________________
- કોડો ભવો સુધી તપ તપતાં જે કર્મ ક્ષય ન થાય તે કર્મોનો ક્ષય
સામાયિકમાં સમતા ભાવથી આત્માને ભાવિત કરતાં અડધી ક્ષણમાં થઈ
જાય છે. - જે કોઈ જીવો મોક્ષે ગયા, જાય છે કે જશે તે બધો સામાયિકનો પ્રભાવ છે. • હોમ ન કરીએ, તપ ન કરીએ, દાન ન આપીએ, બીજું કાંઈ ન કરીએ
તો ચાલે, પણ જેનું કોઈ મૂલ્ય આંકી ન શકાય એવી એક સમતા કેળવીએ તોય મોક્ષસુખ મળી શકે છે. રોજ એક બે અથવા મહિનામાં અમુક સામાયિક કરવા એવી ટેકવાળાને સામાયિકમાં સ્વાધ્યાય, જાપ, ધ્યાન, અધ્યયન, વાચન વગેરેનો સુંદર લાભ મળે છે. રોજ થોડું થોડું કરતાં ઘણું ધર્મધન ભેગું થાય છે. કરુણાસાગર અરિહંત પરમાત્માએ ફરમાવેલી સામાયિકધર્મની આવી સાધના વિના આત્મા પર લાગેલા અનેક જન્મોના અશુભકર્મોનો ક્ષય થાય નહિ અને કર્મોથી દબાઈ ગયેલા આત્માના જ્ઞાન, દર્શન, ચરિત્ર વગેરે મહાન ગુણો પ્રગટ થાય નહિ. જેટલીવાર સામાયિક કરીએ તેટલીવાર અશુભકર્મોનો ક્ષય થાય છે. દરેક શ્રીતીર્થકરભગવાન પણ રાજપાટ, વૈભવ છોડી કેવલજ્ઞાન અને મોક્ષ મેળવવા જિંદગીનું સામાયિક (દીક્ષા) લે છે.
સામાયિકોગ
* ૧૯૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org