________________
૧૨ : સામાયિક : અહં વિલય – મનોનિગ્રહ
આરંભ અને પરિગ્રહનો નિકટનો મિત્ર મોહ છે. મૂચ્છ છે. જેમ જેમ મોહ ઘટે, મમત્વ ઘટે તેમ તેમ તે પદાર્થોમાં રહેલો પોતાનો અહંભાવ મંદપરિણામ પામે. દીર્ઘકાળથી પરિચયવાળો તે અહંભાવ એકાએક નિવૃત્ત થતો નથી અને અહંના વિલય વિના આરંભ પરિગ્રહના સાધનોની કે પુદ્ગલની પરવશતા છૂટતી નથી.
સામાયિક એ સાધનામાર્ગ છે. તેમાં અહવિલય અને મનોનિગ્રહ અત્યંત જરૂરી છે. દૃઢપ્રહારી જેવા મહા અપરાધીએ પણ દરેક દરવાજે ઊભા રહી તાડન પિડન સહી અહવિલય કે મનોનિગ્રહ કરી ખૂની મટી મુનિ બન્યો.
મોહથી ગ્રસ્ત મરુદેવા માતા, પુત્ર વિરહથી આંસુ વહાવી આંખે અંધાપો આદર્યો. તેમણે પુત્ર ઋષભનું ભગવજન્ય ઐશ્ચર્ય સાંભળી મનોનિગ્રહ કર્યો, અને યોગની સ્થિરતા કરી અંતર્મુહૂર્તમાં કૈવલ્યની પ્રાપ્તિ કરી.
અહંના પાયા ઉપર પુદ્ગલની ઇમારત ઊભી છે. અહંના વિલય થવાથી ઇમારતના પાયા હચમચી જાય છે. તમે તટસ્થપણે આંતર નિરિક્ષણ કરશો તો તમારા મન પર આ અહંના પડઘા તમને સંભળાશે. પળે પળે “હું હું. સામાયિકના અનુષ્ઠાનની સૌથી પ્રથમ શરત છે સાવદ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ એટલે પુદ્ગલ પ્રત્યેથી મુક્તિ, પરિગ્રહથી વિરમવું. જેના પરિણામે તેમાં પ્રવર્તતો અહં વિલય પામે છે. જો કે અનાદિકાળનો આ અહં એકાએક વિલય પામતો નથી. તે માટે તનથી, મનથી ગુરુને અર્પણ થવું, આધીન થવું. ગુરુના પારતંત્રમાં સ્વરૂપનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે.
કરેમિ ભંતે સામાઇયં / તસ્મ ભંતે પડિક્કમામિ ગુરુની નિશ્રા શીળી છાયા છે. કદાચ શિક્ષા આપવામાં ગુરુ કઠોરતા વાપરે તો પણ પેલી શ્રદ્ધા ત્યાં ચંદનનું કામ કરશે. તેને ગુરુનાં વચનો મંત્રરૂપ લાગશે, ગુરુનો ચરણ સ્પર્શ પૂજા સમાન લાગશે. અને ગુરુની સ્મૃતિ એનું ધ્યાન હશે. એવા ભાવે ગુરુની સેવા વડે પૂર્વ સુધીના જ્ઞાનની ક્ષિતિજો ખૂલી જાય છે. ધૂણી ધૂણીને ગોખવાની જરૂરત નહિ. અને જરા પ્રમાદ થયો, ખામી થઈ, તસ્મ ભંતે પડિક્કમામિ' કરી જ લેવું. ૪૮
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org