________________
પિત્તમુચ્છાએ-પિત્તવડે મૂછ આવવાથી. | જાવ-જ્યાં સુધી. સુહુમેહિં–સૂક્ષ્મ.
અરિહંતાણં–અરિહંત. અંગસંચાલેહિ–અંગ ચાલવાથી ભગવંતાણું–ભગવંતોને. ખેલસંચાલેહિ–બળખો આવવાથી. નમુક્કારેણં–નમસ્કાર કરીને. દિટ્રિસંચાલેહિં–દષ્ટિ ચાલવાથી. ન.પારેમિ–ન પારું, એવભાઈ એહિં–એ વગેરે. તાવ-ત્યાં સુધી. આગારેહિં–આગારો (ટાળીને). કાર્ય-કાયાને. અભગો–અખંડિત.
ઠાણેણે–એક સ્થાન વડે. અવિરાહિઓ- અવિરાધિત. મોણેણં–મૌનપણે. હુ -હો.
ઝાણેણં–ધ્યાન વડે. મે–મારો
અખાણું–પોતાની કાયાને. કાઉસ્સગો-કાઉસ્સગ્ન. | વોસિરામિ-વોસિરાવું છું.
*અન્નત્થ ઊસસિએણે, નીસસીએણં, ખાસિએણ, છીએણ, જંભાઈએણ, ઉડુએણ, વાયનિસગેણં,
ભમલીએ, પિત્તમુચ્છાએ, III અર્થ – જે આગારોનું વર્ણન કરું છું. તે સિવાયના બીજે સ્થાનકે (કાયવ્યાપારનો ત્યાગ કરું છું.) તે બાર આગારોનાં નામ
ઊંચો શ્વાસ લેવા વડે, નીચો શ્વાસ મૂકવા વડે, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વા સંચરવાથી, ચકરી આવવાથી, પિત્તના પ્રકોપથી. ૧. * આ સૂત્રવડે કરવાનો કાઉસ્સગ્ન ૧૯ દોષ વર્જીને કરવાનો છે, તે દોષ આ પ્રમાણે૧. ઘોડાની પેઠે પગ ઊંચો રાખે, વાંકો પગ રાખે તે ઘોટકદોષ. ૨. જેમ વાયરાથી વેલડી હાલે તેમ શરીરને ધુણાવે તે લતાદોષ. ૩. થાંભલા પ્રમુખને ઓઠીંગણ દઈ રહે તે ખંભાદિદોષ. ૪. ઉપર મેડા અથવા માળ હોય તેને મસ્તક ટેકાવી રહે તે માલદોષ. પ ગાડાની ઉધની પેઠે અંગૂઠા તથા પાની મેળવીને પગ રાખે તે ઉધિદોષ. ૬. નિગડ-(બેડી)માં પગ નાંખ્યાની પેઠે પગ પહોળા રાખે તે નિગડદોષ. ૭. ભિલડીના પેઠે ગુહ્ય સ્થાને હાથ રાખે તે શબરીદોષ. ૮. ઘોડાના ચોકડાની પેઠે હાથ રજોહરણ યુક્ત આગળ રાખે તે ખલિણદોષ. ૯. નવપરિણીત વધૂની પેઠે માથું નીચું રાખે તે વધૂદોષ. ૧૦. નાભિની ઉપર અને ઢીંચણથી નીચું લાંબું વસ્ત્ર રાખે તે લંગુત્તરદોષ. ૧૧. ડાંસ-મચ્છરના ભયથી, અજ્ઞાતથી અથવા લજજાથી હૃદયને આચ્છાદન કરી સ્ત્રીની પેરે ઢાંકી રાખે તે સ્તનદોષ. ૧૨. શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બંને સ્કંધ ૧૭૬ કોર
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org