________________
૨૪. શ્રી વર્ધમાન સ્વામિ : ક્ષત્રિયકુંડ નગરીમાં જન્મ હતો. તેમના પિતા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી માતા હતાં, ભગવંત ગર્ભમાં આવ્યા પછી માતા-પિતા સમસ્ત ઋદ્ધિમાં વૃદ્ધિ પામ્યા. ધન-ધાન્યાદિકના ભંડાર તથા દેશનગરાદિની વૃદ્ધિ થઈ, સર્વ રાજા આજ્ઞામાં વર્તવા લાગ્યાં; એવો ગર્ભનો પ્રભાવ જાણી વર્ધમાન નામ દીધું, વળી બાલ્યાવસ્થામાં મેરુપર્વત અંગૂઠે ચાંપ્યો તથા આમલકી ક્રીડા કરતાં દેવતા હાર્યો, તેથી ઈંદ્ર મહારાજે શ્રી મહાવીર એવું બીજું નામ દીધું. તેમનું સાત હાથનું શરીર અને બહોતેર વર્ષનું આયુષ્ય જાણવું. સુવર્ણ વર્ણ અને લાંછન સિંહનું જાણવું. શ્રી મહાવીર સ્વામી ૨૪ મા તીર્થંકર થયા, ત્યાર પછી કોઈપણ તીર્થકર ભગવાન આ ભરતક્ષેત્રમાં થયા નથી, તેમજ આ અવસર્પિણી કાળમાં થવાના નથી. હાલમાં જૈ જૈનધર્મ પ્રવર્તે છે તે શ્રી વીપ્રભુનું જ શાસન સમજવું. તેમની પાટે શ્રી સુધર્માસ્વામી ગણધર થયા, હાલમાં જે સાધુઓ જૈનધર્મને માનનારા છે તે સઘળા તેઓની પરંપરાના સમજવાના.
૯. કરેમિ ભંતે સૂત્ર (સામાયિકનું પચ્ચકખાણ)
શબ્દાર્થ કરેમિ-કરું છું.
વાયાએ-વચને કરી. ભંતે-હે ભગવાન્ !
કાએણ-કાયાએ કરી. સામાઇયં-સામાયિક
ન કરેમિ-ન કરું. સાવજ્જ-પાપકારી.
ન કારવેમિ-ન કરાવું. જોગંયોગનું
તસ્સ–પૂર્વે કરેલ અપરાધ) થકી. પચ્ચકખામિ-પચ્ચકખાણ કરું છું. ! પડિક્કમામિ-પાછો હઠું છું. નિયમ–નિયમને.
નિંદામિ-આત્મસાક્ષીએ નિંદું છું. પજ્વાસામિ-પપાસું એવું . ગરિહામિ–ગુરૂસાક્ષીએ વિશેષ કરી દુવિહં–બે પ્રકારે.
નિંદું છું. તિવિહેણં-ત્રણ પ્રકારે,
અખાણું–મારા આત્માને. મણેણં–મને કરી.
વોસિરામિ–હું પાપથકી વોસિરાવું છું.
સામાયિયોગ
નેટ ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org