘુભાવે સ્વીકારે છે. સાધ્યના લક્ષ્ય તે સાધનને સેવે છે. સ્વપ્ને પણ સંસાર સુખને ઇચ્છતો નથી. આત્માની સહજ અવસ્થાનો અભિલાષી છે. મારું તારું એવા ભેદના અહંમ મમત્વને શમાવે છે. આત્માર્થ સિવાય આ જીવને કંઈ અગ્રિમતા નથી. તે જાણે છે કે સર્વે દુઃખનું મૂળ સાંસારિક સંયોગ છે. ઉદયાધીન વ્યવહાર છે છતાં તેનું લક્ષ્ય ૫૨માર્થ છે. શરીરાદિ મોહના છે તેમ જાણે છે તેથી અસંગતા ઇચ્છે છે. સર્વ વિરતિથી ઝંખનાવાળો છે. મુક્તિનો અભિલાષી છે. ભવાંતનો ઉપાય : Page #170 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ આવશ્યક ઉપકરણ : સ્થાન : એકાંત શાંત અને પવિત્ર સ્થળ પસંદ કરવું. શુદ્ધ વસ્ત્ર : આપણા ઉપયોગમાં ચંચળતાને કા૨ણે મલિનતા હોય છે. તેમાં વસ્ત્રાદિની મલિનતા સૂક્ષ્મપણે અસર કરે છે. જેમ મનની શુદ્ધિ જરૂરી છે તેમ સાધનની, વસ્ત્ર, સ્થાનની શુદ્ધિ જરૂરી છે. ઉપકરણ : એટલે ધાર્મિક અનુષ્ઠાનનાં સાધનો. સંસારી જીવો અધિકરણ ભૌતિક સાધનોમાં ગૂંથાયેલા રહે છે. તે આ ઉપકરણના અવલંબને. અંતઃકરણને શુદ્ધ કરી શકે છે. સામાયિકમાં ઉપયોગી - - ૧ - ૧. સ્થાપનાચાર્ય : ગુરુજીની અનુપસ્થિતિમાં ધાર્મિક પુસ્તક કે નવકારમંત્ર - પંચદિયસૂત્રનું ખાસ સાધન સ્થાપનાચાર્યજી હોય છે તેને સાંપડા ૫૨ કે ઉચ્ચ સ્થાને રાખવા. - ઉપાશ્રયમાં જે સ્થાપનાચાર્યજી છે તેમાં પાંચ શંખ વિધાનયુક્ત હોય છે. પાંચમાં ગણધર સુધર્મા સ્વામી જે ગણધરમાં અંતિમ મોક્ષે ગયા છે. તેઓ પાંચમા હતા અને તેમના પગે શંખ આકારનું લંછન કે પદ્મ હતું. તેથી પાંચ શંખની તેમાં સ્થાપના કરેલી છે. ૨. કાસણું : કટ – સાદડી તેનું આસન : કટાસન કે કટાસણું, તે નિરાંતે બેસવા માટે નથી પરંતુ એક સ્થાનના ભાન માટે છે. અહિંસક ગ૨મ આસન રાખવું. જેથી અન્ય જીવની રક્ષા થાય. અને શરીરમાં રહેલા આત્મપ્રદેશોની શક્તિ પ્રવાહિત ન થાય. શક્ય હોય તો અંગત આસનિયું રાખવું જેથી તે પોતાની ભાવનાથી ભાવિત હોય. મુહપત્તિ : સફેદ કાપડનો એક વેંત ચાર આંગળ પ્રમાણ ટૂકડો રાખવો. આ સાધન વિશેષ વાયુકાય જેવા સૂક્ષ્મજીવોની આપણા શ્વાસથી રક્ષા માટે છે. મુહપત્તિનું બીજું માહાત્મ્ય તેના પચાસ બોલમાં રહેલું છે. આ સાધનની ચોકસાઈ જાળવવી જરૂરી છે. આ ક્યાં પહેરવું છે, માટે મલિન હોય તો ચાલે તેવો અનાદર ન સેવવો. ઉચ્ચાર સમયે તેનો ઉપયોગ કરવો. ૩. ચરવળો : અહિંસક ગ૨મ સુંવાળા તાંતણાનો ગુચ્છ જેવો, લાકડાની સામાયિયોગ * ૧૫૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ દાંડીવાળો. આ સાધનમાં પણ જીવ અહિંસાની મુખ્યતા છે. સામાયિક પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ જેવી ક્રિયામાં જે ઊઠવું કે પછી બેસવું પડે ત્યારે જયણા માટે ચરવળો છે. સંયમનું ખાસ પ્રતીક છે. રજોહરણ = કર્મરૂપ રજ દૂર કરવામાં જાગૃતિનું ભાન કરાવનાર છે. સામાયિકમાં કટાસણું – મુહપત્તિના યોગ્ય સાધનના અભાવે અનિવાર્ય સંયોગોમાં કંઈ અન્ય સાધન લઈ શકાય પણ ચરવળાની અવેજીમાં અન્ય સાધન ન લઈ શકાય. સૂક્ષ્મજીવોની રક્ષા માટે છે માટે આકર્ષકતાથી લોભાઈ ચરવાળો હિંસક વસ્તુનો ન હોય તેનો પૂરો ખ્યાલ રાખવો. નવકારવાળી : સામાયિકમાં મનને નવરું રાખવાથી નબળું પડે છે. અનેક સ્થાનોએ ભમે છે તેથી મંત્રજાપમાં રોકી રાખવું. તે માટે નવકારવાળી રાખવી. ગ્રંથ : સ્વાધ્યાય એ તપ છે. પ્રભુના વચનબોધ છે. વાચનાદિ વડે સ્વાધ્યાય કરવો. શાસ્ત્રો - ગ્રંથનો અભ્યાસ અવશ્ય કરવો જેથી આત્મસ્વરૂપ પ્રત્યે વૃત્તિ દોરાય. કાઉસગ્ગ કે ધ્યાન કરવા. સાંપડો : નાનો મોટો સાંપડો કે એવું સાધન રાખવું જેના પર ગ્રંથ | માળા મૂકી શકાય, જેથી તેની શુદ્ધિ અને આદર જળવાય. ઉપયોગ : આખરી સાધન અંતરંગ છે. ઉપયોગ, ભાવ, મનને ક્રિયા દ્વારા અંતરંગદશા તરફ પ્રેરવા. શુદ્ધભાવ વડે, સમભાવ વડે સામાયિક કરવું. સ્થાપના વિધિની વિશેષતા : જમણો હાથ સ્થાપનાચાર્ય કે ગુરુ સન્મુખ ઊંધો ધરવો તે વિનયનું કારણ છે. મારે સામાયિકનો લાભ લેવો છે, આપ લાભ આપો. જમણો હાથ સ્થાપન કરવો તે અભયમુદ્રા છે. તે સૂચવે છે કે ગુરુ અભય દાતા છે. એ સ્થાન અભય છે. સામાયિક ક્રિયા અભયરૂપ છે. હાથ લાંબો કરીને સ્તુતિ કરાય છે. ધન્ય ગુરુદેવ. પછી નવકાર મંત્ર અને પાંચદિય સૂત્રથી ગુરુની અનઉપસ્થિતિમાં સ્થાપનાચાર્યની સ્થાપના કરવી. ધાર્મિક પુસ્તક કે નવકારવાળી પણ મૂકી શકાય. પારણવિધિમાં ચરવળા પર ઊંધો હાથ મૂકવામાં ગુરુ ચરણ પર હાથ મૂકવાની ભાવના છે. સવળો હાથ ગુરુની અનઉપસ્થિતિમાં રાખીને નવકાર ગણવાનો. તે વરદ મુદ્રા છે. અન્યથા મનમાં ભાવના રૂપે ગણવો. તે વરદ મુદ્દા ગુરુદેવનું વરદાન માંગવા માટે છે. જેથી પુનઃ પુનઃ સામાયિક કરવા પ્રેરાઉ. ૧૫૬ એક ભવાંતનો ઉપાય: Page #172 -------------------------------------------------------------------------- ________________ સામાયિક લેવાની વિધિ સામાયિકની પૂર્વ તૈયારી : શ્રાવક-શ્રાવિકાએ સામાયિક લેવા માટે બાહ્ય-શુદ્ધિ કરવાની જરૂર છે. તેથી સૌથી પ્રથમ હાથ-પગ ધોઈ સ્વચ્છ થવું અને શુદ્ધ વસ્ત્રો પહેરવાં. ત્યાર પછી ચોખી જગ્યાએ ભૂમિને પૂંજીને ઊંચા આસને સાપડા ઉપર સ્થાપનાનું અથવા જેમાં નવકાર તથા પચિંદિરનો પાઠ હોય તેવું પુસ્તક મૂકવા સામાયિકનો બે ઘડીનો અગર ૪૮ મિનિટનો સમય ધાર્મિક ક્રિયામાં ગાળવા માટે નવકારવાળી અગર તો ધાર્મિક વિષયનાં જ પુસ્તકો પાસે રાખીને બેસવું. સામાયિકનો કાળ જાણવા માટે ઘડી અગર તો ઘડિયાળ પણ પાસે રાખવાની જરૂર છે. ત્યાર પછી કટાસણું, મુહપત્તિ અને ચરવળો લઈ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાચાર્ય સામે અવળો રાખીને નવકાર તથા પંચિંદિય નીચે પ્રમાણે કહેવા. વિધિ ૧, નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણ, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સલૅર્સિ, પઢમં હવઈ મંગલ. ૨, પચિદિયસંવરણો, તહનવવિહ–બભચેર–ગુનિઘરો; ચઉવિહકસાયમુળે, ઇઅ અારસગુણહિં સંજુરો. ૧. પંચમહત્વયજુતો. પંચવિહાયારપાલણસમત્વો; પંચસમિઓ તિગુત્તો, છત્તીસગુણો ગુરુ મઝ. ૨ ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ, મત્યએણ વંદમિ.” ૩, ઇચ્છાકારેણ સંદસહ ભગવન્! ઈરિયાવહિયં પડિકકમામિ ઇચ્છે ઈચ્છામિ પડિકકમિઉં (૧). ઇરિયાવહિયાએ, વિચહણાએ. (૨). ગમણાગમણે, (૩). પાણકકમણે, બીયકકમાણે, હરિયકકમાણે, ઓસ ઉસિંગ-૫ણગ-દગ, મલ્ટીમકકડા સંતાણા-સંકમાણે છે. જે મે જીવા વિરાડિયા, (૫). એગિદિયા, બેઇદિયા, તે દિયા, ચઉરિદિયા. પંચિદિયા (૬) અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિવાવિયા, કિલામિયા, ઉદ્દવિયા, ઠાણાએ કર્ણ સંકામિયા, જીવિયા સામાયિક્યોગ : શિક ૧૫૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુકકડ. (૭). ૫, તસ્ય ઉત્તરીકણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસાહીકરણમાં, વિસલ્લીકરણેણં, પાવાણ, કમ્માણે, નિવ્વાણાએ, અમિ કાઉસ્સગ્ગ. (૧) ૬, અન્નત્ય ઊસિએણે, નીરસિએણં, ખાસિએણે, છીએણ, જંભાઈએણે ઉડુએણે, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ. (૧). સુહમેહિં, અંગસંચાલેહિં (૨). એલસંચાલેહિ, સુહુમહિ, દિઠિસંચાલેહિ (૨). એવભાઈએહિં, આગારેહિં, અભગ્ગો અવિરહિઓ, હુક્ક મે કાઉસ્સગ્યો. (૩). જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુકકારેણં ન પારેમિ છે. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપાણે વોસિરામિ. (૫). અહીં એક લોગસ્સનો “ચંદેસુ નિમલયરા' સુધીનો, ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો. ૭, લોગસ્સ ઉજ્જો અગરે, ઘમ્મતિથયરે જિણે; અરિહંતે કિરઈસ્યું, ચઉવીપિ કેવલી. (૧). ઉસભામજિએ ચ વદે, સંભવમભિસંદણં ચ સુમંઈ ચ; પઉમખાં સુપાસે, જિર્ણ ચ ચંદપ્રહ વંદે. ૨. સુવિહિંચ પુદ્દત, સીઅલ સિર્જસ વાસુપૂજજે ચ; વિમલમહંત ચ જિષ્ણ, ધર્મ સંર્તિ ચ નંદામિ. ૩ કુંથું અર ચ મલ્લિ, વંદે મુણિસ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિટ્રકનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪. એવંમએ અભિથુઆ, વિહુયરમલા પહોંણજરમરણા; ચઉવીસપિ જિણવર, તિવૈયા મે પસીયત. ૫. કિતિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરુષ્ણ બોહિલાભ, સમાવિરમુત્તમ દિતુ. ૬. ચંદેસુ નિમ્મલયચ, આઈચ્ચે અહિય પયાસયા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંત. ૭. ઇચ્છામિ ખમાસમણો ! વદિ જાવિણજજાએ. નિશીહિઆએ. મત્યએણ વિટામિ. ૧૫૮ એક ભવાંતનો ઉપાય: Page #174 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહુ? ઇચ્છે કહી- મુહપત્તિના ૫૦ બોલથી પડિલેહણ કરવું ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજાએ, નિસાહિઆએ, મત્યએણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક સંદિસાહું? ઇચ્છે'. ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિતીડિઆએ, મત્યએણે. વિદ્યમિ. ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું સામાયિક ઠાઉ ? ઇચ્છે'. બે હાથ જોડીને નમો અરિહંતાણ, નમો સિદ્ધાણે, નમો આયરિયાણ, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણે, એસો પંચ નમુકકારો, સવ્વપાવપ્રણાસણો, મંગલાણે ચ સનેસિં, પઢમં હવઈ મંગલ. ઇચ્છકારી ભગવન્! પયાસ કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી. ગુરુ કે વડીલ હોય તો તે ઉચ્ચવે, નહિ તો જાતે કરેમિ ભંતે કહેવું. ૮, કરેમિ ભંતે સામાઈયે, સાવજ્જ જોગ પચ્ચકખામિ, જાવ નિયમ પજુવાસામિ, દુવિહં તિવિહેણં, મણેણં, વાયાએ, કાએણે, ન કરેમિ, ન કારમિ, તસ્મ ભંતે પડિકકમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણ વોસિરામિ. ઇચ્છામિ ખમાસમણો વદિઉં જાવણિજજાએ, નિસાહિએ, મથએણ વંદામિ.” ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે સંદિસાહું”? ઇચ્છે ઇચ્છામિ ખમાસમણો! વદિ જાણિજ્જાએ નિસાહિઆએ, મત્યએણ વંદામિ.” ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં? “ઇચ્છે” ઇચ્છામિ ખમાસમણો ! વદિઉં જાવરિજાએ નિમીડિઆએ, મત્યએણ વિંદમિ.” બઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજા સંદિસાડું!” ઇચ્છે.” ઇચ્છામિ ખમાસમણો! વદિઉ જાણિજાએ નિસાહિએ, મત્યએણ વંદામિ.” સામાયિકલોગ પર ૧પ૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સય ક” ઇચ્છે.” અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ નવકાર નીચે પ્રમાણે ગણવા. નમો અહિંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુકકારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. સામાયિક પારતી વખતે મુહપત્તિ પડિલેહણ સુધી વિધિ સામાયિક લેવાની જેમ કરવી પછી પારવાનું સૂત્ર બોલવું. * ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! મુહપત્તિ પડીલેહું? “ઇચ્છે” કહીં, (૫૦ બોલથી) મુહપત્તિ પડીલેહવી. પછી, - ખમાસમણ દઈ– “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પારું?” “યથાશક્તિ” કહી, ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક પાવું? “તહત્તિ” કહી – (જમણો હાથ ચરવળા અથવા કયસણ ઉપર સ્થાપી. નીચે પ્રમાણે નવકાર તથા સામાયિક પારવાનું સૂત્ર બોલવું) નમો અરિહંતાણે (૧) નમો સિદ્ધાણં (૨). નમો આયરિયાણં ). નમો ઉવઝાયાણં (જી. નમો લોએ સવ્વસાહૂણે (૫). એસોપચનમુક્કો (૬). સવપાવપણાસણો (૭). મંગલાણં ચ સવ્વર્સિ (૮). પઢમં હવઈ મંગલ. (૯). (સામાયિક-પારવાનું સૂત્ર). ૯, સામાઈઅવય-જુનો, જાવ મણે હોઈ નિયમસંજુરો; છિન્નઈ અસુહ કમ્મ, સામાડય જરૂઆવારા. (૧). સામાઇમિ ઉકએ, સમણો ઇવસાવઓ હવાઈજહા; એએણ કારણેણં, બહુસો સામાઈએ કુwા. (૨) સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું વિધિ કરતાં જે કોઈ અવિધિ જુઓ હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડે. દસ મનના, દશ વચનના, બાર કાયાના. એ બત્રીસ દોષમાંહે જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. * મુહપત્તિ પડિલેહતાં સાધુ અથવા શ્રાવકે નીચે પ્રમાણે તેના ૫૦ બોલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ વેશ્યા, ત્રણ શલ્ય અને ચાર ૧૬૦ ટક ભવાંતનો ઉપાય: Page #176 -------------------------------------------------------------------------- ________________ કષાય એ દસ સિવાય ચાલીસ બોલ બોલવા. ૧ સૂત્ર, અર્થ તત્ત્વ કરી સદહું, ૨ સમ્યકત્ત્વ મોહનીય, ૩ મિશ્ર મોહનીય, ૪ મિથ્યાત્વ મોહનીય પરિહ, ૫ કામરાગ ૬ સ્નેહરાગ ૭ દૃષ્ટિરાગ પરિહરું, ૮ સુદેવ ૯ સુગુરુ ૧૦ સુધર્મ આદરું, ૧૧ કુદેવ ૧૨ કુગુરુ ૧૩ કુધર્મ પરિહરું, ૧૪ જ્ઞાન ૧૫ દર્શન ૧૬ ચારિત્ર આદરું, ૧૭ જ્ઞાનવિરાધના ૧૮ દર્શનવિરાધના ૧૯ ચારિત્ર વિરાધના પરિહરું, ૨૦ મનગુપ્તિ. ૨૧ વચનગુપ્તિ ૨૨ કાલગુપ્તિ આદ, ૨૩ મનદંડ ૨૪ વચનદંડ ૨૫ કાયદંડ પરિહરું. બાકીના ૨૫ બોલ અંગ પડિલેહતાં બોલવા. (ડાબો હાથ પડિલેહતાં) ૧ હાસ્ય ૨ રતિ ૩ અરતિ પરિહરું. (જમણો હાથ પડિલેહતાં) ૪ ભય ૫ શોક ૬ દુર્ગછા પરિહરું. (કપાળે પડિલેહતાં) ૭ કૃષ્ણલેશયા, ૮ નીલયા ૯ કાપોતલેયા પરિહરું મોઢે પડિલેહતા) ૧૦ રસગારવ ૧૧ ઋદ્ધિગારવ ૧૨ સાતાગારવ પરિહરું. (છાતી આગળ પડિલેહતાં) ૧૩ માયાશલ્ય ૧૪ નિયાણશલ્ય ૧૫ મિથ્યાત્વશલ્ય પરિહરું. (ડાબા ખભે પડિલેહતાં) ૧૬ ક્રોધ ૧૭ માન પરિહરું. જમણા ખબે પડિલેહતાં) ૧૮ માયા. ૧૯ લોભ પરિહરુ (ડાબો ઢીંચણ પડિલેહતાં) ૨૦ પૃથ્વીકાય ર૧ અપ્લાય ૨૨ તેઉકાયની યણા કરું. (જમણો ઢીંચણ પડિલેહતાં) ૨૩ વાયુકાય ૨૪ વનસ્પતિકાય ૨૫ ત્રસકાયની રક્ષા કરું. શ્રાવિકાને ત્રણ વેશ્યા ત્રણ શલ્ય અને ચાર કષાય વર્ષ એટલા માટે છે કે કપાળ તથા ખભાના ભાગથી કરવાના છે અને તે અંગો વસ્ત્રથી ઢંકાયેલા છે. વિશેષ માહિતી માટે પાછળ ચિત્રો છે. સૂત્રો અર્થસહિત છે. સામાયિકયોગ ઝીટ ૧૬૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ // $ 31ઈ નમ: || શ્રી પાર્શ્વનાથાય નમ: || શ્રી સામાયિક સૂત્રો અર્થ સહિત ૧ પંચમંગલરૂપ] નવકાર સૂત્ર શબ્દાર્થ નમો-નમસ્કાર હો. | પંચનમુક્કારો-પાંચને કરેલ નમસ્કાર, અરિહંતાણં–અરિહંત ભગવાનોને. સવ્વપાવ-બધાં પાપનો સિદ્ધાણં–સિદ્ધ ભગવાનોને. પ્રણાસણો–નાશ કરનાર, આયરિયાણં–આચાર્ય મહારાજાઓને. મંગલાણં–મંગલોમાં. ઉવજઝાયાણ-ઉપાધ્યાય ચ–અને મહારાજાઓને સર્વેસિ–સર્વને વિષે. લોએ લોકમાં પઢમં પ્રથમ. સવ્વસાહૂણં–સર્વ સાધુઓને હવઈ–છે. એસો–એ. મંગલ–મંગળરૂપ. નમો અરિહંતાણં Ill શ્રી અરિહંત (ભગવાનોને)ને નમસ્કાર થાઓ. ૧ નમો સિદ્ધાણં III શ્રી સિદ્ધ (ભગવાનોને)ને નમસ્કાર થાઓ. ૨ નમો આયરિયાણં ૩. શ્રી આચાર્ય મહારાજો)ને નમસ્કાર થાઓ. ૩ નમો ઉવજઝાયાણં III શ્રી ઉપાધ્યાય (મહારાજ)ને નમસ્કાર થાઓ. ૪ નમો લોએ સવ્વસાહૂણં પી અઢીદ્વીપ પ્રમાણ) લોકક્ષેત્ર મધ્યેના સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. ૫ ૧૬૨ ? ભવાંતનો ઉપાય: Page #178 -------------------------------------------------------------------------- ________________ એસો પંચનમુક્કારો ॥૬॥ એ પાંચેને કરેલ નમસ્કાર. ૬ ના સવ્વપાવપ્પણાસણો સર્વ પાપનો નાશ કરનાર છે. ૭ મંગલાણં ચ સવ્વેસિં વળી સર્વ મંગલમાં. પઢમં હવઈ મંગલં તા પ્રથમ મંગલ (ક્લ્યાણરૂપ) છે. ८ પદ (૯) સંપદા (૮) ગુરુ (૭) લઘુ (૬૧) સર્વવર્ણ (૬૮). ઇતિ નવકાર સૂત્ર. ૧ નમો અરિહંતાણં ॥૧॥ * કેવળજ્ઞાન પામીને ભવ્યજીવોને બોધ દેતા અગર બોધ દેવાને વિચારતા તીર્થંકર મહારાજા તે શ્રી અરિહંત. તેમના બાર ગુણ આ પ્રમાણે૧ અશોક વૃક્ષ જ્યાં ભગવંતનું સમવસરણ રચાય ત્યાં ભગવંતના દેહથી બાર ગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મોપદેશ આપે છે તે. = ૨ સુરપુષ્પવૃષ્ટિ – એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં જળ-સ્થલમાં ઉત્પન્ન થયેલ સુગંધી પંચવર્ણા અચિત્ત ફૂલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતા કરે છે તે. ૩ દિવ્ય ધ્વનિ – ભગવંતની વાણીને માલકોશ રાગ, વીણા, વાંસળી, આદિકના સ્વરવડે દેવતા પૂરે તે. ૪ ચામર રત્નજડિત સુવર્ણની દાંડીવાળાં ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે. - ૫ આસન – ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે. ૬ ભામંડળ – ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ (તેજનું માંડલું) દેવતા રચે છે તે. તે ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામું જોઈ સામાયિકયોગ * ૧૬૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ શકાય નહિ. ૭ દુંદુભિ – ભગવંતના સમવસરણ વખતે દેવતાઓ દેવદુંદુભિ વગેરે વાજિંત્રો વગાડે છે. તે એમ સૂચવે છે કે- હે ભવ્યો! તમે શિવપુરના સથવારા તુલ્ય આ ભગવંતને સેવો.” ૮ છત્ર – સમવસરણમાં ભગવંતના મસ્તક ઉપર ઉપરાઉપર શરદઋતુના ચંદ્રતુલ્ય ઉજ્વળ અને મોતીની હારોએ સુશોભિત ત્રણ ત્રણ છત્રો દેવતાઓ રચે છે તે. ભગવંત સમવસરણમાં પૂર્વાભિમુખે બેસે છે અને બીજી ત્રણ દિશાઓમાં ભગવંતના જેવાં પ્રતિબિંબો દેવતાઓ સ્થાપે છે. તેથી બાર છત્ર સમવસરણમાં હોય. એ એમ સૂચવે છે કે – “ત્રણ ભુવનના સ્વામી એવા આ ભગવંતને હે ભવ્યો તમે સેવો!” સમવસરણ ન હોય ત્યારે પણ આ આઠ પ્રાતિહાર્ય તો હોય જ છે. અતિશય એટલે ઉત્કૃષ્ટતા. વિશિષ્ટ ચમત્કારવાળો ગુણ. આ મૂળ ચાર છે. ૧ અપાયાપગમાતિશય – (અપાય–ઉપદ્રવ, તેનો અપગમ–નાશ) આ બે પ્રકારના છે – * સ્વાશ્રયી – એટલે પોતાના સંબંધમાં અપાય એટલે ઉપદ્રવનો દ્રવ્યથી અને ભાવથી નાશ કર્યો છે તે, દ્રવ્ય ઉપદ્રવ – સર્વ રોગો. આ પોતાને ક્ષય થઈ ગયા હોય છે. ભાવ ઉપદ્રવ – અંતરંગ અઢારે દૂષણો પ્રભુએ નાશ કરેલ છે આ અઢાર નીચે પ્રમાણે – (૧) દાનાંતરાય. (૨) લાભાંતરાય. (૩) વીર્યાતરાય. (૪) ભોગાંતરાય. (૫) ઉપભોગાંતરાય. (૬) હાસ્ય. (૭) રતિ. (૮) અરતિ. (૯) ભય. (૧૦) શોક. (૧૧) જાગુપ્સા–નિંદા. (૧૨) કામ. (૧૩) મિથ્યાત્વ. (૧૪) અજ્ઞાન. (૧૫) નિદ્રા, (૧૬) અવિરતિ (૧૭) રાગ. (૧૮) દ્વેષ. આ રીતે સ્વાશ્રયી અપાયાપગમાતિશય. વે પરાશ્રયી અપાયાપગમાતિશય – જેનાથી પારકાના ઉપદ્રવ નાશ પામે, એટલે જ્યાં ભગવાન વિચરે, ત્યાં દરકે દિશામાં મળીને સવાસો જોજન સુધી પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુકાળ આદિ થાય નહિ. ર જ્ઞાનાતિશય – જેનાથી ભગવાન લોકાલોકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે ૧૬૪ જ ભવાંતનો ઉપાય : Page #180 -------------------------------------------------------------------------- ________________ છે તે, કારણ કે તેમને કેવળજ્ઞાન છે તેથી કાંઈપણ તેમને અજ્ઞાત રહી શકતું નથી. ૩ પૂજાતિશય – જેનાથી શ્રી તીર્થકર સર્વને પૂજ્ય છે, એટલે ભગવંતની પૂજા રાજા, બલદેવાદિ, દેવતા, ઇંદ્ર આદિ કરે છે. અગર કરવાની અભિલાષા કરે છે તે. ૪ વચનાતિશય – જેનાથી શ્રી તીર્થંકરની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે. કારણ કે તેમની વાણી સંસ્કારાદિક ગુણવાળી છે. આ વાણી ૩૫ ગુણે સહિત છે. તે ગુણો નીચે પ્રમાણે - ૧. સર્વ ઠેકાણે સમજાય તેવી. ૨. યોજન પ્રમાણ સંભળાય તેવી. ૩. પ્રૌઢ. ૪. મેંઘ જેવી ગંભીર. ૫. શબ્દવડે સ્પષ્ટ ૬. સંતોષકારક છે. દરેક મનુષ્ય એમ જાણે જે મને જ કહે છે એવી. ૮. પુષ્ટ અર્થવાળી. ૯, પૂર્વાપર વિરોધ રહિત. ૧૦. મહાપુરુષને છાઝે એવી. ૧૧. સંદેહ વગરની. ૧૨. દૂષણરહિત અર્થવાળી. ૧૩. કઠણ વિષયને સહેલો કરે એવી. ૧૪. જ્યાં જેવું શોભે ત્યાં તેવું બોલાય એવી. ૧૫. પદ્રવ્ય અને નવ તત્ત્વને પુષ્ટ કરે એવી. ૧૬. પ્રયોજન સહિત. ૧૭. પદરચના સહિત. ૧૮. છ દ્રવ્ય, નવતત્ત્વ પટુતા સહિત. ૧૯, મધુર. ૨૦. પારકો મર્મ જણાઈ ન આવે એવી ચતુરાઈવાળી. ૨૧. ધર્મ-અર્થ પ્રતિબદ્ધ. ૨૨. દીપ સમાન પ્રકાશક – પ્રગટ) અર્થ સહિત. ૨૩. પરનિંદા અને પોતાના વખાણ વગરની. ૨૪. કર્તા, કર્મ, ક્રિયા, કાળ, વિભક્તિ સહિત. ૨૫. આશ્ચર્યકારી. ર૬. વક્તા સર્વગુણસંપન્ન છે એવું જેમાં લાગે તેવી. ર૭. ધૈર્યવાળી. ૨૮. વિલંબ રહિત. ૨૯. ભ્રાંતિ રહિત. ૩૦. સર્વ પોતાની ભાષામાં સમજે એવી. ૩૧. શિષ્ટ બુદ્ધિ ઉપજાવે એવી. ૩૨. પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે તેવી. ૩૩. સાહસિકપણે બોલે એવી. ૩૪. પુનરુક્તિદોષ વગરની. ૩૫. સાંભળનારને ખેદ ન ઉપજે એવી. આઠ પ્રાતિહાર્યના આઠ અને ચાર મૂળ અતિશયના ચાર મળી કુલ ૧૨ ગુણ અરિહંત ભગવાનના જાણવા. નમો સિદ્ધાણં પરા આઠ કર્મનો ક્ષય કરીને સાધ્યું છે મોક્ષપદ જેણે તે સિદ્ધ સિદ્ધ ભગવાનના આઠ ગુણ છે, તે આ પ્રમાણે – સામાયિકયોગ ૧૬ ૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧ અનંતજ્ઞાન – જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે વિશેષણે જાણે છે. ૨ અનંતદર્શન – દર્શનાવરણીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આથી લોકાલોકના સ્વરૂપને સમસ્ત પ્રકારે સામાન્યપણે દેખે છે. ૩ અવ્યાબાધ સુખ – વેદનીય કર્મનો ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડા રહિત – નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે. ૪ અનંત ચારિત્ર – મોહનીય કર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રનો સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વભાવમાં સદા અવસ્થિત રહે છે. તે જ ત્યાં ચારિત્ર છે. ૫ અક્ષયસ્થિતિ – આયુકમનો ક્ષય થવાથી નાશ નહિ થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી તેથી સાદિ અનંત કહેવાય છે. ૬ અરૂપીપણું – નામકર્મનો ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરહિત થાય છે. કેમકે શરીર હોય તો એ ગુણો છે, પણ સિદ્ધને શરીર નથી. તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે. ૭ અગુરુલઘુ – ગોત્રકર્મનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે-હળવો અથવા ઊંચ-નીચપણાનો વ્યવહાર રહેતો નથી. ૮ અનંતવીર્ય – અંતરાય કર્મનો ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, " અનંત ભોગ, અનંત ઉપભોગ અને અનંત વીર્ય શક્તિ પ્રાપ્ત થાય છે. સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરી શકે તેવી શક્તિ સ્વાભાવિક સિદ્ધમાં રહેલી છે, છતાં તેનું વીર્ય કદી ફોરવતા નથી, અને ફોરવશે નહિ. કેમકે પુદ્ગલ સાથેની પ્રવૃત્તિ એ તેમનો ધર્મ નથી. એ ગુણથી આત્મિક ગુણોને જેવા છે તેવા ને તેવા રૂપે ધારી રાખે, ફેરફાર થવા દે નહિ. નમો આયરિયાણં Iણા પાંચ આચારને પાળે અને બીજાને પળાવે એવા અને વળી ધર્મના નાયક છે તે આચાર્ય મહારાજના છત્રીશ ગુણો છે, તે નીચે પ્રમાણે : ૧ સ્પર્શનેંદ્રિય (ત્વચા-શરીર), ૨ રસનેંદ્રિય (જીભ), ૩ ધ્રાણેન્દ્રિય (નાક), ૪ નેત્રંદ્રિય (આંખ) અને પક્ષોનેંદ્રિય (કાન), એ પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયોમાં ૧૬૬ * ભવાંતનો ઉપાય: Page #182 -------------------------------------------------------------------------- ________________ પહે મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ આચાર્ય મહારાજ કરે નહિ. બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિ એટલે શીયલની નવ વાડોને જાળવી રાખે. ક્ષેત્રનું જેમ વાડથી રક્ષણ થાય છે તેમ આ નવ વાડોથી શિયળનું રક્ષણ થાય છે. ૧ સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય ત્યાં વસે. ૨ સ્ત્રીની સાથે રાગથી વાતો કરે નહિ. ૩ સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી સુધી બેસે નહિ અને પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી ત્રણ પહોર સુધી બેસે નહિ. ૪ રાગ વડે સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. ૫ સ્ત્રી-પુરુષ સુતાં હોય અગર કામભોગની વાત કરતાં હોય ત્યાં ભીંતના આંતરે રહે નહિ. ૬ અગાઉ ભોગવેલા વિષયાદિને સંભારે નહિ. ૭ સ્નિગ્ધ આહાર કરે નહિ. ૮ નીરસ એવો પણ અધિક આહાર કરે નહિ. ૯ શરીરની શોભા-ટાપટીપ કરે નહિ. સંસારની પરંપરા જેનાથી વધે તે કષાય. તેના ચાર પ્રકાર છે. ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા અને ૪ લોભ – એ ચાર કષાય આચાર્ય મહારાજ કરે નહિ. મહાવ્રત એટલે મોટાં વ્રત પાળવામાં આકરાં હોય તે મહાવ્રત પાંચ છે. ૧ પ્રાણાતિપાત વિરમણ – કોઈ જીવનો વધ કરવો નહિ. ૨ મૃષાવાદ વિરમણ – ગમે તેવું કષ્ટ આવી પડે તેમ હોય તો પણ અસત્ય વચન બોલવું નહિં. ૩ અદત્તાદાન વિરમણ – કોઈની ન આપેલી નજીવી ચીજ પણ લેવી નહિ. ૪ મૈથુન વિરમણ – મન, વચન, કાયાએ કરીને બ્રહ્મચર્ય પાળવું – વિષયસુખ ભોગવવાં નહિ. ૫ પરિગ્રહ વિરમણ – કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહિ તેમજ ધમપકરણ, પુસ્તક આદિ વસ્તુ પોતાની પાસે હોય તેના ઉપર મૂચ્છ રાખવી નહિ. એ પાંચ મહાવ્રત સાધુ મુનિરાજ પાળે છે. આચાર્ય મહારાજ જે પાંચ આચારને પાળે છે, તે આ પ્રમાણે – ૧ જ્ઞાનાચાર – જ્ઞાન ભણે-ભણાવે, લખે-લખાવે, જ્ઞાનભંડાર કરાવે, સામાયિકદ્યોગ ૮ ૧૬૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ભણનારને સહાય આપે. ૨ દર્શનાચાર – શુદ્ધ સમ્યકત્વને પોતે પાળે, બીજાને પળાવે અને સમ્યકત્વથી પડતાને સમજાવી સ્થિર કરે. ૩ ચારિત્રાચાર – પોતે શુદ્ધ ચારિત્ર પાળે, બીજાને પળાવે અને પાળનારને અનુમોદે. ૪ તપ આચાર – છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારનો તપ પોતે કરે, કરાવે અને કરતાને અનુમોદન આપે. ૫ વીર્યાચાર – ધર્માનુષ્ઠાન (ધર્મક્રિયા) કરવામાં છતી શક્તિ ગોપવે નહિ તથા તમામ આચાર પાળવામાં વિર્યશક્તિ સંપૂર્ણ રીતે ફોરવે તે. ચારિત્રધર્મની રક્ષાને અર્થે મુનિને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપી આઠ પ્રવચન માતાને પાળવાની જરૂર છે, તે આ પ્રમાણે – ૧ ઇસમિતિ – સાડા ત્રણ હાથ મુખ આગળ દૃષ્ટિ નીચી રાખીને ચાલવું. ૨ ભાષાસમિતિ – સાવદ્ય વચન બોલવું નહિ. ૩ એષણાસમિતિ - અપ્રાસુક આહારપાણી આદિ વહોરવી નહિ. ૪ આદાનનિક્ષેપણાસમિતિ – વસ્ત્ર-પાત્ર અણપુંજી ભૂમિ ઉપર લેવું-મૂકવું નહિ. ૫ પારિષ્ઠાપનિકાસમિતિ – મલમૂત્ર અણપુંજી જીવાકુલ ભૂમિએ પરઠવવું નહિ. ૧ મનગુપ્તિ – મનમાં આર્ત-રૌદ્ર ધ્યાન કરવું નહિ. ૨ વચનગુપ્તિ – નિરવ વચન પણ કારણ વિના બોલવાં નહિ. ૩ કાયગુપ્તિ – શરીર અણપડિલેહ્યું હલાવવું નહિ. પાંચ ઇન્દ્રિયના વિષયને સંવરનાર તેથી ૫ ગુણ, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર તેથી નવ, ચાર પ્રકારના કષાય રહિત તેથી ચાર, પાંચ મહાવ્રતના પાંચ, પાંચ આચારના પાંચ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી અષ્ટ પ્રવચન માતાના આઠ. એમ સર્વ મળીને છત્રીસ ગુણ આચાર્ય મહારાજના થયા. નમો ઉવન્ઝાયાણં જા સિદ્ધાંત ભણે તથા બીજાઓને ભણાવે તે ઉપાધ્યાય-પાઠક-વાચક તેમના ૧૬૮ જ ભવાંતનો ઉપાય : Page #184 -------------------------------------------------------------------------- ________________ ગુણ ૨૫ :– ૧ આચારાંગ, ૨ સૂયગડાંગ, ૩ ઠાણાંગ, ૪ સમવાયાંગ, ૫ ભગવતી, ૬ જ્ઞાતા-ધર્મકથા, ૭ ઉપાસક દશાંગ, ૮ અંતગડ, ૯ અનુત્તરોવવાઈ, ૧૦ પ્રશ્ન વ્યાકરણ અને ૧૧ વિપાક. એ અગિયાર અંગ અને ૧ ઉવવાઈ, ૨ રાયપણેણી, ૩ જીવાભિગમ, ૪ પત્રવણ, ૫ જંબૂદ્વીપ પત્તિ, ૬. ચંદપન્નત્તિ, ૭ સૂરપન્નત્તિ, ૮ કપ્પિયા, ૯ કણ્ડવંસિયા, ૧૦ પુફિયા, ૧૧ પુષ્કચૂલિયા અને ૧૨ વલિદશાંગ એ બાર ઉપાંગને ભણે-ભણાવે તેથી ર૩ ગુણ થયા, ૨૪ ચરણસિત્તરિ અને ૨૫ કરણસિત્તરિને પાળે, એમ ર૫ ગુણો થયા. નમો લોએ સવ્વસાહૂણે પા મોક્ષમાર્ગ સાધવા માટે યત્ન કરે તે સાધુ. તેના ગુણ ૨૭ તે આ પ્રમાણે જાણવા - ૧ પ્રાણાતિપાત વિરમણ, ૨ મૃષાવાદ વિરમણ, ૩ અદત્તાદાન વિરમણ, ૪ મૈથુન વિરમણ અને ૫ પરિગ્રહ વિરમણ. એ પાંચ મહાવ્રત અને ૬ રાત્રિભોજન વિરમણ એ છ વ્રતને પાળે તેથી છ ગુણ. ૭ થી ૧૨ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છકાયની રક્ષા કરે તેથી છ ગુણ. ૧૩ થી ૧૭ પાંચ ઇંદ્રિયનો નિગ્રહ કરે એટલે તેના વિષય - વિકારોને રોકે, તેથી પાંચ ગુણ. ૧૮ લોભનો નિગ્રહ ૧૯ ક્ષમાનું ધારણ કરવું, ૨૦ ચિત્તની નિર્મળતા રાખવી, ૨૧ વિશુદ્ધ રીતે વસ્ત્રની પડિલેહણા કરવી, ૨૨ સંયમયોગમાં પ્રવૃત્ત રહેવું. (પ સમિતિ ૩ ગુપ્તિ આદર , નિદ્રા, વિકથા અને અવિવેક ત્યજવા) ૨૩ અકુશળ મનનો સંરોધ. એટલે ઠા માર્ગે જતા મનને રોકવું, ૨૪ અકુશળ વચન સંરોધ, ૨૫ અકુશળ કાયાને સંરોધ, ૨૬ શીતાદિ પરિષહ સહન કરવા. ને ર૭ મરણાદિ ઉપસર્ગ સહેવા રોમ ૨૭ થયા. એ પ્રકારે અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭ મળી કુલ્લે ૧૦૮ ગુણ પંચપરમેષ્ઠિના જાણવા. સામાયિક્યોગ ક ૧૬૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ પંચિદિઅ-પાંચ ઇંદ્રિયોના વિષયોને સંવરણો–રોકના૨. તહ—તથા નવવિહ–નવ પ્રકારની. બંભચેર–બ્રહ્મચર્યની. ગુત્તિધરો–વાડને ધારણ કરનાર ચઉવિહ–ચાર પ્રકારના કસાય-કષાયથી મુક્કો–મુકાએલા ઇય-એ ૨. પિંિદઅ સૂત્ર શબ્દાર્થ અઢારસગુણેહિં-અઢાર ગુણોવડે. સંજુત્તો–યુક્ત. ૧૭૦ પંચમહવ્વય-પાંચ મહાવ્રતોએ જુત્તો–યુક્ત. પંચવિહાયા – પાંચ પ્રકારના આચારને. પાલણ-સમત્વો-પાળવામાં સમર્થ. પંચસમિઓ-પાંચ પ્રકારની સમિતિએ युक्त તિગુત્તો–ત્રણ ગુપ્તિએ સહિત. છત્તીસગુણો–છત્રીશ ગુણોએ યુક્ત. ગુરૂ-ગુરુ. મઝ—મારા પંચિંદિઅ-સંવરણો, પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકનાર, તહ નવવિહ—બંભચેર–ગુત્તિધરો II તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિના ધરનાર, ચઉવિહ–કસાય–મુક્કો, ચાર પ્રકારના કષાયથી મુક્ત, ઈઅ અઠ્ઠારસ–ગુણેહિં સંજત્તો ૫૧મા એ અઢાર ગુજ્રોએ સહિત. પંચ-મહવ્યય–જુત્તો, પાંચ મહાવ્રતે યુક્ત પંચવિહાયાર-પાલણ-સમો II પાંચ પ્રકારના આચાર પાળવાને સમર્થ, ભવાંતનો ઉપાયઃ Page #186 -------------------------------------------------------------------------- ________________ પંચ-સમિઓ તિ-ગુનો, પાંચ સમિતિએ સહિત અને) ત્રણ ગુપ્તિએ ગુપ્ત, છત્તીસગુણો ગુરુ મજઝ lરા (એ) છત્રીસ ગુણોએ સહિત (તે) મારા ગુરુ (છે) ૨. પદ (૮) ગાથા (૨) ગુરુ (૧૦) લઘુ (૭) સર્વવર્ણ (૮૦) ઇતિ પંચિંદિએ સૂત્ર – ૨ ૩. ખમાસમણ વા પ્રણિપાત સૂત્ર શબ્દાર્થ ઇચ્છામિ-હું ઇચ્છું છું. નિસાહિઆએ-પાપ વ્યાપાર ત્યાગ ખમાસમણો-હે ક્ષમાશ્રમણ, સાધુજી! | કર્યો છે એવા શરીર વડે. વંદિઉં–વાંદવાને. મયૂએણ – મસ્તકથી. જાવણિજ્જાએ–શક્તિ સહિત એવા | વંદામિ–હું વંદના કરું છું. ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજજાએ નિશીહિઆએ મત્યએણ વંદામિ Hall અર્થ :- “હે ક્ષમાશ્રમણ ! મારા શરીરની શક્તિ સહિત તથા પાપવ્યાપાર તજીને (આપના ચરણકમલને) વાંદવાને ઇચ્છું છું (અને) મસ્તકે કરી વાંદું છું. ૩ ગુરુ (૩) લઘુ (૨૫) સર્વ વર્ણ (૨૮). ૧ છત્રીસ ગુણોનું વર્ણન નવકારની ફૂટનોટમાંથી જોઈ લેવું. ૨ હે ક્ષમાસહિત તપસ્વી મુનિરાજ. સામાયિકયોગ * ૧૭૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૪. સુગુરુને સુખ-શાતા-પૃચ્છા. ઇચ્છકાર-ઇચ્છા કરું છું. સુહરાઈ–સુખે રાત્રિ. સુહ દેવસિ–સુખે દિવસ. સુખતપ-સુખે તપશ્ચર્યામાં. શરીર નિરાબાધ–રોગરહિત શરીરે. સુખસંજમજાત્રા–સુખે સંયમ યાત્રામાં. નિર્વહો છો જી–પ્રવર્તો છો જી. ઇચ્છકાર, સુહરાઈ, સુહદેવસિ, સુખતપ, શરીર નિરાબાધ, સુખસંજ્મજાત્રા નિર્વહો છો જી, સ્વામી શાતા છે જી? ભાત-પાણીનો લાભ દેજો જી ૪. શબ્દાર્થ અર્થ : – (હે ગુરુજી !) આપ સુખે રાત્રિ, સુખે દિવસે, સુખે તપશ્ચર્યામાં, શરીર સંબધી રોગરહિતપણામાં, સુખે સંયમયાત્રામાં પ્રવર્તો છો જી. એમ ઇચ્છું છું. સ્વામી ! શાતા છે જી ? ભાત-પાણીનો લાભ દેજો જી. ૪ ઇચ્છાકારેણ–ઇચ્છાપૂર્વક. સંદિસહ-આજ્ઞા આપો... ભગવન્—હે ભગવંત ! ઇરિયાવહિયં–ઇરિયાવહિ-ગમન કરતાં 3 ૫ ઇરિયાવહિયં સૂત્ર. શબ્દાર્થ થયેલ જીવબાધાદિ પાપક્રિયા. પડિક્કમામિ-હું પ્રતિક્રનું (પાછો હઠું) છું. પડિક્કમહ–પ્રતિક્રમ. (નિવત્ત.) ઇચ્છું–પ્રમાણ છે. ઇરિયાવહિયાએ–માર્ગમાં ચાલતાં વિરાહાએ–જીવની વિરાધના થઈ હોય. ગમણાગમણે-જતાં આવતાં. પાણમણે-પ્રાણી ચાંપ્યાં હોય બીયમણે-બીજ ચાંપ્યા હોય હરિયક્કમણેલીલી વનસ્પતિ ચાંપી હોય. ઓસા-ઝાકળ. ઇચ્છામિપડિમિઉં–હું પ્રતિક્રમવા | ઉનિંગ-કીડિયારું, ઉર્નિંગા. (પાછો હઠવા) ઇચ્છું છું. ૧. બપોર પહેલાંના વખતે કહેવું. ૩ બપોર પછીના વખતે કહેવું. ૧૭૨ પણગદગ—સેવાળ તથા કાચું પાણી ભવાંતનો ઉપાયઃ Page #188 -------------------------------------------------------------------------- ________________ મટ્ટી-માટી. સંઘાઇયા–ભેગા કર્યા. મક્કડાસંતાણા-કરોળિયાની જાળ સંઘટ્રિયા-સ્પર્શ કર્યા. સેમણે-ચાંપી હોય. પરિઆવિયા–પરિતાપ ઉપજાવ્યા. જે–જે. કિલામિયા–ખેદ પમાડ્યા. મે–મેં ઉદૂવિયા–બીવરાવ્યા (ત્રાસ પમાડ્યા) જીવા-જીવો. . ઠાણાઓ ઠાણે–એક ઠેકાણેથી બીજે વિરાહિયા-વિરાધ્યા હોય. ઠેકાણે. એગિદિયા–એકેંદ્રિય જીવો. સંકામિયા–મૂક્યા. બેઇદિયા–બેઇન્દ્રિય જીવો. જીવિઆઓ વવરોવિયા-જીવિતથી તેઇદિયા-ત્રણ ઇન્દ્રિયવાળા. ચૂકાવ્યા. ચઉરિદિયા–ચાર ઇન્દ્રિયવાળા તસ્ય–તે પંચિંદિયા-પાંચ ઇન્દ્રિયવાળા. મિચ્છા–મિથ્યા થાઓ. અભિહયા-લાતે માર્યા. મિ–મારું. વત્તિયા–ધૂળવડે ઢાંક્યા. દુક્કડં-પાપ લેસિયા-ભોંય સાથે ધસ્યા. ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિકમામિ, ઇચ્છર | અર્થ – આપની ઇચ્છાપૂર્વક હે જ્ઞાનવંત! પૂજ્ય) આદેશ આપો તો ચાલવાના માર્ગમાં જે પાપ લાગ્યું તે પાપથી નિવતું,-પ્રતિક્રમ્ ! ત્યારે ગુરુ આદેશ આપે કે પ્રતિક્રમો, પછી શિષ્ય કહે કે આજ્ઞા પ્રમાણ છે. ઇચ્છામિ પડિક્કમિઉ iાવવા ઈરિયાવહિયાએ વિરાહણાએ. શા અર્થ – હું પાપથકી નિવર્તવાને ઇચ્છું છું. ૧ જવા-આવવાના માર્ગમાં તથા સાધુ-શ્રાવકના માર્ગમાં જે વિરાધના (પાપયુક્ત ક્રિયા) થઈ હોય. ૨ જેમકે – ગમણાગમણે રૂપા પાણક્કમાણે, બીચક્કમ, હરિયકકમાણે, ઓસાંઉનિંગ –પણગ-દગ–મટ્ટી મકડાસતાણા-સં–કમ. મા ૧ ગુરુ પડિક્કમહ કહે ૨ ગુરુ મહારાજનો આદેશ સ્વીકારવાને આ વચન છે. સામાયિક્યોગ - ૧૭૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ અર્થ એક સ્થાનકથી બીજે સ્થાનકે જતાં-આવતાં. ૩ (બે-ત્રણ અને ચાર ઇંદ્રિયવાળા) જીવોને પગે કરી ચાપવાથી, ધાન્યના બીજને ચાંપવાથી, લીલી વનસ્પતિ ચાંપવાથી, આકાશમાંથી પડતા ઠારને, કીડીઓનાં નગરાંને, પાંચવર્ષી નીલફૂલને, ચિત્ત માટી યુક્ત સચિત્ત પાણીને, કરોળિયાની જાળને પગે કરી ચાંપવાથી વા મસળવાથી. ૪. જે મે જીવા વિરાહિયા. III અર્થ – જે જીવોની મેં વિરાધના કરી હોય અર્થાત્ જે જીવોને દુઃખી કર્યા હોય. ૫. તે ક્યા જીવો? એગિદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા. ॥૬॥ અર્થ એક ઇંદ્રિયવાળા. બે ઇંદ્રિયવાળા, ત્રણ ઇંદ્રિયવાળા, ચાર ઇંદ્રિયવાળા, પાંચ ઇંદ્રિયવાળા ૬. તેઓને કેવી રીતે વિરાધ્યા ? - અભિહયા. વત્તિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદ્વિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. lllા અર્થ – સામા આવતાને હણ્યા (લાતે માર્યા) હોય, ધૂળે કરી ઢાંક્યા હોય, ભૂમિ સાથે મસળ્યા, હોય. માંહોમાંહે શરીરે શરીર એકઠાં કર્યાં હોય, થોડા સ્પર્શથી દુહવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, મૃતપ્રાય કીધા હોય, ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનકથી બીજે સ્થાનકે મૂક્યા હોય, જીવિતવ્યથી જુદા કર્યાં હોય; તે સંબંધી જે પાપ લાગ્યું હોય, તે મારું પાપ નિષ્ફળ થાઓ ! (તે પાપનું મિચ્છામિ દુક્કડં દઉં છું.) પદ (૨૬) સંપદા (૭) ગુરુ (૧૪) લઘુ (૧૩૬) સર્વવર્ણ (૧૫૦). ૧૪ 米 ભવાંતનો ઉપાય : Page #190 -------------------------------------------------------------------------- ________________ ૬. તસ્સ ઉત્તરી સૂત્ર શબ્દાર્થ તસ્ય–તેની. વિસલ્લીકરણેણં–શલ્ય રહિતપણે. ઉત્તરીકરણેણં-ફરીને શુદ્ધિને અર્થે પાવાણંકમ્માણ-પાપ કર્મોને. પાયચ્છિત્તકરણેણં–પ્રાયશ્ચિત કરવા નિશ્થાયણઠાએ–નાશ કરવાને અર્થે. વડે. ઠામિ-કરું છું. વિસોહીકરણેણં–વિશેષ શુદ્ધિએ કરી. | કાઉસ્સગ્ગ–કાઉસ્સગ્ય. તસ ઉત્તરીકરણેણં, પાયછિત્તકરણેણં, વિસોહીકોણે, વિસલ્લીકરણેણં, પાવાણ, કમ્માણ નિશ્યાયણઠ્ઠાએ, કામિ કાઉસગ્ગ. દા. અર્થ – તેને વિશેષ શુદ્ધ કરવાને, તેની ગુરુ પાસે આલોયણ કરવામાં કરી, આત્માના અંતરમેલને ટાળવાએ કરી, આત્માને શલ્યથી રહિત કરવાને અને તેથી સર્વ પાપકર્મોનું ઉચ્છેદન કરવાને માટે હું કાય-વ્યાપારનો ત્યાગ કરવારૂપ કાઉસ્સગ્ન કરું છું. ૬. પદ (૬) સંપદા (૧) ગુરુ (૧૦) લઘુ (૩૯) સર્વવર્ણ (૪૯) ૭. અસત્ય ઊસિએણે સૂત્ર, શબ્દાર્થ અન્નત્થ–બીજે (નીચેની બાર બાબતો | છીએણ- છીંક આવવાથી. સિવાય) જભાઈએણું–બગાસું આવવાથી. ઊસસિએણે-ઊંચો શ્વાસ લેવાથી ઉડુએણે-ઓડકાર આવવાથી. નીરસિએણે-નીચે શ્વાસ મૂકવાથી. | વાયનિસગેણં–વાછૂટ થવાથી. ખાસિએણે–ઉધરસ ખાવાથી. | ભમલીએ–ચકરી આવવાથી. * જે સૂત્રમાં ગાથા નથી છતાં અંક આપ્યા છે તે સંપદાના સમજવા. ૧ પાપથી લેપાયેલા આત્મા ઈરિયાવાહિથી શુદ્ધ થાય છે છતાં જેટલો અશુદ્ધિવાળો રહ્યો હોય તેને વિશેષ શુદ્ધ કરવાને. સામાયિકયોગ શદ ૧૭૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ પિત્તમુચ્છાએ-પિત્તવડે મૂછ આવવાથી. | જાવ-જ્યાં સુધી. સુહુમેહિં–સૂક્ષ્મ. અરિહંતાણં–અરિહંત. અંગસંચાલેહિ–અંગ ચાલવાથી ભગવંતાણું–ભગવંતોને. ખેલસંચાલેહિ–બળખો આવવાથી. નમુક્કારેણં–નમસ્કાર કરીને. દિટ્રિસંચાલેહિં–દષ્ટિ ચાલવાથી. ન.પારેમિ–ન પારું, એવભાઈ એહિં–એ વગેરે. તાવ-ત્યાં સુધી. આગારેહિં–આગારો (ટાળીને). કાર્ય-કાયાને. અભગો–અખંડિત. ઠાણેણે–એક સ્થાન વડે. અવિરાહિઓ- અવિરાધિત. મોણેણં–મૌનપણે. હુ -હો. ઝાણેણં–ધ્યાન વડે. મે–મારો અખાણું–પોતાની કાયાને. કાઉસ્સગો-કાઉસ્સગ્ન. | વોસિરામિ-વોસિરાવું છું. *અન્નત્થ ઊસસિએણે, નીસસીએણં, ખાસિએણ, છીએણ, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ, III અર્થ – જે આગારોનું વર્ણન કરું છું. તે સિવાયના બીજે સ્થાનકે (કાયવ્યાપારનો ત્યાગ કરું છું.) તે બાર આગારોનાં નામ ઊંચો શ્વાસ લેવા વડે, નીચો શ્વાસ મૂકવા વડે, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા સંચરવાથી, ચકરી આવવાથી, પિત્તના પ્રકોપથી. ૧. * આ સૂત્રવડે કરવાનો કાઉસ્સગ્ન ૧૯ દોષ વર્જીને કરવાનો છે, તે દોષ આ પ્રમાણે૧. ઘોડાની પેઠે પગ ઊંચો રાખે, વાંકો પગ રાખે તે ઘોટકદોષ. ૨. જેમ વાયરાથી વેલડી હાલે તેમ શરીરને ધુણાવે તે લતાદોષ. ૩. થાંભલા પ્રમુખને ઓઠીંગણ દઈ રહે તે ખંભાદિદોષ. ૪. ઉપર મેડા અથવા માળ હોય તેને મસ્તક ટેકાવી રહે તે માલદોષ. પ ગાડાની ઉધની પેઠે અંગૂઠા તથા પાની મેળવીને પગ રાખે તે ઉધિદોષ. ૬. નિગડ-(બેડી)માં પગ નાંખ્યાની પેઠે પગ પહોળા રાખે તે નિગડદોષ. ૭. ભિલડીના પેઠે ગુહ્ય સ્થાને હાથ રાખે તે શબરીદોષ. ૮. ઘોડાના ચોકડાની પેઠે હાથ રજોહરણ યુક્ત આગળ રાખે તે ખલિણદોષ. ૯. નવપરિણીત વધૂની પેઠે માથું નીચું રાખે તે વધૂદોષ. ૧૦. નાભિની ઉપર અને ઢીંચણથી નીચું લાંબું વસ્ત્ર રાખે તે લંગુત્તરદોષ. ૧૧. ડાંસ-મચ્છરના ભયથી, અજ્ઞાતથી અથવા લજજાથી હૃદયને આચ્છાદન કરી સ્ત્રીની પેરે ઢાંકી રાખે તે સ્તનદોષ. ૧૨. શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બંને સ્કંધ ૧૭૬ કોર ભવાંતનો ઉપાય : Page #192 -------------------------------------------------------------------------- ________________ સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહુમેહિં દિઠિસંચાલેહિં. ગારા અર્થ – સૂક્ષ્મ શરીરનો સંચાર થવાથી, સૂક્ષ્મ ઘૂંક અથવા કફ ગળવાથી, સૂક્ષ્મ દૃષ્ટિના સંચારથી. ૨. એવભાઈએહિં આગારેહિં અભજ્ઞો અવિરાહિઓ હજ મે કાઉસ્સગ્ગો રૂા. અર્થ – પૂર્વોક્ત આગારો વગેરે બીજા પણ ચાર) *આગારોથી મારો કાયોત્સર્ગ અખંડિત, અવિરાધિત હોજો ! ૩ • (ક્યાં સુધી) જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ. III અર્થ – જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા વડે ન પારું. ૪. તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અખાણ વોસિરામિ પણ અર્થ – ત્યાં સુધી પોતાની કાયાને, સ્થાનવડે, મૌન રહેવા વડે (અને ધ્યાન વડે પાપક્રિયાથી) વોસિરાવું છું. પદ (૨૮) સંપદા (૫) ગુરુ (૧૩) લઘુ (૧૨૭) સર્વવર્ણ (૧૪૦) ઢાંકી રાખે એટલે સમગ્ર શરીર આચ્છાદિત રાખે તે સંયતિદોષ. ૧૩. લાવો ગણવાને અર્થે અથવા કાયોત્સર્ગની સંખ્યા ગણવાને અંગુલી તથા પાંપણના ચાળા કરે તે ભમુહંગુલિદોષ. ૧૪. કાગડાની પેઠે ડોળા ફેરવે તે વાસદોષ. ૧૫. પહેરેલાં વસ્ત્ર જૂ અથવા પરસેવાએ કરી મલિન થવાના ભયથી કોઠાની પેરે ગોપવી રાખે તે કપિત્થદોષ. ૧૬. યક્ષાવેશિતની પેરે માથું ધુણાવે તે શિર કંપદોષ. ૧૭. મુંગાની પેરે હું હું કરે તે મૂકદોષ. ૧૮, આલાવો ગણતાં મદિરાની પેરે બડબડાટ કરે તે મદિરાદોષ. ૧૯. વાનરની પેરે આસપાસ જોયા કરે, ઓષ્ઠપુટ ચલાવે તે પ્રેક્ષ્યદોષ + (૧) અગ્નિના ઉપદ્રવથી બીજે સ્થાનકે જવું પડે તથા વીજળીના પ્રકાશથી વસ્ત્રાદિ ઓઢવાં પડે (૨) બિલાડી, ઉદર વગેરે આડા ઊતરતાં હોય તથા પંચેન્દ્રિય જીવનું છેદન-ભેદન થતું હોય તેથી બીજે સ્થાનકે જવું પડે. (૩) અકસ્માત ચોરની ધાડ આવી પડે તેથી અથવા રાજાદિના ભયથી બીજે સ્થાનકે જવું પડે. (૪) સિંહ વગેરે ઉપદ્રવ કરતા હોય. અથવા તો સર્પાદિક દેશ કરતા હોય. અથવા ભીંત પડે તેવી હોય તો બીજે સ્થાનકે જવું પડે. સામાયિકયોગ * ૧૭૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૮. લોગસ્સ (નામસ્તવ) સૂત્ર, | શબ્દાર્થ લોગસ્સ-લોકને. સંતિ-શાંતિનાથને. ઉજ્જો અગરે-ઉદ્યોત કરનારા. કુંથે-કુંથુનાથને. ધમ્મતિત્યારે-ધર્મરૂપ તીર્થના અર–અરનાથને. કરનારા. મલ્લિ-મલ્લિનાથને. જિણે-જિનોને. મુણિસુવયં-મુનિસુવ્રતસ્વામીને. અરિહંતે-અરિહંત ભગવાનોને. નમિજિર્ણ–નમિજિનને. કિૉઇસ્ચ-સ્તવીશ. વંદામિ-હું વંદન કરું છું. ચકવીસંપિ-ચોવીશે. રિઠનેમિ-અરિષ્ટનેમિને. કેવલી-કેવળી ભગવાનોને. પાસ–પાર્શ્વનાથને. ઉસભમજિયં-શ્રી ઋષભદેવ અને વદ્ધમાણ-વદ્ધમાનસ્વામીને. અજિતનાથને. એવું–એવી રીતે. વંદે-હું વંદના કરું છું. મએ-મેં. સંભવમભિગંદણું ચ-સંભવનાથ તથા અભિથુઆ-સ્તવ્યા. અભિનંદન સ્વામીને. વિહુય-વિશેષે ક્ષય કર્યા છે. સુમ–સુમતિનાથને. રયમલા-કર્મરૂપ રજ અને મેલને પઉમખહં–પદ્મપ્રભપ્રભુને. સુપાસ-સુપાર્શ્વનાથને. પહણ-વિશેષ ક્ષય કર્યા છે. ચંદuહં–ચંદ્રપ્રભપ્રભુને. જરમરણા-જરા અને મરણ જેમણે સુવિહિં–સુવિધિનાથને. જિણવરા–સામાય કેવળીઓમાં શ્રેષ્ઠ. પુષ્કૃદંત-(બીજું નામ) પુષ્પદંતને તિસ્થયરા-તીર્થકરો. સીયલ સિક્વંસ-શીતળનાથ તથા ૧ મે-મને. શ્રેયાંસનાથને. પસીયંતુ-પ્રસન્ન થાઓ. વાસુપુજ્જ–વાસુપૂજ્યસ્વામીને. કિત્તિય-સ્તવ્યા. વિમલભણત-વિમલનાથ તથા અનંતનાથને. વંદિય-વાંદ્યા. જિર્ણ-જિનને. મહિયા-પૂજ્યા. ધર્મ-ધર્મનાથને. જે એ–જે. ૧૭૮ ભવાંતનો ઉપાય : જેમણે. Page #194 -------------------------------------------------------------------------- ________________ લોગસ્સ–લોકમાં. ઉત્તમા–ઉત્તમ. સિદ્ધા-સિદ્ધ થયા છે. આરુગ્ધ-આરોગ્ય. બોહિલાભં–સમ્યગદર્શનનો લાભ. સમાહિવર્ગ–પ્રધાન સમાધિ. ઉત્તમ-ઉત્તમ. કિંતુ-આપો. ચંદેસુ-ચંદ્રના સમૂહથી. નિમ્મલયા-અતિ નિર્મળ. — આઇએસ-સૂર્યના સમૂહથી. અહિય–અધિક. - પયાસયરા પ્રકાશ કરનારા. સાગ૨વ૨ગંભીરા–સ્વયંભૂરમણ સમુદ્રની પેઠે ગંભી૨ એવા- લોગસ્સ ઉજજોઅગરે, ધમ્મતિત્યયરે જિણે ॥ અરિહંતે કિત્તઈરૂં, ચઉવિસંપિ કેવલી. ॥૧॥ અર્થ લોકને (કેવળજ્ઞાન વડે) ઉદ્યોત કરનારા, ધર્મ તીર્થના કરનારા, (રાગ-દ્વેષ) જિતનારા. કર્મશત્રુનો નાશ કરના૨ (અને) કેવલજ્ઞાની એવા ચોવીસ' તીર્થંકરો અને બીજાઓનું પણ કીર્તન કરીશ.૧ ઉસભ-મજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ ॥ પઉમપ્પહં સુપાસ, જિણં ચ ચંદપ્પહં વંદે ગા અર્થ - (શ્રી) ઋષભદેવ તથા અજિતનાથને વાંદું છું, સંભવનાથ, અભિનંદનસ્વામી તથા સુમતિનાથને, પદ્મપ્રભ, રાગદ્વેષના જિતનારા સુપાર્શ્વનાથ તથા ચંદ્રપ્રભુને વાંદું છું. ૨ સિદ્ધા–સિદ્ધ ભગવાનો. સિદ્ધિ-સિદ્ધિને. મમ–મને. દિસંતુ-આપો. સુવિહિંચપુષ્કૃદંત, સીઅલ સિજસ વાસુપુજજં ચ ॥ વિમલમણે તે ચ જિણ ધમ્મ સંતિ ચ વંદામિ ॥૩॥ અર્થ - (શ્રી) સુવિધિનાથ (બીજું નામ) પુષ્પદંતને, શીતલનાથ. શ્રેયાંસનાથને અને વાસુપૂજ્યસ્વામીને, વિમલનાથને, અનંતનાથને અને રાગદ્વેષના જિતના૨ ધર્મનાથને તથા શાંતિનાથને હું વંદના કરું છું. ૩ કુંશું અરું ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ II વંદામિ રિટ્ઝનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ॥૪॥ અર્થ (શ્રી) કુંથુનાથને તથા શ્રી અરનાથને. મલ્લિનાથને, સામાયિકોગ * ૧૭૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ મુનિસુવ્રતસ્વામિને તથા રાગદ્વેષને જિતનારા નમિનાથને વાંદું છું. (શ્રી) અરિષ્ટનેમિ તથા પાર્શ્વનાથને અને વર્ધમાન સ્વામિને હું વંદના કરું છું. ૪ એવં મએ અભિયુઆ, વિહુયરયમલા પરીણમરણા | ચઉવીસંપિ જિણવા, તિસ્થયરા મે પસીયંતુ પા અર્થ – એ પ્રકારે મેં (નામપૂર્વક) સ્તવ્યા. તે ચોવીશે તીર્થકરો તથા બીજા પણ તીર્થકરો, જેઓએ (કર્મરૂપ) રજ તથા મેલને ટાળ્યા છે (તથા જેમણે) જરા અને મરણ અતિશયે કરીને ક્ષય કર્યા છે (તથી સામાન્ય કેવળીઓથી શ્રેષ્ઠ છે એવા તે તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ! ૫ કિરિય–વંદિય-મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા ! આરુગ્ગ–બોહિ-લાભ, સમાહિવરમુત્તમં દિંતુ III અર્થ – (જેમને ઇંદ્રાદિકે) સ્તવ્યા છે, વાંદ્યા છે, પૂજ્ય છે અને જેઓ લોકને વિષે ઉત્તમ સિદ્ધ (ભગવાન) થયા છે, તેઓ તેમને) આરોગ્ય, સમ્યગ્દર્શનનો લાભ અને પ્રધાન ઉત્તમ સમાધિ આપો! . ચંદેસુ નિમલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા II સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ liણા અર્થ - ચંદ્રસમુદાયથી વિશેષ નિર્મળ, સૂર્યસમુદાયથી વિશેષ પ્રકાશ કરનાર અને સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર એવા સિદ્ધ પરમાત્મા) મને મોક્ષ આપો ! ૭. પદ (૨૮) સંપદા (૨૮) ગુરુ (૨૭) લઘુ (૨૨૯) સર્વવર્ણ (૨૫૬) ઇતિ નામસ્તવ' સૂત્ર ૮. ચોવીસ તીર્થંકરનું સંક્ષિપ્ત ચરિત્ર ૧. શ્રી ઋષભદેવનો જન્મ વિનીતાનગરીમાં થયો. તેમના નાભિરાજા પિતા અને મરુદેવા માતા હતાં. બધા તીર્થકરોની માતાઓ પહેલા સ્વપ્ન સિંહ દેખે પણ મેરુદેવા માતાએ પ્રથમ વૃષભ દીઠો. એવો ગર્ભનો મહિમા જાણી તેમનું શ્રી ઋષભદેવ નામ રાખ્યું, તથા ધર્મની આદિના પ્રવર્તાવનાર તેથી બીજું આદિનાથ નામ પણ કહીએ. તેમનું પાંચસો ધનુષ્ય પ્રમાણ શરીર અને ચોરાશી ૧ આ સૂત્રમાં નામપૂર્વક તીર્થકરોની સ્તવના કરેલ છે તેથી આ સૂત્રનું બીજું નામ નામસ્તવ છે. ૧૮o ભવાંતનો ઉપાય : Page #196 -------------------------------------------------------------------------- ________________ લાખ પૂર્વનું આયુષ્ય હતું. તેઓ સુવર્ણના જેવા વર્ણવાળા અને વૃષભ લાંછનવાળા હતા. તેમને સો પુત્ર હતા. મોટાનું નામ ભરત હતું, જેમને આરિલાભવનમાં કેવળજ્ઞાન થયું હતું અને ૯૯ પુત્રો દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા હતા. ૨. શ્રી અજિતનાથઃ અયોધ્યાનગરીમાં જન્મ્યા, તેમના પિતા જિતશત્રુરાજા અને તેમની માતાનું નામ વિજયારાણી હતું. તે રાજા રાણી પ્રથમ પાસાબાજી રમતાં ત્યારે રાણી હારી જતી અને રાજાની જીત થતી હતી. અને ભગવંત ગર્ભે આવ્યા પછી રાણી જીતે અને રાજા હારે, એવો ગર્ભનો મહિમા જાણીને અજિતનાથ નામ દીધું. તેમનું સાડાચારસો ધનુષ્ય પ્રમાણ શરીર, બહોંતેર લાખ પૂર્વનું આયુ, સુવર્ણ વર્ણ અને લાંછન હાથીનું હતું. ૩. શ્રી સંભવનાથ : શ્રાવસ્તિ નગરીમાં જન્મ્યા. તેમના પિતા જિતારિરાજા અને સેના રાણી માતા હતાં. દેશમાં દુકાળ હતો, છતાં ભગવંત ગર્ભે આવ્યાથી અણચિંતવ્યો પૃથ્વીમાં ધાન્યનો સંભવ થયો, તેથી સંભવનાથ નામ દીધું. તેમનું ચારશે ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ પૂર્વનું આયુ હતું. તેઓ સુવર્ણ વર્ણવાળા તથા લાંછન ઘોડાનું હતું. ૪. શ્રી અભિનંદન સ્વામી : અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા સંવર રાજા અને સિદ્ધાર્થી રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઇંદ્રમહારાજ આવીને ભગવંતની માતાને ઘણીવાર સ્તવી જતા હતા તે માટે રાજા પ્રમુખે જાણ્યું કે એ ગર્ભનો જ મહિમા છે; માટે અભિનંદન નામ દીધું. સાડા ત્રણસેં ધનુષ્ય પ્રમાણ શરીર તથા પચાસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન વાનરનું અને સુવર્ણ વર્ણવાળા હતા. ૫. શ્રી સુમતિનાથ : અયોધ્યા નગરીમાં જન્મ હતો. તેમના પિતા મેઘરથ રાજા અને સુમંગલા માતા હતાં. પ્રભુ ગર્ભમાં રહ્યાં પછી–તે ગામમાં એક વણિકની બે સ્ત્રીઓ હતી, તેમાં નાનીને પુત્ર હતો અને મોટી વંધ્યા હતી, પણ તે છોકરાનું પ્રતિપાલન બંને માતાઓ કરતી હતી. એમ કરતાં તે વાણિયો જ્યારે મરણ પામ્યો ત્યારે મોટી સ્ત્રી ધનની લાલચે કહેવા માગી જે “આ પુત્ર મારો, માટે જેનો પુત્ર હોય તેનું ધન થાય” તેમજ નાનીનો તો દીકરો હતો તેથી તેણે કહ્યું કે “એ પુત્ર મારો છે અને ધન પણ મારું છે.” એમ બન્ને શોક્યોનો ટંટો થયો. તે વઢતી વઢતી દરબારમાં આવી, તે વારે ગર્ભના મહિમાથી રાણીને સામાયિકોગ ૧૮૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ચુકાદો કરવાની ભલી બુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી એ બંનેને રાણીએ કહ્યું કે બન્ને મળીને ધન અર્ધા અર્ધ વહેંચી લો અને છોકરાના પણ બે ભાગ કરી અર્ધા અર્ધી વહેંચી લો !” તે સાંભળી નાની સ્ત્રી બોલી કે “મારે દ્રવ્ય જોઈતું નથી, છોકરાના કાંઈ બે વિભાગ થાય નહિ. એ છોકરો એનો છે તે મારો જ છે.” તે સાંભળી રાણી બોલી કે “પુત્ર નાની સ્ત્રીનો છે. કેમકે પુત્રનું મૃત્યુ થાય ત્યાં સુધી મોટી સ્ત્રીથી ના કહેવાણી નહિ અને નાની સ્ત્રીએ મારવાની મનાઈ કરી, માટે પુત્ર અને ધન અને હવાલે કરો અને મોટી સ્ત્રીને ઘરથી બહાર કાઢો.” ગર્ભના મહિમાથી ભગવંતની માતાને એવી બુદ્ધિ ઉપજી તે માટે “સુમતિ” નામ દીધું. તેમનું ત્રણસેં ધનુષ્ય પ્રમાણ શરીર, ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણવર્ણ તથા લાંછન ક્રૌંચપક્ષીનું હતું. ૬. શ્રી પદ્મપ્રભુ સ્વામી : કૌશાંબીનગરીમાં જન્મ હતો. તેમના પિતા શ્રીધરરાજા અને સુસી મારાણી માતા હતાં. ગર્ભે આવ્યા પછી માતાને કમળની શધ્યામાં સૂવાનો દોહલો ઉપજ્યો. (જે દેવતાએ પૂર્ણ કર્યો, તેથી અને ભગવંતનું શરીર પદ્મ (કમલ) સરખું રક્તવર્ષે હતું તેથી પદ્મપ્રભુ દીધું. તેમનું અઢીશું ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય હતું. લાંછન પાનું હતું તથા વર્ષે રક્ત હતા. ૭. શ્રી સુપાર્શ્વનાથ : વારાણસી નગરીમાં જન્મ હતો. તેમના પિતા સુપ્રતિષ્ઠ રાજા અને પૃથ્વીરાણી માતા હતાં. માતાનાં બંને પાસાં રોગે કરી વ્યાપ્ત હતાં, ભગવંત ગર્ભે આવ્યા પછી બંને પાસાં સુવર્ણવર્મી અને ઘણાં સુકોમળ થયાં માટે સુપાર્શ્વ નામ દીધું. (એક પ્રતમાં ભગવંતના પિતાનાં બે પાસાં કોઢ રોગવાળાં હતાં તેને ભગવંતની માતાએ હાથ ફેરવ્યાથી સુકુમાળ નિરોગી થયાં એવો પાઠ લખ્યો છે.) તેમનું બસો ધનુષ્ય પ્રમાણ શરીર, વીશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણવર્ણ અને લાંછન સાથિયાનું હતું. ૮. શ્રી ચંદ્રપ્રભસ્વામી : ચંદ્રપુરી નગરીમાં જન્મ્યા હતા. તેમના પિતા મહસેન રાજા અને લક્ષ્મણા રાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાને ચંદ્રમાનું પાન કરવાનો દોહલો ઉપચો ( જે પ્રધાને બુદ્ધિએ કરી પૂર્ણ કરાવ્યો) એ ગર્ભનો પ્રભાવ જાણી ચંદ્રપ્રભુ નામ દીધું. તેમનું એકસો પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ પૂર્વનું આયુષ્ય હતું. વર્ણ શ્વેત અને લાંછન ૧૮૨ * ભવાંતનો ઉપાય: Page #198 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રનું હતું. ૯. શ્રી સુવિધિનાથ : (એમનું બીજું નામ પુષ્પદંત છે.) તેમનો કાકંદી નગરીમાં જન્મ હતો. તેમના પિતા સુગ્રીવરાજા અને શ્યામા રાણી માતા હતાં, ભગવંત ગર્ભે આવ્યા પછી માતા તથા પિતા ભલી વિધિએ કરી ધર્મ કરવા લાગ્યાં. એવો ધર્મનો પ્રભાવ જાણી સુવિધિનાથ નામ દીધું અને મચકુંદનાં ફૂલની કળી સરખા પ્રભુના ઉજ્વળ દાંત હતા માટે બીજું પુષ્પદંત નામ દીધું. તેમનું એકસો ધનુષ્ય પ્રમાણ શરીર, બે લાખ પૂર્વનું આયુષ્ય. શ્વેત વર્ણ અને મગરમચ્છ લાંછન હતું. ૧૦. શ્રી શીતલનાથ : ભક્િલપુર નગરીમાં જન્મ હતો. તેમના દઢરથ રાજા અને નંદા રાણી માતા હતાં. પિતાના શરીરે દાહકવર થયો હતો. ભગવંત ગર્ભે આવ્યા પછી રાજાના શરીરની ઉપર રાણીએ હાથ ફેરવ્યાથી શીતલતા થઈ, એવો ગર્ભનો મહિમા જાણી શીતળનાથ નામ દીધું. તેમનું નેવું ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ પૂર્વનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ અને શ્રીવર્ડ્ઝનું લાંછન હતું. ૧૧. શ્રી શ્રેયાંસનાથ : સિંહપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા વિષ્ણરાજા અને વિષ્ણુરાણી માતા હતાં. કોઈ દેરાસરમાં પરંપરાગત દેવતાધિષ્ઠિત શવ્યાની પૂજા થતી હતી. તે શય્યાએ જે બેસે અથવા સૂવે તેને ઉપદ્રવ ઊપજે. જે ભગવંત ગર્ભે આવ્યા પછી માતાના મનમાં આવ્યું. જે દેવગુરુની પ્રતિમાની પૂજા થાય તો તે ખરું છે; પણ શવ્યાની પૂજા તો ક્યાંયે સાંભળી નથી; એમ ચિંતવી શવ્યાની રક્ષા કરનાર પુરુષે મનાઈ કર્યા છતાં પણ પ્રભુની માતા તે શય્યા ઉપર બેઠાં તથા સૂતાં, તે છતાં ગર્ભના પ્રભાવથી અધિષ્ઠાયક દેવતા ઉપદ્રવ ન કરી શક્યો અને શય્યા મૂકી જતો રહ્યો. ત્યારપછી રાજા પ્રમુખે તે શવ્યા વપરાશમાં લીધી, એવો ગર્ભનો મહિમા જાણી શ્રેયાંસ નામ દીધું. તેમનું એંશી ધનુષ્ય પ્રમાણ શરીર અને ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય હતું. સુવર્ણ વર્ણ હતો અને લાંછન ગેંડાનું હતું. ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી : ચંપાપુરીમાં જન્મ થયો હતો. તેમના પિતા વાસુપૂજ્ય રાજા અને જયારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી ઇંદ્રમહારાજ વારંવાર આવી વસુ એટલે રત્નની વૃષ્ટિ કરીને માતા-પિતાની પૂજા સામાયિકયોગ * ૧૮૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ કરતા, તેથી વાસુપૂજ્ય નામ દીધું. તેમનું સિત્તેર ધનુષ્ય પ્રમાણ શરીર, અને બહોંતર લાખ વર્ષનું આયુષ્ય હતું. રક્તવર્ણ અને લાંછન પાડાનું હતું. ૧૩. શ્રી વિમળનાથ : કંપિલપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા કૃતવર્મ રાજા અને ૨યામારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી તેમના નગરમાં કોઈ સ્ત્રી –ભર દેહરે આવી ઊતર્યા. ત્યાં કોઈ વ્યંતરી દેવી રહેતી હતી, તેણે તે પુરુષનું રૂપ દીઠું. તેથી તેણીને કામક્રીડા કરવાની અભિલાષા થઈ. પછી તેની સ્ત્રીના જેવું પોતાનું રૂપ વિકુર્તી બંતરી તે પુરુષની પાસે સૂતી. પ્રભાતે બંને સ્ત્રી સમાન દેખી પુરુષે કહ્યું જે આમાં મારી સ્ત્રી કોણ છે?'' ત્યારે પહેલી બોલી કે એ મારો ભર છે. અને બીજી બોલી કે એ મારો ભર્તાર છે. એમ વઢતાં વઢતાં સર્વ રાજા પાસે આવ્યાં. રાજા તથા પ્રધાન બેઉ સ્ત્રીને સમાન દેખી કોઈ રીતે નિવડો કરી શક્યા નહિ, પણ રાણીએ પુરુષને દૂર ઊભો રાખ્યો અને બંને સ્ત્રીઓને પણ દૂર ઊભી રાખીને કહ્યું કે જે પોતાના સત્યના પ્રભાવથી ભર્તારને સ્પર્શ કરે તેનો એ ભર્તાર જાણવો” તે સાંભળી વ્યંતરીએ દેવશક્તિના પ્રભાવે પોતાનો હાથ લાંબો કરી ભર્તારને સ્પર્શ કર્યો, તેવો જ રાણીએ તેનો હાથ પકડી લઈને કહ્યું કે “તું તો બંતરી છે. માટે તારે સ્થાનકે જતી રહે” એવી રીતે ચુકાદો થવાથી વિમળમતિવાળી રાણી કહેવાણી. તે ગર્ભનો જ પ્રભાવ જાણી વિમળનાથ નામ દીધું. તેમનું સાઠ ધનુષ્ય પ્રમાણ શરીર અને સાઠ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને શુકર (ભૂંડ)નું લાંછન જાણવું. ૧૪. શ્રી અનંતનાથ : અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. તેમના પિતા સિંહસેન રાજા અને સુયશા રાણી માતા હતાં. વળી સ્વપ્નમાં જેનો અંત ન આવે એવું, એક મોટું ચક્ર ભમતું રાણીએ આકાશને વિષે દીઠું અને અનંત રત્નની માલા દીઠી તથા અનંત ગાંઠના દોરા કરી બાંધ્યા, તેથી લોકોના તાવ ગયા એવો ગર્ભનો પ્રભાવ જાણી અનંતનાથ નામ દીધું. તેમનું પચાસ ધનુષ્ય પ્રમાણ શરીર અને ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન સિચાણાનું જાણવું. ૧૫. શ્રી ધર્મનાથસ્વામી : રત્નપુર નગરમાં જન્મ્યા હતા. તેમના પિતા ભાનુરાજા અને સુવ્રતા રાણી માતા હતાં. રાજા-રાણીને પૂર્વે ધર્મ ઉપર અલ્પ રાગ હતો, તે ભગવંત ગર્ભે આવ્યા પછી બંનેને ધર્મ ઉપર અત્યંત રાગ થયો. ૧૮૪ * ભવાંતનો ઉપાય: Page #200 -------------------------------------------------------------------------- ________________ એવો ગર્ભનો મહિમા જાણી ધર્મનાથ નામ દીધું. તેમનું પીસ્તાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને દશ લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન વજ જાણવું. ૧૬. શ્રી શાંતિનાથ : ગજપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા વિશ્વસન રાજા અને અચિરારાણી માતા હતાં. વળી તે દેશમાં મરકીનો ઉપદ્રવ ઘણો હતો. તે ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અમૃત છાંટ્યું તેથી મરકીની શાંતિ થઈ, એવા ગર્ભના પ્રભાવથી શાંતિનાથ નામ દીધું તેમનું ચાલીશ ધનુષ્ય પ્રમાણ શરીર અને એક લાખ વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન મૃગનું જાણવું. ૧૭. શ્રી કુંથુનાથ : હસ્તિનાપુર નગરમાં જન્મ હતો. અને તેમના પિતા સુરરાજા અને શ્રીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતાજીએ સ્વપ્નમાં રત્નનો રાશિ પૃથ્વીને વિષે દીઠો તથા શત્રુ હતા તે કુંથુઆની જેવા ન્હાના થયા અથવા કુંછુઆ પ્રમુખ હાના-મોટા જીવોની જયણા દેશમાં પ્રવર્તી તેથી કુંથુનાથ નામ દીધું. તેમનું પાંત્રીશ ધનુષ્યનું શરીર અને પંચાણું હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન છાગ (બોકડા)નું જાણવું. ૧૮. શ્રી અરનાથ : ગજપુર નગરમાં જન્મ હતો, તેમના પિતા સુદર્શન રાજા અને દેવીરાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી રાણીએ સ્વપ્નમાં રત્નમય આરો તથા રાશિ દીઠાં. એવો ગર્ભનો મહિમા જાણી અરનાથ નામ દીધું. તેમનું ત્રીશ ધનુષ્ય શરીરનું માન અને ચોરાશી હજાર વર્ષ આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ તથા લાંછન નંદાવર્તનું જાણવું. ૧૯. શ્રી મલ્લિનાથ : મિથિલાનગરીમાં જન્મ્યા હતા. તેમને 1 પિતા કુંભરાજા અને પ્રભાવતીરાણી માતા હતાં. ભગવતે ગર્ભે આવ્યા પછી માતાને એક રાત્રીએ છએ ઋતુનાં ફૂલની શય્યાએ સૂવાનો દોહલો ઉપન્યો, તે દેવતાએ પૂર્યો, એવો પ્રભાવ જાણી શ્રી મલ્લિનાથ નામ દીધું, તેમનું પચીશ ધનુષ્ય શરીરનું માન અને પંચાવન હજાર વર્ષનું આયુષ્ય જાણવું, નીલ વર્ણ તથા લાંછન કુંભનું જાણવું. ૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી : રાજગૃહ નગરમાં જન્મ હતો. તેમના પિતા સુમિત્રરાજા અને પદ્મારાણી માતા હતાં. ભગવંત ગર્ભે આવ્યા પછી માતા સામાયિયોગ ક ૧૮૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ પિતા મુનિરાજની પેરે શ્રાવકના ભલા બાર વ્રત સાચવવા લાગ્યાં; એવો ગર્ભનો પ્રભાવ જાણી મુનિસુવ્રત નામ દીધું. તેમનું વીશ ધનુષ્ય શરીરમાન અને ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. કૃષ્ણ વર્ણ તથા લાંછન કાચબાનું જાણવું. ૨૧. શ્રી નમિજિન : મિથિલા નગરીમાં જન્મ્યા હતા, તેમના પિતા વિજય રાજા અને વપ્રા રાણી માતા હતાં. ભગવંત ગર્ભમાં આવ્યા પછી સીમાડાના શત્રુ રાજા હતા તે ચઢી આવ્યા. ગામના કિલ્લાને ચારે બાજુ લશ્કરનો પડાવ નાખી વીંટી લીધો. રાજાને ઘણી બીક લાગી પણ રાણીએ કિલ્લા ઉપર ચઢીને શત્રુઓને વાંકી નજરે જોયા. રાણીનું તેજ વૈરી રાજાઓથી ખમાયું નહિ, તેથી સર્વ આવીને ભગવંતની માતાને નમસ્કાર કરી કહેવા લાગ્યા, કે અમારા ઉપર સૌમ્યદૃષ્ટિએ જુઓ, રાણીએ તેમની ઉપર સૌમ્ય નજરે જોઈ માથે હાથ મૂક્યો. સર્વ રાજાઓ રાણીને પગે લાગી આજ્ઞા માગી પોત-પોતાને નગરે ગયા. એવો ગર્ભનો પ્રભાવ જાણી નમિનાથ નામ દીધું. તેમનું પત્રર ધનુષ્ય શરીરમાન અને દશ હજાર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને લાંછન નીલાકમળનું જાણવું. ૨૨. શ્રી અરિષ્ટનેમિ : પ્રભુનો શૌરીપુર નગરમાં જન્મ હતો. તેમના પિતા સમુદ્રવિજ્ય રાજા અને શિવાદેવી રાણી માતા હતાં. પ્રભુ ગર્ભે આવ્યા પછી માતાએ સ્વપ્નમાં અરિષ્ટ એટલે કાળા રત્નની રેલી દીઠી તથા આકાશમાં ચક્ર ઊછળતું દીઠું, એવો પ્રભાવ જાણી અરિષ્ટનેમિ નામ દીધું. બીજું નામ શ્રી નેમિનાથ. તેમનું દશ ધનુષ્ય શરીરમાન અને એક હજાર વર્ષનું આયુષ્ય. શ્યામ વર્ણ અને લાંછન શંખનું હતું. ૨૩. શ્રી પાર્શ્વનાથસ્વામી : વાણારસી નગરીમાં જન્મ હતો. તેમના પિતા અશ્વસેન રાજા અને વામા રાણી માતા હતાં. વળી ભગવંત ગર્ભે આવ્યા પછી માતાએ અંધારી રાત્રે પોતાની પાસે સર્ષે જતો દીઠો. તે સર્પના જવાના માર્ગની વચમાં રાજાનો હાથ દેખી રાણીએ ઊંચો કીધો. તેથી રાજા ઊઠ્યો ને બોલ્યો કે શા માટે હાથ ઊંચો કીધો ? રાણીએ સર્પ દીઠાનું કહ્યું, રાજા કહે તમે જૂઠું બોલો છો? પછી દીપક મંગાવી જોયું તો સર્પ દીઠો. તે વારે વિસ્મય પામી રાજાએ વિચાર્યું, જે મેં ન દીઠો ને રાણીએ દીઠો એ ગર્ભનો પ્રભાવ છે, એમ જાણી શ્રી પાર્શ્વનાથ નામ દીધું, તેમનું નવ હસ્તપ્રમાણ શરીર અને એકસો વર્ષનું આયુષ્ય જાણવું. નીલ વર્ણ તથા. લાંછન સપનું જાણવું. ૧૮૬ જ ભવાંતનો ઉપાય: Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૪. શ્રી વર્ધમાન સ્વામિ : ક્ષત્રિયકુંડ નગરીમાં જન્મ હતો. તેમના પિતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી માતા હતાં, ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતા-પિતા સમસ્ત ઋદ્ધિમાં વૃદ્ધિ પામ્યા. ધન-ધાન્યાદિકના ભંડાર તથા દેશનગરાદિની વૃદ્ધિ થઈ, સર્વ રાજા આજ્ઞામાં વર્તવા લાગ્યાં; એવો ગર્ભનો પ્રભાવ જાણી વર્ધમાન નામ દીધું, વળી બાલ્યાવસ્થામાં મેરુપર્વત અંગૂઠે ચાંપ્યો તથા આમલકી ક્રીડા કરતાં દેવતા હાર્યો, તેથી ઈંદ્ર મહારાજે શ્રી મહાવીર એવું બીજું નામ દીધું. તેમનું સાત હાથનું શરીર અને બહોતેર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને લાંછન સિંહનું જાણવું. શ્રી મહાવીર સ્વામી ૨૪ મા તીર્થંકર થયા, ત્યાર પછી કોઈપણ તીર્થકર ભગવાન આ ભરતક્ષેત્રમાં થયા નથી, તેમજ આ અવસર્પિણી કાળમાં થવાના નથી. હાલમાં જૈ જૈનધર્મ પ્રવર્તે છે તે શ્રી વીપ્રભુનું જ શાસન સમજવું. તેમની પાટે શ્રી સુધર્માસ્વામી ગણધર થયા, હાલમાં જે સાધુઓ જૈનધર્મને માનનારા છે તે સઘળા તેઓની પરંપરાના સમજવાના. ૯. કરેમિ ભંતે સૂત્ર (સામાયિકનું પચ્ચકખાણ) શબ્દાર્થ કરેમિ-કરું છું. વાયાએ-વચને કરી. ભંતે-હે ભગવાન્ ! કાએણ-કાયાએ કરી. સામાઇયં-સામાયિક ન કરેમિ-ન કરું. સાવજ્જ-પાપકારી. ન કારવેમિ-ન કરાવું. જોગંયોગનું તસ્સ–પૂર્વે કરેલ અપરાધ) થકી. પચ્ચકખામિ-પચ્ચકખાણ કરું છું. ! પડિક્કમામિ-પાછો હઠું છું. નિયમ–નિયમને. નિંદામિ-આત્મસાક્ષીએ નિંદું છું. પજ્વાસામિ-પપાસું એવું . ગરિહામિ–ગુરૂસાક્ષીએ વિશેષ કરી દુવિહં–બે પ્રકારે. નિંદું છું. તિવિહેણં-ત્રણ પ્રકારે, અખાણું–મારા આત્માને. મણેણં–મને કરી. વોસિરામિ–હું પાપથકી વોસિરાવું છું. સામાયિયોગ નેટ ૧૮૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ કરેમિ ભંતે! સામાઇયે, સાવજજે જોગં પચ્ચકખામિ, જાવ નિયમ પજાવાસામિ, દુવિહં, તિવિહેણ. અર્થ - હે ભગવંત! (રાગદ્વેષના અભાવરૂપ) (જ્ઞાનાદિ ગુણના) લાભરૂપ સામાયિક કરું છું (અર્થાત) પાપયુક્ત વ્યાપારનું પચ્ચકખાણ કરું છું (નિષેધ કરું છું, જ્યાં સુધી તે નિયમનું સેવન કરે ત્યાં સુધી, બે કરણ અને ત્રણ યોગથી. મણેણં, વાયાએ, કાએણં, ન કરેમિ ન કારવેમિ, તમ્સ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અધ્ધાણં વોસિરામિ. અર્થ – મન, વચન અને કાયા (એ ત્રણ યોગ) વડે ન કરું (તથા) ન કરાવું, હે ભગવંત! તે સંબંધી પૂર્વે કરેલા) અપરાધને હું પ્રતિક્રમું છું. (આત્મસાક્ષીએ) સિંદું છું. ગુરૂસાક્ષીએ) વિશેષ નિંદું છું અને) આત્માને પાપથી) વોસિરાવું છું. ગુરુ (૭) લઘુ (૬૯) સર્વવર્ણ (૭૬) ૧૦. સામાયિક પારવાનું સૂત્ર. શબ્દાર્થ સામાઈયવય-સામાયિકના વ્રતથી. સામાઈઅંમિ–સામાયિક, જુરો-સહિત. ઉ–વળી. જાવ-જ્યાં સુધી. કિએ-કર્તે છતે. મણે–મનમાં. સમણો ઈવ-સાધુની પેઠે. હોઈ–હોય. સાવઓશ્રાવક. નિયમસંજુરો-નિયમથી યુક્ત. હવઈ–હોય છે. છિન્નઈ–છેદાય છે. જમ્યા–જે માટે. અસુહ–અશુભ. એએણે–એ. કમ્મુ-કર્મ. કારણેણં–કારણથી. સામાઈઅ-સામાયિક બહુસો–બહુ વાર. જત્તિઆ વારા–જેટલી વાર. | કુક્કા-કરવું. ૧૮૮ જે ભવાંતનો ઉપાય: Page #204 -------------------------------------------------------------------------- ________________ "સામાઈય-વયજુનો, જાવ મણે હોઈ નિયમસંજુરો | છિન્નઈ અસુહં કમૅ સામાઈઅ જત્તિઆ વારા |૧|| અર્થ – સામાયિક વ્રતથી યુક્ત, જ્યાં સુધી મન તે નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી, જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મનો નાશ કરે છે. સામાઇઅંમિ ઉ કએ, સમઓ ઇવ સાવઓ હવાઈ જહા | એએણ કારણેણં બહુસો સામાઇઅં કુજ્જા રહા અર્થ – જે માટે, સામાયિક કરતી વખતે શ્રાવક, સાધુસમાન હોય. તે કારણથી (તત્ત્વના જાણનાર) બહુવાર સામાયિક કરે. ૨. - સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ દુઓ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. અર્થ – દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીશ દોષમાં જે કોઈ દોષ લાગ્યો હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ગાથા (૨) ગુરુ (૭) લઘુ ૬ ૭) સર્વ વર્ણ (૭૪) >> ૧ સામાયિક બત્રીશ દોષ વજીને કરવાનું છે. તે દોષ આ પ્રમાણે – મનના દશ – ૧. વૈરી દેખી દ્વેષ કરે ૨. અવિવેક ચિંતવે. ૩. અર્થને ન ચિંતવે. ૪. મનમાં ઉગ કરે. ૫. યશની વાંછા કરે. ૬. વિનય ન કરે. ૭. ભય ચિંતવે. ૮. વ્યાપાર ચિંતવે. ૯. ફળનો સંદેહ રાખે. ૧૦. નિયાણું કરે. વચનના દશ – ૧. કુવચન બોલે. ૨. હુંકારા કરે. ૩. પાપ આદેશ આપે. ૪. લવારો કરે. ૫. કલહ કરે. ૬. આવો જાવ કહે. ૭. ગાળ બોલે. ૮. બાળક રમાડે. ૯, વિકથા કરે. ૧૦. હાંસી કરે. કાયાના બાર – ૧. આસન ચપળ. ૨. ચારે દિશાએ જુએ. ૩. સાવધ કામ કરે. ૪. આળસ મરડે. ૫. અવિનયે બોલે (વર્તે) ૬. ઓઠું લઈ બેસે. ૭. મેલ ઉતારે. ૮, ખરજ ખણે. ૯, પગ ઉપર પગ ચઢાવે. ૧૦. અંગ ઉઘાડું મૂકે. ૧૧. અંગ ઢાંકે. ૧૨. ઊઘે. એ સર્વ મળી બત્રીશ દોષ સામાયિકમાં અયતનાથી લાગે છે, તે ત્યજવા. સામાયિક્યોગ * ૧૮૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ સામાયિકના આઠ પ્રકાર તથા તેનાં જીવંત દૃષ્ટાંત. સમભાવ સામાયિક : સર્વ જીવ ૫૨ સમષ્ટિ. સમયિક સામાયિક : સર્વ જીવ ૫૨ અનુકંપા-દયા ભાવ. સમવાદ સામાયિક : રાગાદિ રહિત યથાર્થ વચન બોલવાં. સમાસ સામાયિક : સંક્ષિપ્તમાં તત્ત્વનો બોધ થવો. સંક્ષેપ સામાયિક : થોડા ચિંતનાત્મકભાવથી કર્મના નાશની વિચારણા. પરિજ્ઞા સામાયિક : તત્ત્વનું જ્ઞાન થવું. અનવદ્ય સામાયિક : પાપ રહિત પ્રવૃત્તિ કરવારૂપ. પ્રત્યાખ્યાન સામાયિક : વર્જ્ય વસ્તુનો ભાગ - પચ્ચક્ખાણ. [૧] સમભાવ સામાયિક ઉપર દમદંતમુનિની કથા : હર્ષપુર નગર, દમદંત નામનો રાજા. રાજા બહુ પરાક્રમી હતો. એક વારે તે પોતાના મિત્ર રાજા જરાસંઘને યુદ્ધમાં સહાય કરવા ગયો. તે વખતે હસ્તીનાપુરના રાજા પાંડવોએ તથા કૌરવોએ હર્ષપુરને ઘેરો ઘાલી જીતી લીધું. દમદંત રાજાને ખબર પડી. પોતાની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવનાર પાંડવો કૌરવો સાથે યુદ્ધ કરી, વિજયી બની પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. દમદંત રાજા શાન્તિથી રાજ્યસુખ ભોગવી રહ્યો છે. એક વાર રાજમહેલની અગાસીમાં બેઠેલા રાજાએ આકાશને ચોમેર વાદળોથી ઘેરાઈ ગયેલું અને થોડીવાર પછી વિખરાઈ ગયેલા વાદળોવાળું જોઈ રાજાના મનમાં વિચાર આવ્યો. મનોહર દેખાતાં વાદળોને ક્ષણવારમાં વિખરાતાં વાર ન લાગી તેમ મારી આ રાજિદ્ધિ વૈભવ... વિખરાતાં શી વા૨ે ? મારા આયુષ્યનો પણ શો ભરોસો ? આ રીતે વિશ્વના ભાવોની અનિત્યતાના વિચારોમાં ચડેલો રાજા વૈરાગ્ય ભાવમાં આગળ વધ્યો. રાજ્ય પોતાના પુત્રને સોંપી અસાર સંસારને તિલાંજલી આપી. ચારિત્રધર્મ સ્વીકાર્યો અને હસ્તિનાપુર નગરની બહાર કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા રહ્યા. કેટલોક સમય ગયા પછી ત્યાંથી પસાર થઈ રહેલા પાંડવોએ દમદંત રાજર્ષિને જોયા અંતરથી તેમના મુનિપણાને ધન્યવાદ આપ્યા, તેમના ત્યાગની પ્રશંસા કરી અને ત્રણ પ્રદક્ષિણા આપી દમદંતમહર્ષિની ભક્તિભાવે સ્તુતિ કરી પાંડવો બગીચા તરફ આગળ ગયા. ૧૦ ભવાંતનો ઉપાય : Page #206 -------------------------------------------------------------------------- ________________ થોડીવાર પછી કૌરવો ત્યાંથી નીકળ્યા. દમદંતમુનિને જોઈને વિચાર આવ્યો કે આપણને યુદ્ધમાં હરાવનાર આ છે. ક્રોધના આવેશમાં આવી કૌરવોએ મુનિ ઉપર ઇંટો-પથ્થરો વગેરે ફેંકી મુનિને દાટી દીધા. કુબુદ્ધિને ધારણ કરનારા કૌરવોએ હેવાનિયતભર્યું કામ કરવા છતાં સમતાના સાગર દમદંતમુનિ સહેજપણ શુભધ્યાનથી ચલાયમાન ન થયા. થોડીવાર પછી પાછા ફરેલા પાંડવોએ દમદંતમુનિને જોયા નહીં અને એ જગ્યાએ લાકડાં, ઇંટો અને પથ્થરોનો ઢગલો જોઈ પાંડવોએ વિચાર કર્યો આ કામ કરવા સિવાય બીજા કોઈનું હોય નહીં, અને તરત જ તેઓએ ઈંટો વગેરેના ઢગલાને વિખેરી નાંખ્યો. મુનિરાજને પૂર્વવત્ ધ્યાન અવસ્થામાં ઊભેલા જોયા. કૌરવો માટે તેમને ઘણો ખેદ થયો. ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા મુનિની પ્રશંસા કરી તેમને નમસ્કાર કરી પોતાના સ્થાને ચાલ્યા ગયા. દમદંતમુનિ ધ્યાનમાં ઊભા છે. તેમને નથી પાંડવો ઉપર રાગ કે કૌરવો ઉપર દ્વેષ. તેઓ મનમાં એમ વિચારે છે કે, પાંડવોએ મને વંદન કર્યું તે મારું નથી. પરંતુ મારા પૂર્વભવના યશનામકર્મનું ફળ છે અને કૌરવોએ અવગણના કરી તે મારા પૂર્વભવનાં અપયશનામકર્મનું ફળ છે. તે બંનેએ મારા એ શુભાશુભ કર્મોમાંથી મને નિવૃત્તમુક્ત કર્યો તેથી તેઓ મારા ઉપકારી છે. આવી ઉચ્ચ વિચારશ્રેણી ઉપર ચઢતાં ચઢતાં રાગદ્વેષરૂપ શત્રુઓ ઉપર વિજય મેળવી, સમભાવમાં લીનતા કેળવી ઘાતિકર્મનો ક્ષય કરી દમદંતમુનિ કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા ! [૨] સમયિક સામાયિક ઉપર શ્રીમેતાર્યમુનિની કથા : રાજગૃહી નગરીમાં એક સોની રહેતો હતો, તે સારો કારીગર હતો. મગધસમ્રાટ શ્રેણિક રાજાનો એ માનીતો સોની હતો. મહારાજા શ્રેણિક પ્રભુ મહાવીરદેવની ભક્તિ માટે રોજ ૧૦૮ સોનાનાં જવ એની પાસે ઘડાવતા... એક વાર સોની સોનાના જવ ઘડી રહ્યો હતો. ત્યાગી તપસ્વી મેતાર્ય નામના મુનિવર માસક્ષમણના પારણે ફરતા ફરતા સોનીને ઘેર આવ્યા. ધર્મલાભ કહી ઘરમાં પ્રવેશ કર્યો. સોનીએ ઊભા થઈ ભક્તિપૂર્વક મુનિરાજને આહાર વહોરાવ્યો! મુનિરાજના નીકળી ગયા પછી સોની મુનિરાજના ત્યાગ-વૈરાગ્યની પ્રશંસા કરતો પોતાને ધન્ય માનવા લાગ્યો! પાછો દુકાન ઉપર જઈને જોયું તો પેલા જવ દેખાયા નહીં. એને વિચાર આવ્યો કે મુનિ સિવાય બીજું કોણ સામાયિક્લોગ ૧૯૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ જવલાં લઈ જાય? આ કોઈ પાખંડી મુનિ લાગે છે. ગુસ્સામાં આવી તપાસ કરતો મુનિરાજ પાસે આવ્યો: ‘તમે મારા સોનાના જવ લઈ ગયા છો તે પાછા આપો” એમ સોનીએ કહ્યું. મુનિરાજ વસ્તુસ્થિતિનો વિચાર કરી મૌન રહ્યા. મુનિરાજના મૌનથી સોનીનો ગુસ્સો ઓર વધી ગયો મુનિરાજને શિક્ષા કરવાના વિચારથી તેમને પ્રચંડ તાપમાં ઊભા રાખ્યા અને માથા ઉપર ભીની વાધર (ચામડું) કચકચાવીને બાંધી ! પ્રચંડ તાપથી મુનિના પગમાં ફોલ્લા ઊઠ્યા અને ભીની વાધર જેમ સુકાતી ગઈ તેમ માથાની નસો ખેંચાવા લાગી....! ડોળા બહાર નીકળ્યા ! પરંતુ મહાત્માએ પ્રાણાંત અસહ્યવેદના સમભાવે સહન કરી. અંતકૃત્ કેવલી થઈ નિર્વાણપદને પામ્યા ! | મુનિરાજે પૂર્વભવમાં કુલમદ કર્યો હતો. તેથી નીચકુળમાં અવતાર થયો.. ઘોર પીડાનું કાળું કૃત્ય કરનાર સોની ઉપર મુનિરાજને લેશમાત્ર રોષ નહોતો. ઉપરથી કરુણાનો વરસાદ વરસાવી રહ્યા હતા. મુનિરાજ જાણતા હતા કે સામે ઝાડ ઉપર બેઠેલું કૌચપક્ષી જવ ચણી ગયું છે પણ હું વાત કરીશ તો સોની એ પક્ષીને મારી નાંખશે. કૌચપક્ષીને કોઈ ઈજા ન થાય એ ઉદાત્તભાવનાથી મુનિરાજ મૌન રહ્યા હતા. એ અરસામાં કોઈ સ્ત્રીએ લાકડાનો ભારો લાવીને ઝાડ નીચે નાંખ્યો. ઉપર બેઠેલું ક્રૌંચપક્ષી ઝબકી ગયું. એણે વિણ કરી. એમાં પેલા સોનાના જવા નીકળ્યા. સોનીએ દુકાનમાં બેઠા બેઠા જોયા ! સત્ય હકીકત જાણ્યા પછી સોનીને ભારે પશ્ચાત્તાપ થયો. રાજાના ભયથી અને પાપના પશ્ચાત્તાપથી એનું અંતઃકરણ શુદ્ધ બન્યું! એણે પણ ભાગવતી દીક્ષા સ્વીકારી આત્મકલ્યાણ સાધ્યું, સદ્ગતિગામી બન્યો! [૩] સમવાદ સામાયિક ઉપર શ્રીકાલિકસૂરિની કથા : તુરમિણી નગરીમાં કુંભનામે રાજા રાજ્ય કરતો હતો ! તેને દત્ત નામનો પુરોહિત હતો. એના ઉપર રાજની ખૂબ સારી મહેરબાની હતી! રાજાએ એને મંત્રીનો હોદ્દો આપી દીધો હતો ! કીર્તિનો ભૂખ્યો દત્ત ઘણાં હિંસક યજ્ઞો કરાવતો હતો. ચારે બાજુ એની ખ્યાતિ ફેલાયેલી હતી. આગળ જતાં એને રાજા બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી. દુર્બુદ્ધિવાળા દત્તે પોતાના ઉપકારી રાજા કુંભને કેદ કર્યો અને પોતાને રાજા તરીકે જાહેર કર્યો! એક વાર શ્રીકાલિકસૂરિજી મહારાજ વિહાર કરતાં કરતાં એ નગરમાં ૧૯૨ ભવાંતનો ઉપાય : Page #208 -------------------------------------------------------------------------- ________________ આવી પહોંચ્યા ! આચાર્ય મ. દત્તના સંસારી મામા થયા હતા... દત્તની માતા જૈનધર્મને માનનારી હતી. દત્ત વૈદિકધર્મનો અનુયાયી હોવાથી હિંસકયજ્ઞમાં માનનારો હતો ! તેથી એને શ્રીકાલિકાચાર્યને વંદન કરવા જવાની ઇચ્છા ન હતી... પરંતુ માની આજ્ઞા પાળ્યા વિના ચાલે તેમ ન હતું... વંદન કરવા આવેલા દત્તને આચાર્ય મહારાજે અહિંસક ભાવયજ્ઞનો ઉપદેશ આપ્યો, પરંતુ દત્તને એ ગમ્યો નહીં. એક વાર દત્તે ક્રોધના આવેશમાં આવી આચાર્યશ્રીને પૂછ્યું. આપ શાસ્ત્રજ્ઞ છો. વિદ્વાન છો તો મને કહો કે મારા રાજ્યમાં ચાલતા યજ્ઞોનું ફળ શું છે ? આચાર્યશ્રીએ કોઈપણ જાતની શેહશરમમાં તણાયા વગર કહ્યું. દત્ત ! હું નિશ્ચિતપણે કહું છું કે, આ યજ્ઞોનું ફળ નરકગતિ છે. દત્તે કાલિકાચાર્યને પૂછ્યું. તમે કહો છો તેની ખાત્રી શું ? આચાર્ય ભગવંતે કહ્યું, આજથી સાતમે દિવસે ઘોડાના પગના ડાબલાથી ઊડેલી વિષ્ટા તારા મુખ ઉપર પડશે અને તે પછી તું લોખંડની કોઠીમાં પુરાઈશ. દત્તે પૂછ્યું. તમારી કઈ ગતિ થશે ? આચાર્ય મ. બોલ્યા : ધર્મના પ્રભાવે અમે સ્વર્ગે જઈશું. આ સાંભળી ગુસ્સે થયેલા દત્તે કહ્યું તમારા કહેવા પ્રમાણે સાતમે દિવસે નહીં બને તો તમને ખતમ કરી નાખીશ. ત્યારબાદ શ્રીકાલિકાચાર્યની આજુબાજુ રાજસેવકોનો પહેરો ગોઠવી દીધો, અને પોતે શહે૨માં જઈ તમામ રસ્તાઓમાંથી અપવિત્રના દૂર કરાવી, બધે પુષ્પો પથરાવ્યા ! પોતે અંતઃપુરમાં રહ્યો ! આમ છ દિવસ વીત્યા. સાતમે દિવસે આઠમા દિવસની ભ્રાંતિથી ક્રોધના આવેશમાં આવી ઘોડા ઉ૫૨ સવા૨ થઈ શ્રીકાલિકાચાર્યજીને મારવા નીકળ્યો ! રસ્તામાં કોઈ વૃદ્ધ માણસ ઉતાવળથી રસ્તા ઉપર વિષ્ટા કરી તેના ઉપર ફૂલો ઢાંકી ચાલ્યો ગયો હતો, દત્તના ઘોડાનો પગ તેના ઉપર પડ્યો તેથી વિષ્ટા ઊછળીને દત્તના મોઢા ઉપર પડી. આચાર્યદેવનાં વચનો સાચાં લાગવાથી દત્ત પાછો ફર્યો. જિતશત્રુ રાજાના સેવકોએ તેને પકડી લીધો અને જિતશત્રુ, રાજાને ગાદીએ બેસાડી દીધો. સામંત રાજાઓએ વિચાર્યું કે, આ જીવતો રહેશે તો પાછો હેરાન કરશે તેથી તેને લોખંડની કોઠીમાં પૂરી દીધો. ત્યાં મરણ પામીને દત્ત નકે ગયો ! અહીં દત્તની કોઈ જ શેહશરમ રાખ્યા વગર યજ્ઞનું ફળ નરક છે એવી સામાયિયોગ * ૧૯૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રરૂપણા કરી એ શ્રીકાલિકાચાર્ય મ.નું સત્ય બોલવારૂપ સમવાદ સામાયિક કહેવાય ! [૪] સમાસ સામાયિક ઉપર ચિલાતીપુત્રની કથા ઃ રાજગૃહી નગરીમાં ધનદત્ત નામનો વ્યાપારી રહેતો. શેઠને સુસમા નામની પુત્રી હતી. તેમના ઘરમાં ચિલાતીપુત્ર નામનો દાસ હતો. તે સુસમાને રમાડતો... દુષ્ટ સ્વભાવવાળા અને વ્યસની ચિલાતીપુત્રને સુસમા સાથે કુચેષ્ટા કરતો જોઈ શેઠે તેને કાઢી મૂક્યો. નજીકના જંગલમાં ચોરોની પલ્લીમાં જઈને રહ્યો. ચોરી કરવામાં કુશળ બન્યો. ચોરોના નાયકના મૃત્યુ પછી શરીરે બળવાન અને બાહોશ ચિલાતીપુત્ર પાંચસો ચોરોનો નાયક બન્યો ! એક દિવસ ચિલાતીપુત્ર, ઘણા ચોરોને સાથે લઈ ધનદત્ત શેઠને ત્યાં ચોરી કરવા ગયો. ઘણું ધન અને સુસમા કન્યાને ઉપાડી ચિલાતીપુત્ર ભાગ્યો... શેઠને ખબર પડી એટલે પોતાના ચાર પુત્રો સાથે શેઠ ચોરની પાછળ ભાગ્યા... પાંચે જણા પોતાની નજીક આવી ગયા એટલે ભયથી ચિલાતીપુત્ર સુસમાનું માથું તલવા૨થી કાપી નાંખ્યું... ધડ ત્યાં જ પડ્યું, માથું લઈને ચિલાતીપુત્ર આગળ ભાગ્યો. એક હાથમાં માથું છે અને બીજા હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર છે. સુસમાના મરણથી હતાશ શેઠ વગેરે આગળ ન વધી શક્યા ! માર્ગે આગળ ચાલતા ચિલાતીપુત્રની નજર કાયોત્સર્ગ ધ્યાનને ઊભેલા મુનિરાજ ઉપર પડી. ચિલાતીપુત્ર મુનિરાજને કહ્યું - ધર્મ શું ? તે કહો નહીંતર આ તલવા૨થી તમારું પણ શિર છેદી નાખીશ ! મુનિરાજ નમો અરિહંતાણં’ પદ બોલી આકાશમાં ઊડ્યા અને ઊડતાં ઊડતાં કહેતા ગયા કે ઉપશમ, - વિવેક, સંવર આ ત્રણ પદમય ધર્મ છે. ચિલાતીપુત્ર ત્રણ પદનો અર્થ વિચારવા લાગ્યો. પોતાનામાં એક પણ ગુણ ન જોયો ત્યારે બેય હાથમાં રહેલા મસ્તક અને તલવારને બાજુએ મૂકીને જ્યાં મુનિરાજના પગલાં હતાં ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાને ઊભો રહી ગયો ! લોહીની ગંધથી કીડીઓ તથા ધીમેલો આવીને તેને કરડવા લાગી... આખા શરીરને ચાળણી જેવું બનાવી દીધું... તો પણ સમતાભાવ અખંડ જાળવી રાખ્યો... ત્રીજે જ દિવસે કાળધર્મ પામી ચિલાતીપુત્ર દેવ થયો. આ રીતે થોડા શબ્દોમાં ઘણું તત્ત્વ જાણવું એ સમાસ સામાયિક કહેવાય. ભવાંતનો ઉપાય : ૧૯૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ [૫] સંક્ષેપ સામાયિક ઉપર ચાર પંડિતોની કથા : વસંતપુર નગરમાં વિદ્યાવ્યાસંગી જિતશત્રુ રાજા રાજ્ય કરે છે. એક દિવસ ચાર પંડિતોને બોલાવી મને શાસ્ત્રો સંભળાવો એમ જણાવ્યું. અને પૂછ્યું કે તમારી પાસે કેટલાં મોટાં શાસ્ત્રો છે? પંડિતોએ કહ્યું - અમારી પાસે લાખ-લાખ શ્લોક પ્રમાણ (ચાર લાખ શ્લોક) શાસ્ત્ર છે. રાજાએ કહ્યું – એટલા બધા શ્લોકવાળાં શાસ્ત્રો સાંભળવાનો મારી પાસે સમય નથી ! છેવટે ચારે પંડિતોએ ચાર લાખ શ્લોકના સારભૂત એક જ શ્લોક બનાવીને રાજાને સંભળાવ્યો. जीर्णे भोदनमात्रेयः, कपिल: पाणिषु दया । बृहस्पतिरविश्वास:, पांचाल: स्त्रीषु मार्दवम् ॥ ભાવાર્થ : અમારા ચારમાં જે આત્રેય નામનો પંડિત છે એ કહે છે.... જૂનું ભોજન જીર્ણ થાય, પચી જાય પછી નવું ભોજન કરવું એવો વૈદ્યકશાસ્ત્રનો સાર છે, અભિપ્રાય છે. કપિલ નામનો પંડિત કહે છે કે, “સર્વ પ્રાણિઓ ઉપર દયા રાખવી એ ધર્મશાસ્ત્રનો પરમાર્થ છે.” બૃહસ્પતિ નામનો ત્રીજો પંડિત કહે છે કે, પૈસાના વિષયમાં કોઈનો ય વિશ્વાસ ન કરવો’ એ અર્થશાસ્ત્રનો સાર છે અને પાંચાલ નામનો પંડિત કહે છે – સ્ત્રી પ્રત્યે કોમલ ભાવ રાખવો પણ કઠોર ન થવું. એ કામશાસ્ત્રનું રહસ્ય છે. આ રીતે ચાર પંડિતોએ ચાર લાખ શ્લોકનો સાર એક જ શ્લોકમાં બતાવ્યો તેમ સાગરસમા દ્વાદશાંગીશાસ્ત્રોનો સાર બહુ થોડા શબ્દોમાં સમજવો તે સંક્ષેપ સામાયિક. [૬] અનવદ્ય સામાયિક ઉપર શ્રીધર્મરુચિની કથા : આચાર્યભગવંત શ્રીધર્મઘોષસૂરિજી મ.ના તપસ્વી શિષ્યરત્ન શ્રીધર્મરુચિ અણગાર માસક્ષમણના પાણે ગુરુદેવની આજ્ઞા લઈ ગોચરી માટે નીકળ્યા. ફરતા ફરતા મહામુનિએ રોહિણી બ્રાહ્મણીના ઘરમાં ધર્મલાભપૂર્વક પ્રવેશ કર્યો. તેના ઘરમાં ઝેર જેવી કડવી તુંબડીનું શાક કર્યું હતું તે ધર્મના દ્વેષથી રોહિણીએ તપસ્વી મુનિરાજને વહોરાવી દીધું. મુનિએ પોતાની સામાચારી પ્રમાણે ગુરુદેવને ગોચરી બતાવી. ગુરુએ વિષમય કડવી તુંબડીનું શાક જાણીને મુનિને કહ્યું; આ ઝેરી આહાર સામાયિક્યોગ - ૧૯૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ નિરવદ્ય (જીવરહિત) સ્થાને જઈને પરઠવી આવો અને બીજો આહાર લાવીને પારણું કરો. ગુરુ મ.ની આજ્ઞાથી ધર્મરુચિ અણગાર વિષમય ગોચરી પરઠવા માટે ગયા. એક ટીપું પરઠવ્યું ત્યાં તો તેની ગંધથી એના ઉપર અનેક કીડીઓ આવીને વળગી.... અને મરણ પામી. જીવોનો સંહાર જોઈ, પાપના ભયથી એ મુનિ સર્વજીવોનો ખમાવી પોતાની કાયાને જ શાક પરઠવવા માટે સૌથી નિરવદ્ય સ્થાન સમજી કડવી તુંબડીના શાકને પોતે જ વાપરી ગયા. જોતજોતામાં તો આખા શરીરમાં ઝેર પ્રસરી ગયું ! સમાધિપૂર્વક મરણ પામી મહામુનિ સ્વર્ગે સિધાવ્યાં !! આ રીતે ધર્મરુચિ અણગારનું નિષ્પાપ-નિરવ આચરણરૂપ આ અનવદ્ય સામાયિક કહેવાય. [૭] પરિણા સામાયિક ઉપર શ્રી ઈલાપુત્રની કથા : ઈલાવર્ધન નગર, ધનદત્ત શેઠ, તેમને ધનવતી નામની પત્ની હતી. ઈલાદેવીની સેવા કરતાં પુત્રરત્નની પ્રાપ્તિ થઈ તેથી ઈલાપુત્ર નામ સ્થાપન કર્યું! એ જ નગરમાં એક દિવસ એક નટ પોતાની મંડળી સાથે આવી નાગરિકોને મનોરંજન કરાવતો હતો. નટની સ્વરૂપવાન પુત્રીને જોઈ પૂર્વભવના સ્નેહના કારણે ઈલાપુત્ર એના ઉપર મોહિત થયો ! ઈલાપુત્ર ઘરે આવીને પિતાને કહેવા લાગ્યો. મને નટપુત્રી સાથે પરણાવો, હું મરી જઈશ તોય બીજી કન્યા સાથે લગ્ન નહીં કરું... પિતાએ પુત્રને સમજાવતાં કહ્યું.. વત્સ ! એ નીચ જાતિની કહેવાય, અમે તને ઉત્તમ રૂપવતી, લાવણ્યવતી કન્યા પરણાવીશું. ઘણું સમજાવવા છતાં કોઈ રીતે ઈલાપુત્ર ન જ માન્યો ત્યારે ધનદત્તે નટ પાસે જઈ તેની પુત્રીનું માથું કર્યું. નટે કહ્યું : “અમારી નાચવાની કળા શીખી, ધન ઉપાર્જન કરી અમારી જ્ઞાતિને પોષે તેને અમારી બેટી પરણાવીએ” ધનદત્તે આ વાત ઈલાપુત્રને કરી, મોહવશ ઈલાપુત્ર એ માટે તૈયાર થઈ ગયો. અનુક્રમે હઠે ચઢેલો ઈલાપુત્ર ઘરમાંથી નીકળી નટની મંડળીમાં ભળ્યો. નાચવાની સર્વ કળાઓમાં પ્રવીણ બન્યો! ફરતી ફરતી આ નટમંડળી પોતાની , કળા બતાવવા માટે બેનાતટ નગરે પહોંચી! ત્યાંના રાજાને પોતાની કળા ૧૬ * ભવાંતનો ઉપાય : Page #212 -------------------------------------------------------------------------- ________________ બતાવવા માટે વાંસ સાથે બાંધેલા દોરડા ઉપર અનેક પ્રકારના દાવ અજમાવે છે, સાથે નટપુત્રી ગીત ગાતી ગાતી ઢોલ વગાડી રહી છે. રાજાની નજર નટપુત્રી ઉપર પડી અને રાજા ય એના ઉપર મોહિત થયો. રાજા મનમાં વિચારે છે કે, આ નટડીને હું મારા અંતઃપુરમાં દાખલ કરી દઉં. રાજાને રીઝવવા માટે ઈલાપુત્રે બધા જ દાવ અજમાવ્યા તો ય રાજા ન રીઝક્યો. એ સમયે દોરડા ઉપર નાચતા ઈલાપુત્રની નજર નજીકના એક મકાન ઉપર પડી. ત્યાં એક મુનિરાજ ગોચરી વહોરવા પધાર્યા હતા. રૂપવતી અને સર્વ શણગારથી શોભતાં શેઠાણી ખૂબ ભાવથી અને આગ્રહથી મોદક વહોરાવે છે. મહાત્મા તો નીચી દૃષ્ટિ રાખી ગોચરી વહોરે છે. પેલી રૂપવતી શેઠાણીની સામે પણ જોતા નથી. આ દશ્ય જોઈ ઈલાપુત્ર મનમાં વિચારવા લાગ્યો કે, હું આ નટડી પાછળ પાગલ બન્યો છું. જ્યારે આ મહાત્મા કેવા નિર્મોહી છે...! આવા વિચાર કરતાં મોહનો અંધારપટ દૂર થયો.... શુભ ભાવનાની શ્રેણી ઉપર ચઢ્યા.. દોરડા ઉપર જ કેવલજ્ઞાન પામ્યો ! ઈલાપુત્રના કેવલજ્ઞાનનો મહોત્સવ કરવા દેવતાઓ આવ્યા.. વાંસનું સિંહાસન બની ગયું. આ દિવ્ય સિંહાસન વગેરે જોઈ રાજા, નટ, નટી વગેરે સર્વ પ્રતિબોધ પામ્યા! તત્ત્વની જાણકારીરૂપ ઈલાપુત્રનું આ પરિજ્ઞા સામાયિક કહેવાય. [૮] પ્રત્યાખ્યાન સામાયિક ઉપર તેટલીપુત્રની કથા : તેતલપુર નગરમાં કનકકેતુ રાજા રાજ્ય કરે છે. રાજ્યનો લોભી રાજા પોતાને જેટલો પુત્રો થાય તે બધાને રાજ્યગાદીને લાયક ન રહે માટે ખોડખાપણવાળા બનાવતો. આ રાજાને તેતલપુત્ર નામનો મંત્રી હતો. તેટલીપુત્રને પોટિલા નામની પત્ની હતી. આ માનિતી પત્ની એક દિવસ અણમાનિતી થઈ ગઈ ! તેથી મંત્રી પત્ની સાથે બોલતો નથી. એક દિવસ એક સાધ્વીજી મ. એમને ત્યાં ગોચરી પધાર્યા. પોટિલાએ સાધ્વીજીને કહ્યું, મારા પતિને વશ કરવાનો ઉપાય બતાવો ! સાધ્વીજી મહારાજે સંસારની અસારતાનો ભવ્ય ઉપદેશ આપ્યો. પોટિલાએ સંસારથી વૈરાગ્ય પામી પતિ પાસે દીક્ષાની અનુમતિ માંગી. પતિએ કહ્યું. દીક્ષા લઈ દેવગતિ પામી, મને પ્રતિબોધ પમાડવા આવે તો અનુમતિ આપું. સામાયિકયોગ સ્ટ ૧૯૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ પોટિલાએ એ વાત કબૂલ કરી દીક્ષા લીધી. ૧૧ અંગ ભણી શુદ્ધ મનથી ચારિત્રનું પાલન કરી અનુક્રમે સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં દેવ થઈ! આ બાજુ રાણીને પુત્ર જન્મ થયો. રાજા ન જાણે તે રીતે તેટલીપુત્ર એને પોતાના ઘરે લઈ ગયો. કનકધ્વજ નામ પાડ્યું. મોટો થયો. સર્વકળાઓ શીખવીને હોશિયાર બનાવ્યો. કાળ કાળનું કામ કરે છે. કનકકેતુ રાજા મરણ પામ્યો. મંત્રીએ કનકધ્વજને રાજગાદીએ બેસાડ્યો અને રાજ્યનો વહીવટ પોતે સંભાળવા લાગ્યો. રાજ્યનો મોટો વહીવટ સંભાળવામાં ધર્મ ભૂલી ગયો. દેવ થયેલી પોટિલાએ પોતાના પૂર્વભવના પતિને આપેલ વચન પ્રમાણે પ્રતિબોધ કરવા રાજા વગેરેના મનમાં મંત્રી પ્રત્યે નફરત પેદા કરી. સવારે મંત્રીએ રાજસભામાં જઈ રાજાને સલામભરી પણ રાજએ મોઢું ફેરવી નાંખ્યું એટલે અન્ય સભાજનોએ પણ મોટું ફેરવી નાંખ્યું. અપમાનિત થયેલો તેટલીપુત્ર આપઘાત કરીને મરવા અનેક ઉપાયો અજમાવે છે... પણ... પેલો દેવ બધા જ ઉપાયોને નિષ્ફળ બનાવી દે છે ! અંતે ઊંડા વિચારમાં પડ્યો છે ત્યારે દેવ પ્રગટ થાય છે અને કહે છે મંત્રીશ્વર ! સંસારનું સ્વરૂપ આવું જ છે! બધા સ્વાર્થના સગા છે, વાસ્તવિક કોઈ કોઈનું નથી... વગેરે દેવતાના વચનોથી તેટલીપુત્ર પ્રતિબોધ પામ્યો.. દેવ પોતાના સ્થાને ગયો. તેટલીપુત્ર સંસારની અસારતા જાણી દીક્ષિત થયો. દુસ્તર તપ કરી ઘાતિકર્મ ખપાવી કેવલજ્ઞાન પામ્યો..! આ રીતે પ્રત્યાખ્યાન એટલે છોડવા લાયકનો ત્યાગ કરવારૂપ આ સામાયિક કરીને તેટલીપુત્ર મુનિ શાશ્વતપદને પામ્યા ! સામાયિકનું ફળ • એક માણસ રોજ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો માણસ રોજ સામાયિક કરે તો એ બેમાં સામાયિક કરનાર મોટું ફળ પામે છે. - સમભાવે બે ઘડીનું સામાયિક કરનારો શ્રાવક, સામાયિકમાં આયુષ્ય બાંધે તો વૈમાનિક દેવલોકનું બાણું ક્રોડ ઓગણસાઈઠ લાખ પચીસ હજાર નવસો પચીસ ઉપર ત્રણ અષ્ટમાંશ (૯૨૫૯૨૫૯૨૫ ૩/૮) પલ્યોપમનું આયુષ્ય બાંધે. ૧૮ - ભવાંતનો ઉપાય : Page #214 -------------------------------------------------------------------------- ________________ - કોડો ભવો સુધી તપ તપતાં જે કર્મ ક્ષય ન થાય તે કર્મોનો ક્ષય સામાયિકમાં સમતા ભાવથી આત્માને ભાવિત કરતાં અડધી ક્ષણમાં થઈ જાય છે. - જે કોઈ જીવો મોક્ષે ગયા, જાય છે કે જશે તે બધો સામાયિકનો પ્રભાવ છે. • હોમ ન કરીએ, તપ ન કરીએ, દાન ન આપીએ, બીજું કાંઈ ન કરીએ તો ચાલે, પણ જેનું કોઈ મૂલ્ય આંકી ન શકાય એવી એક સમતા કેળવીએ તોય મોક્ષસુખ મળી શકે છે. રોજ એક બે અથવા મહિનામાં અમુક સામાયિક કરવા એવી ટેકવાળાને સામાયિકમાં સ્વાધ્યાય, જાપ, ધ્યાન, અધ્યયન, વાચન વગેરેનો સુંદર લાભ મળે છે. રોજ થોડું થોડું કરતાં ઘણું ધર્મધન ભેગું થાય છે. કરુણાસાગર અરિહંત પરમાત્માએ ફરમાવેલી સામાયિકધર્મની આવી સાધના વિના આત્મા પર લાગેલા અનેક જન્મોના અશુભકર્મોનો ક્ષય થાય નહિ અને કર્મોથી દબાઈ ગયેલા આત્માના જ્ઞાન, દર્શન, ચરિત્ર વગેરે મહાન ગુણો પ્રગટ થાય નહિ. જેટલીવાર સામાયિક કરીએ તેટલીવાર અશુભકર્મોનો ક્ષય થાય છે. દરેક શ્રીતીર્થકરભગવાન પણ રાજપાટ, વૈભવ છોડી કેવલજ્ઞાન અને મોક્ષ મેળવવા જિંદગીનું સામાયિક (દીક્ષા) લે છે. સામાયિકોગ * ૧૯૯૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ પંચ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધ ટીકાગ્રંથમાંથી સામાયિક ક્રિયામાં વપરાતાં સૂત્રોનો ગુજરાતી કવિતામાં ભાવાનુવાદ. ૧. નવકાર - પંચ પરમેષ્ટીને નમસ્કાર. દેહરા નમું પ્રભુ અરિહંતને, નમું સિદ્ધ ભગવંત, નમું આચાર્ય અને નમું, ઉપાધ્યાય ગુણવંત. ૧ નમું લોકમાં જે બધા, સાધુ છે વિચરંત, પરમેષ્ટી તે પાંચને, સજ્જન સહુ નમંત. ૨ નમસ્કાર આ પાંચને, કરે પાપનો અંત, સહુ મંગલમાં તે પ્રથમ, મંગલ કહ્યું મહંત. ૩ ૨. પંચિંદિઅ’ – ગુરુગુણ સ્મરણ. આગાથા પંચેન્દ્રિયના સંયમિ, ધારક નવવિધ બ્રહ્મચર્ય ગુપ્તિ, ચાર કષાયથી મુક્ત, એ અષ્ટદશ ગુણથી સંયુક્ત. ૧ પંચ મહાવ્રત યુક્ત, પંચવિધાચાર પાળવા શક્ત, પંચ સમિતિ-ત્રિગુપ્તિ,-વાળા મુઝ ગુરુ છત્તિસ ગુણ યુક્ત. ૨ ૩. “ખમાસમણ” – પ્રણિપાત હચ વંદન કરવા ઇચ્છું , શરીરે શક્તિ સહિત, ક્ષમાશ્રમણ ! હું આપને, વાંદું શીશ નમિત. ૧ અથવા–ગીતિ અહો ક્ષમાશ્રમણથી !, શક્તિ સહિત ને શરીરથી ઈચ્છું; આપને વંદન કરવા, મસ્તકથી હું નમસ્કાર કરું છું. ૨જી જ ભવાંતનો ઉપાય : Page #216 -------------------------------------------------------------------------- ________________ ( ૪. ઇરિયાવહિયં વિરાધનાની આલોચના – પ્રાયશ્ચિત્ત. દોહચ આજ્ઞા આપો હે પ્રભુ! પડિકયું છર્યાવહી ?' ઇચ્છાએ આજ્ઞા થતાં, પડિકયું ઈવહી. ૧ જાવાના માર્ગે જતાં. વિરાધના જે થાય. ગમને આગમને તથા. પાપક્રિયા થઈ જાય. ૨ પ્રાણી ચંપાઈ જતાં, બી ચંપાઈ જાય, વનસ્પતિ ચંપાઈને, પાકિયા થઈ જાય ૩ ઠાર ભૂમિડા અને પંચવર્ણ શેવાળ, ચંપાયાં જલ માટી ને કરોળિયાની જાળ. ૪ કર્યા વિરાધિન મેં કદિ, એકેંદ્રિય દ્વીતિય, ત્રીય ચતુરિંદ્રિય અને જીવો પંચેન્દ્રિય ૫ કોઈ જીવ સામા હયા, ઢાંક્યા ધૂળની માંહ ઘસ્યા ધરતીને મસળીને, અથડયા માંહોમાંહ. ૬ સ્પર્શ કરીને દૂભવ્યા, ઉપજાવ્યો પરિતાપ, ગ્લાનિ કરી મૃતવત્ કર્યા કર્યા ઉપદ્રવપાપ. ૭ એકથી લઈ બીજે સ્થલે, મૂક્યા હોય તો, જીવિતથી જુદા કર્યા, “દુષ્કૃત મિથ્યા હો.” ૮ જે જે કરી વિરાધના, ક્રિયા પાપની હો, તે તે મુજ સહુ દુષ્કતો, મિથ્યા મિથ્યા હો. ૯ ૫ તસ્મઉત્તરી - કાયોત્સર્ગનો સંકલ અને હેતુ. દોહા ઉત્તમ કરવા આત્માને, કરવા પ્રાયશ્ચિત્ત, વિશુદ્ધિ કરવા કાજ ને, થવા શલ્યથી મુક્ત. ૧ કરવા ઉચ્છેદને તથા, મૂળથી પાપ જે કર્મ શરીર-વ્યાપારો તજી, રહું હું કાયોત્સર્ગ. ૨ ૬. “અન્નત્ય ઊસિએણે - કાયોત્સર્ગના આગારો. સામાયિકયોગ > ૨૦૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ દેહરા લેતાં શ્વાસોશ્વાસને ઉધરસ ખાતાં છીંક, બગાસું આવે જો કદિ રાખ ન ભંગની બીક. ૧ ઓડકાર ખાતાં થતા, વાયુસંચર થાય, ચકરી આવે કે કદિ, પિત્તથી મૂચ્છ થાય. ર સૂક્ષ્મ અંગસંચારથી, સૂક્ષ્મ શ્લેષ્મ સંચાર, સૂક્ષ્મ દૃષ્ટિના ચલનથી, છે આગાર નિર્ધાર. ૩ એ આગાદિ થકી, થઈ ન જાશે ભંગ, અવિરાધિત મુજ હો સદા, કાયોત્સર્ગ અભંગ. ૪ અરિહંત ભગવંતને, નમસ્કાર સવિધાન, જ્યાં લગી હું મારું નહિ, કાયોત્સર્ગ–ધ્યાન. ૫ ત્યાં સુધી મારા શરીરને, રાખી એક જ ઠાય, મૌન ગ્રહી ધ્યાને રહી, વોસરાવું હું કાય. ૬ ૭. લોગસ્સ - ચતુર્વિશતિ જિન નામસ્તવ. (ક) અનુષ્ટ્ર-શ્લોક લોકના ઉદ્યોતકારી, ધર્મતીર્થકરો જિનો, ચોવીસે અરિહંતો જે કેવલી પ્રભુને સ્તવું. ૧ આર્યા–ગાથા ઋષભ અજિતને વંદું, સંભવ અભિનંદન સુમતિનાથ, પપ્રભુ સુપાર્શ્વ ચંદ્રપ્રભ જિનને વંદું. ૨ સુવિધિ ને પુષ્પદંત, શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય તથ, વિમલ અનંત જિનોને, ધર્મ તથા શાંતિને વંદું. ૩ કુંથુ અર ને મલ્લિ, વંદુ મુનિસુવ્રત ને નમિજિન, વંદું અરિષ્ટનેમિ, પાર્શ્વ તથા વર્ધમાનને ૪ આવ્યા એમ જેનાં છે, ગયાં પાપના મેલ જરા મૃત્યુ, ચોવીસ જિનવરો એ, તીર્થકરો કૃપાવંત થાઓ. ૫ ૨૨ ૪ ભવાંતનો ઉપાય : Page #218 -------------------------------------------------------------------------- ________________ કીર્તિત વંદિત પૂજિત, જે આ લોકમહીં ઉત્તમ સિદ્ધો, આરોગ્ય બોધિલાભ, વો ઉત્તમ સમાધિવર. ૬ ચંદ્રથી વધુ નિર્મલ જે સૂર્ય થકી જે અધિક પ્રકાશક છે, સાગરવર ગંભીર, એવા સિદ્ધો સિદ્ધિ દ્યો મુજને. ૭ ૮. કરેમિભંતે –સામાયિક સૂત્ર. દોહરા હે ભગવન્! સામાયિક કરું રહું સમભાવ, જે યોગો સાવદ્ય તે તણા કરું પચ્ચખાણ. ૧ જ્યાં સુધી આ નિયમે રહું, ત્યાં લગી સપાપ યોગ, કરું કરાવું નહિ કદિ, મનવચ કાયા યોગ. ર એ બે ત્રણ પ્રકારથી, લઉં સામાયિક વ્રત, હે ભગવન્! તે પાપથી, પડિકયું–થઉ નિવૃત્ત. ૩ વળી તે પાપણી કરું, નિંદા ગહ દેવ ! આત્માને તેના થકી, વોસરાવું હું દેવ! ૪ ૯. સામાઈયવયજુરો-સામયિક પારવાનું સૂત્ર. ગાથા સામાયિકવ્રતયુક્ત, જ્યાં લગી રહીએ નિયમ સહિત મનથી, કર્મ અશુભ કાપીએ, સામાયિક જેટલી વાર કરીએ. ૧ શ્રાવક સામાયિકમાં, શ્રમણ સમો જે કારણથી થાયે, તે કારણથી બહુ બહુ સામાયિક છે તેણે કરવાની. ૨ સામાયિયોગ ૯ ૨૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ સામાયિકથી અનુભવેલું કંઈક પ્રસ્તુત સામાયિક ગ્રંથનું લેખન કરતાં પ્રાણ પુરુષના અનુભવ, શાસ્ત્રકથન, સામાયિક ધર્મનાં રહસ્યો, સામાયિકયોગનો ગૂઢાર્થ, પૂજ્ય આચાર્યશ્રીનું માર્ગદર્શન વગેરેના અવલંબને ખૂબ જાણવા અને માણવા મળ્યું. ત્યારે એક વિચાર આવ્યો કે દેવગુરુ અનુગ્રહે સામાયિક સુધી પહોંચાયું. અર્થાત્ સામાયિક આત્મસાતુ થયું તેમ કહેવું તે આત્મશ્લાઘા નથી પણ એક આંતરિક આનંદ છે, જે સૌની સાથે વહેંચવો છે. લગભગ સાંઈઠ વર્ષ પહેલાં વડીલ દ્વારા સામાયિકનો પ્રારંભ થયો, પણ નવકારમંત્ર સિવાય અન્ય કોઈ સૂત્ર ન આવડે. ન સામાયિક લેતા કે ન મારતા આવડે. ભારે સંકોચ થયો અને કંઈક અણગમો પણ થયો. પરંતુ ગ્રંથકારોએ ઉચ્ચ-સંસ્કારી કુળનો મહિમા કહ્યો છે, તે ઘણા સમય પછી સમજાયો કે કુળના સંસ્કારથી આવા યોગ મળે છે, તે સમય જતાં વિકસે છે. વડીલો સૌ સામાયિક કરે, એટલે પણ સામાયિક થતું રહ્યું. પછી સૂત્ર અને અર્થ કંઠસ્થ કર્યા, ત્યારે મનમાં સામાયિક પ્રત્યે કંઈ રુચિ થઈ. અણગમો ગયો. સમયની દૃષ્ટિએ અવકાશ ઘણો હતો. એટલે ધર્મકથાનું વાચન, સ્તવન, પ્રતિક્રમણનાં સૂત્રો કંઠસ્થ કરવાનો ઉત્સાહ થયો. તે અભ્યાસના સંયોગો પણ મળી ગયા. આથી સામાયિકનો સમય રસપ્રદ બન્યો. વળી નિવાસે, દહેરાસર હેવાથી અવારનવાર પૂ. આચાર્યશ્રી અને સાધુજનોનું આગમન થતું. વ્યાખ્યાનનો લાભ મળતો, આથી ધર્મક્રિયાની ભાવના વૃદ્ધિ પામી. દેવ-દર્શન-પૂજન વગેરે થતાં રહ્યાં. સામાયિક અનુષ્ઠાનના માધ્યમથી અને અન્ય અભ્યાસ માટે સાધુમહારાજના આદેશથી પ્રથમ પખા' શરૂ કર્યા, પખ્ખા એટલે પંદર સામાયિક લગાતર કરવાના, ચૌદ થાય અને શરીરે અસુખ હોય કંઈ વ્યવહારિક કારણ હોય ત્યારે કસોટી થતી પણ પંદર પખા એક વર્ષે બરાબર પૂર્ણ થયા. વળી કોઈ સાધુભગવંતે સામાયિકનું પુણ્ય બતાવ્યું. કારણ કે પ્રશ્ન તો હતો જ કે આ જન્મમાં કંઈ સુકૃત્ય કર્યા વગર જેને ભૌતિક સુખ કહેવાય રજ આ ભવાંતનો ઉપાય : Page #220 -------------------------------------------------------------------------- ________________ તે કેવી રીતે મળ્યું? જવાબ : પૂર્વ પુણ્યથી. અને આ જન્મમાં પુણ્યની વૃદ્ધિ કરો.” કેવી રીતે ! દર્શન, પૂજન, નવકારમંત્ર, સામાયિક વગેરેની વૃદ્ધિ કરતા જાવ. વ્રત, તપ યથાશક્તિ કરતા રહેવું. આમ સામાયિક અનુષ્ઠાન આગળ વધ્યું. બસો બેલા કરવાના, અર્થાત્ રોજે બે સળંગ સામાયિક થાય તે જ ગણવાના. ખૂબ ઉત્સાહપૂર્વક પ્રારંભ કર્યો. છૂટું એક સામાયિક થાય તે ગણવાનું નહિ. આમ બે ત્રણ વર્ષે બેલા પણ પૂર્ણ થયાં. ગમે તેમ પણ બેલામાં આનંદ આવ્યો. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ગતાનુગતિક ના કરો. સમજીને કરો. જ્ઞાન સહિત કરો. વાત સાચી છે, પણ સમજ લેતા જન્મ જ પૂરો થઈ જાય. સમજ અને ના સમજનો આ ઝઘડો ક્યાં સુધી ચલાવવો? “મને દહેશત છે આ ઝઘડામાં થઈ જાયે પૂરો ના જન્મારો.” અલબત્ત સમજ-જ્ઞાન સહિત અનુષ્ઠાનો સકામ નિર્જરા આપે છે, પણ બાપુ! અહીં તો ત્યારે નિર્જરા શબ્દ જ સાંભળ્યો ન હતો. પૂર્વ પુણ્ય-સંસ્કાર, વર્તમાનમાં બધો પુણ્યયોગ અને આંતરિક ઉત્સાહ, એટલે સામાયિકમાં જીવ ગોઠવાતો ગયો. બેલા' બે-ત્રણ વર્ષ પૂરા થયા, ત્યાં વળી ક્યાંકથી શ્રવણે પડ્યું “તેલા”. જે દિવસે ત્રણ સામાયિક સળંગ થાય તે ગણાય. છૂટ્ય થાય તે ન ગણાય. પણ બસો બેલાથી મન પર વિશ્વાસ થયો હતો કે થશે. વડીલોનો સૌનો સાથ હતો વળી પાંચેક વર્ષની ભૂમિકાથી હવે આગળની ભૂમિકામાં જવાનું હતું ને ? હવે ત્રણસો તેલાનો આંક શરૂ કર્યો. છૂટા સામાયિક વગર દિવસ પૂરો ન થતો, પણ આ તેલામાં કસોટી થઈ. સમય બપોરનો ર-૩૦થી ૪નો જ ગોઠવાય. તે પણ નિયમિત ન થાય. છતાં અનુષ્ઠાન થતું રહ્યું. ભાવના હતી પણ તેલા પૂરા ન થયા. મુંબઈ નિવાસ થયો. સામાજિક સેવાનું કાર્ય હાથ લીધું. તે પછી પતિનું અવસાન થયું. વળી પાછા ઘણા અંતરાયો વચ્ચેથી પસાર થવું પડ્યું. મનોબળ પણ ખોરવાઈ ગયું. સામાયિયોગ સ્ટ ૨૦૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ પરંતુ એ ભૂતકાળ પર નજર જાય છે ત્યારે સામાયિક દ્વારા જે શાસ્ત્ર અભ્યાસ થયો, તેને કારણે ધેર્ય, ધર્મભાવના, કરેલાં કર્મ ભોગવવાં પડે તેવા સિદ્ધાંતની સમજ શ્રદ્ધા વગેરેથી ઘણી આપત્તિમાં એ સંપત્તિ કામ લાગી. એટલે આજે સૌને ખૂબ વિશ્વાસથી કહું છું. સુખના સમયનો સદ્દઉપયોગ કરો. દુઃખના સમયમાં સંતો પાસેથી મળેલી શ્રદ્ધા અને મેળવેલો બોધ, વળી આદરપૂર્વક કરેલા સામાયિક જેવા અનુષ્ઠાનોથી સમાધાન થશે, તે આંતરિક બળનું મહાન ઔષધ છે ભવાંતનો ઉપાય છે. હા, પણ પેલા ત્રણસો તેલાની ભાવના અધૂરી રહી. છતાં અજબ રીતે તે આત્મપ્રદેશ પર ટકી રહી ત્યાર પછી તો ખાસ્સો ત્રણ દસકા જેવો ગાળો નીકળી ગયો. જો કે તેમાં ગુજરાત | અમદાવાદમાં માનવકલ્યાણનું ઉત્તમ કાર્ય કરવાની તક મળી. અનુષ્ઠાનોની ગૌણતા થવા છતાં ગુરુકૃપાએ સંસ્કાર અંતરધરામાં સચવાઈ રહ્યો હશે કે શું? લગભગ બે દસકા પહેલાં અંતરમાંથી અવાજ આવે, હવે કેવળ અધ્યાત્મયોગની સાધનાથી જીવનપૂર્તિ કરો. છ દસકા પૂરા થયા છે. જો નજીકમાં ભવાંતનો ઉપાય કરવો હોય તો આખરી અભિગમ અધ્યાત્મયોગનો છે. ત્યારે માનવકલ્યાણ ક્ષેત્રે ઘણો ઉજ્વળ સમય યશ-કીર્તિનો હતો. પરંતુ પૂ. પંડિત સુખલાલજીના શુભાશિષ હતા “નિષ્કામ કર્મયોગી આદરજો. તે આશિષ સાથે સેવા કાર્ય પૂર્ણ કર્યું. પછી એ ક્ષેત્ર છૂટી ગયું. અને અધ્યાત્મયોગનો પ્રારંભ થયો. તેમાં પણ પુણ્યયોગ ઘણો પ્રબળ, મહામાનવો તથા સંતોના પરિચય અને માર્ગદર્શન મળતા રહ્યા. આશ્ચર્ય તો એ કે જે સમયે જે ભૂમિકાએ જેની જરૂર પડે તેવા શુભયોગ મળી જાય આગળના વિકાસ માટે પ્રત્યક્ષ, પક્ષ કે શાસ્ત્રથી પ્રેરકબળ મળતું રહ્યું. હવે મૂળ વાત પર પેલા ત્રણસો તેલાની અધૂરી શુભકામના સ્વયે હાજર થઈ ગઈ. અને પછી “તેલા કહો કે ચોલા, પંચોલા થયા જ કરે. ઈડર જેવા તીર્થમાં એકાંત સ્થળે સામાયિક વગર બેસાય નહિ. હવે ગણતરી છૂટી ગઈ. અનુષ્ઠાન સહજ સાધ્ય બન્યું. પ્રારંભમાં ઓધે સમજ વગર પરંતુ ભાવપૂર્વક કરેલા અનુદ્ધનની આજે ફલશ્રુતિ એ થઈ કે અંતર અવાજ કહે છે કે, “સમક્તિ વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ આ ચારિત્ર શબ્દ ૨૦૬ ભવાંતનો ઉપાયઃ Page #222 -------------------------------------------------------------------------- ________________ સામાયિક પોષક છે. ઘણા પ્રકારે સામાયિક સમજાયા પછી આજ તો સ્વસ્ફુરણાઓની સરવણી ફૂટ્યા કરે છે. અનેકવિધ અંતઃચેતનાની પ્રસન્નતા પ્રગટતી રહે છે. એ સામાયિક-ધર્મ-યોગનો મહિમા કથનથી ૫૨ છે. સામાયિક એટલે સાવદ્ય પાપવ્યાપરનો સાધકને માટે મર્યાદિત ત્યાગ. આ અભિગમ જીવનમાં રસાતો ગયો. એનું પુણ્ય આવતા જનમમાં શું હશે તે કેવળી ગમ્ય છે. પણ આ જન્મમાં એવા પાપવ્યાપારથી ઘણી મુક્તિ મળી છે. એવી કોઈ જરૂરિયાત, બાહ્ય પ્રવૃત્તિ, કોઈ અપેક્ષાઓ, જનઉત્કર્ષને કારણે પણ બાહ્ય આડંબરો બધું જ જાણે વિરમી ગયું છે. બસ એક જ લગની સામાયિક યોગમાં રહેવું. પછી શ્રુત હો, વિધિથી હો, કે સમ્યક્ત્વથી હો. મુક્તિ દ્વારને ટકોરો એ સામાયિક યોગની ફળશ્રુતિ છે. સત્સંગી – સ્નેહીઓ પૂછે છે. આવું જીવન મંગલ કેવી રીતે પ્રગટ થાય ? દેવગુરુ અનુગ્રહ, નવકારમંત્ર, ભક્તિ, સામાયિકનું અને શાસ્ત્ર અધ્યયન, અધ્યાપન વિગેરેનું આ સાક્ષાત પરિણામ છે. આ કંઈ કોઈ એક જીવનો મહિમા નથી પણ સામાયિક યોગનો મહિમા છે. પૂ. આચાર્યશ્રીએ પ્રારંભમાં આ વિજ્ઞાન દર્શાવ્યું છે. સામાયિકની શું વિશેષતા છે તે તો વાચકવર્ગ દરેક વિષયના વિવેચનથી જોઈ લેશે તો સમજાશે કે તે અન્વયે ઉપયોગનું અંતરંગ શુદ્ધતા પ્રત્યે સમભાવ સહિત ઝૂકવું તે સામાયિક યોગ છે. મન તો એ કહે છે કે સામાયિકમાં શું નથી ? અભ્યુદય = દુન્વયી આબાદી, નિઃશ્રેયસ = પરમાર્થિક વિકાસ, પેય ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિ. આખરે ભવભ્રમણથી મુક્તિ. તમે કયા સોપાન પર છો. તમારા હૃદયના તાર ક્યાં જોડાયેલા છે, તેના પર સામાયિકની ફલશ્રુતિ છે. ૫રમાર્થ ભૂમિકામાં સામાયિકનું અનુષ્ઠાન, યોગ બને છે. અરે ! આ સામાયિક જ્યારે કેવળ ક્રિયારૂપ હતું ત્યારે તેણે શુભભાવની/ અભ્યાસની ભૂમિકા આપી. જ્યારે તેમાં નિષ્ઠા કેળવાઈ તે અનુષ્ઠાન બન્યું ત્યારે તેણે પરહિતની ભાવના આપી. એ સામાયિક જ્યારે જીવનનું અંગ બન્યું. ત્યારે તેણે યત્કિંચિત સ્વરૂપનું શુદ્ધ દર્શન-શ્રદ્ધા આપ્યાં. સંવેગ અને નિર્વેદની શક્તિ પ્રદાન કરી, અને સામાયિકની પરિણામરૂપ ભૂમિકા બંધાઈ ત્યારે વિશ્વના ચૈતન્ય સામાયિકયોગ * ૨૦૭ = Page #223 -------------------------------------------------------------------------- ________________ સાથે અહોભાવ રચાતો ગયો. “સૌ સુખી થાઓ સૌ સુખી થાઓ. જો કે હજી ઘણી મંઝિલ કાપવાની છે. પણ ભય નહિ મુજ હાથોહાથ તારે તે છે સાથે રે, મનમોહન સ્વામી શ્રી અરનાથ ભવજલનો તારુ” પૂ. પન્યાસજીએ પ્રકાર્યું છે કે “તમે શુભભાવનાથી ભરપૂર છો તો વિશ્વની સૌ અનુકૂળતા તમારા ચરણ ચૂમતી આવશે. કોઈ અશુભ કર્મનો યોગ આવે વિકલ્પ ઊઠશે પણ વિચલિત થવા નહિ દે.” આમ સામાયિક યોગના પ્રભાવે જીવન ધન્ય બની ગયું. પૂ. પન્યાસજી કહે છે પ્રભુ પરાર્થવ્યસની છે. અને એ વાતનો મહિમા એ છે કે આપણે સામાયિક વ્યસની થવું બહુસો સામાઈયં કુક્કા શક્ય તેટલું સામાયિકમાં રહેવું. કરવા, કાવવા અને કરતાંને અનુમોદન આપવું. સાધન આપવાં. સત્પુરુષોના અનુગ્રહ સેંકડો ભવ્યાત્માઓએ યથાશક્તિ સામાયિકનું અનુષ્ઠાન માહાત્મપૂર્વક સ્વીકારી લીધું છે. સવિશેષ તો વર્ધમાન સામાયિક વ્રત, = અર્થાત્ વર્ધમાન આયંબિલ તપની જેમ, રોજ એક સામાયિક લગાતર અવશ્ય કરવું, સાથે બેલા જોડતા જવા. એમ એકની ગણતરીથી એકસો આઠની શ્રેણિ સુધીનું આ વર્ધમાન તપ સૌના દિલમાં વસવા માંડ્યું છે. સાથે સાથે શું બન્યું ! વરસી તપ ઉપવાસના અનુષ્ઠાનથી થાય તે ઉત્તમ છે, પરંતુ વર્ધમાન સામાયિકની જેમ સ્વાધ્યાય વરસી તપ. રોજે બેથી ત્રણ પાનાંનું શાસ્ત્રવાચન કરવું. અને વરસે દહાડે સૌ કહેતા આવે પાંચસો/સાતસો પાનાના ગ્રંથનું વાંચન થયું. આમ સર્વમાં સર્વત્ર એક પ્રસન્નતા પ્રસરી જાય છે. સત્સંગી - ધર્મપ્રેમી આ દેશ કે પરદેશમાં સામાયિકના અનુષ્યને સૌમાં શુભ ભાવનાની સળંગ સૂત્રતા કરી આપી. આ માધ્યમથી એક વિશાળ, નિસ્વાર્થ, પરોપકાર વૃત્તિ પોષક, પરિવારનું સર્જન થયું. નિર્દોષ પ્રેમના એક ધાગામાં સૌ મણકાની જેમ પરોવાઈ ગયા. આવા સહયોગથી સામાયિક યોગ પણ વૃદ્ધિ પામતો ગયો, સૌને માટે સામાયિક જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગયું છે. આમ સહજભાવે અંતરભાવ લખાઈ ગયા તેમાં પણ મારા આ નિર્દોષ ૨૮ ટ ભવાંતનો ઉપાય: Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રેમયુક્ત સત્સંગી પરિવારની પ્રેરણા છે. તેમની સાથેના હ્રદયની ઐક્યતાએ સ્વાધ્યાય – સત્સંગમાં અનુભવથી સેલા પ્રસંગો સૌ આદરપૂર્વક સાંભળે છે. પ્રેરણા મેળવે છે. સૌની સાથેની નિકટતાનું આ એક માધ્યમ પણ છે. ખર્ચે ન ખૂટે વાંકો ચોર ન લૂંટઈ દિન દિન બઢત સવાયો. પાયોજી મૈને રામ રતન ધન પાયો.'' પાયોજી મૈને વીર વચન ધન પાર્યો. દ્રવ્યરૂપ ધન આપી દેતાં ઉત્કૃષ્ટ ઉદારતા પ્રગટે કે ન પ્રગટે, પણ અધ્યાત્મમાર્ગ એવો છે કે લૂંટવો અને વૃદ્ધિ પામે. જે લે તે સૌ આનંદ પામે, પ્રેમના ધાગે બંધાય. સૌ નિકટ હો કે દૂર હો, વૈચારિક, માનસિક અને ભાવાત્મક રીતે પણ આ સંબંધ સૌને સમાધાન પોષક સહાયક બને છે. આ માર્ગમાં આપણે એકલા નથી. કેટલા બધા આપણી સાથે છે ? પૂ. આચાર્યશ્રી કહે છે કે “તત્ત્વ ગ્રહણ કરો, સૌને વહેંચો, અને પુનઃ મેળવતા રહેજો.” પારિવારિક સંબંધોના ભાવથી લખાયેલું કશું વધારે નહિ લાગે એવો વિશ્વાસ છે. આનંદ છે. દેવગુરુની અસીમ કૃપા હોય ત્યારે આમ સામાયિક જીવનનું એક અંગ બને છે. સામાયિકનું અનુષ્ઠાન યોગ બને છે. અર્થાત સામાયિકમાં થતા જાપ સ્વાધ્યાય, ધ્યાન, અંતરને સ્પર્શવાનું બળ આપે છે. તે સમયની શુદ્ધ અંતરંગ અવસ્થા ક્યારેક સાધકને વીજળીની જેમ ઝબકાર આપી જાય છે. ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એની મોજ માણે છે. અને મસ્તક પ્રભુની કૃપા પ્રત્યે ઝૂકી જાય છે. સામાયિક અનુષ્ઠાન વગરનો સમય પણ સામાયિક યોગરૂપે વણાઈ ગયો છે. હજી જીવમાં ઘણા દોષો, કષાય વિષયના સંસ્કારો ચારિત્ર મોહનીયની ચેષ્ટાઓ તો છે જ શુભ ધ્યાનની વિકાસની દશાને ખંડખંડ કરે છે પરંતુ શ્રદ્ધાબળ અને બોધ ટકી જાય છે, એ સામાયિકનો અપૂર્વ મહિમા છે. સાધક અવસ્થામાં પાપા પગલી માંડતા આ સામાયિકના અનુષ્ઠાનની અપૂર્વતા જ્ઞાનીજનોએ યથાખ્યાતચારિત્રનો અંતિમ આદર્શ આપીને ક્ષાયિક, સામાયિકયોગ * ૨૦૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સામાયિકનું બોધ દ્વારા પ્રદાન કર્યું છે. અવતાર માનવીનો નહિ મળે. (સામાયિકયોગ) ચૂકી ગયા પછી ફરીને નહિ મળે. અરે દેવલોકમાંમ ના મળે આ સામાયિક યોગ. અહીંયાં મળ્યું છે તો માણી લો જાણી લો જે સામાયિક આચારી કંઈક તરી ગયા. તમે શું કામ વિચારમાં રહી ગયા ! મને તમને સૌને આપણને જીવમાત્રને આવા સામાયિકયોગ વડે સમતાનું અપૂર્વ અને પૂર્ણ સુખ પ્રાપ્ત થાઓ તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના સાથે વિરમું છું. અધિકું ઓછું જણાય તો પ્રેમથી નિભાવજો. આ સર્વે આપણું જ છે. પછી વિકલ્પ શો? માટે આરાધો, ખૂબ આદરથી આરાધો. ભવાંતનો ઉપાય સામાયિક યોગ ઈતિશીવમ્ બહેન પૂ. પંન્યાસજીના સુભાષિતથી ગ્રંથલેખન પૂર્ણ કરું છું. આત્મામાં વિશ્વ વ્યાપી વિશાળતા પ્રગટ કરવાનું સાધન સામાયિક છે. એથી સ્વાર્થ સાથેના સગપણ દૂર થઈ સર્વ જીવો સાથેનો આત્મીય ભાવ પ્રગટે છે. સ્વરક્ષણવૃત્તિને સર્વસંરક્ષણ વૃત્તિમાં બદલવાનો સ્તુત્ય પ્રયોગ તે સામાયિક પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. વિશ્વના જીવોના હિતની ઉપેક્ષા કરીને આત્મા સામાયિકમાં રહી શકતો નથી. કઠણ કર્મોના પહાડને તોડી શકતો નથી. અપૂર્વ વર્ષોલ્લાસ વડે અત્યંત ચીકણાં પણ કર્મોનો નાશ થાય છે. તેનું પ્રાગટ્ય વિશ્વહિતની ભાવનાના સતતાભ્યાસ દ્વારા થાય છે. અહીંથી ધર્મનો આરંભ થાય છે. એકના ધર્મથી સર્વને લાભ થાય છે. આવો લાભ આપવાનું અચિંત્ય સામર્થ્ય જેનામાં છે તે આત્માને સમતામાં રાખવો તે સામાયિક છે.” ૨૧૦ ભવાંતનો ઉપાય: Page #226 -------------------------------------------------------------------------- ________________ खमासमणुं केम देवं ते. पंचांगप्रणिपातरूप 'खमासमण' मुद्रा प्रथम स्थिति.[प्रारंभ । द्वितीय स्थिति. [अन्त] .... . ." पंचांग बसावाब पग अनमस्तक-तेवडे प्रणिपात: नमस्कार.. -_-मासमा महेबुंतઆપણી તમામ ક્રિયાઓમાં ખમાસમણું આવવાનું જ. બીજું ચિત્ર બરાબર જુઓ, અને તમે જે રીતે ખમાસમણું દે છે તેની સાથે સરખાવો અને ખામી હોય તો દૂર કરે. વધુ સમજણ મેળવવા પ્રારંભમાં છાપેલું “ખમાસમણું કેમ દેવું' તે લખાણ વાંચે. સામાયિકયોગ * २११ Page #227 -------------------------------------------------------------------------- ________________ मुहपती अने शरीरनी ५०, पडिलेहणा अंने ५0,बोल. सूचना --चस्वलावालानेज उमडक बेसीने पडिलेहण करवानो अधिकार छे.नहोय तेने बेसीने पडिलेहण करवी. | १. उमडक बेसो, २. हाथ बे पगनी अंदर सरवो. ३. मुहपत्तीने खोलो, ४. पछी अवलोकन करो ते साथे 'सूत्र' आ बोलने मनमा बोलो. HILA पछी अवलोकन को SA म नरो . मुहपतीपडि दृष्टिपडिलेहणा - - AWAR हवे मुहपत्तीने बीजी बाजुओ फेरवी,प्रमार्जना करवानी साथेअर्थतत्त्वकरीसद्दई' बोलो. रिपडिलेहणा .. ૨૧ર : ભવાંતનો ઉપાય : Page #228 -------------------------------------------------------------------------- ________________ “सम्यक्त्व मोहनीय. मिश्र मोहनीय, मिथ्यात्व मोहनीय परिहरु, आ बोल बोलीने मुहपतीना अक छेडाने त्रणवार खंवेरवो. २-६ऊपप्फोडा काम राग,स्नेह राग, दृष्टि राग परिहलं" (8) आ बोल बोलीने मुहपत्तीना बीजा छेडाने त्रणवार खंखेरवो.पछी चित्र मुजब डाबा हाथना कांडाउपर नाखवी. સામાયિકયોગ * २१3 Page #229 -------------------------------------------------------------------------- ________________ नव अकरवोडा २१४ * (५) मुहपत्तीने चित्रमा बताव्या मुजब आंगलीओमा भरावो. पछी आंगळाथी कांडा तरफ अने फरी कांडाथी आंगळा तरफ मुहपत्ती वडे त्रण ऋणवार प्रमार्जना करो, साथे नीचेना बोल बोलो"सुदेव, सुगुरु, सुधर्म आदरु” "कुदेव, कुगुरू, कुधर्म परिहरू" ज्ञान दर्शन चारित्र आदरू, ६) "ज्ञान विराधना, दर्शन विराधना, चारित्र विराधना परिहरू" "मनो गुप्ति, वचन गुप्ति, काय गुप्ति, आदरू, मनोदंड. वचन दंड. कायदंड परिहरु' पछी जमणा हाथना पृष्ठभागे मुहपत्ती (छठा चित्र मुजब ) फेरवतां ७ “हास्य, रति, अरति परिहरू" बोलो पछी डाबा हाथमा मुहपत्ती भरावीने • जमणा हाथना पृष्ठभागे फेरवतां "भय, शोक, जुगुप्सा परिहरु बोलो भवांतनो उपाय : Page #230 -------------------------------------------------------------------------- ________________ मस्तक शरीरनी २५,पडिलेहणामां मस्तकादिनी पडिलेहणा. C पछी मुहपत्तीना बे छेडाने बे हाथथी पकडीने मस्तकनी वच्चोवच अने तेनी बंने बाजुओ पडिलेहणा करतां अनुक्रमे"कृष्णलेश्या,नील लेश्या, कापोत लेश्या,परिहलं,"बोलो. मुरव पछी मुस्वनी प्रमार्जना करता"रसगारव,रिदिगारव, सातागारव परिहर्स" बोलो. CERE छाती पछी छातीनी पडिलेहणा करतांमायाशल्य,नियाणशल्य, मिथ्यात्वशल्य परिहरूं" "आ बोलने मनमा बोलो. સામાયિકયોગ ૨૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ . खभा अने पगनी बंने खभा पडिलेहणा. ते पछी मनमा नीचेना बोल बोलवा पूर्वक जमणा रखभानी पडिलेहणा करो"क्रोधमान परिहरू" डाबा रखभे करता"मायालोभ परिहरं, बोलो. बंने पगो चरवलाथी अथवा मुहपतीथी जमणा पगनी (३,वार) प्रमार्जना करता "पृथ्वी काय,अपकाय, तेऊकायनी रक्षा करूं, अने डाबा पगे करता वायुकाय,वनस्पतिकाय, वसकायनी रक्षा करूं" बोलो. साधीजीने में 10 अनेनी अने भाविकाओने 4,10,नंबरनी पहिले हमा होती थी. ૨૧૬ સે ભવાંતનો ઉપાય : સામાયિકયોગ Page #232 -------------------------------------------------------------------------- ________________ કન્ય, પુણિયાજીના શુદ્ધ સામાયિકની સિદ્ધિને ભગવાન શ્રી મહાવીરના શ્રીમુખે પ્રસન્ન ચંદ્ર રાજર્ષિની કથા સાંભળી. શ્રેણિક રાજા પ્રશ્ન પૂછી બેઠા. પ્રભુ ! મૃત્યુ પછી હું કંઈ ગતિમાં જઈશ ? ભગવાને અત્યંત કરુણાભરી દૃષ્ટિથી શ્રેણિકની સામે જોયું. શ્રેણિકની દૃષ્ટિ ખોલવા ભગવાનને કડવું સત્ય કહેવું પડ્યું. હે શ્રેણિક ! શિકારના. હિંસક પરિણામે તારી ગતિનું નિર્માણ નરકગતિનું થયું છે. શ્રેણિકને માથે આભ તૂટી પડ્યું. નરકના દુઃખ શું સહેવાશે ? | કેરબદ્ધ થઈને શ્રેણિક પૂછે છે.. પ્રભુ આપનો ભક્ત નરકગામી ? હે શ્રેણિક ! કરેલા કર્મ ભોગવવા જ પડે છે. ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર જિનેન્દ્ર કોઈ તેમાં અપવાદ નથી.” છતાં પ્રભુ ઉપાય બતાવો. શ્રેણિકના સમાધાન માટે શાશ્વત સામાયિકના. સ્વામી પ્રભુએ પ્રયોગ બતાવ્યો. રાજગૃહીમાં. ઝૂંપડીમાં વસતા. પુણિયાજીના એક સામાયિકનું ફળ જો મળી શકે તો પર્યાપ્ત છે. રાજા શ્રેણિક પુણિયાજીની પાસે મગધ સામ્રાજ્યના ખજાનાની બદલીમાં એક જ સામાયિકનું ફળ માંગે છે. પણ જડ પદાર્થ સાથે શુદ્ધ ચેતનની શક્તિનું મૂલ્યાંકન સંભવ નથી. મુખપૃષ્ઠ ઉપર આ. હકીકતનું, રહસ્ય સમજી શકાશે. For priv Use Caly