________________
પોટિલાએ એ વાત કબૂલ કરી દીક્ષા લીધી. ૧૧ અંગ ભણી શુદ્ધ મનથી ચારિત્રનું પાલન કરી અનુક્રમે સમાધિપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં દેવ થઈ!
આ બાજુ રાણીને પુત્ર જન્મ થયો. રાજા ન જાણે તે રીતે તેટલીપુત્ર એને પોતાના ઘરે લઈ ગયો. કનકધ્વજ નામ પાડ્યું. મોટો થયો. સર્વકળાઓ શીખવીને હોશિયાર બનાવ્યો.
કાળ કાળનું કામ કરે છે. કનકકેતુ રાજા મરણ પામ્યો. મંત્રીએ કનકધ્વજને રાજગાદીએ બેસાડ્યો અને રાજ્યનો વહીવટ પોતે સંભાળવા લાગ્યો. રાજ્યનો મોટો વહીવટ સંભાળવામાં ધર્મ ભૂલી ગયો.
દેવ થયેલી પોટિલાએ પોતાના પૂર્વભવના પતિને આપેલ વચન પ્રમાણે પ્રતિબોધ કરવા રાજા વગેરેના મનમાં મંત્રી પ્રત્યે નફરત પેદા કરી. સવારે મંત્રીએ રાજસભામાં જઈ રાજાને સલામભરી પણ રાજએ મોઢું ફેરવી નાંખ્યું એટલે અન્ય સભાજનોએ પણ મોટું ફેરવી નાંખ્યું. અપમાનિત થયેલો તેટલીપુત્ર આપઘાત કરીને મરવા અનેક ઉપાયો અજમાવે છે... પણ... પેલો દેવ બધા જ ઉપાયોને નિષ્ફળ બનાવી દે છે ! અંતે ઊંડા વિચારમાં પડ્યો છે ત્યારે દેવ પ્રગટ થાય છે અને કહે છે મંત્રીશ્વર ! સંસારનું સ્વરૂપ આવું જ છે! બધા સ્વાર્થના સગા છે, વાસ્તવિક કોઈ કોઈનું નથી... વગેરે દેવતાના વચનોથી તેટલીપુત્ર પ્રતિબોધ પામ્યો.. દેવ પોતાના સ્થાને ગયો. તેટલીપુત્ર સંસારની અસારતા જાણી દીક્ષિત થયો. દુસ્તર તપ કરી ઘાતિકર્મ ખપાવી કેવલજ્ઞાન પામ્યો..!
આ રીતે પ્રત્યાખ્યાન એટલે છોડવા લાયકનો ત્યાગ કરવારૂપ આ સામાયિક કરીને તેટલીપુત્ર મુનિ શાશ્વતપદને પામ્યા !
સામાયિકનું ફળ • એક માણસ રોજ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો માણસ રોજ
સામાયિક કરે તો એ બેમાં સામાયિક કરનાર મોટું ફળ પામે છે. - સમભાવે બે ઘડીનું સામાયિક કરનારો શ્રાવક, સામાયિકમાં આયુષ્ય બાંધે
તો વૈમાનિક દેવલોકનું બાણું ક્રોડ ઓગણસાઈઠ લાખ પચીસ હજાર નવસો પચીસ ઉપર ત્રણ અષ્ટમાંશ (૯૨૫૯૨૫૯૨૫ ૩/૮) પલ્યોપમનું આયુષ્ય
બાંધે. ૧૮ -
ભવાંતનો ઉપાય :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org